Showing posts with label કોંગ્રેસ. Show all posts
Showing posts with label કોંગ્રેસ. Show all posts

Saturday, 20 August 2011

અન્નાનું આંદોલન: કેટલીક છૂટક ટિપ્પણીઓ

વિમાંશુ દિવ્યાલ

અન્નાનું આંદોલન વિજય તરફ અગ્રેસર છે. લક્ષ્યગત સફળતા બીજી વાત છે. 

અદભૂત! બેમિસાલ! રાજધાની દિલ્હીમાં આવી વિશાળ ભીડ, આવો જન ઉભાર, લોકાની આવી દિવાનગી, આવો ઝનૂની ઉત્સાહ! રાજઘાટ હોય અથવા છત્રસાલ સ્ટેડિયમ, તિહાડ હોય અથવા રામલીલા મેદાન, જ્યાં અન્ના રહ્યાં ત્યાં જનતાનું ઘોડાપૂર ઉમટી પડયું, ત્યાં આંદોલન ઉભરી ઉઠયું. એકવાર તો એ નક્કી કરવું મુશ્કેલ થઈ ગયું કે અન્ના તિહાડ જેલમાં કેદ છે અથવા તિહાડ જેલ અન્નાની કેદમાં છે. પોલીસે અન્નાને કસ્ટડીમાં લીધા છે અથવા અન્નાએ પોલીસને. સરકારે અન્નાને પ્રતિબંધિત કર્યા છે અથવા અન્નાએ સરકારને. હવે ચાહે કોઈ કંઈપણ કહે, અપાર જનસમૂહે અન્નાને ભ્રષ્ટાચાર વિરોધના પ્રતીકમાં બદલી નાખ્યા છે. વ્યક્તિ અન્ના વૃદ્ધ હોય અથવા મનીષ તિવારી માથાથી પગ સુધી ભ્રષ્ટ પરંતુ પ્રતીક અન્ના એટલા ભારે-ભરખમ થઈ ગયા છે કે કોઈપણ વ્યક્તિગત નિંદા અથવા આરોપ અથવા ટીકા આ અન્નાને હાલ નાના કરી શકે નહીં. તેનાથી આગળ સરકારનું જે થવાનું હતું તે થયું. અન્નાનું આંદોલન વિજય તરફ અગ્રેસર છે. લક્ષ્યગત સફળતા બીજી વાત છે. 

આહ કોંગ્રેસ આહ!

ખરેખર હેરાની થાય છે કે દેશની સૌથી અનુભવી અને સૌથી શક્તિશાળી રાજકીય પાર્ટી અને કેન્દ્રમાં આસિન તેની સરકાર આટલી બાળકબુદ્ધિ અને ક્ષુદ્ર રીતે એક આવા આંદોલનકારીથી નિપટવાની કોશિશ કરશે જેની જનશક્તિનો સાક્ષાત્કાર તે પહેલા પણ કરી ચુકી હતી. તેના પ્રવક્તા જેટલાં વધારે વ્યક્તિગત મોટા પ્રહાર અન્ના પર કરી રહ્યાં હતા, તેઓ તેટલાં જ નાના અને વેંતિયા નજરે પડી રહ્યાં હતા. પોતાની પાર્ટી અને સરકારની છબી પર એટલી જ કાળાશ નાખી રહ્યા હતા. અન્નાના આંદોલનને નહીં ખુદ પોતાની પાર્ટી અને સરકારને જ આરોપીના પાંજરામાં ઉભા કરી રહ્યા હતા. જ્યારે કોંગ્રેસ સરકારે પોતાની વાત મીડિયાની સામે મૂકી તો લોકોએ તેમના તમામ તર્કો સંદર્ભે આંખ આડા કાન કર્યા. સંસદની સર્વોચ્ચતાનો તેનો તર્ક જનતાએ ધડમૂળથી નકારી દીધો. તે સમજી શકી નહીં કે અન્નાના બહાને લોકો સંસદને નહીં, પરંતુ એ વેંતિયાઓને નકારી રહ્યાં છે કે જેમણે સંસદને પંગુ બનાવી દીધી છે. જે ચાલો-કુચાલોથી તેમણે બાબા રામદેવને આસમાનથી પાતાળમાં પાડી દીધા હતા, તે ચાલો-કુચાલોએ અન્નાના મામલામાં ખુદ તેમને જ એ પ્રકારે જમીન પર ફેંક્યા કે તેઓ ધૂળ પણ ખંખેરી શકે તેમ નથી. 

બહોત ખૂબ મીડિયા!

અન્નાના આંદોલનની ટીઆરપી એટલી મોટી હતી કે તેની નીચે મીડિયાની તટસ્થતાએ દબાઈને દમ તોડી નાખ્યો. અન્ના સમર્થક સરકારની આટલી મારક આલોચના-ટીકા કરી શકતા ન હતા કે જેટલી તેમના પક્ષમાં ઉભા રહીને મીડિયા કરી રહ્યું હતું. મીડિયા અન્નાનું અતિરંજીત યશોગાન કરી રહ્યું હતું, અન્નાની તૂતી બનીને બોલી રહ્યું હતું, અન્નાની જેલમાંથી બહાર આવવાની યાત્રા પર એવી લાઈવ કોમેન્ટ્રી કરી રહ્યું હતું કે જેમ ગણતંત્ર દિવસની પરેડના પ્રસંગે તેની યશોગાથા ગાનારા ઉદ્ઘોષણા કરે છે. તે અન્ના સમર્થક ભીડનો ભાગ બની ગયું હતું અને ઉત્સાહી ભીડની તર્જ પર જ પ્રશસ્તિવાચન કરી રહ્યું હતું. ચેનલોની પ્રતિસ્પર્ધા એ હતી કે બિરુદાવલિમાં કોણ સૌથી ઉપર રહે. આખા મીડિયા વેપારમાંથી તે ઠહેરાવ ગાયબ હતો જે કોઈ ઈતર વૈચારીક હસ્તક્ષેપનો અવકાશ બનાવે છે. તમામ ચર્ચા અન્ના સમર્થક અને કોંગ્રેસી પ્રવક્તાઓના તર્કો અને પ્રતિતર્કોની ધરી પર ટંગાયેલી રહી, જેમાંથી નેવું ટકા ચર્ચા સંચાલક અન્નાના પક્ષણાં હસ્તક્ષેપ કરતા રહ્યાં અને પોતાની રીતે ચર્ચાનો નિષ્કર્ષ અન્નાના પક્ષમાં પહોંચાડતા રહ્યાં. ભીડની આગળ સારા-સારા લોકોનો વિવેક કામ કરવાનું બંધ કરી દે છે, પછી દેશનું હિંદી ઈલેક્ટ્રોનિક મીડિયા તો વિવેકના મામલામાં આમ પણ શૂન્યથી બે-ચાર ક્રમ ઉપર છે. 

કોંગ્રેસને સલાહ

કોંગ્રેસ પાર્ટી અને તેની સરકારે હવે એ ભ્રમમાં રહેવું જોઈએ નહીં કે તેમની સીમિત સમજદારી અને ઉલટી ચાલોને કારણે તેમનું કોઈ નુકસાન થયું નથી. ભરપાઈ માટે તેમણે એ કરવું જોઈએ જે અન્ના અને તેમના ટેકેદારો કરી રહ્યાં છે. કોંગ્રેસે પોતાના તમામ ધુરંધર પ્રવક્તાઓને દિલ્હીમાં કોઈ સારી જગ્યા જોઈ અને પોલીસ પાસેથી અનુમતિ લઈને અનશન પર બેસાડી દેવા જોઈએ. જે લોકો અન્નાના અનશનમાં સામેલ થવા ચાહતા નથી તે જરૂર તેમના અનશનમાં સામેલ થશે. જો તેમની વાતોમાં દમ હશે તો લોકો સાંભળશે. પરંતુ આ સમયે લોકો સાંસદો-મંત્રીઓ નહીં, અનશનકારીઓનું સાંભળવાના મૂડમાં છે. કોંગ્રેસને લોકોના આ મૂડને જરૂરથી ભાપવો અને માપવો જોઈએ.

અન્ના અને તેમના ટેકેદારોથી નિવેદન

મહાનુભાવો, તમારી સાથે આવેલો અપાર જનસમૂહ એ દર્શાવી રહ્યો છે કે લોકો ભ્રષ્ટાચારથી કેટલી હદે ઉબાઈ ગયા છે અને કેવી રીતે સંસદ પર કબજો જમાવી બેઠેલી જમાતો પ્રત્યે અવિશ્વાસ, ગુસ્સા અને નફરતથી ભરાયેલા છે. તેઓ તમારી તરફ વધુ આશાથી જોઈ રહ્યા છે અને ખુદને ભ્રષ્ટાચારથી લડવા માટે આપસમાં જોડી પણ રહ્યા છે. તેમ છતાં પણ એવા લોકો ઓછાં નથી જે તમારા આંદોલનને યોગ્ય માનવા છતાં પણ તેના દૂરગામી પરિણામને લઈને આશંકિત છે. તેઓ જાણવા ચાહે છે કે સંપૂર્ણ ક્રાંતિ, બીજી આઝાદી અને વ્યવસ્થા પરિવર્તનથી તમારું તાત્પર્ય શું છે? જો તમે ખરેખર લોકતાંત્રિક છો, તો તમારા અનશન મંચથી થોડીવાર માટે એમને નીચે ઉતારી દો જે તમારા નારાથી બંધાયેલી બિરુદાવલિ ગાઈ રહ્યાં છે. તેમને પણ બોલવા દો જે તમારા આંદોલનને લઈને આશંકિત છે અને અન્ય મત ધરાવે છે. કોંગ્રેસ-પ્રવક્તાઓને પણ આમંત્રિત કરી શકો છો. તેનાથી તમારા આંદોલનને શક્તિ મળશે, શિથિલતા નહીં. જોડાયેલા લોકો પણ પોતાનો સ્થિર મત બનાવી શકશે. નહીંતર ભીડનું શું છે, જેમ ભેગી થાય છે, તેમ વિખેરાઈ પણ જાય છે.

સૌજન્ય-રાષ્ટ્રીય સહારા

Saturday, 13 August 2011

શાસનની કોંગ્રેસી શૈલી



હ્રદયનારાયણ દિક્ષિત

વેદાંતમાં બ્રહ્મ સત્ય છે અને સંસાર મિથ્યા. સોનિયા-કોંગ્રેસમાં સત્તા સત્ય છે અને બંધારણ મિથ્યા. કોંગ્રેસી સમજ અને આચરણમાં બહુમતની સરકાર જ સાર્વભૌમ છે. બંધારણ અને તમામ બંધારણીય સંસ્થાઓ આ સરકારની ગુલામ છે. સંસદીય બહુમત જ સર્વશક્તિમાન સત્તા છે, સત્તાનો અર્થ કોંગ્રેસ છે અને કોંગ્રેસનો અર્થ સોનિયા ગાંધી છે. માટે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મંત્રીપરિષદ, રાજ્યપાલ, સંસદ, સંસદની સમિતિઓ, કોર્ટો, ચૂંટણી પંચ, કેગ, સીવીસી, અનુસૂચિત જાતિ પંચ, પોલીસ અને પ્રશાસન-તમામ બંધારણીય સંસ્થાઓએ સત્તા સાથે કદમતાલ કરવો જોઈએ. તેઓ સત્તાના સૂરમાં વાજું વગાડે તો ઠીક નહીંતર કોંગ્રેસ તેમને તેમની હેસિયત બતાવવા માટે તત્પર છે. સોનિયાની કોંગ્રેસે વડાપ્રધાન સંસ્થાની હેસિયત ઘટાડી. મનમોહન સિંહ પોતાના આખા કાર્યકાળમાં વાસ્તવિક બંધારણીય અધિકારથી વંચિત રહ્યાં. સંસદીય સમિતિઓ બંધારણીય લોકશાહીનો પ્રાણ છે. કોંગ્રેસે લોકલેખા સમિતિનું અપમાન કર્યું. સંચાર ગોટાળાની તપાસ કરનારી સંયુક્ત સંસદીય સમિતિની પ્રતિષ્ઠા પણ કોંગ્રેસે ઘટાડી. કોંગ્રેસ તમામ બંધારણીય સંસ્થાઓની ગરિમા મહિમા પર હુમલાખોર છે. 

ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક એટલે કે કેગ પર પણ હુમલો છે. ખુદ ભ્રષ્ટાચારની તમામ હદો અને સરહદો તોડનારી કોંગ્રેસ કેગને તેમની હદ બતાવી રહી છે. કેગ બંધારણીય સંસ્થા છે. ભારતીય બંધારણના અનુચ્છેદ- 149થી 151 સુધી તેના અધિકારોનો ઉલ્લેખ છે. જનાદેશની દુહાઈ આપનારી કોંગ્રેસ આ કાયદામાં સીએજીનો જનાદેશ કેમ વાંચતી નથી? કેગે ઉત્તર પ્રદેશ સહીત ઘણાં રાજ્યોના ભ્રષ્ટાચાર પણ ઉજાગર કર્યા છે. કેગ સરકાર અને સંબંધિત વિભાગો દ્વાર બનાવાયેલી નિયમાવલીની પરિઘિમાં જ ખર્ચાનું પરીક્ષણ કરે છે. મૂલ્યાંકન અને અપવ્યયના તેના પોતાના કોઈ માપદંડ હોતા નથી. તેમ છતાં કોંગ્રેસ કેગ પર આક્રમણખોર છે તો નિષ્કર્ષ સ્પષ્ટ છે કે કોંગ્રેસ કોમનવેલ્થ ગેમ્સ અથવા દૂરસંચાર ગોટાળામાં કોઈ ભ્રષ્ટાચાર જોતી નથી. આ લોકધનના દુરુપયોગના સંબંધમાં કોઈપણ નિરીક્ષણકર્તાની ટિપ્પણી અથવા તપાસ સહન કરી શકતી નથી. તે બંધારણીય સંસ્થાઓ પર પણ પલટવાર કરે છે. રાષ્ટ્રપતિ ભારતના રાજમુકુટ છે, મહામહીમ છે. કોંગ્રેસ રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે પદની મહત્તા અને ગરિમાના બદલે પોતાના ઉમેદવાર મહિલા હોવાનો પ્રચાર કર્યો. રાષ્ટ્રપતિ રાજ પ્રમુખ હોતા નથી, રાષ્ટ્ર પ્રમુખ હોય છે. તેમને રાજકીય વિવાદોથી દૂર રાખવા જોઈએ. રાજ્યપાલ પણ બંધારણીય સંસ્થા છે. કોંગ્રેસે રાજ્યપાલને હિઝ માસ્ટર્સ વોઈસ બનાવ્યા. કેન્દ્રીય સત્તા પોતાના રાજ્યપાલ જ ચાહે છે. મનમોહન સિંહે વર્ષ 2004માં ખાસ વિચારધારાના આરોપમાં ચાર રાજ્યપાલ હટાવી દીધા હતા. 

માનવાધિકાર પંચ પ્રતિષ્ઠિત સંસ્થા છે, અધ્યક્ષ કે. જી. બાલકૃષ્ણન પર ગંભીર આરોપ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મહેસૂલ વિભાગથી કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ પાસે તપાસ કરવવાના પત્ર પણ લખ્યા હતા, પરંતુ તેઓ પદ પર આસિન છે. કેન્દ્રીય સતર્કતા આયુક્ત થોમસની નિમણૂકમાં ખુદ વડાપ્રધાન પર પણ આરોપ લાગ્યા. કોર્ટે નિમણૂકને ખોટી ગણાવી, ત્યારે તેઓ હટાવાયા. પરંતુ કોંગ્રેસે નૈતિકતાનો નવો પાઠ ભણાવ્યો કે કાયદાકીય રૂપથી ખોટાને પણ નૈતિક રૂપથી ખોટું કહી શકાય નહીં. સુરેશ કલમાડીએ રાજ્ય સરકારની આંખો સામે ભ્રષ્ટાચાર કર્યો. તેઓ જેલ ગયા, પરંતુ કોંગ્રેસ તે ભ્રષ્ટાચારને લઈ કેગ પર હુમલાખોર છે.ચૂંટણી પંચની ગરિમા કોંગ્રેસી કૃપાપાત્ર નવીન ચાવલા પર પડી. ન્યાયમૂર્તિ સચ્ચર અને રંગનાથ મિશ્ર પંચનો દુરુપયોગ કોણ જાણતું નથી? કાશ્મીર સમસ્યા પર વાર્તાકાર પત્રકાર દિલીપ પડગાંવકર પણ આ યાદીમાં છે. 

કોર્ટ ભારતની જનતાની ધીરજ અને આસ્થા છે, પરંતુ સોનિયા-કોંગ્રેસ અને કેન્દ્ર સરકાર કોર્ટોને દાઢમાં રાખીને બેઠા છે. અનાજના સડવાને બદલે ગરીબોમાં વહેંચવાની ટિપ્પણીથી ચિઢાયેલી સરકારે કોર્ટને મર્યાદા બતાવવાની ભૂલ કરી. દૂરસંચાર ગોટાળો, કોમનવેલ્થ, કાળુંનાણું વગેરે મામલા પર કોર્ટે બંધારણીય દાયિત્વોનું જ નિર્વહન કર્યું. વોટના બદલે નોટ પર પણ કોર્ટની સક્રીયતાથી જ તપાસ વધી, પરંતુ આવા તમામ મામલામાં કેન્દ્રે ક્યારેય કોઈ પ્રાયશ્ચિત કર્યું નહીં. વર્ષ 2007માં ન્યાયાધીશો અને મુખ્યમંત્રીઓના સંમેલનમાં પણ આ જ વડાપ્રધાને કોર્ટને ઉપદેશ આપવાનો પ્રયત્ન કર્યો હતો કે ન્યાયિક સક્રીયતા અને ન્યાયિક કાર્યક્ષેત્ર વચ્ચે એક પાતળી વિભાજન રેખા છે. સંવેદનશીલ મુદ્દાને સાવધાનીથી ઉકેલવા જોઈએ. ઈશારો સ્પષ્ટ હતો કે કોર્ટ ન્યાયિક કાર્યક્ષેત્રથી બહાર જઈ રહી છે. મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે દેશ બંધારણના શાસનથી શાસિત છે, કાયદાની બંધારણીય વ્યાખ્યા સામાન્ય પ્રક્રીયા છે.


ઈન્દિરા ગાંધીએ કટોકટીમાં બંધારણને તહેસ-નહેસ કરવાનો નિર્લજ્જ પ્રયત્ન કર્યો હતો. જેમ તે બહુમતને જ સત્ય અને સત્તાનું નિર્ણાયક માનતી હતી, તેવી જ રીતે સોનિયા કોંગ્રેસ પણ. બેશક બહુમત સરકાર ચલાવે છે, પરંતુ બંધારણની તમામ સંસ્થાઓ પણ સ્વતંત્ર રૂપથી અલગ-અલગ સક્રીય રહે છે. સરકાર અને તમામ સંસ્થાઓ બંધારણથી જ શક્તિ મેળવે છે. બંધારણનો આદેશ ચૂંટણીના જનાદેશની ઉપર હોય છે. બંધારણમાં કાયદા સમક્ષ સમતાનો મૌલિક અધિકાર છે. સોનિયાની રાષ્ટ્રીય સલાહકાર પરિષદમાં સાંપ્રદાયિક હિંસા રોકથામ વિધેયકમાં હિંદુઓના મૌલિક અધિકારની સાથે સંઘીય માળખા પર પણ હુમલો છે. કેન્દ્ર અથવા સંસદ બંધારણથી મોટા નથી. અમેરિકાએ કોર્ટોને શક્તિ આપી અને ભારતે બંધારણને શક્તિ આપી. સરકારને છોડીને કોઈપણ બંધારણીય સંસ્થા મર્યાદા ઉલ્લંઘન કરતી નથી. તેમ છતાં કોંગ્રેસી સત્તા ખુદ પાપ કરીને બંધારણીય સંસ્થાઓ પર તેને નાખે છે. 

સૌજન્ય- દૈનિક જાગરણ

Sunday, 7 August 2011

ગોપનીયતાની બિનજરૂરી ઢાલ



સ્વપ્ન દાસગુપ્તા

85 ટકાથી વધારે ભારતીયો કોઈને કોઈ રીતે મીડિયાના ગ્રાહકો છે. પરિણામ સ્વરૂપ, તેની અપેક્ષા કરી શકાય છે કે લગભગ દરેક ભારતીયનો આ સંદર્ભે એક સુનિશ્ચિત મત છે. પાછલા કેટલાંક દિવસોથી મીડિયા એક નાજૂક વિષય-યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીની દુર્ભાગ્યપૂર્ણ બીમારી પર સૂક્ષ્મ તપાસની મર્યાદામાં આવી ગયું છે, જેના સંદર્ભે થોડા દિવસો પહેલા જ લોકોને ખબર પડી. આ ચર્ચાનો પ્રસંગ ખાનગી વાતચીત અને સોશ્યલ નેટવર્કિંગ સાઈટોમાં છવાયેલો છે. લગભગ વર્ષભરથી મીડિયા ભ્રષ્ટાચારના મામલાને ઉછાળીને સૌનું ધ્યાન ખેંચી રહ્યું છે. એવા લોકો છે કે જે મીડિયાને લોકતંત્રના સજગ પ્રહરીના રૂપમાં જોવે છે- ગોટાળાઓને પ્રસારીત કરવા અને તેનાથી પણ મહત્વપૂર્ણ પક્ષ રાજકીય વર્ગ પાસેથી જવાબ માગવામાં પોતાની ભૂમિકા નિભાવવામાં છે. તીખી ચર્ચા અને દેશનો જવાબ જોઈએ-નું વલણ સૌંદર્યબોધના માપદંડોથી બહાર હોઈ શકે છે, તેમ છતાં પણ એ વિશ્વાસ કરવાનું કારણ જરૂર છે કે જે નાગરીક રોજબરોજની રાજનીતિથી કપાઈ ગયો હતો, તે હવે રાજનેતાઓ પર દબંગ પત્રકારોની ચઢાઈ જોવાનું પસંદ કરવા લાગ્યો છે. જે લોકો ચૂંટણી વગરના માહોલમાં શક્તિશાળી રાજનેતાઓનું કંઈ બગાડી શકવા માટે અસમર્થ છે, હવે એ જોઈને ખુશ થઈ જાય છે કે કોઈ તો આ કામ કરી રહ્યું છે. રાજકીય વર્ગ મીડિયાની વધતી શક્તિથી હતાશ છે. તેમને એ વાતનો ડર સતાવી રહ્યો છે કે રાજકીય એજન્ડા એ પત્રકારો દ્વારા નિર્ધારીત થવા લાગ્યા છે, જે કોઈની પ્રત્યે જવાબદેહ નથી. વિધાયિકાઓની શાખ પર અચાનક મીડિયાના હુમલા તેજ થઈ રહ્યાં છે. 

જો 19મી સદીમાં નેતા ભીડતંત્રથી ડરતા હતા, તો 21મી સદીના તેમના સમકક્ષ મીડિયા પ્રેરીત બબાલથી ભયાક્રાંત છે. એ લાગી શકે છે કે ભય શબ્દનો પ્રયોગ અતિરંજિત છે, પરંતુ જો ભારતીય મીડિયા હવે ખતમ થઈ ચુકેલા ન્યૂઝ ઓફ ધ વર્લ્ડના સંસ્કરણ રૂપે કામ કરશે તો રાજકીય વર્ગ અનિયંત્રિત હસ્તક્ષેપથી ભયભીત થઈ જશે. જો કે જેવું કે સોનિયાની બીમારીવાળા મામલાથી સ્પષ્ટ થઈ રહ્યું છે-મીડિયા શેરની જેમ ગર્જના જરૂર કરે છે, પરંતુ વાસ્તવમાં તે બિલાડી છે. પશ્ચિમી દેશોમાં દેશના સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિની સારવારની જાણકારી માટે ત્યાંના પ્રત્યેક મીડિયા સંગઠન એક ખોજી ટીમ રચે છે, જે બિનસૂચિબદ્ધ દર્દીને શોધવા માટે શહેરની તમામ હોસ્પિટલોમાં ખાખાખોળા કરે છે. જ્યારે આપણે ભારતમાં ગાંધી પરિવારના નજીકઓથી સોનિયાની બીમારી અને સારવાર સંદર્ભે અંદાજો લગાવવાનો તમાશો જ કરી રહ્યાં છીએ. 

એક હદ સુધી સોનિયા ગાંધીના આરોગ્ય સંદર્ભે ચિંતાઓનો સંબંધ હવે માત્ર ગાંધી પરિવાર સુધી જ સીમિત નથી. એક એવા નેતાની સલામતી પ્રત્યેક લોકતંત્રમાં લોક ચિંતાનો વિષય છે, જે સરકારના સ્વીકૃત નેતા હોય અને જે શાસન કર્યા વગર જ શાસન કરતા હોય. ભારત ન તો સોવિયત સંઘ છે, જ્યાં યૂરી આંદ્રાપોવની આખરી બીમારી એક રાષ્ટ્રીય ગોપનીયતાની શ્રેણીમાં આવી હતી અને ન તો ઉત્તર કોરિયા છે, જ્યાં બધું જ ગુપ્ત છે. જવાબદાર ડોક્ટરો દ્વારા જારી આવા દૈનિક સ્વાસ્થ્ય બુલેટિનની સરકાર અથવા કોંગ્રેસ પાસે માગણી કરવી જોઈતી હતી, જે જનતાની ચિંતાઓને દૂર કરવાની સાથેસાથે પરિવારના ખાનગીપણાના અધિકારની પણ રક્ષા કરી શકે. 

ધ્યાન આપવા યોગ્ય વાત એ છે કે જ્યાં પ્રથમ પરિવારનો મામલો આવે છે, તો ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ જાહેરાતના પત્રકારત્વમાં ફેરવાઈ જાય છે. આ તથ્ય છતાં ગાંધી પરિવારના સંબંધમાં દેશ નિયમિત રીતે ગુમરાહ કરવામાં આવી રહ્યો છે. જ્યારે સોનિયા ગાંધી સંસદના પ્રારંભિક સત્રમાં ઉપસ્થિત થઈ શક્યા નહીં, તો અજાણ્યા સ્ત્રોત પાસેથી સમાચાર આવ્યા કે તે વાઈરલ ફીવરથી ગ્રસ્ત છે. ગત વર્ષ જ્યારે સોનિયા ગાંધીએ અચાનક બ્રિટિશ પ્રધાનમંત્રી સાથે પોતાની બેઠક રદ્દ કરી દીધી તો કહેવામાં આવ્યું હતું કે તેમને પોતાની બીમાર માતાને જોવા માટે વિદેશ જવું પડયું. ગાંધી પરિવારના આવાગમન સંદર્ભે આ શંકાસ્પદ વ્યાખ્યાઓની જવાબદારી કોઈ લઈ રહ્યું નથી. દર વર્ષે, જ્યારે ચાપલૂસ દરબારી રાહુલ ગાંધીનો જન્મદિવસ ધામધૂમથી મનાવે છે, તો તેઓ દેશની અંદર ઉપસ્થિત જ હોતા નથી. દિલ્હી અંદાજો લગાવતી રહી જતી હતી કે અસલી જન્મદિવસ ક્યાં માનવાઈ રહ્યો છે. જો કે મીડિયા માટે કોંગ્રેસ મહાસચિવના પ્રવાસો ક્યારેય તપાસનો વિષય રહ્યાં નથી. ત્યાં સુધી કે માહિતી અધિકાર હેઠળ પણ કોઈ માહિતી જારી કરવામાં આવી નથી, કારણ કે આ સુરક્ષાના નિહિતાર્થો સાથે સંકળાયેલી હતી. 

ગાંધી પરિવારે ખુદને બિનજરૂરી ગોપનીયતાના આવરણમાં ઢાંકી રાખ્યું છે, જેવું કે તેમની વિરુદ્ધ ભારે ષડયંત્ર કરવામાં આવી રહ્યું હોય. એવી જ કેટલીક કહાણીઓ ગત કેટલાંક દિવસોથી પ્રચારીત કરવામાં આવી છે. કોંગ્રેસ નેતા આ પ્રકારની બિનજવાબદાર ચર્ચાઓની નિંદા કરે છે, ખાસ કરીને જ્યારે મામલો કોઈના આર્ગોય સાથે સંબંધિત હોય, પરંતુ એના પર પણ ધ્યાન આપવું જોઈએ કે ખોટી માહિતીના મૂળમાં સાચી માહિતીનો અભાવ રહેલો હોય છે. દરેક વ્યક્તિ સોનિયા ગાંધીના આરોગ્યમાં સુધારાની કામના કરી રહ્યો છે. જેથી તેઓ ઝડપથી પોતાના સામાન્ય જીવનને જીવી શકે. જો આ આરોગ્ય લાભ માટે કેટલોક સમય ચાહે છે, તો એ યોગ્ય છે કે તે મીડિયાની ચકાચૌંધથી બચીને રહે. સાથે જ, તેમની બીમારી અને અનુપસ્થિતિનો સરકારના ક્રિયાકલાપોથી સીધો સંબંધ છે. દર્દીની ગોપનીયતા અને સાચી માહિતીના સંબંધમાં સંતુલન કાયમ રાખવાના ભૂતકાળના અનેક ઉદાહરણ ઉપસ્થિત છે. 

સૌજન્ય- દૈનિક જાગરણ

Saturday, 6 August 2011

મોંઘવારીથી તૂટેલા લોકોનો ભરોસો પણ તોડયો



રણવિજય સિંહ, સમૂહ સંપાદક, રાષ્ટ્રીય સહારા દૈનિક


આખો દેશ મોંઘવારીની મારથી ત્રસ્ત છે. તેનાથી બચાવની સરકારી કોશિશો અપુરતી સાબિત થઈ છે. 

માર્ચ, 2010થી લઈ અત્યાર સુધી સોળ માસમાં ભારતીય રિજર્વ બેંકે 11 વખત વ્યાજ દરો વધાર્યા છે. વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતિએ કહ્યું છે કે માર્ચ, 2012થી પહેલા મોંઘવારી ઘટવાની નથી. આવી સ્થિતિમાં સંસદમાં મોંઘવારી પર સરકારને ઘેરવાની જગ્યાએ મુખ્ય વિપક્ષી ગઠબંધન એનડીએ તેમની સાથે જ ઉભેલું દેખાયું. 

મોંઘવારી પર રજૂ થયેલા પ્રસ્તાવમાં સરકારની નિંદા કરવા માટે ડાબેરી મોરચા દ્વારા લવાયેલા સંશોધનનો ભાજપ સહીત એનડીએએ સરકારનો સાથે આપ્યો તો સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, બીજૂ જનતાદળ વગેરે પ્રાદેશિક પાર્ટીઓએ આખરી સમયમાં ગૃહની કાર્યવાહીનો બહિષ્કાર કરીને સરકારને મદદ કરી. મોંઘવારી પર એનડીએ અને સરકારની નૂરા-કુશ્તીથી જનતાના વિશ્વાસને આકરો ઝાટકો લાગ્યો છે, જે પ્રતિનિધિ સંસ્થાઓ અને પ્રતિનિધિઓથી તેનો મોહભંગ દર્શાવે છે. આ લોકતંત્ર માટે શુભ નથી. 

યુપીએના સાત વર્ષના શાસન કાળમાં બારમી વખત સંસસમાં મોંઘવારી પર ચર્ચા થઈ. સત્તા પક્ષ સાથે સંમતિ બાદ વિપક્ષે આ પ્રસ્તાવમાં સરકારને સીધી દોષિત ઠેરવી ન હતી, તેમાં કહેવામાં આવ્યું હતું કે ગૃહમાં વારંવાર ચર્ચા છતાં મોંઘવારી વધતી જઈ રહી છે. આ ગૃહ સરકારને મોંઘવારી પર અંકુશ લગાવવા માટે અસરદાર પગલાં ઉઠાવવાનો આગ્રહ કરે છે. માટે સરકાર મતવિભાજનના પ્રસ્તાવવાળા નિયમ-184 હેઠળ ચર્ચા માટે તૈયાર થઈ. મોંઘવારીનો સીધો સંબંધ ભ્રષ્ટાચાર સાથે છે. લોકોને આશા હતી કે મુખ્ય વિપક્ષી પાર્ટી ભાજપ આ મહત્વના સવાલ પર સરકારને સંસદમાં ઘેરશે. તેને કારગર પગલાં ઉઠાવવા માટે બાધ્ય કરશે. 

ગૃહમાં કોઈ નક્કર જવાબ ન મળવાથી તે સંસદની બહાર મોટું આંદોલન ઉભું કરશે, પરંતુ તેના નેતાઓએ પોતાને ચર્ચા સુધી જ સીમિત રાખ્યા. આગળની રૂપરેખ જણાવી નહીં. તેની વિપરીત સરકારે મોંઘવારી રોકવા માટે થઈ રહેલા પ્રયત્નો માટે પોતાની પીઠ જરૂર થાબડી, પરંતુ મુદ્રાસ્ફીતિથી નિપટવા માટે તે ભવિષ્યમાં શું કરવા જઈ રહી છે, તેનો ખુલાસો કર્યો નહીં. સચ્ચાઈ એ છે કે મોંઘવારી ગરીબો પર સૌથી ઘટિયા ટેક્સ છે. ગત ત્રણ વર્ષોમાં મોંઘવારી દર આઠ ટકા ઉપર રહ્યો છે. જેના કારણે દેશની જનતા પર છ લાખ કરોડનો વધારાનો બોજો પડયો છે. 

એટલું જ નહીં, એશિયન ડેવલોપમેન્ટ બેંકના રિપોર્ટ પર વિશ્વાસ કરીએ તો ગત વીસ માસમાં ખાદ્યાન્નોની જે મોંઘવારી રહી, તેના કારણે વધુ પાંચ કરોડ લોકો ગરીબી રેખાની નીચે ચાલ્યા ગયા છે. સરકારી આંકડા કહે છે કે દેશની વસ્તીના સૌથી નીચેના 20 ટકા લોકો પોતાની કમાણીના 67 ટકા ખાવા પર ખર્ચ કરે છે. જો રસોઈમાં જ આગ લાગી હોય તો તે 20 ટકા લોકોની શું હાલત હશે? તેવામાં સરકાર દેશના 8 ટકાના ગ્રોથનો ઢોલ પીટી રહી છે. શું આ ગ્રોથથી આ ગરીબોની ભૂખ મટી જશે? આ ગ્રોથ તેમને જ ખાઈ રહ્યો છે. માટે મોંઘવારી વધારનારા ગ્રોથથી તોબા કરવાની જરૂરત છે. 

મારી સમજમાં મોંઘવારી રોકવાના મૌદ્રિક ઉપાય જ મોંઘવારી વધારવા લાગ્યા છે. પ્રશાસનિક નિયંત્રણ ઉપરથી જ ગેરહાજર છે. તેવામાં વારંવાર મૌદ્રિક ઉપાયોનો સહારો લેવો જણાવે છે કે સરકાર મોંઘવારીના અસલ કારણોનો સામનો કરવાથી બચવા ચાહે છે. તેને એ સમજવું જોઈએ કે ખાવા-પીવાની વસ્તુઓ માટે કોઈ બેંકમાંથી કર્જ લેતું નથી. માટે વ્યાજ દરોના વધારવાથી ચીજોની ખપત ઓછી થવાની નથી. આ કારણ છે કે વ્યાજ દરોમાં વધારો મોંઘવારીની બઢત રોકવામાં નાકામ રહ્યો છે. માટે સરકારે અન્ય ઉપાયો શોધવા જોઈએ. 

ગોદામો ભરેલા હોવા છતાં ખાદ્ય પદાર્થોની કિંમતો વધી રહી છે, તો તેનું કારણ વચેટિયા છે, પરંતુ સરકાર જમાખોરો, વચેટિયા અને કાળાબજારીયાઓ પર લગામ કસવા અને આપૂર્તિ વ્યવસ્થાની ખામીઓ દૂર કરવા કોઈ નક્કર પહેલ કરી રહી નથી. સરકારી ખાદ્ય પ્રબંધનનો હાલ એ છે કે દર વર્ષે હજારો કરોડ રૂપિયાનું અનાજ બરબાદ થઈ રહ્યું છે. તેના સિવાય કૃષિ વિકાસની દીર્ઘકાલિન નીતિઓના અભાવે પણ આ સમસ્યાઓને વધારી છે. કૃષિમાં માળખાગત સુધારાને લઈને પણ ખાસ થઈ રહ્યું નથી. માટે કૃષિ વિકાસને નિર્ધારીત કરનારા મોરચા પર આપણે માત ખાઈ રહ્યાં છીએ.

તેની સામે સરકાર મોંઘવારી પાછળ લોકોની ક્રય શક્તિ વધવાને પણ એક મહત્વનું કારણ માની રહી છે. આમ તો સરકારની તેંડૂલકર કમિટી માને છે કે દેશના 42 ટકા લોકો ઘોર ગરીબીમાં જીવન ગુજારી રહ્યાં છે. તેવામાં પણ જો આમ આદમીની ક્રય શક્તિ વધી છે, તો તેને પૂરું કરવાની તૈયારી કેમ નથી? વાસ્તવમાં આ વધેલી ક્રય શક્તિ ઉપર મુઠ્ઠીભર લોકોની છે. તેના કારણે દેશમાં અસમાનતા ઝડપથી વધી રહી છે. આ વધેલી માગણી પૂરી થવાની જગ્યાએ કિંમતોમાં વધારાને જન્મ આપે છે. 

આમ તો રિજર્વ બેંકના ગવર્નરે વ્યાજ દરોમાં વધારા સમયે સ્વીકાર્યું હતું કે મોંઘવારી ઓછી કરવા માટે બેંકના પ્રયાસોને નક્કર રાજકીય પગલાં દ્વારા ટેકો આપી શકાય છે, પરંતુ આવા પગલાં માત્ર ચૂંટણી સમયે જ ઉઠાવાય છે. ઉદાહરણ તરીકે, વિધાનસભા ચૂંટણી સુધી પેટ્રોલિયમ પદાર્થોના ભાવમાં વધારાને સરકારે રોકી રાખ્યો, પરંતુ જેવી ચૂંટણીઓ પુરી થઈ, તેવી જ તેલ કંપનીઓને નુકસાન અને મહેસૂલમાં ઘટાડાની ફિકર તેમને સરકારને સતાવવા લાગી.

પેટ્રોલિયમ પદાર્થોમાં થયેલી આ વૃદ્ધિએ મોંઘવારી વધારવામાં આગમાં ઘીનું કામ કર્યું છે. લોકતંત્રમાં જનપ્રતિનિધિ જનતાની ભાવનાઓનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે તે તેમની ભાવનાઓને સંસદમાં રાખી શકતા નથી, તો જનતા પોતાને છેતરાયેલા અનુભવે છે, તેમનો ભરોસો તૂટે છે. તેને જ્યારે લાગે છે કે જનપ્રતિનિધિ તેમની અવાજ બની રહ્યાં નથી, તો તે તેના સિવાય વિચારે છે. પછી જનતા અને સંસદમાં ટકરાવની આશંકા વધી જાય છે. જનતા પોતાના હક માટે ઉભી થઈ જાય છે અને જનઆંદોલનનો સૂત્રપાત થાય છે. 

મોંઘવારીના સવાલ પર ભાજપે સરકારનો સાથ આપી એક સોનેરી તક ગુમાવી દીધી છે. સરકાર જો સમજે છે કે જનતા રોટી, કપડાં અને મકાનની જુગાડમાં લાગીને બધું ભૂલી જશે, તો આ વિચાર તેમની સૌથી મોટી રાજકીય ભૂલ સાબિત થશે. જનતા સરકારને જ નહીં, વિપક્ષી પાર્ટીઓને પણ આ જ ત્રાજવામાં તોળી રહી છે. પોતાના વેતન અને ભથ્થામાં ત્રણ ગણો વધારો કરનારા આ સાંસદોને પોતાના સુખ આગળ જનતાના દર્દની યાદ નથી. તેમને તેનો જવાબ જનતાને આપવો પડશે. તેના માટે તેમણે તૈયાર રહેવું જોઈએ.

સૌજન્ય- રાષ્ટ્રીય સહારા