કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી કપિલ સિબ્બલે શુક્રવારે કહ્યું કે ગાંધીવાદી નેતા અન્ના હજારે જન લોકપાલ બિલ દ્વારા બંધારણના પાયાગત માળખાનું ઉલ્લંઘન કરીને જવાબદેહી વગરની સમાંતર સરકાર બનાવવા ચાહતા હતા.
રાંચીમાં એક પત્રકાર પરિષદમાં સિબ્બલે કહ્યું કે અન્ના લોકપાલ માટે જવાબદેહી વગર કામ ચલાવવાની શક્તિ આપવાની માગણી કરી રહ્યાં છે. તેનો અર્થ છે કે તે એક સમાંતર સરકાર ચાહે છે. શું આપણા બંધારણના ઘડવૈયાઓએ અત્યારે પેદા થયેલી પરિસ્થિતિ સંદર્ભે ક્યારેય વિચાર્યું હશે?
સિબ્બલે કહ્યુ કે અન્ના લોકપાલ માટે એવી શક્તિ ચાહતા હતા કે જેનાથી કોઈપણ પ્રકારની મંજૂરી વગર ગમે તેના પર નજર રાખી શકાય. તેમણે કહ્યુ કે આ ભારતીય ટેલિગ્રાફ એક્ટનું ઉલ્લંઘન છે. શું આ એક સૈન્ય શાસન છે? શું આપણે એક પોલીસ રાજ્ય બનવા ચાહીએ છીએ?
વડાપ્રધાન કાર્યાલય અને ન્યાયતંત્રને લોકપાલ હેઠળ લાવવાની માગણી પર સિબ્બલે કહ્યું કે સરકાર સંસદ પ્રત્યે જવાબદેહ છે અને કોઈપણ સંસદ જન લોકપાલ બિલ પર સ્પષ્ટીકરણની માગણી કરી શકે છે. કોઈપણ સુપ્રીમ કોર્ટ જઈ શકે છે. આ બધાં બંધારણીય મુદ્દા છે.
સિબ્બલે ભાજપ અને આરએસએસ પર આ બિલની આડમાં આખા દેશમાં અરાજક માહોલ પેદા કરવાનો આરોપ લગાવતા કહ્યુ કે આ લોકો લોકતંત્રને સુચારુપણે ચલાવવામાં બંધારણીય માળખાના મહત્વ સંદર્ભે કંઈ બોલતા નથી.
સિબ્બલે દાવો કર્યો છે કે તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ ભાજપ એ જાણી ગયું છે કે તે આગામી દશ વર્ષ સુધી સત્તામાં આવવાનું નથી, માટે તે આવું કરી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે માટે આ લોકોએ યોગગુરુ રામદેવને સામે કરીને આવી પરિસ્થિતિ પેદા કરી. તેમણે કહ્યું કે કોંગ્રેસે 824 બેઠકોમાંથી 356 બેઠકો પર ચૂંટણી લડીને 172 પર જીત હાસિલ કરી છે, જ્યારે ભાજપે 400 બેઠકો પર ચૂંટણી લડીને માત્ર પાંચ બેઠકો પર જીત નોંધાવી છે.
ભાજપ દ્વારા સંસદને બાધિત કરવાનો આરોપ લગાવતા તેમણે કહ્યુ કે ભાજપના નેતા રાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા માટે આગળ આવવાની જગ્યાએ હરિદ્વાર જઈને રામદેવના ચરણ સ્પર્શ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર દેશની સામે એક પડકાર છે અને તેનો એક સ્વરમાં વિરોધ કરવાની જરૂરત છે.
સિબ્બલે કહ્યુ કે કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચારનો વિરોધ કરવાના પુરાવો એ. રાજાનું જેલમાં હોવું છે. તેમણે કહ્યુ કે બીજી તરફ નાયબ વડાપ્રધાન કાળ દરમિયાન લાલકૃષ્ણ અડવાણીએ તત્કાલિન ભાજપ અધ્યક્ષ બાંગારુ લક્ષ્મણ અને જ્યોર્જ ફર્નાંડિઝના મામલામાં કંઈ કર્યું ન હતું.
અડવાણી પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યુ કે બંગારુ લક્ષ્મણને કેમેરામાં લાંચ લેતા દેખાયા અને ભૂતપૂર્વ સંરક્ષણ મંત્રી જ્યોર્જ ફર્નાંડિઝની સંરક્ષણ સમજૂતીઓમાં ભ્રષ્ટાચારના મામલા પર અડવાણીએ શું કર્યું? તેમણે અડવાણી પાસેથી જાણવા ઈચ્છયુ છે કે તેમના કાર્યકાળમાં તેઓ લોકપાલ બિલ કેમ લાવી શક્યા નહીં?
માનવ સંસાધન વિકાસ મંત્રી કપિલ સિબ્બલે જાણવાની ઈચ્છા કરી છે કે ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરી સામાજીક કાર્યકર્તા અન્ના હજારેના ગુજરાતમાં ભ્રષ્ટાચારના આરોપોને કેમ સ્વીકારતા નથી?
સિબ્બલે પત્રકારોને કહ્યુ કે ભાજપ અધ્યક્ષ નીતિન ગડકરી કહે છે કે તેઓ અન્ના હજારેની સાથે છે. અને અન્ના હજારે કહે છે કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર છે. માટે ગડકરીએ સ્વીકાર કરવુ જોઈએ કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ અનશન પર જવું જોઈએ.
સિબ્બલે કહ્યુ કે ભાજપે એ પણ જોવું જોઈએ કે યોગગુરુ રામદેવે કઈ રીતે સરકારી જમીન અધિગ્રહીત કરી. તેમણે કહ્યુ કે જમીન કોણે આપી? શું મધ્ય પ્રદેશ, ઝારખંડ અથવા ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ આવું કર્યુ છે? આરએસએસે સ્વીકારવું જોઈએ કે તે તેમને ટેકો આપી રહ્યું છે.
ભાજપને લોકતાંત્રિક મૂલ્યો અને વિકાસ કાર્યોની જરૂરત પર ધ્યાન આપવાની સલાહ આપતા સિબ્બલે કહ્યુ કે આરએસએસ અને ભાજપ એવો માહોલ ન બનાવે કે જેનાથી વિકાસનો માર્ગ અવરોધાય.
તેમણે કહ્યુ કે કોંગ્રેસ અને યુપીએ માટે આરોગ્ય, શિક્ષણનો અધિકાર, મનરેગા, જાહેર વિતરણ પ્રણાલી, ખાદ્ય સુરક્ષા મહત્વપૂર્ણ વિષયો છે. માટે વિપક્ષે આવો માહોલ ન બનાવવો જોઈએ કે જેનાથી આર્થિક વિકાસ અવરોધાય.
No comments:
Post a Comment