Showing posts with label સી. ઉદય ભાસ્કર. Show all posts
Showing posts with label સી. ઉદય ભાસ્કર. Show all posts

Sunday, 14 August 2011

શર્મસાર કરનારી નિષ્ફળતા



સી. ઉદય ભાસ્કર

સોમવારે વડાપ્રધાન મનમોહન સિંહ અંગ્રેજોની હુકૂમત।થી દેશને આઝાદીની 64મી વર્ષગાંઠ મનાવા માટે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે. ઉપનિવેશવાદી શાસનથી મુક્ત થનારા અન્ય અનેક દેશોની સરખામણીમાં ભારત પાસે પોતાના અત્યાર સુધીના સફરમાં સંતોષ કરવા લાયક ઘણું બધું છે. પાકિસ્તાનની સરખામણી કદાચ સૌથી વધારે અનુકૂળ હશે. પરંતુ ચીનના સંદર્ભમાં આવું કહી શકાય નહીં. ઉપલબ્ધિઓ પોતાની જગ્યાએ છે, પરંતુ ઘણાં એવા ક્ષેત્રો છે કે જે નિષ્ફળતાની તસવીર રજૂ કરે છે અને તે ઉંડી ચિંતાનો વિષય પણ બનવા જોઈએ. ભ્રષ્ટાચાર આવું જ એક ક્ષેત્ર છે. કેટલાંક ક્ષેત્ર એવા છે કે જ્યાં આપણી નિષ્ફળતા શર્મસાર કરનારી છે. કન્યા ભ્રૂણ હત્યા અને ખોટા સમ્માન માટેની હત્યાઓ અર્થાત ઓનર કિલિંગને આમા ગણી શકાય છે. 

ઓગસ્ટ 1947માં જે સ્વતંત્રતા અને સમાનતાના સપના જોવામાં આવ્યા હતા અને જેને જાન્યુઆરી 1950માં બંધારણ સ્વરૂપે ઔપચારીક સ્વરૂપ આપવામાં આવ્યું, તે આજે પણ કરોડો ભારતીયોની પહોંચથી દૂર છે અને જ્યાં આ વિશેષ ઉપાય દ્વારા લક્ષિત વર્ગ માટે તેને ઉપલબ્ધ કરાવાયા છે ત્યાં તે ઘણાં વિકૃત રૂપમાં છે. ઘણાં પ્રકારે ફિલ્મ આરક્ષણ સાથે જોડાયેલો હાલનો વિવાદ આ વિકૃતિઓ અને વિરોધાભાસોને જ ઉજાગર કરે છે. અહીં ફિલ્મની સમીક્ષાનો ઉદેશ્ય નથી જેને દલિત વિરોધી માનવામાં આવી રહી છે, પરંતુ અલગ-અલગ ક્ષેત્રો દ્વારા ઉભરેલા તે વિવાદની પ્રકૃતિ પર ધ્યાન આપવું જરૂરી છે જેને આ ફિલ્મને ત્રણ રાજ્યો- ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને પંજાબમાં પ્રતિબંધિત કરી દીધી. 

ફિલ્મ આરક્ષણને સેન્સર બોર્ડે સારી રીતે મંજૂરી પ્રદાન કરી છે. આ ફિલ્મ રિલિઝ પણ ન હતી થઈ જ્યારે ટેલિવિઝન પર દર્શાવવામાં આવેલા તેના પ્રમોશનલ સંવાદ અને ટ્રેલરને દલિતની સંવેદનશીલતાને આઘાત પહોંચાડનાર માનવામાં આવ્યા. આ વિવાદ દિવસેને દિવસે વધ્યો. બંધારણમાં અભિવ્યક્તિની જે આઝાદી સુનિશ્ચિત કરવામાં આવી છે તેને તકવાદી રીતે ઈજા પહોંચાડવામાં આવી અને ત્યાર બાદ જે ઘટનાઓ સામે આવી તેને સંકીર્ણતાની મર્યાદામાં જ રાખી શકાય છે. 

આરક્ષણ વિવાદે ભારતીય રાજકારણની બે ગંભીર બીમારીઓને રેખાંકીત કરી છે, જેની જો અણદેખી કરવામાં આવી તો તે રાષ્ટ્રીય સુરક્ષા પર ગંભીર દુષ્પ્રભાવ નાખશે. જો કે ઓગસ્ટ 1947માં રાષ્ટ્રના સંસ્થાપકો અને બંધારણની રચના કરનારા ડૉ. બી. આર. આંબેડકર જેવાં લોકો જાત-પાંતથી ભરેલા ભારતીય સમાજમાં શિક્ષણ અને રોજગારના અવસરોમાં વંચિત વર્ગની વસ્તીના અનુપાતમાં આરક્ષણ આફી સામાજીક સમાનતા સ્થાપના કરવાની આશા કરી હતી, પરંતુ 64 વર્ષ વીત્યા બાદ વાસ્તવિકતા ઘણી બદરંગ અને ખતરનાક છે. અનેક રાજ્યોમાં જાતિ અને મઝહબ ભારતીય રાજકારણને પ્રભાવી કરનારી સૌથી મોટી શક્તિ બની ગઈ છે અને દેશના અનેક રાજ્યોમાં આવા મજબૂત અને વર્ચસ્વવાળા પ્રાદેશિક પક્ષો ઉભરી આવ્યા છે જેમનો જન્મ જ જાતિય આધાર પર થયો છે. તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને બિહર તેના ઉદાહરણો છે, જ્યારે પંજાબમાં મઝહબી સમૂહોની ઓળખ રાજકારણમાં મહત્વની ભૂમિકા નિભાવે છે. 

આ મુદ્દા પર ચર્ચાનું ધ્રુવીકરણ થઈ ચુક્યું છે. આરક્ષણ વિવાદથી જોડાયેલો એક અન્ય મુદ્દો છે અસહિષ્ણુતાનો. આ મુદ્દા પર ટેલિવિઝન ચેનલો પર થયેલી અને થઈ રહેલી ચર્ચામાં રચનાત્મકતા અને ઉદેશ્યપરકતા ગાયબ છે, જે લોકતંત્રનો એક આવશ્યક ગુણ છે. બંધારણમાં જે સ્વતંત્રતાનો ઉલ્લેખ છે, તેના હેઠળ લોકોને એ અધિકાર આપવામાં આવ્યો છે કે તેમને વિપક્ષમાં પોતાનો વિચાર રાખવાની મંજૂરી આપવામાં આવશે, પરંતુ દેશમાં આજે જે મૂડ છે તે એક પક્ષપાતી દ્રષ્ટિકોણને ઉજાગર કરે છે. સંસદમાં પણ આ નજરે પડે છે અને રાજ્યોની રાજધાનિયોમાં વિધાનસભામાં જાતિવાદી તણાવનો ખતરો ઉત્પન્ન થવાની આશંકા છે. આ ફિલ્મ મુખ્ય રૂપથી ભારતમાં શિક્ષણના વ્યાવસાયીકરણના મુદ્દાને ઉઠાવે છે. આ એક અન્ય ગંભીર મુદ્દો છે જે સમાનતાના ઉદેશ્યને પૂરો થવા દઈ રહ્યો નથી. એક સુરક્ષા વિશ્લેષકના રૂપમાં માને એ કહેવામાં કોઈ સંકોચ નથી કે પંડિત નેહરુ બાદથી ભારતીય રાષ્ટ્ર-રાજ્યની સૌથી મોટી સમસ્યા એ રહી છે કે શિક્ષણના સંદર્ભમાં માત્ર જબાની જમા ખર્ચ જ કરવામાં આવ્યો છે અને કરોડો ભારતીયોને યોગ્ય સ્વતંત્રતા આપવામાં આવી નથી. દેશ અને તેના ચૂંટાયેલા પ્રતિનિધિ તેના ગુનેગાર છે. શિક્ષણને નાગરીકોના મૂળભૂત અધિકારના રૂપમાં જોવાની જગ્યાએ એક ભારે લાભવાળા વ્યવસાયિક ઉદ્યમના રૂપમાં જોવાના કારણે આપણા દેશને અજ્ઞાનતા અને અશિક્ષાથી સર્વાધિક કિંમતી આઝાદીથી કરોડો લોકોને વંચિત રાખ્યા. આરક્ષણ આ મુદ્દાને ઉઠાવે છે, પરંતુ વિચિત્ર છે કે તેના પર ધ્યાન આપવામાં આવી રહ્યું નથી જે અપેક્ષિત છે. આશ્ચર્ય છે કે નારાજ ભારતીય વાલીઓ રાજનેતાઓ અને નોકરશાહોને આ મામલે અસહજ કરનારા સવાલો પુછી રહ્યાં નથી. 

મોટાભાગે એ કહેવામાં આવે છે કે આપણા દેશમાં ગુનાનું રાજનીતિકરણ અને રાજનીતિનું અપરાધીકરણ ચરમ પર પહોંચી ગયું છે. પરંતુ મારી દ્રષ્ટિએ સૌથી મોટો અપરાધ બાળકોને 21મી સદીના પડકારો અનુરૂપ સમાન અને પહોંચવાળા ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાનો અવસર ન આપવો છે. ઉચ્ચ શિક્ષણનો જે વૈકલ્પિક ઢાંચો ઉભો થઈ ચુક્યો છે તે ખાનગી કોલેજોના બેરોકટોક પ્રસારનું પરિણામ છે. આરક્ષણ ફિલ્મ શિક્ષણમાં ફેલાઈ ચુકેલા ભ્રષ્ટાચાર અને બિકાઉપણાને સપાટી પર લાવી છે અને જો તેના પર યોગ્ય રીતે ધ્યાન આપવામાં આવશે નહીં તો આગામી 15 વર્ષમાં અશિક્ષિત અને બેરોજગાર લોકોની જે ફોજ આપણી સામે હશે તે આંતરીક સુરક્ષા માટે એક મોટો ખતરો સાબિત થશે. 

સૌજન્ય-દૈનિક જાગરણ

Saturday, 6 August 2011

જોખમમાં તટીય સુરક્ષા



સી. ઉદય ભાસ્કર

એક હજાર ટનના વજનનું વ્યાવસાયિક જહાજ એમવી પવિટ 31 જુલાઈએ મુંબઈના જુહુ બીચ પર સમુદ્રમાં ડૂબી ગયું. મુંબઈ પહોંચવા સુધી આ જહાજ પર નૌસેનાના કોઈ અધિકારીની નજર પડી નહીં. આ પહેલા 11 જૂને ગુજરાત જઈ રહેલું 9000 ટનના વજનનું એમવી વિઝડમ પણ મુંબઈના જુહુ બીચ પર ડૂબી ગયું હતું. આ જહાજોથી લોકોને બચાવવાનું કામ જટિલ અને મોંઘું પડયું. વિઝડમ ઘટનાની ભયાનકતા એ વાતથી જાહેર થઈ જાય છે કે મુંબઈ સુધી પહોંચતા પહેલા આ જહાજ કોઈ તટરક્ષકની નજરમાંથી પસાર થયું નહીં. લહેરો પર તરતા 9000 ટનનું આ વિશાળ જહાજ ભરતી-ઓટને કારણે જુહુ તરફ ખસી આવ્યું, નહીંતર તે બાંદ્રા-વરલી સી લિંકથી પણ ટકરાઈને ભારતની આર્થિક રાજધાની માટે મોટી મુસીબત ઉભી કરી શકતું હતું. સ્પષ્ટ છે કે મીડિયાએ આ ઘટનાઓને ખૂબ ઉછાળી અને 26
/11ના મુંબઈ હુમલા બાદ સમુદ્રી નિરીક્ષણ અને સુરક્ષા વધારવાના દાવા પર તીખા સવાલ કર્યા. 26/11ના આતંકી પણ સમુદ્રી રસ્તે જ મુંબઈ પહોંચ્યા હતા. શું 26/11 હુમલાથી બોધપાઠ લઈને આપણે તટીય નિરીક્ષણ ક્ષમતામાં સુધારો કર્યો છે અથવા પછી આપણે વધારે આસાન નિશાન બની ગયા છીએ?

ભારત જેવી ભૌગોલિક સ્થિતિવાળા દેશમાં તટીય સુરક્ષા અને નિરીક્ષણને ચુસ્ત-દુરસ્ત કરવી એક જટિલ મુદ્દો છે અને તેણે 26/11 બાદ રાષ્ટ્રનું ધ્યાન ખેંચ્યું છે. અનેક મામલામાં 2008નું મુંબઈ 1962ની ચીન સીમાને સાદ્રશ્ય છે, જ્યાં રાષ્ટ્રીય પડકારથી નિપટવાની અધકચરી તૈયારીઓનું નાટકીય પ્રદર્શન થયું. પવિટ અને વિઝટમ ઘટનાઓ ભારતીય તટીય નિરીક્ષણની ખામીઓને રેખાંકીત કરે છે. યોજનાબદ્ધ રીતે ન હોઈ માત્ર યોગાનુયોગ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ પર કેગ રિપોર્ટ પાંચ ઓગસ્ટે જારી થયો. આઈસીજી પર લગાવેયલા આરોપ બેહદ ગંભીર છે. નવેમ્બર-2008 બાદ ભારતીય તટરક્ષકોને ઘણી સુવિધાઓ ઉપલબ્ધ કરવાય, જેમાં નવા સીજી સ્ટેશન સ્થાપિત કરવા, જહાજો, જેટ વિમાનોનું નિરીક્ષણ વધારવું વગેરેનો સમાવેશ થતો હતો. આ સંપૂર્ણ કવાયતનું પરિણામ બેહદ નિરાશાજનક અને કડવું નીકળ્યું કે ભારતનું તટીય નિરીક્ષણ અને સુરક્ષામાં હજી પણ મોટા છીડાં છે અને પવિટ-વિઝડમ ઘટનાઓ તેના જીવતાં-જાગતા પ્રમાણ છે.


કેગના રિપોર્ટમાં આ પણ નિષ્કર્ષ છે કે આઈસીજીની કાર્યપ્રણાલી લચ્ચર છે. રિપોર્ટમાં અનેક સંચાલન અને યોજનાગત પાસાંઓની ખામીઓ રેખાંકીત કરવામાં આવી છે. રિપોર્ટ આઈસીજીને 15 વર્ષીય યોજના તૈયાર કરવાની સલાહ પણ આપે છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આઈસીજીને ઉપલબ્ધ સંસાધનોમાં જ તટીય ક્ષેત્રોમાં પેટ્રોલિંગના માપદંડ નક્કી કરવા પડશે અને તેમનું કડકાઈથી પાલન કરવું પડશે. એક સુરક્ષા વિશ્લેષક તરીકે મારી જાણકારીઓને આધારે કહી શકુ કે સશસ્ત્ર દળ દીર્ઘકાલિન યોજનાઓ તૈયાર કરે છે અને પછી ખરીદી માટે નિર્ણય લેનારી પ્રક્રિયાને હવાલે કરી દે છે. પરંતુ ખરીદનો નિર્ણય લેવાની પ્રક્રીયા બેહદ જટિલ, બોજિલ અને અનાવશ્યક લાંબી હોય છે અને તેમાં ચાર વર્ષથી 25 વર્ષ સુધીનો સમય લાગી જાય છે?

13 જુલાઈના આતંકી હુમલા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું હતું કે રાજકીય પ્રતિબદ્ધતા અને સ્વીકૃતિઓ છતાં વરિષ્ઠ નોકરશાહી સૈન્ય ઉપકરણો અને હથિયારોની ખરીદીનો તાત્કાલિક નિર્ણય એટલા માટે લેતી નથી કારણ કે એવું કરવાથી તેમને કેગ અથવા તે પ્રકારની અન્ય એજન્સીઓના કોપભાજન બનવું પડી શકે છે. તેને બોફોર્સ ગ્રંથિના નામથી પણ વર્ણવી શકાય છે. 1980ના દશકમાં રાજીવ ગાંધીના કાર્યકાળમાં બોફોર્સ તોપ સોદામાં દલાલીના આરોપો બાદ સંરક્ષણ મંત્રાલયે તમામ જરૂરી ઉપકરણો, પ્રૌદ્યોગિકી અને હથિયારોની ખરીદી પ્રક્રીયાને લંબિત કરી દીધી હતી. પરિણામે ભારતીય સેના લાંબા સમય સુધી તોપો અને સૈન્ય ઉપકરણોની કમીથી ઝઝુમતી રહી હતી.
સુસંગત રાષ્ટ્રીય સુરક્ષા રણનીતિ હેઠળ ભારતે તટીય સુરક્ષા અને સાર્વભૌમતા સુનિશ્ચિત કરવાની ક્ષમતા વિકસિત કરવી જોઈતી હતી, પરંતુ અત્યાર સુધી સરકાર સંકુચિત રાજકીય નિહિત સ્વાર્થોનો શિકાર થતી રહી અને આ મહત્વપૂર્ણ વિષય પર ગંભીર વિમર્શ સુદ્ધાંથી પરહેજ કરતી રહી. આપણે પવિટ ઘટના અને કેગ રિપોર્ટના સમય સંજોગના અવસરનો લાભ ઉઠાવવો જોઈએ અને ભારતીય તટીય નિરીક્ષણ અને સુરક્ષાની ભેદ્યતાના કારણોની તપાસ કરીને તેના સમાધાન માટે વસ્તુનિષ્ઠ અને સકારાત્મક ઉપાય શોધવા જોઈએ. આઈસીજી એક જટિલ સંસ્થાગત વ્યવસ્થાનો ભાગ છે, જેના હેઠળ નૌસેના, શિપિંગના મહાનિદેશક, સ્થાનિક પોર્ટ પ્રાધિકરણ, રાજ્ય પોલીસ અને કેન્દ્ર તથા તટીય રાજ્યોના અન્ય 14 વિભાગો આવે છે. 

આપણે તાત્કાલિક બે પ્રસ્તાવોને ભારતીય સુરક્ષાના શિરોબિંદુ તરીકે સ્વીકાર કરવા જોઈએ. ભારતના નૌસૈનિક પડકારો પર પુનર્વિચાર કરવા અને એકલબિંદુ નેશનલ મેરીટાઈમની સ્થાપના કરવા માટે બ્લ્યૂ રિબન ટાસ્ક ફોર્સની રચના કરવી જોઈએ. તેના પર તટીય સુરક્ષાની જવાબદારી હોવી જોઈએ. અંતિમ રિપોર્ટ અને ભલામણો સંસદમાં રજૂ કરવી જોઈએ. બીજું કેગ રિપોર્ટને મુખ્ય સ્ત્રોત માનીને 1962 બાદ ભારતીય સૈન્ય ક્ષમતાઓનું વિસ્તૃત વિશ્લેષણ કરવું જોઈએ અને તે સંસ્થાનોને ચિન્હિત કરવી જોઈએ, જે ભારતીય તટીય નિરીક્ષણ અને સુરક્ષામાં ખામીઓ માટે જવાબદાર છે. 65માં સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યા તેના માટે શ્રેષ્ઠ સમય હોઈ શકે છે.
(સૌજન્ય- દૈનિક જાગરણ)