Showing posts with label ગરીબી. Show all posts
Showing posts with label ગરીબી. Show all posts

Monday, 15 August 2011

ઔર ભી ગમ હૈ જમાને મેં કરપ્શન કે સિવા!


કાંતિ વાજપેયી
જો મીડિયાનું માનીએ તો આજના સમયની સૌથી મોટી સમસ્યા કરપ્શન છે. ઈન્ડિયન ટેલિવિઝનનો કોઈપણ પ્રોગ્રામ જોઈ લો- ન્યૂઝ પેપર અને મેગેઝીન ઉથલાવીને જોઈ લો, દરેકમાં કરપ્શનના જ સમાચાર છે.

પરંતુ શું કરપ્શન જ આપણા દેશના લોકોની એક માત્ર સમસ્યા છે? બિલકુલ નહીં. વાસ્તવમાં કરપ્શન મિડલ ક્લાસ લોકોની દિમાગી કસરત છે. કરપ્શનથી પણ મોટી સમસ્યાઓ આપણી સામે મોઢું ફાડીને ઉભી છે, પરંતુ તેમની તરફ આપણે ધ્યાન આપતા નથી.

બેશક કરપ્શન એક ખરાબ વસ્તુ છે. આપણે બધાં તેનો વિરોધ કરીએ છીએ. આજે આપણે તેને ઘણાં મોટા સ્તર પર જોઈ પણ રહ્યાં છીએ. તેને ખતમ કરવા માટે યુપીએ સરકારને ઘણું બધું કરવું પડશે. બેઈમાની અને ગેરકાયદેસર રીતે નાણાં બનાવવાની સિસ્ટમ પર આઘાત કરવો પડશે.

એવું નથી કે ગત સરકારોના સમયે કરપ્શન ન હતું. પરંતુ પહેલા કરપ્શન પર આટલો હોબાળો મચતો ન હતો. ન તો મીડિયા આટલું સાવધ હતું અને ન તો સરકાર આટલી પારદર્શી હતી. માટે આજકાલ આપણે કરપ્શન પર આટલો અવાજ સંભળાય છે અને વિચારીએ છીએ કે સ્થિતિ ક્યારેય આટલી ભયાનક ન હતી. જેટલું કરપ્શન આજે છે, આજથી પહેલા ન હતું. હકીકતમાં જો તમે વિશ્લેષણ કરી શકો કે પહેલા કરપ્શન આનાથી પણ વધારે થતું હતું. કરપ્ટ લોકો અને તેમના કરપ્શનના કિસ્સા પણ અગણિત છે. ત્યારે આપણી અર્થવ્યવસ્થા લાઈસેન્સ અને પરમિટ રાજના શિકંજામાં હતી. તેની આડમાં કરપ્શન જોરશોરથી થતું હતું.

હવે અર્થવ્યવસ્થા તેની ચુંગલમાંથી આઝાદ છે. આજ દેશની પાસે આધુનિક દરજ્જાની સર્વિલન્સ સિસ્ટમ પણ છે. કોઈ ખોટું કામ કરે તો તેને પકડવો મુશ્કેલ નથી. તમે દેશના ફૂગાવા અને વિકાસ દરને જોવો, તો તે પણ લગભગ સ્થિર જ રહે છે. એ શરતી રીતે કહી શકાય છે કે કુલ મળીને કરપ્શન નાનું કે મોટું, ઓછું થયું છે. કારણ કે દેશની ઈકોનોમી ઘણાં દબાણોથી મુક્ત થઈ છે.

તો પછી મિડલ ક્લાસ કરપ્શનને લઈને આટલો પરેશાન કેમ છે? સમાજમાં એવી ઘણી સમસ્યાઓ છે જેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. વર્ષો વીતી ગયા. લોકો માટે રોટી, કપડાં, મકાનની સમસ્યા હજી પણ જેમની તેમ બનેલી છે. વીજળી, ઈંધણ, સસ્તું અને સરુક્ષિત પબ્લિક ટ્રાન્સપોર્ટ, સ્વાસ્થ્ય સુવિધાઓ, બેંકિંગ સુવિધા, સ્થાનિક પ્રશાસનની ભાગીદારી- આ બધાંમાં કોઈને કોઈ ચુક છે.
આ બધું પણ આપણી જરૂરત છે, જેને પ્રાથમિકતાથી પૂર્ણ કરવું જોઈએ. પરંતુ શું મીડિયા આ બધાંને લઈને પરેશાન રહે છે? શું અંગ્રેજી અને રીજીયોનલ ભાષાની ટીવી ચેનલો આ સમસ્યાઓ પર પ્રોગ્રામ બનાવે છે? શું અખબાર તેના પર મોટી હેડલાઈન છાપે છે? આ સમસ્યાઓ સાથે સંકળાયેલા ઘણાં ઓછાં સમાચારો મીડિયાના બ્રેકિંગ ન્યૂઝ બની શકે છે.

હકીકતમાં કરપ્શન પર હાય-તોબા મચાવનારા લોકો, મિડલ ક્લાસના ખાધેલા-પીધેલા લોકો છે. આ લોકો ઓનરશિપ, વ્યૂઅરશિપ અને રીડરશિપના સ્તરે મીડિયાને કંટ્રોલ કરે છે. મીડિયાના કર્તા-ધર્તા પણ આ લોકો છે. આ લોકોને કદાચ યાદ જ નથી અથવા તો તેઓ યાદ કરવા માંગતા નથી કે ભારતનો આમ આદમી ખૂબ ખરાબ સ્થિતિમાં રહેવા માટે મજબૂર છે.

ઘણાં સંશોધનો અને અભ્યાસ સાબિત કરી ચુક્યા છે કે એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકા જેવા ક્ષેત્રોનો ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ ભારતીય લોકોથી સારી સ્થિતિમાં છે. આપણા દેશનો આમ આદમી ગંદગી, અંધારું, ભૂખમરીના કીચડમાં ફસાયેલે છે.

આ કીચડને સાફ કરવા માટે ખુદ પોતાના હાથ ગંદા કરવા પડશે. દરેક વ્યક્તિએ હાથ આગળ કરીને આ ગંદગીને સાફ કરવી પડશે. પોતાના હાથ સાફ રહે તેના માટે ઘણી ચતુરાઈથી મિડલ ક્લાસે ચર્ચાને બીજી તરફ વાળી દીધી છે. કરપ્શનના મુદ્દાને પકડયો છે અને બીજાને રંગે હાથ પકડી રહ્યો છે.

કરપ્શન એક સટીક મુદ્દો શા માટે છે? કોઈ વ્યક્તિ માટે તે મોટી સમસ્યા હોઈ શકે છે. આખરે આપણે આવા કેટલાં લોકોને જાણીએ છીએ, જે ખરેખર સંપૂર્ણપણે કરપ્ટ છે? મિડલ અને અપર મિડલ ક્લાસ ક્યાં લોકોને સૌથી વધારે કરપ્ટ માને છે? એમપી, એમએલએ, સીનિયર સિવિલ સર્વેન્ટ, મોટા કોર્પોરેટ એક્ઝીક્યુટિવ્સને.

આ કેટલાં હશે? 100-500, હજાર-દોઢ હજાર? તો કરપ્શનના કીચડમાં ફસાયેલા લોકોથી નિપટવું ઘણું આસાન છે. હવે તમે હિસાબ લગાવો. આ સંખ્યા એ લાખો-રોડો લોકોની સંખ્યાથી ઘણી ઓછી છે, જે ગરીબીના કીચડમાં ફસાયેલા છે. તેમને આ કીચડમાંથી કાઢવા ઘણાં આસાન છે, કરપ્ટ લોકોને બુરાઈના કીચડમાંથી બહાર કાઢવા.

કરપ્શન મિડલ ક્લાસ માટે એટ્રેક્ટિવ છે, કારણ કે તેનાથી લડવા માટે તેને જાતિ, વર્ગ, ધર્મ, પ્રાદેશિકતા, કોઈનાથી સંઘર્ષ કરવો પડતો નથી. ન તો અમીર-ગરીબ, સ્ત્રી-પુરુષની વચ્ચે ખાઈ પુરવી પડે છે. તેના મટે કોઈ રાજકીય અને સામાજીક સમજૂતીની જરૂરત નથી. કરપ્શન વિરુદ્ધ બધાં છે, માટે તેનાથી લડવું આસાન નથી. કરપ્શનના મુદ્દા પર સૌ એક સાથે છે અને એક સાથે મળીને તેના પર આઘાત કરી રહ્યાં છે.

કરપ્શન વિરુદ્ધના કેમ્પેઈનથી લોકો જોડાય રહ્યાં છે, કારણ કે તે જેમની વિરુદ્ધ છે, તેમને આસાનીથી ટારગેટ કરી શકાય છે. પોલિટિશ્યન, અધિકારી, બિઝનેસ એક્ઝીક્યુટિવ્સ. તેમને આસાનીથી જોઈ શકાય છે. આ લોકો લાલચુ અને લાંચખોર છે. તેમને સિસ્ટમમાંથી હટાવી દેવામાં આવશે તો બધું જ ઠીક થઈ જશે. ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી. ભારતની સૌથી મોટી સમસ્યા ખતમ થઈ જશે. પછી કરપ્શનના કારણો જાણવા માટે કોઈ સામાજીક વિશ્લેષણની જરૂરત પણ રહેશે નહીં.

પરંતુ ભારતની ગરીબીનું કારણ શોધવું વધારે મુશ્કેલ છે. કારણ શોધીને તેનો ઉકેલ કાઢવો વધુ મુશ્કેલ છે. માટે એક છેતરપિંડીમાં બધાંને ભ્રમમાં નાખવામાં આવે તે બહેતર છે.

કરપ્શન ભારતની એકલી અથવા સૌથી મોટી સમસ્યા નથી. તેને હલ કરવી મુશ્કેલ નથી. તેને કંટ્રોલ કરી શકાય છે. પરંતુ મીડિયા, એક્ટિવિસ્ટ અને કેટલાંક લોકોએ તેને વધારે તૂલ આપ્યું છે, જે લોકોને અસલ મુદ્દાઓથી ભટકાવી રહ્યાં છે. જો આપણે રસ્તો ભટકી જઈશું તો અસલ સમસ્યાઓ ક્યારેય ખતમ થશે નહીં.

Sunday, 14 August 2011

બીમારી નહીં, લક્ષણ છે ભ્રષ્ટાચાર


માર્ક ટુલી

કોઈપણ દેશ માટે ચોસઠ વર્ષની સફર ઓછી હોતી નથી. જે તબક્કામાં ભારતે આઝાદી હાસિલ કરી હતી, તે સંક્રમણનો તબક્કો હતો. દેશમાં ગરીબી હતી, બેરોજગારી હતી, નિરક્ષરતા હતી, આરોગ્ય ક્ષેત્રમાં ખરાબ પરિસ્થિતિ હતી, ચારે તરફ અનિશ્ચિતતાનો માહોલ હતો. આ તમામ મોરચા પર ગત છ દશકોમાં ઘણી પ્રગતિ થઈ છે, રોજગારના નવા અવસરો પેદા થયા છે, સાક્ષરતાનો દર વધ્યો છે, સરેરાશ ઉંમર 65 વર્ષથી વધારે થઈ ચુકી છે. પરંતુ જેવી પ્રગતિ થવી જોઈતી હતી, તેવી થઈ નથી. ખાસ કરીને ગરીબી ઓછી થઈ શકી નથી. હું વારંવાર એ વાતને રેખાંકીત કરુ છુ કે સરકારી પ્રણાલી આજે પણ અંગ્રેજી રાજની છાયામાંથી પુરી રીતે મુક્ત થઈ શકી નથી. આ દેશના લોકતંત્રની આ સૌથી મોટી ખામી છે.

વાસ્તવમાં સ્વતંત્રતા મળ્યા બાદ ભારતે લોકતાંત્રિક વ્યવસ્થાને અપનાવી તો લીધી, પરંતુ તેનો લાભ આમ આદમી સુધી યોગ્ય રીતે પહોંચ્યો નથી. તેનું સૌથી મોટું કારણ છે કે ઉપનિવેશિક પ્રણાલીમાં જે ખામીઓ હતી, તેને દૂર કરવામાં આવી નથી. જે સંશોધન અને સુધાર થવા જોઈતા હતા, તે થયા નથી. ઉદાહરણ તરીકે ભારતમાં આજે પણ અંગ્રેજોના જમાનાના અનેક કાયદા લાગુ છે. દેશની પ્રગતિ અને ભવિષ્ય માટે સૌથી વધારે મહત્વપૂર્ણ વાત એ છે કે તમામ લોકતાંત્રિક સંસ્થાઓએ એકબીજાનું સમ્માન કરવું જોઈએ, કારણ કે જ્યાં સુધી લોકતંત્રના પાયા મજબૂત નહીં થાય, દેશ મજબૂત થઈ શકે નહીં. સંસદ, નોકરશાહી અને ન્યાયપાલિકા લોકતંત્રના મુખ્ય સ્તંભ છે. તેમણે એકબીજાના ક્ષેત્રમાં હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. ભારતમાં મુશ્કેલી એ છે કે રાજકીય વર્ગ પોતાને સર્વોચ્ચ સમજવા લાગ્યો છે. રાજનેતાને લાગે છે કે સંસદ સર્વોચ્ચ છે, માટે તે લોકતંત્રની બીજી સંસ્થાઓના કામકાજમાં પણ હસ્તક્ષેપ કરી શકે છે. જ્યારે સંસદની સર્વોચ્ચતાનો ક્યારેય આ અર્થ નથી. બીજી વાત, આજે પણ દેશમાં બાબુ રાજ ચાલી રહ્યું છે. પરિણામે કોઈપણ સરકારી કામ કરાવવામાં ઘણો સમય લાગે છે, ફાઈલો અટકેલી રહે છે. કોમ્પ્યુટર પણ આ સુસ્તી અને અક્ષમતાને દૂર કરી શક્યા નથી.

સ્પષ્ટ છે કે ભારતની સામે પ્રશાસનિક સુધાર અને સુશાસન બે મોટા પડકારો છે. આજે ભ્રષ્ટાચારનો મુદ્દો ગરમ છે, તે આનાથી પણ સંલગ્ન છે. ભ્રષ્ટાચારને લઈને અન્ના હજારેનું આંદોલન થઈ હોય અથવા બાબા રામદેવનું તેનાથી ઈન્કાર કરી શકાય નહીં કે ભ્રષ્ટાચાર આજે એક મોટો મુદ્દો છે, કારણ કે દેશની મોટાભાગની વસ્તી તેનો રોજ સામનો કરે છે. સવાલ એ છે કે તેનાથી કેવી રીતે નિપટવામાં આવે. 1974માં જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઘણું મોટું આંદોલન થયું હતું, તે આંદોલનને ઘણી સફળતા પણ મળી હતી. પરંતુ અંતમાં કંઈ થયું નહીં અને દેશ ફરીથી તે રસ્તા પર આવી ગયો. ભ્રષ્ટાચાર કોઈ બીમારી નથી, તે બીમારીનું લક્ષણ છે, માટે એ વિચારવું પડશે કે આગળ શું કરવામાં આવે.

માટે ઘણી વાર ભ્રષ્ટાચાર અને પ્રશાસનિક સુધારના મુદ્દાની ચર્ચા કરતા રાજકીય વ્યવસ્થા પર પણ સવાલ ઉઠાવાય છે. પરંતુ આપણે તેને લોકતંત્રની ખામી કહી શકીએ નહીં. ભારતના લોકતંત્રે તો એક ઉદાહરણ કાયમ કર્યું છે. ભારતની સાથે જ બનેલા પાકિસ્તાન અને ત્યાર બાદ તેનાથી અલગ થઈ નવું રાષ્ટ્ર બનેલા બાંગ્લાદેશ જેવા પડોશીઓની તરફ આપણે જોઈએ, તો ખબર પડે છે કે ભારતનું લોકતંત્ર કેટલું મજબૂત છે. બાંગ્લાદેશે જ્યારે લોકતંત્ર છોડીને લશ્કરી શાસનની રાહ પકડી તો તેની દુર્દશા થઈ ગઈ. પરંતુ હવે ફરીથી લોકતંત્રની રાહ પર છે અને પ્રગતિ કરી રહ્યું છે.

લોકો આજે ભારતને આર્થિક મહાશક્તિ બનાવવાની વાત કરવા લાગ્યા છે, જ્યારે દેશની મોટી વસ્તી 20 રૂપિયાથી ઓછી આવક પર જીવવા મજબૂર છે. આપણી સૌથી મોટી ચિંતા આ હોવી જોઈએ. વર્તમાનનો યોગ્ય રીતે સામનો કરવો જોઈએ, ત્યારે જ ભવિષ્ય સારું થઈ શકે છે. નહીં તો આવનારા આવતીકાલમાં મુશ્કેલી વધારે મોટી હોઈ શકે છે.

સૌજન્ય- અમર ઉજાલા