રવિભૂષણ
આર્થિક ઉદારીકરણની નીતિઓ કૃષિ વિરોધી છે. તેનાથી ખેડૂત અને મજૂર ગૌણ થયા અને કોર્પોરેટ જગત પ્રભાવશાળી થયું. આજે ભારતીય ઉદ્યોગપતિ 44 બિલિયન ડોલરનું દેશની બહાર રોકાણ કરી રહ્યાં છે. આ રોકાણ દેશના આર્થિક રોકાણથી ઘણાં ગણું વધારે છે.
દસમી લોકસભામાં નાણાંમંત્રી મનમોહન સિંહે 24 જુલાઈ, 1991એ જ્યારે ફ્રેન્ચ કવિ, નાટયકાર અને વિશ્વ પ્રસિદ્ધ નવલકથા લૉ મિજરેબલના લેખક વિક્ટર હ્યૂગો (1802-85)ના એ કથન- વિચારનો પોતાનો એક સમય હોય છે અને તેને રોકવાની હિંમત કોઈનામાં હોતી નથી, ને સંસદમાં ટાંકયું હતું. તે વિચાર નવઉદારવાદી અર્થવ્યવસ્થા અને આર્થિક સુધાર હતો. એંસીના દાયકાના અંતમાં નવઉદારવાદને વિશ્વ રંગમંચ પર પોતાનો સિક્કો ચલાવવાથી કોઈ રોકી શક્યું ન હતું.
અમેરિકી રાષ્ટ્રપતિઓ રુઝવેલ્ટ અને રોનાલ્ડ રેગનમાં અંતર હતું. રુઝવેલ્ટ કલ્યાણકારી રાજ્યના હિમાયતી હતા અને રેગન તેના સખત વિરોધી હતા. શું ભારતના બે વડાપ્રધાનો-નેહરુ અને મનમોહન સિંહમાં કોઈ અંતર છે? નેહરુ ક્યારેય નાણાંમંત્રી રહ્યાં ન હતા, પરંતુ તેમની એક આર્થિક દ્રષ્ટિ હતી. તેઓ કલ્યાણકારી રાજ્યના હિમાયતી હતા.
મનમોહન સિંહની અર્થનીતિઓએ કલ્યાણકારી રાજ્યની અવધારણા પર પ્રહાર કર્યો. રોનાલ્ડ રેગનની જેમ બ્રિટનના વડાપ્રધાન માર્ગારેટ થેચર પણ કલ્યાણકારી રાજ્યની વિરુદ્ધ હતા. તેઓ બંનેનું અર્થશાસ્ત્ર અલગ હતું. રીગનોમિક્સની જેમ મનમોહનોમિક્સ પણ પ્રચલનમાં છે. ગત બે દશકથી મનમોહનોમિક્સ મુખ્ય છે, જેનો રાષ્ટ્રીય સ્વાધીનતા આંદોલનના તબક્કાના સમાજ-આર્થિક ચિંતનમાં લેસમાત્ર પણ સંબંધ નથી. નાણાંકીય મૂડીવાદ (ફાયનાન્સિયલ કેપિટાલિઝમ) અને ઉન્મુક્ત બજારનું વિચાર દર્શન ન્યૂ પ્રેગ્મેટિઝ્મ (નવ્ય અર્થક્રિયાવાદ અથા નવ્ય ઉપયોગિતાવાદ)થી જોડાયું છે, જેણે એકસાથે આપણા જીવન દર્શન અને જીવન વ્યવસ્થામાં પરિવર્તન લાવી દીધું છે. હવે આપણું માનસ આપણા નિયંત્રણમાં ઓછું અને બજારના નિયંત્રણમાં વધારે છે.
આર્થિક ઉદારીકરણના સમયમાં રાજ્યની ભૂમિકા બદલાઈ ચુકી છે. રાજ્ય વ્યવસ્થા હવે દાયિત્વ વિમુખ થઈ ખાનગી કંપનીઓને લાભ આપનારી એજન્સી સ્વરૂપે કાર્યરત છે. તે સામાન્ય લોકો માટે કલ્યાણકારી ન રહીને ઘણાં અર્થોમાં વિનાશકારી ભૂમિકામાં છે. આર્થિક ઉદારીકરણ બાદ સ્વાર્થ, લાલચ અને લોભ વધ્યા છે. આર્થિક નીતિઓ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ મુખ્ય રહી નથી. તેણે સામાજિક-સાંસ્કૃતિક ક્ષેત્રોમાં હલચલ પેદા કરી દીધી છે. માનવીય અને નૈતિક ગુણો પર, આચરણની સભ્યતા પર હુમલા કર્યા છે, વિવિધતા પર પ્રહાર કર્યો છે અને દલાલોની ફોજ ઉભી કરી દીધી છે. એનાથી કોઈ ફરક પડતો નથી કે સરકાર કોની છે! તમામ પક્ષોની અર્થનીતિ-વિકાસનીતિ સમાન છે. કોઈપણ દેશની અર્થનીતિનું જીવન અને સમાજ પર પડનારી અસરો પર વિચાર કરવા માટે વીસ વર્ષ ઘણાં છે. નવ્ય ઉપયોગિતાવાદી અમેરિકી દર્શન અને અમેરિકી અર્થનીતિનો શિકાર હવે ખુદ અમેરિકા છે. તે દુનિયાનો સૌથી વધારે દેવાદાર દેશ છે.
આર્થિક મંદીનો બીજો તબક્કો ત્યાં શરૂ થઈ ચુક્યો છે. પોતાના નાગરીકોને બરાક ઓબામા દ્વારા આપવામાં આવેલા આશ્વાસન હવામાં ઉડવા લાગ્યા છે. ગત એક વર્ષથી આપણા દેશમાં ગોટાળાઓનો પર્દાફાશ થઈ રહ્યો છે અને તેની લપેટમાં બધાં આવી રહ્યાં છે. નવઉદારવાદી અર્થવ્યવસ્થાએ બધું ઉલટ-સુલટ કરી નાખ્યું છે. વીસ વર્ષોમાં ભારતીય લુંટારાઓની સંખ્યા વધી છે. ભારતથી બહાર જનારા કાળાધનના 68 ટકા આર્થિક ઉદારીકરણ બાદના છે. આ સમયગાળામાં રિયલ એસ્ટેટ અને દૂરસંચાર સેક્ટર સૌથી વધારે મજબૂત થયા છે અને સર્વાધિક ભ્રષ્ટ પણ છે. પાંચ કરોડથી વધારે લોકો ગરીબીની રેખા નીચે ચાલ્યા ગયા છે. ગત સાત વર્ષમાં સંસદમાં મોંઘવારી પર 13 વખત ચર્ચા થઈ ચુકી છે. મોંઘવારી થંભી રહી નથી અને સરકાર નિંદ્રામાં છે. મોંઘવારીનો સંબંધ ભ્રષ્ટાચારથી અને ભ્રષ્ટાચારનો સંબંધ આર્થિક નીતિઓ સાથે છે.
વડાપ્રધાને પોતાના મંત્રીઓના સૂચનોની અને વડાપ્રધાન કાર્યાલયે ઘણાં બધાં મામલાઓને અણદેખી કરી છે. લાખો ટન અનાજ સડયું, પરંતુ સુપ્રીમ કોર્ટના નિર્દેશો-આદેશો પર ધ્યાન આપવામાં આવ્યું નહીં. જે ગ્રોથરેટની વાત કરવામાં આવી છે, તે કોના માટે છે? શું આર્થિક સુધારનો જનસંહાર અને વિચારસંહાર સાથે કોઈ સંબંધ બનતો નથી? આતંકવાદી હુમલા આ તબક્કામાં સૌથી વધારે થયા છે. આ તબક્કો સંચાર ક્રાંતિનો છે અને 2જી ગોટાળામાં નેતા, મંત્રી, અધિકારી, મૂડીપતિ, મીડિયા બધાં સામેલ છે. આ એક પ્રકારની ગિરોહબંધી છે. આ તબક્કમાં ઝડપથી વિલાસિતાની ચીજો શોધવામાં આવી, જેનાથી એક નવી શોપિંગ સંસ્કૃતિ વિકસિત થઈ અને મધ્યમવર્ગ પ્રસન્ન અને મસ્ત થયો. શું ભારત મધ્યમવર્ગનો દેશ છે? આંકડા જણાવે છે કે ગત વીસ વર્ષમાં શહેરી વસ્તીમાં દોઢ ગણો વધારો થયો છે. વીસ વર્ષ પહેલા માત્ર એક અબજપતિ હતો, આજે 49 છે. ભારતીય બંધારણ અને લોકતંત્રને આ સમયગાળામાં જ કમજોર કરવામાં આવ્યું.
ક્વોટા-લાઈસન્સ રાજ બાદ દલાલ રાજ વધ્યું. વચેટિયાઓ બન્યા. આ તબક્કામાં બે લાખ ખેડૂતોએ આત્મહત્યા કરી. ઉદ્યોગપતિઓ અને મૂડીપતિઓને કરમાંથી મુક્તી આપવામાં આવી અને કૃષિ ક્ષેત્રમાં આપવામાં આવતી સબસિડીમાં કાપ કરવામાં આવ્યો. આર્થિક ઉદારીકરણની નીતિઓ ખેતી વિરોધી છે. ખેડૂત અને મજૂર ગૌણ થયા અને કોર્પોરેટ જગત પ્રભાવશાળી બન્યું. આજે ભારતીય ઉદ્યોપતિઓ 44 બિલિયન ડોલર દેશની બહાર રોકી રહ્યાં છે. આ રોકાણ દેશમાં આર્થિક રોકાણથી ઘણાં ગણું વધારે છે. વિદેશી મુદ્રા ભંડાર 274 અબજ ડોલર ભલે હોય, પરંતુ રૂપિયાની કિંમત ગત વીસ વર્ષમાં ચાર વખત ઘટી છે.
હવે કપિલ સિબ્બલ હાયર સેકન્ડરીમાં વ્યાવસાયિક અભ્યાસક્રમ લાગુ કરવામાં લાગ્યા છે. સંસ્થાઓ આ તબક્કામાં કમજોર થઈ છે. સિવિલ સોસાયટીનું મહત્વ આ તબક્કામાં વધ્યું છે. તે સરકાર પર દબાણ નાખી એક પૂરક ભૂમિકા અદા કરી શકે છે. પહેલીવાર દેશમાં અમીરી અને ગરીબી વચ્ચે ખાઈ આટલી પહોળી બની છે. શું દેશ આ દિશામાં ચાલીને આગળ વધશે? 80-85 કરોડ લોકોની ઉપેક્ષા ક્યાં સુધી થતી રહેશે, આ વર્તમાનને જોઈ દિશા બદલવાની જરૂરત છે કે નહીં?
સૌજન્ય-પ્રભાત ખબર
No comments:
Post a Comment