Showing posts with label ફઈ. Show all posts
Showing posts with label ફઈ. Show all posts

Wednesday, 10 August 2011

ISIનો કાશ્મીર એજન્ડા



જગમોહન

જો ગુલામ નબી ફઈ વિરુદ્ધ એફબીઆઈની ચાર્જશીટ વાંચવામાં આવે તો એ વાતના પુરતા પુરાવા મળી જશે કે કાશ્મીરી-અમેરિકન કાઉન્સિલના કાર્યકારી નિદેશક હકીકતમાં મે-1989થી આઈએસઆઈની અમેરિકી શાખાના પ્રમુખ તરીકે કાર્ય કરી રહ્યાં હતા. એફબીઆઈની ફરીયાદ સાથે સંલગન અનેક ઈમેઈલ અને અન્ય દસ્તાવેજોથી ખબર પડે છે કે પરિષદના સંચાલન અને નાણાંકીય પ્રબંધન પર આઈએસઆઈનો કડક અંકુશ હતો. પરિષદનું પ્રત્યેક પગલું આઈએસઆઈના દિશા-નિર્દેશોને અનુરૂપ ઉઠાવવામાં આવતું હતું. ત્યાં સુધી કે સંમેલનોમાં બોલાવાયેલા ભારતીય અને પાકિસ્તાની પત્રકારોની યાદી પણ આઈએસઆઈ દ્વારા ઉપલબ્ધ કરાવાતી હતી. 

ફઈના સંમેલનોમાં ભાગ લેનારા કેટલાંક પત્રકારો અને બુદ્ધિજીવીઓની મીડિયામાં ટીકા થઈ રહી છે. તેના જવાબમાં તેમણે દલીલ આપી છે કે તેઓ પરિષદ અને આઈએસઆઈના સંબંધો સંદર્ભે અજાણ હતા. આ દલીલ ભારતીયોના ગળે ઉતરતી નથી. તેમનું કહેવું છે કે આ કેવી રીતે સંભવ છે કે જાહેર જીવનના વ્યાપક અનુભવવાળા પત્રકાર અને બુદ્ધિજીવી આ નિમંત્રણોનો મર્મ ન જાણતા હોય? એ કહેવું મુશ્કેલ છે કે બિઝનેસ ક્લાસમાં અમેરિકા આવવા-જવા, ફાઈવસ્ટાર હોટલોમાં રોકાવા અને ફઈની મહેમાનગીરીનો લુત્ફ ઉઠાવનારા ભારતીય પત્રકારો અને બુદ્ધિજીવીઓના મનમાં શું ચાલી રહ્યું હતું, પરંતુ એક વાત બિલકુલ સ્પષ્ટ છે કે કેટલાંક મહત્વપૂર્ણ મુદ્દાઓ, ખાસ કરીને કાશ્મીર સંદર્ભેના મુદ્દાઓ પર આ બુદ્ધિજીવી અને પત્રકારોનો તે દ્રષ્ટિકોણ હતો કે જે આઈએસઆઈ અને અન્ય પાકિસ્તાની એજન્સીઓનો છે. આ ખરાબ પ્રચાર આઈએસઆઈની એ યોજનાનો એક ભાગ હતો કે જેના હેઠળ તે કાશ્મીરમાં આતંક ફેલાવી તેને હડપવા ચાહતું હતું. એવામાં જરૂરી હતું કે તેનો વિરોધ કરી રહેલા લોકોમાં ભ્રમ ફેલાવીને તેમને ખલનાયક તરીકે રજૂ કરવામાં આવે. 1989-90માં કાશ્મીરી પંડિતોને ખદેડવાના મામલાથી આ વાતની પુષ્ટિ થઈ જાય છે. 

આ સમગ્ર યોજનાનો એક ઉદેશ્ય હતો ખીણમાંથી તમામ કથિત કાફિરો અને ભારતના એજન્ટોને ખદેડવામાં આવે. એક વર્ગ તરીકે કાશ્મીરી પંડિતો પહેલા નિશાન બન્યા. કાશ્મીરી પંડિતો ખીણમાં ભારતીય કિલ્લાના સૌથી મજબૂત સ્તંભ ગણાતા હતા. શેખ અબ્દુલ્લાએ પોતાની આત્મકથા આતિશ-એ-ચિનારમાં તેમને દિલ્હીના પાંચમી કતારિયા અને જાસૂસ કહીને સંબોધિત કર્યા હતા. એક કાશ્મીરી પંડિતને મારવા અને એક હજારને ભયાક્રાંત કરી ત્યાંથી ભગાડવાની રણનીતિ બનાવાઈ હતી. પંડિત સમુદાયના મુખ્ય સભ્યોને વિશેષ રીતે મારી નાખવામાં આવ્યા હતા. 

14 સપ્ટેમ્બર, 1989એ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ટિક્કાલાલ ટપલૂને શ્રીનગરમાં તેમના ઘરની સામે ધોળા દિવસે મારી નાખવામાં આવ્યા. ત્યાર બાદ 4 નવેમ્બરે જજ એન. કે. ગંજૂને હરિસિંહ માર્ગ પર મારી નાખવામાં આવ્યા. એન. કે. ગંજૂએ 1966 અને 1975માં આતંકી કાર્યવાહીના આરોપી મકબૂલ બટ્ટના મામલાની સુનાવણી કરી હતી. ત્યાર બાદ 28 ડિસેમ્બર, 1989એ પત્રકાર પી. એન. ભટ્ટની નૃશંસ હત્યા કરવામાં આવી. તેમના અહેવાલો અલગતાવાદીઓ અને આતંકવાદીઓને હજમ થઈ રહ્યાં ન હતા. નાના કસ્બા અને અંતરિયાળ વિસ્તારોમાં પણ અનેક કાશ્મીરી પંડિતોનો આ જ હાલ થયો હતો.
16 જાન્યુઆરી, 1990ના રોજ અખિલ ભારતીય કાશ્મીરી પંડિત સંમેલનના એક પ્રતિનિધિમંડળે તત્કાલિન રાજ્યપાલ કે. વી. કૃષ્ણા રાવને આવેદન આપ્યું, જેમાં કહેવામાં આવ્યું હતું કે આજે ખીણમાં સરકારની જગ્યાએ ઉગ્રવાદીઓ શાસન ચલાવી રહ્યાં છે. ખીણનો ઘટનાક્રમ લઘુમતીઓ પર કટ્ટરપંથીઓના સુનિયોજીત હુમલાનો સંકેત હતો. સરકારની નિષ્ક્રિયતા વધતી જઈ રહી છે. લઘુમતી નેતાઓની હત્યા કરનારા એકપણ હત્યારાની ઓળખ સુદ્ધાં થઈ શકી નથી.

સ્પષ્ટ છે કે ફારુક અબ્દુલ્લા સરકારના રાજીનામા બાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગવા અને 19 જાન્યુઆરીએ રાજ્યપાલ પદ પર મારી નિમણૂકના સમય સુધી આતંકવાદી, અલગતાવાદી અને અન્ય પાકિસ્તાની ટેકેદાર તત્વોએ ખીણને પૂરી રીતે પોતાના જડબામાં દબાવી દીધી હતી. આ પહેલા કે તેઓ પોતાના જડબા બંધ કરીને ખીણને હડપી લે, તબક્કાવાર ઉપાયો દ્વારા તેને તેમના જડબામાંથી બહાર ખેંચી લેવામાં આવી. કાશ્મીરી પંડિતોના ખીણમાંથી પલાયનને રોકવા અને ખીણની બહાર ચાલ્યા ગયેલા પંડિતોને પાછા બોલાવવા માટે અનેક ઉપાયો કરવામાં આવ્યા. સરકારે એ પ્રેસનોટ જારી કરીને પંડિતોને પાછા બોલાવવા અપીલ કરી-જગમોહન પંડિત સમુદાયના એ તમામ સભ્યોને ખીણમાં પાછા આવવા માટે અપીલ કરે છે જે અહીંથી અસ્થાયી રીતે જમ્મુ પલાયન કરી ગયા છે. તે ચાર સ્થાનો પર-શ્રીનગર, અનંતનાગ, બારામૂલા અને કુપવાડામાં ચાર અસ્થાયી શિબિરોની સ્થાપનાની પેશકશ કરી રહ્યાં છે, જ્યાં પંડિતોને અસ્થાયી રીતે વસાવામાં આવશે. મારી બહુઆયામી નીતિઓથી આઈએસઆઈ અને આતંકવાદી તથા અલગતાવાદીઓની કુટિલ ચાલો નિષ્ફળ ગઈ. તેના પછી આ તત્વોએ મારી છબીને કલંકીત કરવાનો પુરજોર પ્રયાસ શરૂ કરી દીધો. જ્યારે 1984થી 1989 દરમિયાન મે કાશ્મીર ખીણમાં અનેક વિકાસ અને કલ્યાણકારી યોજનાઓ લાગુ કરી હતી. તેમણે મારી વિરુદ્ધ દુષ્પ્રચાર શરૂ કરી દીધો. મારા વિરુદ્ધ અનેક મનઘડંત વાતો ફેલાવવામાં આવી. મારા વિરુદ્ધ ખાસ પ્રકારે એ પ્રચારીત કરવામાં આવ્યું કે કાશ્મીરી પંડિતોના ખીણમાંથી પલાયન માટે હું જ જવાબદાર છું. આ દુષ્પ્રચાર આઈએસઆઈ તંત્ર દ્વારા કરવામાં આવ્યો, પરંતુ તેનાથી પણ વધારે નિંદનીય એ હતું કે કેટલાંક મુખ્ય પત્રકારો પણ આ દુષ્પ્રચારમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યાં હતા. આ તે મુખ્ય પત્રકારો હતા જે ફઈની પરિષદ દ્વારા પસંદ કરાયેલી યાદીમાં અત્યારે જોઈ શકાય છે. 

તેમણે તમામ દસ્તાવેજો અને અકાટય પુરાવાની અણદેખી કરી અને ચેતવણી જારી કરીને એવી નોટિસ પણ કાશ્મીરના મુખ્ય અખબારોમાં પ્રકાશિત કરાવી, જેમાં કાશ્મીરી પંડિતોને 48 કલાકની અંદર ખીણ છોડવાની ચેતવણી આપવામાં આવી હતી. ત્યાર બાદ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ બધું આઈએસઆઈના આશ્રયથી થયું. આ તથ્યોના આલોકમાં આપણે આ પત્રકારો અને બુદ્ધિજીવીઓની મનસા સંદર્ભે સવાલ કેમ ન ઉઠાવીએ જે ફઈના સંમેલનમાં આઈએસઆઈની ભાષા બોલતા હતા. શું તેમના વિચારો અને આઈએસઆઈના વિચારોમાં સામ્યતાને માત્ર એક સંજોગ કહી શકાય છે? અથવા તેની પાછળ કેટલાંક નિહિત સ્વાર્થ હતા? તેનો કોઈ સીધો જવાબ આપી શકાય નહીં, પરંતુ આ સંદર્ભે આપણને સંકેત જરૂરથી મળી રહ્યાં છે કે આપણે સાવધાન અને સચેત થઈ જઈએ.

(જગમોહન- જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ છે, સૌજન્ય- દૈનિક જાગરણ)

Monday, 1 August 2011

દેશવિરોધી આચરણ



બલબીર પુંજ

તમે એ લોકો સંદર્ભે શું કહેશો જે જેહાદી એજન્ડાથી સજ્જ પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ દ્વારા પોષિત કાર્યક્રમના આધારે ભારતમાં બહુલતાવાદી સમાજ અને માનવાધિકારોની રક્ષા કરવાનો દમ ભરે છે? આ એ નામ છે, જે રાષ્ટ્રવાદી સંગઠનોને કોમવાદી ઠેરવીને તેમના કાર્યક્રમોમાં ભાગ લેવાનો ઈન્કાર કરે છે, પરંતુ જેહાદી સંગઠનોના મંચ પરથી માનવાધિકારોનો ઝંડો લહેરાવામાં તેમને વાર લાગતી નથી. તાજેતરમાં અમેરિકામાં કાશ્મીરી-અમેરિકી પરિષદના કાર્યકારી નિદેશક ગુલામ નબી ફઈની કાશ્મીર પર પાકિસ્તાનના એજન્ડાના પ્રચાર માટે અમેરિકી કોંગ્રેસના સાંસદોને ફંડ આપવા અને કેટલાંક સંમેલનો આયોજિત કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. એફબીઆઈના જણાવ્યા પ્રમાણે, ફઈની પ્રવૃતિઓના સંચાલનનો ખર્ચ આઈએસઆઈ વહન કરે છે. તે તેના રાજકીય અભિયાન માટે પ્રતિ વર્ષ 40 લાખ ડોલર એટલે કે 18 કરોડ રૂપિયા આપે છે. કાશ્મીરી-અમેરિકન કાઉન્સિલમાં ફઈ જે ભાષણ આપતો હતો અથવા તેના બેનર તળે જે વક્તવ્ય જારી કરતો હતો, તેનો 80 ટકા મુસદ્દો પણ આઈએસઆઈ તૈયાર કરતી હતી.

ફઈના આંતરરાષ્ટ્રીય આયોજનોમાં ભારતીય માનવાધિકારી, બુદ્ધિજીવી, પત્રકાર અને કાશ્મીરી અલગતાવાદી નેતાઓનું સામેલ થવું આઈએસઆઈની ભારત વિરોધી માનસિકતાને મળી રહેલા સ્થાનિક સમર્થનને જ રેખાંકીત કરે છે. ફઈ દ્વારા આયોજીત સમારંભમાં સામેલ થયેલા બુદ્ધિજીવી જાણીતાં ચહેરા છે, જે મુસ્લિમોના મામલામાં માનવાધિકાર, પંથનિરપેક્ષતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની ઢાલ ઉભી કરીને કટ્ટરપંથીઓના સમર્થનમાં સડકો પર ઉતરી પડે છે, પરંતુ જ્યારે પીડિત હિંદુ સમુદાયનો હોય તો માનવાધિકાર,અભિવ્યક્તિની સ્વતંત્રતા, પંથનિરેપક્ષતા અને લોકતંત્ર પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા ક્યાં ગાયબ થઈ જાય છે? ઉલ્લેખ કરાયેલી બેઠકનું એકમાત્ર લક્ષ્ય કાશ્મીર મુદ્દાને ભારતના હાથમાંથી છીનવવાનું હતું. બેઠકમાં ઉપસ્થિત રિપબ્લિકન પાર્ટીના ડેન બર્ટન કાશ્મીર મુદ્દે અમેરિકી સંસદમાં ઉઠાવવાના પ્રબળ ટેકેદાર રહ્યાં છે. શું એવું થઈ શકે કે ભારતના આ બુદ્ધિજીવીઓને ફઈના અસલી એજન્ડાની જાણ ન હતી? બની શકે છે કે તેમને ફઈના નાણાંકીય પોષણ સ્ત્રોતની જાણકારી ન હોય, પરંતુ જે વિચાર ગોષ્ઠિમાં તમે ભાગ લેવા જઈ રહ્યાં છો, તેના વિષય અને તેના આયોજકોની પૃષ્ઠભૂમિથી કોઈ કેવી રીતે અજાણ બનેલું રહી શકે?

આઈએસઆઈની ભારત વિરોધી પ્રવૃતિઓ જગજાહેર છે. ભારતને હજાર ઘા આપવાના એજન્ડા હેઠળ તે આતંકવાદી સંગઠનો સહીત ભારતમાં સક્રીય અલગતાવાદી સમૂહોના નાણાંકીય પોષણ અને તેમને સૈન્ય સહાયતા ઉપલબ્ધ કરાવતી રહી છે. આ આઈએસઆઈનો જમીન પર દેખાનારો ચહેરો છે, પરંતુ ફઈ જેવા બુદ્ધિજીવી તેના ભૂમિગત ચહેરા છે, જે સભ્ય સમાજના શુભચિંતક હોવાનો દંભ ભરે છે.  

ઉપરોક્ત તમામ ભારતીય પ્રતિનિધિ પોત-પોતાના ક્ષેત્રના સિદ્ધહસ્ત છે અને ફઈને આ સારી રીતે ખબર હતી કે પાકિસ્તાની એજન્ડાને અનુરૂપ કાશ્મીર પર તેમના વક્તવ્યનો આંતરરાષ્ટ્રીય પ્રભાવ પડશે. આ બુદ્ધિજીવીઓના વલણને કારણે ભારતને આંતરરાષ્ટ્રીય મંચો પર કાશ્મીર મુદ્દા પર મોઢું સંતાડવું પડતું હતું અને તેટલા માટે તેની કાટ શોધવા માટે સરકારે વિશેષ કરીને કાશ્મીર કેડરના આઈએએસ અધિકારી વજાહત હબીબુલ્લાને વોશિંગ્ટનમાં કમ્યુનિટી અફેયર્સ મિનિસ્ટર તરીકે નિયુક્ત કરવા પડયા છે. વિડંબણા એ છે કે ગઈકાલે જે બુદ્ધિજીવી પાકિસ્તાની એજન્ડાનું અંગ હતા, તેમાંતી કેટલાંક આજે યુપીએ સરકારના અંગ છે. કાશ્મીર સમસ્યાથી નિપટવા માટે સરકાર દ્વારા મોકલવામાં આવેલા મુખ્ય વાર્તાકારે ફઈના સમારંભમાં ભાગ લીધો હતો. તેમની પાસે ભારતીય હિતોને અનુરૂપ સમસ્યાના ઈમાનદાર નિવારણની અપેક્ષા કેવી રીતે કરી શકાય છે?

ગત જાન્યુવારી માસમાં સરકાર તરફથી કાશ્મીર મોકલવામાં આવેલા મુખ્ય વાર્તાકારે ભાજપને જમ્મુ-કાશ્મીર પર રાજકારણ બંધ કરવાની સલાહ આપી હતી. જમ્મુ-કાશ્મીરની સમસ્યા ખીણના અલગતાવાદીઓને કારણે જ બેકાબૂ થઈ છે. બાકીના જમ્મુ-કાશ્મીરના લોકો અમન પસંદ અને ભારતીય સત્તા અધિષ્ઠાન પર વિશ્વાસ રાખનારા છે. ખીણની મસ્જિદોમાંથી ભારત વિરોધી સૂત્રો લગાવવામાં આવે છે, ભારતના મોતની કામના કરવામાં આવે છે અને આખા રાજ્યમાં ઈસ્લામી નિઝામિયત લાવવા માટે આઝાદીની લડાઈ લડવાનું ઝનૂન પેદા કરવામાં આવે છે. ખીણમાં તિરંગાને સળગાવી પાકિસ્તાની ઝંડો લહેરાવામાં આવે છે. કાશ્મીરી પંડિત જમ્મુ-કાશ્મીરની સંસ્કૃતિના મૂળ વાહક હતા. આજે આખી કાશ્મીર ખીણ પંડિતોથી ખાલી છે. તેમના મંદિર બંધ છે અથવા ધ્વસ્ત કરી દેવાયા છે. તેમના રહેણાંક મકાનો પર જેહાદીઓને કબજો છે. જમ્મુ-કાશ્મીરની સમસ્યા પાકિસ્તાન પ્રાયોજીત અલગતાવાદીઓની દેણ છે. જમ્મુ-કાશ્મીરની સમસ્યા પર વિચાર કરતાં આ ઘટનાક્રમોથી આંખો કેમ બંધ કરી દેવામાં આવે છે? સરકાર તરફથી નિયુક્ત ઉલ્લેખ કરાયેલા વાર્તાકાર હકીકતમાં જે માનસિકતાથી ગ્રસ્ત છે તે પાકિસ્તાની એજન્ડાનો જ વિસ્તાર છે. 

પાકિસ્તાન કાશ્મીર મુદ્દા પર ત્રીજા પક્ષની મધ્યસ્થતાની વાત લાંબા સમયથી ઉઠાવી રહ્યું છે. કેટલાંક સમય પહેલા પાકિસ્તાને કાશ્મીરના કેટલાંક ભાગને સ્વશાસનનો અધિકાર આપવાનો કુટિલ પ્રસ્તાવ મૂક્યો હતો. તેના માટે તેણે સંયુક્ત રાષ્ટ્રને મધ્યસ્થતાની અપીલ કરી હતી. સંયુક્ત રાષ્ટ્રને આધીન સરકારની રચનાનો અર્થ હશે કે ભારત સંયુક્ત રાષ્ટ્રના જૂનાં પ્રસ્તાવોનો સ્વીકાર કરી રહ્યું છે. રાષ્ટ્ર સંઘે મધ્યસ્થ હોવાના નાતે ઓવન ડિક્સને 1950માં જનમત સંગ્રહની વાત કરી હતી અને સૂચન આપ્યું હતું કે જે કોઈ જે વિસ્તારમાં જીતે, તેને તે ભાગ આપી દેવામાં આવે. ભારત તેના માટે સંમત હતું, પરંતુ પાકિસ્તાનના દબાણ પર બાદમાં સંયુક્ત રાષ્ટ્રની દેખરેખમાં માત્ર ખીણમાં જનમત સંગ્રહ કરાવવા પર જોર આપવાને કારણે ભારતે ડિક્સનના સંશોધિત પ્રસ્તાવને નકારી દીધો હતો. પાકિસ્તાન લાંબા સમયથી પોતાના આ એજન્ડાને સાકાર કરવામાં લાગેલું છે. 

ફઈ દ્વારા આયોજીત વૈચારિક ગોષ્ઠિઓમાં ભારતીય બુદ્ધિજીવીઓની ભાગીદારીથી દેશમાં પ્રચલિત સેક્યુલર પાખંડનો જ ખુલાસો થાય છે. આ વિકૃતિ સમાજના દરેક ક્ષેત્રમાં ફેલાયેલી છે. જમ્મુ-કાશ્મીરના અલગતાવાદીઓના સૂરમાં સૂર મિલાવતા કેટલાંક બુદ્ધિજીવીઓ દિલ્હીની ધરતી પર સત્તા અધિષ્ઠાનને પડકારે છે. સરકાર મૌન રહે છે. સંસદ પવર હુમલો કરનારા અફઝલની ફાંસીની સજા માત્ર એટલા માટે લંબિત રાખવામાં આવી છે, કારણ કે તેનાથી મુસ્લિમ સમાજના કટ્ટરપંથીઓ બગડે તેવો ખતરો છે. કટ્ટરપંથીઓના તુષ્ટિકરણ અને ઈસ્લામી જેહાદના કડવા સત્યને ઢાકવા માટે સેક્યુલર ખેમો ભગવા આતંકવાદનો નકલી ભય ઉભો કરે છે. આવા શુભચિંતકોના રહેવાથી પાકિસ્તાન પોતાના નાપાક ઈરાદાઓમાં કામિયાબ થઈ રહ્યું હોય તો તેમાં આશ્ચર્ય પામવા જેવું શું છે?

સૌજન્ય- દૈનિક જાગરણ

Wednesday, 27 July 2011

ફાઈ અને ભારતીય બુદ્ધિજીવી



પુષ્પરંજન

કાશ્મીર પર 15 એપ્રિલ, 2005ના આઠ સૂત્રીય બ્રસેલ્સ પ્રસ્તાવ પર જે 15 લોકોના હસ્તાક્ષર છે, તેમાં મજીદ ટ્રાંબો અને ડૉ. ફાઈ સિવાય કુલદીપ નૈય્યર અને કાશ્મીરના ભૂતપૂર્વ સચિવ અને તે સમયે ટેરીના ડાયરેક્ટર અશોક જેટલી પણ સામેલ છે. 

ભૂતપૂર્વ વિદેશ સચિવ જી. પાર્થસારથિએ માન્યું છે કે તેઓ કાશ્મીરી અલગતાવાદીઓની કોન્ફરન્સમાં ગયા હતા. પરંતુ શિક્ષાવિદ્દ રાધા કુમાર અને કાશ્મીરના ભૂતપૂર્વ સેક્રેટરી અશોક જેટલીએ હજી સુધી પોતાની ચુપકીદી તોડી નથી. જાણકારી મળી છે કે તેઓ પણ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ દ્વારા ફંડેડ કાશ્મીર સેન્ટરની કોન્ફરન્સમાં બ્રસેલ્સ ગયા હતા. રાધા કુમાર અને જી. પાર્થ સારથિ 2006માં, જ્યારે અશોક જેટલી 2005માં ગયા હતા. 

આઈએસઆઈનું ફંડ લેનારા ડૉ. ફાઈ સાથે પત્રકાર દિલીપ પડગાંવકરના સંબંધોનો વિવાદ હજી ઠંડો પડયો ન હતો કે રાધા કુમારનું નામ પણ સામે આવ્યું. ભારત સરકારે ઓક્ટોબર-2010માં કાશ્મીરી અલગતાવાદીઓ સાથે સંવાદ માટે ત્રણ વાર્તાકારોની નિમણૂક કરી હતી. પડગાંવકર, શિક્ષાવિદ્દ રાધા કુમાર અને માહિતી કમિશનર એમ. એમ. અંસારી. આ ત્રણેય સીધા ગૃહ મંત્રી અને વડાપ્રધાનને રિપોર્ટ કરે છે.

કાલે જ મને બ્રસેલ્સથી 2006માં થયેલી કાશ્મીર કોન્ફરન્સની કેટલીક તસવીરો મળી. જેમાં કાશ્મીરની વાર્તાકાર રાધા કુમાર ડૉ. ફાઈ સાથે બેઠેલી દેખાય છે. એ કતારમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ સચિવ અને 1997માં ભારતમાં હાઈકમિશનર રહેલા રિયાઝ ખોખર બેઠેલા દેખાઈ રહ્યાં છે. કાશ્મીર સેન્ટરના એક બીજા સત્રમાં પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ દેખાઈ રહ્યાં છે. આ પ્રસંગે ભારતના ભૂતપૂર્વ વિદેશ સચિવ જી. પાર્થસારથિ અને પ્રખ્યાત શિક્ષાવિદ્દ રાધા કુમાર સાથેસાથે બેઠેલા દેખાય છે. 

રાધા કુમારને જ્યારે કાશ્મીરના વાર્તાકાર તરીકે પસંદ કરવામાં આવ્યા, ત્યારે ગૃહ મંત્રાલયને તેમની આ કોન્ફરન્સમાં ભાગ લેવાની વાતની જાણકારી હતી કે નહીં, તે સવાલ સત્તાના વર્તુળોમાં ફરવા લાગ્યો છે. ભરોસાપાત્ર સૂત્રો જણાવે છે કે કાશ્મીરના બંને સરકારી વાર્તાકારો- દિલીપ પડગાંવકર અને રાધા કુમારના સીવીમાં આવા સંમેલનોનો ઉલ્લેખ નથી. 

આશ્ચર્યની વાત છે કે એફબીઆઈએ માત્ર ડૉ. ફાઈ જેવા એક ચહેરાનો નકાબ ઉઠાવ્યો છે. બાકી ચહેરા છૂટી ગયા અથવા છોડી દેવાય, એ મોટો સવાલ છે. કાશ્મીર માટે લોબિંગ કરવાની વાત કોઈ નવી ખબર નથી. નવી વાત એ પણ નથી કે ફાઈને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ પાસેથી નાણાં મળતા હતા. આ સમાચારથી ભડકો ત્યારે થયો, જ્યારે અમેરિકી ગુપ્તચર સંસ્થા એફબીઆઈએ તે ભારતીય પત્રકારો અને બુદ્ધિજીવીઓને બેપરદા કર્યા, જે ફાઈના સેમિનારમાં અમેરિકા જઈને કાશ્મીરી અલગતાવાદી થિંક ટેંકને તાકાત આપતા હતા. કાશ્મીરી અલગતાવાદી યૂરોપમાં શું ખિચડી પકવી રહ્યાં છે, તેના પર એફબીઆઈ અને બ્રિટિશ ગુપ્તચર સંસ્થાએ હજી સુધી ચુપકીદી સાધી રાખી છે. 

કુલદીપ નૈય્યર, કાશ્મીર ટાઈમ્સા વેદ ભસીન, દિલીપ પડગાંવકર, હરિંદર બાવેજા, ભારત ભૂષણ, મનોજ જોશી, પ્રફુલ્લ બિદવઈ, આ પત્રકારત્વ જગતના તે મોટા નામ છે કે જેમની કાબેલિયત પર શંકા કરી શકાય નહીં. કુલદીપ નૈય્યર સહીત તમામ ફાઈને યોગ્ય રીતે જાણતા નથી. પ્રો. કમલ મિત્ર ચિનોય, ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રાજેન્દ્ર સચ્ચર, ડાબેરી એક્ટિવિસ્ટ ગૌતમ નવલખા જેવાં બુદ્ધિજીવીઓએ આ મુદ્દા પર પ્રભુ મુરત દેખી તિન તૈસી વાળા અંદાજમાં સ્પષ્ટતા આપી છે.

ખબર નથી કે ભારતમાં કેટલાં લોકોને ખબર છે કે ડૉ. ફાઈથી પણ મોટા બોસ બ્રસેલ્સમમાં બેસે છે. નામ છે બેરિસ્ટર મજીદ ટ્રાન્બો. કાશ્મીર અને મુંબઈ યુનિવર્સિટીથી ભણેલા બેરિસ્ટર ટ્રામ્બોએ લંડનમાં જ આઈએસઆઈની બંદગી સ્વીકારી લીધી. આ 1990ના દિવસોની વાત છે, જ્યારે કુલદીપ નૈય્યર બ્રિટનમાં ભારતના હાઈકમિશનર હતા. તે સમયે પાકિસ્તાનના ડેપ્યુટી હાઈકમિશનર ઓસફ દુર્રાનીએ તહરીકે કાશ્મીરની સ્થાપના બર્મિઘમમાં કરી હતી. 

જુલાઈ 1990ના અંતિમ સપ્તાહમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સક્રિય જમાત-એ-ઈસ્લામીના પ્રમુખ અબ્દુર રશીદ દુર્રાનીને બ્રિટને સ્પાર્ક બ્રુક સંમેલનમાં બોલાવ્યા હતા. આ સંમેલનમાં હાઉસ ઓફ લોર્ડસના સભ્ય નાજિર અહમદે કાશ્મીર પર પ્રો એક્ટિવ પોલિસી અખત્યાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. કોન્ફરન્સમાં કાશ્મીર સેન્ટર લંડન અને કાશ્મીર સેન્ટર બ્રુસેલ્સની સ્થાપનાનો વિચાર મૂકવામાં આવ્યો હતો. 

1990માં જ ડૉ. અયૂબ ઠાકુરે વર્લ્ડ કાશ્મીર ફ્રીડમ મૂવમેન્ટની સ્થાપના કરી હતી. 1993 આવતા અમેરિકા, કેનેડા, યૂરોપ, મધ્ય-પૂર્વમાં તેની ડઝનબંધ શાખાઓ ખુલી હતી. તેના સભ્યો ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોન્ફરન્સ (ઓઆઈસી)ના સંમેલનોમાં સતત જતા-આવતા રહે છે અને અહીં કાશ્મીરની આઝાદીની વાત ઉઠાવતા રહે છે. ખબર નહીં કે આનાથી કુલદીપ નૈય્યર કેવી રીતે અજાણ રહ્યાં. ડૉ. કાજી, ડૉ. જી.એન. મીર, ડૉ. ફાઈ, ડૉ. નાજિર અહમદ કુરૈશી વગેરે વર્લ્ડ કાશ્મીર ફ્રીડમ મૂવમેન્ટના એવા જાણીતાં વ્યક્તિઓ છે, જેમને કાશ્મીર પર કૂટનીતિનો કક્કો વાંચનારા પણ ઓળખે છે.

પત્રકારમાંથી કૂટનીતિક બનેલા કુલદીપ નૈય્યરને ક્યારથી અને કેવી રીતે બેરિસ્ટર ટ્રાંબો અને ડૉ. ફાઈએ આઈનામાં ઉતારી લીધા, એ તો આમાંથી કોઈક જ સારી રીતે જણાવી શકે છે. અમેરિકાથી પહેલા કાશ્મીર સેન્ટર બ્રસેલ્ના સંમેલનોમાં કુલદીપ નૈય્યર ફાઈને મળતા રહ્યાં છે, તેની પુષ્ટિ બ્રસેલ્સમાં લાગેલી તસવીરો કરે છે. પરંતુ આ તસવીરોથી વધારે ગંભીર મામલો છે, કાશ્મીર પર બ્રસેલ્સ પ્રસ્તાવ આ પ્રસ્તાવ પર ભૂતપૂર્વ હાઈ કમિશનર કુલદીપ નૈય્યરે પણ હસ્તાક્ષર કર્યા હતા.

15 એપ્રિલ, 2005ના આઠ સૂત્રી પ્રસ્તાવમાં કાશ્મીરમાં રોકટોક વગર આવાગમન, કાશ્મીરના રાજકીય કેદીઓની મુક્તિ, માનવાધિકારવાદીઓની ફ્રી મૂવમેન્ટ, સેનાની સંખ્યામાં ઘટાડો, સ્પેશ્યલ પાવર એક્ટ સમાપ્ત કરવો, પોલીસની મનમાની અને કસ્ટડીમાં મોત સંદર્ભે તપાસની માગણી કરવામાં આવી છે. આ પ્રસ્તાવ પર જે 15 વ્યક્તિઓના હસ્તાક્ષર છે, તેમાં મજીદ ટ્રાંબો અને ડૉ. ફાઈ સિવાય કુલદીપ નૈય્યર અને કાશ્મીરના ભૂતપૂર્વ સચિવ અને તે સમયના ટેરીના ડાયરેક્ટર અશોક જેટલી પણ સામેલ છે. તેનાથી આ મામલાની ગંભીરતાનો અંદાજ લગાવી શકાય છે. ખાસ કરીને તે વખતે જ્યારે પાકિસ્તાન સતત ફાઈના ટેકામાં ખુલીને સામે આવી રહ્યું છે.  

(લેખક ઈયૂ-એશિયા ન્યૂઝના દિલ્હી ખાતેના સંપાદક છે, સૌજન્ય-પ્રભાત ખબર)

Sunday, 24 July 2011

ભારતીય હિતો સાથે રમત



સ્વપ્ન દાસગુપ્તા

એક ભારતીય અખબારના પત્રકાર તરીકે 90ના દશકના મધ્યમાં મે પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટરમાં જમ્મુ-કાશ્મીર પર આયોજીત એક વાતચીતમાં ભાગ લીધો હતો. આ બેઠક કોઈ ખાસ મહત્વપૂર્ણ ન હતી અને તેમાં ભાગ લેવાનું એકમાત્ર કારણ એ હતું કે દૂતાવાસના એક ભારતીય અધિકારીએ મારા પર તેમાં સામેલ થવાનું દબાણ કર્યું હતું. તે દિવસોમાં કાશ્મીર ઉકળી રહ્યું હતું અને પશ્ચિમી સરકારોની અલગતાવાદીઓ પ્રત્યે મૂક સંવેદના હતી. બેઠક બિલકુલ ફીકી રહેત જો ત્યાં દશ તથાકથિત કાશ્મીરી કાર્યકર્તા સૂત્રોચ્ચાર ન કરત. મજબૂર થઈને સુરક્ષાકર્મીઓએ હસ્તક્ષેપ કરવો પડયો અને આખો હોલ ખાલી કરાવવો પડયો. સ્પષ્ટ છે કે આ બધાંથી ભારતીય અધિકારી ગુસ્સે ભરાયા હતા, પરંતુ તેઓ અસહાય હતા. માત્ર દશ પ્રતિબદ્ધ નવયુવાનોએ પાકિસ્તાનને એક નાનકડી જીત અપાવી દીધી હતી.
ગત વર્ષ મારા હ્રદયમાં આ ઘટનાની યાદો તાજી થઈ ગઈ, જ્યારે લંડન પ્રવાસ દરમિયાન મે પચાસ તોફાની દેખાવકારોને ભારતીય ઉચ્ચાયુક્ત સામે ધરણા પર બેઠેલા જોયા. બાદમાં મે ભારતીય દૂતાવાસના એક અધિકારીને પુછયું કે દેખાવકારો શેના માટે ગડબડ ફેલાવી રહ્યાં હતા? નિશ્ચિતપણે ભારત-પાકિસ્તાન કૂટનીતિ હવે લંડનમાં સૂત્રોચ્ચારની બેહૂદગીથી ઘણી આગળ નીકળી ચુકી છે. દૂતાવાસના અધિકારીએ જવાબ આપ્યો કે આ મૂર્ખતાપૂર્ણ તમાશો છે. પાકિસ્તાન પોતાના સ્થાનિક ટેકેદારોને કુશ કરવા માટે અવાર-નવાર આવા પ્રદર્શન કરતું રહે છે. બસમાં ભરીને કેટલાંક દેખાવકારોને અહીં લાવવામાં આવે છે, જે કેટલાંક કલાક સુધી સૂત્રોચ્ચાર કરે છે. ત્યાર બાદ અહીંથી દૂર ઉભેલા પાકિસ્તાની એજન્ટો તેમને કેટલાંક પાઉન્ડ અને સિગરેટ આપે છે અને તેઓ ચાલ્યા જાય છે. આ પાકિસ્તાનની નિરર્થક કવાયત છે. 

મને લાગે છે કે કાશ્મીરી અમેરિકન કાઉન્સિલના નિદેશક ગુલામ નબી ફઈ પણ વોશિંગ્ટન ડીસીમાં આવી જ કવાયતનો હિસ્સો હતો. તે હવે યુએસ ફોરેન એજન્ટ્સ રજિસ્ટ્રેશન એક્ટની જોગવાઈના ઉલ્લંઘનના કારણે એફબીઆઈના શિકંજામાં છે. અમેરિકી જસ્ટિસ ડિપાર્ટમેન્ટનો દાવો છે કે ફઈના સંગઠનને 90ના દશકના મધ્યથી પાકિસ્તાની સરકાર પાસેથી લગભગ 40 લાખ ડોલરની મદદ મળી ચુકી છે. તેના સંગઠનની લંડન અને બ્રુસેલ્સમાં પણ શાખાઓ છે. એ પણ આરોપ છે કે ફઈ ગત 20 વર્ષોથી ઈસ્લામાબાદના નિર્દેશાનુસાર કામ કરી રહ્યો છે અને જૂન-2008થી પાકિસ્તાની ગુપ્તચર વિભાગના લોકો સાથે ચાર હજાર વખત વાત કરી ચુક્યો છે. આરોપોથી સંકેત મળે છે કે ફઈ કુખ્યાત આઈએસઆઈના ખુલ્લા મંચ તરીકે કામ કરી રહ્યો હતો. 

ફઈની પ્રવૃતિઓ લંડનમાં એક સિગરેટ પેકેટ માટે ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરનારા નવયુવાનોથી વધારે કુટિલ હતી. તે સંમેલન અને સેમિનારનું આયોજન કરતો હતો અને કાશ્મીર પર અમેરિકી નીતિને પ્રભાવિત કરવા માટે કાયદા ઘડનારાઓ માટે લોબિંગ કરતો હતો. જો તમે તેની નિષ્ઠા પાકિસ્તાન સાથે જોડાયેલી મેળવો છો તો તેની પ્રવૃતિ કાયદાની મર્યાદામાં કહી શકાય છે, પરંતુ પાકિસ્તાનના હિતોના પ્રોત્સાહનના અંગ તરીકે ફઈ મોટા જતનથી ભારતથી આવા ભારતીયોને લોભાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તે વોશિંગ્ટનમાં દરેક વર્ષ સંમેલન આયોજીત કરતો હતો અને તેમાં પસંદગીના ભારતીયોને બોલાવીને તેમની ખૂબ આગતા-સ્વાગતા કરતો હતો. તેમને આવવા જવા માટે બિઝનેસ ક્લાસની ટિકિટ પણ મોકલતો હતો. સ્વાભાવિક છે, તેની દિલચસ્પી એવા ભારતીયોમાં હતી, જેમનો ઝુકાવ પાકિસ્તાની હિતો તરફ રહે છે. તેની દિલચસ્પી ખાસ પ્રકારના ભારતીયોમાં હતી. એવા ભારતીયો જે ભારતીય સત્તાના આલોચક હોય સાથેસાથે બૃહત્તર ભારતીય પ્રતિષ્ઠાનોમાં જાણીતી વ્યક્તિ હોય. તથાકથિત માનવાધિકાર કાર્યકર્તા અને સ્વતંત્ર પત્રકાર અથવા સ્તંભકારની પ્રાથમિકતા ફઈની યાદીમાં શીર્ષસ્થ હતી. એ જણાવવાની જરૂરત નથી કે જે ભારતીય કાશ્મીર પર આધિકારીક નીતિથી અસંમતિ દર્શાવતા હતા, તે ઈસ્લામાબાદને ખુશ કરવા માટે તેમ કરતાં હતા.

મુદ્દો એ નથી કે એક ભૂતપૂર્વ ન્યાયાધીશ અથવા પછી એક મોટા સમૂહના સંપાદક એટલા માટે વિરોધી વિચાર રાખે છે, કારણ કે લોકતાંત્રિક ભારત તેમને આવું કરવાનો અધિકાર આપે છે. મુદ્દો એ છે કે શું તેમને એ અહેસાસ નથી કે એક ત્રીજા દેશમાં ફઈ તેમના વિચારોનો પાકિસ્તાનના હિતોને પ્રોત્સાહન આપવામાં દુરુપયોગ કરી શકતો હતો. પુરાવાથી માલૂમ પડે છે કે જે ભારતીય ફઈ દ્વારા આયોજીત કાર્યક્રમોમાં ભાગ લેવા માટે અમેરિકા ગયો હતો, તે કાશ્મીરી અમેરિકન કાઉન્સિલના એજન્ડાથી સારી રીતે પરિચિત હતા. પર્યટનની લાલચ તેમના માથા પર એટલી હદે ચઢીને બોલી રહી હતી કે તેઓ એક શત્રુ રાષ્ટ્રના હિતોની પૂર્તિ માટે પણ તૈયાર થઈ ગયા. આપણને આ સંદર્ભે કોઈ ગલતફેમી ન હોવી જોઈએ કે પાકિસ્તાન એક શત્રુ દેશ છે, જેની સાથે ભારત અઘોષિત યુદ્ધ લડી રહ્યું છે. આગતા-સ્વાગતા અને આઈએસઆઈ પ્રાયોજીત ખાતિરદારીમાં અંતર છે. જે લોકો આ અંતરને સ્વીકારતા નથી, તેમને જાહેર જીવનમાં રહેવાનો કોઈ અધિકાર નથી. 

ફઈની કેટલાંક ભારતીયો સાથે નિકટતાએ પાકિસ્તાનના ભારતને એક હજાર જખ્મો આપવાના યુદ્ધમાં ભારતને કૂટનીતિક રીતે શર્મિંદા જ નથી કર્યું, પરંતુ તેણે આ ટકરાવને વધારવામાં યોગદાન આપ્યું જેનાથી નિર્દોષ લોકોના જીવ ગયા. ફઈને ભારતીયોના અપરાધોને ખોટો નિર્ણય માનીને માફ કરી દેવા બેહદ વિનમ્ર વલણ હશે. ભારતીયો માટે ન રમવું અપરાધ નથી, પરંતુ પાકિસ્તાન માટે રમવું વિશ્વાસઘાત છે.

(સૌજન્ય- દૈનિક જાગરણ)