- આનંદ શુક્લ
રાહુલ ગાંધીની
લોકસભાની સદસ્યતા રદ્દ થયા બાદ જયરામ રમેશે કહ્યુ છે ભારતીય લોકશાહી ઓમ શાંતિ...
તો કોંગ્રેસે ટ્વિટર હેન્ડલ પરથી જણાવ્યું છે લડાઈ ચાલુ છે...
વાયનાડ બેઠક પરથી
રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા રદ્દ કરવામાં આવી છે. સુરત કોર્ટ દ્વારા મોદી સરનેમ
બદનક્ષી કેસમાં 2 વર્ષની સજા બાદ લોકસભા સચિવાલયે કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી
બાદ સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધીના નિવાસસ્થાને પહોંચ્યા છે.
કોંગ્રેસના ટ્વિટર હેન્ડલ પર પ્રતિક્રિયા અપાય છે કે રાહુલ ગાંધીજીની લોકસભા
સદસ્યતા સમાપ્ત કરી દેવાય. તેઓ તમારા અને આ દેશ માટે સતત સડકથી સંસદ સુધી લડી
રહ્યા છે, લોકશાહીને
બચાવવાની દરેક શક્ય કોશિશ કરી રહ્યા છે. દરેક ષડયંત્ર છતાં તેઓ આ લડાઈ કોઈપણ
કિંમતે ચાલુ રાખશે અને આ મામલામાં ન્યાયસંગત કાર્યવાહી કરશે. લડાઈ ચાલુ છે.
તો તેમના બહેન
અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું છે કે જે લોકોએ દેશના નાણાં
લૂંટયા, ભાજપ તેમના
બચાવમાં કેમ ઉતર્યું છે ? તપાસથી કેમ ભાગી
રહ્યું છે? જે લોકે તેમના પર
સવાલ ઉઠાવી રહ્યા છે, તેમના પર કેસ
કરવામાં આવે છે. શું ભાજપ ભ્રષ્ટાચારીઓનું સમર્થન કરે છે? નીરવ મોદી ગોટાળો- 14
હજાર કરોડ, લલિત મોદી
ગોટાળો- 425 કરોડ, મુકુલ ચોકસી
ગોટાળો- 13500 કરોડ॥
કોંગ્રેસ અધ્યક્ષ
મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યુ છે કે રાહુલ ગાંધીના સાચું બોલવાની સજા મળી છે. રાહુલ
ગાંધી દેશની સચ્ચાઈને સૌની સામે મૂકી રહ્યા છે, આ ભાજપને પસંદ નથી. અમે
લડતા રહીશું, લોકશાહીની
સુરક્ષા કરવા માટે જેલમાં જવા માટે પણ તૈયાર છીએ.
તો કોંગ્રેસના
મીડિયા પ્રભારી મહાસચિવ જયરામ રમેશે કહ્યુ છે કે અમે કાયદાકીય અને રાજકીય બંને
રીતે આ લડાઈ લડીશું. અમે ભયભીત અથવા મૌન નહીં થઈએ. પીએમ સાથે જોડાયેલા અદાણી
મહામેગા ગોટાળામાં જેપીસીના સ્થાને રાહુલ ગાંધીને અયોગ્ય ઠેરવાયા છે. ભારતીય
લોકશાહી ઓમ શાંતિ.
તો શશી થરુરે પણ
કોર્ટના ચુકાદાના 24 કલાકમાં આ કાર્યવાહીની ઝડપને લઈને સ્તબ્ધ થઈ ગયાની વાત કહી
છે. તેમણે આને લોકશાહી માટે અશુભ સંકેત ગણાવ્યા છે. તો દિગ્વિજયસિંહે આ બધું પીએમ
મોદીના નિર્દેશથી થયાનો દાવો કર્યો છે અને કહ્યુ છે કે અદાણી પર જેપીસી કરાવીને
રહીશું.
No comments:
Post a Comment