Showing posts with label સુબ્રમણ્યમ સ્વામી. Show all posts
Showing posts with label સુબ્રમણ્યમ સ્વામી. Show all posts

Sunday, 21 August 2011

લોકશાહીમાં લોકો જ હોય છે, સર્વોપરી



સુબ્રમણ્યમ સ્વામી

આજે આપણા દેશમાં ભ્રષ્ટાચાર એક ઘણો મોટો મુદ્દો છે. રોજબરોજ ગોટાળાની વધતી સંખ્યા અને તેની વ્યાપકતાને કારણે લોકોમાં તેના પ્રત્યે પહેલેથી જ ગુસ્સો હતો. સાથે 2જી અને કોમનવેલ્થ ગેમ્સના ગોટાળામાં આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહીમાં સરકારની આનાકાનીથી લોકોમાં એવી ધારણા બનવા લાગી કે સરકાર ભ્રષ્ટાચાર વિરુદ્ધ સખત પગલાં ભરવા માંગતી નથી.

ગત 5 એપ્રિલે થયેલા અન્નાના અનશનની આગળ ઝુકતી સરકારે જનલોકપાલ બિલ પર એક ડ્રાફ્ટિંગ કમિટી બનાવી દીધી. પંરતુ કેટલીક બેઠકો બાદ જ સિવિલ સોસાયટી અને સરકારી પ્રતિનિધિઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપથી સ્પષ્ટ થઈ ગયુ કે સરકાર કડક લોકપાલ કાયદો બનાવવાના પક્ષમાં નથી. 
રહી-સહી કસર સંસદમાં રજૂ કરવામાં આવેલા નબળા લોકપાલ બિલે પૂરી કરી દીધી. આ પ્રકારે લોકોની અંદરનો ગુસ્સો ધીરેધીરે ઉકળતો રહ્યો અને આજે એક દેશવ્યાપી જનઆંદોલનમાં ફેરવાઈ ગયો.

અન્ના હજારે પહેલા જ ઘોષણા કરી ચુક્યા હતા કે સંસદના મોનસૂન સત્ર દરમિયાન જો 15 ઓગસ્ટ સુધી સખત લોકપાલ બિલ લાવવામાં આવશે નહીં, તો તેઓ આમરણ અનશન પર બેસશે. પરંતુ સરકારને લાગ્યું કે અન્ના પર વ્યક્તિગત હુમલા અને ધરપકડથી આ આંદોલનને કચડી નખાશે. એવી રીતે જેમ બાબા રામદેવના અનશનને રાત્રે  પોલીસ દબંગાઈને કારણે સરકાર કચડવામાં કામિયાબ રહી હતી. પરંતુ જનસમર્થનના કારણે આ આંદોલને બીજું જ સ્વરૂપ ધારણ કરી લીધું, જેની કલ્પના સરકારે કરી ન હતી. એક વાત તો સ્પષ્ટ છે કે કેટલાંક મંત્રીઓ અને કોંગ્રેસી પ્રવક્તાઓની અન્ના પર કરવામાં આવેલી નકામી ટિપ્પણીઓથી મામલો વધુ બગડયો. સરકારના આ દાવ ઉલ્ટા પડયા.

ભ્રષ્ટાચારથી ઉબાઈ ગયેલી જનતાને અન્ના હજારે પરના વ્યક્તિગત હુમલાના કારણે એવું લાગ્યું કે સરકાર ભ્રષ્ટાચાર વિરુદ્ધ સખત પગલાં ઉઠાવવાની જગ્યાએ તેની વિરુદ્ધ લડનારને જ નિશાન બનાવી રહી છે. આમ જનતામાં અન્નાની છબી એક ઈમાનદાર વ્યક્તિની છે. એક એવા વ્યક્તિની છે જે ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંઘર્ષરત રહ્યો છે. લોકોને એક એવા નાયકની શોધ હતી જે ભ્રષ્ટાચાર વિરુદ્ધ તેમની અવાજને ઉઠાવી શકે. અન્ના હજારેના રૂપમાં જનતાને એક નેતૃત્વકર્તા મળી ગયો. 

74 વર્ષની ઉંમરમાં તેમની સાદગી અને વ્યવસ્થા બદલવાની તેમની અપીલ લોકોના દિલમાં ઉતરતી ગઈ. ભ્રષ્ટાચાર વિરુદ્ધ તેમના વિચાર આમ જનતાના મનમાં ઉતરી ગયા. પોતાની વાતમાં ગાંધીજીની અહિંસાત્મક વાતોને અમલમાં લાવવાની જનતાને વિનંતી કરતા જે હોશ અને ઊર્જાથી તેઓ ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંઘર્ષ કરી રહ્યાં છે, લોકો તેની સાથે આપોઆપ જોડાય રહ્યાં છે. ખાસ વાત એ છે કે અન્નાનું આંદોલન સંપૂર્ણપણે બિનરાજકીય છે. તેમને ન તો ચૂંટણી લડવી છે અને ન તો તેનાથી કોઈ ફાયદો લેવો છે. અન્ના હજારેની આ પૃષ્ઠભૂમિ લોકોને આ આંદોલનથી જોડી રહી છે. ભલે જનલોકપાલ બિલના તમામ મુદ્દાથી સંમત થઈ શકાય નહીં, પરંતુ ભ્રષ્ટાચારનો મુદ્દો આમ જનતા સાથે જોડાયેલો છે. માટે સરકારે એક મજબૂત લોકપાલ બિલ સંસદમાં રજૂ કરવું જોઈતું હતું. 

હાલનું સરકારી બિલ એટલું કમજોર છે કે તેનાથી ભ્રષ્ટાચાર રોકવો સંભવ નથી. સરકારી વલણને કારણે જ આખા દેશમાં આ આંદોલનથી લોકો જોડાય રહ્યાં છે. યુવાનો, બાળકો, વૃદ્ધો, મહિલાઓ તમામ આ ઐતિહાસિક આંદોલનનો ભાગ બનવા ચાહે છે. હવે આ આંદોલનનો ફલક પણ વ્યાપક થઈ ગયો છે. ભ્રષ્ટાચારના મુદ્દાથી શરૂ થયેલું આ આંદોલન વ્યવસ્થા પરિવર્તનથી લઈ ચૂંટણી સુધારના મુદ્દા સુધી પહોંચે છે. ભ્રષ્ટાચારને દૂર કરવા માટે વ્યવસ્થામાં પરિવર્તન કરવું ઘણું જરૂરી બની ગયું છે. ઘણાં સમય બાદ દેશમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ આટલો વ્યાપક લોકજુવાલ જોવા મળી રહ્યો છે. સરકાર અને તમામ રાજકીય પક્ષોએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક કાયદો બનાવવાની દિશામાં તાત્કાલિક પગલાં ઉઠાવવા જોઈએ.

હવે દેશના લોકો કોઈપણ કિંમતે ભ્રષ્ટાચારને સહન કરવા ચાહતા નથી. સંસદ અને તેની પ્રક્રિયાઓને આધાર બનાવીને આ આંદોલનને દબાવી શકાય નહીં. આ આંદોલનની ખાસિયત એ છે કે તે પૂરી રીતે અહિંસાત્મક છે. સરકારને અનશન સમાપ્ત કરવા માટે નમવું પડશે. કારણ કે આંદોલન જેટલું લાંબુ ચાલશે, સરકારની મુશ્કેલી એટલી વધતી જશે. લોકતંત્રમાં લોકોની ભાવનાઓનો ખ્યાલ રાખવો સરકારનું દાયિત્વ છે. તેને અહમનો મુદ્દો ન માની સરકારે વચ્ચેનો રસ્તો કાઢવાની કોશિશ કરવી જોઈએ.
ભ્રષ્ટાચાર વિરુદ્ધ આ મુહિમ માત્ર અન્ના હજારેની નહીં, પરંતુ આમ જનતાની છે. લોકતંત્રમાં આમ જનતા જ સર્વોપરી હોય છે. જો ધ્યાન આપીએ તો બંધારણની પ્રસ્તાવનામાં પણ આ કહેવામાં આવ્યું છે કે જનતા સાર્વભૌમ છે અને બંધારણ સર્વોચ્ચ. તેવામાં સરકારે જનભાવનાનો ખ્યાલ રાખવો જોઈએ. આ તેનું કર્તવ્ય છે. 

સૌજન્ય-પ્રભાત ખબર

Wednesday, 20 July 2011

વિશ્લેષણ: ઈસ્લામિક આતંકનો સમૂળ નાશ કેવી રીતે?


ડૉ. સુબ્રમણ્યમ સ્વામી

13મી જુલાઈ, 2011ના મુંબઈ ખાતેના આતંકી વિસ્ફોટ ભારતના હિંદુઓ માટે નિર્ણાયક આત્મસંશોધનની જરૂરત ઉભી કરે છે. હિંદુઓ હલાલ ફેશનમાં મરવાનું, દેશના આખરી ધૈર્યપાત સુધી દરરોજ રક્તરંજિત થવાનું સ્વીકારી શકે નહીં. અહીં મે આતંકવાદને વ્યાખ્યાયિત કર્યો છે કે બળના ગેરકાયદેસર પ્રયોગથી નાગરીક વસ્તીને તેની ઈચ્છા અને કલ્યાણની વિરુદ્ધ કામ કરવા અથવા ન કરવા બિવડાવવું.

રાષ્ટ્રીય સુરક્ષા સંદર્ભે ઈસ્લામિક આતંકવાદ ભારતની પ્રથમ ક્રમાંકની સમસ્યા છે. આના સંદર્ભે 2012માં કોઈ શંકા રહેવાની નથી. મને અંદેશો છે કે તે વર્ષે તાલિબાન પાકિસ્તાન પર કબજો જમાવશે અને અમેરિકીઓ અફઘાનિસ્તાનમાંથી નાસી જશે. ત્યાર બાદ ઈસ્લામ પોતાના સંપૂર્ણપણે બાકી રહેલા ધંધા હેઠળ હિંદુઓની સામે સંઘર્ષમાં આવશે. અલ કાયદાના નેતા તરીકે ઓસામા બિન લાદેનના અનુગામીએ ઘોષણા કરી છે કે આતંકવાદી સંગઠન માટે ભારત પ્રાથમિક લક્ષ્ય છે, અમેરિકા નહીં.

ધર્મઝનૂની મુસ્લિમો માટે હિંદુઓની બહુમતીવાળું ભારત ઈસ્લામની જીતનું બાકી રહેલું પ્રકરણ છે. બીજા બધાં ઈસ્લામ દ્વારા જીતાયેલા દેશો ઈસ્લામના આક્રમણના બે દાયકાઓમાં 100 ટકા ઈસ્લામમાં ધર્માંતરીત થઈ ગયા હતા. 800 વર્ષના ઈસ્લામના ક્રૂર શાસન છતાં 1947ના અખંડ ભારતમાં 75 ટકા હિંદુઓ હતા. ધર્મઝનૂનીઓ માટે તે વિસંવાદી બને છે.

એક રીતે, હું હિંદુઓને નિશાન બનાવવા બદલ મુસ્લિમ ધર્મઝનૂનીઓનો દોષ કાઢતો નથી. હું હિંદુઓનો દોષ કાઢું છું કે જેઓ સનાતન ધર્મમાં પરવાનગીવાળા પોતાના વ્યક્તિત્વને આત્યાંતિક સ્તરે લઈ ગયા છે. લાખો હિંદુઓ સંપૂર્ણપણે સ્વયંભૂ રીતે રાજ્યના સંરક્ષણ વગર કુંભ મેળામાં એકઠા થાય છે, પરંતુ તેઓ કાશ્મીર, મઉ, મેલવિશ્રામ અને મલાપ્પુરમમાં હિંદુઓને નિશાન બનાવવાની વાતની જાણ વગર ઘરે પાછા ફરે છે અને હિંદુઓને સંગઠિત બનાવવા માટે પોતાની નાની આંગળી પણ ઉંચી કરતાં નથી. જો હિંદુઓમાંથી અડધા લોકો જાતિ અને ભાષાથી ઉપર ઉઠીને મતદાન કરે તો, સાચો હિંદુ પક્ષ સંસદ અને વિધાનસભાઓમાં બે તૃતિયાંશ બહુમતી મેળવી શકે.

ભારત વિરુદ્ધ ઈસ્લામિક આતંકવાદના તાજેતરના ઈતિહાસ અને આતંકવાદ સામે ભારતે ભીડેલી બાથ પરથી પહેલો બોધપાઠ એ મળ્યો છે કે હિંદુ નિશાન છે અને ભારતના મુસ્લિમો ધીમી પ્રતિક્રિયાશીલ પ્રક્રીયા હેઠળ ઉદ્દામવાદી બનવા માટે પ્રોગ્રામ થઈ રહ્યાં છે અને આમ તેઓ ધીમે ધીમે હિંદુઓ વિરુદ્ધ આત્મઘાત તરફ આગળ વધી રહ્યાં છે. તે હિંદુ માનસિકતાના પાયાને ખોદી કાઢીને નાગરીક યુદ્ધનો ભય ઉભો કરવા આતંકી હુમલા કરે છે.

હિંદુઓએ આતંકવાદીને હિંદુઓ તરીકે સામુહિક પ્રતિક્રિયા આપવી પડશે અને હિંદુઓએ વ્યક્તિગત રીતે અલગ અથવા ખરાબ સ્થિતિમાં પોતે વ્યક્તિગત રીતે અસર પામેલા ન હોવાને કારણે આત્મસંતુષ્ટ ન બનવું જોઈએ. જો એક હિંદુ માત્ર હિંદુ હોવાના કારણે મરે છે, તો પછી દરેક હિંદુ જરાક મરશે. આ અનિવાર્ય માનસિક વલણ છે, વિચારસરણીને વરેલા હિંદુઓનો જરૂરી હિસ્સો છે.

ઈસ્લામિક આતંકવાદની સામે ઉભા રહેવા આપણને હિંદુ તરીકેના સામુહિક અભિપ્રાયની જરૂર છે. જો ભારતના મુસ્લિમો હિંદુ માટે સાચી લાગણી ધરાવતા હોય, તો તેઓ આપણી સાથે ભળી શકે છે. તેઓ ગર્વ સાથે એમ ન સ્વીકારે કે તેઓ મુસ્લિમ હોવા છતાં તેમના પૂર્વજ હિંદુઓ હતા, ત્યાં સુધી હું તેમને માનીશ નહીં. જો કોઈ મુસ્લિમ પોતાનો હિંદુ વારસો કબૂલ કરે તો આપણે હિંદુઓએ તેને હિંદુસ્તાન એટલે કે બૃહદ હિંદુ સમાજના ભાગ તરીકે સ્વીકારવો જોઈએ. ઈન્ડિયા એટલે કે ભારત એટલે કે હિંદુસ્તાન હિંદુઓનું અને જેમના પૂર્વજ હિંદુઓ છે, તેમનું રાષ્ટ્ર છે. અન્યો કે જે આ વાત સ્વીકારવાનું ઈન્કારે છે, અથવા જે વિદેશીઓ નોંધણી દ્વારા ભારતીય નાગરીક બન્યા છે, તે ભારતમાં રહી શકે છે, પરંતુ તેમને મતદાનનો અધિકાર ન હોવો જોઈએ. (તેનો અર્થ એ કે તેઓ પ્રતિનિધિ ચૂંટી શકે નહીં.)

આતંકને ડામવાના યુદ્ધની કોઈપણ નીતિની શરૂઆત દરેક હિંદુને વિરાટ હિંદુ બનાવવાથી શરૂ થાય છે. તેના માટે વ્યક્તિમાં હિંદુ માઈન્ડસેટ હોવો જોઈએ એટલે કે તેનાથી વ્યક્તિગત ચરીત્ર અને રાષ્ટ્રીય ચરીત્ર ઓળખી શકાય. ઉદાહરણ તરીકે મનમોહન સિંહ પાસે ઉચ્ચ વ્યક્તિગત ચરીત્ર છે, પરંતુ અર્ધશિક્ષિત સોનિયા ગાંધીના રબર સ્ટેમ્પ તરીકે અને તમામ રાષ્ટ્રીય મુદ્દાઓ પર નિરર્થક રહીને તેમણે સાબિત કર્યું છે કે તેમનું કોઈ રાષ્ટ્રીય ચરિત્ર નથી.

આતંકને ડામવાના યુદ્ધમાં બીજો બોધપાઠ એ છે કે 1989માં મુફ્તિ મહંમદ સઈદની પુત્રી રુબિયાને મુક્ત કરાવવા પાંચ આતંકવાદીઓને મુક્ત કરવાની અને 1999માં ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ આઈસી-814ના હાઈજેક બાદ ત્રણ આતંકીઓને મુક્ત કરવાની શરતી શરણાગતિ અથવા કોઈ માગણી સ્વીકારવી જોઈએ નહીં.

ત્રીજો બોધપાઠ છે કે કોઈપણ અને ગમે તેટલી નાની આતંકવાદી ઘટના હોય, રાષ્ટ્રે સામુહિક રીતે પ્રતિકાર કરવો જોઈએ. ઉદાહરણ તરીકે, જ્યારે અયોધ્યા મંદીર પર હુમલો થયો, તો આપણે તે સ્થળે રામમંદિરનું પુનર્નિમાણ કરીને પ્રતિકાર કરવો જોઈએ.

રક્તરંજિત હ્રદયવાળા ઉદારોના જણાવ્યા પ્રમાણે, આતંકવાદીઓ નિરક્ષરતા, ગરીબી, ભેદભાવ અને જુલમને કારણે પેદા થાય છે. તેમની દલીલ છે કે તેમનો નાશ કરવાની જગ્યાએ, સમાજમાંથી આ ચાર સમસ્યાઓના મૂળ કારણને સમાપ્ત કરવું જોઈએ. આ વાહીયાત બાબત છે. ઓસામા બિન લાદેન અબજોપતિ હતો. ટાઈમ્સ સ્ક્વેર ખાતેના નિષ્ફળ આતંકી હુમલાનો નિષ્ફળ આતંકવાદી શહઝાદ પાકિસ્તાનના ઉચ્ચ પરિવારમાંથી આવે છે અને તે અમેરિકી યુનિવર્સિટીમાંથી એમબીએ થયેલો છે.

એ પણ હાસ્યાસ્પદ વિચાર છે કે આતંકવાદીઓ મરણિયા અને વિચારશક્તિવિહીન હોવાથી તેમના પર ધાક બેસાડી શકાય નહીં. આતંકવાદીના માસ્ટમાઈન્ડના રાજકીય લક્ષ્યો હોય છે અને તેમના ગાંડપણ તેમની પદ્ધતિ છે. આતંકવાદને નિરુત્સાહ કરવાના અસરકારક વ્યૂહમાં તેમના રાજકીય લક્ષ્યોને હરાવવા અને આતંક વિરોધી કાર્યવાહીથી તેમને વાહિયાત બનાવવા. માટે, ભારતમાં ઈસ્લામિક આતંકવાદના રાજકીય લક્ષ્યોને વ્યર્થ બનાવવા માટે હું નીચેની વ્યૂહરચનાની તરફદારી કરું છું.

ગોલ-1, ભારતને કાશ્મીર મુદ્દે બિવડાવવું

વ્યૂહરચના- કલમ-370 રદ્દ કરવી અને ખીણમાં એક્સ સર્વિસમેનોને વસાવવા. હિંદુ પંડિત સમુદાય માટે પનુન કાશ્મીર બનાવવું. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને કબજે લેવાની તક પેદા કરવી. જો પાકિસ્તાન આતંકવાદીઓને મદદ કરવાનું ચાલુ રાખે, તો બલુચી અને સિંધીઓને તેમની સ્વતંત્રતા અપાવવા સહાયતા કરવી.

ગોલ-2, મંદીરોમાં વિસ્ફોટો, હિંદુ ભક્તોની હત્યા

વ્યૂહરચના- કાશી વિશ્વનાથ મંદીર અને મંદીર પર બનેલી 300 મસ્જિદોને દૂર કરવી.

ગોલ-3, ભારતને દારુલ ઈસ્લામમાં ફેરવવું

વ્યૂહરચના- સમાન નાગરીક ધારો અમલી બનાવવો, સંસ્કૃતનો અભ્યાસ અને વંદેમાતરમનું ગાન ફરજિયાત બનાવવું અને ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવામાં આવે કે જ્યાં બિનહિંદુઓ ગર્વથી કબૂલ કરે કે તેમના પૂર્વજો હિંદુઓ હતા, તો જ તેઓ મતદાન કરી શકે. ઈન્ડિયાનું હિંદુસ્થાન તરીકે ફરીથી નામકરણ કરવું કે જે હિંદુઓ અને જેમના પૂર્વજો હિંદુઓ છે, તેમનું રાષ્ટ્ર છે.

ગોલ-4, ગેરકાયદેસર ઘૂસણખોરી, ધર્માંતરણ અને પરિવાર નિયોજનનો ઈન્કાર કરીને ભારતનું વસ્તી સમીકરણ બદલવું

વ્યૂહરચના- હિંદુઓને અન્ય કોઈપણ ધર્મમાં ધર્માંતરણ પર પ્રતિબંધ મુક્તો રાષ્ટ્રીય કાયદો ઘડવો. ઘરવાપસી પર પ્રતિબંધ ન મુકવો. ઘોષણા કરવી જોઈએ કે જાતિનો આધાર ધર્મ નહીં, પણ નૈતિક શિક્ષણ અને શાસ્ત્ર રહેશે. બિનહિંદુઓને આચાર સંહીતાનું પાલન કરવા તૈયાર હોય, તો તેમને તેમની પસંદગીની જાતિમાં ફરીથી ધર્માંતરીત થવા માટે સ્વાગત કરવું જોઈએ. બાંગ્લાદેશમાંથી ભારત આવેલા ગેરકાયદેસર ઘૂસણખોરોના પ્રમાણમાં તે દેશ પાસેથી જમીન ખાલસા કરવી. હાલ, સિલ્હટથી ખુલના સુધીનો ઉત્તરીય વિસ્તાર ગેરકાયદેસર ઘૂસણખોરોને વસાવવા માટે ખાલસા કરી શકાય તેમ છે.

ગોલ-5, મસ્જિદ, મદરસાઓ અને ચર્ચોમાં હિંદુઓને બદનામ કરતાં લખાણો અને ઉપદેશો આપીને હિંદુઓમાં સ્વાભિમાનશૂન્યતા પેદા કરવી અને તેમને અમુક શરતો હેઠળ શરણે લાવવા મજબૂર બનાવવા.

વ્યૂહરચના- હિંદુ માઈન્ડસેટના વિકાસનો પ્રચાર કરવો

આ પ્રકારની પ્રતિરોધક વ્યૂહરચનાથી ભારત પાંચ વર્ષોની અંદર જ પોતાની આતંકવાદની સમસ્યાને ઉકેલી શકે છે. પરંતુ તેના માટે પહેલા આપણે ઉપર દર્શાવેલા ચાર બોધપાઠ શીખવા પડશે, અને રાષ્ટ્રની સુરક્ષા માટે સાહસિક, જોખમી અને કડક નિર્ણયો લેવા માટે હિંદુ માઈન્ડસેટ જોઈશે. જો યહુદીઓ ગેસ ચેમ્બરમાં ગરીબ ઘેટાંના બચ્ચાની જેમ ચાલીને માત્ર 10 વર્ષમાં ખૂંખાર સિંહો બની શકતા હોય, તો તેમના કરતાં સારી પરિસ્થિતિઓમાં રહેલા હિંદુઓ માટે તે અઘરી વાત નથી. (ગમે તેમ તો પણ આપણે ભારતમાં 83 ટકા છીએ.)

ગુરુ ગોવિંદ સિંહે આપણને બતાવ્યું છે કે આધ્યાત્મિક માર્ગદર્શન નીચે માત્ર પાંચ નિર્ભિક વ્યક્તિઓ કેવી રીતે સમાજમાં પરિવર્તન પેદા કરી શકે છે. જો અડધો અડધ હિંદુ મતદારોને હિંદુ તરીકે હ્રદયપૂર્વક હિંદુ એજન્ડાને વરેલી પાર્ટી માટે વોટ કરવા માટે સમજાવી શકાય, તો આપણે પરિવર્તનના સાધન તરફ ધીમે ધીમે આગળ વધી શકીએ. અત્યારની આ સત્યની ક્ષણે લોકતાંત્રિક હિંદુસ્થાનમાં આતંકવાદને નિરુત્સાહ કરવા માટેની વ્યૂહરચનાની આ છેલ્લી લીટી છે.

(લેખક જનતા પાર્ટીના અધ્યક્ષ, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને અર્થશાસ્ત્રના પ્રોફેસર છે)
(સૌજન્ય- ડીએનએ 16 જુલાઈ, 2011)