કે. એન. ગોવિંદાચાર્ય
ગત બસ્સો વર્ષોતી યૂરોપીય ચકાચૌંધે ભારતીય રાજકારણીઓને પ્રભાવિત કર્યા છે. તેઓ ઈંગ્લેન્ડને પોતાનો આદર્શ માની બેઠા. 1935માં અંગ્રેજો દ્વારા તૈયાર કરવામાં આવેલા બંધારણ અને તેના અંતર્ગત કરવામાં આવેલી ચૂંટણીઓમાં ભારતીય નેતાઓની ભાગીદારી આ દિશામાં પ્રારંભિક પગલાં તરીકે જોઈ શકાય છે.
અંગ્રેજોના ગયા બાદ ભારતીય બંધારણનું નિર્માણ કરવામાં આવ્યું, તે મૂળત્ 1935ના કાયદા પર આધારીત છે. આ બંધારણ હેઠળ ભારતમાં સંસદીય લોકતંત્રની વ્યવસ્થા કરવામાં આવી. જો કે બંધારણમાં પક્ષોની કોઈ પ્રત્યક્ષ ભૂમિકા બતાવવામાં આવી નથી, તેમ છતાં પોતાના ઉપનિવેશિક શાસકોની નકલ કરતાં અહીં પણ સત્તા પર નિયંત્રણ માટે રાજકીય પક્ષોની સ્થાપના કરવામાં આવી.
ગાંધીજીની લેખિત સલાહથી વિપરીત કોંગ્રેસે રાજકીય પક્ષના રૂપમાં પોતાને પ્રસ્તુત કરી. સ્વતંત્રતા આંદોલનની શાખને કારણે ઘણાં દશકો સુધી સત્તા પર તેનું એકછત્ર નિયંત્રણ રહ્યું. ત્યાર બાદ જ્યારે દેશમાં પ્રગતિનું અનુકૂળ વાતાવરણ બની શક્યું નહીં, ત્યારે લોકોએ કોંગ્રેસને હટાવીને એક નવા પક્ષને સત્તા સોંપવાનો નિર્ણય કર્યો.
વર્ષ 1977માં સંપૂર્ણ ક્રાંતિના નારા સાથે જનતા પાર્ટીનું શાસન આવી ગયું. દેશની જનતાને આ પરિવર્તનથી ઘણી આશા હતી. પરંતુ તુરંત જ તમામ આશાઓ ધૂળમાં મળી ગઈ. 1989માં વિશ્વનાથ પ્રતાપ સિંહ અને જનતા દળના રૂપમાં દેશની જનતાએ વધુ એક પ્રયોગ કર્યો. પરંતુ ફરી પાછી તેની તે કહાણી પુનરાવર્તિત થઈ. ત્યાર બાદ પણ ઘણાં પ્રયોગો થતા રહ્યાં.
વર્ષ 1998માં ભાજપને પણ સરકાર બનાવવાનો મોકો મળ્યો. વર્ષ 2004 સુધી આ પાર્ટી સતત સત્તામાં રહી. લોકોનો વિશ્વાસ હતો કે ભાજપ એવી રાજકીય શક્તિ છે જે ભારતીય સભ્યતાનું સંરક્ષણ અને ભારતીય રાષ્ટ્રના પુનરોત્થાન પ્રત્યે અન્ય પક્ષોની અપેક્ષાએ ઘણું વધારે સમર્પિત છે.
લોકોનો વિશ્વાસ હતો કે જ્યારે તે આવી સમર્પિત રાજકીય શક્તિઓને સત્તા પર સ્થાપિત કરવામાં સફળ થશે, તો તેમના સમસ્ત કાર્યોમાં અનાધિકાર હસ્તક્ષેપની રાજકીય તંત્રની પ્રવૃતિ પર અંકુશ લાગશે. રાજ્યના વિભિન્ન અંગ તેમની સાંસ્કૃતિક અને સભ્યતાનિષ્ઠ સંવેદનાઓનું સમ્માન કરવાનું શીખશે. ભારતભૂમિ પર ઉપલબ્ધ પ્રચુર પ્રાકૃતિક સંપત્તિઓ, ભારતના લોકોનું કૌશલ અને વિભિન્ન ક્ષેત્રોમાં તેમની અદ્વિતિય ક્ષમતાઓનું રાષ્ટ્રોત્થાનના કાર્યમાં સમુચિત સંયોજન કરવાનો ગંભીર પ્રયાસ કરવામાં આવશે. પરંતુ, દુર્ભાગ્યવશ એવું કંઈપણ થયું નહીં. નિરાશ ભારતની જનતા મજબૂરીમાં ફરી એકવાર કોંગ્રેસના દરવાજે ચાલી ગઈ.
જ્યારથી ભારત અંગ્રેજી શાસનમાંથી મુક્ત થયું, ત્યારથી લઈને અત્યાર સુધી તમામ મુખ્ય રાજકીય પક્ષોને સરકાર ચલાવવાનો મોકો મળી ચુક્યો છે. માત્ર રાષ્ટ્રીય સ્તર પર જ નહીં, પરંતુ પ્રાદેશિક સ્તરે પણ તમામ રાજકીય પક્ષો સત્તાનો સ્વાદ ચાખી ચુક્યા છે. પરંતુ, કોઈપણ ભારતીય રાજ્યના સ્વરૂપ અને તેની દિશામાં કોઈ મૌલિક પરિવર્તન કરી શક્યું નથી. તમામ લોકો સત્તમાં આવતા પહેલા એક પ્રકારની વાત કરે છે, પરંતુ ધીરે-ધીરે તેઓ પણ અન્ય નેતાઓના રંગમાં ઢળી જાય છે. તેમને લાગે છે કે સત્તાથી તો આટલું જ થઈ શકે છે, વધારે કંઈ નહીં અંતત્ તેઓ પરિસ્થિતિઓથી સમજૂતી કરી બેસે છે.
આજે સ્થિતિ એ છે કે સામાન્ય જનતા રાજકીય પાર્ટીઓથી નિરાશ થઈ ચુકી છે. સ્વતંત્રતા પ્રાપ્તિ બાદના શરૂઆતી વર્ષોમાં પાર્ટીઓ પાસે જે થોડી-ઘણી આશા હતી, સમયની સાથે તે લુપ્ત થઈ ગઈ છે. મોટાભાગની પાર્ટીઓ આમ જનતાથી કપાઈ ચુકી છે. તેઓ હવે સત્તા પ્રાપ્તિ માટે જનબળની જગ્યાએ ધનબળ અને બાહુબળ પર વધારે વિશ્વાસ કરે છે. તેમનો વહીવટ જનસંગઠનોની જેમ નહીં, પરંતુ પ્રાઈવેટ લિમિટેડ કંપનીઓની જેમ થાય છે.
લોકતંત્રનું પ્રતિનિધિત્વ કરવાનો દમ ભરનારી આ પાર્ટીઓ કેટલાંક ગણતરીના લોકોની મિલ્કત થઈ ચુકી છે. જે જનપ્રતિનિધિ આ પાર્ટીઓના બેનર નીચે ચૂંટાઈ આવે છે, તેઓ વાસ્તવમાં જનતાના નહીં, પરંતુ પોતાની પાર્ટીના આકાઓના એજન્ટ હોય છે. તેમને જો જનતા અને પાર્ટીમાંથી કોઈ એકને પસંદ કરવા પડે તો તેઓ નિશ્ચિત પણે પાર્ટીને જ પસંદ કરશે.
પાર્ટીઓ અને જનપ્રતિનિધિઓના સંદર્ભમાં આ વાતો કહીને હું કોઈ રહસ્યોદ્ધાઘટન કરી રહ્યો નથી. વાસ્તવમાં બજારવાદને કારણે ગત સાઠ વર્ષોમાં આખી દુનિયામાં પક્ષીય રાજકારણ જનોન્મુખી ન રહીને માત્ર સત્તા કેન્દ્રીત રહી ગયું છે. રાજકીય પક્ષો વિભિન્ન સ્વાર્થોના પ્રતિનિધિ અથવા દબાવ સમૂહ માત્ર રહી ગયા છે. આ બધાંના કારણે પક્ષીય રાજકારણના મૂળ સિદ્ધાંતો ઉપેક્ષિત રહી ગયા. મૂળ તકાજો એ હતો કે પક્ષ પોતાના નેતાઓ અને કાર્યકર્તાઓના માધ્યમથી સમાજમાં એક વૈશ્વિક દ્રષ્ટિ અને જનોન્મુખી નીતિઓની આધારશિલા તૈયાર કરે.
દુર્ભાગ્યે આજ રાજકીય પક્ષોમાં વૈશ્વિક દ્રષ્ટિ અને રાષ્ટ્રીય સમજનો અભાવ આવી ગયો છે. તેઓ માત્ર સત્તાની હોડમાં લાગેલી નાની-નાની ટોળકીઓનું રૂપ લઈ ચુક્યા છે. તેમનું એક માત્ર લક્ષ્ય સત્તા પ્રાપ્તિ રહી ગયું છે. તેવામાં સ્વાભાવિક છે કે તેઓ સત્તા પ્રાપ્ત થયા બાદ તેનો ઉપયોગ જનતા માટે કરવાની જગ્યાએ પોતાના માટે અને પોતાની આસપાસના લોકો માટે જ કરશે. વાસ્તવમાં રાજકારણમાં પ્રવેશ કરવાની પ્રેરણા જ પ્રદૂષિત થઈ ગઈ છે.
આજે લોકો ચાહે છે કે પરિણામકારી આંદોલન, પક્ષો કરે છે કર્મકાંડી આંદોલન. લોકો ચાહે છે મન, વિચાર, વાણી અને કર્મમાં સમાનતા. અને પક્ષો કરે છે તેનો માત્ર દેખાડો. પક્ષો વચ્ચે પરસ્પરની સાંઠગાંઠ થઈ ગઈ છે. તેઓ વારા પ્રમાણે સત્તા સુખ લે છે અને જનતા બેવકૂફ બને છે. તેના પચાસો ઉદાહરણ છે. સ્ટિંગ ઓપરેશનથી લઈને લાભાકારી પદોની વ્યવસ્થા સુધી. જ્યાં સારા બનવાની સ્પર્ધા હોવી જોઈએ. ત્યાં બુરાઈની તરફેણમાં બધાં એકત્રિત થઈ ગયા છે. જનતા અસહાય થઈ ગઈ છે. રાજકીય પક્ષોના આ અપવિત્ર ગઠજોડને હવે તોડવાની જરૂરત છે.
રાજકીય પક્ષોને જો આવનારા સમયમાં પણ પ્રાસંગિક બની રહેવું છે, તો તેમણે વિચારધારા, પદ્ધતિ અને આચરણ, તમામ સ્તરો પર સુધાર કરવો પડશે. ત્રણેય સ્તર પર સ્પષ્ટતા, સમજ અને પ્રતિબદ્ધતાની જરૂરત છે. તેને નેતાથી લઈને કાર્યકર્તા સ્તર સુધી સુનિશ્ચિત કરવી પડશે. જનાકાંક્ષા આગળ સત્તાકાંક્ષા પાછળ, આ બધાંની સામે બિલકુલ સ્પષ્ટ હોવું જોઈએ. અને આ બધું વ્યવહારના સ્તર પર પણ દેખાવું જોઈએ.
રાજકીય પક્ષોની રીત-રસમોમાં સુધાર થાય, તે જરૂરી છે. પરંતુ રાજકીય સુધારની સીમા તેનાથી પણ આગળ જાય છે. આપણે વૈકલ્પિક રાજનીતિ સંદર્ભે વિચારવું જોઈએ. આ ઘણું જરૂરી છે કે આપણે સત્તા સંચાલનના વૈકલ્પિક સાધનો પર પણ વિચાર કરીએ. આપણે એ સંભાવનાઓને પણ ફંફોસવી પડશે જેમાં પાર્ટીવિહીન લોકશાહીની વાત કરવામાં આવી છે. તેની સાથે આપણે વર્તમાન ચૂંટણી પ્રણાલીને પણ પડકાર આપવો પડશે.
આપણે પુછવું પડશે કે 51-49ની પ્રણાલીને જ લોકતંત્ર કેમ માનવમાં આવે. 51 જેને મળે, તે બધું સંભાળે અને જેને 49 મળે તેને કોઈ જવાબદારી નહીં. આ ક્યાંનું લોકતંત્ર છે? 49 વાળા બીજા ક્રમના સહાયક કેમ નથી થઈ શકતા? બધાં સાથે મળીને કામ કેમ કરી શકતા નથી? સંઘર્ષનો આ ટકરાવ જરૂરી છે, શું? સત્તા પક્ષ અને વિપક્ષ એકબીજાના પૂરક કેમ બની ન શકે? આવા ઘણાં સવાલ ઉઠાવવા પડશે.
આજે જે લાચારી, અસહાયપણું અને વિવશતા સંપૂર્ણ વાયુમંડળમાં દેખાય છે અને લાગે છે કે આપણે ક્યાંકને ક્યાંક આ ઘેરા ખાડામાં ડૂબી જઈશું, તેની સાથે નિપટવા માટે તમામ અભિનવ પ્રયોગોની જરૂરત પડશે. આપણે નવી પરંપરાઓ નિર્ધારીત કરવી પડશે. આ બધું લોકતાંત્રિક વ્યવસ્થા માટે જરૂરી હશે અને દેશનું પોતાનું જે વૈશ્વિક લક્ષ્ય છે, તેને પ્રાપ્ત કરવા માટે જરૂરી હશે.
No comments:
Post a Comment