બલબીર પુંજ, સૌજન્ય- દૈનિક જાગરણ
તાજેતરમાં પૂર્વોત્તર પ્રાંતમાં સક્રિય પાંચ આતંકવાદી સમૂહોના એકીકરણની પ્રક્રિયા મ્યાંમારની ધરતી પર ચીની ગુપ્તચર વિભાગના સૌજન્યથી સંપન્ન થઈ. આ ઘટનાએ ફરી એકવાર ભારતને અસ્થિર અને ખંડિત કરવાના ચીની એજન્ડાને રેખાંકીત કર્યો છે. બીજી તરફ જે પ્રકારે ભારતીય સત્તા અધિષ્ઠાન ચીનના સામ્રાજ્યવાદી અને ભારત વિરોધી એજન્ડાને નજરઅંદાજ કરતા આવ્યા છે, તેનાથી 1962ના અપમાનજનક અનુભવની પુનરાવૃતિનો ખતરો વધી જાય છે.
પૂર્વોત્તર પ્રાંતમાં સક્રિય પાંચ આતંકવાદી સમૂહોના એકીકરણમાં સ્વતંત્ર પૂર્વોત્તર દેશના સર્જનના લક્ષ્યને નિર્ધારીત કરવામાં આવ્યો. નેશનાલિસ્ટ સોશ્યલિસ્ટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (એનએસસીએન)ના નેતા એસ. એસ. ખાપલાંગના નેતૃત્વમાં ઉલ્ફા, નેશનલ લિબરેશન ફ્રંટ ઓફ બોડોલેન્ડ, યૂનાઈટેડ નેશનલ લિબરેશન ફ્રંટ, પીપલ્સ લિબરેશન આર્મી, પીપલ્સ લિબરેશન આર્મી ઓફ કાંગલેપાક વગેરે આતંકવાદી સંગઠનોના નેતાઓની આ બેઠકમાં સીપીઆઈના નેતાઓના સામેલ થવાની ગુપ્તચર સંસ્થાઓને ખબર છે. સ્વતંત્ર સાર્વભૌમ પૂર્વોત્તર દેશના ગઠનની પ્રેરણા પાછળ ચીનના જાસૂસી અધિકારીઓનો હાથ છે. પૂર્વોત્તરના આતંકવાદી સંગઠનો સાથે માઓવાદીનું મળવું સુરક્ષાની દ્રષ્ટિએ એક ગંભીર ખતરો છે.
પરોક્ષ રીતે ચીન ભારતને અસ્થિર કરવામાં લાગેલું છે. ભારતને હજાર ઘાવ આપીને તેને ટુકડામાં વહેંચો- તે પાકિસ્તાનો ઘોષિત એજન્ડા છે, પરંતુ આ ઘોષિત એજન્ડાને અમલી બનાવવો ચીનની અઘોષિત નીતિ છે. બાંગ્લાદેશ, મ્યાંમાર, નેપાળ અને પાકિસ્તાનમાં જેહાદીઓના પ્રશિક્ષણ અને અડ્ડાઓ ઉપલબ્ધ કરાવવા પાછળ ચીનનો મોટો હાથ છે. ભારતમાં સક્રિય ઉલ્ફા, નક્સલી અને માઓવાદીઓ સાથે ઈસ્લામી અલગતાવાદીઓને તાલીમ અને નાણાંકીય મદદ ઉપલબ્ધ કરાવવામાં પાકિસ્તાન સાથે ચીનનું પણ યોગદાન છે. ભારતની બે હજાર માઈલની આંતરરાષ્ટ્રીય સીમા ચીન સાથે લાગે છે. આઝાદીથી લઈને અત્યાર સુધી આ સીમા પર વિવાદ યથાવત છે. ચીને અક્સાઈ ચીનના 38 હજાર વર્ગ કિલોમીટર ક્ષેત્ર પર જ્યાં અવૈદ્ય કબજો કરી રાખ્યો છે, ત્યાં તે અરુણાચલ પ્રદેશને ભારતનું અંગ માનતું નથી. ચીન તિબેટમાંથી નીકળનારી બ્રહ્મપુત્ર નદીના પ્રવાહને પણ વાળવાનો પ્રયાસ કરી રહ્યું છે. સાથે જ તિબેટમાં ચીન આધારભૂત સંરચનાનો ઝડપી વિકાસ કરી રહ્યું છે. ચીન દશકાઓથી આ દિશામાં પ્રયત્નશીલ છે, પરંતુ 2008માં તેણે પહેલીવાર દુનિયાને જણાવ્યું કે તે જાંગમૂમાં હાઈડ્રો પાવર પ્રોજેક્ટ લગાવનાર છે. આ ક્ષેત્ર ભૂકંપ પ્રભાવિત ક્ષેત્ર હોવાને કારણે સંવેદનશીલ છે, પરંતુ સામરીક હિત હોવાને કારણે આ જોખમોને નજરઅંદાજ કરી ત્યાં 510 મેગાવોટ વાળા હાઈડ્રો પાવર પ્રોજેક્ટનું કામ ચાલુ છે. આ સિવાય તિબેટ અને અન્ય સીમાવર્તી ક્ષેત્રોમાં ભારતની ઘેરાબંધી માટે ઘણાં અન્ય પ્રોજેક્ટ પર ચીન ઝડપથી કામ કરી રહ્યું છે.
સેટેલાઈટથી પ્રાપ્ત તસવીરોથી ખુલાસો થયો છે કે મધ્ય ચીનના દેલિંગા અને દા કૈદામમાં ઓછામાં ઓછા એવા સાઠ લોંચિગ પેડ વિકસિત કરવામાં આવ્યા છે, જ્યાંથી ઉત્તરી ભારતને નિશાન બનાવીને પરમાણુ મિસાઈલ છોડી શકાય છે. ચીન દ્વારા વિકસિત ડીએફ-31 મિસાઈલની મારક ક્ષમતા 11,200 કિલોમીટર છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશના પોર્ટોમાં ચીને પોતાના નૌસૈનિકી અડ્ડા સ્થાપિત કરી રાખ્યા છે. પાકિસ્તાનના ગ્વાદરમાં તેનાત ચીની મિસાઈલની મારક ક્ષમતા એટલી છે કે મુંબઈ જેવા શહેર તેની રેન્જમાં છે. ચીન ન કેવળ સામરીક દ્રષ્ટિએ ભારતની ઘેરાબંધી કરી રહ્યું છે, પરંતુ તે ભારતના રાજકીય પ્રભુત્વને પણ પ્રભાવહીન કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. શ્રીલંકા, બાંગ્લાદેશ, મ્યાંમાર અને પાકિસ્તાનને ભારે નાણાંકીય મદદ આપીને ચીન તેમને પોતાની તરફ કરવાની જુગતમાં છે.
એ અતિશયોક્તિ નથી કે ચીનની દરેક ચાલમાં આવનારા બે-ત્રણ દશકોની રણનીતિ ભરેલી છે. નેપાળમાં ચીને માઓવાદીઓના સહયોગથી એક એવો વર્ગ પોષિત કર્યો છે કે જે ઘોર ભારત વિરોધી અને ચીન પરસ્ત છે. ભારતની અર્થવ્યવસ્થાને તબાહ કરવા માટે ચીની તકનીકથી બનનારી નકલી નોટોની ખેપ પાકિસ્તાનથી નિરંતર આવતી રહે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતના દવાના કારોબારને નુકસાન પહોંચાડવા માટે ચીનમાં નકલી દવાઓ બનાવાઈ રહી છે અને તેના પર મેડ ઈન ઈન્ડિયાનું લેબલ લગાવીને અન્ય દેશોમાં વેચવામાં આવી રહી છે.
જમ્મુ-કાશ્મીર સરકારે ગત વર્ષ કેન્દ્રને મોકલેલા રિપોર્ટમાં કહ્યું છે કે ચીન ઈંચ-ઈંચ કરી ભારતીય ક્ષેત્રો પર કબજો કરી રહ્યું છે. સીમા પર મોટા પ્રમાણમાં બંકર વગેરેના નિર્માણ કાર્યો ચાલી રહ્યાં છે. લડાખ અને ઉત્તરાખંડમાં ભારતીય સીમાના વારંવાર અતિક્રમણ વસ્તુત્ 1962માં ભારતની પીઠમાં છરો ઘોંપનારી ચીનની વિસ્તારવાદી મનસાને જ રેખાંકીત કરે છે. ચીની સૈનિકો દ્વારા કરતાં ભારતીય સીમાના અતિક્રમણને વર્તમાન સત્તા અધિષ્ઠાન સામાન્ય ઘટના ગણાવે છે, જ્યારે તિબેટ અને અન્ય સીમાવર્તી ક્ષેત્રોમાં યુદ્ધસ્તર પર આધારભૂત સંરચનાઓનો વિકાસ કરીને ચીન આપણી ડેરી સુધી ચઢી આવ્યું છે.
પૂર્વોત્તરના આતંકવાદી સંગઠનો સાથે માઓવાદીઓની સાઠગાંઠ નવી વાત નથી. ડિસેમ્બર-2010માં પશ્ચિમ બંગાળ સીપીઆઈ (માઓવાદી)ના રાજ્ય સચિવ સુદીપ ચોંગદારની ઘરપકડ બાદ જ તેનો ખુલાસો થયો હતો કે પીએલએના માધ્યમથી માઓવાદીઓને મોટા પ્રમાણમાં દારૂગોલો અને હથિયાર મળી રહ્યાં છે. આ ખુલાસા બાદ કેન્દ્ર સરકાર આ અલગતાવાદી સંગઠનો પર લગમા કસવાની જગ્યાએ તેમની સાથે મૈત્રી કરવા માટેની ઉતાવળી છે. આ વાતના પુરતા પ્રમાણ છે કે અલગ-અલગ કારણોથી ભારતને અસ્થિર અને ખંડિત કરવામાં લાગેલા સંગઠન-તે ચાહે ઈસ્લામી સંગઠન હોય અથવા વિદેશી નાણાંથી પોષિત ચર્ચનો એક ભાગ અથવા સ્થાનિક કારણોથી ઉલ્ફા જેવા પૂર્વોત્તરના આતંકી સંગઠન, આ બધાંને એક કડીમાં જોડવા, તેમની વચ્ચે સારો સમન્વય કાયમ કરવા અને તેમને સૈન્ય અથવા વૈચારીક અસ્ત્ર ઉપલબ્ધ કરાવા પાછળ ચીનનો હાથ છે. ભારતને અંદરથી કમજોર અને અસ્થિર કરવું ચીનનો એજન્ડા છે. મ્યાંમારનો એ દાવો છે કે તે પોતાની જમીનો દુરુપયોગ ભારત વિરોધી પ્રવૃતિઓ માટે થવા દેશે નહીં, પરંતુ આ દાવો ખોટો સાબિત થયો છે. પશ્ચિમી દેશ લોકતંત્રના દમન માટે જ્યાં મ્માંમારના ઘોર ટીકાકાર છે, ત્યારે ચીન દરેક પગલે તેની સાથે ઉભું છે. મ્યાંમારમાં પૂર્વોત્તરના અલગતાવાદી સંગઠનોનો મિલનોત્સવ વસ્તુત્ ચીની રણનીતિનો ભાગ છે. સત્તા અધિષ્ઠાને તેને ચેતવણી તરીકે લેવું જોઈએ. પડોશી દેશો સાથે મૈત્રી કાયમ કરવાની છટપટાહટમાં ઈતિહાસના બોધપાઠ ભૂલવા જોઈએ નહીં.
(બલબીર પુંજ- લેખક રાજ્યસભાના સાંસદ છે)
No comments:
Post a Comment