Showing posts with label strategic power. Show all posts
Showing posts with label strategic power. Show all posts

Tuesday, 28 June 2011

સામરીક દ્રષ્ટિએ ભારતની બરાબરી કરી શકીએ નહીં: પાક.


પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ચૌધરી અહમદ મુખ્તારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ છે કે પાકિસ્તાન સામરીક દ્રષ્ટિએ ભારતનો મુકાબલો કરી શકે નહીં. ભારત પાસે યુદ્ધમાં વધારે સમય ટકવાની ક્ષમતા છે.

બીબીસી ઉર્દૂ સાથેની વાતચીતમાં મુખ્તારે કહ્યુ કે જો પાકિસ્તાન સામરીક દ્રષ્ટિએ ભારતનો મુકાબલો કરવા ચાહે અને જેટલા આધુનિક હથિયાર ભારત પાસે છે, તે બધાં ખરીદવાની કોશિશ કરે તો તે કદાચ પાકિસ્તાન માટે સંભવ નહીં હોય. પોતાની વાતને સમજાવતા તેમણે કહ્યુ કે ભારતની અર્થવ્યવસ્થા પાકિસ્તાનથી 6થી 7 ગણી મોટી છે અને તેનો વેપાર પાકિસ્તાનની સરખામણીએ પાંચથી છ ગણો વધારે છે.

તેમણે કહ્યુ કે પાકિસ્તાન અને ભારતની લડવાની ક્ષમતા 20-22 દિવસ સુધીની હતી. ભારતે હવે ઘણાં હથિયાર એકઠા કરી લીધા છે. કદાચ ભારત 45 દિવસો સુધી ટકી શકે છે. પાકિસ્તાન આમ કરી શકે નહીં. તેમને પુછવામાં આવ્યુ કે શું ભારતને સૌથી મોટા દુશ્મન તરીકે રજૂ કરવું પાકિસ્તાનની સમસ્યાઓનું અસલ કારણ છે?

તેમણે કહ્યુ કે ધીરે-ધીરે બંને દેશ સંબંધોમાં આવેલુ અંતર ઓછું કરી રહ્યા છે. આપણે પહેલા લડી ચુક્યા છીએ, આજે પણ સરહદોને લઈને સમસ્યાઓ છે અને મુંબઈ આતંકી હુમલાનું ફેકટર પણ છે, આ તમામ બાબતો છતાં બંને દેશોના સંબંધોમાં સુધારો થઈ રહ્યો છે.