Tuesday, 9 August 2011

ઉદારીકરણનો ફાંસીવાદી ચહેરો


-મહેશ રાઠી
ફાંસીવાદ નવા સ્વરૂપમાં કેવી ભયાનક રીતે માથું ઉંચકી રહ્યો છે, તેનું ઉદાહરણ આપણે નોર્વેની ઘટનાના રૂપમાં થોડા દિવસો પહેલા જોયું છે. જે નોર્વે દુનિયાભરમાં પોતાની ઉદાર છબી અને શાંતિપરક કોશિશોને કારણે જાણીતું છે, ત્યાં માનવીયતાને ડહોળી નાખનારી આ પ્રકારની ઘટના થઈ. સ્પષ્ટ છે કે આ ઘટના ભારત સહીત આખી દુનિયા માટે ચેતવણી છે. તે જઘન્યતમ ઘટનાને અંજામ આપનારા આંદ્રે બેહરિંગ બ્રિવિકની ઓળખ એક ખ્રિસ્તી દક્ષિણપંથી અતિવાદી તરીકે થઈ છે. આ પશ્ચિમી જગતમાં ઝડપથી ફેલાય રહેલા નવ નાઝીવાદી અને વંશીય ઘૃણિત માનસિકતાનો શિક્ષિત અને નવીનતમ ચેહરો છે. ફેસબુક અને ટ્વીટર જેવી સોશ્યલ નેટવર્કિંગ સાઈટો પર સક્રિય પશ્ચિમી ઓસ્લોના ધનવાનોની વસ્તીમાં રહેનારો આ વ્યક્તિ જૈવિક ખેતીની એક કંપનીનું સંચાલન કરે છે. આશ્ચર્ય પમાડનારી વાત એ છે કે મુસ્લિમ વિરોધી નિવેદનબાજી કરનારા આ વ્યક્તિએ નરસંહાર માટે પોતાના વ્યક્તિગત સંસાધનોનો ઉપયોગ કર્યો હતો. 

ગત શતાબ્દિના ત્રીસના દશકમાં ઉભરેલા ફાંસીવાદ, દક્ષિણપંથી અતિવાદ અને વર્તમાન નવ ફાંસીવાદ અને નવ નાઝીવાદની સામાજીક અને આર્થિક પૃષ્ઠભૂમિમાં ઘણી સમાનતાઓ છે. બંને સમયગાળાનો આર્થિક વિકાસ જ્યાં સામાજીક અને આર્થિક વિષમતાઓ વધારનારો છે, ત્યાં સતત આર્થિક મંદીથી પેદા વિસંગતિઓ અને પડકારો પણ એકસરખા છે. આ વૈશ્વિકરણકૃત વિકાસનું એક એવું મોડલ છે, જેમાં વિકાસના તમામ મોટા દાવાઓ છતાં બેરોજગારી અને આર્થિક, સામાજીક વિષમતાઓ ઝડપથી વધી રહી છે. બેરોજગારી અને વિષમતાઓનો આ ફેલાવો જ હકીકતે દુનિયાના ઘણાં ભાગોમાં દક્ષિણપંથી અતિવાદી ઉભારનું કારણ બની રહ્યો છે. માઈગ્રેશન નીતિઓ, ઉદારવાદ, ડાબેરી સમરૂપતાનો વિરોધ અને વિદેશી નાગરીક વિરોધી જેનોફોબિયા એવા વિચાર છે, જે દુનિયાના તમામ દક્ષિણપંથીઓમાં સમાન રૂપે દેખાય છે. માનવીય વિચારની આ સંકીર્ણતા અંતે બ્રિવિક જેવી મનોદશાવાળા વ્યક્તિત્વનું નિર્માણ કરે છે અને આ પ્રકારના ઘણાં વ્યક્તિત્વોનું સંગઠિત થવું જ નવા સામાજીક સંઘર્ષો અને સમાજમાં વિસ્ફોટક સ્થિતિઓનું કારણ બને છે. 

ગત કેટલાંક વર્ષોમાં આવારા મૂડીના ખગોળીય પ્રસારને કારણે પશ્ચિમી દુનિયામાં વધતી મંદી અને બેરોજગારીએ દક્ષિણપંથી વલણોને ચરમ પર પહોંચાડી દીધા છે, જેના કારણે યૂરોપીય અને લેટિન અમેરિકી દેશો માટે નવ ફાંસીવાદ અને નવ નાઝીવાદ એક ગંભીર પડકાર બની ચુક્યો છે. જો કે મોટાભાગના યૂરોપીય દેશોમાં આવી ઘૃણિત માનસિકતાના ખુલ્લા પ્રચાર પર રોક છે, પરંતુ અભિવ્યક્તિની આઝાદીના કારણે મોટાભાગના દક્ષિણપંથી-ચરમપંથી અમેરિકામાં વેબસાઈટ બનાવી પોતાની વિચારધારાનો પ્રસાર કરે છે. બ્રિટનના ટોરી, ઓસ્ટ્રિયામાં ફ્રીડમ પાર્ટી, બેલ્જિયમની બ્લડ, લેન્ડ, હોનર અને ફેથપુલ પાર્ટી-સંગઠન, બોસ્નિયા-હર્જેગોવિનિયાની બોસ્નિયા મૂવમેન્ટ ઓફ નેશનલ પ્રાઈડ આવા દક્ષિણપંથી વલણો માટે જાણીતા છે. આના સિવાય ફ્રાંસ, ગ્રીસ, એસ્તોનિયા, ક્રોએશિયા, રશિયામાં પણ દક્ષિણપંથીઓની સંખ્યા વધી રહી છે. વિચિત્ર એ છે કે હિટલરને હરાવનારા સોવિયત સંઘના પતન બાદ મહાશક્તિની હેસિયત ગુમાવી ચુકેલા રશિયાના નવયુવાનોનો એક મોટો હિસ્સો આજે હીટલર અને સ્વસ્તિક પ્રત્યે દિવાનગી દેખાડી રહ્યો છે. 

એક વિડંબણા એ પણ છે કે ઉદાર અને જનવાદી અર્થવ્યવસ્થાઓનું ખુલ્લાપણું જ નવ ફાંસીવાદ અને નવ નાઝીવાદ જેવી દક્ષિણપંથી-અતિવાદી માનસિકતા માટે આધાર તૈયાર કરી રહી છે. વર્તમાન આર્થિક ઉદારવાદી નીતિઓ તો દક્ષિણપંથી વિચારધારા માટે સૌથી વધારે ફળદ્રુપ સિદ્ધ થઈ રહી છે. વૈશ્વિકરણના વિકાસની અંતર્દેશીય જરૂરતોના કારણે વર્તમાન તબક્કો વ્યવહારમાં રાષ્ટ્ર-રાજ્યોની અવધારણાના તૂટવાનો સમય છે. જેના કારણે રાષ્ટ્રીય ગૌરવની પરંપરાગત અવધારણાના ટેકેદારોમાં બેચેની અને આક્રોશ સ્પષ્ટ જોઈ શકાય છે. ભાષા, સંસ્કૃતિ અને પોતાની પૌરાણિક ગૌરવ-ગાથાઓ પર સંકટથી આહત અને ઉદ્વેલિત સંકીર્ણ રાષ્ટ્રવાદી દક્ષિણપંથી વ્યવસ્થાની સ્થાપનાના સપના ઘડી રહ્યાં છે અને આ ઘૃણિત સપનાના કુત્સિત પ્રયાસ માત્ર પશ્ચિમી દુનિયામાં જ નહીં, પરંતુ આપણાં દેશમાં પણ ચાલુ છે. 

સૌજન્ય-અમર ઉજાલા

No comments:

Post a Comment