Friday, 9 September 2011

આ ઈતિહાસનો મોટો વળાંક ન હતો


- ટિમોથી ગાર્ટન એશ, બ્રિટિશ ઈતિહાસકાર

કલ્પના કરો કે આજથી 20 વર્ષ બાદ એટલે કે 11 સપ્ટેમ્બર, 2031એ જ્યારે દુનિયાના ઈતિહાસકાર આતંક વિરુદ્ધ જંગને પાછળ વળીને જોશે, તો શીત યુદ્ધના મુકાબલે શું તેને ઈતિહાસનો નિર્ણાયક વળાંક કહેશે? મને લાગે છે કે નહીં. વધારે સંભાવના એ છે કે તેઓ આને એવા તબક્કા તરીકે જોશે, જ્યારે દુનિયાની સત્તા પશ્ચિમથી નીકળીને પૂર્વના હાથમાં ચાલી ગઈ. એક વધારે શક્તિશાળી ચીન અને ઓછું શક્તિશાળી અમેરિકા સામે આવ્યું. એક મજબૂત ભારત અને કમજોર યૂરોપ બન્યું.

જેમ કે સ્ટેનફોર્ડના ઈતિહાસકાર ઈયાન મોરિસે પોતાના પુસ્તક વાયે વેસ્ટ રુલમાં લખ્યું છે કે હવે જે ભૂરાજકીય પરિવર્તન થશે, તે એક તરફ તો તકનીકની અભૂતપૂર્વ તેજીથી થઈ રહેલા આધુનિકીકરણની બૃહદ સીમાઓમાં થશે અને બીજી તરફ અભૂતપૂર્વ વૈશ્વિક પડકારોને કારણે થશે. નિસંદેહ આ વિચાર પણ ઈતિહાસની જાણકારી સાથે લગાવાયેલો એક અંદાજ જ છે. પરંતુ, જો પરિસ્થિતિ આ તરફ ગઈ, તો (અને જો ઈસ્લામી આતંકવાદથી દૂર અન્ય કોઈ રાહ પર પણ ગઈ તો પણ) આ ગત દશક અમેરિકી વિદેશ નીતિના એક પડાવ તરીકે જોવામાં આવશે, ઈતિહાસના કોઈ મુખ્ય માર્ગની જેમ નહીં.

અને જો પાછલા દિવસોમાં અરબ દેશોમાં ચાલેલા જનઆંદોલનોની હવાથી આધુનિકીકરણની આશા બંધાય છે, તો ન્યૂયોર્ક, મેડ્રિડ અને લંડનના આતંકવાદી હુમલા ભૂતકાળમાંથી ઉછળી આવેલા કેટલાંક વિસ્ફોટો લાગશે. ત્યારે આ માત્ર એક અંત દેખાશે, કોઈ શરૂઆત નહીં. અને જો અરબના આંદોલનોની આ હવા પર ઈસ્લામી આતંકવાદ હાવી થઈ ગયો, ત્યારે પણ તેનો અર્થ એ નથી કે ઈસ્લામની હિંસક અને ઉદાર વિચારધારાનો સંઘર્ષ આગામી કેટલાંક દશકોની મુખ્યધારા હશે. ઈસ્લામની હિંસક ધારા એક જોખમ બની રહેશે, પરંતુ તેને તેમ છતાં પણ નિર્ણાયક ક્ષણ કહી શકાશે નહીં.

આ મુદ્દા પર આપણે જો આમ થાત તો-વાળા અંદાજમાં પણ વિચારી શકીએ છીએ. 2001ના ઉનાળામાં અમેરિકી રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યૂ બુશે પોતાનો જે ભૂરાજનીતિક દ્રષ્ટિકોણ રજૂ કર્યો હતો, તેમા નવા સામરીક પ્રતિસ્પર્ધીઓ તરીકે સમગ્ર ધ્યાન ચીન પર આપવાની વાત કહી હતી. હવે માની લો કે 11 સપ્ટેમ્બરનો આતંકવાદી હુમલો થયો ન હોત, તો અમેરિકા પોતાનું સમગ્ર ધ્યાન ચીનથી સ્પર્ધામાં જ લગાવત. શું થાત, જ્યારે તેને આ અનુભવ થાત કે જે શીત યુદ્ધના ખાત્મા અને મૂડીવાદના વૈશ્વિકરણને પોતાની જીત માની રહ્યું હતું, તેનાથી જ પેદા થયેલી પૂર્વની શક્તિને પશ્ચિમની સામે મોટો પડકાર ઉભો કરી દીધો છે? ત્યારે કદાચ અમેરિકા એવા નિષ્કર્ષ પર પહોંચત કે આ સ્પર્ધા માટે જંગી તાકાતની નહીં, પરંતુ શિક્ષણ, ઊર્જા, પર્યાવરણ અને ઈનોવેશન પર રોકાણ વધારવાની જરૂરત છે. એશિયાના ઉદય સામે તેને એ વિચારવા માટે મજબૂર થવું પડત કે અમેરિકામાં ઉપભોગ, રોકાણ અને બચતના સંબંધોમાં ફરીથી સંતુલન બેસાડવાનો સમય પાકી ગયો છે. અને અમેરિકા જો આ બધાંમાં કમિયાબ પણ થઈ જાત, તો પણ ચીન અને ભારતનો ઉદય ચાલુ જ રહેત. ત્યારે પણ સત્તાનું સંતુલન પશ્ચિમથી પૂર્વ તરફ ઝુકત. ગ્લોબલ વોર્મિંગનું જોખમ ત્યારે પણ રહેત. જળ સંકટ, મહામારીઓ તમામ મુશ્કેલીઓ ત્યારે પણ માથે ચઢીને બોલત. એ જરૂર છે કે ત્યારે પશ્ચિમી દેશ અને ખાસ કરીને અમેરિકા કંઈક સારી સ્થિતિમાં હોત.

હવે જો આ થાત તો-વાળી કલ્પનાને બંધન કરી દઈએ. હુમલો થયો. અમેરિકાએ જવાબ આપવનો જ હતો. એક વહીવટી તંત્ર જે પહેલા એક ગુંચવાડામાં ફસાયેલું હતું, તેને બદલાની એક ભાવના મળી ગઈ. દસ વર્ષ બાદ આપણે કહી શકીએ છીએ કે અલ કાયદાનું જોખણ ઓછું થઈ ચુક્યું છે. તે સંપૂર્ણપણે ખતમ થયું નથી, પણ ઓછું તો થયું છે. પરંતુ કઈ કિંમતે? અમેરિકાએ બે મોટી લડાઈઓ લડી. અફઘાનિસ્તાનની લડાઈ લડવી તેની મજબૂરી હતી, પરંતુ ઈરાકની લડાઈ તેણે પોતે પસંદ કરી. અફઘાનિસ્તાનની લડાઈ જલ્દીથી પૂરી થઈ શકતી હતી. તે ઓછી લાગત પર વધારે પરિણામ આપી શકતી હતી, પરંતુ શરત હતી કે બુશ વહીવટી તંત્રે ઈરાકમાં ઘૂસણખોરી ન કરી હોત. અમેરિકાએ સોફ્ટ પાવરની પોતાની છબીને અબૂ ગરીબ જેવી ભયાનક ચીજોથી ખુદ ધૂળમાં મેળવી છે. અને આ દશકમાં જે થયું, તે વધારે ગડબડ છે. પરમાણુ હથિયારવાળો દેશ પાકિસ્તાન દસ વર્ષ પહેલાના મુકાબલે હવે વધારે ખતરનાક છે. આ દસ વર્ષમાં યૂરોપના મુસ્લિમ સમુદાય સહીત ઈસ્લામિક વિશ્વમાં પરસ્પર વિરોધી પ્રવૃતિઓ જોવા મળી છે. અરબ જનઆંદોલનો અને યૂરોપના મુસ્લિમ સમુદાયોએ ઉદારતા અને આધુનિકીકરણની ઝલક રજૂ કરી છે. જ્યારે પાકિસ્તાન અને યમન જેવા દેશોમાં ઉગ્ર ઈસ્લામ હાવી થયો છે.

આ દસ વર્ષની લડાઈની જે કિંમત ચુકવવી પડી છે, તેના પર બ્રાઉન યૂનિવર્સિટીએ એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ જંગ પર, જેમાં 22 લાખ અમેરિકી ગયા અને 10 લાખ યુદ્ધવીર તરીકે પાછા આવી ચુક્યા છે. આ પરિયોજનામાં અનુમાન લગાવાયું છે કે અફઘાનિસ્તાન, ઈરાક અને પાકિસ્તાનમાં ચાલી રહેલી લડાઈ પર 32થી 40 અબજ ડોલરનો ખર્ચ આવ્યો છે. 2020 સુધી આ ખર્ચ 44 અબજ ડોલર સુધી પહોંચવાનું અનુમાન છે. આ આંકડાઓ પર વિવાદ થઈ શકે છે, પરંતુ તેમાં કોઈ શંકા નથી કે આ ખર્ચ વધારે ભારે છે. ઉભડક રીતે જોઈએ તો અમેરિકાના રાષ્ટ્રીય કર્જના એક ચતુર્થાંસ અને આ કર્જ પણ સકલ ઘરેલુ ઉત્પાદની બરાબર થવાનું છે.

અને આ આંકડાઓમાં એ બધી બાબતો જોડવામાં આવી નથી, જેમને અર્થશાસ્ત્રીઓની ભાષામાં અવસરની લાગત કહેવામાં આવે છે. મામલો એ છે કે 40 અબજ ડોલરમાં રોજગારના કેટલાં અવસર પેદા કરી શકાતા હતા અથવા કેટલાં ઈન્ફ્રાસ્ટ્રક્ટર ઉભાં કરી શકાતા હતા. અથવા અડધી કિંમતમાં જ જો આતંકવાદનો મુકાબલો કરી લેવાત, તો શું થઈ શકતું હતું. તેનાથી પણ મોટો મુદ્દો છે કે અમેરિકાએ ઊર્જા, રાષ્ટ્રીય ફોક્સ અને કલ્પનાશક્તિના મામલાઓમાં પોતાના અવસરોમાં કેટલું નુકસાન કરી લીધું છે.

હાલ અમેરિકા પાસે બે પ્રકારના હીરો છે. એક તરફ સ્ટીવ જોબ્સ અને બિલ ગેટ્સ જેવા લોકો છે, તો બીજી તરફ વર્દી પહેરનારા ફોજના હીરો છે. પરંતુ આપણી મુશ્કેલી એ છે કે નામી યુદ્ધવીર જ્યારે અહીં પાછા ફરશે, તો તેમના માટે નોકરીઓ નહીં હોય. માટે આ સપ્તાહ કોંગ્રેસમાં રોજગાર પેદા કરવા સંદર્ભે બરાક ઓબામાનું જે ભાષણ થશે, તે વધારે મહત્વપૂર્ણ હશે, તેના કરતાં રવિવારે ગ્રાઉન્ડ ઝીરો પર થનારા ભાષણને મુકાબલે. યોદ્ધાઓનું સમ્માન થવું જોઈએ, પરંતુ હાલ અમેરિકાને એવા નાયકોની જરૂરત છે, જે રોજગાર પેદા કરી શકે.

Tuesday, 6 September 2011

સરકાર પર અંકુશનો સવાલ



ડૉ. ભરત ઝુનઝુનવાલા

અન્ના હજારેના આંદોલનથી સ્પષ્ટ થઈ ગયું છે કે સંસદ અને મતદારો વચ્ચે ઘેરી તિરાડ પડી ચુકી છે. સંસદીય લોકશાહીનો મૌલિક અધિકાર છે કે સાંસદ મતદાતાઓના હિતમાં કાર્ય કરશે, પરંતુ વર્તમાન વ્યવસ્થામાં સાંસદોનો પ્રયત્ન મતદાતાઓને ફોસલાવી તેમના મત હાસિલ કરવા માત્રનો રહી ગયો છે. 17મી સદીમાં થયેલા વિચારક જીન જૈક્વેસ રોસેના વિચારોના આધારે જ આધુનિક લોકશાહીને સૃજિત કરવામાં આવી છે. તેમણે લખ્યું હતું કે, આ સર્વશ્રેષ્ઠ વ્યવસ્થા છે કે ચૂંટાયેલા લોકો જનતા પર શાસન કરે જ્યાં સુધી એ સુનિશ્ચિત કરવામાં આવે કે તેઓ જનહિતમાં શાસન કરશે, પોતાના વ્યક્તિગત હિત માટે નહીં. આજે આપણા સાંસદ વ્યક્તિગત હિતમાં શાસન કરી રહ્યાં છે, માટે આ વ્યવસ્થા વિકૃત અને અમાન્ય થઈ ગઈ છે. સાંસદો દ્વારા બંધારણની દુહાઈ આપીને પોતાની સર્વોચ્ચતા સ્થાપિત કરવી વ્યર્થ છે. આ મહાન સંસ્કૃતિના પાછલા પાંચ હજાર વર્ષોમાં ન જાણે કેટલાં બંધારણ આવ્યા અને ગયા. આ બંધારણ પણ ચાલ્યુ જશે. બંધારણની દુહાઈ આપવી એવી રીતે છે જેમ વસિયતનામાના આધારે આજે કોઈ વ્યક્તિ પોતાની પૈતૃક જમીનદારીનો હક માંગે. આ પ્રકારે આપણા સાંસદ એક દસ્તાવેજના આધારે પોતાની સર્વોચ્ચતા સિદ્ધ કરવા માટેની કોશિશ કરી રહ્યા છે. 

બંધારણીય લોકશાહીના સ્વાર્થી થઈ જવાનું મૂળ કારણ પાર્ટીતંત્ર અને વ્હિપનો અધિકાર છે. દલબદલ કાયદા હેઠળ વ્યવસ્થા કરવામાં આવી છે કે પાર્ટીના અધિકારી સાંસદોને કોઈ પ્રસ્તાવ પર વિશેષ પક્ષમાં વોટિંગ કરવા માટે બાધ્ય કરી શકે છે. જેમ કોંગ્રેસ અને ભાજપ પોતાના સાંસદોને વ્હિપ જારી કરીને આદેશ આપી શકતા હતા કે જનલોકપાલ બિલની વિરુદ્ધ જ વોટિંગ કરવામાં આવે. મતદારો જનલોકપાલ બિલના પક્ષમાં હોય તો પણ સાંસદને બિલની વિરુદ્ધ જ વોટિંગ કરવું પડશે, નહીંતર તેને પાર્ટી અથવા સંસદમાંથી બરતરફ કરવામાં આવશે. માટે સાંસદ દ્વારા નાખવામાં આવેલો મત પાર્ટીના અધિકારીઓના આદેશ પર નિર્ભર હોય છે, સાંસદના વિવેકને આધારે હોતો નથી. જનતાની ભૂમિકા માત્ર એટલી છે કે તે નક્કી કરી શકે છે કે તેના હિતોનું હનન કોઈ રામભરોસે કરશે કે મોહમ્મદ ઈશફાક? સાંસદ વોટ ક્યાં પક્ષમાં નાખશે, તેને નિર્ધારીત કરવાનો જનતાનો અધિકાર છીનવી લેવાયો છે. 

વ્હિપ સિવાય પણ મતદારો અપ્રાસંગિક છે. સાંસદો અને ઉમેદવારોને આગામી ચૂંટણીમાં ટિકિટ મેળવવા માટે પાર્ટીના અધિકારીઓને અનુરૂપ વોટ આપવો પડશે. માટે જનલોકપાલ બિલ પારિત થઈ જાય તો પણ સુશાસનની મૂળ સમસ્યા જેમની તેમ જ રહેવાની છે. જનલોકપાલની નિમણૂક બાદ પણ સાંસદ જનવિરોધી નીતિઓ બનાવતા રહેશે. મોટી કંપનીઓના લાભ માટે ગરીબ ખેડૂતોની જમીન બળજબરીપૂર્વક અધિગ્રહીત થતી રહેશે. ચિકન અને પિત્ઝાનો કારોબાર કરનારી બહુરાષ્ટ્રીય કંપનીઓને લાભ પહોંચાડવા માટે નાગરીકોના આરોગ્યને દાવ પર લગાવવામાં આવશે. વિદેશી કંપનીઓ દ્વારા બનાવાયેલી નવી દવાઓની તપાસ માટે ભારતીય નાગરીકોની બલિ દેવાતી રહેશે. 

અમીરોના એરકન્ડિશનર ચલાવવા માટે દેશની નદીઓની હત્યા થતી રહેશે. અમેરિકી પરમાણુ ઊર્જા કંપનીઓને લાભ પહોંચાડવા માટે ભારતની સ્વતંત્રતાને સીમિત કરી દેવામાં આવશે, વગેરે. જનલોકપાલ કાયદાથી આ જનવિરોધી કાર્યોને સંપાદીત કરવામાં મંત્રીઓ દ્વારા લેવામાં આવનારી લાંચ પર કંઈક અંકુશ જરૂરથી લાગી શકે છે, પરંતુ જનવિરોધી નીતિઓને બનાવવામાં સહેજ પણ રોક લાગશે નહીં. જો કોઈ વિશેષ નીતિ પર આંદોલન ઉભું થઈ જાય અને સંસદ ઘૂંટણિયા ટેકવી દે તો પણ વાત બનતી હોય તેમ નથી, કારણ કે જનઆંદોલન દરરોજ ઉભું થતું નથી, જેમ સરકાર બળજબરીથી ખેડૂતોની જમીનનું અધિગ્રહણ કરવા માટે કાયદો બનાવવા માટે તૈયાર છે. જન આંદોલનથી આ કાયદો રોકાય ગયો તો પણ ક્લિનિકલ ટ્રાયલ, જંક ફૂડ, નદીઓની હત્યા, દેશની સ્વતંત્રતાને ગિરવી રાખવાનું ચાલુ રહેશે. 

જન આંદોલનને થકવાડીને ઢીલું કરવામાં સરકાર માહિર છે. મારું નિશ્ચિત માનવું છે કે જનલોકપાલ બિલના પક્ષમાં પ્રસ્તાવ પારિત કરવા છતાં સંસદ તેને પારિત કરશે નહીં. જનતા થાકી જશે અને આ આંદોલન સમાપ્ત થઈ જશે. કેટલાંક સમય પહેલા આ પ્રકારના અનશન પર્યાવરણવિદ્દ ડૉ. ગુરુદાસ અગ્રવાલે કર્યા હતા. આપવામાં આવેલા આશ્વાસનથી સરકાર બે વખત પાછી હટી ગઈ. ત્રીજી વખત 37 દિવસના ઉપવાસ બાદ સરકારે ગંગા પર ઉત્તરકાશીની ઉપર લોહારીનાગપાલા બંધને રોકવાની માગણી માની, પરંતુ આજે ફરીથી સરકારે પોતાના વાયદાથી પીછેહઠ કરી છે અને એક મોટી પરિયોજનાના સ્થાન પર મોટી સંખ્યામાં નાની પરિયોજનાઓના માધ્યમથી ગંગાની હત્યા કરવા માટે તૈયાર છે. ઉપવાસ અને જનઆંદોલનને લાંબા સમય સુધી ચાલુ રાખવા કઠિન હોય છે. માટે પાર્ટીઓ અને સાંસદોનો વ્યક્તિગત સ્વાર્થ હાવી થઈ જાય છે અને જનતા થાકીને મૂક સંમતિ આપી જ દે છે. 

આ સમસ્યાના સમાધાન માટે લાંબાગાળાની વ્યવસ્થા બનાવવી પડશે. જેથી સંસદ પર સતત અંકુશ રાખી શકાય. આપણે સમજી લેવું જોઈએ કે સરકારનું મૂળ ચરિત્ર જ જનવિરોધી હોય છે. આ જનવિરોધી સરકાર દ્વારા જનલોકપાલ બિલ પારિત થઈ જાય, તો તે ચોર દ્વારા મંદિરમાં પૂજા કરવા જેવું હશે. તેમ છતાં પણ અન્ના હજારે આંદોલનને અંકુશની એક સફળ કડીના રૂપમાં જોવું જોઈએ. 

આ લાંબાગાળાની વ્યવસ્થા બનાવવામાં આપણે આપણી પરંપરાઓમાંથી બોધપાઠ લઈ શકીએ છીએ. પ્રોફેસર ઈલા ઘોષ જણાવે છે કે કાલિદાસના રઘુવંશમાં અધ્યાપક, પુરોહિત, મંત્રી અને જનતાને ધૂર્ત શાસક પર નિયંત્રણ કરવાનું માધ્યમ બતાવાયા છે. આ નિયંત્રણ વ્યવસ્થાના ઘણાં બિંદુ છે. એક, તેમના દ્વારા શાસક પર આરોપ લગાવી શકાય છે, જેવી રીતે રાજીવ ગાંધી પર બોફોર્સ મામલામાં લગાવાયો હતો. બીજું, તેના દ્વારા શાસકની ટીકા કરી શકાય છે. શાસકના કાર્ય પ્રત્યે લોકો અસંમતિ વ્યક્ત કરી શકે છે. ત્રણ, તેમના દ્વારા ધરણાં, અનશન, ઘેરાવ વગેરે થઈ શકે છે. ચાર, જનતા દ્વારા શાસકને શ્રાપ આપી શકાય છે. શ્રાપથી શાસકની આંતરીક શક્તિનો હ્રાસ થાય છે અને તે ખોટા કાર્ય કરવાની ક્ષમતા ગુમાવી બેસે છે. પાંચ, સંતોની અગ્નિને છોડી શકાય છે, જેમ રાજા સાગરના પુત્ર માર્યા ગયા હતા. છ, જનતા શાસક પર અવિશ્વાસ કરીને તેના કાર્યોમાં અસહયોગ કરી શકે છે, જેવી રીતે સરકાર કહે છે કે દિકરીને દહેજ ન આપો, પરંતુ જનતાએ દિકરીના અધિકારને છીનવી લેવાનો ઈન્કાર કર્યો છે. આ તમામ ઉપાયોથી સરકારના મૂળ જનવિરોધી ચરિત્ર પર અંકુશ લગાવી શકાય છે. એક આંદોલનથી સરકારનું ચરિત્ર કંઈ બદલાશે નહીં. 

સૌજન્ય- દૈનિક જાગરણ

Monday, 5 September 2011

ડ્રેગનથી મુકાબલો


-મારુફ રઝા

ભારત સાથે સૌથી વધારે દુશ્મની અને આક્રમક વલણ દાખવનાર પડોશી દેશ ચીન છે. ચીનની દાદાગીરીનું સૌથી તાજેતરનું ઉદાહરણ વિયેતનામની નિયમિત યાત્રાએ જઈ રહેલા એક ભારતીય યુદ્ધજહાજ આઈએનએસ ઐરાવતને તથાકથિત ચીની સમુદ્રી ક્ષેત્ર ખાલી કરવાની ચેતવણી દ્વારા સામે આવ્યું છે. આમ તો આ ઘટના જુલાઈના છેલ્લા અઠવાડિયાની છે, પરંતુ તેના સંદર્ભે ઢાંકપિછોડો કરાયા બાદ હવે અત્યારે જાણ થઈ છે. આમ ઢાંકપિછોડો કરવા પાછળનું દેખીતું કારણ ચીન સંદર્ભેની ભારતની બિનઆક્રમક અને દબ્બુ નીતિ પ્રમાણે મામલાને વધારે સળગવા ન દેવાની વૃતિ છે. વિયેતનામના નિયમિત પ્રવાસે ગયેલા આઈએનએસ ઐરાવતને જ્યારે ચીની નૌસેના દ્વારા ચેતવણી આપવામાં આવી, ત્યારે તે ચીની સરહદથી 40 સમુદ્રી માઈલ દૂર હતું. ત્યારે સવાલ એ પણ ઉભો થાય છે કે તટસ્થ જળસીમામાં નિયમિત પ્રવાસે જઈ રહેલા ભારતીય યુદ્ધજહાજની સાથે દાદાગીરી કરવા પાછળ ચીનની મનસા શું હતી?

ભારતની વિદેશ નીતિ સ્વીકારે કે અસ્વીકારે, પણ એક વાત સ્પષ્ટ છે કે ચીન ભારતને પોતાનું મિત્ર માનતું નથી. આમ તો ચીનનો શત્રુવત વ્યવહાર હોય છે, પણ સારી ભાષામાં કહીએ તો ચીન ભારતને રણનીતિક પ્રતિસ્પર્ધી માને છે. ભારતીય યુદ્ધજહાજ દક્ષિણ ચીનના સમુદ્ર વિસ્તારમાં જે ક્ષેત્રમાં હતું, ત્યાં તેલ જેવાં પ્રાકૃતિક સંસાધનો છે. ચીન સંપૂર્ણ આક્રમતા સાથે આ ક્ષેત્ર પર દાવો કરી રહ્યું છે. આ સિવાય આ વિસ્તારમાં વિયેતનામ ચીન સામે એશિયાની નવી શક્તિ તરીકે ઉભું થઈ રહ્યું છે. ત્યારે વિયેતનામ સાથે ભારતના મજબૂતાઈથી વધી રહેલા સંબંધો ચીનને પોતાના હિતો વિરુદ્ધના લાગે છે. તો સામે પક્ષે ભારતની ચિંતાનું કારણ પણ સ્પષ્ટ છે કે ચીન પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે અને તેણે ભારતની ઉત્તર તથા દક્ષિણે પોતાના સૈન્ય અને નૌસૈનિક અ઼ડ્ડાઓ પણ બનાવી લીધા છે.

ચીને મ્યાંમારમાં નૌસૈનિક થાણું અને શ્રીલંકા તથા પાકિસ્તાનના ગ્વાદર વિસ્તારમાં પોર્ટ બનાવીને ભારતને વ્યૂહાત્મક રીતે ઘેરી લીધું છે. તેની સાથે ચીને ગત કેટલાંક વર્ષોથી સુનિયોજીત ઢબે ભારતીય સરહદો નજીક સૈન્ય પ્રવૃતિઓ વધારી દીધી છે. લડાખ, ઉત્તરાખંડ, હિમાચલ અને અરુણાચલ પ્રદેશમાં ઘૂસણખોરી સિવાય હિમાલયની ઉત્તરે તિબેટમાં સુખોઈ અને યંત્રીકૃત દલો સાથે જમીની અને હવાઈ સૈન્ય અભ્યાસ પણ કર્યો છે. વળી ચીન હવે ઉત્તર કોરિયા સિવાય પાકિસ્તાનને એશિયામાં પોતાનું બીજું પીછલગ્ગુ માને છે. ચીનને આશા છે કે એક વખત જ્યારે અફઘાનિસ્તાન-પાકિસ્તાનના વિસ્તારોમાંથી અમેરિકી અને નાટો સૈનિકો પાછા ફરશે, તો તે દક્ષિણ-પશ્ચિમ એશિયામાં અમેરિકાની જગ્યા લઈને બાદશાહત ભોગવશે.

ભારત વિકાસના મામલે અને આર્થિક પ્રગતિમાં ચીનનું દુનિયામાં સૌથી મોટું પ્રતિસ્પર્ધી છે. ત્યારે ભારતની પ્રગતિને પાકિસ્તાની ષડયંત્રમાં ગુંચવી નાખવાની કોશિશ ચીન દ્વારા સતત થઈ રહી છે. ભારત પર નિશાન સાધી શકાય તેવી મિસાઈલો ચીન પાકિસ્તાનને આપી રહ્યું છે. ચીને પાકિસ્તાનને પરમાણુ બોમ્બ બનાવવાની પરમાણ્વિક ટેક્નોલોજી પણ પ્રદાન કરી છે. જેમ કે એક વિશ્લેષકે કહ્યું છે કે પાકિસ્તાનનો પોતાનો કોઈ પરમાણુ કાર્યક્રમ નથી, જે પણ છે તે ચીનનો પરમાણુ કાર્યક્રમ છે. પરંતુ આંચકો લાગે તેવી વાત એ છે કે ચીનની આ બેવડી માનસિકતા સામે દુનિયા આખીએ આંખ આડા કાન કર્યા છે, કારણ કે તેણે પરમાણુ બિનપ્રસાર સંધિ પર હસ્તાક્ષર કર્યા છે. પરંતુ હકીકત એ છે કે પાકિસ્તાન અને ઉત્તર કોરિયાને પરમાણુ હથિયાર બનાવવામાં મદદ કરીને ચીને સૌથી વધારે વખત એનપીટી- પરમાણુ બિન પ્રસાર સંધિનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાને ચીનની મદદથી બનાવેલા પરમાણુ હથિયારો માત્ર ભારત માટે જ નહીં, પરંતુ આખી દુનિયા પર ઝળુંબતું જોખમ થઈ ગયા છે. ભારતની સંસદ અને વડાપ્રધાને દેશની જનતાને આશ્વસ્ત કરી છે કે ભારત ચીનના આવા આક્રમક વલણને ઠેકાણે લાવવા માટે પૂરી રીતે સક્ષમ છે. પરંતુ અહીં સ્પષ્ટતા કરવી જરૂરી છે કે ભારત કઈ રીતે પોતાના કૂટનીતિક પ્રભાવનો ઉપયોગ કરીને ઉપખંડમાં ચીનના વર્ચસ્વને પડકારશે.

1962નું ચીની આક્રમણ થયા બાદ વણસેલા સંબંધો અતીતથી વિરુદ્ધ હવે બદલાઈ રહ્યા છે. પહેલા ચીનના ભયથી ભારત નિષ્ક્રિય રહ્યું હતું, પરંતુ હવે તેણે આક્રમક રાજનયિક વલણ અપનાવી લીધું છે. ચાહે અરુણાચલ પ્રદેશ પર દાવો કરવાનો મામલો હોય કે પછી ભારતીય સેનાના ઉત્તર કમાન્ડના વડા લેફ્ટિનેન્ટ જનરલ બી. એસ. જસવાલને વીઝા આપવાથી ઈન્કારનો મામલો હોય, ભારતે ચીનનો પૂરતી દ્રઢતાથી મુકાબલો કર્યો છે. જો કે અફસોસની વાત એ છે કે મનમોહન સિંહની સરકારે ચીનના વિકાસને એક વાસ્તવિકતાના રૂપમાં સ્વીકારવાનો નિર્ણય કર્યો છે અને કહ્યું છે કે વાતચીત જ એકમાત્ર વિકલ્પ છે. પરંતુ ચીન પોતાની શરતો પર જ વાતચીત કરવા માટે તૈયાર છે. લાંબા સમયથી ચાલી રહેલા ભારત-ચીન સરહદ વિવાદથી દેખાય છે કે વર્ષો બાદ પણ ચીન ભારત પાસેથી સરહદોના નક્શા સ્વીકારવાના મામલે ચુપ છે.

હવે સવાલ એ છે કે ચીનના પ્રભાવને ભારત કેવી રીતે પડકારે? વ્યૂહાત્મક સ્તર પર ભારતે ચીનને ચારે તરફથી એક ઘેરો બનાવીને ઘેરવું જોઈએ અને વિયેતનામ આ મામલામાં કોઈ અન્ય દેશ કરતાં શ્રેષ્ઠ વિકલ્પ થઈ શકે છે. દક્ષિણ એશિયાઈ દેશોનું એક જોડાણ બનાવવું જોઈએ, જેની સાથે ઉત્તરમાં રશિયા અને જાપાન પણ હોય. આમ થવાથી ચીન પર કૂટનીતિક દબાણ નાખી શકાશે. તો જમીન પર ભારતીય સેનાએ અરુણાચલ અને લડાખમાં ઘૂસણખોરી અથવા સમુદ્રમાં આઈએનએસ ઐરાવત સાથે થયેલી ઘટના જેવી પરિસ્થિતિઓમાં કોઈપણ બેતુકા વ્યવહારથી બચીને ચીનને સખત ટક્કર આપવી જોઈએ. જેવી રીતે ભારતે 1967માં ચીનને નાથુલામાં જવાબ આપ્યો હતો. સાથેસાથે ભારતીય સેનાએ ચીની સેનાઓ સાથે સૈન્ય અભ્યાસ બિલકુલ છોડી દેવો જોઈએ. આવી વાતો કાગળ પર જ સારી લાગે છે, દીર્ઘકાલિક દ્રષ્ટિએ આનાથી કદાચ કોઈ ઉદેશ્ય સિદ્ધ થતા નથી. વળી ચીની સૈનિકો ભારતીય ભાષાઓમાં માહિર હોય છે, જ્યારે ભારતીય સૈનિકો મંદારિન ભાષાના જાણકાર હોતા નથી. આવી સ્થિતિમાં ભારતીય સૈનિકો પાસેથી રણનીતિઓ સંદર્ભે ચીની સૈનિકો વધારે માહિતી મેળવી શકે છે. આમ આવા અભ્યાસોમાં આપણે આપીએ છીએ વધારે અને ઘણું ઓછું મેળવીએ છીએ.

हिंदु अंतरमन की वेदना का ज्वालामुखी

-          आनंद शुक्ल

भारत में विश्व में सबसे ज्यादा हिंदुओं का निवास है. भारत एक राष्ट्र के रूप में सनातन काल से हिंदु रह्या है. हालाकि भारत के हिंदुओं का दुर्भाग्य है कि वह हिंदु राज्य नहीं है. भारत में हिंदुओं की राजनीतिक आकांक्षाओं की पूर्ति केलिए 64 वर्ष पहले मिली खंडित आजादी से अब तक कोई व्यवस्था नहीं है. भारत में हिंदुत्व का झंडा लेकर घुमनेवाले कुछ राजनीतिक पक्षो का उदय हुआ और उसमे से एकाद पक्ष अभी जीवित है. भारतीय जनसंघ की स्थापना हिंदुत्व की विचारधारा के आधार पर की गई थी. तो आपातकाल के बाद जनता पार्टी में दो सभ्यपद के विवाद के कारण अलग होनेवाले जनसंघीओंने भाजप की स्थापना की थी. परंतु भाजप भी गांधीवादी समाजवाद और बाद में हिंदुत्व के वैचारीक मार्गो पर अस्पष्टताओं और असमंजसताओं के साथे आगे बढा. रामजन्मभूमि आंदोलनने भारतीय राजनीति का हिंदुकरण करने का काम किया. भारतीय राजनीति में नई दिशा ईसी आंदोलनने खोली. 1997 तक लग रह्यां था कि हिंदुओं को खंडित आजादी के बाद अब अपनी राजनीतिक आकांक्षाओं की पूर्ति केलिए कोई उचित राजनीतिक अभिव्यक्ति का साधन भाजप के रूप में मिल गया है. 


किन्तु भाजप द्वारा अपने आप को सेक्युलर दिखाने के शोख के कारण हिंदुओं के मुद्दे और उनकी ऊचित राजनीतिक अभिव्यक्ति को भारत की राजनीति में कोई स्थान नहीं है. हालाकि भाजपने एनडीए के तेहत सत्ता का पूर्ण स्वाद चखने के बाद जाहिर किया कि उनकी विचारधारा हिंदुत्व की है. लेकिन सत्ताकाल के वर्षो के दैरान भाजपने रामजन्मभूमि पर भव्य राममंदिर निर्माण, जम्मु-काश्मीर में से आर्टीकल-370 को हटना और समान नागरीक कानून को लाने के मुद्दो को कोमन मिनिमम प्रोग्राम के बहाने अपने से दूर रखा था. भाजपने गठबंधन राजनीति का अनिवार्यपन दर्शाते हुए, ईन सभी मुद्दो को अपने चूनावी मेनिफेस्टो में जरूर से रखा था. ताकि कोई यह कहे न शके कि उन्होंने हिंदुत्व की विचारधारा से जुडे ईन मुद्दो के साथ कोई समझौता कर लिया है. लोकसभा प्रतिपक्ष की नेता और भाजप की वरिष्ठ नेत्री श्रीमती सुष्मा स्वराजने अपने एक वक्तव्य में रामजन्मभूमि मंदिर मुद्दे को एनकैश हुए चैक के समान बताकर अपने हाथ खिंच लिए. भाजप के वरिष्ठ नेता मुख्तार अब्बास नक्वीने भी हिंदु जनभावना को आहत करनेवाला निवेदन देकर रामजन्मभूमि पर भव्य राममंदिर के सवाल पर जवाब दिया था कि भाजप कोई कन्स्ट्रकशन कंपनी नहीं है. भाजप के ईन नेताओं के रामजन्मभूमि मामले में अभिव्यक्त होते विचार और अभिप्रायों से उनका हिंदुत्व के प्रति घट रहा आग्रह स्पष्ट रूप से दिखाय देता है.

कुछ संतों और हिंदुवादी संगठनो के कार्यकर्ता दबी जुबान में कहेते सुने जाते है कि भाजप कॉंग्रेस में और कॉंग्रेस मुस्लिम लीग में परिवर्तित हो चुकी है. भाजप और कॉंग्रेस की कथनी-करनी से हिंदु समाज की ईस निराशा कोई इन्कार कर नहीं शक्ता. भाजप के कॉंग्रेसीकरण की बात बहोत सारे राजनीतिक विश्लेषक हंमेशा से करते आये है. पार्टी विथ डिफरन्स मुस्लिम तुष्टिकरण, भ्रष्टाचार, उदारवाद, भूमंडलीककरण, विनाश की ओर जाता विकास की विकृत अवधारणाओं के मुद्दो पर कॉंग्रेस जैसा ही अभिप्राय रखती है. राष्ट्रीय स्वयंसेवक संघ के चिंतक मा. गो. वैद्यने तत्कालिन परिस्थितिओं के मुताबिक भाजप और कॉंग्रेस को साथ में मिलकर सरकार बनाने की बात कही है. हिंदु विचारधारे के प्रवर्तमान पावर हाऊस राष्ट्रीय स्वयंसेवक संघ के सरसंघचालक पद पर आसिन होने के समय मोहनराव भागवतने भाजप की सर्जरी और किमोथैरपी देने की बात भी की थी. हालाकि अहेमदाबाद में आयोजित एक सेमिनार में सरसंघचालक मोहनराव भागवतने नई राजनीतिक पार्टी बनाने की बात पर यह कहेते हुए पूर्णविराम रखा था कि हमारे पार अभी दीनदयालजी जैसे ऊंचे कद के नेता नहीं है. उन्होने कहा था कि हम भाजप को सुधारेंगे. चर्चा ऐसी भी है कि नया पक्ष बनेंगा, तो वह नया पक्ष भी भाजप की तरह नहीं बनेगा उसकी कोई गेरेन्टी दे शकता है?

लेकिन हिंदुवादी संगठनों के कार्यकर्ताओं की व्यथा ऐसी है कि हिंदु संगठन सक्रिय बन के कोई काम करते है, तो उसका राजनीतिक लाभ भाजप को ही होनेवाला है. यू देखा जाये तो हिंदुवादी संगठनो का कार्य भाजप केलिए मतो में परिवर्तित होता रहा है. लेकिन उसकी कोई राहत हिंदुवादी संगठनो को नहीं हो रही है. हिंदुवादी संगठनो और उनके कार्यकर्ताओं के साथ भाजप द्वारा कॉंग्रेस से भी खराब बर्ताव होने के कई उदाहरण है. ऐसी परिस्थिति में हिंदुवादी संगठन में ऐसी भावना देखी जा शक्ती है कि गाय का दोहन कर के कूत्तियां को दूध पिलाने जैसी स्थिति है और हद तो तब होती है कि वह कुत्तियां दूध पिलाने वाले को ही काटती है, तो.. इसका ईलाज क्या है? प्रवर्तमान राजनीतिक परिस्थितिओं में हिंदु जनता अपने आप को राजनीतिक क्षेत्र में अनाथ समज रही है. यह परिस्थिति कॉंग्रेस और वामपंथीओं के साथे सेक्युलर होने का दम भरनेवाले दंभी छोटे-मोटे राजनीतिक पक्षों केलिए बहोत ही अनुकूल है. ईन परिस्थितिओं के चलते हिंदुवादी संगठनो में सब से ज्यादा प्रभावी राष्ट्रीय स्वयंसेवक संघ के सर्वोच्च नेता सरसंघचालक मोहनराव भागवत कोई परिणाम मिले ऐसी सर्जरी और कैमोथैरपी कर पाये हो ऐसा दिखाई नहीं दिया है.

हिंदु समाज के विश्वास और भावनाओं का राजनीतिक लाभ लेकर सत्तासुख भोगने के बाद उनसे घात करना कोई नई बात नहीं है. आजादी के पहेले कॉंग्रेस को हिंदुओं का सबसे ज्यादा समर्थन था. कॉंग्रेस 1935 और 1946 के प्रांतिय चुनावोमें काफी प्रदेशो में सत्ता में आई, उस केलिए उसे हिंदु जनसमुदाय का प्रचंड समर्थन था. मुस्लिम लीग के नेता महंमदअली जिन्ना कॉंग्रेस को हिंदुओं की पार्टी और महात्मा गांधी को हिंदु नेता कहते थे. हालाकि महात्मा गांधी को हिंदु-मुस्लिम एकता के निष्फल प्रयोग करने में और कॉंग्रेस को मुस्लिमो का भी समर्थन प्राप्त है ऐसी पार्टी दिखाने केलिए गहेरी राजनीतिक आकांक्षा थी. उसके कारण भारत को जो नुकसान हुआ है, वह किसिसे भी छिपा नहीं है. सनातन काल से अखंड हिंदु राष्ट्र, कॉंग्रेस और महात्मा गांधी की हिंदु हितो की सुरक्षा करने में अक्षम नीतिओं के कारण खंडित हुआ. भारत के टुकडे करके पाकिस्तान नामका मुस्लिम राज्य बनाया गया, तो खंडित भारत को हिंदु राज्य बनाने की बजाय तत्कालिन नेताओंने उसे सेक्युलर राज्य बनाया. हिंदु मन की वेदना है कि सेक्युलारिज्म की माला जपनेवाले ईन नेताओंने अपने दंभ को जीवित रखने केलिए भारत को हिंदु राज्य क्यों नहीं बनने दिया? भारत को हिंदु राज्य बनाया जाये या नहीं, उस केलिए जनता के किसी प्रकार के जनमत लेने कि तत्कालिन नेताओंने जरा भी चेष्टा नहीं की. 

महात्मा गांधीने नेहरु-सरदार को पाकिस्तान के आक्रमक रवैये के बावजूद 55 करोड रूपयें देने केलिए अनशन के द्वारा बाध्य कर लिया था. गांधीजीने उस वक्त अपने अनशन तोडने केलिए एक दूसरी शर्त रखी थी कि दिल्ही की मस्जिदों में शरण लिए हुए हिंदु-शीख शरर्णार्थीओं को उन मस्जिदों का कब्जा मुसलमानो को देना होंगा. महात्मा गांधी की इस मांग को मानते हुए हिंदु-शीखोंने मस्जिदों को मुसलमानो को सौंप दिया. हिंदु अंतरमन की वेदना कितनी विचलित करनेवाली होंगी कि नाथूराम गोडसे नाम के एक व्यक्तिने महात्मा गांधी को तीन गोलियां दागकर मार डाला? (यहां गांधीजी कि हत्या को ऊचित ठहेराने का कोई प्रयास नहीं है, किन्तु हिंदुओं के हितो को नुकसान पहोंचानेवाली बातें नग्न सच के नाते सामने आई तो उसका क्या परिणाम हुआ, यह दिखाने का ही उदेश्य है.)

सरदार पटेल के मृत्यु के बाद देशमें कॉंग्रेस के द्वारा मुसलमानों को वोटबैंक के रुप में ही देखा गया. मुसलमानों के वोट लेने केलिए उन्होने मुस्लिम तुष्टिकरण की नीति सेक्युलारिज्म के नाम से खुल्ले तौर पर चालु की. मदरसो कि स्थापना हो, मुस्लिमों को हजयात्रा केलिए सबसिडी देना हो, मुस्लिम गुंडों कि असमाजिक प्रवृतिओं को अनदेखा करना हो, काश्मीर में अलगतावादीओं को सर ऊंचा करने केलिए ढीली नीति अपनाने की बात हो, कॉंग्रेस इन सब बातों में अव्वल रही है. मुस्लिम तुष्टिकरण की कॉंग्रेसी मानसिकता में आनेवाली विकृतिआं समय समय पर बढती गई.

हाल के समय में मुस्लिम-ईसाई और अन्य लघुमती समुदायों को धर्म के आधार पर आरक्षण देने की पेरवी करना, बांग्लादेशी घूसपैठियों के प्रति नरम रवैया रखना, आतंकवाद के खिलाफ सख्त कानून को राजनीति के चलते नहीं आने देना, हिंदु आतंकवाद की बात को उछाल कर हिंदु संगठनो को लश्करे तोईबा से भी खतरनाक बताना, सांप्रदायिक हिंसा को रोकने केलिए हिंदु विरोधी कानून तैयार करना, रामसेतु तोडने केलिए सेतुसमुद्रम परियोजना को आगे बढाने केलिए कोशिशे करना, काश्मीर के अलगतावादीओं को दिल्ही में सेमिनार करने देना, पाकिस्तान के विरुद्ध अस्पष्ट नीति रखना, अफजल गूरु जैसे आतंकवादी को संसद पर हमला करने के मामले में सुप्रीम कोर्ट के द्वारा फांसी की सजा मिली है, फिर भी कुछ नहीं करना- जैसी मुस्लिम तुष्टिकरण की नीतिआं कॉंग्रेस अध्यक्ष सोनिया गांधी की प्रेरणा और कुछ दंभी सेक्युलर संगठनो के सीधे दोरीसंचार से आगे बढा रही है.

मुस्लिम तुष्टिकरण की राष्ट्रविरोधी कॉंग्रेसी-सेक्युलर नीतिओं के खिलाफ हिंदुओं में राख के नीचे अंगारे भडक रहे है. किन्तु हद तो तब होती है कि हिंदुत्व की बात करनेवाला भाजप भी इन तमाम मुद्दो पर सेक्युलर बनकर के बर्ताव कर रह्या है. मुस्लिम भी भाजप के साथ है, यह दिखाने केलिए भाजप के दिग्गज और केन्द्रीय नेता भरचक प्रयास कर रहे है. तब हिंदु अंतरमन को वेदना होना स्वाभाविक है. कॉंग्रेसने तो राष्ट्रविरोधीओं के प्रति नरम रुख के चलते हिंदु अंतरमन का हंमेशा निरादर किया है. किन्तु हिंदु अंतरमन की अवमानना अपने आप को हिंदुत्ववादी कहेनेवाले भाजप के द्वारा होती है, तो उसकी वेदना विराट हिंदु समाज के हर व्यक्ति को होना अनिवार्य है. लेकिन राजनीतिक छलावे से साशंकित विराट हिंदु समाज की वेदनाओं को राजनीतिक अभिव्यक्ति देने का कोई साधन हाल के समय में उपलब्ध नहीं है. तो ऐसी स्थिति तो भारत केलिए और उसके विराट हिंदु समाज केलिए बेहद खतरनाक करार दी जाती रही है. कुछ हिंदुत्ववादी चिंतको का कहेना है कि ऐसी स्थिति में हिंदु संगठनो के नेताओं को हिंदुओं की राष्ट्रीय स्तर पर राजनीतिक अभिव्यक्ति के एकमात्र साधन भाजप को सीधा अल्टीमेटम दे देना चाहिए कि हिंदुओं की भावनाओं और मांगो की ईज्जत करे. अगर ईन सब बातो के चलते भाजप अपने मार्ग पर वापिस नहीं आता, तो हिंदुओं को अपनी सटीक राजनीतिक अभिव्यक्ति केलिए हिंदु अंतरमन की वेदनाओं को ध्यान में रखकर हिंदु संगठनों और नेताओं को अन्य विकल्पों का विचार करना चाहिए.

भारत में हिंदु पहेचान प्रस्थापित करने, उसे द्रढीभूत करने, उसे बनाये रखने केलिए राजनीतिक बल की आवश्यकता रहेनेवाली है. अगर राजनीतिक बल कमजोर होगा या दोहरे चरित्रवाला होगा, तो उसका नुकसान हिंदु पहेचान को होगा. भारत का आत्मा हिंदुत्व है, हिंदुओं और हिंदुत्व को नुकसान अंत में भारत को नुकसान है. तब हिंदुत्व के मुद्दो पर किसी भी प्रकार का समाधान हिंदु जनमत का अनादर करके न हो, वह देखना अति आवश्यक है. अपने हितों को हिंदु समाज कोई संगठन, कोई राजनीतिक पक्ष या कोई नेताओं के हवाले न करे. अपने हितों को नुकसान होने कि स्थिति में हिंदु समाज को स्वयंभू आंदोलन कि कमान अपने हाथो में लेनी आवश्यक है. परंतु ऐसी व्यवस्था के विकल्प केलिए भी कार्यकर्ताओं, नेताओं, संगठन, दल की आवश्यकता रहेंगी.

अगर हिंदु समाज ऐसे स्वयंभू अपने आप के अभिव्यक्त करेगा, तो हिंदुत्व के नाम पर सत्ता पर आने के बाद कोई राममंदिर निर्माण जैसे भावनात्मक मुद्दे पर राजनीति नहीं करेंगा, कोई गोहत्या प्रतिबंधक कानून को बनाके भूल नहीं जायेगा, कंधारकांड की तरह कोई आतंकवादीओं को मुक्त करने की हिंमत नहीं करेगा, संसद पर हमले के बाद आरपार की लडाई की कविताएं करने की कोई हिंमत नहीं कर पायेगा, कोई पाकिस्तान को पाठ पढाने की बजाये शांतिवार्ता की माला नहीं जपेगा, कोई सरकार हिंदु मंदिरों को अपने कब्जे में लेकर के मुस्लिमो को हजयात्रा केलिए सबसिडीयां देने की जुर्रत नहीं करेगा, कोई उर्दू के शिक्षकों को बडे पैमाने पर भरती नहीं करेगा, कोई हजयात्रा की सबसिडी में ज्यादा वृद्धि और सुविधाएं देने की हिंमत नहीं कर सकेगा.

Wednesday, 24 August 2011

પરિવર્તનના બિંદુઓ



હરિવંશ

વ્યવસ્થા પરિવર્તનની પહેલી સીડી છે, ચૂંટણી પદ્ધતિ-પ્રક્રિયામાં સુધારા. ચૂંટણીમાં સુધારાનો ક્યો રસ્તો અપનાવામાં આવે? લગભગ તમામ સાંસદ (કેટલાંક અપવાદોને બાદ કરતાં) અથવા ધારાસભ્ચ સોગંદનામામાં ખર્ચનું વિવરણ આપે છે, શું તે સાચું છે? આખો દેશ-સમાજ જાણે છે કે આ જૂઠ્ઠું છે.
ચૂંટણી માટે નક્કી ખર્ચની મર્યાદા પણ આજની મોંઘવારીમાં વ્યાજબી નથી. ખોટું બોલીને લોકતંત્રના મંદિરમાં પ્રવેશ કરનારા કેવી રીતે સાત્વિક અને સૈદ્ધાંતિક લોકશાહીના પક્ષધર બનશે? ચૂંટણી જીતવા માટે મોટી મૂડી જોઈએ. કાળું ધન જોઈએ.

ભારતના માનસમાં બેચેની છે. આ બેચેનીનું પ્રતિબિંબ છે, અન્ના હજારે. હજારો વર્ષની ગુલામી, આ દેશ અને સમાજે જોઈ છે. માટે ડૉ. રામમનોહર લોહિયા કહેતા હતા કે તે જીદ જે પરિવર્તન, બદલાવ અથવા ક્રાંતિ માટે જરૂરી છે, તે ભારતમાં નથી. પરંતુ 1857ના બળવા અને સ્વતંત્રતાની લડાઈએ સ્વાભિમાન સાથે જીવવાની પ્રેરણા આપી. લોહિયા અને જયપ્રકાશ નારાયણના આંદોલનોને સમાજને હલબલાવ્યો. 1974 અને 1989માં ભ્રષ્ટાચાર વિરુદ્ધ થયેલા આંદોલને પરિવર્તનની ભૂખ જગાડી, પરંતુ પરિવર્તન થયું નહીં. જો કે બંને વખત સત્તા બદલાઈ. હકીકતમાં વ્યવસ્થા પરિવર્તન વગર હકીકતમાં વ્યવસ્થા પરિવર્તન વગર ભારત બદલાવાનું નથી.

અન્નાના આંદોલનથી ભારત જાગી રહ્યું છે. તેની બેચેની સાર્વજનિક થઈ રહી છે, સડકો પર દેખાઈ રહી છે. પરંતુ માત્ર બેચેનીના પ્રદર્શનથી દેશ બદલાવાનો નથી. જયપ્રકાશ નારાયણે 1974માં જ કહ્યું હતું કે સત્તા પરિવર્તન તો એક પડાવ છે. અસલી હેતુ છે, સંપૂર્ણ ક્રાંતિ. સંપૂર્ણ ક્રાંતિ એટલે વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન. એટલે કે ચૂંટણી પદ્ધતિમાં પરિવર્તન, રાજકીય પક્ષોના કામકાજમાં પરિવર્તન, રાજકારણમાં સિદ્ધાંત અને મુદ્દાઓનો પ્રવેશ, લોકસભા અને વિધાનસભાઓને સાર્થક બનાવવી. આ પ્રકારે જીવન અને વિચારમાં પરિવર્તન. જો આ ક્ષેત્રોમાં પરિવર્તનના પગલાં ઉઠાવવામાં નહીં આવે, તો દેશમાં કોઈ પરિવર્તન આવવાનું નથી. 1974ના અસલ આંદોલનકારી અને 1989માં વ્યવસ્થા પરિવર્તનની લડાઈ લડનારા નિરાશ થયા, કારણ કે ભ્રષ્ટાચાર વધતો જ ગયો. એવું એટલા માટે થયું, કારણ કે વ્યવસ્થા બદલાઈ નહીં. 

વ્યવસ્થા બદલવાની પહેલી સીડી છે, ચૂંટણી પદ્ધતિ-પ્રક્રિયામાં સુધારા. ચૂંટણીમાં સુધારાનો ક્યો રસ્તો અપનાવવામાં આવે? કેટલાંક અપવાદોને બાદ કરતાં લગભગ તમામ સાંસદો અથવા ધારાસભ્યો સોગંદનામામાં ખર્ચનું વિવરણ આપે છે, શું તે સાચું છે? આખો દેશ-સમાજ જાણે છે કે તે જૂઠ્ઠું છે. ચૂંટણી માટે નક્કી કરાયેલી ખર્ચની મર્યાદા પણ આજની મોંઘવારીમાં વ્યાજબી નથી. ખોટું બોલીને લોકશાહીના મંદિરમાં પ્રવેશ કરનારા કેવી રીતે સાત્વિક અને સૈદ્ધાંતિક લોકશાહીના પક્ષધર બનશે? ચૂંટણી જીતવા માટે મોટી મૂડી જોઈએ. કાળું ધન જોઈએ. આ પ્રકારે સાંસદ, ધારાસભ્ય અથવા સંસદ-ધારાસભાની રચનામાં સાત્વિક અને પવિત્ર મૂડી કેટલી લાગે છે? હવે કાળાધનના ગર્ભમાંથી નીકળતા સાંસદ-ધારાસભ્યો સફેદ (ઈમાનદાર) મૂડીના ઉપાસક કેવી રીતે બનશે?

તેવી જ રીતે રાજકીય દળોમાં પરિવર્તન વગર ભ્રષ્ટાચાર કેવી રીતે દૂર થશે? આજે પક્ષોની અંદર લોકતંત્ર ક્યાં છે? શું પક્ષોના વાર્ષિક અધિવેશ થાય છે? આ અધિવેશનોમાં શું પક્ષોના પ્રતિનિધિઓ પાર્ટીના પદાધિકારીઓની ચૂંટણી કરે છે? પક્ષના વાર્ષિક અધિવેશનોમાં દેશની ઘરેલુ અને વિદેશી નીતિ પર વાત થાય છે? આ તમામ પ્રક્રિયા ઓછા વત્તા પ્રમાણમાં ખતમ થઈ ચુકી છે. કેટલાંક અપવાદો છે. પક્ષોમાં હાઈકમાન્ડ છે. પક્ષ પારીવારીક સંપત્તિ બની ગયા છે. એક જ પરિવારના લાકોના ખિસ્સામાં છે, પક્ષ.

મોટા નેતાઓની ગણેશ પરિક્રમા કરીને લોકો મોટા પદો પર પહોંચે છે. ટિકિટ મેળવે છે. પોતાની પ્રતિભા, સિદ્ધાંત, કૌશલ અને વિચારના કારણે કોઈ પાર્ટીના કોઈ સાધારણ કાર્યકર્તા હવે શીર્ષસ્થ ં આ પદો પર પહોંચવાનું સપનું પણ જોઈ શકતા નથી. પક્ષો હવે પ્રતિભાઓથી નહીં, દલાલોથી ચાલે છે. પ્રતિભા, સ્વાભિમાન, ચરિત્ર અને પ્રતિબદ્ધતાની રાજનીતિમાં જગ્યા નથી. પક્ષોની અંદર ટિકિટ ખરીદવામાં અને વેચવામાં આવે છે. એક ઈમાનદાર કાર્યકર્તા આસાનીથી પોતાનું ભવિષ્ય સારું કરી શકતો નથી. તેને ડગલેને પગલે સમજૂતીઓ કરી પડે છે. સ્વાભિમાનનો સોદો કરીને તે આગળ વધે છે. શું આવા લોકો સારા જનપ્રતિનિધિઓ થઈ શકે છે? આનું પરિણામ ક્યાં દેખાય છે? સંસદ અને ધારાસભામાં.

આજે સંસદ, ખાસ કરીને લોકસભામાં, મહત્વપૂર્ણ ચર્ચા પર ઉપસ્થિતિ જોવો. પછી ચર્ચાઓમાં ભાગીદારીનું આકલન કરો. વક્તાના ભાષણની ગુણવત્તાને પરખો. એટલે કે ભાષણની સમીક્ષા કરો. મોંઘવારી, ભ્રષ્ટાચાર, વિદેશ નીતિ અથવા પછી અન્નાના સવાલ પર જ્યારે સંસદમાં પૂરી હાજરી હોવી જોઈએ, ત્યારે કેટલાં લોકો દેખાય છે? આ પ્રકારે રાજ્યની ધારાસભાઓનો શો હાલ છે? અનર્ગલ પ્રલાપ. બૂમાબૂમ. અભદ્ર પ્રદર્શન. આરોપ-પ્રત્યારોપ. આ સ્તર છે, ધારાસભાઓનું? શું આને શ્રેષ્ઠ બનાવ્યા વગર લોકશાહીને સમૃદ્ધ અને બહેતર બનાવી શકાશે? શું આનાથી ભ્રષ્ટાચાર મુક્ત શાસન-સમાજ અથવા દેશ શક્ય છે? આ પ્રકારે જનલોકપાલની રચના તો થાય, અન્નાના આંદોલનની માગણી હોવી જોઈએ કે ચૂંટણી પદ્ધતિની સમીક્ષા થાય, ચૂંટણી ખર્ચના વિકલ્પ પર વિચાર થાય. ન્યાયતંત્રમાં પરિવર્તન થાય.
ભ્રષ્ટાચારના કેસોની શું સ્થિતિ છે? ચારા ગોટાળાની સુનાવણી 16 વર્ષોથી ચાલી રહી છે. જો આ 20-30 વર્ષો સુધી આ ઝડપથી મામલા ચાલે, ત્યારે પણ ચુકાદા આવવાના નથી. તેમાં મોટા-મોટા રાજનેતાઓ ફસાયેલા છે? આ પ્રકારે ભ્રષ્ટાચારને જન્મ આપનારી સિસ્ટમને બદલવાની શરૂઆત થાય? આ કઈ વ્યવસ્થા અથવા અર્થતંત્ર છે, જ્યાં આટલી ઝડપથી સંપત્તિ વધે છે? દુનિયાની કોઈ આર્થિક પ્રણાલીમાં આ ચમત્કાર શક્ય છે? હકીકતમાં આ રાજનીતિ અને સત્તાની લૂંટ પ્રણાલીમાં જ સંભવ છે. માટે આ લૂંટ પ્રણાલીને યોગ્ય અને ઈમાનદાર અર્થતંત્રમાં બદલાની વાત થાય. આ તમામ ક્ષેત્રોમાં વ્યવસ્થાગત પરિવર્તન વગર ન દેશ બદલાશે, ન વ્યવસ્થા. અન્ના આંદોલનની અગ્નિપરીક્ષા છે કે તે આ જરૂરી ક્ષેત્રોમાંથી કોઈ એક ક્ષેત્રમાં પણ બદલાવનો પાયો નાખી શકે છે. ચૂંટણી પ્રણાલી, રાજકીય પક્ષ, સમાજ-દેશનું વ્યક્તિગત અને જાહેર ચરિત્ર, સંસદ, ધારાસભા, ન્યાયતંત્ર, અર્થતંત્ર આ બધાંમાં પરિવર્તન વગર અન્નાનું આંદોલનના સપના સાકાર થવાના છે?

રાજકીય પક્ષોના કામકાજ પર નવી ચર્ચા થાય, તેમાં પરિવર્તન હોય, જેથી દરેક પક્ષની અંદર પ્રતિભાવાન, સક્ષમ અને સારા લોકો સામે આવે. ભાટ, ચમચા અને ચાપલૂસ નહીં. અન્ના આંદોલનના લોકોની માગણી હોય કે રાજકીય પક્ષો પારીવારીક પક્ષ અને વારસો તૈયાર કરનારી સંપત્તિ બને નહીં. નહીંતર તેનું પરિણામ શું થશે? 19 ઓગસ્ટના સમાચાર છે. સીબીઆઈની ટીમે જગનમોહન રેડ્ડી અને આંધ્ર પ્રદેશના ગૃહ સચિવના ઘરે છાપા માર્યા. સાત વર્ષોમાં જગનમોહન રેડ્ડીની સંપત્તિ 11 લાખથી વધીને 43 હજાર કરોડ થઈ ગઈ. હૈદરાબાદમાં સીબીઆઈએ તેમના 60 બેડરૂમવાળા ભવ્ય મકાન પર પણ છાપો માર્યો. હૈદરાબાદના સૌથી મોંઘા વિસ્તાર બંજારા હિલ્સમાં. તેમની બહેનના ઘરે પણ. 

આંધ્ર પ્રદેશના ગૃહ સચિવ જ્યારે આંધ્ર પ્રદેશ ઈન્ડસ્ટ્રિયલ ઈન્ફ્રાસ્ટ્રકચર કોર્પોરેશનના પ્રબંધ નિદેશક હતા, ત્યારે એક ગૃહ સાથે સમજૂતી દરમિયાન આ સરકારી કોર્પોરેશનને 1 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. ઉલ્લેખનીય છે કે જગનમોહન રેડ્ડી આંધ્ર પ્રદેશના દિવંગત ભૂતપૂર્વ મુખ્યમંત્રી વાઈ. એસ. રાજશેખર રેડ્ડીના પુત્ર છે. રાજશેખર રેડ્ડીના મુખ્યમંત્રી કાળ દરમિયાન આ સંપત્તિ અર્જિત થઈ છે. જગનમોહન રેડ્ડીએ કોંગ્રેસ પાર્ટીમાં બળવો કર્યો છે, માટે તેમના પર કાર્યવાહી ચાલી રહી છ. એવો તેમના ટેકેદારોનો આરોપ છે. પરંતુ જગન રેડ્ડીની જેમ ઓછાવત્તા અનેક નેતાઓના રાજકુમાર છે. તમિલનાડુના આવા ઘણાં નેતાઓના રહસ્યો સામે આવ્યા છે. 2જી મામલામાં જ જોઈ લો. આ પરિસ્થિતિ મહારાષ્ટ્ર અને દેશના અન્ય ક્ષેત્રોમાં પણ છે. શું આ રાજકીય પક્ષોની અંદરની સફાઈ વગર ભ્રષ્ટાચાર મુક્ત શાસન શક્ય છે?

સૌજન્ય- પ્રભાત ખબર

Monday, 22 August 2011

કંઈક તો ગડબડ છે


વિનીત નારાયણ

શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહેલા અન્ના હજારેને ઘરેથી એરેસ્ટ કરવા અને પછી તેમને રામલીલા મેદાનમાં અનશનની મંજૂરી આપવી અજીબ ઘટના છે. આંદોલનથી પહેલા જ કોઈ કાયદાના ઉલ્લંઘન વગર, માત્ર તેમના ઈરાદાને અંદાજીને કરાયેલી પોલીસની આ કાર્યવાહી આવી સામાન્ય ઘટના નથી, જેવું કે વડાપ્રધાને સંસદમાં પોતાના નિવેદનમાં જણાવવાની કોશિશ કરી હતી. વિપક્ષના નેતાઓ વડાપ્રધાનને આડે હાથ લેતા હુમલો કરી રહ્યાં હતા કે શું વડાપ્રધાન પોલીસ કમિશનરની શખ્સિયત પાછળ છુપાઈને કામ કરી રહ્યાં છે? પરંતુ રોચક વાત એ છે કે અન્નાના સમર્થનમાં ઉભું રહેલું વિપક્ષ, અન્નાના લોકતાંત્રક અધિકારોના હનનથી ઉત્તેજિત છે, પરંતુ અન્નાને એ આશ્વાસન આપી રહ્યું નથી કે તે તેમના જનલોકપાલ બિલને ટેકો આપશે. તેવામાં જ્યારે આ બિલ સંસદની સામે આવશે, તો તમામ વિપક્ષી દળોની અથવા તમામ સાંસદોની માનસિકતા શું હશે? તેને ક્યાં પક્ષો ટેકો આપશે? આ એવા સવાલ છે, જેના પર વિચાર કરવાની જરૂરત છે.

એમાં બેમત નથી કે અન્ના હજારે આજે ભ્રષ્ટાચાર વિરુદ્ધ જનાક્રોશનું પ્રતીક બની ગયા છે. તેમના અને તેમના સાથીદારોનું કહેવું છે કે જનલોકપાલ બિલ પારિત કરાવીને જ માનશે. તેઓ એમ પણ કહે છે કે સંસદ જે નક્કી કરશે, તે તેમને માન્ય રહેશે. તેમના આ વલણમાં વિરોધાભાસ સ્પષ્ટ છે. અસલમાં શું થાય છે, તે તો આવનારા સમયમાં જ ખબર પડશે. એ માનનારાઓની કમી નથી કે જનલોકપાલ બિલનું હાલનું સ્વરૂપ અપેક્ષાઓ પર યોગ્ય ઉતરશે નહીં. તેમાં કોઈ શંકા નથી કે ભ્રષ્ટાચારથી ત્રસ્ત જનતાને લાગી રહ્યું છે કે અન્ના દેશના ભ્રષ્ટાચારને મુક્ત કરાવવાની દિશામાં સફળતાપૂર્વક આગળ વધશે. જો આવું થાય છે, તો આ રાષ્ટ્ર અને સમાજના હિતમાં રહેશે.

ટીમ અન્નાએ દાવો કર્યો છે કે તેમનું આંદોલન સંપૂર્ણપણે શાંતિપ્રિય છે અને આરબ દેશોની જેમ જાન-માલની હાનિ કર્યા વગર થઈ રહ્યું છે. જ્યારે ખુદ અન્નાના તેવર ગાંધીના ઓછા અને શિવાજીના વધારે નજરે પડી રહ્યાં છે. આ આંદોલન પર લોકોના અલગ-અલગ વિચાર છે. આમ જનતા માને છે કે જે કંઈ પણ થઈ રહ્યું છે, તે સ્વયંસ્ફૂરિત છે. લોકો પરેશાન હતા. ભ્રષ્ટાચાર વિરુદ્ધ સખત કાર્યવાહી ચાહતા હતા, જે થઈ રહી ન હતી, માટે અન્નામાં તેમને આશાનું કિરણ દેખાયું.

એ કહેનારાઓની કોઈ અછત નથી કે ગત અડધી સદીથી દેશની સત્તા પર કાબિજ કોંગ્રેસનું નેતૃત્વ એટલું મૂર્ખ ન હોઈ શકે કે તે અન્ના હજારેને આ પ્રકારે એરેસ્ટ કરીને હીરો બનાવી દે. આ લોકનું માનવું છે કે દાળમાં કંઈક કાળું છે. પોતાના ટેકામાં તેમના ઘણાં તર્કો છે. ઉદાહરણ તરીકે તેઓ પુછે છેકે યુપીએ અધ્યક્ષ અને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી ભારતમાંથી ક્યારે, ક્યાં અને કેમ ગયા?  તેની મીડિયાને ભનક સુદ્ધાં પડી નહીં. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી જ્યારે પોતાના ઘૂંટણની સારવાર કરાવવા મુંબઈ ગયા હતા, તો પળ-પળના સમાચાર લેવા માટે મીડિયા હોસ્પિટલની બહાર ઉભું હતું. ભૂતપૂર્વ વડાપ્રધાન અને અન્ય મોટા નેતા પણ જો બહાર ઈલાજ માટે જાય છે, તો તે સમાચાર બને છે. ત્યારે સવાલ એ છે કે સોનિયા ગાંધી આ પ્રકારે ચાલ્યા ગયા, છતાં શું કારણ છે કે સમગ્ર મીડિયા ખામોશ છે? આખરે શું કારણ છે કે કેટલીક ટીવી-ચેનલો રાતદિવસ અન્નાના આંદોલનમાં પ્રત્રકારત્વથી હટીને સામાજીક કાર્યકર્તાની જેમ આંદોલનનો સહયોગ કરી રહી છે? લોકોને સડકો પર ઉતરવાની હાકલ કરી રહી છે. માનો કે આખું મીડિયા આ ક્રાંતિમાં કૂદી પડયું હોય. સરકાર પર ટીવી ચેનલ જે હુમલો રાત-દિવસ કરી રહી છે, તેને કોની મીઠી નજર છે?

તેમનો ત્રીજો તર્ક એ છે કે તિહાડ જેલમાં મુક્તિનો આદેશ મળવા છતાં અન્ના હજારે જેલની અંદર કેવી રીતે બેસી રહ્યાં? જ્યારે જેલના ઈતિહાસમાં ભાગ્યે જ આવી કોઈ ઘટના બની હશે, કે જ્યારે મુક્તિનો આદેશ મળવા છતાં કોઈ કેદી બહાર નીકળ્યો ન હોય. ચાહે તે ગાંધી, પટેલ, નેહરુ હોય અથવા ક્રાંતિકારી, બધાંને બહાર નીકળવું પડયું. જેલમાં બેસીને અન્નાએ જે અનશન કર્યું, તેનાથી તેમને તો નૈતિક બળ મળ્યું, પણ આગળ માટે એક ખોટી પરંપરા ઉભી થઈ. હવે કોઈપણ આરોપિત વ્યક્તિ અન્નાની જેમ મુક્તિ બાદ જેલની બહાર આવવાની મનાઈ કરી શકે છે. અન્ના હજારેને જેલના નિયમોની વિરુદ્ધ આ વિશેષાધિકાર શું સરકારની ઈચ્છા વગર સંભવ હતો? તેમને મુક્તિ બાદ જે પ્રકારે એક રાષ્ટ્રીય વિજય સરઘસ સ્વરૂપમાં અને ઢગલાબંધ પોલીસ વાહનો, કર્મચારીઓ અને પોલીસકર્મીઓના સંરક્ષણમાં પૂર્વ ઘોષિત માર્ગથી લઈ જવામાં આવ્યા, તે પણ સવાલ ઉભા કરે છે. આખો પ્રસંગ એવો હતો કે માનો સરકાર અને આંદોલનકારીઓ કોઈ સંયુક્ત સમજ સાથે કામ કરી રહ્યાં છે. જેલની નિયમાવલીમાં સ્પષ્ટ લખ્યું છે કે જેલની અંદર કેદ લોકો અનુમતિ વગર પોતાના ફોટા પડાવી શકે નહીં. જે પ્રકારે અન્નાનો વીડિયો સંદેશ બહાર લાવીને પ્રસારીત કરવામાં આવ્યો, તે જેલ મેન્યૂઅલના નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. તેનાથી લોકોના માનમાં પણ શંકા છે કે આ શું થઈ રહ્યું છે?

બેશક, રામલીલા મેદાનમાં લોકો ભેગા થઈ રહ્યાં છે અને તેમને દેશભરમાંથી ટેકો પણ મળી રહ્યો છે, પરંતુ અન્નાની આ મુહિમને હજી ક્રાંતિ કહેવી ઉતાવળ થશે. હજી તો સમય એ વાતનો છે કે અન્નાની મુહિમ, જેને મીડિયા અને સાધન સંપન્ન લોકોનું ખુલ્લુ સમર્થન પ્રાપ્ત છે, તેના તેવર અને દિશા પર નજર રાખવી જોઈએ. એ પણ સુનિશ્ચિત કરવામાં આવે કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ આ આગ ત્યાં સુધી ઓલવાય નહીં, જ્યાં સુધી સમાજમાં કંઈક નક્કર પરિવર્તન દેખાય નહીં.

સૌજન્ય- અમર ઉજાલા

જનમત સંગ્રહથી મનાઈ શા માટે!



પુપ્ષરંજન

પ્રવર્તમાન સમયમાં દુનિયાના 60થી વધારે દેશોની જનતાને જનમત સંગ્રહનો અધિકાર મળી ચુક્યો છે. શું આને દેશની જનતાનું દુર્ભાગ્ય કહીએ કે આપણાં બંધારણમાં અત્યાર સુધી આવી જોગવાઈ નથી?
આ વાતને ઈટાલીથી જ કેમ ન શરૂ કરવામાં આવે, જ્યાં 67 દિવસ પહેલા જનમત સંગ્રહ થયો હતો. 13 જૂન, 2011ના રોજ થયેલા જનમત સંગ્રહમાં ઈટાલીની 90 ટકા જનતાએ વડાપ્રધાન સિલ્વિયો બર્લુસ્કોનીની પરમાણુ નીતિઓને નકારી દીધી હતી. તેના કારણે બર્લુસ્કોની ઈટાલીમાં પરમાણુ પ્લાંટ બનાવવા અને પાણી સપ્લાઈ માટે પ્રાઈવેટ પાર્ટનરશિપ જેવા પ્રસ્તાવોને સંસદમાં મૂકી શક્યા ન હતા. ઈટાલીમાં કોઈ પહેલીવાર જનતાને એ દર્શાવવાની જરૂરત પડી નથી કે તે સંસદથી મોટી છે. આવો જનમત સંગ્રહ ત્યાં ડઝનબંધ વખત થઈ ચુક્યો છે. 2 જૂન, 1946ના રોજ થયેલા ઐતિહાસિક જનમત સંગ્રહમાં ત્યાંની જનતાએ રાજાશાહી સમાપ્ત કરીને લોકશાહીનો પાયો નાખ્યો હતો. આ ઈટાલીમાં ફાસીવાદની કબર પર અંતિમ ખીલ્લો હતો.

ભારતના મુકાબલે ઉત્તરી આફ્રિકી દેશ મોરક્કોને ઘણો પછાત જ માનવામાં આવશે. ત્યાં 32 દિવસ પહેલા, 9 જુલાઈએ જનમત સંગ્રહ થયો હતો. આ જનમત સંગ્રહના માધ્યમથી છઠ્ઠા કિંગ મોહમ્મદના અધિકાર જનતાએ ઓછા કરી દીધા. આ વર્ષે રેફરેન્ડમથી જ દક્ષિણી સુદાનને આઝાદી મળી. પશ્ચિમી આફ્રિકી દેશ લાઈબેરિયાને દુનિયાના ગરીબ દેશોમાં ગણવામાં આવે છે. ત્યાં 23 ઓગસ્ટ, 2011ના રોજ જનમત સંગ્રહ થયો હતો. તો શું આપણે એ માની લઈએ કે ભારતની જનતાને લાઈબેરિયાના નાગરીકોથી પણ ગયેલી-ગુજરેલી બનાવી દેવાઈ છે?

આને રેફરેન્ડમ કહીએ, પ્લેબિસાઈટ અથવા જનમત સંગ્રહ, આમ આદમી એ જ અર્થ કાઢે છે કે બહુમતી જનતાની હા અથવા ના- પ્રમાણે જ સરકાર કાયદો અને વ્યવસ્થા બનાવી શકે છે. ડાયરેક્ટ વોટના માધ્યમથી જનતા બંધારણમાં સંશોધન કરાવી શકે છે, જનપ્રતિનિધિઓને પાછા બોલાવવાનું કામ કરી શકે છે અને કાયદો બનાવી શકે છે. હાલના સમયમાં દુનિયાના 60થી વધારે દેશોની જનતાને જનમત સંગ્રહનો અધિકાર આપવામાં આવ્યો છે. યૂરોપીય સંઘનું સભ્ય પદ લેતા પહેલા તમામ 27 દેશોએ પોતાને ત્યાં જનમત સંગ્રહ કરાવ્યો હતો. યૂરોપીય સંઘનું ચલણ યૂરો છે. પરંતુ બ્રિટનની જનતાએ જનમત સંગ્રહમાં યૂરોનો સ્વીકાર કરવાનો ઈન્કાર કર્યો હતો, તો સરકારે જનતાની વાત માનવી પડી. ભારત સાર્કનું સંસ્થાપક સભ્ય છે. પરંતુ સમગ્ર દક્ષિણ એશિયામાં ભારત એકલો એવો દેશ છે, જેની જનતાને આ અધિકાર મળ્યો નથી. 

જે ચીન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને મ્યાંમાર સંદર્ભે આપણે આકરી ટીકાઓ કરીએ છીએ કે આ દેશોની જનતાને કંઈ કહેવાનો અધિકાર નથી, ત્યાં પણ સરકારોએ જનમત સંગ્રહ કરાવ્યા છે. બાંગ્લાદેશમાં રાષ્ટ્રપતિનું પદ સર્વોચ્ચ રહેશે અથવા વડાપ્રધાનનું, તેના પર 15 સપ્ટેમ્બર, 1991ના રોજ જનમત સંગ્રહ કરાવામાં આવ્યો હતો. રાજતંત્રથી લોકતંત્રની રાહ પર ચાલતા પહેલા ભૂટાનમાં પણ જનમત સંગ્રહ કરાવાયો હતો. 18 ઓગસ્ટ, 2007ના રોજ માલદીવમાં રાષ્ટ્રપતિ અથવા પછી સંસદીય શાસન વ્યવસ્થા, એ નક્કી કરવા માટે જનમત સંગ્રહ થયો હતો. 

થાઈલેન્ડમાં નવા બંધારણ માટે 2007માં જનમત સંગ્રહ થયો હતો. નેપાળમાં 2 મે, 1980ના રોજ રેફરેન્ડમ થયું હતું, તેના દ્વારા જનતાએ રાજાની પંચાયતી વ્યવસ્થાને નકારી દીધી હતી. શ્રીલંકામાં સંસદની ટર્મ છ વર્ષ કરવાના સવાલ પર 22 ડિસેમ્બર, 1982ના રોજ જનમત સંગ્રહ કરાવાયો હતો. પરંતુ તમિલ બહુલ વિસ્તારોની સ્વાયત્તતાની માગણી પર શ્રીલંકામાં ક્યારેય જનમત સંગ્રહ થયો નથી. આ વર્ષે ફેબ્રુઆરીમાં સુદાનની જેમ જનમત સંગ્રહની માગણી કેટલાંક તમિલ સંગઠનોએ કરી, તો શ્રીલંકાની સરકારે તેનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. 

શું આને દેશની જનતાનું દુર્ભાગ્ય કહીએ કે ભારતના બંધારણમાં હજી સુધી જનમત સંગ્રહની કોઈ જોગવાઈ નથી? તેની પાછળ તર્ક આપવામાં આવે છે કે આ જોગવાઈનો દુરુપયોગ કાશ્મીરી અલગતાવાદીઓ કરી શકે છે.રાષ્ટ્રવાદીઓ આ પ્રશ્ને પંડિત નેહરુને કોસવાનો કોઈ મોકો છોડતા નથી કે તેમણે કાશ્મીર પર જનમત સંગ્રહ કરાવવાની વાત કેમ કહી હતી. પરંતુ પ્રશ્ન એ છે કે કાશ્મીર પર મતસંગ્રહ માત્ર કાશ્મીરમાં રહેનારાઓનો જ કરીશું? આખા દેશનો નહીં? અને શું આપણે શ્રીલંકાથી પણ કંઈ શીખી શકીએ નહીં? કાશ્મીરી અલગતાવાદીઓથી કેન્દ્રની કેમેસ્ટ્રી ન બેસવાને કારમે દેશ જનમત સંગ્રહના અધિકારથી વંચિત છે. આ ક્યાંનો ન્યાય છે?

બધાંને ખબર છે કે લોકપાલ પર અન્નાની ટીમે દેશના અલગ-અલગ ભાગોમાં કેટલાંક લાખ લોકોનો મત લીધો હતો. જો આ જનમત સંગ્રહ હતો, તો તેની વૈદ્યતા પર પ્રશ્ન ઉભો થાય છે. કારણ કે બંધારણમાં તેની જોગવાઈ નથી. જનમત સંગ્રહના અધિકારવાળા દુનિયાના જે દેશ ભારતમાં ચાલી રહેલા અન્નાના આંદોલનને જોઈ રહ્યાં છે, તેમને હજી પણ અહીં લોકોની પૂર્ણ ભાગીદારી પર શંકા છે. અન્નાના ટીકાકારો તેને મીડિયા શો ઓપેરા કહે છે. 

અમેરિકી બંધારણમાંથી વી ધ પીપલ-જેવા પવિત્ર શબ્દ આપણે લીધા. સ્વીસ અને બ્રિટિશ બંધારણના મહત્વપૂર્ણ ભાગ લઈને આપણે બંધારણ નિર્માતા ગર્વ કરતાં રહ્યાં. પરંતુ ખબર નહીં, જનમત સંગ્રહ દ્વારા જનતાની પ્રત્યક્ષ ભાગીદારી ઉમેરવાનું તેઓ કેવી રીતે ભૂલી ગયા. લોકપાલ પર આજે નહીં તો કાલે કોઈને કોઈ હલ નીકળી આવશે. પરંતુ આ પ્રશ્ન અધૂરો રહી જશે કે દેશની કેટલી વસ્તી આ મહત્વપૂર્ણ પ્રશ્ન પર હા અથવા ના કહે છે. સંસદમાં આગળ પણ ઘણાં કાયદા બનશે અને બંધારણ સંશોધન થશે. તો શું દરેક સવાલ પર દેશને એક અન્ના હજારે જોઈએ?

કેનેડામાં એક એનજીઓ છે- વોટ વર્લ્ડ ગવર્નમેન્ટ. 13 મે, 2009ની વાત છે, આ એનજીઓના માધ્યમથી 45 દિગ્ગજ લેખકોએ દુનિયાના તમામ દેશોમાં જનમત સંગ્રહના અધિકારની માગણી કરી હતી. આ લેખકોએ દુનિયાના વિશાળતમ લોકતંત્રનો દાવો કરનારા ભારતનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. પ્રશંસાના સૂરમાં નહીં, પણ ટીકા કરી હતી કે આ કેવું લોકતંત્ર છે?

સૌજન્ય- પ્રભાત ખબર

Sunday, 21 August 2011

લોકશાહીમાં લોકો જ હોય છે, સર્વોપરી



સુબ્રમણ્યમ સ્વામી

આજે આપણા દેશમાં ભ્રષ્ટાચાર એક ઘણો મોટો મુદ્દો છે. રોજબરોજ ગોટાળાની વધતી સંખ્યા અને તેની વ્યાપકતાને કારણે લોકોમાં તેના પ્રત્યે પહેલેથી જ ગુસ્સો હતો. સાથે 2જી અને કોમનવેલ્થ ગેમ્સના ગોટાળામાં આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહીમાં સરકારની આનાકાનીથી લોકોમાં એવી ધારણા બનવા લાગી કે સરકાર ભ્રષ્ટાચાર વિરુદ્ધ સખત પગલાં ભરવા માંગતી નથી.

ગત 5 એપ્રિલે થયેલા અન્નાના અનશનની આગળ ઝુકતી સરકારે જનલોકપાલ બિલ પર એક ડ્રાફ્ટિંગ કમિટી બનાવી દીધી. પંરતુ કેટલીક બેઠકો બાદ જ સિવિલ સોસાયટી અને સરકારી પ્રતિનિધિઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપથી સ્પષ્ટ થઈ ગયુ કે સરકાર કડક લોકપાલ કાયદો બનાવવાના પક્ષમાં નથી. 
રહી-સહી કસર સંસદમાં રજૂ કરવામાં આવેલા નબળા લોકપાલ બિલે પૂરી કરી દીધી. આ પ્રકારે લોકોની અંદરનો ગુસ્સો ધીરેધીરે ઉકળતો રહ્યો અને આજે એક દેશવ્યાપી જનઆંદોલનમાં ફેરવાઈ ગયો.

અન્ના હજારે પહેલા જ ઘોષણા કરી ચુક્યા હતા કે સંસદના મોનસૂન સત્ર દરમિયાન જો 15 ઓગસ્ટ સુધી સખત લોકપાલ બિલ લાવવામાં આવશે નહીં, તો તેઓ આમરણ અનશન પર બેસશે. પરંતુ સરકારને લાગ્યું કે અન્ના પર વ્યક્તિગત હુમલા અને ધરપકડથી આ આંદોલનને કચડી નખાશે. એવી રીતે જેમ બાબા રામદેવના અનશનને રાત્રે  પોલીસ દબંગાઈને કારણે સરકાર કચડવામાં કામિયાબ રહી હતી. પરંતુ જનસમર્થનના કારણે આ આંદોલને બીજું જ સ્વરૂપ ધારણ કરી લીધું, જેની કલ્પના સરકારે કરી ન હતી. એક વાત તો સ્પષ્ટ છે કે કેટલાંક મંત્રીઓ અને કોંગ્રેસી પ્રવક્તાઓની અન્ના પર કરવામાં આવેલી નકામી ટિપ્પણીઓથી મામલો વધુ બગડયો. સરકારના આ દાવ ઉલ્ટા પડયા.

ભ્રષ્ટાચારથી ઉબાઈ ગયેલી જનતાને અન્ના હજારે પરના વ્યક્તિગત હુમલાના કારણે એવું લાગ્યું કે સરકાર ભ્રષ્ટાચાર વિરુદ્ધ સખત પગલાં ઉઠાવવાની જગ્યાએ તેની વિરુદ્ધ લડનારને જ નિશાન બનાવી રહી છે. આમ જનતામાં અન્નાની છબી એક ઈમાનદાર વ્યક્તિની છે. એક એવા વ્યક્તિની છે જે ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંઘર્ષરત રહ્યો છે. લોકોને એક એવા નાયકની શોધ હતી જે ભ્રષ્ટાચાર વિરુદ્ધ તેમની અવાજને ઉઠાવી શકે. અન્ના હજારેના રૂપમાં જનતાને એક નેતૃત્વકર્તા મળી ગયો. 

74 વર્ષની ઉંમરમાં તેમની સાદગી અને વ્યવસ્થા બદલવાની તેમની અપીલ લોકોના દિલમાં ઉતરતી ગઈ. ભ્રષ્ટાચાર વિરુદ્ધ તેમના વિચાર આમ જનતાના મનમાં ઉતરી ગયા. પોતાની વાતમાં ગાંધીજીની અહિંસાત્મક વાતોને અમલમાં લાવવાની જનતાને વિનંતી કરતા જે હોશ અને ઊર્જાથી તેઓ ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંઘર્ષ કરી રહ્યાં છે, લોકો તેની સાથે આપોઆપ જોડાય રહ્યાં છે. ખાસ વાત એ છે કે અન્નાનું આંદોલન સંપૂર્ણપણે બિનરાજકીય છે. તેમને ન તો ચૂંટણી લડવી છે અને ન તો તેનાથી કોઈ ફાયદો લેવો છે. અન્ના હજારેની આ પૃષ્ઠભૂમિ લોકોને આ આંદોલનથી જોડી રહી છે. ભલે જનલોકપાલ બિલના તમામ મુદ્દાથી સંમત થઈ શકાય નહીં, પરંતુ ભ્રષ્ટાચારનો મુદ્દો આમ જનતા સાથે જોડાયેલો છે. માટે સરકારે એક મજબૂત લોકપાલ બિલ સંસદમાં રજૂ કરવું જોઈતું હતું. 

હાલનું સરકારી બિલ એટલું કમજોર છે કે તેનાથી ભ્રષ્ટાચાર રોકવો સંભવ નથી. સરકારી વલણને કારણે જ આખા દેશમાં આ આંદોલનથી લોકો જોડાય રહ્યાં છે. યુવાનો, બાળકો, વૃદ્ધો, મહિલાઓ તમામ આ ઐતિહાસિક આંદોલનનો ભાગ બનવા ચાહે છે. હવે આ આંદોલનનો ફલક પણ વ્યાપક થઈ ગયો છે. ભ્રષ્ટાચારના મુદ્દાથી શરૂ થયેલું આ આંદોલન વ્યવસ્થા પરિવર્તનથી લઈ ચૂંટણી સુધારના મુદ્દા સુધી પહોંચે છે. ભ્રષ્ટાચારને દૂર કરવા માટે વ્યવસ્થામાં પરિવર્તન કરવું ઘણું જરૂરી બની ગયું છે. ઘણાં સમય બાદ દેશમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ આટલો વ્યાપક લોકજુવાલ જોવા મળી રહ્યો છે. સરકાર અને તમામ રાજકીય પક્ષોએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક કાયદો બનાવવાની દિશામાં તાત્કાલિક પગલાં ઉઠાવવા જોઈએ.

હવે દેશના લોકો કોઈપણ કિંમતે ભ્રષ્ટાચારને સહન કરવા ચાહતા નથી. સંસદ અને તેની પ્રક્રિયાઓને આધાર બનાવીને આ આંદોલનને દબાવી શકાય નહીં. આ આંદોલનની ખાસિયત એ છે કે તે પૂરી રીતે અહિંસાત્મક છે. સરકારને અનશન સમાપ્ત કરવા માટે નમવું પડશે. કારણ કે આંદોલન જેટલું લાંબુ ચાલશે, સરકારની મુશ્કેલી એટલી વધતી જશે. લોકતંત્રમાં લોકોની ભાવનાઓનો ખ્યાલ રાખવો સરકારનું દાયિત્વ છે. તેને અહમનો મુદ્દો ન માની સરકારે વચ્ચેનો રસ્તો કાઢવાની કોશિશ કરવી જોઈએ.
ભ્રષ્ટાચાર વિરુદ્ધ આ મુહિમ માત્ર અન્ના હજારેની નહીં, પરંતુ આમ જનતાની છે. લોકતંત્રમાં આમ જનતા જ સર્વોપરી હોય છે. જો ધ્યાન આપીએ તો બંધારણની પ્રસ્તાવનામાં પણ આ કહેવામાં આવ્યું છે કે જનતા સાર્વભૌમ છે અને બંધારણ સર્વોચ્ચ. તેવામાં સરકારે જનભાવનાનો ખ્યાલ રાખવો જોઈએ. આ તેનું કર્તવ્ય છે. 

સૌજન્ય-પ્રભાત ખબર

ભ્રષ્ટાચારની વિરુદ્ધ


સુધાંશુ રંજન

અન્ના હજારેના આંદોલનને દેશમાં અને દેશની બહાર જે વ્યાપક સમર્થન મળી રહ્યું છે, તેનાથી સ્પષ્ટ છે કે ભ્રષ્ટાચારથી જનતા પરેશાન છે. આ અનાયાસ નથી કે વડાપ્રધાન મનમોહન સિંહએ સ્વાધીનતા દિવસના સંબોધનમાં 16 વખત ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કર્યો. અન્ના હજારે હકીકતમાં લોકાની હતાશાને જ પ્રતિબિંબિત કરી રહ્યા છે. તેમણે ઘોષણા કરી છે કે તેમના અનશન જનલોકપાલ બિલને કાયદો બનાવવા સુધી ચાલુ રહેશે. જ્યારે સરકારના પ્રમાણે, જનલોકપાલ વિધેયકની 40માંથી 24 માગણી પૂર્ણપણે અને 10 માગણીઓ આંશિક રીતે સ્વીકારી લેવામાં આવી છે. માત્ર છ માગણીઓને જ સ્વીકારવામાં આવી નથી, માટે અન્નાના અનશન અયોગ્ય છે.

એ સાચું છે કે લોકપાલ કોઈ એવો જાદૂ કરી દેશે નહીં, જેનાથી ભ્રષ્ટાચાર રાતોરાત સમાપ્ત થઈ જાય. પરંતુ ભ્રષ્ટાચારીઓને દંડિત કરનારી અત્યારે જે સંસ્થાઓ દેશમાં કામ કરી રહી છે, તેમના ક્રિયાકલાપો પર વિચાર કરવાની જરૂરત છે કે આખરે તે કામ કેમ કરી શકતી નથી. તેમ છતાં પણ સરકારી લોકપાલ વિધેયકમાં એક ખતરનાક જોગવાઈ છે કે ખોટી ફરીયાદ કરનારને બે વર્ષની જેલની સજા છે, જ્યારે ભ્રષ્ટાચારના મામલામાં લઘુત્તમ સજા છ માસની છે. જો ફરીયાદકર્તાને દંડિત કરવામાં આવશે, તો પછી ફરીયાદ કરવાનું સાહસ કોણ ભેગું કરી શકશે. કેટલીક વખત તકનીકી કારણોથી પુરાવાના અભાવમાં ફરીયાદો પ્રમાણિત થઈ શકતી નથી, પરંતુ આરોપો સાચા હોય છે. તાજેતરમાં સુભાષ અગ્રવાલે લોકસભા સચિવાલય પાસેથી માહિતી માંગી કે કેટલાં સાંસદોએ પોતાની સંપત્તિની ઘોષણા કરી છે. તેમને જવાબ મળ્યો કે 70 સાંસદોએ ઘોષણા કરી નથી. તેમણે પછી પુછયું છે કે તેમની વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવી છે, તો તેમને જણાવવામાં આવ્યું કે તેના માટે કોઈએ ઔપચારીક રીતે ફરીયાદ કરવી પડશે. પછી તેમણે ફરીયાદ પણ કરી, તો તેમને સૂચિત કરવામાં આવ્યા કે આ ફરીયાદ એફિડેવિટ દાખલ કરીને કરવી પડશે અને જો તેમનું એફિડેવિટ દાખલ કરતાં પહેલા કોઈએ પોતાની સંપત્તિ ઘોષિત કરી દીધી, તો તેમની ફરીયાદ ખોટી માનવામાં આવશે અને તેમની સામે જ કાર્યવાહી થશે. એટલે કે દોષિતો વિરુદ્ધ કાર્યવાહી કરવાની મનસા જ નથી.

દેશની શાસન વ્યવસ્થામાં ભ્રષ્ટાચારના કીટાણુ સ્વતંત્રતા પ્રાપ્તિના તુરંત બાદથી પ્રવેશ કરી ગયા હતા. 1950માં કેન્દ્ર સરકારેના પ્રખ્યાત નોકરશાહ એ.ડી.ગોરવાલાને શાસન વ્યવસ્થામાં સુધાર કરવા માટે સૂચન આપવા માટે કહેવામાં આવ્યું હતું. એક વર્ષ બાદ પોતાના રિપોર્ટમાં તેમણે બે કડવી ટિપ્પણીઓ કરી કે નેહરુ મંત્રીમંડળના કેટલાંક ભ્રષ્ટ મંત્રીઓ સંદર્ભે આમ જાણકારી છે, અને એ છે કે સરકાર આ મંત્રીઓને ખોટી રીતે બચાવી રહી છે.

તે વખત સુધી માત્ર જીપ ગોટાળો સામે આવ્યો હતો, જેમાં વી. કે. કૃષ્ણમેનન પર આંગળી ચિંધાઈ હતી. ભારતીય સેનાએ 155 જીપોની માગણી કરી હતી, જેનો ઉપયોગ અશાંત કાશ્મીર અને હૈદરાબાદમાં થવાનો હતો. સેનાએ તેના માટે એક બ્રિગેડિયરની સેવા ઉપલબ્ધ કરાવી હતી, પરંતુ કૃષ્ણમેનને તેમને નજરઅંદાજ કરીને એજન્ટ દ્વારા એક વિદેશી કંપનીને જીપની આપૂર્તિ કરવાનો આદેશ આપી દીધા. જો કે કૃષ્ણમેનન એક ઈમાનદાર વ્યક્તિ માનવામાં આવતા હતા અને જીપની ગુણવત્તા સંદર્ભે પણ શંકા ન હતી, પરંતુ પ્રક્રિયાનું પાલન ન કરવાને કારણે તે વિપક્ષના નિશાન પર આવી ગયા.

બીજો ગોટાળો જીવન વીમા નિગમ-મુંદરા ડીલ હતો, જે સ્વતંત્ર ભારતનો પહેલો નાણાંકીય ગોટાળો હતો. હરિદાસ મુંદરા કોલકત્તા સ્ટોક એક્સચેન્જના દલાલ અને ઉદ્યોગપતિ હતા. તેમણે પોતાના પ્રભાવથી જીવન વીમા નિગમનું 1.24 કરોડ રૂપિયાનું રોકાણ પોતાની છ સમસ્યાગ્રસ્ત કંપનીઓમાં કરાવી દીધું. તત્કાલિન કોંગ્રેસ સાંસદ ફિરોઝ ગાંધીએ આખો ગોટાળો સંસદમાં ઉજાગર કર્યો. 

સરકારે ન્યાયમૂર્તિ એમ. સી. છાગલાની એક સભ્યની તપાસ સમિતિની રચના કરી. રિપોર્ટમાં તત્કાલિન નાણાં મંત્રી ટી.ટી. કૃષ્ણમાચારીને કાયદાકીય રીતે જવાબદાર ઠેરવવામાં આવ્યા અને તેમને રાજીનામું આપવું પડયું. મુંદરાને જેલની સજા થઈ. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બાદ કેન્દ્રીય સતર્કતા પંચની રચના થઈ.

ત્યાર બાદ ગોટાળાનો તબક્કો સતત ચાલુ રહ્યો, જ્યારે સીબીઆઈ આરોપીઓને સજા અપાવવામાં અક્ષમ સાબિત થઈ, કારણ કે આ સાચા અર્થમાં સ્વાયત નથી અને રાજકીય દબાણ હેઠળ કામ કરે છે. સીબીઆઈ દ્વારા દાખલ લગભગ નવ હજાર મામલા જુદીજુદી કોર્ટોમાં પેન્ડિંગ છે, જેમાંથી લગભગ 2000 મામલા તો એક દશકથી વધારે સમયથી પેન્ડિંગ છે. તેના સિવાય એકલ નિર્દેશ એક ભેદભાવ કરનારી જોગવાઈ છે, તેના હેઠળ કેન્દ્ર સરકારના સંયુક્ત સચિવ અથવા તેનાથી ઉપરના અધિકારી પર ખટલો ચલાવવા મેટ તેને નિયુક્ત કરનારા અધિકારીની પૂર્વાનુમતિ લેવી પડે છે. આ સમાનતાના અધિકારનું હનન કરે છે.

ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે વિશેષાધિકાર ખતમ કરવા યોગ્ય રીતે પરિભાષિત પ્રક્રિયા બનાવવી જરૂરી છે. તેના સિવાય ભ્રષ્ટાચારની પરિભાષાને વ્યાપક રૂપ આપવાની પણ જરૂરત છે. સર્વોચ્ચ અદાલતના ડૉ. એસ. દત્ત વિરુદ્ધ ઉત્તર પ્રદેશના મામલામાં વ્યવસ્થા આપી હતી કે ભ્રષ્ટ શબ્દમાં માત્ર લાંચ લેવી જ સામેલ નથી. તેનો ઉપયોગ એવા આચરણથી થાય છે, જે નૈતિક રીતે પતિત છે. અન્ના હજારેનું આંદોલન પણ માત્ર જનલોકપાલ માટે નથી, આ આપણા સમગ્ર જીવનમાં ઘર કરી ચુકેલા ભ્રષ્ટાચારને ખતમ કરવાના ઉદેશ્યથી પણ શરૂ થયું છે. આશા કરીએ કે આ આંદોલન તેના લક્ષ્ય સુધી પહોંચશે.

થોડી વિનમ્રતા પણ જોઈએ


તવલીન સિંહ

અન્ના હજારે વિરુદ્ધ હાલના સમયમાં કંઈપણ બોલવું ભગવાન વિરુદ્ધ બોલવા સમાન છે. તેમ છતાં પણ બોલવા મજબૂર છું, એક જવાબદાર પત્રકાર હોવાના નાતે. પરંતુ ફરીયાદ કરતાં પહેલા તેમના આંદોલનની સારી વાતોનો ઉલ્લેખ પણ કરવા ચાહું છું. સૌથી સારી વાત તો એ માનું છું કે 20 વર્ષના લાંબા અરસા બાદ જ્યારે ઉત્સાહિત નવયુવાનો, વિદ્યાર્થીઓના સરઘસ દિલ્હીની સડકો પર ઘણાં સારાં લાગ્યા. એ પણ સારું લાગ્યું કે આ વખતે તે શિક્ષણ સંસ્થાઓમાં પછાત જાતિઓ માટે અનામતનો વિરોધ કરવા માટે સડકો પર ઉતર્યા નથી. આ વખતે દેશભક્તિનો અંદાજ દેખાઈ રહ્યો છે, પ્રદર્શનકારીઓમાં. હાથમાં તિરંગો છે અને મુખ્ય સૂત્ર છે, વંદેમાતરમ

અન્નાએ એક એવી પેઢીમાં દેશભક્તિની જ્યોતિ જગાવી છે, જે માત્ર પોતાના ભલા માટે કંઈક કરે છે. પ્રદર્શનકારીઓને ધ્યાનથી જો તમે જોવો, તો તેમાંના મોટાભાગના મધ્યમવર્ગના લોકો છે, જેમણે એ જૂનું ભારત જોયું નહીં હોય, જેમાં ન તો ચમકતો માલ હતો, ન મોબાઈલ ફોન, ન ઈન્ટરનેટ, ન સંપન્નતાના આસાર. સ્પષ્ટ છે, નવા ભારતમાં પેદા થયેલી પેઢીને દેશની ઓછી પરવાહ છે અને પોતાની વધારે, તો તેમનામાં દેશભક્તિ જગાડવી ઘણી મોટી ઉપલબ્ધિ છે. આ કાર્યમાં અન્નાની જીવથી મદદ કરી છે ખાનગી ટીવી ચેનલોએ અને તેમાં કોઈ વાંધો પણ નથી. દૂરદર્શનના જમાનામાં અન્નાનો ચહેરો, તેમના અનશન ક્યારેય ટીવી પર દેખાડવામાં આવત નહીં. અન્નાથી મને ફરીયાદ છે તો એટલી કે તેઓ અજાણતા પોતાના સમર્થકોને ગુમરાહ કરી રહ્યાં છે, ઘણી રીતે. પહેલા તો એ કહેવાથી કે સંસદમાં જે પણ પહોંચે છે, રાજકીય ચોરીથી પહોંચે છે. આવું કહેવું માત્ર ખોટું નથી, ખતરનાક પણ છે. કારણ કે તેમના મોટાભાગના સમર્થક એવા છે જેમને ન તો લોકતંત્રની સમજ છે, ન રાજકારણની. ભારતનું લોકતંત્ર આપણી શાન છે. તેને જીવિત રાખ્યું છે દેશભક્તોએ ઘણાં તોફાનોમાંથી પસાર થયા બાદ. સંસદ આ લોકતંત્રનું ચમકતું પ્રતીક છે, જેનું મુખ્ય દાયિત્વ કાયદો બનાવવું છે. સંસદમાં જો ખોટા પ્રકારના લોકો પહોંચ્યા છે, તો તેમની વિરુદ્ધ નિશંકપણે અવાજ ઉઠાવી શકાય છે, પરંતુ સંસદની મજાક ઉડાડવી ખોટું છે. માટે જ્યારે અન્ના આમરણ અનશન પર બેઠા છે, એ નક્કી કરીને કે તેમનું લોકપાલ વિધેયક સંસદે સ્વીકારવું જ પડશે, તો તે સંસદને નીચું દેખાડી રહ્યાં છે.

તેમના આંદોલન સાથે એવા લોકો જોડાયા છે, જે એમના કહેવા પર માની ગયા છે કે ભ્રષ્ટાચારનો સંપૂર્ણ ઈલાજ છે એક શક્તિશાળી લોકપાલ. પોતાના દિલમાં કદાચ અન્ના પણ જાણે છે કે આવું થવાનું નથી, કારણ કે ભ્રષ્ટાચારના મૂળિયા ઉંડા છે આ દેશમાં અને એટલા ફેલાયેલા છે કે નાનામાં નાના ગામનો નાનામાં નાનો અધિકારી પણ લાંચ લે છે. આમ નાગરીકથી લઈ ધનવાનમાં ધનવાન ઉદ્યોગપતિને લાંચ આપવા માટે મજબૂર કરે છે સરકારી અધિકારી અને રાજનેતા. પરંતુ અન્નાના આંદોલનમાં જોડાયેલા છે એવા લોકો, જે વારંવાર દોહરાવે છે આ જૂઠ્ઠાણું કે ભારતનું ઉદ્યોગ ક્ષેત્ર જીવિત છે, ભ્રષ્ટાચારને કારણે. ભારતે જો ગત 20 વર્ષોમાં સંપન્નતાના રસ્તા પર પગ મૂક્યો છે, તો તેમાં ભારતીય ઉદ્યોગપતિઓનું યોગદાન વધારે અને સરકારનું ઓછું છે. પરંતુ અન્નાની ટીમમાં એવા લોકો છે, જે ભારતીય ઉદ્યોગપતિઓને દેશના દુશ્મન કહે છે.

અન્નાના આંદોલનની આખરી આલોચના મારી તરફથી એવી છે કે તેમણે પોતાની સાથે એવા સાથીઓ જોડયા છે, જે માત્ર ખુદને જ ઈમાનદાર માને છે. મે હમણાં જાણવાની કોશિશ કરી હતી કે મેઘા પાટકરની સતત હવાઈ યાત્રાનો ખર્ચો ક્યાંથી આવે છે, તો ખબર પડી કે તેમની બિનસરકારી સંસ્થા રજીસ્ટર્ડ ન હોવાથી, તેમના ખર્ચાનો પણ હિસાબ કોઈ રાખતુ નથી. તેમના કાર્યાલયમાં ફોન કર્યો તો તેમના એક સાથીએ જણાવ્યું કે તેમનો ખર્ચ જનતાના નાણાંથી પૂરો થયા છે. આટલી અમીર છે દેશની જનતા, તો પછી તેમની સંસ્થાની શું જરૂરત?

અન્નાની ટીમમાં તમામ લોકો બિનસરકારી સંસ્થાઓ ચલાવે છે, તો એ પુછવાનો અધિકાર છે આપણને કે તેમની આવક-ખર્ચાનો હિસાબ છે કોઈ? મારો વ્યક્તિગત અનુભવ એ છે કે જ્યાં સુધી ભ્રષ્ટાચારની વાત છે, દૂધથી ધોયેલા ઓછાં જ લોકો મળે છે આ દેશમાં, આંગળીઓ ઉઠાવનારા વધારે મળે છે. અન્નાના સાથીદારોની આદત બની ગઈ છે કે બીજા પર આંગળીઓ ઉઠાવે. જરૂરત છે થોડી વિનમ્રતાની, થોડાક અસલી ગાંધીવાદીની, જે હજી સુધી અન્નાના સાથીદારોમાં જોવામાં આવ્યા નથી.

સૌજન્ય- અમર ઉજાલા

જેપી વિરુદ્ધ અન્નાનું આંદોલન



નિરજા ચૌધરી

જે રામલીલા મેદાનમાં જેપીએ ઈન્દિરા સરકારને દિનકરની કવિતા- સિંહાસન ખાલી કરો કિ જનતા આતી હૈ, થી પડકારી હતી, તે રામલીલા મેદાનમાં અન્ના હજારેનું અનશન સત્તાની દીવાલોમાં હલચલ મચાવી રહ્યું છે. જેપીએ જ્યાં સંપૂર્ણ ક્રાંતિનું સૂત્ર આપ્યું હતું, ત્યાં અન્નાએ બીજી આઝાદીનો નારો બુલંદ કર્યો છે. યુગના બે અંતિમ પર ઉભેલા આ બંને આંદોલનોના સંયુક્ત સૂત્રોની શોધ કરવાનો આજે સમય છે.

અલગ છે, બંને આંદોલન અને પરિસ્થિતિઓ
-નિરજા ચૌધરી

જેપીએ પણ લગભગ આ ઉંમરમાં આખા દેશને ભ્રષ્ટાચાર વિરુદ્ધ એકઠો કરી દીધો હતો. પરંતુ જ્યાં જેપીને રાજકીય અનુભવ હતો, ત્યાં અન્ના બિનરાજકીય છે. 

જયપ્રકાશ નારાયણના સંપૂર્ણ ક્રાંતિ આંદોલન અને અન્ના હજારેનું હાલનું આંદોલન કેટલીક બાબતોમાં સમાન, તો ઘણાં સ્તરે અલગ દેખાય છે. જેપીનું આંદોલન રાજકીય આંદોલન હતું, જ્યારે અન્નાનું આંદોલન બિનરાજકીય છે. કટોકટીના તબક્કામાં અને વર્તમાન હાલતમાં ઘણું અંતર છે, પરંતુ એક મુદ્દો સમાન છે. આ મુદ્દો છે ભ્રષ્ટાચારનો. ભ્રષ્ટાચારના મુદ્દા પર જ જેપીએ ઈન્દિરા ગાંધી વિરુદ્ધ અવાજ બુલંદ કર્યો અને આજે અન્ના હજારે પણ તેને રોકવા માટે સખત લોકપાલ કાયદાને લાગુ કરવાની વાત કરી રહ્યાં છે. 

70ના દશક અને આજની રાજકીય પરિસ્થિતિમાં જમીન-આસમાનનું અંતર છે. તે સમયે કેન્દ્રથી લઈ રાજ્યમાં મોટાભાગની જગ્યા કોંગ્રેસના શાસનમાં હતી. જેપીએ બિનકોંગ્રેસી દળોને એક મંચ પર લાવીને સરકાર વિરુદ્ધ આંદોલનની શરૂઆત કરી હતી. તે સમયે સંચાર માધ્યમો પણ એટલા શક્તિશાળી ન હતા. તેમ છતાં પણ જેપીનું આંદોલન આખા દેશમાં ફેલાય ગયું. પ્રવર્તમાન સમયમાં દેશની સ્થિતિ ઘણી અલગ છે, પરંતુ ભ્રષ્ટાચારનું સ્તર ઘણું વધી ગયું છે. ઓછાવત્તા પ્રમાણમાં કોઈપણ રાજકીય પક્ષ તેનાથી અછૂતો નથી. રાજનેતાઓ અને સામાન્ય જનતા વચ્ચે સંવાદહીનતાની સ્થિતિ પેદા થઈ ગઈ છે. 

આ સંવાદહીનતાની વચ્ચે અન્નાએ લોકોની ભાવનાઓને સમજીને આ ઉંમરે પણ આંદોલનનું એલાન કર્યું. અન્નાની છબી એક ઈમાનદાર અને સમાજસેવીની રહી છે. આ છબી યુવાનોને પણ ગમી ગઈ અને જોતજોતામાં જ જનસમૂહ તેમના આંદોલનમાં જોડાતો ગયો. આ એ વાતનો સકારાત્મક સંકેત છે કે હજી પણ દેશનો સમાજ ઈમાનદાર વ્યક્તિ પાછળ ઉભો થઈ શકે છે. જેપીએ પણ લગભગ આ ઉંમરમાં આખા દેશને ભ્રષ્ટાચાર વિરુદ્ધ એકઠો કરી દીધો હતો. પરંતુ જ્યાં જેપીને રાજકીય અનુભવ હતો, ત્યાં અન્ના બિનરાજકીય વ્યક્તિ છે. બિનરાજકીય વ્યક્તિ હોવા છતાં પણ અન્નાની વ્યવસ્થા વિરુદ્ધ સંઘર્ષ કરવાની કહાણી ઘણી લાંબી છે. આ અનુભવ તેમના આંદોલનને અહિંસક રાખવામાં મદદ કરી રહ્યો છે. 

કારણ કે અન્ના જાણે છે કે હિંસક થતાં જ તેમનું આંદોલન પોતાના મકસદમાંથી ભટકી જશે. દેશમાં દરરોજ ભ્રષ્ટાચારના મામલા સામે આવવા અને રાજકીય મજબૂરીમાં સખત પગલાં ઉઠાવવામાં સરકારની નાકામીથી આમ જનતામાં સરકારની શાખ કમજોર થઈ છે. દેશમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ માહોલ બની રહ્યો છે અને અન્નાની ઈમાનદાર છબી લોકો અને યુવાનોને તેમના આંદોલનથી જોડી રહી છે. સમાજ ઘણાં સમયથી એક એવા નાયકની તલાશમાં હતો, જે તેમની ભાવનાઓને સંઘર્ષ દ્વારા અંજામ સુધી પહોંચાડી શકે. અન્નામાં સમાજ આવો જ નાયક એવો નાયક શોધવાની કોશિશ કરી રહ્યો છે. એ કારણ છે કે સમાજના તમામ વર્ગોનું સમર્થન અન્નાના આંદોલનને મળી રહ્યું છે. ઘણાં સમય બાદ દેશમાં જનભાવનાનો આવો ઉભરો જોવા મળી રહ્યો છે. આશા કરવી જોઈએ કે લોકતંત્ર અને ભારતીય રાજકીય વ્યવસ્થા માટે અન્નાનું આંદોલન પરિવર્તનનો રસ્તો તૈયાર કરવા મદદરૂપ થશે.

સૌજન્ય- પ્રભાત ખબર

Saturday, 20 August 2011

બ્રાન્ડોનો આમનો-સામનો



સુધીશ પચૌરી

મીડિયા દેખાડી રહ્યું છે. અનશન કરતાં અન્ના મંચ પર સુતા છે. પછી તેઓ બેઠેલા નજરે પડે છે. 

રવિવારની બપોર છે. બ્રાન્ડ-સરકાર વિરુદ્ધ બ્રાન્ડ-અન્નાનો મુકાબલો છે. સરકારી લોકપાલ અને સિવિલ સોસાયટીનું જનલોકપાલ મહીનાઓથી આમને-સામને છે. તેના નિર્માતાઓમાં મુકાબલો છે. તમામ મજબૂત લોકપાલ ચાહે છે. મજબૂતીનું બજાર છે. એવા એન્કરોની કોઈ અછત દેખાતી નથી જે અન્નાને આવતા જોઈને ખિલી ઉઠે છે. તે મીડિયાના રામલીલા મેદાનના કવરેજને એક મનચાહેલા અવસર તરીકે દેખાડે છે અને અન્ના તથા જનલોકપાલના પક્ષમાં નજરે પડે છે. તેઓ સરકારને વિપક્ષમાં દેખાડે છે અને સિવિલ સોસાયટીના પક્ષમાં નમેલા નજરે પડે છે. સલામન ખુર્શિદે મીડિયાની જવાબદેહી પર સવાલ ઉઠાવ્યા છે. 

આપણું મીડિયા વિલોમોથી કામ કરે છે. તેમાં કેટલીક વિલોમ બાઈટો સતત બની રહી છે- જેમ કે સંસદ વિરુદ્ધ સડક, નેતા વિરુદ્ધ સિવિલ સોસાયટી, સંસદીયતા વિરુદ્ધ જનતા, સ્થાયી કમિટી વિરુદ્ધ સિવિલ કમિટી, સરકારનું બહેરાપણું વિરુદ્ધ મીડિયા, સીનાનો શોર, અવાક સરકાર વિરુદ્ધ ગોળો ફેંકતા લોકો! આ વિલોમ પણ ઘુળતા-મળતા છે. ઠહેરાવમાં નથી. પકડમાં આવતા નથી. દર્શક પણ તેમાં પોતપોતાના અર્થ શોધી શકે છે. વિલોમ રિમિક્સ થઈ જાય છે. કેટલાંક ભિન્નતા છતાં તે પ્રસ્તુતિ છે જે રામદેવ-લીલા પ્રસારણમાં જોવા મળી હતી. 

ભ્રષ્ટાચારનું મૂળ, મૂડીવાદનો અસલ ચહેરો જોવો મીડિયાના વશમાં નથી. ભ્રષ્ટાચારના મામલામાં તેમના મનમાં ચોર છે. તેઓ પણ તુરંત ફાયદો ચાહનારી કોમનસેન્સથી કામ કરે છે. તે કોઈ ભ્રષ્ટાચારીનને ઉત્તેજક બનાવીને દેખાડે છે. તે તેને દેખાડતા જ તુરંત મહાભ્રષ્ટાચારી અથવા સદીનો સૌથી મોટો ભ્રષ્ટાચારી બનાવીને દેખાડવા માટે આદી છે. તે એક જ કવરેજમાં આરોપ લગાવી, કલમ લગાડી, પોતાનો તાત્કાલિક ચુકાદો આપીને સજા પણ સંભળાવી દે છે. તે સામાજીક ન્યાયનું કિફિક્સ છે. જેનલોકપાલ પણ એક કિફિક્સની જેમ જ લેવા દેવામાં આવી રહ્યું છે. કિફિક્સનું બજાર ઉત્તેજક હોય છે. પરંતુ કિ- હોય છે-સેરિડોન અથવા એસ્પોની ગોળીની જેમ તાત્કાલિક દર્દ નિવારક. હજી ભ્રષ્ટ થયું, હજી ઠીક કરી દીધું. અલગ-અલગ મીડિયામાં ભ્રષ્ટાચારી પણ અલગ-અલગ હોય છે. તે જ ખાતામાં હેરાફેરી કરનારા, કાયદો તોડનારા, લાંચની લેતી-દેતીવાળા અથવા તેને જોવાવાળા ભ્રષ્ટાચારના પરિચિત ચહેરા છે. ભ્રષ્ટ માનસિકતા કેમેરાની પકડની બહાર છે. બનાવટી મેકઅપ અને સૌંદર્યીકરણના બજારમાં ચહેરાની પાછળ ચહેરાની આગળ ચહેરો છે. મ્હોરા છે અને ડાઘ પણ સારા છે. 

ભ્રષ્ટાચારનો કિફિક્સ શોધતું મીડિયા અને સિવિલ સોસાયટી જોર્જ આરવેલની ખ્યાતનામ નવલકથા ઉન્નીસો ચૌરાસીના બિગ બ્રધરની જરૂરત છે જે બધાંને જોશે, સજા આપશે પરંતુ જેને કોઈ જોઈ શકશે નહીં તેને સજા આપી શકાશે નહીં. જે કોઈના પ્રત્યે જવાબદાર નહીં હોય. જનલોકપાલ એવી જ કિફિક્સ બ્રાન્ડનો ભરમ આપે છે. 

ઉદારીકરણના ગત વીસ વર્ષોમાં, ફ્રી ગ્લોબલ માર્કેટ, ઈલેક્ટ્રોનિક ક્રાંતિ અને ફેસબુકી બ્લેકબેરીના એકાંતિક સક્રિય મેસેજ, નવી સાઈબર કમ્યુનિટીઝની આઝાદી અને જનતંત્રનો લાભ ઉઠાવી જાડી અને ખાઉધરી બનેલી મેટ્રો શહેરનો અંગ્રેજી મિડલ ક્લાસ અરસાથી તહરીર ચોક માટે આકળવિકળ છે. અન્નાનું આંદોલન જનક્રાંતિ બનતું ચાલ્યુ છે. ક્રાંતિમાં સામેલ થઈને પોતાના પાપને પ્રક્ષાલિત કરી પવિત્ર થવાય રહ્યું છે. એડ ગુરુ પ્રહલાદ કક્કડ ટીવીમાં કહે છે કે અન્ના પવિત્રતાના પ્રતિનિધિ છે. કબીર બેદી કહે છે કે જનલોકપાલ હોવો જરૂરી છે. શાહરૂખ ખાન પણ ખુદને અન્નાની સાથે ગણાવીને કહે છે કે સારું છે. ગજબની પોપ્યુલર બ્રાંડિગ છે. સાધનની પવિત્રતાથી સાધ્યની પવિત્રતાનો ગાંધીવાદી પરમ વિચાર આ તમાશામાં ખંડિત છે. આ ગાંધીવાદમાં સાધ્ય પ્રમુખ છે, સાધન ગમે તે હોય. પ્રહલાદને પવિત્રતાની બ્રાન્ડ દેખાઈ રહી છે. પાપ ધોવા માટે પવિત્રતાનું નિરમા જોઈએ.

ઉદારીકરણના વાતાવરણમાં ફ્રી માર્કેટમાં નિરપરાધિત, પોતાની જ વધેલી લાલચથી ભરેલા, મંદીની ખબરોથી વારંવાર વિચલિત નવો ઉપભોક્તા મિડલ ક્લાસ કઈ પવિત્રતાને શોધી રહ્યો છે? બ્રાન્ડમાં કઈ પવિત્રતા મળી શકે છે? આ મિડલ ક્લાસ પણ તો એક બ્રાન્ડ છે! આ પ્રકાંડ મલ્ટિ બ્રાન્ડિંગ છે. મીડિયા મસ્ત છે. મોટું દર્શક બજાર એકઠું થયું છે. આ સીનોની ઉન્મદ વિકટતા રોમાંચિત કરે છે. સાથે ડરાવે પણ છે. કેટલીક વાતો કહેવી પ્રતિબંધિત છે. કેટલાંક સવાલ પુછવાની મનાઈ છે. આ સરકારનું નહીં, સિવિલ સોસાયટી અને મીડિયાની સંયુક્ત કટોકટી છે. કેટલીક વાતો કહેતાની સાથે જ વીજળી પડે છે. તમે આ બાજુ નથી તો દુશ્મન છો. મીડિયાના તમામ દ્રશ્ય તરલિત યથાર્થ છે. હાઈપર છે. તમે તેને સ્થિર કરી શકો નહીં. 

ભ્રષ્ટાચાર જો ડાઘનું ચિન્હ છે, તો લોકપાલનો આઈડિયા નિરમા-ટિનોપોલ છે. ભ્રષ્ટાચાર સર્વાધિક હાઈપર તરલ ચિન્હ જે નિર્ગુણ બ્રાહ્મની જેમ દરેક જગ્યા, દરેક વાત અને દરેક વ્યવહારમાં છે. પરંતુ પકડથી પર છે. અવરોધથી પર છે. માયા સિદ્ધ લોકો ભ્રષ્ટાચારના નિર્ગુણ તત્વને પકડવાના મોહને પાળે છે. જનલોકપાલ હશે તો પાસઠ ટકા ભ્રષ્ટાચાર કપાશે. 35 ટકાનું શું થશે?  દ્રશ્યોનું મૂળ આકર્ષક જાદૂઈ તત્વ એ છે કે તમામ ભ્રષ્ટાચારની વિરુદ્ધ છે. જ્યારે તમામ વિરુદ્ધ છે તો તેને ખતમ થયેલો માની શકાય છે. દ્રશ્ય અંતર્વિરોધી છે. મીડિયાએ અત્યાર સુધી ભ્રષ્ટાચારને ખૂબ વિખંડિત કસરી શકાય નહીં કારણ કે તે સપાટી પર જીત્યા છે. તત્વ ચિંતનની જગ્યાએ તમાશા દર્શન જ તેમનો ધંધો છે. અન્ના એક વ્યક્તિ હતા. પછી એક ગાંધીના પ્રતીક બન્યા. પછી એક પવિત્ર તત્વ બન્યા. હવે તે એક પવિત્ર બ્રાન્ડ છે. બ્રાન્ડની પોઝિશનિંગ કરવામાં આવી ચુકી છે. પોઝિશનિંગ ગજબની છે. મીડિયાને અન્નાની એક્શન વગર મોલે મળ્યું છે. સિવિલ સોસાયટીને મીડિયા મફતમાં મળ્યું છે. બંને પૂરક છે. 

પ્રોડક્ટ ઓફ ધ ઈયરના વિજ્ઞાપન વિશેષજ્ઞ ચારુલતા રવિવકુમાર બ્રાન્ડિંગ અન્ના હજારે નામની ટિપ્પણીમાં આમ લખે છે- બ્રાન્ડ પ્રતીક હોય છે. સપના જગાડે છે. જો તે ડિલીવર કરતાં નથી તો તે ટકાઉ નથી. નિસંદેહ આ વખતે બ્રાન્ડ અન્ના સર્વાધિક નવોન્મેષી, સર્વાધિક મત હાસિલ કરનારા અને સર્વાધિક ચર્ચિત છે. અન્ના આ વર્ષના સૌથી મોટી બ્રાન્ડ છે. તેમ છતાં અન્નાજી, એ તો બતાવો કે તમારી એજન્સીનું નામ શું છે?

સૌજન્ય- રાષ્ટ્રીય સહારા

અન્નાનું આંદોલન: કેટલીક છૂટક ટિપ્પણીઓ

વિમાંશુ દિવ્યાલ

અન્નાનું આંદોલન વિજય તરફ અગ્રેસર છે. લક્ષ્યગત સફળતા બીજી વાત છે. 

અદભૂત! બેમિસાલ! રાજધાની દિલ્હીમાં આવી વિશાળ ભીડ, આવો જન ઉભાર, લોકાની આવી દિવાનગી, આવો ઝનૂની ઉત્સાહ! રાજઘાટ હોય અથવા છત્રસાલ સ્ટેડિયમ, તિહાડ હોય અથવા રામલીલા મેદાન, જ્યાં અન્ના રહ્યાં ત્યાં જનતાનું ઘોડાપૂર ઉમટી પડયું, ત્યાં આંદોલન ઉભરી ઉઠયું. એકવાર તો એ નક્કી કરવું મુશ્કેલ થઈ ગયું કે અન્ના તિહાડ જેલમાં કેદ છે અથવા તિહાડ જેલ અન્નાની કેદમાં છે. પોલીસે અન્નાને કસ્ટડીમાં લીધા છે અથવા અન્નાએ પોલીસને. સરકારે અન્નાને પ્રતિબંધિત કર્યા છે અથવા અન્નાએ સરકારને. હવે ચાહે કોઈ કંઈપણ કહે, અપાર જનસમૂહે અન્નાને ભ્રષ્ટાચાર વિરોધના પ્રતીકમાં બદલી નાખ્યા છે. વ્યક્તિ અન્ના વૃદ્ધ હોય અથવા મનીષ તિવારી માથાથી પગ સુધી ભ્રષ્ટ પરંતુ પ્રતીક અન્ના એટલા ભારે-ભરખમ થઈ ગયા છે કે કોઈપણ વ્યક્તિગત નિંદા અથવા આરોપ અથવા ટીકા આ અન્નાને હાલ નાના કરી શકે નહીં. તેનાથી આગળ સરકારનું જે થવાનું હતું તે થયું. અન્નાનું આંદોલન વિજય તરફ અગ્રેસર છે. લક્ષ્યગત સફળતા બીજી વાત છે. 

આહ કોંગ્રેસ આહ!

ખરેખર હેરાની થાય છે કે દેશની સૌથી અનુભવી અને સૌથી શક્તિશાળી રાજકીય પાર્ટી અને કેન્દ્રમાં આસિન તેની સરકાર આટલી બાળકબુદ્ધિ અને ક્ષુદ્ર રીતે એક આવા આંદોલનકારીથી નિપટવાની કોશિશ કરશે જેની જનશક્તિનો સાક્ષાત્કાર તે પહેલા પણ કરી ચુકી હતી. તેના પ્રવક્તા જેટલાં વધારે વ્યક્તિગત મોટા પ્રહાર અન્ના પર કરી રહ્યાં હતા, તેઓ તેટલાં જ નાના અને વેંતિયા નજરે પડી રહ્યાં હતા. પોતાની પાર્ટી અને સરકારની છબી પર એટલી જ કાળાશ નાખી રહ્યા હતા. અન્નાના આંદોલનને નહીં ખુદ પોતાની પાર્ટી અને સરકારને જ આરોપીના પાંજરામાં ઉભા કરી રહ્યા હતા. જ્યારે કોંગ્રેસ સરકારે પોતાની વાત મીડિયાની સામે મૂકી તો લોકોએ તેમના તમામ તર્કો સંદર્ભે આંખ આડા કાન કર્યા. સંસદની સર્વોચ્ચતાનો તેનો તર્ક જનતાએ ધડમૂળથી નકારી દીધો. તે સમજી શકી નહીં કે અન્નાના બહાને લોકો સંસદને નહીં, પરંતુ એ વેંતિયાઓને નકારી રહ્યાં છે કે જેમણે સંસદને પંગુ બનાવી દીધી છે. જે ચાલો-કુચાલોથી તેમણે બાબા રામદેવને આસમાનથી પાતાળમાં પાડી દીધા હતા, તે ચાલો-કુચાલોએ અન્નાના મામલામાં ખુદ તેમને જ એ પ્રકારે જમીન પર ફેંક્યા કે તેઓ ધૂળ પણ ખંખેરી શકે તેમ નથી. 

બહોત ખૂબ મીડિયા!

અન્નાના આંદોલનની ટીઆરપી એટલી મોટી હતી કે તેની નીચે મીડિયાની તટસ્થતાએ દબાઈને દમ તોડી નાખ્યો. અન્ના સમર્થક સરકારની આટલી મારક આલોચના-ટીકા કરી શકતા ન હતા કે જેટલી તેમના પક્ષમાં ઉભા રહીને મીડિયા કરી રહ્યું હતું. મીડિયા અન્નાનું અતિરંજીત યશોગાન કરી રહ્યું હતું, અન્નાની તૂતી બનીને બોલી રહ્યું હતું, અન્નાની જેલમાંથી બહાર આવવાની યાત્રા પર એવી લાઈવ કોમેન્ટ્રી કરી રહ્યું હતું કે જેમ ગણતંત્ર દિવસની પરેડના પ્રસંગે તેની યશોગાથા ગાનારા ઉદ્ઘોષણા કરે છે. તે અન્ના સમર્થક ભીડનો ભાગ બની ગયું હતું અને ઉત્સાહી ભીડની તર્જ પર જ પ્રશસ્તિવાચન કરી રહ્યું હતું. ચેનલોની પ્રતિસ્પર્ધા એ હતી કે બિરુદાવલિમાં કોણ સૌથી ઉપર રહે. આખા મીડિયા વેપારમાંથી તે ઠહેરાવ ગાયબ હતો જે કોઈ ઈતર વૈચારીક હસ્તક્ષેપનો અવકાશ બનાવે છે. તમામ ચર્ચા અન્ના સમર્થક અને કોંગ્રેસી પ્રવક્તાઓના તર્કો અને પ્રતિતર્કોની ધરી પર ટંગાયેલી રહી, જેમાંથી નેવું ટકા ચર્ચા સંચાલક અન્નાના પક્ષણાં હસ્તક્ષેપ કરતા રહ્યાં અને પોતાની રીતે ચર્ચાનો નિષ્કર્ષ અન્નાના પક્ષમાં પહોંચાડતા રહ્યાં. ભીડની આગળ સારા-સારા લોકોનો વિવેક કામ કરવાનું બંધ કરી દે છે, પછી દેશનું હિંદી ઈલેક્ટ્રોનિક મીડિયા તો વિવેકના મામલામાં આમ પણ શૂન્યથી બે-ચાર ક્રમ ઉપર છે. 

કોંગ્રેસને સલાહ

કોંગ્રેસ પાર્ટી અને તેની સરકારે હવે એ ભ્રમમાં રહેવું જોઈએ નહીં કે તેમની સીમિત સમજદારી અને ઉલટી ચાલોને કારણે તેમનું કોઈ નુકસાન થયું નથી. ભરપાઈ માટે તેમણે એ કરવું જોઈએ જે અન્ના અને તેમના ટેકેદારો કરી રહ્યાં છે. કોંગ્રેસે પોતાના તમામ ધુરંધર પ્રવક્તાઓને દિલ્હીમાં કોઈ સારી જગ્યા જોઈ અને પોલીસ પાસેથી અનુમતિ લઈને અનશન પર બેસાડી દેવા જોઈએ. જે લોકો અન્નાના અનશનમાં સામેલ થવા ચાહતા નથી તે જરૂર તેમના અનશનમાં સામેલ થશે. જો તેમની વાતોમાં દમ હશે તો લોકો સાંભળશે. પરંતુ આ સમયે લોકો સાંસદો-મંત્રીઓ નહીં, અનશનકારીઓનું સાંભળવાના મૂડમાં છે. કોંગ્રેસને લોકોના આ મૂડને જરૂરથી ભાપવો અને માપવો જોઈએ.

અન્ના અને તેમના ટેકેદારોથી નિવેદન

મહાનુભાવો, તમારી સાથે આવેલો અપાર જનસમૂહ એ દર્શાવી રહ્યો છે કે લોકો ભ્રષ્ટાચારથી કેટલી હદે ઉબાઈ ગયા છે અને કેવી રીતે સંસદ પર કબજો જમાવી બેઠેલી જમાતો પ્રત્યે અવિશ્વાસ, ગુસ્સા અને નફરતથી ભરાયેલા છે. તેઓ તમારી તરફ વધુ આશાથી જોઈ રહ્યા છે અને ખુદને ભ્રષ્ટાચારથી લડવા માટે આપસમાં જોડી પણ રહ્યા છે. તેમ છતાં પણ એવા લોકો ઓછાં નથી જે તમારા આંદોલનને યોગ્ય માનવા છતાં પણ તેના દૂરગામી પરિણામને લઈને આશંકિત છે. તેઓ જાણવા ચાહે છે કે સંપૂર્ણ ક્રાંતિ, બીજી આઝાદી અને વ્યવસ્થા પરિવર્તનથી તમારું તાત્પર્ય શું છે? જો તમે ખરેખર લોકતાંત્રિક છો, તો તમારા અનશન મંચથી થોડીવાર માટે એમને નીચે ઉતારી દો જે તમારા નારાથી બંધાયેલી બિરુદાવલિ ગાઈ રહ્યાં છે. તેમને પણ બોલવા દો જે તમારા આંદોલનને લઈને આશંકિત છે અને અન્ય મત ધરાવે છે. કોંગ્રેસ-પ્રવક્તાઓને પણ આમંત્રિત કરી શકો છો. તેનાથી તમારા આંદોલનને શક્તિ મળશે, શિથિલતા નહીં. જોડાયેલા લોકો પણ પોતાનો સ્થિર મત બનાવી શકશે. નહીંતર ભીડનું શું છે, જેમ ભેગી થાય છે, તેમ વિખેરાઈ પણ જાય છે.

સૌજન્ય-રાષ્ટ્રીય સહારા