ફાંકોઈસ ગૉટિયર
હું પશ્ચિમી છું અને જન્મથી ખ્રિસ્તી છું. મે કેથોલિક શાળામાં અભ્યાસ કર્યો છે. મારા પિતા ગાય ગૉટિયર, મારા કાકા પેરિસના માંટમાર્ટે ચર્ચના પેરિસ પ્રમુખ હતા. તેઓ એક ખૂબ સારા વ્યક્તિ હતા. ખ્રિસ્તી મતમાં કેટલીક વાતો ઘણી સારી છે, જેમ કે બીજા માટે દાન કરો, સમાનતા, ઈશુ ખ્રિસ્તનો પ્રેમને સંદેશ. મને એ જોઈને અસહજતાનો અનુભવ થયો કે સોનિયા ગાંધી (એડવાઈઝ એન્ટાનિયો મૈનો)ના કાર્યકાળમાં ખ્રિસ્તી મત વધ્યો છે. 2001ની વસ્તીગણતરી પ્રમાણે દેશમાં લગભગ 2.34 મિલિયન ખ્રિસ્તી હતા, જે દેશની કુલ વસ્તીના 2.5 ટકા હતા. પરંતુ આજે દેશમાં નાગાલેન્ડ, મિઝોરમ, મેઘાલય, કેરળ અને આંધ્ર પ્રદેશમાં પાંચ ખ્રિસ્તી મુખ્યમંત્રી છે. અહીં એક વાત જોડવા માંગુ છું કે સોનિયા ગાંધીના નજીકના લોકોમાંથી મોટાભાગના ખ્રિસ્તી અથવા મુસ્લિમ છે. એવું લાગે છે કે તેમને હિંદુઓમાં બિલકુલ વિશ્વાસ નથી. અંબિકા સોની એક ખ્રિસ્તી કે જેઓ કોંગ્રેસના મહાસચિવ અને ઘણાં શક્તિશાળી છે. ઓસ્કર ફર્નાંડીઝ જે કેન્દ્રીય મંત્રી છે અને સોનિયાના ઘણાં કરીબી છે. માર્ગારેટ અલ્વા મહારાષ્ટ્રના જાણીતા નેતા છે. કર્ણાટક પર સંપૂર્ણપણે એ. કે. એન્ટનીનું નિયંત્રણ છે. ત્યાંના સેક્રેટરી દક્ષિણી ખ્રિશ્ચિયન એસોસિએશનથી છે. વાલ્સન થંપૂ નેશનલ કુરીકલમ સમીક્ષા સમિતિના ચેરમેન છે. જોન દયાલને સોનિયા ગાંધીએ રાષ્ટ્રીય એકતા પરિષદમાં રાખ્યા છે અને કંચા લાયા કે જે હિંદુઓને ધૃણા કરે છે, તેમને સંયુક્ત રાષ્ટ્ર અને અમેરિકી કોંગ્રેસમાં લોબી મજબૂત કરવા માટે કામમાં લગાવાયા છે. આ યાદીમાં અજીત જોગી અને દિગ્વિજય સિંહ તથા પ્રણવ રોય અને તેમની ભત્રીજી અરુંધતિ સુજાના રોયનું નામ પણ જોડી શકાય છે.
મારો સોનિયા ગાંધી સાથે કોઈ વ્યક્તિગત અણગમો નથી. તેઓ એક સારી માતા છે અને પોતાના પ્રમાણે બહેતર વ્યક્તિ પણ છે. મે તેમની સાથે ભારતનો પ્રેમ મેળવ્યો છે. હું ગત ત્રીસ વર્ષથી ભારત આવી રહ્યો છું અને મારા લગ્ન એક ભારતીય સાથે થયા છે. આઝાદી સમયે ત્રિપુરામાં કોઈ ખ્રિશ્ચિયન ન હતું, પરંતુ આજની તારીખે ત્યાં 1,20,000 ખ્રિસ્તી છે. 1991 બાદથી ત્યાં ખ્રિસ્તીઓની સંખ્યામાં 90 ટકાનો વધારો થયો છે. અરુણાચલ પ્રદેશમાં આ આંકડા વધુ ચોંકવાનારા છે. 1961માં ત્યાં 1710 ખ્રિસ્તી હતા, પરંતુ આજના દોરમાં અહીં તેઓ 12 લાખ થઈ ચુકયા છે અને ત્યાં 780 ચર્ચો બની ગયા છે. ત્યાં સુધી કે તિરુપતિ પાસે પણ એક ચર્ચ બનાવવાની કોશિશ કરવામાં આવી. નોર્થ ઈસ્ટના ઘણાં અલગતાવાદી આંદોલન જેવા કે મિઝો અથવા બોડો પર ખ્રિસ્તીઓનું માત્ર પ્રભુત્વ નથી, તેમને મિશનરીઓ દ્વારા મદદ પણ મળે છે. કેરળમાં ખાસ કરીને તટીય જિલ્લામાં સ્થાનિક ચર્ચોમાં જાદૂઈ બોક્સ રાખવામાં આવે છે. ભોળા ગ્રામવાસીઓને એક કાગળ પર પોતાની ઈચ્છા લખવાનું કહેવામાં આવે છે- એક હોડી, એક પાકું ઘર અને બાળકોના ભણતર માટે લોન વગેરે અને થોડા દિવસોમાં આ સપના પૂરા થઈ જાય છે. તેવામાં આખો પરિવાર ખ્રિસ્તી ધર્મ અપનાવી લે છે. સુનામી દરમિયાન નાણાંની લાલચમાં આખાને આખા દલિત ગામોએ ખ્રિસ્તી મત અપનાવી લીધો હતો. એ સાચું છે કે મિશનરીઓ અને નન સાથે કેટલીક ખરાબ ઘટનાઓ થઈ છે, ખાસ કરીને ગ્રેહામ સ્ટેન્સ અને તેના બે પુત્રોની હત્યા. બેલ્જિયમના ઈતિહાસકાર કોઈન્રાદ એસ્ટે લેમેન્ટ્સનું કહેવું છે કે જ્યારે હજારો હિંદુઓ મારી નાખવામાં આવતા હતા અને દોઢ લાખ હિંદુઓ કાશ્મીરમાં મારી નાખવામાં આવે છે, ત્યારે વિશ્વ મીડિયાનું ધ્યાન તેની તરફ જતું નથી. પરંતુ જ્યારે કેટલીક મિશનરીઓને સ્થાનિક આદિવાસીઓ દ્વારા અથવા હુલ્લડમાં મારી નાખવામાં આવે છે, ત્યારે ઘણો હંગામો થાય છે. ખ્રિશ્ચયન નાગા આતંકવાદીઓ એક દશકથી હિંદુઓને મારી રહ્યા છે, પરંતુ ક્યારેય પણ વિશ્વ મીડિયા માટે એ મુદ્દો બન્યા નથી. આસામ અને મણિપુરમાં ગત બે દશકમાં હિંસક પ્રવૃતિને કારણે 20 હજાર લોકો પોતાનો જીવ ગુમાવી ચુકયા છે. ગત સપ્તાહે અર્ધલશ્કરી દળના ચાર જવાનોના મોત નીપજ્યા.
એક દિવસ હું મદ્રાસ મેડિકલ સેન્ટર પહોંચ્યો. તમને લોબીમાં ઘુસતા જ જમણી બાજુ નાનકડું ચર્ચ મળી જશે. મે જોયું ત્યાં બધાંને પ્રાર્થના માટે બોલાવવામાં આવતા હતા. દરેક જગ્યાએ ઈશુ ખ્રિસ્તની તસવીરો અને અવતરણો લગાવાયા હતા અને પાદરી તમામ રોગીઓને મળી રહ્યો હતો. ખ્રિસ્તી સંસ્થા દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ અને અનાથાલયો ચલાવાય છે. તે કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં મોટો વેપાર છે.પોંડિચેરીમાં મોટાભાગના હિંદુઓને ખ્રિસ્તી પ્રાર્થનામાં સામેલ થવુ પડે છે અને અધિકતર સમુદાય તેમા સામેલ થતો હતો. ત્યાં હિંદુ વિરોધી સ્લોગન જુદાંજુદાં સ્વરૂપે સંભળાવાય છે. ઈતિહાસના પુસ્તકો અથવા ધાર્મિક કક્ષાઓમાં પાદરીઓ દ્વારા સંભળાવાતા ઉપદેશો દ્વારા હિંદુ વિરોધી વાતો જણાવવામાં આવે છે. ત્યાં સુધી કે પ્રતિષ્ઠિત કોલેજો અને શાળા જેવી કે સેન્ટ સ્ટીફન્સ દિલ્હી, કોલકત્તાની સેન્ટ ઝેવિયર અને મદ્રાસની લોયલા કોલેજ હિંદુ વિદ્યાર્થીઓને ધીરે-ધીરે પોતાના ધર્મ પ્રત્યે સંશય પેદા કરે છે. યાદ કરો કે જ્યારે મુરલી મનોહર જોશી દ્વારા શિક્ષણ પર બોલાવાયેલી મુખ્યમંત્રીઓની બેઠકમાં સરસ્વતી વંદના પર હંગામો થયો હતો.
સોનિયા ગાંધીએ રાષ્ટ્રીય એકતા પરિષદની ગત બેઠકમાં કહ્યું હતું કે અમે આવી કોમવાદી શક્તિઓ કે જે સભ્યતા અને એકતાને નષ્ટ કરી રહી છે, તેમની વિરુદ્ધ લડાઈ લડવા માટે પૂરી રીતે પ્રતિબદ્ધ છીએ. કેટલાંક પક્ષો ધ્રુવીકરણ અને વિવાદોને પ્રોત્સાહન આપે છે. કેટલાંક એવા કાર્યકાળ પણ રહ્યાં કે જેમણે કોમવાદને પ્રોત્સાહન આપ્યું, પરંતુ શું એ વિચારવાનો વખત નથી કે વાસ્તવમાં સોનિયા ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસ કોમવાદને પ્રોત્સાહન આપી રહી છે? ચુપચાપ દરેક જગ્યાએ ખ્રિસ્તીઓ અને મુસ્લિમોની ભરતી કરવામાં આવી રહી છે. મિશનરીઓને ખુલી છૂટ મળી રહી છે. દલિત ખ્રિસ્તીઓ અને દલિત મુસ્લિમોને અનામત માટે દબાણ ઉભું કરવામાં આવી રહ્યું છે.
મારો દેશ ફ્રાંસ કે જે ખ્રિસ્તી બહુલ દેશ છે. ત્યાં એ વિચારવું પણ મુશ્કેલ છે કે હિંદુ અથવા ફ્રાંસમાં પેદા થયેલો હિંદુ શક્તિશાળી પદો પર આસિન થાય. ફ્રાંસમાં આવું શક્ય નથી કે ચૂંટાયા વગરનો, બિન-ફ્રાન્સિસી, બિનખ્રિસ્તી વ્યક્તિ કોઈ મોટા પદ પર આરુઢ થાય. આ ભારતીયોની મોટાઈ છે કે તેમણે સોનિયા ગાંધીને સિરઆંખો પર બેસાડયા છે. મુખ્ય વાત એ છે કે આટલી મોટી સંખ્યામાં ભારતીયોમાં એક પણ વિશ્વસનીય નેતા શોધવામાં આવી રહ્યો નથી. સોનિયા ગાંધીને કારણે જેવો માહોલ બની રહ્યો છે, તે માત્ર ભારત માટે જ એક મોટી ક્ષતિ નથી, પરંતુ વિશ્વ માટે પણ મોટી ક્ષતિ છે. મારું માનવું છે કે માત્ર ભારતમાં જ તમે આધ્યાત્મિકતાનો યોગ્ય માર્ગ શોધી શકો છો.
શું તમે જાણો છો?
- 30 ટકા ઉચ્ચ પદો પર 2 ટકા ખ્રિસ્તીઓનો કબજો છે.
-
- પૂર્વોત્તરના સાત રાજ્યોમાંથી ચાર પર ચર્ચનું સંપૂર્ણ નિયંત્રણ છે.
-
- બિન-આરબ મુલ્કોથી આવનારા ફંડના 45 ટકાનો ઉપયોગ ચર્ચ દ્વારા ધર્માંતરણ માટે કરવામાં આવે છે. જ્યારે 40 ટકા અરબ ફંડનો ઉપયોગ જેહાદ અને ઈસ્લામિક સેવાઓને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવે છે.
- ખ્રિસ્તી ફાધર અને નન બેહદ શાનદાર અને રંગીન જીંદગી જીવે છે અને બહારથી આવેલા નાણાંનો બેહદ ઉપયોગ કરે છે.
No comments:
Post a Comment