Saturday, 25 March 2023

ખાલિસ્તાનવાદી અમૃતપાલ સિંહની સામેની કાર્યવાહીના ટાઈમિંગને લઈને આશ્ચર્ય -

 

- આનંદ શુક્લ

પંજાબમાં અમૃતપાલ સિંહની ધરપકડની કાર્યવાહીના ટાઈમિંગને લઈને ઘણી ચર્ચાઓ અને સવાલો થઈ ઉઠી રહ્યા છે. અમૃતસરમાં જી-20ને લગતી બે મહત્વની બેઠકો યોજાઈ છે અને ઈન્ટરનેશનલ ડેલિગેશનની પંજાબમાં હાજરી દરમિયાન અમૃતપાલ સિંહ સામેની કાર્યવાહીના ટાઈમિંગને લઈને ઘણાં જાણકારો આશ્ચર્ય અનુભવી રહ્યા છે

ખાલિસ્તાનવાદી અમૃતપાલસિંહ ફરાર છે, તેને લઈને શંકા-કુશંકાઓ વચ્ચે તેના નેપાળના માર્ગે કેનેડા ભાગવાની શક્યતાઓ સામે આવી રહી છે. ઉધમસિંહ નગર જિલ્લો એલર્ટ મોડ પર છે. તો બીજી તરફ અમૃતપાલસિંહના કાકા અને તેને ડ્રાઈવરે સરન્ડ કરી દીધું છે. અમૃતપાલના 112 ટેકેદારોની ધરપકડો થઈ ચુકી છે.

પંજાબમાં ખાલિસ્તાન સમર્થક સંગઠન વારિસ પંજાબ દેના નેતા અમૃતાપલ સિંહની વિરુદ્ધની પોલીસ કાર્યવાહીના ટાઈમિંગને લઈને આશ્ચર્ય વ્યક્ત થઈ રહ્યું છે. સવાલ થઈ રહ્યો છે કે કાર્યવાહીનું ટાઈમિંગ કોણે નક્કી કર્યું છે?

પંજાબના મુક્યમંત્રી ભગવંત માને દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી અને અમૃતપાલની ધરપકડ પર ચર્ચા કરી હતી. તેના માટે તેમણે કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની જરૂરિયાત હોવાનું પણ જણાવ્યું હતું. જાણકાર સૂત્રોમાં ચર્ચા છે કે આ મુલાકાતમાં અમૃતસરમાં યોજાનારી જી-20 દેશોની બેઠકોના સમાપ્ત થયા બાદ કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ અમૃતસરમાં જી-20 સંમેલનમાં ભાગ લેવા માટે પ્રતિનિધિઓનું પહોંચવાનું શરૂ થયું અને પોલીસે અમૃતપાલ સામે કાર્યવાહી પણ શરૂ કરી.

અમૃતસરમાં જી-20 સાથે જોડાયેલા બે કાર્યક્રમો હતા. પહેલો કાર્યક્રમ 15થી 17 માર્ચ દરમિયાન શિક્ષણ પર હતો અને બીજો કાર્યક્રમ 19થી 20 માર્ચ દરમિયાન જી-20 દેશોના શ્રમ મંત્રીઓ અને અધિકારીઓની બેઠકનો હતો. શ્રમ મંત્રીઓની બેઠક પહેલા જ 18 માર્ચે જાલંધર અને મોગાની પોલીસે અમૃતપાલની ધરપકડ કરવા માટેનું અભિયાન શરૂ કર્યું હતું. 18 માર્ચે બપોરે 12 વાગ્યે મોબાઈલ ઈન્ટરનેટ અને થોકમાં એસએમએસ મોકલવાની સેવાઓ 24 કલાક માટે બંધ કરવામાં આવી. ઘણાં શહેરોમાં કલમ-144 લાગુ કરી દેવામાં આવી હતી.

પોલીસ દ્વારા અમૃતપાલના ટેકેદારોની ધરપકડની કાર્યવાહી વચ્ચે પંજાબના ઘણાં વિસ્તારોમાં દેખાવો શરૂ થયા હતા. હવે સવાલ એ પણ થઈ રહ્યો છે કે આટલા મોટા આંતરરાષ્ટ્રીય ડેલિગેસનના રાજ્યમાં હોવા દરમિયાન ચારે તરફ પોલીસની કાર્યવાહી તથા આક્રોશિત લોકોના દેખાવો થઈ રહ્યા છે. હવે પ્રશ્ન એ પણ છે કે રાજ્યની પોલીસે ખુદ આવું કર્યું અથવા કેન્દ્ર સાથે તાલમેલ કરીને ખાલિસ્તાનવાદી અમૃતપાલ સિંહની ધરપકડ કરવાનું અભિયાન હાથ ધરાયું છે.?

No comments:

Post a Comment