Showing posts with label cpc. Show all posts
Showing posts with label cpc. Show all posts

Friday, 1 July 2011

કેટલું સામ્યવાદી છે લાલચીન


ચીનની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટીની 90મી વર્ષગાંઠના પ્રસંગે રાષ્ટ્રપતિ હૂ જિંતાઓએ ભ્રષ્ટાચારને સૌથી મોટો પડકાર ગણાવ્યો, પરંતુ બીજા ઘણાં પડકારો પર ચુપકીદી સાધીને પોતાની મહાન કમ્યુનિસ્ટ પરંપરાનો જ પરિચય આપ્યો છે. તેમા કોઈ શંકા નથી કે આ 9 દશકામાં ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીએ ઘણી-ઘણી પ્રગતિ કરી છે. 1 જુલાઈ, 1921એ લગભગ 50 કોમરેડોએ જે સીપીસીની રચના કરી હતી, આજે તેના સભ્યોની સંખ્યા લગભગ 8 કરોડ છે.

માઓની સાંસ્કૃતિક ક્રાંતિ દ્વારા સત્તામાં આવેલી આ પાર્ટી ગત 62 વર્ષોથી શાસનમાં છે. અને દેંગ શ્યાઓ પિંગના સુધાર કાર્યક્રમોના જોરે આજે આ દેશ અમેરિકાને ટક્કર આપવાની સ્થિતિમાં છે. 90મી વર્ષગાંઠના પ્રસંગે સૌથી લાંબો સમુદ્રી પુલ બનાવી અને બીજિંગથી શંઘાઈ વચ્ચે 300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ટ્રેન ચલાવી ચીને પોતાની શક્તિનો પરિચય આપ્યો છે. પરંતુ આર્થિક સુધારાઓએ ચીનનો ઉપરી ચહેરો જ બદલી નાખ્યો છે, જ્યારે તેના અંતરંગમાં સડો ભર્યો છે.

કમ્યુનિસ્ટ ચીનની ચોથી પેઢી માઓના સ્થાને દેંગને પોતાનો આદર્શ માને છે, જ્યારે પછીના દિવસોમાં આવેલી આર્થિક મજબૂતી અને નવધનાઢય વર્ગના ઝડપથી ઉભરવાના કારણે ત્યાં સામાજીક ગેરબરાબરી જબરદસ્ત ઢંગથી વધી છે. એક તરફ સીપીસીનું સભ્યપદ માત્ર વિદ્યાર્થીઓને આપવામાં આવે છે, બીજી તરફ યુવાનો માટે કમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાવું વૈચારીકતાનો મામલો નથી, સારું જીવનયાપન કરવાનું માધ્યમ છે. ચીનનું કમ્યુનિસ્ટ નેતૃત્વ ભ્રષ્ટાચારથી લડવાની જરૂરત તો ગણાવે છે, પરંતુ એ સમજવા માંગતુ નથી કે ભ્રષ્ટાચાર તો પાર્ટીમાં  ઘર કરી ગયેલી કુલ ખરાબીનો એક હિસ્સો માત્ર છે.

મીડિયા અને ન્યાયતંત્રની સ્વતંત્રતા, નાગરીક સમાજને મજબૂતી આપવાની કોશિશ અને માનવાધિકાર વગેરે એવા મામલા છે, જેના પર કમ્યુનિસ્ટ નેતૃત્વનું વલણ પહેલા જેવું છે. જ્યારે ત્યાં ટ્વિટર પર લોકતંત્ર અને માનવાધિકારના મુદ્દા પર વિચારનારા યુવાનોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. મીડિયામાં પ્રતીકો અને રૂપકો દ્વારા કમ્યુનિસ્ટ સત્તાને નિશાન બનાવાય રહી છે. કહેવામાં તો એવું પણ આવે છે કે સસ્તી શ્રમ શક્તિ અને રોકાણના જોરે ચીને અત્યાર સુધીમાં જેવી પ્રગતિ કરી છે, તે ભવિષ્યમાં સંભવ નથી, કારણ કે આર્થિક વિકાસનો આગામી તબક્કો મજૂરીના દરમાં વધારો, ઘરેલુ બજારોની વધતી માંગ અને નિકાસમાં તેજી યથાવત રાખવા પર આધારીત હશે. જો કે આગામી વર્ષે ત્યાં નેતૃત્વ પરિવર્તન થવાનું છે, માટે પણ પ્રવર્તમાન નેતૃત્વ ચિંતિત નથી. પરંતુ સામ્યવાદના આધુનિકીકરણની જે જરૂરત હૂ જિંતાઓ જણાવી રહ્યાં છે, તેના માટે આમૂલચૂલ પરિવર્તનની જરૂરત હશે.

(સૌજન્ય- અમર ઉજાલા)

Friday, 24 June 2011

CPC દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી


ચીનની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના (સીપીસી)ના સભ્યોની સંખ્યા આઠ કરોડના આંકડાને પાર પહોંચવાની સાથે જ તે દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી બની ગઈ છે.

સીપીસીની કેન્દ્રીય સમિતિના ઓર્ગેનાઈઝેશન ડિપાર્ટમેન્ટના ઉપપ્રમુખ વાંગ ક્વિંગફેંગે જણાવ્યુ કે ગત વર્ષના અંતમાં પાર્ટીના સભ્યોની સંખ્યા આઠ કરોડને પાર પહોંચી ગઈ હતી. તેમણે 1 જુલાઈએ પાર્ટીની 90મી વર્ષગાંઠ પહેલા મીડિયાને આ જાણકારીથી અવગત કર્યું છે.

સામ્યવાદના પ્રતીક ચીની નેતા માઓત્સે તુંગે માત્ર 50 સભ્યોની સાથે 1921માં પાર્ટીની સ્થાપના થઈ હતી. 1949માં સત્તામાં આવવા સુધી પાર્ટીના સભ્યોની સંખ્યા 45 લાખ સુધી પહોંચી ગઈ હતી. વાંગે કહ્યું કે 62 વર્ષ સત્તામાં રહ્યા બાદ પાર્ટી હજી પણ લોકોમાં લોકપ્રિય છે અને ગત વર્ષ 30 લાખથી વધારે લોકોએ તેનું સભ્યપદ લીધુ છે.

પાર્ટી સાથે જોડાયેલા નવા સભ્યોમાં કોલેજના વિદ્યાર્થીઓના પણ બે સમૂહ છે. તેના સિવાય ઔદ્યોગિક કર્મચારી, ખેડૂત, પશુપાલકો પણ નવા સભ્ય છે. આ સિવાય પાર્ટીમાં એક કરોડ 80 લાખથી વધારે મહિલાઓ છે. 2010 સુધી આ ગણના પ્રમાણે, પાર્ટીમાં લગભગ 53 લાખ લઘુમતી સમુદાયોના લોકોને પણ સામેલ કરવામાં આવ્યા છે.