Showing posts with label america. Show all posts
Showing posts with label america. Show all posts

Sunday, 3 July 2011

ખતરાની જોરદાર આહટ



સી. ઉદય ભાસ્કર, સૌજન્ય- દૈનિક જાગરણ

ત્રણ જુલાઈ, 1999 કારગીલ યુદ્ધની નાટકીય ક્ષણ હતી, જે તે વર્ષે ભારતમાં પાકિસ્તાની ઘૂસણખોરીને કારણે શરૂ થયું હતું. શરૂઆતમાં મુશર્રફના નેતૃત્વમાં ચોરી-છૂપીથી રજૂ કરાયેલા ભડકારોથી આશ્ચર્યચકિત રહી ગયેલી ભારતીય સેનાએ ધીરે-ધીરે પકડ બનાવવાની શરૂ કરી અને આગામી કેટલાંક સપ્તાહમાં ઘૂસણખોરોને મારી ભગાડીને બીહડ પહાડીઓ પર પોતાનો કબજો જમાવી દીધો. આ પ્રયત્નમાં ભારતને મોટી સંખ્યામાં સૈનિકોની શહાદત આપવી પડી.

12 વર્ષ પહેલા, ત્રણ જુલાઈએ તત્કાલિન પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફ અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનને મળવા માટે ઈસ્લામાબાદથી વોશિંગ્ટન ડીસી રવાના થયા. 4 જુલાઈએ અમેરિકી સ્વતંત્રતા દિવસ પર કોઈપણ પૂર્વ નિર્ધારીત કાર્યક્રમ વગર આ બેઠક થઈ. આ બેઠકમાં જનરલ મુશર્રફના દુસ્સાહસને બંધ કરવાનો રસ્તો ખુલ્યો અને કારગીલ યુદ્ધ સમાપ્ત થયું. નિયંત્રણ રેખાની પવિત્રતા કાયમ થઈ ગઈ અને પાકિસ્તાનના પરમાણુ હુમલાની આશંકા પણ ધીરે-ધીરે દૂર થઈ ગઈ. બાદમાં ખબર પડી કે ક્લિન્ટન-શરીફ બેઠક દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિએ પાકિસ્તાની સેના દ્વારા ભારતીય ભૂભાગ પર કબજો જમામવવા માટે પરમાણુ હથિયારોના ઉપયોગને આમંત્રણ આપનારા બેહદ ખતરનાક સૈન્ય જુગાર સંદર્ભે સખત વલણ અપનાવ્યું હતું. ત્યારે સ્પષ્ટ થયું કે વડાપ્રધાન શરીફને આ સંદર્ભે કોઈ જાણકારી હતી નહીં કે સૈન્ય પ્રમુખ ક્યા પ્રકારે પરમાણુ ક્ષમતાનો દુરુપયોગ અમેરિકા અને ભારત બંને દેશોને ભયભીત કરવા માટે કરી રહ્યાં હતા. એ અલગ વાત છે કે મુશર્રફની આ ગુસ્તાખ પહેલ શરૂ થઈ શકી નહી.  

ઈતિહાસનો આ નાનકડો ટુકડો 2 મે, 2011ના એબટાબાદમાં ઓસામા બિન લાદેનના નાટકીય પ્રકરણ બાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ઘટનાક્રમના સંદર્ભમાં ખાસ મહત્વ રાખે છે. પોતાના જૂના નિવેદન પ્રમાણે, 22 જૂને અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ઘોષણા કરી કે 11 સપ્ટેમ્બર બાદના મોટાભાગના લક્ષ્યોની પૂર્તિ થઈ જવાને કારણે અમેરિકા અફઘાન-પાક ક્ષેત્રમાંથી સૈનિકોની વાપસીની પ્રક્રિયા 2011ના અંત સુધીમાં શરૂ કરી દેશે. પોતાના વરિષ્ઠ સૈન્ય કમાન્ડરોની સલાહથી વિપરીત ઓબામા યોજના પ્રમાણે 2011માં 10 હજાર અમેરિકી સૈનિકોની વાપસી થઈ જશે. 2012ના મધ્ય સુધી વધુ 20 હજાર સૈનિકોને પાછા બોલાવવામાં આવશે. ત્યાર બાદ તબક્કાવાર રીતે 2014 સુધી અમેરિકા અફઘાનિસ્તાનની સુરક્ષા કાબુલ સરકાર અને અફઘાન સુરક્ષા દળોના હવાલે કરીને પોતાના છેલ્લે રહેલા સૈનિકોને પણ પાછા બોલાવી લેશે.

અફઘાનિસ્તાનથી અમેરિકી સેનાની વાપસીના પરિણામ પર અભ્યાસની વચ્ચે જ થોડા દિવસો પહેલા કાબુલના લેન્ડમાર્ક ઈન્ટરકોન્ટિનેન્ટલ હોટલ પર આતંકવાદી હુમલામાં 21 લોકોના મોત નીપજ્યા. માનવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં પાકિસ્તાની સેના અને અલકાયદાથી નજીકના સંબંધવાળા હક્કાની નેટવર્કનો હાથ છે. આતંકવાદી સમૂહ ઘણી આસાનીથી કાબુલની વચ્ચોવચ આવેલી ઉચ્ચ સુરક્ષાવાળી હોટલમાં પ્રવેશ કરી ગયા અને સ્થાનિક અફઘાન સુરક્ષા દળો આ હુમલાને અટકાવવામાં નિષ્ફળ ગયા. નાટો સહાયતાના જોરે અફઘાન સુરક્ષા દળ આ પ્રકારના પડકારોનો સામનો કરી શકે છે.
શરૂઆતની તપાસથી સંકેત મળે છે કે અફઘાનિસ્તાનના હક્કાની નેટવર્કનો પાકિસ્તાની સેના સાથે ઘેરો સંબંધ છે અને આ પ્રકારના હુમલાઓને પાકિસ્તાન સમર્થિત સમૂહો દ્વારા અમેરિકી વાપસી બાદ અફઘાનિસ્તાનની સત્તામાં ભાગીદારીની દાવેદારીના પ્રયાસો તરીકે જોઈ શકાય છે.  

અફઘાનિસ્તાનના સુરક્ષા અધિકારી અને કૂટનીતિક અવાર-નવાર કહી રહ્યાં છે કે જ્યાં સુધી સામરીક લાભ માટે પાકિસ્તાની સેના આતંકી સંગઠનોને સમર્થન આપતી રહેશે, ત્યાં સુધી આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા કાયમ થઈ શકે નહીં. સાથે જ, અલકાયદા, તાલિબાન અને લશ્કરે તોઈબાની ઉગ્ર ઈસ્લામી વિચારધારા પાકિસ્તાની સમાજના વિભિન્ન વર્ગોમાં ઘર કરી રહી છે. તાજેતરમાં એક બ્રિગેડિયરની ધરપકડ તેનું તાજું ઉદાહરણ છે. આ પરિસ્થિતિમાં પાકિસ્તાનના પરમાણુ હથિયારોની સુરક્ષાને લઈને ચિંતા વધી જાય છે. પાકિસ્તાન ઝડપથી પોતાના પરમાણુ હથિયારોની સંખ્યામાં વધારો કરી રહ્યું છે. ગત દસ વર્ષોમાં તે 200થી વધારે પરમાણુ બોમ્બ બનાવી ચુક્યું છે.

આ નાજૂક અવસરે 3 જુલાઈ, 1999ની ઘટનાઓ અને કારગીલ યુદ્ધ સમાપ્ત કરવાની રીતો પરથી પાઠ શીખી શકાય છે. પાકિસ્તાની સેનાએ પરમાણુ હથિયારોના ઉપયોગના ખતરનાક આયામ રજૂ કર્યા છે. પરમાણુ હથિયારથી સજ્જ અન્ય દેશોથી વિપરીત પાકિસ્તાન જ એકમાત્ર એવો દેશ છે કે જ્યાં સેના જ આ હથિયારોની સંરક્ષક છે. તેના સિવાય, મે-1999થી પાકિસ્તાની સેના પોતાના પરમાણુ હથિયારોનો ઉપયોગ સંશોધનવાદી એજન્ડા આગળ વધારવા અને પોતાના પક્ષમાં વિદ્યમાન સીમાઓને બદલવા માટે કરી રહી છે. લાદેનના મોત બાદ પાકિસ્તાની સેનાની વિશ્વસનીયતા સતત ઘટી રહી છે. તેની સાથે જ તે પોતાના દોસ્તો અને દુશ્મનોને બ્લેકમેલ કરવા માટે પરમાણુ હથિયારની ધોંસ દેખાડી રહ્યું છે.

પ્રસિદ્ધ પાકિસ્તાની પરમાણુ ભૌતિકશાસ્ત્રી પરવેઝ સાવધાન કરતાં કહે છે, લાદેનના મોત બાદ પાકિસ્તાની સેના પાસે બે જ મુખ્ય સામરીક સંપત્તિઓ બચી છે- અફઘાનિસ્તાનમાં અમેરિકી કમજોરી અને પરમાણુ બોમ્બ. જુલાઈમાં અમેરિકી વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન ભારત આવી રહ્યાં છે. ભારત અને અમેરિકા બંનેને પાકિસ્તાની સેનાની કુટિલ ચાલોનો તોડ કાઢવાની કોશિશ કરવી જોઈએ. પરંતુ આ ત્યારે જ સંભવ છે કે જ્યારે ભારતની રાજકીય સત્તા જુદાંજુદાં ક્ષેત્રોમાં થઈ રહેલા ગોટાળાની મલિન છાયામાંથી ખુદને મુક્ત કરીને આ સંદર્ભે તટસ્થ વિશ્લેષણ કરે.

Friday, 1 July 2011

અમેરિકા-ચીનની ચાલાકીઓ



રાજીવ રંજન તિવારી, સૌજન્ય- દૈનિક જાગરણ

પાકિસ્તાનમાં જ્યારે અલકાયદા પ્રમુખ ઓસામા બિન લાદેન માર્યો ગયો તો અમેરિકાની નજર કેટલાંક સમય માટે પાકિસ્તાન પ્રત્યે વાંકી થઈ ગઈ. ત્યારે ચીને ઈશારા-ઈશારામાં કહી દીધું કે તે પાકિસ્તાનનો વાળ વાંકો થવા દેશે નહીં.

આ સિવાય જ્યારે કોરિયાઈ પ્રાયદ્વીપમાં ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા આપસમાં લડી રહ્યા હતા, તો અમેરિકા દક્ષિણ કોરિયાની મદદમાં લાગેલું હતું, જ્યારે ચીન ઉત્તર કોરિયાનું કવચ બનીને બેઠું હતું. ન જાણે આવા કેટલાં ઉદાહરણ છે, જેનાથી એ પ્રતીત થાય છે કે અમેરિકા અને ચીન વચ્ચે ખૂબ જ કટુતા છે. પરંતુ હકીકત કંઈક અલગ છે. બંનેદેશોના કૂટનીતિક સંબંધો દુનિયાને બુદ્ધુ બનાવી રહ્યાં છે.

જો ઈતિહાસ પર નજર નાખવામાં આવે તો એ સ્પષ્ટ થઈ જાશે કે અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો ઘણાં મધુર રહ્યાં છે. આજે ભલે દેખાડા માટે બંને દેશો એકબીજાની વખતોવખત ટીકા કરી નાખે, પરંતુ તેમની વચ્ચેની પ્રગાઢતા કંઈક બીજી જ બાબત દર્શાવે છે.

સંદેશ એ છે કે ભારત સહીત દુનિયાના અન્ય દેશો એ ગલતફેમી કદાપિ ન પાળે કે ચીન અને અમેરિકાના પરસ્પરના સંબંધો ખરાબ છે. આ સંબંધોની ખરાબીમાંથી તેમને કોઈ લાભ મળી શકે છે.
નોબલ પુરસ્કાર વિજેતા અમેરિકી રાજનયિક અને ભૂતપૂર્વ વિદેશ મંત્રી હેનરી કિસિંજરે પોતાના પુસ્તકમાં ખુલાસો કર્યો છે કે 1971ના પાકિસ્તાન-બાંગ્લાદેશ યુદ્ધમાં અમેરિકા ચાહતું હતું કે પાકિસ્તાનનો સાથે આપવા માટે ચીન પોતાની સેના મોકલે. તેના માટે તેણે ચીનથી પહેલ પણ કરી હતી. અમેરિકાની પેશકશ હતી કે જો પાકિસ્તાનનો સાથ આપવા માટે ચીન પર રશિયા હુમલો કરે છે, તો ચીન તરફથી અમેરિકા પણ મેદાનમાં ઉતરી જશે, જ્યારે રશિયા તે વખતે ભારતનું પ્રગાઢ મિત્ર હતું. 

ઓન ચાઈનાપુસ્તકમાં થયેલા આ ખુલાસાને પાકિસ્તાની મીડિયા અમેરિકાને પાકિસ્તાનનું જૂનું અને વફાદાર મિત્ર ગણાવવા માટે મીઠુંમરચું ભભરાવીને પ્રચારીત કરી રહ્યું છે.

પુસ્તકમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે 1971માં બાંગ્લાદેશ અને પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પાકિસ્તાન માટે સૈન્ય મદદ માંગવા માટે કિસિંજર ખુદ ચીનને મળ્યા હતા. તેમણે ચીનની સાથે એ વાયદો કર્યો હતો કે જો રશિયા યુદ્ધમાં આવે છે, તો ચીન અને પાકિસ્તાનની સાથે અમેરિકા પણ ઉભું રહશે.

આ પહેલો મોકો હતો, જ્યારે ચીન-રશિયા અને અમેરિકાના સંબંધો વચ્ચે યુદ્ધને લાવવાનું જોખમ ઉઠાવવામાં આવ્યું હતું. તે વખતે અમેરિકાના રાષ્ટ્રપતિ રહેલા રિચર્ડ નિક્સનના વિરોધી હંમેશા તેમના પર પાકિસ્તાન પર ઝુકાવનો આરોપ પણ લાગવતા રહ્યાં હતા. હવે આ ખુલાસાને પાકિસ્તાની મીડિયા અમેરિકાને પાકિસ્તાનનું જૂનું મિત્ર બતાવવા માટે ઉપયોગમાં લઈ રહ્યું છે. પાકિસ્તાની મીડિયા એ વાત પર ભાર મૂકી રહ્યું કે પાકિસ્તાની પોતાના દુશ્મન અને દોસ્ત વચ્ચે ફરક કરવાનું પણ જાણતા નથી.

પાકિસ્તાની એ પણ ભૂલી જાય છે કે તેમના દોસ્તોની પણ તેમના મુલ્કની આંતરીક રાજનીતિને કારણે કેટલીક મજબૂરીઓ છે. તે વખતે આંતરરાષ્ટ્રીય માહોલ પણ પૂર્વ પાકિસ્તાન (હવે બાંગ્લાદેશ)ના લોકોના પક્ષમાં હતો. એવી પરિસ્થિતિમાં અમેરિકા અને ચીન ખુલીને પાકિસ્તાનને મદદ કરી શક્યા ન હતા. 

જો કે ક્યારેક ચીનને અમેરિકાનો દોસ્ત ગણાવનારા હેનરી કિસિંજરનો ચીન સંદર્ભેનો અભિપ્રાય બદલાઈ ગયો છે. કિસિંજર માને છે કે ચીન હાલના સમયમાં અમેરિકા સામે એક મોટો પડકાર છે. આમ તો અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો ગત 40 વર્ષોથી એક જેવા જ રહ્યાં છે, પરંતુ હવે સમીકરણ બદલાઈ રહ્યાં છે. વૈશ્વિક આર્થિક મંદી બાદ ચીનમાં એવા લોકોની સંખ્યા વધી છે, જે માને છે કે હવે દુનિયામાં વિશ્વ શક્તિની ધુરી બદલાઈ ચુકી છે. ચીન હવે મોટી શક્તિ બનીને ઉભર્યુ છે અને આંતરરાષ્ટ્રીય મામલામાં ચીનની દખલમાં આ વાત દેખાવી જોઈએ. આને લોકોએ અમેરિકાની ભૂલ તરીકે જોવું જોઈએ નહીં, કારણ કે ગત બે હજાર વર્ષોમાંથી 1800 વર્ષો ચીનનો પ્રભાવ રહ્યો છે, જ્યારે ગત 40 વર્ષોથી જ અમેરિકાનો દબદબો છે.

હવે વિશ્વની પરિસ્થિતિ એવી થઈ રહી છે કે ન તો અમેરિકા એકલપંડે વિશ્વ શક્તિ બનેલું રહી શકે છે અને ન તો પીછેહઠ કરી શકે છે. આ અમેરિકા માટે પડકારરૂપ સમય છે. 

ચીન શક્તિના રૂપમાં અમેરિકાનો મુકાબલો કરવા માટે વિશ્વમાં સૌથી પ્રબળ દાવેદાર છે અને ચીનના જટિલ ઈતિહાસના પ્રકાશમાં અમેરિકા માટે આ પડકાર વધુ મુશ્કેલ થઈ જાય છે. કિસિંજર બાદ, ચીનને લઈને અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાની રણનીતિ પણ સ્પષ્ટ છે. અમેરિકાની ચાહત છે કે તેઓ ચીન સાથે સમજ વધારે અને એવા સંબંધો સ્થાપિત કરે, જેમાં બંને દેશોના લોકોને લાગે કે બધું ઠીકઠાક રહ્યું છે.

એટલું જ નહીં, તત્કાલિન ચીની વડાપ્રધાન વેન જિયાબાઓએ 23 સપ્ટેમ્બર, 2008ના રોજ ન્યૂયોર્કમાં કહ્યુ હતુ કે અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી બાદ વ્હાઈટ હાઉસના સ્વામી કોઈપણ બને, પરંતુ ચીન અમેરિકાના સંબંધો પહેલેથી મધુર રહ્યાં છે અને રહશે. આ ઐતિહાસિક ધારા ઉલટી વહી શકે નહીં. વેન જિયાબાઓએ પાછલા વર્ષોમાં ચીન-અમેરિકા સંબંધોના વિકાસનું સિંહાવલોકન કર્યું અને બંને દેશો વચ્ચે રાજકીય અને અર્થ-વ્યાપારના ક્ષેત્રોમાં સતત મજબૂત થયેલા સહયોગના તથ્યો અને આંકડાઓ સિવાય અનેક મૈત્રીની કહાનીઓ પણ બતાવી, જેનાથી ત્યાં હાજર લોકોમાં મિત્રતાની સ્નેહપૂર્ણ યાદો તાજી થઈ ગઈ. 

ચીન અને અમેરિકા પ્રતિસ્પર્ધી નથી. બંને સહયોગના ભાગીદાર છે અને હંમેશા મિત્ર બનેલા રહી શકે છે. આ દરમિયાન તેમણે એ પણ સ્પષ્ટ કર્યુ હતુ કે ચીન ઝડપથી આર્થિક પ્રગતિ કરી રહ્યું છે. તેનો અર્થ એ નથી કે તેનાથી અમેરિકાને નુકસાન પહોંચશે, પરંતુ અમેરિકા પણ ચીનના વિકાસમાંથી લાભ મેળવી શકે છે. અમેરિકા અને ચીન બંને એક સાથે વિકસિત થઈ શકે છે. 

ચીનની હાર્દિક અભિલાષા છે કે ચીન-અમેરિકા મૈત્રીપૂર્ણ સહયોગ ભિન્ન સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિમાં બંને દેશોના મેળ-મેળાપથી સહઅસ્તિત્વ થવામાં અને સમાન વિકાસના રસ્તા પર આગળ ચાલવાનું ઉદાહરણ બનશે. વેન જિયાબાઓ કહે છે કે તેમને આના માટે ચીન-અમેરિકા સંબંધો પર પાક્કો વિશ્વાસ થયો છે, કારણ કે બંને દેશો વચ્ચે વ્યાપક સમાન હિતો અસ્તિત્વ ધરાવે છે. સહયોગના ક્ષેત્ર દ્વિપક્ષની મર્યાદાથી ઘણા વધારે વિસ્તૃત છે અને તેનો આખા વિશ્વમાં મહત્વનો પ્રભાવ પડી રહ્યો છે. માટે બંને પક્ષોની સમાનતાવાળી વાર્તા દ્વારા એકબીજા પ્રત્યેની આશંકાઓ દૂર કરવી જોઈએ, પરસ્પર વિશ્વાસ વધારવો જોઈએ. ચીન અને અમેરિકા હવે એકબીજા પાસેથી શીખી રહ્યાં છે અને એકબીજાના પ્રશંસક બની ગયા છે. 

અમેરિકી શ્રમ મંત્રી સુશ્રી એલેઈન લાન ચાઓએ કહ્યું કે ચીન-અમેરિકા સંબંધોની મજબૂતી વિશ્વ શાંતિ અને સ્થિરતા માટે ઘણી જરૂરી છે. માટે અમેરિકાએ ચીન સાતે સંપર્ક અને સહયોગ બનાવી રાખવો જોઈએ.

જો કે તાજી પરિસ્થિતિ તો એ જ બતાવી રહી છે કે અમેરિકા અને ચીનની પાસે બતાવવાના અને ચાવવાના દાંત અલગ-અલગ છે. આજે આખી દુનિયામાં એ સંદેશ ફેલાયો છે કે ચીનની આર્થિક અને તકનીકી પ્રગતિથી અમેરિકા ખિજાઈ રહ્યું છે અને બંને દેશો વચ્ચે સંબંધો ઠીક નથી, પરંતુ તેવું નથી. જરૂરત પડે ત્યારે બંને એકસાથે ઉભા રહી શકે છે.

રસપ્રદ એ પણ છે કે ભારત વિરોધી પાકિસ્તાનની મદદ કરવાની હોડ લાગી છે. માટે ખાસકરીને ભારતને ચીન અને અમેરિકા બંનેથી સચેત રહેવાની જરૂરત છે.

ચીન ક્યારેય ભરોસાપાત્ર રહ્યું નથી



રમેશ દુબે, સૌજન્ય- દૈનિક જાગરણ

વેપારને છોડી દઈએ તો સીમા વિવાદ, અરુણાચલ પ્રદેશ, સ્ટેપલ વીઝા, કાશ્મીર વગેરેને લઈ ભારત અને ચીનના સંબંધો નાજૂક જ રહ્યાં છે. તેનું જ્વલંત ઉદાહરણ છે ચીન દ્વારા સાગ્પો નદી (બ્રહ્મપુત્ર નદીનું તિબેટીયન નામ) પર બનાવાય રહેલી જાગમૂ જળ વિદ્યુત પરિયોજના. 510 મેગાવોટની આ જળ વિદ્યુત પરિયોજનામાં 85-85 મેગાવોટના છ બંધ બનાવવામાં આવ્યા છે. આ પરિયોજના સંદર્ભે ચીનની સરકારે ભારત સાથે કોઈ નક્કર જાણકારી વહેંચી નથી.

ભારત દ્વારા ચિંતા પ્રગટ કરાયા બાદ ચીને પોતાના વલણમાં નરમાશનો સંકેત આપતાં કહ્યું છે કે સીમા પાર નદી સાથે જોડાયેલા મુદ્દા પર તે જવાબદારી સાથે પગલા ઉઠાવશે. તે પોતાના જળ સંસાધનોને વિકસિત કરવાની સાથે જ તેના પડોશી દેશો પર પડનારી અસરનો પણ ખ્યાલ રાખશે.

જાગમૂ પરિયોજનાથી ઉપજેલા તાત્કાલિક વિવાદથી હટીને જોવામાં આવે તો બંને દેશો વચ્ચે નદીઓના પાણીને લઈ વિવાદનો લાંબો ઈતિહાસ છે. વર્ષ 2000માં ભારતે ચીન પર આરોપ લગાવ્યો છે કે તે બ્રહ્મપુત્રના વહેણ સંબંધિત નવા આંકડા ઉપલબ્ધ કરાવી રહ્યું નથી, જેના કારણે ભારતીય ભૂભાગમાં પૂર અને ભારે તબાહી આવી રહી છે. 2002માં બંને દેશો વચ્ચે જળ સ્તર સંબંધિત આંકડાઓને વહેંચવા સંદર્ભે સંમતિ બની.

2003માં ચીની વૈજ્ઞાનિકોએ ચીન થઈને વહેનારી બ્રહ્મપુત્ર નદી પર વિશાળ જળ વિદ્યુત પરિયોજના શરૂ કરવાની સંભાવનાનો અભ્યાસ કર્યો. બ્રહ્મપુત્રના આ ભાગમાં 6.8 કરોડ કિલોવોટ જળ વિદ્યુત ઉત્પાદન ક્ષમતા હોવાનું જાણવા મળ્યું, જે ચીનની કુલ ક્ષમતાનો 1/10 ભાગ છે. પરંતુ આ પરિયોજનાઓના અમલીકરણથી બ્રહ્મપુત્રના પ્રવાહમાં 60 ટકાનો ઘટાડો થશે, જેનો ભારત અને બાંગ્લાદેશ પર ગંભીર પ્રભાવ પડશે.

ભારતને ચારે તરફથી ઘેરવાની રણનીતિ હેઠળ ચીને પહેલા ભારતના પડોશી દેશોને આર્થિક-સૈન્ય મદદ કરીને તેમને ભારત વિરોધમાં તૈયાર કરવામાં લાગેલું છે. મ્યાંમારમાં મોટા પાયા પર વિકાસ કાર્યો કરી અને નેપાળમાં આર્થિક તથા સૈન્ય મદદ આપીને તે ભારત વિરુદ્ધ તેને ઉભા કરી રહ્યું છે.

બાંગ્લાદેશમાં ચીનની સામરીક ઘૂસણખોરી ચાલુ છે. પાકિસ્તાન સાથે તેમની નજદીકીઓ જગજાહેર છે. ચીનની પાક અધિકૃત કાશ્મીરમાં ઉપસ્થિતિ ઘણાં સવાલો ઉભા કરી રહી છે. આ ક્ષેત્રના કારાકોરમ હાઈવેનો ઉપયોગ ગુપ્ત રૂપથી પરમાણુ સામગ્રીને બીજિંગથી ઈસ્લામાબાદ મોકલવા માટે કરાઈ રહ્યો છે. ક્ષેત્રીય સુરક્ષાની દ્રષ્ટિએ ભારતના ઘણાં સમારીક હિતો આ હાઈવે સાથે જોડાયેલા છે. 

નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાંમાર દ્વારા જમીન પર ઘેર્યા બાદ ચીન હવે ભારતને સમુદ્રી માર્ગો પર કંટક બિછાવવાનું કામ કરી રહ્યું છે. તેના પ્રમાણે તે શ્રીલંકાના હંબનટોટા પોર્ટનું નિર્માણ કરી રહ્યું છે, તો માલદીવના સૌથી મોટા પોર્ટ મારાઓ પર એક નૌસૈનિક અડ્ડો સ્થાપિત કરી રહ્યું છે, પરંતુ ભારતના સમુદ્રી માર્ગોની સુરક્ષા માટે સૌથી મોટું જોખમ ચીનની ભાગીદારીથી બનનારું પાકિસ્તાનનું ગ્વાદર પોર્ટ છે.

મધ્ય-પૂર્વ અને ચીન વચ્ચે મુખ્ય સમુદ્રી રસ્તા સુધી પહોંચને કારણે ગ્વાદરનું ચીન માટે ભારે રણનીતિક મહત્વ છે. દક્ષિણ એશિયાના તટીય વિસ્તારોમાં મુક્ત આવાગમન અને સૈન્ય પડકારોને નિપટવા માટે હિંદ મહાસાગર સુધી ચીનની સીધી પહોંચ બેહદ મહત્વપૂર્ણ છે. આ ચીનને એક એવી સામરીક જગ્યા ઉપલબ્ધ કરાવી દેશે, જે તેને મોટી નૌસૈનિક બઢત અપાવી શકે છે. તે ભારત માટે સીધો પડકાર છે. ગ્વાદર પોર્ટને કારણે ચીનને એનર્જી રુટ પર સ્થાપિત થવાનો મોકો મળી જશે અને તે ચીનને હિંદ મહાસાગરમાં અમેરિકા અને ભારતની નૌસૈનિક ગતિવિધિઓ પર નજર રાખવાની જગ્યા ઉપલબ્ધ કરાવી દેશે. 

ભારત-ઈરાન-પાકિસ્તાન પાઈપ લાઈન પરિયોજના હજી ફાઈલોમાં જ છે, પરંતુ ચીન-તુર્કમેનિસ્તાન ગેસ પાઈપ લાઈનના ઉદઘાટન દ્વારા ચીને ભારતથી માઈલોની સરસાઈ મેળવી લીધી છે. 1833 કિલોમીટર લાંબી આ પાઈપ લાઈનથી 2013 સુધી ચીનને 40 અબજ ઘન મીટર ગેસ મળવા લાગશે, જે તેની ઘરેલુ જરૂરિયાતોનો અડધો હિસ્સો હશે. આ પાઈપલાઈનથી ચીનની મધ્ય એશિયામાં સીધી પહોંચ બનશે. મધ્ય એશિયાની માફક ભારત પોતાના પડોશી દેશ મ્યામાર પાસેથી ગેસ લેવામાં ઉણો ઉતર્યો.

એટલું જ નહીં, આફ્રિકાથી તેલ ગેસ દોહનની સાથેસાથે ચીન જે પ્રકારે પાન એશિયન એનર્જી પર જોર આપી રહ્યું છે, ભવિષ્યમાં ભારત તેની આગળ ક્યાય ટકી શકશે નહીં.

Thursday, 30 June 2011

આગામી સંઘર્ષની આહટ


આર. વિક્રમ સિંહ, સૌજન્ય- દૈનિક જાગરણ

વાયદા પ્રમાણે અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાઓની વાપસી જુલાઈથી શરૂ થઈ રહી છે. સાથે જ અમેરિકા, કરજઈ અને તાલિબાનની ત્રિપક્ષીય વાતચીતની પણ ચર્ચા છે. તાલિબાનની ભાગીદારી એટલા માટે છે કે અફઘાન સમસ્યાના જે રાજકીય સમાધાનની વાત થઈ રહી છે, તે ત્રિભુજ તાલિબાન વગર પૂર્ણ થઈ શકે તેમ નથી. ક્ષેત્રીય શક્તિઓનમાં અસંતુલન સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પાકિસ્તાની સંરક્ષણ મંત્રી ચૌધરી અહમદ મુખ્તારનું એ નિવેદન કે પાકિસ્તાન સૈન્ય શક્તિમાં ભારતની બરાબરી કરી શકે નહીં, અમેરિકી વાપસીથી ભારતીય આશંકાઓને દૂર કરવાની પ્રાયોજીત કોશિશ છે. લાદેનના મોતે સમજૂતીનો માહોલ બનાવી દીધો છે. વાતચીતની દિશા સત્તામાં તાલિબાનની ભાગીદારી સુધી જઈ શકે છે. નેપાળમાં કમ્યુનિસ્ટ ગુરિલ્લા યુદ્ધથી ચૂંટણીના રાજકારણ સુધી એક મોટી પ્રગતિ કરી શકે, પરંતુ આ કામ અફઘાનિસ્તાનમાં કેવી રીતે થશે, તે જોવાની વાત હશે. શું તાલિબાનને ચૂંટણીના રાજકારણમાં ભાગ લેવા માટે તૈયાર કરી શકાય છે?  જો જવાબ હકારમાં છે, તો સમાધાનની રાહ બનતી દેખાઈ રહી છે. અફઘાનિસ્તાનને પોતાના જૂનિયર પાર્ટનરની હેસિયતમાં લાવવાના પાકિસ્તાની પ્રયાસ ચાલુ રહેશે. જ્યાં સુધી ભારતની વાત છે, અફઘાનિસ્તાનના વિકાસમાં અત્યાર સુધી રહેલા આપણા યોગદાનનો લાભ લોકતાંત્રિક અફઘાનિસ્તાનમાં જ મળી શકે છે, તાલિબાની અફઘાનિસ્તાનમાં નહીં.

પાકિસ્તાની સહયોગથી ચીન એક સ્પષ્ટ ભારત વિરોધી ધરીની પટકથા લખતું દેખાઈ રહ્યું છે. ચીને તો ગુલામ કાશ્મીરમાં પોતાની ઉપસ્થિતિથી કાશ્મીર સમસ્યામાં પણ પોતાની ભૂમિકાની નિશાનદેહી કરી લીધી છે. ક્ષેત્રીય વર્ચસ્વનો ચીની વિચાર ડામચુક અતિક્રમણ અને બ્રહ્મપુત્ર જળ વિવાદ ઉભો કરવાથી જાહેર થઈ જાય છે. ચીની નેતાઓના નિવેદનો પરથી સ્પષ્ટ છે કે એબટાબાદ કાંડ બાદ ચીન પાકિસ્તાનની રાજકીય સ્થિરતાનું જમાનતદાર બનવાની કોશિશ કરી રહ્યું છે. અમેરિકાના ગયા બાદ આ શાપિત ક્ષેત્ર યથાસ્થિતિનો ભાર વહન કરી શકશે નહીં. જો કે આ વાપસીની સાથે આવનારા સંઘર્ષની આહટ પણ સંકળાયેલી છે. યુદ્ધ હંમેશા શક્તિઓના અસંતુલનનું આદર્શ સમાધાન હોય છે.

અમેરિકી વાપસી બાદના પરિદ્રશ્યમાં આપણી પાસે શું વિકલ્પ હશે? કાશ્મીર સમસ્યા અને ચીન સીમા વિવાદ પર આ વાપસીનો શું પ્રભાવ હશે અને એ પણ કે ચીની અહંકાર આગળ શું ગુલ ખિલાવશે? આપણી આ સમસ્યાઓનું શું કોઈ રાજકીય સમાધાન શક્ય છે? દરેક સમસ્યાનું રાજકીય સમાધાન હોતું નથી. એ પાંચસોથી વધારે રજવાડાઓને આઝાદી બાદ સરદાર પટલે ભારતમાં સામેલ કરાવ્યા હતા, શું કોઈ બીજું રાજકીય સમાધાન શક્ય હતું? આપણી સામે એક ઉદાહરણ ગોવાની આઝાદીનું છે. જો આપણે રાજકીય સમાધાન શોધત તો ગોવા આજે પણ પોર્ટુગીઝ કોલોની હોત. પરંતુ સમસ્યાનું સૈન્ય સમાધાન કાઢવામાં આવ્યું. આ પ્રકારે કાશ્મીરની સમસ્યા રણનીતિક અનિર્ણયનું પરિણામ છે. રાજનીતિ પાસે તેનો ઉકેલ નથી, કારણ કે આપણે કોઈપણ પંચાયતમાં કાશ્મીર ખીણને પાકિસ્તાનને આપવા માટે સંમત થઈ શકીશું નહીં. જ્યારે તેઓ ખીણથી ઓછામાં માનશે નહીં. 1971 બાદ આપણી સૈન્ય શ્રેષ્ઠતાનો લાભ ગુમાવી દીધો છે. આજની પરિસ્થિતિમાં સૈન્ય સમાધાન પણ શક્ય નથી. આપણે જોઈએ છીએ કે દક્ષિણ એશિયાની પરંપરાઓમાં સંસ્કૃતિ-સમાજની શક્તિઓ રાજનીતિની સરખામણીમાં વદારે પ્રભાવી રહી છે. સંસ્કૃતિઓ રાજકીય, પ્રાકૃતિક સીમાઓની રક્ષા નહીં, પરંતુ અતિક્રમણ કરે છે. સંસ્કૃતિઓ જ ધર્મોની સંવાહક હોય છે. સાંસ્કૃતિક સંબંધોની સમૃદ્ધ પરંપરાને કારણે તિબેટ ક્યારેય પણ ભારતનું શત્રુ બન્યું નથી. આ એક સમ્રાટનો ધર્મ વિજય હતો, માટે તિબેટ-ભારત સીમા વિવાદ ક્યારેય રહ્યો નથી. જો નેપાળ-ભારત-તિબેટની સાંસ્કૃતિક ધરીના પરિપેક્ષ્યમાં જોઈએ તો કોઈપણ પ્રકારના ભાગલા અર્થહીન જેવા છે. હાલનો સીમા વિવાદ ચીનની વિસ્તારવાદી રાજકીય મહત્વકાંક્ષાનું પરિણામ છે. આ સીમાઓ હવે જબરદસ્ત દબાણમાં આવી જશે.

ચીન-પાકિસ્તાન જોડાણ કાશ્મીર પર પોતાનું બનાવેલું સમાધાન થોપવાની કોશિશ કરશે. કાશ્મીરીઓએ સમજવું જોઈએ કે તેમની સંસ્કૃતિ સમયકાળ સાથે બદલાનારા ધર્મોથી ઘણી વધારે પ્રાચીન છે. કાશ્મીરી સભ્યતા-સંસ્કૃતિની સીમા પાકિસ્તાન નક્કી કરી શકે નહીં. આ સમસ્યાઓનું રાજકીય સમાધાન શક્ય નથી. લોકતાંત્રિક રાજનીતિ તો મોટાભાગે વિવાદીત ક્ષેત્રોને અડધું-અડધું વહેંચવાની વાત વિચારે છે. પ્રવર્તમાન પરિસ્થિતિમાં ગુલામ કાશ્મીર અને ભારતને જોડવાનો સાંસ્કૃતિક, સામાજીક અભિયાન જ એકમાત્ર માર્ગ દેખાઈ રહ્યો છે. તવાંગ મઠનું તિબેટી પરંપરાથી જોડાયેલું  હોવું સાંસ્કૃતિક દ્રષ્ટિથી કોઈ સમસ્યા નથી, પરંતુ તેનો લાભ લઈને જ્યારે ચીન પોતાની રાજકીય સીમા નક્કી કરે છે, તો તે એક સમસ્યા બની જાય છે. ચીની-પાકિસ્તાની નેતૃત્વ સૈન્ય સમાધાન અસફળ થવા પર રાજકીય સમાધાનની વાત કરે છે, જ્યારે આપણા નીતિ-નિયંતા સૈન્ય સમાધાનની સંભાવનાઓ પર દ્રષ્ટિપાત પણ કરતા નથી. 

જો રાજકીય સમાધાન નથી, સૈન્ય સમાધાન આજની સ્થિતિમાં સંભવ નથી, તો સમાધાન શું છે? આ વિસ્તારમાં વાપસી બાદ ફરીથી અમેરિકી હસ્તક્ષેપની દૂર-દૂર સુધી સંભાવના ન હોવાથી આ ક્ષેત્રના ચીનના રહેમોકરમ પર આવી જશે. ચીન દાદાગીરી કરશે અને પાકિસ્તાન તેનું ખાસ સાથી બની જશે. આપણને તોડવા માટે આતંકી, કોમવાદી, વિભાજનકારી એજન્ટોને મજબૂત કરવામાં આવશે. સમજૂતીપરસ્ત અસહાય રાજનીતિ શાંતિના તર્કનો સહારો લેશે જેવો કે દેશના વિભાજન સમયે લીધો હતો. મજબૂર રાજનીતિ દેશના આત્મસમ્માનનો સોદો કરવા ઈચ્છશે. આપણે આ દેશના લોકો શું કરીશું? આપણે રાષ્ટ્રહિતની વિરુદ્ધ દરેક સમજૂતીથી, ફરીથી ગુલામ થવાનો ઈન્કાર કરી દેવો જોઈએ. કાશ્મીર પર, અરુણાચલ પર કોઈ થોપેલું સમાધાન મંજૂર નહીં હોય. યુદ્ધોની ભૂમિકા બનશે. પરમાણુ હુમલાનો ભય દેખાડવામાં આવશે. તેઓ હુમલા કરી પણ શકે છે. પોતાના અસ્તિત્વના આ યુદ્ધમાં આપણે એકલા હોઈશું. એકલા હોવાનો અર્થ યુદ્ધ હારવું તેવો થતો નથી. આ વાત આપણા શત્રુઓએ જાણવી જોઈએ કે આ દેશ કાશ્મીર અને અરુણાચલને ક્યારેય પણ સમજૂતીના મેજ પર રાખશે નહીં. જે યુદ્ધોથી ભાગે છે, તેમના પર સમજૂતી, શરતો થોપવામાં આવે છે અને જે યુદ્ધ માટે સદા તૈયાર છે, તેમની શરતોનું સમ્માન કરવામાં આવે છે. યુદ્ધ એક સંભાવના છે. યથાસ્થિતિનો વિસ્તાર અનંત સુધી હોતો નથી. આ યુદ્ધ આપણને ઘણાં મહાન બનાવી દેશે કારણ કે બાંગ્લાદેશની જેમ એક પખ્તૂન રાષ્ટ્રની સંભાવના ક્ષિતિજ પર છે. બોલતી મશીનગનો, ગગડતી ટેન્કો અને ચીસો પાડતા જહાજો વચ્ચે ઝુઝુમતી સેનાઓના જયકારાની મોસમ આવવાની છે.

(આર. વિક્રમ સિંહ ભારતીય સેનાના ભૂતપૂર્વ અધિકારી છે)

Tuesday, 28 June 2011

અફઘાનિસ્તાનમાં ભારતની ભૂમિકા


વેદપ્રતાપ વૈદિક, સૌજન્ય- નવભારત ટાઈમ્સ

બરાક ઓબામાએ ઘોષણા કરી છે કે જુલાઈ-2011 એટલે કે આગામી મહીનાથી અમેરિકી સેનાની અફઘાનિસ્તાનમાંથી વાપસી શરૂ થઈ જશે. તેનો અર્થ એ થયો કે ગત દશ વર્ષોથી દક્ષિણ એશિયામાં જે રાજનીતિ ચાલી રહી છે, તેમાં કંઈક પાયાગત પરિવર્તન આવવાનું ચાલુ થઈ જશે. આ ફેરફારો ક્યાં હોઈ શકે?

સૌથી પહેલો ફેરફાર તો એ થઈ શકે કે અફઘાનિસ્તાનમાં અરાજકતા ફેલાઈ જાય. અત્યાર સુધી અફઘાનિસ્તાનમાં કરજઈ સરકાર ટકેલી રહી, કારણ કે વિદેશી સેનાઓ તાલિબાન અને અલ કાયદા સાથે લડતી રહી. જો કાબુલમાં આંતરરાષ્ટ્રીય સેનાઓ નહીં હોય તો કરજઈ સરકાર એવી જ રીતે ધ્વસ્ત થાત, જેમ નજીબુલ્લાહ, રબ્બાની અને મુલ્લા ઉમરની સરકારો પડી હતી. આ જોખમ પ્રત્યે ઓબામા તંત્ર સતર્ક જરૂર છે. પરંતુ હજી સુધી કોઈ એવી મજબૂત વ્યવસ્થા નથી કરી કે કરજઈ સરકાર પોતાના બળે જેહાદીઓનો મુકાબલો કરી શકે. એવી સ્થિતિમાં અમેરિકા અને તેના સહયોગી દેશોની સેનાઓ અફઘાનિસ્તાનથી માત્ર કેટલીક હદ સુધી જ હટશે. સંપૂર્ણપણે નહીં હટે.

સ્થાયી સૈનિક અડ્ડા

એવી ખબરો પણ છે કે અમેરિકા ચાહે પોતાના સૈનિકોની સંખ્યા ઘટાડી દે, પરંતુ અફઘાનિસ્તાનના પાંચ-છ સામરિક સ્થાનો પર પોતાના સ્થાયી સૈન્ય અડ્ડાઓ બનાવી રાખશે. આ ખબરથી આસપાસના તમામ દેશો ચિંતિત છે. પાકિસ્તાનને એ ચિંતા છે કે અમેરિકા અફઘાનિસ્તાનનું સ્થાયી સંરક્ષક બની જશે, તો તેને સપના અધુરા રહી જશે. તે અફઘાનિસ્તાન પર પોતાની દાદાગીરી કેવી રીતે ચલાવી શકશે? ભારતની વિરુદ્ધ તેને પાકિસ્તાન પોતાની સામરીક પુંછડી કેવી રીતે બનાવી શકશે?

રશિયા, ચીન, ઉજબેકિસ્તાન, કજાકિસ્તાન અને ઈરાન જેવા દેશોને એ ચિંતા છે કે જો અમેરિકા અફઘાનિસ્તાનમાં એવી રીતે ટકી ગયું કે જેવી રીતે યૂરોપીય દેશોમાં 65 વર્ષોથી ટકેલું છે, તો તેમના પોતાના હિત પ્રભાવિત થયા વગર રહેશે નહીં. પોતાના સૈન્ય અડ્ડાઓથી અમેરિકા આ દેશોના આંતરીક મામલાઓમાં સીધો હસ્તક્ષેપ કરી શકે છે, તે જાસૂસી જાળ પણ આસાનીથી બિછાવી શકે છે. તે ચાહે તો આંતરીક બંડ પણ ભડકાવી શકે છે. આ સિવાય અફઘાનિસ્તાનની સામરીક સ્થિતિ અથવા તેના ખનીજોથી જો કોઈ પડોશી દેશને કોઈ લાભ થશે, તો તેની ચાવી પણ અમેરિકાના હાથમાં હશે. તમામ પડોશી રાષ્ટ્રો સાથે મળીને પણ અમેરિકાના પ્રભુત્વને પડકારી શકે તેમ નથી.

કોણ આપશે સુરક્ષાની ગેરેન્ટી?

તેઓ એટલા માટે સુરક્ષાની ગેરન્ટી આપી શકશે નહીં, કારણ કે આ બધાં રાષ્ટ્રો સાથે મળીને પણ અફઘાનિસ્તાનને તેની સુરક્ષાની ખાતરી આપી શકે તેમ નથી. રશિયાથી પહેલા જ અફઘાનિસ્તાન સળગી ઉઠયું છે. ચીન પોતાના દૂરગામી હિતોને ધ્યાનમાં રાખીને આ રિસ્ક લેવા ઈચ્છશે નહીં. પાકિસ્તાનને ખબર છે કે દરેક અફઘાન તેના ઈરાદાઓ સંદર્ભે કેટલો આશંકિત છે. પાકિસ્તાનની સાથે ત્રણ-ત્રણ વખત અફઘાનિસ્તાન સાથે યુદ્ધની નોબત આવી ગઈ છે. ઈરાન, ઉજબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન, કજાકિસ્તાન અને તજાકિસ્તાનની એટલી સૈન્ય હેસિયત નથી કે તેઓ કોઈ રાષ્ટ્રને લશ્કરી સુરક્ષા આપી શકે. આવી સ્થિતિમાં ભારત એકમાત્ર એવું રાષ્ટ્ર છે, જે અફઘાન સેનાને પોતાના પગ પર ઉભી કરી શકે છે. ભારત ચાહે તો વર્ષભરમાં પાંચ લાખ અફઘાન જવાનોને પ્રશિક્ષણ આપીને એવી સેના ઉભી કરી શકે છે કે જે આંતરીક અને બહારી બંને જોખમોનો મુકાબલો કરી શકે છે. પરંતુ શું અમેરિકા આ વિકલ્પ માટે તૈયાર થશે?

જો અમેરિકા આ વિકલ્પ માટે તૈયાર થઈ જાય તો અફઘાનિસ્તાન સંપૂર્ણ એશિયાની શાંતિ અને સમૃદ્ધિનું કેન્દ્ર બની શકે છે. અફઘાનિસ્તાનથી અમેરિકાના હટતાની સાથે જ તાલિબાનનું બની રહેવાનો તર્ક ધ્વસ્ત થઈ જશે. તાલિબાનનો મુખ્ય મુદ્દો એ છે કે તેઓ અફઘાન માતૃભૂમિને વિદેશી કબજામાંથી મુક્ત કરવા ચાહે છે. જો કાબુલમાં એવી સરકાર કાયમ થઈ જાય, જે હકીકતમાં સાર્વભૌમ હોય અને જન સમર્થિત હોય તો પછી ત્યાં અશાંતિ અને હિંસા રહી શકે નહીં. આવી સ્થિતિમાં મધ્ય એશિયાની અપાર ખનીજ સંપત્તિ ભારત, ચીન, રશિયા અને અમેરિકા જેવા સમર્થ રાષ્ટ્રોને સહજ સુલભ થઈ જશે. તેઓ ખુદ તો અપાર સમૃદ્ધિના સ્વામી બનશે અને તેઓ આ મુસ્લિમ રાષ્ટ્રોને પણ માલામાલ કરી દેશે. અફઘાનિસ્તાન સંપૂર્ણ એશિયાની સમૃદ્ધિનો ચોક બની જશે.

કિનારો કરે અમેરિકા

આના સંકેત અત્યારથી મળવા શરૂ થઈ ગયા છે. અફઘાન રાષ્ટ્રપતિ હામિત કરજઈની તાજેતરની ઈસ્લામાબાદની યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે વેપાર અને આવાગમનની તમામ સમસ્યાઓ દૂર થઈ ગઈ. હવે અફઘાનિસ્તાની માલ પાકિસ્તાન થઈને વાઘા બોર્ડર સુધી એટલે કે ભારત સુધી આવી શકશે. એ યોગ્ય છે કે પાકિસ્તાન અફઘાની ટ્રકોને ભારતની સરહદમાં ઘુસવા દેશે નહીં.

તેમ છતાં અફઘાન-ભારત વેપાર વધશે. બીજી તરફ પાકિસ્તાની માલ અફઘાનિસ્તાન થઈને મધ્ય એશિયાના તમામ ગણતંત્રો સુધી જઈ શકશે. જે દિવસે પાકિસ્તાન આ રસ્તો ભારત માટે ખોલી દેશે, તમામ દેશો માટે સારા સમાચાર બની જશે. આખરે પાકિસ્તાન ક્યાં સુધી આ લાલચથી બચતું રહેશે? જો અમેરિકા ખરેખર દક્ષિણ એશિયાથી થોડો કિનારો કરી લે અને પાકિસ્તાનના મોઢામાં લાડુ મુકવાના બંધ કરી દે તો પાકિસ્તાન ખુદ આ રસ્તો ભારત માટે ખોલી દેશે.

વાસ્તવમાં અફઘાનિસ્તા થઈ મધ્ય એશિયામાં જનારા આ માર્ગોના ખુલવાની શક્યતા વધતી રહી છે. હાલ કજાકિસ્તાનમાં સંપન્ન થયેલા શંઘાઈ સહયોગ સંગઠનના સંમેલનમાં પણ ઘણી ઉદારતાના સ્વર ફૂટયા છે. રશિયા અને ચીન ચાહે છે કે ભારત, પાકિસ્તાન, ઈરાન અને મંગોલિયા પણ તેના સભ્ય બની જશે. અફઘાનિસ્તાન તો લગભગ બની જ ગયું છે. આ નવી પહેલનો સંકેત સ્પષ્ટ છે. રશિયા અને ચીન આ સંગઠનને માત્ર અમેરિકા વિરોધી મોરચો બનાવવા ઈચ્છતા નથી. તેઓ ચાહે છે કે એશિયાના તમામ રાષ્ટ્ર આ સંગઠન હેઠળ એવી ભૂમિકા નિભાવે, જેનાથી અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતા સ્થાપિત થાય, પરસ્પર સહયોગના નવા આયામ પણ ખુલે. સેંકડો વર્ષ જૂનાં ચીનથી યૂરોપ સુધી જનારો સિલ્ક રુટ ફરીથી હર્યો-ભર્યો થશે અને આ એશિયાનો અછૂતો અને અવિકસિત ભૂભાગ વિશ્વ સમૃદ્ધિનું કેન્દ્ર બની જશે. શંઘાઈ રાષ્ટ્રોનું આ સપનું ત્યારે પૂર્ણ થઈ શકે છે, જ્યારે અમેરિકા થોડી દૂરંદેશી અને ઉદારતાનો પરિચય આપે.

Friday, 24 June 2011

પાકિસ્તાનનો દ્રષ્ટિકોણ નફા-નુકસાનનો છે: અમેરિકા


અમેરિકી વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટનનું કહેવું છે કે અમેરિકા જ્યારે પણ ભારત સાથે સંબંધ સુધારવાની કોશિશ કરે છે, તો પાકિસ્તાનમાં એક પ્રકારની અસહજતા ઉત્પન્ન થઈ જાય છે, જેમાં નફા અને નુકસાનનો દ્રષ્ટિકોણ હોય છે.

હિલેરીએ કહ્યું કે અમે જ્યારે ક્યારેય ભારત સાથે સંબંધો સુધારવાની કોશિશ કરીએ છીએ, પાકિસ્તાનમાં અસહજતાનો ભાવ પેદા થઈ જાય છે. ભારત સાથે અમે 1990ના દશકથી જ સંબંધો સુધારવાની શરૂઆત કરી દીધી હતી.

તેમણે સેનેટની વિદેશ મામલાઓની સમિતિની સમક્ષ ગુરુવારે કહ્યું કે પાકિસ્તાનનો દ્રષ્ટિકોણ હોય છે કે શું તમે અમારા દોસ્ત છો અથવા તેમના દોસ્ત. આ બાબતો તેમના માટે નફા-નુકસાનની કસોટી પર તોળવાનો ખેલ છે. 

હિલેરીએ કહ્યું કે તે ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીતની બહાલીથી ઉત્સાહિત છે. તેની સાથે જ તેમણે ભારતના એ વલણનું સમર્થન કર્યુ છે કે પાકિસ્તાને પોતાની જમીનનો ઉપયોગ ભારત વિરોધી પ્રવૃતિઓ માટે થવા દેવો જોઈએ નહીં.