આનંદ શુક્લ
કોંગ્રેસને તો
બદલાવા માટેના તેના વરિષ્ઠ નેતાએ સૂચન કર્યા છે, પરંતુ કોંગ્રેસ નીતિગત
મામલામાં બદલાય નથી. પણ ભાજપ જે ભાવનાઓ અને સિદ્ધાંતોથી સતત જીતી રહ્યો છે, તેનું કોંગ્રેસીકરણ, ડાબેરીકરણ અને કોઈક
ઠેકાણે કાસ્ટ ઈક્વેશન સામે મૌન સરન્ડર થઈ રહ્યું હોવાની દલીલોને બળ મળે તેવી
રાજકીય ઘટનાઓ પણ ઘટિત થઈ રહી છે.
ભાજપ પોતાની સામે
થતા પ્રચારથી ભાજપ હવે અલગ બનવાના રસ્તે છે. ભાજપ મુસ્લિમ, ખ્રિસ્તી, જાતિવાદી પક્ષોના
જનાધારમાં પહોંચ બનાવવા માટે ખૂબ સંશાધનોને વાપરી રહ્યું છે. તેથી ભાજપે
હિંદુત્વના મુદ્દાઓ પર જે પણ કોઈ બાંધછોડો શરૂ કરી છે, તેની સામે આરોપ રજૂ
કરનારો પણ કોઈ પક્ષ નથી. 2014ની લોકસભાની ચૂંટણીમાં કારમી હાર પછી એન્ટોની
રિપોર્ટમાં કોંગ્રેસને બહુમતી સમુદાય તરફી ઝુકાવની સલાહ અપાય હતી. પરંતુ કોંગ્રેસે
એવી કોઈ પલટી મારી હોવાનું હજી સુધી દેખાયું નથી, કે જેવો ભાજપે યુટર્ન
લીધો છે. કોંગ્રેસ સિવાય કમ્યુનિસ્ટ, સોશયલિસ્ટ, ડીએમકે સહીતના પ્રાદેશિક
પક્ષો પણ પોતાના જૂના મુદ્દાઓ, સિદ્ધાંતોમાંથી
પલટાયા નથી.
રાષ્ટ્રીય
સ્વયંસેવક સંઘના કાર્યક્રમમાં સામેલ થવા બદલ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી જેવા
મોટા નેતાની પણ કોંગ્રેસના વરિષ્ઠોએ જાહેરમાં ઝાટકણી કાઢી હતી. પરંતુ સંઘ પરિવારે
તો પોતાના મૂળભૂત વિચારકોની ભાવનાઓને બાજૂમાં રાખીને પ્રણવ મુખર્જીને માર્ગદર્શક
ગણાવ્યા હતા. રામજન્મભૂમિ આંદોલન વખતે કારસેવકો પર ગોળીઓ ચલાવવાનો હુકમ આપનાર અને
જેમને દાયકાઓ સુધી નિશાન બનાવીને વોટ મેળવનાર ભાજપના પૈતૃક સંગઠન આરએસએસએ અખિલ
ભારતીય પ્રતિનિધિ સભામાં મુલાયમસિંહ યાદવને શ્રદ્ધાંજલિ આપી હતી. મુલાયમસિંહ
યાદવને રાષ્ટ્રીય આદર્શ ગણાવવામાં તેમને કોઈ સંકોચ થઈ રહ્યો નથી.
સંઘ-ભાજપે
વિચારોને યૂઝ એન્ડ થ્રોની નીતિથી ફેંકવાનું કાલબાહ્યાનુકૂળ હોવાના ઓઠાં નીચે ચાલુ
રાખ્યું છે. ભાજપની ઈ-લાઈબ્રેરીમાં હજારો પુસ્તકો છે. પરંતુ તેમા ગુરુ ગોલવલકર, નાના પાલકર, એચ. વી. શેષાદ્રિ, ગુરુદત્ત કે આચાર્ય
રઘુવીર જેવા હિંદુત્વવાદી વિચારકોના પુસ્તકો નથી. બંચ ઓફ થોટ્સ કે વિચાર નવનીત
આરએસએસના દ્વિતિય સરસંઘચાલક શ્રીગુરુજી ઉપાખ્ય એમ. એસ. ગોલવલકરના વિચારોને આવરી
લેતું પુસ્તક છે. પરંતુ હવે તેને પણ એમ કહો કે એડિટ કરીને રજૂ કરવાની તૈયારીઓ થઈ
ચુકી છે.
ત્યારે સવાલ એ છે
કે ભાજપ-સંઘ પરિવાર મૂળભૂત વિચારધારામાંથી યૂટર્ન લઈને કોંગ્રેસના સેક્યુલારિઝ્મ
અને વિકાસની વાતોના રથ પર બેસવાની ચાહ ધરાવે છે? તેથી ભાજપ-સંઘ પરિવાર
કોંગ્રેસી, ડાબેરી, જાતિવાદી વિચારો અને
નેતાઓ સાથે ઘનિષ્ઠતા પણ કેળવવા લાગ્યા છે. કોઈ કોંગ્રેસીને તેઓ પોતાનો સંરક્ષક
ગણાવે છે, તો કોઈના માટે
સંસદમાં આંસુ વહેવા લાગે છે, તો કોઈકને એવોર્ડ
આપીને આદર્શ ગણાવાય છે.
અહીં સવાલ એ છે
કે ચૂંટણી જીતવી અને ચારે તરફ મેનેજમેન્ટથી ભાજપ-સંઘ પરિવાર સૈદ્ધાંતિક અધપતનને
પ્રચારના માધ્યમથી ખાળી શકશે? વિચાર જ સંગઠનોને
જોડી રાખે છે, વિચારથી જ
પ્રેરાયને લોકો સંગઠનો સાથે જોડાય છે. લોકો જ ચૂંટણી જીતાડે છે. પરંતુ સંઘ-ભાજપની
અંદર મૂળ વિચારોને બાજૂમાં હડસેલીને કોંગ્રેસી રીતભાતથી તેઓ સત્તાના ખોળામાં ક્યાં
સુધી રહી શકશે? યે પબ્લિક હૈ સબ
જાનતી હૈ.... એવું ચૂંટણીમાં દેખાવા લાગશે તો... શું થશે?
No comments:
Post a Comment