- આનંદ શુક્લ
મનમોહનસિંહ
સરકારના સુપર બોસ હોવાનું દર્શાવવા માટે કરવામાં આવેલી એક નોન-સેન્સ હરકત આજે
રાહુલ ગાંધી માટે કમ્પ્લિટ નોન-સેન્સ સાબિત થઈ છે. ચર્ચા છે કે મનમોહનસિંહ સરકારના
ઓર્ડિનન્સને કમ્પ્લિટ નોન-સેન્સ ગણાવીને જાહેરમાં ફાડનારા રાહુલ ગાંધીને આજે હાથના
કર્યા હૈયે વાગી રહ્યા છે.
સપ્ટેમ્બર-2013નું
નોન-સેન્સ 24 માર્ચ, 2023ના રોજ
કમ્પ્લિટ નોનસેન્સ સાબિત થયું છે. ભારતીય રાજનીતિ કોઈ 3 કલાકની ફિલ્મ નથી કે જેમાં
એન્ગ્રીયંગ મેનની ભૂમિકા ભજવીને અમિતાભ બચ્ચનની જેમ મિલેનિયમ સ્ટાર બની જવાય. આ
એટલા માટે યાદ કરવું પડે છે, કારણ કે મોદી
સરનેમ પર વાંધાજનક ટીપ્પણીના બદનક્ષી કેસમાં સુરતની કોર્ટમાંથી 2 વર્ષની સજા મળ્યા
બાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ રાહુલ ગાંધીની સદસ્યતાને રદ્દ કરીને તેમને હાલ તો
પૂર્વ સાંસદ બનાવી દીધા છે.
આના માટે રાહુલ
ગાંધીની સપ્ટેમ્બર-2013માં કરવામાં આવેલી એક જ ભૂલ જવાબદાર હોવાનું કહેવામાં આવે
છે. રાહુલ ગાંધીએ યુપી વિધાનસભાની ચૂંટણી વખતે ભ્રષ્ટાચારના મુદ્દે વાત કરતા
તત્કાલિન મનમોહન સરકારના ઓર્ડિનેન્સની કોપી ફાડી હતી. જો કે તે પણ એક નાટક હોવાનું
બાદમાં મીડિયાએ ઉજાગર કર્યું હતું.
મનમોહનસિંહની
સરકાર સુપ્રીમ કોર્ટના એક ચુકાદા બાદ વટહુકમ લાવી હતી. આ વટહુકમાં 2 વર્ષ અથવા
તેથી વધારેની સજાના તુરંત બાદ કોઈ ધારાસભ્ય અથવા સાંસદની સદસ્યતા નહીં છીનવવાની
જોગવાઈ હતી.
પરંતુ કોંગ્રેસના
તત્કાલિન ઉપાધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીએ સુપર બોસની અદામાં મનમોહનસિંહ સરકારે
લાવેલા ઓર્ડિનેન્સને કમ્પ્લિટ નોન-સેન્સ ગણાવીને ફાડી નાખ્યો હતો. ત્યારે પણ રાહુલ
ગાંધી પર એ કહેતા નિશાન સાધવામાં આવ્યું હતું કે તેમણે ચૂંટાયેલી સરકારના કેબિનેટ
દ્વારા પારીત વટહુકમને ફાડવાની ભૂલ કરી છે.
જુલાઈ-2013માં
લિલી થોમસ વિરુદ્ધ ભારત સરકાર કેસમાં આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદાથી આ મામલો શરૂ
થયો હતો. સુપ્રીમ કોર્ટે જનપ્રતિનિધિત્વ કાયદાની કલમ-8 પેટા કલમ-4ને રદ્દ કરી હતી.
તેમાં કોઈ ધારાસભ્ય અથવા સાંસદને સજા મળ્યા બાદ ત્રણ માસનો સમય અપીલ માટે મળતો
હતો. તેના પછી અપીલ પર ચુકાદા સુધી તેમની સદસ્યતા જળવાય રહેવાની જોગવાઈ હતી. આ
ચુકાદાને પલટવા માટે તત્કાલિન મનમોહન સિંહની સરકાર ઓર્ડિનન્સ લાવી હતી. તેને રાહુલ
ગાંધીએ કમ્પ્લિટ નોનસેન્સ ગણાવીને ફાડી નાખ્યો હતો. તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ
પણ ત્યારે આની સામે વાંધો વ્યક્ત કર્યો હતો અને તેમણે કેન્દ્રીય કાયદા મંત્રીને
બોલાવીને સ્પષ્ટીકરણ માંગ્યું હતું. જો આજે તે ઓર્ડિનન્સને ફાડવામાં આવ્યો ન હોત, તો આજે તેની જોગવાઈઓથી
રાહુલ ગાંધી પોતાનું સાંસદ પદ બચાવી લેત..
હવે ટ્રાયલ કોર્ટ
રાહુલ ગાંધીની સજા ઘટાડે અથવા સમાપ્ત કરે. તેના સિવાય હાઈકોર્ટ અથવા સુપ્રીમ
કોર્ટમાં જઈને તેઓ રાહતની અપીલ કરે અને ઉપલી અદાલતો સજા ઘટાડો તો ફરીથી રાહુલ
ગાંધીનું સાંસદ પદ બહાલ થઈ શકે છે.
No comments:
Post a Comment