Showing posts with label સોનિયા ગાંધી. Show all posts
Showing posts with label સોનિયા ગાંધી. Show all posts

Monday, 22 August 2011

કંઈક તો ગડબડ છે


વિનીત નારાયણ

શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહેલા અન્ના હજારેને ઘરેથી એરેસ્ટ કરવા અને પછી તેમને રામલીલા મેદાનમાં અનશનની મંજૂરી આપવી અજીબ ઘટના છે. આંદોલનથી પહેલા જ કોઈ કાયદાના ઉલ્લંઘન વગર, માત્ર તેમના ઈરાદાને અંદાજીને કરાયેલી પોલીસની આ કાર્યવાહી આવી સામાન્ય ઘટના નથી, જેવું કે વડાપ્રધાને સંસદમાં પોતાના નિવેદનમાં જણાવવાની કોશિશ કરી હતી. વિપક્ષના નેતાઓ વડાપ્રધાનને આડે હાથ લેતા હુમલો કરી રહ્યાં હતા કે શું વડાપ્રધાન પોલીસ કમિશનરની શખ્સિયત પાછળ છુપાઈને કામ કરી રહ્યાં છે? પરંતુ રોચક વાત એ છે કે અન્નાના સમર્થનમાં ઉભું રહેલું વિપક્ષ, અન્નાના લોકતાંત્રક અધિકારોના હનનથી ઉત્તેજિત છે, પરંતુ અન્નાને એ આશ્વાસન આપી રહ્યું નથી કે તે તેમના જનલોકપાલ બિલને ટેકો આપશે. તેવામાં જ્યારે આ બિલ સંસદની સામે આવશે, તો તમામ વિપક્ષી દળોની અથવા તમામ સાંસદોની માનસિકતા શું હશે? તેને ક્યાં પક્ષો ટેકો આપશે? આ એવા સવાલ છે, જેના પર વિચાર કરવાની જરૂરત છે.

એમાં બેમત નથી કે અન્ના હજારે આજે ભ્રષ્ટાચાર વિરુદ્ધ જનાક્રોશનું પ્રતીક બની ગયા છે. તેમના અને તેમના સાથીદારોનું કહેવું છે કે જનલોકપાલ બિલ પારિત કરાવીને જ માનશે. તેઓ એમ પણ કહે છે કે સંસદ જે નક્કી કરશે, તે તેમને માન્ય રહેશે. તેમના આ વલણમાં વિરોધાભાસ સ્પષ્ટ છે. અસલમાં શું થાય છે, તે તો આવનારા સમયમાં જ ખબર પડશે. એ માનનારાઓની કમી નથી કે જનલોકપાલ બિલનું હાલનું સ્વરૂપ અપેક્ષાઓ પર યોગ્ય ઉતરશે નહીં. તેમાં કોઈ શંકા નથી કે ભ્રષ્ટાચારથી ત્રસ્ત જનતાને લાગી રહ્યું છે કે અન્ના દેશના ભ્રષ્ટાચારને મુક્ત કરાવવાની દિશામાં સફળતાપૂર્વક આગળ વધશે. જો આવું થાય છે, તો આ રાષ્ટ્ર અને સમાજના હિતમાં રહેશે.

ટીમ અન્નાએ દાવો કર્યો છે કે તેમનું આંદોલન સંપૂર્ણપણે શાંતિપ્રિય છે અને આરબ દેશોની જેમ જાન-માલની હાનિ કર્યા વગર થઈ રહ્યું છે. જ્યારે ખુદ અન્નાના તેવર ગાંધીના ઓછા અને શિવાજીના વધારે નજરે પડી રહ્યાં છે. આ આંદોલન પર લોકોના અલગ-અલગ વિચાર છે. આમ જનતા માને છે કે જે કંઈ પણ થઈ રહ્યું છે, તે સ્વયંસ્ફૂરિત છે. લોકો પરેશાન હતા. ભ્રષ્ટાચાર વિરુદ્ધ સખત કાર્યવાહી ચાહતા હતા, જે થઈ રહી ન હતી, માટે અન્નામાં તેમને આશાનું કિરણ દેખાયું.

એ કહેનારાઓની કોઈ અછત નથી કે ગત અડધી સદીથી દેશની સત્તા પર કાબિજ કોંગ્રેસનું નેતૃત્વ એટલું મૂર્ખ ન હોઈ શકે કે તે અન્ના હજારેને આ પ્રકારે એરેસ્ટ કરીને હીરો બનાવી દે. આ લોકનું માનવું છે કે દાળમાં કંઈક કાળું છે. પોતાના ટેકામાં તેમના ઘણાં તર્કો છે. ઉદાહરણ તરીકે તેઓ પુછે છેકે યુપીએ અધ્યક્ષ અને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી ભારતમાંથી ક્યારે, ક્યાં અને કેમ ગયા?  તેની મીડિયાને ભનક સુદ્ધાં પડી નહીં. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી જ્યારે પોતાના ઘૂંટણની સારવાર કરાવવા મુંબઈ ગયા હતા, તો પળ-પળના સમાચાર લેવા માટે મીડિયા હોસ્પિટલની બહાર ઉભું હતું. ભૂતપૂર્વ વડાપ્રધાન અને અન્ય મોટા નેતા પણ જો બહાર ઈલાજ માટે જાય છે, તો તે સમાચાર બને છે. ત્યારે સવાલ એ છે કે સોનિયા ગાંધી આ પ્રકારે ચાલ્યા ગયા, છતાં શું કારણ છે કે સમગ્ર મીડિયા ખામોશ છે? આખરે શું કારણ છે કે કેટલીક ટીવી-ચેનલો રાતદિવસ અન્નાના આંદોલનમાં પ્રત્રકારત્વથી હટીને સામાજીક કાર્યકર્તાની જેમ આંદોલનનો સહયોગ કરી રહી છે? લોકોને સડકો પર ઉતરવાની હાકલ કરી રહી છે. માનો કે આખું મીડિયા આ ક્રાંતિમાં કૂદી પડયું હોય. સરકાર પર ટીવી ચેનલ જે હુમલો રાત-દિવસ કરી રહી છે, તેને કોની મીઠી નજર છે?

તેમનો ત્રીજો તર્ક એ છે કે તિહાડ જેલમાં મુક્તિનો આદેશ મળવા છતાં અન્ના હજારે જેલની અંદર કેવી રીતે બેસી રહ્યાં? જ્યારે જેલના ઈતિહાસમાં ભાગ્યે જ આવી કોઈ ઘટના બની હશે, કે જ્યારે મુક્તિનો આદેશ મળવા છતાં કોઈ કેદી બહાર નીકળ્યો ન હોય. ચાહે તે ગાંધી, પટેલ, નેહરુ હોય અથવા ક્રાંતિકારી, બધાંને બહાર નીકળવું પડયું. જેલમાં બેસીને અન્નાએ જે અનશન કર્યું, તેનાથી તેમને તો નૈતિક બળ મળ્યું, પણ આગળ માટે એક ખોટી પરંપરા ઉભી થઈ. હવે કોઈપણ આરોપિત વ્યક્તિ અન્નાની જેમ મુક્તિ બાદ જેલની બહાર આવવાની મનાઈ કરી શકે છે. અન્ના હજારેને જેલના નિયમોની વિરુદ્ધ આ વિશેષાધિકાર શું સરકારની ઈચ્છા વગર સંભવ હતો? તેમને મુક્તિ બાદ જે પ્રકારે એક રાષ્ટ્રીય વિજય સરઘસ સ્વરૂપમાં અને ઢગલાબંધ પોલીસ વાહનો, કર્મચારીઓ અને પોલીસકર્મીઓના સંરક્ષણમાં પૂર્વ ઘોષિત માર્ગથી લઈ જવામાં આવ્યા, તે પણ સવાલ ઉભા કરે છે. આખો પ્રસંગ એવો હતો કે માનો સરકાર અને આંદોલનકારીઓ કોઈ સંયુક્ત સમજ સાથે કામ કરી રહ્યાં છે. જેલની નિયમાવલીમાં સ્પષ્ટ લખ્યું છે કે જેલની અંદર કેદ લોકો અનુમતિ વગર પોતાના ફોટા પડાવી શકે નહીં. જે પ્રકારે અન્નાનો વીડિયો સંદેશ બહાર લાવીને પ્રસારીત કરવામાં આવ્યો, તે જેલ મેન્યૂઅલના નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. તેનાથી લોકોના માનમાં પણ શંકા છે કે આ શું થઈ રહ્યું છે?

બેશક, રામલીલા મેદાનમાં લોકો ભેગા થઈ રહ્યાં છે અને તેમને દેશભરમાંથી ટેકો પણ મળી રહ્યો છે, પરંતુ અન્નાની આ મુહિમને હજી ક્રાંતિ કહેવી ઉતાવળ થશે. હજી તો સમય એ વાતનો છે કે અન્નાની મુહિમ, જેને મીડિયા અને સાધન સંપન્ન લોકોનું ખુલ્લુ સમર્થન પ્રાપ્ત છે, તેના તેવર અને દિશા પર નજર રાખવી જોઈએ. એ પણ સુનિશ્ચિત કરવામાં આવે કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ આ આગ ત્યાં સુધી ઓલવાય નહીં, જ્યાં સુધી સમાજમાં કંઈક નક્કર પરિવર્તન દેખાય નહીં.

સૌજન્ય- અમર ઉજાલા

Saturday, 13 August 2011

શાસનની કોંગ્રેસી શૈલી



હ્રદયનારાયણ દિક્ષિત

વેદાંતમાં બ્રહ્મ સત્ય છે અને સંસાર મિથ્યા. સોનિયા-કોંગ્રેસમાં સત્તા સત્ય છે અને બંધારણ મિથ્યા. કોંગ્રેસી સમજ અને આચરણમાં બહુમતની સરકાર જ સાર્વભૌમ છે. બંધારણ અને તમામ બંધારણીય સંસ્થાઓ આ સરકારની ગુલામ છે. સંસદીય બહુમત જ સર્વશક્તિમાન સત્તા છે, સત્તાનો અર્થ કોંગ્રેસ છે અને કોંગ્રેસનો અર્થ સોનિયા ગાંધી છે. માટે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મંત્રીપરિષદ, રાજ્યપાલ, સંસદ, સંસદની સમિતિઓ, કોર્ટો, ચૂંટણી પંચ, કેગ, સીવીસી, અનુસૂચિત જાતિ પંચ, પોલીસ અને પ્રશાસન-તમામ બંધારણીય સંસ્થાઓએ સત્તા સાથે કદમતાલ કરવો જોઈએ. તેઓ સત્તાના સૂરમાં વાજું વગાડે તો ઠીક નહીંતર કોંગ્રેસ તેમને તેમની હેસિયત બતાવવા માટે તત્પર છે. સોનિયાની કોંગ્રેસે વડાપ્રધાન સંસ્થાની હેસિયત ઘટાડી. મનમોહન સિંહ પોતાના આખા કાર્યકાળમાં વાસ્તવિક બંધારણીય અધિકારથી વંચિત રહ્યાં. સંસદીય સમિતિઓ બંધારણીય લોકશાહીનો પ્રાણ છે. કોંગ્રેસે લોકલેખા સમિતિનું અપમાન કર્યું. સંચાર ગોટાળાની તપાસ કરનારી સંયુક્ત સંસદીય સમિતિની પ્રતિષ્ઠા પણ કોંગ્રેસે ઘટાડી. કોંગ્રેસ તમામ બંધારણીય સંસ્થાઓની ગરિમા મહિમા પર હુમલાખોર છે. 

ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક એટલે કે કેગ પર પણ હુમલો છે. ખુદ ભ્રષ્ટાચારની તમામ હદો અને સરહદો તોડનારી કોંગ્રેસ કેગને તેમની હદ બતાવી રહી છે. કેગ બંધારણીય સંસ્થા છે. ભારતીય બંધારણના અનુચ્છેદ- 149થી 151 સુધી તેના અધિકારોનો ઉલ્લેખ છે. જનાદેશની દુહાઈ આપનારી કોંગ્રેસ આ કાયદામાં સીએજીનો જનાદેશ કેમ વાંચતી નથી? કેગે ઉત્તર પ્રદેશ સહીત ઘણાં રાજ્યોના ભ્રષ્ટાચાર પણ ઉજાગર કર્યા છે. કેગ સરકાર અને સંબંધિત વિભાગો દ્વાર બનાવાયેલી નિયમાવલીની પરિઘિમાં જ ખર્ચાનું પરીક્ષણ કરે છે. મૂલ્યાંકન અને અપવ્યયના તેના પોતાના કોઈ માપદંડ હોતા નથી. તેમ છતાં કોંગ્રેસ કેગ પર આક્રમણખોર છે તો નિષ્કર્ષ સ્પષ્ટ છે કે કોંગ્રેસ કોમનવેલ્થ ગેમ્સ અથવા દૂરસંચાર ગોટાળામાં કોઈ ભ્રષ્ટાચાર જોતી નથી. આ લોકધનના દુરુપયોગના સંબંધમાં કોઈપણ નિરીક્ષણકર્તાની ટિપ્પણી અથવા તપાસ સહન કરી શકતી નથી. તે બંધારણીય સંસ્થાઓ પર પણ પલટવાર કરે છે. રાષ્ટ્રપતિ ભારતના રાજમુકુટ છે, મહામહીમ છે. કોંગ્રેસ રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે પદની મહત્તા અને ગરિમાના બદલે પોતાના ઉમેદવાર મહિલા હોવાનો પ્રચાર કર્યો. રાષ્ટ્રપતિ રાજ પ્રમુખ હોતા નથી, રાષ્ટ્ર પ્રમુખ હોય છે. તેમને રાજકીય વિવાદોથી દૂર રાખવા જોઈએ. રાજ્યપાલ પણ બંધારણીય સંસ્થા છે. કોંગ્રેસે રાજ્યપાલને હિઝ માસ્ટર્સ વોઈસ બનાવ્યા. કેન્દ્રીય સત્તા પોતાના રાજ્યપાલ જ ચાહે છે. મનમોહન સિંહે વર્ષ 2004માં ખાસ વિચારધારાના આરોપમાં ચાર રાજ્યપાલ હટાવી દીધા હતા. 

માનવાધિકાર પંચ પ્રતિષ્ઠિત સંસ્થા છે, અધ્યક્ષ કે. જી. બાલકૃષ્ણન પર ગંભીર આરોપ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મહેસૂલ વિભાગથી કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ પાસે તપાસ કરવવાના પત્ર પણ લખ્યા હતા, પરંતુ તેઓ પદ પર આસિન છે. કેન્દ્રીય સતર્કતા આયુક્ત થોમસની નિમણૂકમાં ખુદ વડાપ્રધાન પર પણ આરોપ લાગ્યા. કોર્ટે નિમણૂકને ખોટી ગણાવી, ત્યારે તેઓ હટાવાયા. પરંતુ કોંગ્રેસે નૈતિકતાનો નવો પાઠ ભણાવ્યો કે કાયદાકીય રૂપથી ખોટાને પણ નૈતિક રૂપથી ખોટું કહી શકાય નહીં. સુરેશ કલમાડીએ રાજ્ય સરકારની આંખો સામે ભ્રષ્ટાચાર કર્યો. તેઓ જેલ ગયા, પરંતુ કોંગ્રેસ તે ભ્રષ્ટાચારને લઈ કેગ પર હુમલાખોર છે.ચૂંટણી પંચની ગરિમા કોંગ્રેસી કૃપાપાત્ર નવીન ચાવલા પર પડી. ન્યાયમૂર્તિ સચ્ચર અને રંગનાથ મિશ્ર પંચનો દુરુપયોગ કોણ જાણતું નથી? કાશ્મીર સમસ્યા પર વાર્તાકાર પત્રકાર દિલીપ પડગાંવકર પણ આ યાદીમાં છે. 

કોર્ટ ભારતની જનતાની ધીરજ અને આસ્થા છે, પરંતુ સોનિયા-કોંગ્રેસ અને કેન્દ્ર સરકાર કોર્ટોને દાઢમાં રાખીને બેઠા છે. અનાજના સડવાને બદલે ગરીબોમાં વહેંચવાની ટિપ્પણીથી ચિઢાયેલી સરકારે કોર્ટને મર્યાદા બતાવવાની ભૂલ કરી. દૂરસંચાર ગોટાળો, કોમનવેલ્થ, કાળુંનાણું વગેરે મામલા પર કોર્ટે બંધારણીય દાયિત્વોનું જ નિર્વહન કર્યું. વોટના બદલે નોટ પર પણ કોર્ટની સક્રીયતાથી જ તપાસ વધી, પરંતુ આવા તમામ મામલામાં કેન્દ્રે ક્યારેય કોઈ પ્રાયશ્ચિત કર્યું નહીં. વર્ષ 2007માં ન્યાયાધીશો અને મુખ્યમંત્રીઓના સંમેલનમાં પણ આ જ વડાપ્રધાને કોર્ટને ઉપદેશ આપવાનો પ્રયત્ન કર્યો હતો કે ન્યાયિક સક્રીયતા અને ન્યાયિક કાર્યક્ષેત્ર વચ્ચે એક પાતળી વિભાજન રેખા છે. સંવેદનશીલ મુદ્દાને સાવધાનીથી ઉકેલવા જોઈએ. ઈશારો સ્પષ્ટ હતો કે કોર્ટ ન્યાયિક કાર્યક્ષેત્રથી બહાર જઈ રહી છે. મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે દેશ બંધારણના શાસનથી શાસિત છે, કાયદાની બંધારણીય વ્યાખ્યા સામાન્ય પ્રક્રીયા છે.


ઈન્દિરા ગાંધીએ કટોકટીમાં બંધારણને તહેસ-નહેસ કરવાનો નિર્લજ્જ પ્રયત્ન કર્યો હતો. જેમ તે બહુમતને જ સત્ય અને સત્તાનું નિર્ણાયક માનતી હતી, તેવી જ રીતે સોનિયા કોંગ્રેસ પણ. બેશક બહુમત સરકાર ચલાવે છે, પરંતુ બંધારણની તમામ સંસ્થાઓ પણ સ્વતંત્ર રૂપથી અલગ-અલગ સક્રીય રહે છે. સરકાર અને તમામ સંસ્થાઓ બંધારણથી જ શક્તિ મેળવે છે. બંધારણનો આદેશ ચૂંટણીના જનાદેશની ઉપર હોય છે. બંધારણમાં કાયદા સમક્ષ સમતાનો મૌલિક અધિકાર છે. સોનિયાની રાષ્ટ્રીય સલાહકાર પરિષદમાં સાંપ્રદાયિક હિંસા રોકથામ વિધેયકમાં હિંદુઓના મૌલિક અધિકારની સાથે સંઘીય માળખા પર પણ હુમલો છે. કેન્દ્ર અથવા સંસદ બંધારણથી મોટા નથી. અમેરિકાએ કોર્ટોને શક્તિ આપી અને ભારતે બંધારણને શક્તિ આપી. સરકારને છોડીને કોઈપણ બંધારણીય સંસ્થા મર્યાદા ઉલ્લંઘન કરતી નથી. તેમ છતાં કોંગ્રેસી સત્તા ખુદ પાપ કરીને બંધારણીય સંસ્થાઓ પર તેને નાખે છે. 

સૌજન્ય- દૈનિક જાગરણ

Sunday, 7 August 2011

ગોપનીયતાની બિનજરૂરી ઢાલ



સ્વપ્ન દાસગુપ્તા

85 ટકાથી વધારે ભારતીયો કોઈને કોઈ રીતે મીડિયાના ગ્રાહકો છે. પરિણામ સ્વરૂપ, તેની અપેક્ષા કરી શકાય છે કે લગભગ દરેક ભારતીયનો આ સંદર્ભે એક સુનિશ્ચિત મત છે. પાછલા કેટલાંક દિવસોથી મીડિયા એક નાજૂક વિષય-યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીની દુર્ભાગ્યપૂર્ણ બીમારી પર સૂક્ષ્મ તપાસની મર્યાદામાં આવી ગયું છે, જેના સંદર્ભે થોડા દિવસો પહેલા જ લોકોને ખબર પડી. આ ચર્ચાનો પ્રસંગ ખાનગી વાતચીત અને સોશ્યલ નેટવર્કિંગ સાઈટોમાં છવાયેલો છે. લગભગ વર્ષભરથી મીડિયા ભ્રષ્ટાચારના મામલાને ઉછાળીને સૌનું ધ્યાન ખેંચી રહ્યું છે. એવા લોકો છે કે જે મીડિયાને લોકતંત્રના સજગ પ્રહરીના રૂપમાં જોવે છે- ગોટાળાઓને પ્રસારીત કરવા અને તેનાથી પણ મહત્વપૂર્ણ પક્ષ રાજકીય વર્ગ પાસેથી જવાબ માગવામાં પોતાની ભૂમિકા નિભાવવામાં છે. તીખી ચર્ચા અને દેશનો જવાબ જોઈએ-નું વલણ સૌંદર્યબોધના માપદંડોથી બહાર હોઈ શકે છે, તેમ છતાં પણ એ વિશ્વાસ કરવાનું કારણ જરૂર છે કે જે નાગરીક રોજબરોજની રાજનીતિથી કપાઈ ગયો હતો, તે હવે રાજનેતાઓ પર દબંગ પત્રકારોની ચઢાઈ જોવાનું પસંદ કરવા લાગ્યો છે. જે લોકો ચૂંટણી વગરના માહોલમાં શક્તિશાળી રાજનેતાઓનું કંઈ બગાડી શકવા માટે અસમર્થ છે, હવે એ જોઈને ખુશ થઈ જાય છે કે કોઈ તો આ કામ કરી રહ્યું છે. રાજકીય વર્ગ મીડિયાની વધતી શક્તિથી હતાશ છે. તેમને એ વાતનો ડર સતાવી રહ્યો છે કે રાજકીય એજન્ડા એ પત્રકારો દ્વારા નિર્ધારીત થવા લાગ્યા છે, જે કોઈની પ્રત્યે જવાબદેહ નથી. વિધાયિકાઓની શાખ પર અચાનક મીડિયાના હુમલા તેજ થઈ રહ્યાં છે. 

જો 19મી સદીમાં નેતા ભીડતંત્રથી ડરતા હતા, તો 21મી સદીના તેમના સમકક્ષ મીડિયા પ્રેરીત બબાલથી ભયાક્રાંત છે. એ લાગી શકે છે કે ભય શબ્દનો પ્રયોગ અતિરંજિત છે, પરંતુ જો ભારતીય મીડિયા હવે ખતમ થઈ ચુકેલા ન્યૂઝ ઓફ ધ વર્લ્ડના સંસ્કરણ રૂપે કામ કરશે તો રાજકીય વર્ગ અનિયંત્રિત હસ્તક્ષેપથી ભયભીત થઈ જશે. જો કે જેવું કે સોનિયાની બીમારીવાળા મામલાથી સ્પષ્ટ થઈ રહ્યું છે-મીડિયા શેરની જેમ ગર્જના જરૂર કરે છે, પરંતુ વાસ્તવમાં તે બિલાડી છે. પશ્ચિમી દેશોમાં દેશના સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિની સારવારની જાણકારી માટે ત્યાંના પ્રત્યેક મીડિયા સંગઠન એક ખોજી ટીમ રચે છે, જે બિનસૂચિબદ્ધ દર્દીને શોધવા માટે શહેરની તમામ હોસ્પિટલોમાં ખાખાખોળા કરે છે. જ્યારે આપણે ભારતમાં ગાંધી પરિવારના નજીકઓથી સોનિયાની બીમારી અને સારવાર સંદર્ભે અંદાજો લગાવવાનો તમાશો જ કરી રહ્યાં છીએ. 

એક હદ સુધી સોનિયા ગાંધીના આરોગ્ય સંદર્ભે ચિંતાઓનો સંબંધ હવે માત્ર ગાંધી પરિવાર સુધી જ સીમિત નથી. એક એવા નેતાની સલામતી પ્રત્યેક લોકતંત્રમાં લોક ચિંતાનો વિષય છે, જે સરકારના સ્વીકૃત નેતા હોય અને જે શાસન કર્યા વગર જ શાસન કરતા હોય. ભારત ન તો સોવિયત સંઘ છે, જ્યાં યૂરી આંદ્રાપોવની આખરી બીમારી એક રાષ્ટ્રીય ગોપનીયતાની શ્રેણીમાં આવી હતી અને ન તો ઉત્તર કોરિયા છે, જ્યાં બધું જ ગુપ્ત છે. જવાબદાર ડોક્ટરો દ્વારા જારી આવા દૈનિક સ્વાસ્થ્ય બુલેટિનની સરકાર અથવા કોંગ્રેસ પાસે માગણી કરવી જોઈતી હતી, જે જનતાની ચિંતાઓને દૂર કરવાની સાથેસાથે પરિવારના ખાનગીપણાના અધિકારની પણ રક્ષા કરી શકે. 

ધ્યાન આપવા યોગ્ય વાત એ છે કે જ્યાં પ્રથમ પરિવારનો મામલો આવે છે, તો ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ જાહેરાતના પત્રકારત્વમાં ફેરવાઈ જાય છે. આ તથ્ય છતાં ગાંધી પરિવારના સંબંધમાં દેશ નિયમિત રીતે ગુમરાહ કરવામાં આવી રહ્યો છે. જ્યારે સોનિયા ગાંધી સંસદના પ્રારંભિક સત્રમાં ઉપસ્થિત થઈ શક્યા નહીં, તો અજાણ્યા સ્ત્રોત પાસેથી સમાચાર આવ્યા કે તે વાઈરલ ફીવરથી ગ્રસ્ત છે. ગત વર્ષ જ્યારે સોનિયા ગાંધીએ અચાનક બ્રિટિશ પ્રધાનમંત્રી સાથે પોતાની બેઠક રદ્દ કરી દીધી તો કહેવામાં આવ્યું હતું કે તેમને પોતાની બીમાર માતાને જોવા માટે વિદેશ જવું પડયું. ગાંધી પરિવારના આવાગમન સંદર્ભે આ શંકાસ્પદ વ્યાખ્યાઓની જવાબદારી કોઈ લઈ રહ્યું નથી. દર વર્ષે, જ્યારે ચાપલૂસ દરબારી રાહુલ ગાંધીનો જન્મદિવસ ધામધૂમથી મનાવે છે, તો તેઓ દેશની અંદર ઉપસ્થિત જ હોતા નથી. દિલ્હી અંદાજો લગાવતી રહી જતી હતી કે અસલી જન્મદિવસ ક્યાં માનવાઈ રહ્યો છે. જો કે મીડિયા માટે કોંગ્રેસ મહાસચિવના પ્રવાસો ક્યારેય તપાસનો વિષય રહ્યાં નથી. ત્યાં સુધી કે માહિતી અધિકાર હેઠળ પણ કોઈ માહિતી જારી કરવામાં આવી નથી, કારણ કે આ સુરક્ષાના નિહિતાર્થો સાથે સંકળાયેલી હતી. 

ગાંધી પરિવારે ખુદને બિનજરૂરી ગોપનીયતાના આવરણમાં ઢાંકી રાખ્યું છે, જેવું કે તેમની વિરુદ્ધ ભારે ષડયંત્ર કરવામાં આવી રહ્યું હોય. એવી જ કેટલીક કહાણીઓ ગત કેટલાંક દિવસોથી પ્રચારીત કરવામાં આવી છે. કોંગ્રેસ નેતા આ પ્રકારની બિનજવાબદાર ચર્ચાઓની નિંદા કરે છે, ખાસ કરીને જ્યારે મામલો કોઈના આર્ગોય સાથે સંબંધિત હોય, પરંતુ એના પર પણ ધ્યાન આપવું જોઈએ કે ખોટી માહિતીના મૂળમાં સાચી માહિતીનો અભાવ રહેલો હોય છે. દરેક વ્યક્તિ સોનિયા ગાંધીના આરોગ્યમાં સુધારાની કામના કરી રહ્યો છે. જેથી તેઓ ઝડપથી પોતાના સામાન્ય જીવનને જીવી શકે. જો આ આરોગ્ય લાભ માટે કેટલોક સમય ચાહે છે, તો એ યોગ્ય છે કે તે મીડિયાની ચકાચૌંધથી બચીને રહે. સાથે જ, તેમની બીમારી અને અનુપસ્થિતિનો સરકારના ક્રિયાકલાપોથી સીધો સંબંધ છે. દર્દીની ગોપનીયતા અને સાચી માહિતીના સંબંધમાં સંતુલન કાયમ રાખવાના ભૂતકાળના અનેક ઉદાહરણ ઉપસ્થિત છે. 

સૌજન્ય- દૈનિક જાગરણ

Thursday, 4 August 2011

કોમવાદના બહાને હિંદુઓને ગુનેગાર ઠેરવતું શેતાની બિલ!

- આનંદ શુક્લ

કોંગ્રેસની મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિની પરાકાષ્ઠા જોવા મળી રહી છે. પહેલા સચ્ચર સમિતિના રિપોર્ટ હેઠળ ભારતમાં મુસ્લિમોની પરિસ્થિતિ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કરતાં પણ ખરાબ હોવાનું સર્ટિફિકેટ કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારે અપાવ્યું. ત્યાર બાદ રંગનાથ મિશ્ર પંચના અહેવાલ હેઠળ મુસ્લિમ અને અન્ય લઘુમતીઓને તેમની સ્થિતિ સુધારવા માટે શિક્ષણ અને નોકરીઓમાં 15 ટકા અનામત આપવાની ભલામણ કરવામાં આવી. આ દેશના સંસાધનો પર સૌથી પહેલો અધિકાર મુસ્લિમોનો હોવાની વાત વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ ભૂતકાળમાં બોલી ચુક્યા છે, તેમણે પંદર સૂત્રીય કાર્યક્રમ પણ લાગુ કરાવી દીધો છે. પરંતુ આ દેશની કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારની મુસ્લિમ પરસ્તી આટલેથી અટકતી નથી.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના વડપણ નીચેની નેશનલ એડવાઈઝરી કમિટી (રાષ્ટ્રીય સલાહકાર સમિતિ) નેશનલ ઔરંગઝેબ કમિટી બનીને વર્તી રહી છે. આ કમિટીએ કોમવાદી અને લક્ષ્ય કેન્દ્રીત હિંસા નિવારણ વિધેયક-2011 બનાવ્યો છે. આ બિલનો મુસદ્દો ઘડવામાં એ વાતની ચિવટ રાખવામાં આવી છે કે કોમવાદી અને લક્ષ્ય કેન્દ્રીત હિંસા-હુલ્લડો માટે માત્ર બહુમતી હિંદુઓ જ ગુનેગાર હોઈ શકે, જ્યારે મુસ્લિમ-ખ્રિસ્તી અને અન્ય લઘુમતીઓ પીડિત જ હોઈ શકે. કોંગ્રેસની મુસ્લિમ પરસ્ત રાજનીતિની ધાર વધુ તીખી કરનારા આ બિલને બનાવવામાં જે લોકોની સમિતિ હતી, તે ઘોર હિંદુ વિરોધી, નેહરુ-ગાંધી પરિવારના ભક્તો અને ઢોંગી સેક્યુલારિસ્ટોની લોબી છે. એનએસીની કોમવાદી અને લક્ષ્ય કેન્દ્રીત હિંસા નિવારણ વિધેયક-2011 બનાવનારી સમિતિમાં હર્ષ મંડર, ફરહ નકવી, ગોપાલ સુબ્રમણ્યમ, માજા દારુવાલા, નજમ બાજિરી, પી. આઈ. જોસ, તીસ્તા સીતલવાડ, ઉષા રાનાથન અને વૃંદા ગ્રોવરનો સમાવેશ થાય છે.

દેશના પંથનિરપેક્ષ હિંદુઓ પર જનોઈવઢ ઘા કરનારા આ બિલને કાયદાના નિષ્ણાતો ટાડા કરતાં પણ વધારે ખતરનાક ગણાવી રહ્યાં છે. તેમના મતે આ બિલથી દેશના પંથનિરપેક્ષ તાણાં-વાણા અને સંઘીય માળખાને ગંભીર જોખમ છે. આ કાયદાનો મુસદ્દો વાંચ્યા બાદ કોઈને પણ એવું લાગે કે સોનિયા ગાંધીના વડપણવાળી એનએસી પોતાના શેતાની બિલ દ્વારા દેશના કોમી સૌહાર્દને નષ્ટ-ભ્રષ્ટ કરવાનું બંધારણ વિરોધી ષડયંત્ર કરી ચુક્યા છે. આ બિલ કેન્દ્ર સરકારને રાજ્યોના મામલાઓમાં હસ્તક્ષેપના નવા-નવા બહાના ઉપલબ્ધ કરવાનો કારસો છે.

ભારતમાં કોમી રમખાણો માત્ર હિંદુઓ કરે છે અને મુસ્લિમો-ખ્રિસ્તીઓનો કોઈપણ વાંક ન હોવાની થિયરી પર બિલનું ઘડતર થયું છે. આ દેશના 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 28માં બહુમતી હિંદુઓને કોમવાદી હિંસા માટે જવાબદાર ગણાવાની વાત સોનિયા એન્ડ કંપનીએ ઘડેલા બિલમાં કરવામાં આવી છે. આ બિલની જોગવાઈ પ્રમાણે, કોમવાદી હિંસા અને કોમવાદી દુર્ભાવના માટે માત્ર હિંદુઓ પર જ કેસ ચાલશે, માત્ર હિંદુઓને જ દોષિત માનવામાં આવશે અને સજા માત્ર હિંદુઓને જ મળશે. જાણે કે હિંદુ હોવું આ દેશમાં મોટો ગુનો હોય! મુસદ્દામાં સૌથી મોટી શરારત સમૂહ શબ્દની પરિભાષામાં કરવામાં આવી છે. સમૂહનો અર્થ ભારતના કોઈ રાજ્યમાં ધાર્મિક અથવા ભાષાકીય લઘુમતી અથવા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિથી છે. આ હિંદુ વિરોધી શરારતથી મોટાભાગના રાજ્યોમાં બહુમતીમાં રહેલા હિંદુઓ સમૂહની મર્યાદામાં આવશે નહીં. હિંદુઓ કોમવાદી હિંસા નિવારક કાયદા હેઠળ કોઈ સંરક્ષણ મેળવી શકશે નહીં, પછી તેઓ ભલે મુસ્લિમ કે ખ્રિસ્તી કોમવાદ, ઘૃણા અને હિંસાનો શિકાર હોય.

ઉદાહરણ તરીકે જો ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસના એસ-6 ડબ્બાને બાળી નાખવાની ઘટના વખતે આ કાયદો હોત, તો ગોધરાકાંડની ઘટના માટે હિંદુઓની હત્યા બદલ ફરીયાદ થઈ શકી ન હોત. પરંતુ ગોધરાકાંડ બાદ થયેલા કોમી રમખાણોની ઘટનામાં સાંપ્રદાયિક હિંસા નિવારક બિલની જોગવાઈઓનો ઉપયોગ કરી શકાત. બોલો છે ને, કોંગ્રેસી ન્યાય? તમે વિચારો કે પીડિતો વચ્ચે ધર્મ-જાતિ-ભાષા-વર્ગના આધારે ભેદભાવ કરવો કેટલો વ્યાજબી છે? આ બિલ કોમવાદી હિંસાના શિકાર હિંદુઓને બીજા દરજ્જાના નાગરીક તરીકે જોવાની તંત્રને ફરજ પાડશે.

પ્રસ્તાવિત કાયદાના મુસદ્દા પ્રમાણે, પીડિતની વ્યાખ્યામાં લઘુમતી એટલે કે મુસ્લિમ અને ખ્રિસ્તી સમુદાયના સભ્ય તરીકે કરવામાં આવી છે. પીડિત મુસ્લિમ કે ખ્રિસ્તી એટલે કોમવાદી હિંસામાં શારીરિક, માનસિક, મનોવૈજ્ઞાનિક, આર્થિક નુકસાન પહોંચ્યું હોય અથવા તેની સંપત્તિને નુકસાન થયું હોય. તેની મર્યાદામાં તેના સંબંધી, કાયદેસરના વાલી અને ઉત્તરાધિકારીનો પણ સમાવેશ થઈ જાય છે. લઘુમતી સમુદાયનો વ્યક્તિ હિંદુ પર મનોવૈજ્ઞાનિક નુકસાનનો ખોટો આરોપ લગાવે તેવી પ્રબળ શક્યતાઓ રહેલી છે. આ બિલ કાયદો બને, તો કોઈપણ ગુમનામ મુસ્લિમ અથવા અન્ય લઘુમતી ફરીયાદકર્તા કોમવાદી ઘૃણા ભડકાવવા માટે કોઈ હિંદુ વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી શકે છે અને પોલીસ આને એક બિનજામીનપાત્ર ગુનો ગણીને ફરીયાદીની ઓળખ જાહેર કર્યા વગર આરોપી હિંદુની ધરપકડ કરશે અને આરોપી તરીકે પકડાયેલા હિંદુને ત્યાં સુધી દોષિત માની લેવાશે કે જ્યાં સુધી તે પોતાની જાતને નિર્દોષ સાબિત ન કરે. આ એક ગેરબંધારણીય બાબત છે. કારણકે ભારતમાં પ્રવર્તી રહેલા મોટાભાગના કાયદામાં આરોપીને દોષિત સાબિત કરવાની જવાબદારી ફરીયાદીના સિરે રહેલી છે. આવા મામલાઓને એસસી અને એસટી સામેની એટ્રોસિટીને સમાંતર ચલાવવામાં આવશે.

આ વાત આટલેથી અટકતી નથી હિંદુઓને અસભ્ય મૂર્તિપૂજકો અને કાફિર કહેનારા ખ્રિસ્તી-મુસ્લિમો હિંદુ દેવી-દેવતાના અપમાન કરશે, તો પણ તેમને ભારતીય બંધારણ દ્વારા હંમેશા નિર્દોષ ગણાવાશે. હિંદુ દેવી-દેવતા અને ભારતમાતાને નગ્ન ચિતરનારા ચિતારા મકબૂલ ફિદા હુસેનનો કિસ્સો હજીપણ લોકોની સામે છે. મકબૂલ ફિદા હુસેનનું ભલે અવસાન થયું, પણ આ કાયદાથી નવા મકબૂલ ફિદા હુસેનો ફૂટી નીકળે તો નવાઈ પામવા જેવું નથી. આ સિવાય હુલ્લડો દરમિયાન હિંદુ મહિલાઓ પર બળાત્કાર કે જાતિય અત્યાચારની ઘટના બનશે, તો તેના માટે હિંદુઓ આ બિલની જોગવાઈ પ્રમાણે ફરીયાદ નોંધાવી શકશે નહીં. જાતિય શોષણ અને જાતિય ગુનાના મામલા પણ માત્ર અને માત્ર મુસ્લિમો હિંદુઓ વિરુદ્ધ દાખલ કરાવી શકશે. હિંદુઓને બિલની જોગવાઈ પ્રમાણે તથાકથિત ગુના માટે બે વખત અલગ-અલગ કાયદા હેઠળ દંડિત કરાશે.

આ બિલ પોલીસ અને સૈન્ય અધિકારીઓ વિરુદ્ધ આતંકવાદીઓ અને આઈએસઆઈની જેમ વર્તશે. મુસ્લિમો-ખ્રિસ્તીઓ વિરુદ્ધ હુલ્લડો દરમિયાન સુરક્ષાદળો પ્રભાવી ઢંગથી કામ કરી સ્થિતિ પર નિયંત્રણ નહીં કરે તો તેમની વિરુદ્ધ મુખ્ય આપરાધિક કલમો પ્રમાણે કેસ ચાલશે. આ બિલ મુસ્લિમ-ખ્રિસ્તી તરફી સ્પષ્ટ ઝુકાવવાળું, કેન્દ્ર અને રાજ્યોમાં અફસરશાહી નિર્મિત કરનારું અને કેન્દ્ર-રાજ્યના સંબંધો પર નકારાત્મક અસર ઉભી કરનારું છે. કોમી હિંસાને આંતરીક ઉપદ્રવ ગણીને કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને બરખાસ્ત કરીને જે-તે રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાગુ કરી શકે તેવી પણ જોગવાઈ છે. એટલે કે કેન્દ્રમાં સત્તા પર રહેલી પાર્ટીને કોઈ રાજ્યની સરકારને ગબડાવી હશે, તો ત્યાં કોમી રમખાણો કરાવીને તેઓ તેમ કરી શકશે! (ભારતના રાજકારણની હાલની નીચતાને કારણે આવી પરિસ્થિતિ ઉભી થઈ પણ શકે છે.) જો બહુમતીનું સરઘસ લઘુમતી વિસ્તારમાંથી કાઢવામાં આવે અને મુસ્લિમ-ખ્રિસ્તી લઘુમતી એમ કહે છે કે તેમને આ સરઘસથી મનોવૈજ્ઞાનિક ક્ષતિ થઈ છે, તો તેને સરકાર વળતર આપશે. બિલ પ્રમાણે આવી ઘટનાઓમાં આરોપી બહુમતી હિંદુ જ હશે અને આવા આરોપી વ્યક્તિઓની સંપત્તિ તાત્કાલિક જપ્ત કરી લેવાશે, તે ત્યાં સુધી જપ્ત રહેશે કે જ્યાં સુધી તે કોર્ટના ચુકાદાથી નિર્દોષ છૂટી ન જાય.

આ સિવાય સત્તાના બીજા કેન્દ્ર જેવી વિશિષ્ટ અધિકારવાળી એક રાષ્ટ્રીય સમિતિ કે પંચની પણ બિલમાં વકીલાત કરવામાં આવી છે. બિલ પ્રમાણે, કોમી સૌહાર્દ, ન્યાય અને ક્ષતિપૂર્તિ માટે એક સાત સભ્યોની રાષ્ટ્રીય સમિતિ હશે. આ સમિતિના સાત સભ્યોમાંથી ચાર સભ્યો મુસ્લિમ-ખ્રિસ્તી અથવા અન્ય લઘુમતી સમુદાયાના હશે. આવી સમિતિઓ રાજ્ય સ્તરે પણ રચવામાં આવશે. સરકારે આ સમિતિને પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓ ઉપલબ્ધ કરાવવાની રહેશે. આ સમિતિને કોઈ ફરીયાદની તપાસ કરવા, કોઈ ઈમારતમાં ઘુસવાની, છાપો મારવાની અને તપાસ કરવાના વિશિષ્ટ અધિકારો આપવામાં આવશે. આ સમિતિ કેન્દ્ર અને રાજ્યોને નિર્દેશ જારી કરી શકશે. આ સમિતિની નિમણૂક માટે વડાપ્રધાન, ગૃહમંત્રી, સંસદના બંને ગૃહોના વિપક્ષના નેતાઓ અને પ્રત્યેક રાજકીય પક્ષના એક નેતાનું કોલેજિયમ બનાવવામાં આવશે. રાજ્યોના સ્તરે પણ આવી વ્યવસ્થા હશે.

આ સિવાય સીઆરપીસીની કલમ-161 નીચે નિવેદન નોંધવામાં આવશે નહીં. પીડિતના નિવેદન માત્ર કલમ-164 હેઠળ એટલે કે કોર્ટની સામે લેવાશે. આ જોગવાઈ હેઠળ સરકારને સંદેશાઓ અને ટેલિકોમ્યુનિકેશન બાધિક કરવા અને રોકવાનો અધિકાર હશે. બિલના ઉપબંધ-67 પ્રમાણે, લોકસેવક વિરુદ્ધ મામલો ચલાવવા માટે સરકારની મંજૂરીની જરૂર નથી. ફરીયાદકર્તા પીડિતના હિતમાં કામ કરવામાં આવશે, પીડિતનું નામ અને ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. કેસની પ્રગતિનો રિપોર્ટ પોલીસ ફરીયાદકર્તાને જણાવશે.

જો કે આ ડ્રેકોનિયન લો વિશિષ્ટ દરજ્જો પામેલા મુસ્લિમ બહુલ જમ્મુ-કાશ્મીર રાજ્યમાં ત્યાંની વિધાનસભાની સંમતિ બાદ જ લાગુ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં 1989માં અલગતાવાદે આતંકવાદના સ્વરૂપે માથું ઉંચક્યું અને સેંકડો હિંદુઓની કતલ કરીને ત્રણ લાખ જેટલાં કાશ્મીર ખીણમાં રહેતા હિંદુઓને તેમના આઝાદ દેશ ભારતમાં નિરાશ્રિત બનાવી દેવામાં આવ્યા છે. આ કામ ઈસ્લામિક જેહાદના રંગે રંગાયેલા મુસ્લિમ આતંકવાદીઓએ કર્યું છે. આજે પણ કાશ્મીરમાં પરિસ્થિતિ નિયંત્રણમાં રાખવા માટે સુરક્ષાદળોએ ઘણી મહેનત કરવી પડે છે. અલગતાવાદ અને આતંકવાદની સ્થિતિ જેમની તેમ છે. ત્યારે જો કોમવાદી હિંસા નિવારક કાયદો જમ્મુ-કાશ્મીરમાં જ લાગુ ન થાય, તો તેનો અર્થ શો રહેવાનો?

વળી આ બિલ કોમી હિંસા અને ઘૃણાના તમામ પીડિતો અને દોષિતોને બરાબરીથી જોતું નથી. ત્યારે સરકારે આ બિલની સાથે કેટલાંક આંકડાઓ પણ જાહેર કરવા જોઈએ. દેશમાં આઝાદી પહેલા અને આઝાદી બાદ ક્યાં સ્થાનો પર કોમી હિંસા થઈ? થયેલી આ કોમી હિંસામાં કોને સૌથી વધારે ભોગવવું પડયું? આ કોમી રમખાણોમાં મરનાર હિંદુઓ અને અન્ય લઘુમતીઓની સંખ્યા કેટલી? આ કોમી રમખાણો થવાના કારણ અથવા કારણો ક્યાં હતા? પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલા હિંદુઓ અને અન્ય લઘુમતીઓની સંખ્યા કેટલી? આ આંકડાઓથી જ ખબર પડી શકે કે દેશમાં કોમી રમખાણો માટે માત્ર હિંદુ જ જવાબદાર છે કે મુસ્લિમ-ખ્રિસ્તીઓ પણ જવાબદાર હોય છે?
ભારતમાં જમ્મુ-કાશ્મીર અને લક્ષદ્વીપમાં મુસ્લિમ, પંજાબમાં શીખ, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમમાં ખ્રિસ્તીઓની બહુમતી છે. ત્યારે આ રાજ્યોમાં કોમી હિંસાની ઘટનામાં સરકાર ક્યાં પ્રકારનું વલણ લેશે? આ સિવાયચ મણિપુર અને અરુણાચલ પ્રદેશ જેવાં રાજ્યોમાં કોઈ ધર્મના લોકોની સંખ્યા પચાસ ટકાથી ઉપર નથી અને કોઈને સ્પષ્ટ બહુમતી નથી. આ બંને રાજ્યોમાં કોમવાદી હિંસા વિરોધી કાયદાનો અમલ સરકાર કોને દોષિત ગણીને કરશે? કેરળનો મામલો પણ છે, જ્યાં 56.20 ટકા હિંદુ છે. જો તેમાંથી 22 ટકા અનુસૂચિત જાતિ અને જનજાતિને અલગ કરી દેવામાં આવે તો હિંદુઓની ટકાવારી શું હશે?

આ બિલ કોંગ્રેસ દ્વારા હિંદુ-મુસ્લિમો વચ્ચે દુશ્મની પેદા કરીને ગલીએ ગલીએ દેશભરમાં રમખાણો કરીને પોતાની વોટબેંક મજબૂત કરવાની સાજિશ છે. શું આ કોમવાદી હિંસા નિવારક બિલથી દેશમાં કોમી સદભાવનાને ખરેખર પ્રોત્સાહન મળશે? ભારતમાં હિંદુઓ લઘુમતીમાં હોય તેવા શહેર અને જિલ્લાઓ ઘણાં છે. તો ત્યાં કોમવાદી હિંસા અને હુલ્લડો માટે કોને દોષિત ઠેરવવામાં આવશે? એક મુસ્લિમ બહુલ અને એક હિંદુ બહુલ શહેર વચ્ચે હુલ્લડો ફાટી નીકળે, તો પછી પોલીસ શું કરશે? આવી પરિસ્થિતિઓમાં પણ પોલીસ માત્ર હિંદુઓની ધરપકડ કરશે, કારણ કે ભારતીય કાયદામાં આ ઉલ્લેખિત છે? શું આ બિલ મુસ્લિમો અને ખ્રિસ્તીઓને દેશમાં હિંદુઓ પર હુમલા કરવાની પરવાનગી આપી દેશે?

રાજ્યો પર સીધો પ્રહાર


એ. સૂર્યપ્રકાશ

સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સલાહકાર પરિષદ દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રસ્તાવિત કોમવાદ અને લક્ષિત હિંસા નિવારક બિલમાં લઘુમતીઓ અને બહુમતીઓ વચ્ચે કોમવાદી દુશ્મની પેદા કરવા સિવાય અન્ય પણ બેહદ ખતરનાક જોગવાઈ છે. તેના માધ્યમથી કેન્દ્ર રાજ્યો પર ફરીથી દાદાગીરી ચલાવવા ચાહે છે અને રાજ્યોના વહીવટ પર પોતાનો દબદબો ચાહે છે. એટલું જ નહીં, તેના માધ્યમથી કોમવાદી ગુનાઓના વર્ગીકરણની કુટિલ જોગવાઈ લાગુ કરવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે. આ બિલ કોમવાદી હિંસાની પ્રત્યેક ઘટનામાં પંથિક લઘુમતીઓનો શિકાર અને પંથિક બહુમતીઓને અપરાધી ઠેરવે છે. પ્રસ્તાવિત કાયદાનું અન્ય ઘાતક પાસું એ પણ છે કે તે કોમવાદી હિંસાના બહાનાથી રાજ્યોને કમજોર કરવા ચાહે છે અને કાયદો-વ્યવસ્થા કાયમ રાખવાના રાજ્યના અધિકારને હડપવા ચાહે છે. આ પ્રસ્તાવિત બિલ રાજ્યોના નોકરશાહો અને પોલીસકર્મીઓને જણાવવા ચાહે છે કે દિલ્હીમાં બેઠેલા મોટા ભાઈ તેમની પર નજર રાખી રહ્યાં છે. સ્પષ્ટ છે કે કેન્દ્ર એ નિરંકુશ શક્તિઓને ફરીથી હાસિલ કરવા ચાહે છે, જે બોમ્મઈ મામલામાં સુપ્રીમ કોર્ટના ચુકાદા પહેલા કલમ-356 હેઠળ તેમની પાસે હતી.
બોમ્મઈ મામલાથી પહેલા કેન્દ્ર સરકાર મનમરજીથી કલમ-356 થોપતી રહેતી હતી. પ્રાદેશિક શક્તિઓથી ભયાક્રાંત કેન્દ્ર આ જોગવાઈના આધારે ચૂંટાયેલી રાજ્ય સરકારોને અવાર-નવાર બરખાસ્ત કરીને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરતી હતી. ઉદાહરણ માટે, 1950માં બંધારણ લાગુ થવાથી લઈને 1994 સુધી સુપ્રીમ કોર્ટે બોમ્મઈ ચુકાદા આપ્યો ત્યાં સુધી સરકારે 102 વાર કલમ-356નો ઉપયોગ કર્યો હતો. આમાથી 77 મામલાઓમાં કેન્દ્રમાં કોંગ્રેસ પાર્ટીનું શાસન હતું. માત્ર એક વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ આ જોગવાઈનો 50 વખત ઉપયોગ કર્યો હતો. કલમ-356નો દુરુપયોગ એટલી હદે વધી ગયો હતો કે બાધ્ય થઈને સુપ્રીમ કોર્ટે બોમ્મઈ મામલાના ચુકાદાના માધ્યમથી તેના પર રોક લગાવી. આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ઘોષણા કરી કે કલમ-356ની ઉદઘોષણા ન્યાયિક પુનર્વિચારની મર્યાદામાં આવશે અને કોર્ટ નિર્ણય કરશે કે તેને લાગુ કરવા પાછળ દુર્ભાવના તો નથી ને. કોર્ટે કહ્યું કે જો રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલો નિર્ણય દુર્ભાવનાગ્રસ્ત હશે, તો કોર્ટ ચુકાદાને બદલી પણ શકે છે. આ ચુકાદાએ વસ્તુત્ કલમ-356ના રાજકીય દુરુપયોગ પર રોક લગાવી દીધી હતી. હવે કોમવાદી હિંસા બિલના માધ્યમથી કેન્દ્ર ફરીથી રાજ્યોમાં કુટિલ ચાલો ચાલવા ઈચ્છે છે. આ સ્પષ્ટપણે પાછલા દરવાજે કલમ-356 લાગુ કરવાનો પ્રયાસ છે.

શરૂઆતમાં બિલના પ્રસ્તાવક કોઈ રાજ્યમાં સંગઠિત કોમી હિંસાને આંતરીક ગડબડ તરીકે વર્ગીકૃત કરવા ચાહતા હતા, જેવું કે અનુચ્છેદ-355માં કહેવામાં આવ્યું છે. અનુચ્છેદ-355 પ્રમાણે, કેન્દ્ર સરકારનું એ દાયિત્વ છે કે તે પ્રત્યેક રાજ્યની બહારી આક્રમણ અને આંતરીક ઉપદ્રવથી રક્ષા કરે અને એ સુનિશ્ચિત કરે કે પ્રત્યેક રાજ્યમાં શાસનનું સંચાલન બંધારણને અનુરૂપ થઈ રહ્યું છે. સ્પષ્ટ છે કે આ કાયદો અને વ્યવસ્થાનો પ્રબંધ કરવાના રાજ્યોના બંધારણીય અધિકાર છીનવવા અને તેના બહાને રાષ્ટ્રપતિ શાસન થોપવાનો એક ચતુર પ્રયાસ હતો. જો કે જાહેર વાંધાઓ-વિરોધ બાદ રાષ્ટ્રીય સલાહકાર પરિષદે હાલ ઘોષણા કરી છે કે ડ્રાફ્ટ બિલમાંથી આ જોગવાઈ હટાવી દેવાઈ છે. તેમ છતાં પણ રાજ્ય સરકારોની સ્વતંત્રતા પર ઉત્પન્ન થયેલું જોખમ સમાપ્ત થયું નથી, કારણ કે કેટલાંક અન્ય પ્રાવધાન હજીપણ યથાવત છે. પોલીસ અને નોકરશાહી સંબંધિત સેક્શન- 9,13,14 અને 16 તથા રાજકીય પક્ષોના પદાધિકારીઓને સીધા નિશાનમાં લેનારા સેક્શન-15માં આવી જ જોગવાઈ છે.

સેક્શન-13 એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે જિલ્લામાં તેનાત અથવા રાજ્ય પ્રશાસનમાં સામેલ કોઈપણ એવો અધિકારી, જેની કાયદો અને વ્યવસ્થામાં પ્રબંધની થોડી પણ ભૂમિકા છે, કોમવાદી હિંસાની કોઈ ઘટનામાં આસાનીથી કર્તવ્ય નિર્વહનમાં બેજવાબદારીના આરોપમાં નિશાના પર લઈ શકાય છે. બસ તેની વિરુદ્ધ લઘુમતી સમુદાયના કોઈ વ્યક્તિની તરફથી આંગળી ચિંધવામાં આવે તેટલી જ જરૂરત છે. અધિકારીઓ પર બહુમતી સમુદાયના કથિત દોષિતોને મદદ કરવાના પણ આરોપ લગાવી શકાય છે. સેક્શન-14 તે લોકસેવકો માટે છે જે પોતાના અધિકાર ક્ષેત્રમાં લોકો પર નિયંત્રણ કરવામાં અસફળ રહે છે. બીજા શબ્દોમાં આ પોલીસ અધિકારીઓ પર કેસ ચલાવી શકાય છે કે જેમના અધિનસ્થ કોઈ અપરાધ કરે છે અથવા તેમને પર લઘુમતી સમુદાયની વિરુદ્ધ અપરાધ કરવાનો આરોપ લગાવાય છે. સ્પષ્ટ છે કે આ કાયદો એ માનીને ચાલે છે કે કોઈ અધિકારીએ એ જાણવું જોઈએ કે તેના અધીનસ્થ શું અપરાધ કરી શકે છે? સૌથી વધારે વાંધાજનક જોગવાઈ સેક્શન-16 છે, જેમાં પોલીસ અને અર્ધલશ્કરી દળોમાં જવાનો એક પ્રકારથી પોતાના વરિષ્ઠ અધિકારીઓની અવજ્ઞા કરવા માટે ઉકસાવાયા છે. આ જોગવાઈનો ઉદેશ્યથી એ પ્રતીત થાય છે કે પ્રત્યેક પોલીસકર્મી એ ચિંતા કરે કે કેન્દ્ર સરકાર તેના કાર્યોને કઈ નજરથી જોશે અને પોતાની આ ધારણાને આધારે જ તેનું આચરણ હોવું જોઈએ. કોઈ કાયદામાં આનાથી વધારે બિનજવાબદાર જોગવાઈ શોધવી કઠિન છે.

પ્રસ્તાવિત કાયદા હેઠળ કોમી સૌહાર્દ, ન્યાય અને ક્ષતિપૂર્તિ માટે એક રાષ્ટ્રીય પંચની સ્થાપના કરવાની છે. આવા પંચો કે સમિતિઓ રાજ્યોમાં પણ બનવાના છે. રાષ્ટ્રીય પંચને કોઈપણ ઈમારતમાં ઘુસવાનો અને દસ્તાવેજો જપ્ત કરી લેવાનો અધિકાર હશે. તેનો અર્થ છે કે તેને રાજ્ય સરકારોની કાર્યાલયોમાં ઘુસવાનો અને ત્યાં સુધી કે મુખ્યમંત્રીની ચેમ્બરમાં પણ ઘુસવાની આઝાદી હશે. બિલમાં અન્ય અનેક એવી જોગવાઈ છે કે જે સંઘીય માળખાના મૂળ પર પ્રહાર કરે છે અને રાજ્યોને કમજોર બનાવે છે. સૌથી વધારે ચિંતાજનક એ છે કે આ કાયદો ગુનાઓને કોમવાદી દ્રષ્ટિકોણથી જોવે છે. સરળ શબ્દોમાં કહીએ તો આ લઘુમતી સમુદાયની મહિલાઓ સાથે બળાત્કાર જેવી ઘટનાઓને અલગ સ્વરૂપે જોવે છે અને બહુમતી સમુદાયની મહિલાઓ સાથે બળાત્કાર જેવી ઘટનાઓને અલગ સ્વરૂપે જોવે છે. લોકતાંત્રિક દુનિયામાં ગુનાઓને આ પ્રકારે કોમવાદી દ્રષ્ટિકોણથી જોવાનું અન્ય ઉદાહરણ શોધવું શક્ય નથી. રાજકીય પક્ષોએ સેક્શન-15 પર ધ્યાન આપવું જોઈએ, જેમાં રાજ્યોમાં સત્તાધારી પક્ષના પદાધિકારીઓને નિશાન પર લેવામાં આવ્યા છે. મતલબ સ્પષ્ટ છે કે કેન્દ્ર સરકાર આ કાયદા દ્વારા પોતાના રાજકીય વિરોધીઓ પર ગાળિયો કસવાનો અવકાશ બનાવવા જઈ રહ્યાં છે.

(સૌજન્ય- દૈનિક જાગરણ)