Showing posts with label barac obama. Show all posts
Showing posts with label barac obama. Show all posts

Tuesday, 28 June 2011

અફઘાનિસ્તાનમાં ભારતની ભૂમિકા


વેદપ્રતાપ વૈદિક, સૌજન્ય- નવભારત ટાઈમ્સ

બરાક ઓબામાએ ઘોષણા કરી છે કે જુલાઈ-2011 એટલે કે આગામી મહીનાથી અમેરિકી સેનાની અફઘાનિસ્તાનમાંથી વાપસી શરૂ થઈ જશે. તેનો અર્થ એ થયો કે ગત દશ વર્ષોથી દક્ષિણ એશિયામાં જે રાજનીતિ ચાલી રહી છે, તેમાં કંઈક પાયાગત પરિવર્તન આવવાનું ચાલુ થઈ જશે. આ ફેરફારો ક્યાં હોઈ શકે?

સૌથી પહેલો ફેરફાર તો એ થઈ શકે કે અફઘાનિસ્તાનમાં અરાજકતા ફેલાઈ જાય. અત્યાર સુધી અફઘાનિસ્તાનમાં કરજઈ સરકાર ટકેલી રહી, કારણ કે વિદેશી સેનાઓ તાલિબાન અને અલ કાયદા સાથે લડતી રહી. જો કાબુલમાં આંતરરાષ્ટ્રીય સેનાઓ નહીં હોય તો કરજઈ સરકાર એવી જ રીતે ધ્વસ્ત થાત, જેમ નજીબુલ્લાહ, રબ્બાની અને મુલ્લા ઉમરની સરકારો પડી હતી. આ જોખમ પ્રત્યે ઓબામા તંત્ર સતર્ક જરૂર છે. પરંતુ હજી સુધી કોઈ એવી મજબૂત વ્યવસ્થા નથી કરી કે કરજઈ સરકાર પોતાના બળે જેહાદીઓનો મુકાબલો કરી શકે. એવી સ્થિતિમાં અમેરિકા અને તેના સહયોગી દેશોની સેનાઓ અફઘાનિસ્તાનથી માત્ર કેટલીક હદ સુધી જ હટશે. સંપૂર્ણપણે નહીં હટે.

સ્થાયી સૈનિક અડ્ડા

એવી ખબરો પણ છે કે અમેરિકા ચાહે પોતાના સૈનિકોની સંખ્યા ઘટાડી દે, પરંતુ અફઘાનિસ્તાનના પાંચ-છ સામરિક સ્થાનો પર પોતાના સ્થાયી સૈન્ય અડ્ડાઓ બનાવી રાખશે. આ ખબરથી આસપાસના તમામ દેશો ચિંતિત છે. પાકિસ્તાનને એ ચિંતા છે કે અમેરિકા અફઘાનિસ્તાનનું સ્થાયી સંરક્ષક બની જશે, તો તેને સપના અધુરા રહી જશે. તે અફઘાનિસ્તાન પર પોતાની દાદાગીરી કેવી રીતે ચલાવી શકશે? ભારતની વિરુદ્ધ તેને પાકિસ્તાન પોતાની સામરીક પુંછડી કેવી રીતે બનાવી શકશે?

રશિયા, ચીન, ઉજબેકિસ્તાન, કજાકિસ્તાન અને ઈરાન જેવા દેશોને એ ચિંતા છે કે જો અમેરિકા અફઘાનિસ્તાનમાં એવી રીતે ટકી ગયું કે જેવી રીતે યૂરોપીય દેશોમાં 65 વર્ષોથી ટકેલું છે, તો તેમના પોતાના હિત પ્રભાવિત થયા વગર રહેશે નહીં. પોતાના સૈન્ય અડ્ડાઓથી અમેરિકા આ દેશોના આંતરીક મામલાઓમાં સીધો હસ્તક્ષેપ કરી શકે છે, તે જાસૂસી જાળ પણ આસાનીથી બિછાવી શકે છે. તે ચાહે તો આંતરીક બંડ પણ ભડકાવી શકે છે. આ સિવાય અફઘાનિસ્તાનની સામરીક સ્થિતિ અથવા તેના ખનીજોથી જો કોઈ પડોશી દેશને કોઈ લાભ થશે, તો તેની ચાવી પણ અમેરિકાના હાથમાં હશે. તમામ પડોશી રાષ્ટ્રો સાથે મળીને પણ અમેરિકાના પ્રભુત્વને પડકારી શકે તેમ નથી.

કોણ આપશે સુરક્ષાની ગેરેન્ટી?

તેઓ એટલા માટે સુરક્ષાની ગેરન્ટી આપી શકશે નહીં, કારણ કે આ બધાં રાષ્ટ્રો સાથે મળીને પણ અફઘાનિસ્તાનને તેની સુરક્ષાની ખાતરી આપી શકે તેમ નથી. રશિયાથી પહેલા જ અફઘાનિસ્તાન સળગી ઉઠયું છે. ચીન પોતાના દૂરગામી હિતોને ધ્યાનમાં રાખીને આ રિસ્ક લેવા ઈચ્છશે નહીં. પાકિસ્તાનને ખબર છે કે દરેક અફઘાન તેના ઈરાદાઓ સંદર્ભે કેટલો આશંકિત છે. પાકિસ્તાનની સાથે ત્રણ-ત્રણ વખત અફઘાનિસ્તાન સાથે યુદ્ધની નોબત આવી ગઈ છે. ઈરાન, ઉજબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન, કજાકિસ્તાન અને તજાકિસ્તાનની એટલી સૈન્ય હેસિયત નથી કે તેઓ કોઈ રાષ્ટ્રને લશ્કરી સુરક્ષા આપી શકે. આવી સ્થિતિમાં ભારત એકમાત્ર એવું રાષ્ટ્ર છે, જે અફઘાન સેનાને પોતાના પગ પર ઉભી કરી શકે છે. ભારત ચાહે તો વર્ષભરમાં પાંચ લાખ અફઘાન જવાનોને પ્રશિક્ષણ આપીને એવી સેના ઉભી કરી શકે છે કે જે આંતરીક અને બહારી બંને જોખમોનો મુકાબલો કરી શકે છે. પરંતુ શું અમેરિકા આ વિકલ્પ માટે તૈયાર થશે?

જો અમેરિકા આ વિકલ્પ માટે તૈયાર થઈ જાય તો અફઘાનિસ્તાન સંપૂર્ણ એશિયાની શાંતિ અને સમૃદ્ધિનું કેન્દ્ર બની શકે છે. અફઘાનિસ્તાનથી અમેરિકાના હટતાની સાથે જ તાલિબાનનું બની રહેવાનો તર્ક ધ્વસ્ત થઈ જશે. તાલિબાનનો મુખ્ય મુદ્દો એ છે કે તેઓ અફઘાન માતૃભૂમિને વિદેશી કબજામાંથી મુક્ત કરવા ચાહે છે. જો કાબુલમાં એવી સરકાર કાયમ થઈ જાય, જે હકીકતમાં સાર્વભૌમ હોય અને જન સમર્થિત હોય તો પછી ત્યાં અશાંતિ અને હિંસા રહી શકે નહીં. આવી સ્થિતિમાં મધ્ય એશિયાની અપાર ખનીજ સંપત્તિ ભારત, ચીન, રશિયા અને અમેરિકા જેવા સમર્થ રાષ્ટ્રોને સહજ સુલભ થઈ જશે. તેઓ ખુદ તો અપાર સમૃદ્ધિના સ્વામી બનશે અને તેઓ આ મુસ્લિમ રાષ્ટ્રોને પણ માલામાલ કરી દેશે. અફઘાનિસ્તાન સંપૂર્ણ એશિયાની સમૃદ્ધિનો ચોક બની જશે.

કિનારો કરે અમેરિકા

આના સંકેત અત્યારથી મળવા શરૂ થઈ ગયા છે. અફઘાન રાષ્ટ્રપતિ હામિત કરજઈની તાજેતરની ઈસ્લામાબાદની યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે વેપાર અને આવાગમનની તમામ સમસ્યાઓ દૂર થઈ ગઈ. હવે અફઘાનિસ્તાની માલ પાકિસ્તાન થઈને વાઘા બોર્ડર સુધી એટલે કે ભારત સુધી આવી શકશે. એ યોગ્ય છે કે પાકિસ્તાન અફઘાની ટ્રકોને ભારતની સરહદમાં ઘુસવા દેશે નહીં.

તેમ છતાં અફઘાન-ભારત વેપાર વધશે. બીજી તરફ પાકિસ્તાની માલ અફઘાનિસ્તાન થઈને મધ્ય એશિયાના તમામ ગણતંત્રો સુધી જઈ શકશે. જે દિવસે પાકિસ્તાન આ રસ્તો ભારત માટે ખોલી દેશે, તમામ દેશો માટે સારા સમાચાર બની જશે. આખરે પાકિસ્તાન ક્યાં સુધી આ લાલચથી બચતું રહેશે? જો અમેરિકા ખરેખર દક્ષિણ એશિયાથી થોડો કિનારો કરી લે અને પાકિસ્તાનના મોઢામાં લાડુ મુકવાના બંધ કરી દે તો પાકિસ્તાન ખુદ આ રસ્તો ભારત માટે ખોલી દેશે.

વાસ્તવમાં અફઘાનિસ્તા થઈ મધ્ય એશિયામાં જનારા આ માર્ગોના ખુલવાની શક્યતા વધતી રહી છે. હાલ કજાકિસ્તાનમાં સંપન્ન થયેલા શંઘાઈ સહયોગ સંગઠનના સંમેલનમાં પણ ઘણી ઉદારતાના સ્વર ફૂટયા છે. રશિયા અને ચીન ચાહે છે કે ભારત, પાકિસ્તાન, ઈરાન અને મંગોલિયા પણ તેના સભ્ય બની જશે. અફઘાનિસ્તાન તો લગભગ બની જ ગયું છે. આ નવી પહેલનો સંકેત સ્પષ્ટ છે. રશિયા અને ચીન આ સંગઠનને માત્ર અમેરિકા વિરોધી મોરચો બનાવવા ઈચ્છતા નથી. તેઓ ચાહે છે કે એશિયાના તમામ રાષ્ટ્ર આ સંગઠન હેઠળ એવી ભૂમિકા નિભાવે, જેનાથી અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતા સ્થાપિત થાય, પરસ્પર સહયોગના નવા આયામ પણ ખુલે. સેંકડો વર્ષ જૂનાં ચીનથી યૂરોપ સુધી જનારો સિલ્ક રુટ ફરીથી હર્યો-ભર્યો થશે અને આ એશિયાનો અછૂતો અને અવિકસિત ભૂભાગ વિશ્વ સમૃદ્ધિનું કેન્દ્ર બની જશે. શંઘાઈ રાષ્ટ્રોનું આ સપનું ત્યારે પૂર્ણ થઈ શકે છે, જ્યારે અમેરિકા થોડી દૂરંદેશી અને ઉદારતાનો પરિચય આપે.

Wednesday, 22 June 2011

ઓબામાની પાકિસ્તાનને ચેતવણી


અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ઘોષણા કરી છે કે આગામી મહીનાથી અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકોની સ્વેદશ વાપસી શરૂ થઈ જશે. તેમણે કહ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં 10 હજાર અને 2012ના ઉનાળા સુધીમાં 33 હજાર અમેરિકી સૈનિકો અફઘાનિસ્તાનમાંથી પાછા ફરશે. તેની સાથે જ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક હુસૈન ઓબામાએ પાકિસ્તાનને ચેતવણીના લહેજામાં કહ્યું છે કે તે તેને આતંકવાદીઓ માટે સુરક્ષિત ઠેકાણું બનવા દેશે નહીં.

બુધવાર મોડી સાંજે વ્હાઈટ હાઉસમાં સૈનિકોની વાપસીની ઘોષણા કરતા ઓબામાએ કહ્યું હતું કે આ અફઘાન યુદ્ધને સમાપ્ત કરવા અને અફઘાનિસ્તાનની સુરક્ષાની જવાબદારી અફઘાન સેનાના હાથમાં સોંપવાની પ્રક્રિયાની શરૂઆત છે. ઓબામાએ કહ્યુ કે તે સૈનિકોની વાપસીની ઘોષણા મજબૂત સ્થિતિમાં કરી રહ્યાં છે.

હાલ એક લાખથી વધારે અમેરિકી સૈનિકો અફઘાનિસ્તાનમાં તેનાત છે.

તેમણે કહ્યુ હતુ કે આ પ્રારંભિક કાપ બાદ તેમના સુરક્ષા દળો ઝડપથી પોતાના ઘરે પાછા ફરવા લાગશે, કારણ કે અફઘાન સુરક્ષા દળ પોતાના દેશનું નેતૃત્વ સંભાળશે. તેમનુ અભિયાન જંગીથી બદલાઈને સહયોગાત્મક થઈ જશે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું છે કે 2014 સુધી સત્તા હસ્તાંતરણની આ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે અને અફઘાન નાગરીક પોતાની સુરક્ષાની જવાબદારી સંપૂર્ણપણે સંભાળી લેશે.

રાષ્ટ્રપતિ ઓબામાએ એમ પણ કહ્યું કે અમેરિકા કટ્ટરપંથી હિંસાના કેન્સરને ખતમ કરવા માટે પાકિસ્તાન સાથે મળીને કામ કરતું રહેશે. જો કે તેમણે પાકિસ્તાનને ચેતવણીના લહેજામાં કહ્યું કે અમેરિકીઓની હત્યા કરનારાઓના સુરક્ષિત અડ્ડાઓને તે ક્યારેય સહન કરી શકશે નહીં.

અમેરિકી રાષ્ટ્રપતિએ એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે અલ કાયદા પર આ સમયે જેટલું દબાણ છે, તેટલું 9/11 બાદ ક્યારેય રહ્યું નથી અને અમેરિકા આવા સમયમાં અફઘાનિસ્તાનમાંથી પોતાના સુરક્ષા દળોને હટાવવાની પ્રક્રિયા શરૂ કરી રહ્યું છે, જ્યારે તે અપેક્ષાકૃત ઘણી મજબૂત સ્થિતિમાં છે.

ઓબામાએ કહ્યુ કે પાકિસ્તાનીઓ સાથે મળીને તેમણે અલ કાયદાના અડધાથી વધારે નેતૃત્વને ખતમ કરી દીધું છે. તેમના વિશેષ દળો અને ગુપ્તચરોને કારણે તેઓ અલ કાયદાના સરગના ઓસામા બિન લાદેનને મારી શક્યા. તેમણે કહ્યું કે લગભગ 10 વર્ષ પહેલા અમેરિકા પર પર્લ હાર્બર બાદનો સૌથી મોટો હુમલો થયો. આ સામુહિક હત્યાની સાજિશ લાદેન અને અફઘાનિસ્તાનમાં બેઠેલા તેના આતંકવાદી નેટવર્કે રચી, જેણે તેમની સુરક્ષા પ્રત્યે નવા જોખમના સંકેતો આપ્યા.

તેમણે કહ્યુ કે ત્યાર બાદ તેમણે અલ કાયદા પર પ્રહાર કર્યો, તેનો દેશ તેના માટે એકજૂટ થઈ ગયો. ત્યાર બાદ તેમનું ધ્યાન અન્ય જગ્યાએ પહોંચ્યું. ઈરાકમાં એક બીજું યુદ્ધ શરૂ થયું અને તેમણે ત્યાં નવી સરકારને ટેકો આપવા માટે ઘણું લોહી વહેવડાવ્યું અને ધન પણ ખર્ચ્યુ. જ્યારે તેમણે કાર્યભાર સંભાળ્યો, ત્યારે અફઘાનિસ્તાનમાં યુદ્ધનું સાતમું વર્ષ ચાલી રહ્યું હતું.

ઓબામાએ કહ્યું કે અલ કાયદાના નેતા પાકિસ્તાન ભાગી ગયા અને ત્યાં બેસીને હુમલાની નવી-નવી સાજિશ રચવા લાગ્યા. તાલિબાન પણ ફરીથી એકજૂટ થઈને ખતરનાક થવા લાગ્યા. અમેરિકી સૈન્ય કમાન્ડરોએ ચેતવણી આપી કે કોઈ નવી રણનીતિ અને નિર્ણયાત્મક કાર્યવાહી વગર તેમને ફરીથી માથું ઉંચકી રહેલા અલ કાયદા અને અફઘાનિસ્તાનના મોટા ભાગ પર કબ્જો જમાવી રહેલા તાલિબાનનો સામનો કરવો પડશે.

તેમણે કહ્યું કે આ કારણને કારણે તેમણે રાષ્ટ્રપતિ તરીકે અત્યાર સુધીનો સૌથી કઠિન નિર્ણય કરીને અફઘાનિસ્તાનમાં અમેરિકી સુરક્ષા દળોના 30 હજાર વધારાના જવાનો મોકલવાનો આદેશ આપ્યો. તેમણે કહ્યું કે જ્યારે તેમણે આ સંદર્ભે ઘોષણા કરી, ત્યારે અમેરિકાનો સ્પષ્ટ ઉદેશ્ય હતો, અલ કાયદા પર ફરીથી ધ્યાન કેન્દ્રીત કરવું, તાલિબાનને ફરીથી મજબૂત ન થવા દેવા અને અફઘાન સુરક્ષા દળોને તાલીમ આપવી, કે જેથી તેઓ પોતાના દેશની ખુદ સુરક્ષા કરી શકે.