Showing posts with label પાકિસ્તાન. Show all posts
Showing posts with label પાકિસ્તાન. Show all posts

Wednesday, 10 August 2011

ISIનો કાશ્મીર એજન્ડા



જગમોહન

જો ગુલામ નબી ફઈ વિરુદ્ધ એફબીઆઈની ચાર્જશીટ વાંચવામાં આવે તો એ વાતના પુરતા પુરાવા મળી જશે કે કાશ્મીરી-અમેરિકન કાઉન્સિલના કાર્યકારી નિદેશક હકીકતમાં મે-1989થી આઈએસઆઈની અમેરિકી શાખાના પ્રમુખ તરીકે કાર્ય કરી રહ્યાં હતા. એફબીઆઈની ફરીયાદ સાથે સંલગન અનેક ઈમેઈલ અને અન્ય દસ્તાવેજોથી ખબર પડે છે કે પરિષદના સંચાલન અને નાણાંકીય પ્રબંધન પર આઈએસઆઈનો કડક અંકુશ હતો. પરિષદનું પ્રત્યેક પગલું આઈએસઆઈના દિશા-નિર્દેશોને અનુરૂપ ઉઠાવવામાં આવતું હતું. ત્યાં સુધી કે સંમેલનોમાં બોલાવાયેલા ભારતીય અને પાકિસ્તાની પત્રકારોની યાદી પણ આઈએસઆઈ દ્વારા ઉપલબ્ધ કરાવાતી હતી. 

ફઈના સંમેલનોમાં ભાગ લેનારા કેટલાંક પત્રકારો અને બુદ્ધિજીવીઓની મીડિયામાં ટીકા થઈ રહી છે. તેના જવાબમાં તેમણે દલીલ આપી છે કે તેઓ પરિષદ અને આઈએસઆઈના સંબંધો સંદર્ભે અજાણ હતા. આ દલીલ ભારતીયોના ગળે ઉતરતી નથી. તેમનું કહેવું છે કે આ કેવી રીતે સંભવ છે કે જાહેર જીવનના વ્યાપક અનુભવવાળા પત્રકાર અને બુદ્ધિજીવી આ નિમંત્રણોનો મર્મ ન જાણતા હોય? એ કહેવું મુશ્કેલ છે કે બિઝનેસ ક્લાસમાં અમેરિકા આવવા-જવા, ફાઈવસ્ટાર હોટલોમાં રોકાવા અને ફઈની મહેમાનગીરીનો લુત્ફ ઉઠાવનારા ભારતીય પત્રકારો અને બુદ્ધિજીવીઓના મનમાં શું ચાલી રહ્યું હતું, પરંતુ એક વાત બિલકુલ સ્પષ્ટ છે કે કેટલાંક મહત્વપૂર્ણ મુદ્દાઓ, ખાસ કરીને કાશ્મીર સંદર્ભેના મુદ્દાઓ પર આ બુદ્ધિજીવી અને પત્રકારોનો તે દ્રષ્ટિકોણ હતો કે જે આઈએસઆઈ અને અન્ય પાકિસ્તાની એજન્સીઓનો છે. આ ખરાબ પ્રચાર આઈએસઆઈની એ યોજનાનો એક ભાગ હતો કે જેના હેઠળ તે કાશ્મીરમાં આતંક ફેલાવી તેને હડપવા ચાહતું હતું. એવામાં જરૂરી હતું કે તેનો વિરોધ કરી રહેલા લોકોમાં ભ્રમ ફેલાવીને તેમને ખલનાયક તરીકે રજૂ કરવામાં આવે. 1989-90માં કાશ્મીરી પંડિતોને ખદેડવાના મામલાથી આ વાતની પુષ્ટિ થઈ જાય છે. 

આ સમગ્ર યોજનાનો એક ઉદેશ્ય હતો ખીણમાંથી તમામ કથિત કાફિરો અને ભારતના એજન્ટોને ખદેડવામાં આવે. એક વર્ગ તરીકે કાશ્મીરી પંડિતો પહેલા નિશાન બન્યા. કાશ્મીરી પંડિતો ખીણમાં ભારતીય કિલ્લાના સૌથી મજબૂત સ્તંભ ગણાતા હતા. શેખ અબ્દુલ્લાએ પોતાની આત્મકથા આતિશ-એ-ચિનારમાં તેમને દિલ્હીના પાંચમી કતારિયા અને જાસૂસ કહીને સંબોધિત કર્યા હતા. એક કાશ્મીરી પંડિતને મારવા અને એક હજારને ભયાક્રાંત કરી ત્યાંથી ભગાડવાની રણનીતિ બનાવાઈ હતી. પંડિત સમુદાયના મુખ્ય સભ્યોને વિશેષ રીતે મારી નાખવામાં આવ્યા હતા. 

14 સપ્ટેમ્બર, 1989એ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ટિક્કાલાલ ટપલૂને શ્રીનગરમાં તેમના ઘરની સામે ધોળા દિવસે મારી નાખવામાં આવ્યા. ત્યાર બાદ 4 નવેમ્બરે જજ એન. કે. ગંજૂને હરિસિંહ માર્ગ પર મારી નાખવામાં આવ્યા. એન. કે. ગંજૂએ 1966 અને 1975માં આતંકી કાર્યવાહીના આરોપી મકબૂલ બટ્ટના મામલાની સુનાવણી કરી હતી. ત્યાર બાદ 28 ડિસેમ્બર, 1989એ પત્રકાર પી. એન. ભટ્ટની નૃશંસ હત્યા કરવામાં આવી. તેમના અહેવાલો અલગતાવાદીઓ અને આતંકવાદીઓને હજમ થઈ રહ્યાં ન હતા. નાના કસ્બા અને અંતરિયાળ વિસ્તારોમાં પણ અનેક કાશ્મીરી પંડિતોનો આ જ હાલ થયો હતો.
16 જાન્યુઆરી, 1990ના રોજ અખિલ ભારતીય કાશ્મીરી પંડિત સંમેલનના એક પ્રતિનિધિમંડળે તત્કાલિન રાજ્યપાલ કે. વી. કૃષ્ણા રાવને આવેદન આપ્યું, જેમાં કહેવામાં આવ્યું હતું કે આજે ખીણમાં સરકારની જગ્યાએ ઉગ્રવાદીઓ શાસન ચલાવી રહ્યાં છે. ખીણનો ઘટનાક્રમ લઘુમતીઓ પર કટ્ટરપંથીઓના સુનિયોજીત હુમલાનો સંકેત હતો. સરકારની નિષ્ક્રિયતા વધતી જઈ રહી છે. લઘુમતી નેતાઓની હત્યા કરનારા એકપણ હત્યારાની ઓળખ સુદ્ધાં થઈ શકી નથી.

સ્પષ્ટ છે કે ફારુક અબ્દુલ્લા સરકારના રાજીનામા બાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગવા અને 19 જાન્યુઆરીએ રાજ્યપાલ પદ પર મારી નિમણૂકના સમય સુધી આતંકવાદી, અલગતાવાદી અને અન્ય પાકિસ્તાની ટેકેદાર તત્વોએ ખીણને પૂરી રીતે પોતાના જડબામાં દબાવી દીધી હતી. આ પહેલા કે તેઓ પોતાના જડબા બંધ કરીને ખીણને હડપી લે, તબક્કાવાર ઉપાયો દ્વારા તેને તેમના જડબામાંથી બહાર ખેંચી લેવામાં આવી. કાશ્મીરી પંડિતોના ખીણમાંથી પલાયનને રોકવા અને ખીણની બહાર ચાલ્યા ગયેલા પંડિતોને પાછા બોલાવવા માટે અનેક ઉપાયો કરવામાં આવ્યા. સરકારે એ પ્રેસનોટ જારી કરીને પંડિતોને પાછા બોલાવવા અપીલ કરી-જગમોહન પંડિત સમુદાયના એ તમામ સભ્યોને ખીણમાં પાછા આવવા માટે અપીલ કરે છે જે અહીંથી અસ્થાયી રીતે જમ્મુ પલાયન કરી ગયા છે. તે ચાર સ્થાનો પર-શ્રીનગર, અનંતનાગ, બારામૂલા અને કુપવાડામાં ચાર અસ્થાયી શિબિરોની સ્થાપનાની પેશકશ કરી રહ્યાં છે, જ્યાં પંડિતોને અસ્થાયી રીતે વસાવામાં આવશે. મારી બહુઆયામી નીતિઓથી આઈએસઆઈ અને આતંકવાદી તથા અલગતાવાદીઓની કુટિલ ચાલો નિષ્ફળ ગઈ. તેના પછી આ તત્વોએ મારી છબીને કલંકીત કરવાનો પુરજોર પ્રયાસ શરૂ કરી દીધો. જ્યારે 1984થી 1989 દરમિયાન મે કાશ્મીર ખીણમાં અનેક વિકાસ અને કલ્યાણકારી યોજનાઓ લાગુ કરી હતી. તેમણે મારી વિરુદ્ધ દુષ્પ્રચાર શરૂ કરી દીધો. મારા વિરુદ્ધ અનેક મનઘડંત વાતો ફેલાવવામાં આવી. મારા વિરુદ્ધ ખાસ પ્રકારે એ પ્રચારીત કરવામાં આવ્યું કે કાશ્મીરી પંડિતોના ખીણમાંથી પલાયન માટે હું જ જવાબદાર છું. આ દુષ્પ્રચાર આઈએસઆઈ તંત્ર દ્વારા કરવામાં આવ્યો, પરંતુ તેનાથી પણ વધારે નિંદનીય એ હતું કે કેટલાંક મુખ્ય પત્રકારો પણ આ દુષ્પ્રચારમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યાં હતા. આ તે મુખ્ય પત્રકારો હતા જે ફઈની પરિષદ દ્વારા પસંદ કરાયેલી યાદીમાં અત્યારે જોઈ શકાય છે. 

તેમણે તમામ દસ્તાવેજો અને અકાટય પુરાવાની અણદેખી કરી અને ચેતવણી જારી કરીને એવી નોટિસ પણ કાશ્મીરના મુખ્ય અખબારોમાં પ્રકાશિત કરાવી, જેમાં કાશ્મીરી પંડિતોને 48 કલાકની અંદર ખીણ છોડવાની ચેતવણી આપવામાં આવી હતી. ત્યાર બાદ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ બધું આઈએસઆઈના આશ્રયથી થયું. આ તથ્યોના આલોકમાં આપણે આ પત્રકારો અને બુદ્ધિજીવીઓની મનસા સંદર્ભે સવાલ કેમ ન ઉઠાવીએ જે ફઈના સંમેલનમાં આઈએસઆઈની ભાષા બોલતા હતા. શું તેમના વિચારો અને આઈએસઆઈના વિચારોમાં સામ્યતાને માત્ર એક સંજોગ કહી શકાય છે? અથવા તેની પાછળ કેટલાંક નિહિત સ્વાર્થ હતા? તેનો કોઈ સીધો જવાબ આપી શકાય નહીં, પરંતુ આ સંદર્ભે આપણને સંકેત જરૂરથી મળી રહ્યાં છે કે આપણે સાવધાન અને સચેત થઈ જઈએ.

(જગમોહન- જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ છે, સૌજન્ય- દૈનિક જાગરણ)

Tuesday, 9 August 2011

કઈ દિશામાં અફઘાનિસ્તાન?


અફઘાનિસ્તાનમાં ગત ત્રણ દિવસોની અંદર નાટોના બે હેલિકોપ્ટર્સનું ધ્વસ્ત થવું માત્ર આશ્ચર્યજનક જ નથી, તેનાથી ત્યાં શાંતિ અને સ્થાયિત્વની આશાઓને પણ ઘેરો આંચકો લાગ્યો છે. જો કે તેનાથી એ કદાપિ ન માની લેવું જોઈએ કે નાટોના સૈનિકો ત્યાં સારું કામ જ કરી રહ્યાં છે. તેમના પર નિર્દોષ નાગરીકો, બાળકો અને મહિલાઓને નિશાન બનાવવાના આરોપ છે અને સ્થાનિક નાગરીક સતત આવી ઘટનાઓની વિરુદ્ધ રોષ પ્રગટ કરે છે. પરંતુ ગત શનિવારે જે યોજનાબદ્ધ રીતે નાટોના હેલિકોપ્ટરને જાળમાં ફસાવીને પાડી નાખવામાં આવ્યું, તેનાથી તાલિબાનની સતત વધતી શક્તિની જ ખબર પડે છે. સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે હેલિકોપ્ટરોને નિશાન બનાવવાની ક્ષમતા તાલિબાનોને આખરે ક્યાંથી પ્રાપ્ત થઈ?

મહત્વપૂર્ણ છે કે શનિવારે થયેલી દુર્ઘટનામાં 30 અમેરિકી સૈનિકો માર્યા ગયા હતા. અફઘાનિસ્તાનમાં આતંકવાદની વિરુદ્ધ દસ વર્ષીય અભિયાનમાં એક સાથે આટલા અમેરિકી સૈનિકો આનાથી પહેલા ક્યારેય માર્યા ગયા ન હતા. અફઘાનિસ્તાનથી વિદેશી સેનાઓની વિદાઈના તબક્કામાં તાલિબાનનું આમ મજબૂત થવું ચિંતનીય છે. ગત વર્ષે જ સાતસોથી વધારે વિદેશી સૈનિક અફઘાનિસ્તાનમાં માર્યા ગયા હતા, તો આ વર્ષે અથ્યાર સુધીમાં મરનારા સૈનિકોની સંખ્યા 390ની આસપાસ થઈ ગઈ છે, જેમાંથી 50 તો ઓગસ્ટ માસમાં જ માર્યા ગયા છે. જો કે બરાબર આ દિવસોમાં ત્યાં નિર્દોષ નાગરીકોના મોતની વધતી સંખ્યા પણ પરેશાન કરનારી છે. આ વર્ષના શરૂઆતી છ માસમાં માર્યા ગયેલા નિર્દોષોની સંખ્યા 1500ની આસપાસ છે. સ્પષ્ટ છે કે એક તરફ મજબૂત થતાં તાલિબાન જ્યાં નાટો સૈનિકોને નિશાન બનાવી રહ્યાં છે, ત્યાં તેમની જવાબી કાર્યવાહીમાં નિર્દોષ લોકો મરી રહ્યાં છે.

સવાલ એ છે કે આવી સ્થિતિમાં અફઘાનિસ્તાનની શાંત થવાની આશા કેવી રીતે કરી શકાય
? ત્યાં સ્થાયિત્વની ઘણી આશા એટલા માટે પણ નથી કે વિદેશી મદદના જોરે જે લોકોએ ક્ષેત્રીય સ્તર પર પોતાની મજબૂત પકડ બનાવી છે, તેમનું આચરણ શંકાસ્પદ છે. જૂના સમયના ગુનેગાર, અફીણના દાણચોર અને કબીલાઈ સરદાર પ્રાંતોના ગવર્નર બની બેઠા છે. આવા પ્રકારના લોકો મોટાભાગે તાલિબાનો દ્વારા માર્યા પણ જાય છે, તેવામાં સ્થિતિ ખરાબ જ થઈ જાય છે. સ્પષ્ટ છે કે અમેરિકાના નેતૃત્વમાં અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થાયિત્વનું જે મોડલ પસંદ કરવામાં આવ્યું છે, તે તે દેશ માટે જોખમ જ પેદા કરી રહ્યું છે. વિદેશી સેનાઓના ચાલ્યા ગયા બાદ તેનો સૌથી વધારે લાભ પાકિસ્તાનને થશે. જો કે ભારત અફઘાનિસ્તાનને વિકાસના મુખ્ય પ્રવાહમાં પાછું લાવવા માટે ઈચ્છુક છે, માટે પ્રવર્તમાન સ્થિતિ તેના માટે વધારે વિચારણીય છે.

સૌજન્ય- અમર ઉજાલા

Wednesday, 3 August 2011

ઉઈગર મુસ્લિમોના આતંકથી ત્રસ્ત ચીન



ડૉ. વેદપ્રતાપ વૈદિક

આપણે ત્યાં કહેવત છે કે- જાકે પૈર ન ફટે બિવાઈ, વો ક્યાં જાને પીર પરાઈ!

ચીન અત્યાર સુધી ભારતની ફરીયાદો પર આંખો બંધ કરીને બેસી રહેતું હતું. તેને પાકિસ્તાનની આતંકવાદી ભૂમિકા ક્યારેય વાંધાજનક દેખાતી ન હતી. તે જાણીજોઈને માખી ગળી રહ્યું હતું, પરંતુ હવે કાશગરમાં થયેલા ભયંકર રક્તપાતે તેને હલબલાવી નાખ્યું છે. ચીનની સરકારના પ્રવક્તાએ હવે સ્પષ્ટ શબ્દોમાં આરોપ લગાવ્યો છે કે ચીને શિંચ્યાંગ પ્રાંતના ઉઈગર મુસલમાનોને પાકિસ્તાન ભડકાવી રહ્યું છે. પાકિસ્તાનના કેટલાંક વિસ્તારોમાં તેમને આતંકવાદી તાલીમ આપવામાં આવી રહી છે. કાશગરમાં પકડાયેલા ઉઈગર આતંકવાદીઓએ, જે ચીની નાગરીક છે, આ સત્ય જણાવ્યું છે કે તેઓ બોમ્બ વગેરે બનાવવાનું પાકિસ્તાન પાસેથી જ શીખ્યા છે. 

સૌથી પહેલા તો એ જાણવામાં આવે કે શિંચ્યાંગ ક્ષેત્ર ક્યાં છે, આ ઉઈગર લોકો કોણ છે અને ચીન તથા પાકિસ્તાન સાથે તેમનો શું સંબંધ છે. શિંચ્યાંગ ચીનનું પશ્ચિમી રાજ્ય છે, જેની સીમા ભારત, પાકિસ્તાન, કિરગિજિસ્તાન, ઉજબેકિસ્તાન અને મંગોલિયા વગેરે દેશોને સ્પર્શ કરે છે. પાકિસ્તાને ચીનને ગેરકાયદેસર રીતે આઝાદ કાશ્મીરની કેટલીક જમીન આપી રાખી છે. જો તે આપવામાં આવી ન હતો, તો ચીનના આ પ્રાંતની સરહદ ભારતથી ઘણી દૂર સુધી જોડાત. લગભગ 16 લાખ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલું આ રાજ્ય આખા ચીનનો એક છઠ્ઠમાંશ ભૂભાગ છે અને તેમાં લગભગ બે કરોડ લોકો રહે છે. તેમાં 47 અલગ-અલગ જાતિઓના લોકોની વસ્તી છે, તેમાંથી ઉઈગર લોકોની ટકાવારી 45 ટકા એટલે કે સૌથી વધારે છે. પરંતુ ગત સાઠ વર્ષોમાં ચીનની સામ્યવાદી સરકારે કેટલીક એવી ચાલ ચાલી છે કે ઉઈગર લોકો પોતાના જ ઘરમાં લઘુમતી થઈ ગયા છે. ત્યાં બિનઉઈગરની સંખ્યા 55 ટકા થઈ ગઈ છે. ચીનની મુખ્ય જાતિ-હાન લોકોને ત્યાં મોટી સંખ્યામાં વસાવવામાં આવ્યા છે કે તેઓ જ હવે શિંચ્યાંગના અસલી માલિક બની ગયા છે. 

આજે સ્થાનિક સરકાર અને પ્રશાસનમાં ઉઈગરોનું પ્રતિનિધિત્વ નામમાત્રનું છે. તમામ મુખ્ય સ્થાનો પર હાન લોકો જામી ગયા છે. તેઓ ચીની ભાષા બોલે છે, જ્યારે ઉઈગરની ભાષા તુર્કી છે. તેમનો ચહેરો-મહોરો, ખાન-પાન, રહેણી-કરણી, સભ્યતા-સંસ્કૃતિ ઉઈગરોથી બિલકુલ અલગ છે. ઉરુમચી, કાશગર, ખોતાન જેવા મોટા-મોટા શહેરોમાં ચીનીઓની બોલબાલા સ્પષ્ટ દેખાય છે. મોટામોટા મકાન, મોટીમોટી કારો, મોટીમોટી દુકાનો બધું ચીનાઓ પાસે છે અને ગંદી વસ્તીઓ, નાની-મોટી નોકરીઓ અને વંચનાપૂર્ણ જીવન ઉઈગરોના ખાતામાં છે. શિંચ્યાંગને દરેક દ્રષ્ટિએ આગળ વધારવા માટે બીજિંગની સરકારે ઘણાં પગલાં ઉઠાવ્યા છે, પરંતુ સંપૂર્ણ પ્રગતિનો લાભ લોકોમાં બરાબર વહેંચી શકાયો નથી. માખણ તો ચીની હાન લોકો લૂંટી ગયા અને ઉઈગરોને છાશ પણ મળી નથી. ઘનઘોર અસંતોષનું મુખ્ય કારણ આ છે. 

ઉઈગરના અસંતોષને ભડકાવવા માટે આર્થિક વિષમતાની મુખ્ય ભૂમિકા તો છે જ, તે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પણ છે, જેના કારણે શિંચ્યાંગને સ્વતંત્ર તુર્કિસ્તાન બનાવવાની માગણી વખતોવખત ઉઠતી રહે છે. શિંચ્યાંગ, તિબેટ, મંગોલિયા અને મંચૂરિયા-આ કેટલાંક એવા દેશ છે, જે ચીનની ઉત્તરી અને પશ્ચિમી સીમા પર આવેલા છે. આ રાષ્ટ્રો અથવા રાજ્યો પર ચીને ઘણીવાર કબજો કરી લીધો અને ઘણીવાર તેઓ તેમના હાથમાંથી લસરી ગયા. 1933 અને 1944માં શિંચ્યાંગ ચીનના હાથમાંથી નીકળીને પૂર્વી તુર્કિસ્તાનનું ઈસ્લામી ગણરાજ્ય બની ગયું હતું. તેને સોવિયત સંઘનું સમર્થન પણ હતું. પરંતુ માઓની લાલ સેનાએ ડંડાના જોર પર તેને ફરીથી પોતાની સાથે મેળવી લીધું. હવે અનેક ઉઈગર લોકો ત્યાં પૂર્વી તુર્કિસ્તાન ઈસ્લામી આંદોલન ચલાવી રહ્યાં છે. આઝાદીના આ આંદોલનને અમેરિકા અને પાકિસ્તાનમાં વસેલા અનેક પ્રબુદ્ધ અને માલદાર ઉઈગર દ્રઢતાપૂર્વક ટેકો આપી રહ્યાં છે. 

પહેલા ચ્યાંગ કાઈ શેક અને પછી સામ્યવાદી સરકારોએ શિંચ્યાંગમાં એટલું ભયંકર દમનચક્ર ચલાવ્યું હતું કે ઉઈગર ઉગ્રવાદી વધારે માથું ઉંચકી શક્યા ન હતા. પરંતુ જ્યારે તેઓ પાકિસ્તાન ઈસ્લામી આતંકવાદનો ગઢ બન્યું છે, ઉઈગર આતંકવાદ પણ શક્તિશાળી બની ગયો છે. ઉઈગર આતંકવાદીઓને પાકિસ્તાન સાથે સાંઠગાંઠ વધારવામાં ત્રણ કારણોથી લાભ થાય છે. એક તો પાકિસ્તાન અધિકૃત કાશ્મીરથી શિંચ્યાંગ એકદમ સાથે લાગેલો વિસ્તાર છે. બંનેની વચ્ચે સારી એવી સડક છે, જેના પર મોટર અને ટ્રક દોડે છે. સારા મોસમમાં લોકો પગપાળા અથવા ઘોડા-ખચ્ચર પર આરપાર આવાગમન કરે છે. 

ઈસ્લામાબાદ અને ઉરુમચી (શિંચ્યાંગની રાજધાની)ની વચ્ચે સીધી હવાઈ સેવા પણ ઘણાં જ રાહત દરે દરરોજ ઉપલબ્ધ છે. શિંચ્યાંગના શહેરોમાં બનેલી મેડિકલ કોલેજોમાં તમે સેંકડો પાકિસ્તાની વિદ્યાર્થીઓને જોઈ શકો છો. બીજું કારણ છે કે ઉઈગર લોકો મુસ્લિમ છે. પાકિસ્તાનના લોકો તેમના પ્રત્યે ભાઈચારો અનુભવે છે. ત્રીજું કારણ, ઉઈગર લોકો દેખાવમાં ચીનાઓથી એકદમ અલગ લાગે છે. તેઓ પાકિસ્તાનના ઉત્તરી ભાગોના લોકો જેવાં લાગે છે. લગભગ ત્રણ હજાર ઉઈગર શિંચ્યાંગથી ભાગીને પાકિસ્તાનમાં વસી ગયા છે. ચીની સરકાર આ ઉઈગરો પર કડક નજર રાખવા માટે પાકિસ્તાન સરકાર પર હંમેશા દબાણ બનાવી રાખે છે. પાકિસ્તાનથી પકડાયેલા કેટલાંક ઉઈગરોને અમેરિકાએ ગ્વાંટેનામોબે પણ બંધ કરી દીધા હતા.


આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાન સરકાર ચીનાઓને એ જ તર્ક આપે છે, જે ભારત સરકારને આપે છે એટલે કે આતંકવાદીઓ નોન સ્ટેટ એક્ટર્સ છે. તેમને રાજ્યની કોઈ મદદ મળતી નથી. આ તર્કને ભારત સરકાર તો માની લે છે. તેના પર અમેરિકી દબાણ પણ બનેલું રહે છે, પરંતુ ચીનનું વલણ ઘણું આક્રમક છે. આ મામલામાં થોડા દિવસો પહેલા આસિફ અલી ઝરદારીએ ફોન કરીને ચીની નેતાઓને પોતાની સ્પષ્ટતા આપવી પડી હતી અને આજકાલ આઈએસઆઈના પ્રમુખ શુજા પાશા બીજિંગમાં છે. ઉઈગર આતંકવાદીઓ અને આમ જનતાએ બે વર્ષ પહેલા શિંચ્યાંગમાં એટલા હુલ્લડો મચાવ્યા હતા કે બસ્સોથી વધારે લોકો માર્યા ગયા હતા. ત્યાર બાદ નાના-મોટા ઘણાં હુલ્લડો થયા છે. ચીનના અન્ય ભાગમાં વસેલા ઉઈગરોએ પણ પોતાનો અવાજ બુલંદ કર્યો હતો. 

જો આ લોકોએ ચીનના મોટા શહેરોમાં બોમ્બ મુકવાના શરૂ કરી દીધા અને તેમની સાથે તિબેટી અને મંગોલ જાતિઓ પણ મળી ગઈ તો ચીનને ખબર પડશે કે ભારતના દર્દનો અર્થ શું છે. ચીનને હવે શંઘાઈ સહયોગ પરિષદમાં આતંકવાદ વિરુદ્ધ પોતાનો અવાજ પહેલાથી ઘણો વધારે બુલંદ કરવો પડશે.
પાકિસ્તાની સરકારને પાટા પર લાવવામાં ભારત આજ સુધી સફળ થઈ શક્યું નથી, પરંતુ ચીને જો કડક વલણ અપનાવ્યું તો પાકિસ્તાન સરકાર મજબૂર થઈ જશે. કારણ કે પાકિસ્તાન ચીનનું સૌથી ઘનિષ્ઠ મિત્ર છે અને હવે તે ચીન પર જ સંપૂર્ણપણે નિર્ભર થવાનું છે. ઓસામા કાંડે અમેરિકીઓની આંખો ખોલી નાખી છે. ખબર નહીં, ઉઈગર આતંકવાદ ચીનની આંખો ક્યારે ખોલશે?

સૌજન્ય- રાષ્ટ્રીય સહારા

Tuesday, 2 August 2011

ચીનની ચિંતા


બી. રામન

એકલા અમેરિકા અને ભારત જ પાકિસ્તાન પર પોતાની જમીનને આતંકવાદી પ્રવૃતિઓ માટે અભ્યારણ્યની જેમ ઉપયોગ કરનારા જેહાદીઓ વિરુદ્ધ વધુ કાર્યવાહી કરવા માટે દબાણ બનાવી રહ્યાં નથી. પરંતુ પાકિસ્તાની ક્ષેત્રથી પ્રવૃતિઓ ચલાવનારા ઉઈઘુર અને અન્ય આતંકી સમૂહો પર કાર્યવાહી માટે ચીન પણ તેના પર દબાણ બનાવી રહ્યું છે. આ આતંકી માત્ર પાકિસ્તાનમાં કાર્યરત ચીની નાગરીકોની સુરક્ષા માટે પડકાર બન્યા નથી, પરંતુ ચીનના શિનજિયાંગ પ્રાંતની આંતરીક સુરક્ષાને પણ તેનાથી જોખમ છે.

ચીનની ચિંતાના ત્રણ કારણો છે. પહેલું, ચીની નાગરીકોના જીવન પર ખતરો. તાજેતરના વર્ષોમાં પાકિસ્તાનમાં ચીની નાગરીકો પર પાંચ હુમલા થઈ ચુક્યા છે. તેમાંથી ત્રણ બલુચિસ્તાનમાં અને એક-એક પશ્ચિમોત્તર સીમા પ્રાંત (એનડબલ્યુએફપી) અને સંઘ દ્વારા શાસિત કબાઈલી ક્ષેત્ર ફાટામાં થયા છે. આ હુમલામાં ત્રણ ચીની નાગરીકોના જીવ પણ ગયા છે. તેમાંથી બે હુમલાને જુલાઈ-2007માં ઈસ્લામાબાદ ખાતે લાલ મસ્જિદમાં થયેલી કમાન્ડો કાર્યવાહી બાદ અંજામ આપવામાં આવ્યો હતો. તેના સિવાય ઈસ્લામાબાદના એક મસાજ પાર્લરમાં કામ કરનારી છ ચીની મહિલાઓને લાલ મસ્જિદ મદરેસામાં ભણનારી મહિલાઓને ગુમ કરી દીધી હતી, જેમને બાદમાં છોડી મુકવામાં આવી હતી.

ચીનની ચિંતાનું બીજું કારણ છે, આ ઘટનાઓની તપાસમાં પાકિસ્તાની પોલીસની બેરૂખી. ત્રીજું, ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈસ્ટ તુર્કિસ્તાન (આઈએમઈટી)થી સંબંધ રાખનારા ઉઈઘુર આતંકવાદીઓને શોધી નાખવા અને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં પાકિસ્તાની ગુપ્તચર સંસ્થાઓની નિષ્ફળતા. જ્યારે ચીન માને છે કે આ આતંકવાદીઓ પાકિસ્તાની ક્ષેત્રમાં શરણ લઈ રહ્યાં છે.

ઓગસ્ટ, 2007માં લાહોરમાંથી પ્રકાશિત અખબાર ડેલી ટાઈમ્સમાં મોસ્કોમાં તેનાત ચીની રાજદૂત લિઉ ગુચાંગનું એક નિવેદન પ્રકાશિત થયું હતું. તેમાં તેમણે કહ્યું હતું કે તાજેતરના વર્ષોના આકલનથી ખબર પડે છે કે સૌથી મોટો આતંકી પડકાર પૂર્વી તુર્કિસ્તાનના આતંકી સમૂહોથી છે, જેઓ ચીનની અંદર અને તેની સીમાઓમાં સક્રીય છે.

પાકિસ્તાન પર અમેરિકા અને ચીન, બંનેની તરફથી જેહાદી આતંકીઓ પર કાર્યવાહીનું દબાણ છે. પરંતુ પાકિસ્તાની સરકાર ચીનની ચિંતાઓ પ્રત્યે ઘણી વધારે સજગ છે અને તેના કારણે તેની સાથે રણનીતિક સંબંધો પર પડનારા પ્રભાવને લઈને પણ પરેશાન પણ છે. વાસ્તવમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફ લાલ મસ્જિદમાં શરણ લેનારા તાલિબાન સમર્થકો પર કોઈપણ પ્રકારની કાર્યવાહીથી બચતા રહે, પરંતુ જ્યારે છ ચીની મહિલાઓને ગુમ કરીને તેમના પર વેશ્યાવૃતિમાં સામેલ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો, તો ચીનની તરફથી પાકિસ્તાન પર દબાણ વધ્યું. ત્યાર બાદ જ મુશર્રફે લાલ મસ્જિદમાં કમાન્ડો કાર્યવાહીનો આદેશ આપ્યો હતો.

ચીનની ચિંતા પર પાકિસ્તાની કાર્યવાહીનો વધુ એક મામલો તાલિબાન સમર્થક કબાઈલી નેતા અબ્દુલ્લા મહસૂદથી જોડાયેલો છે. તે અફઘાનિસ્તાનમાં નવ તાલિબાન જૂથોને મદદ કરી રહ્યો હતો. હામિદ કરજઈ સરકારે વારંવાર ચિંતા વ્યક્ત કરી હોવા છતાં પાકિસ્તાની સુરક્ષા દળો તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નહી. પરંતુ જ્યારે ચીને મહસૂદથી પાકિસ્તાનમાં રહેતા ચીની નાગરીકોના જીવને જોખમ હોવાનું જણાવ્યું, તો તેને પાકિસ્તાની સુરક્ષા તંત્રે ઠાર કરી નાખ્યો.

પાકિસ્તાનમાં રહેતા ચીની નાગરીકોની સુરક્ષા વધારવા અને ભૂતકાળમાં થયેલા હુમલાની તપાસ માટે પાકિસ્તાન અને ચીને ઓગસ્ટ, 2007માં એક સંમતિ પત્ર પર પણ હસ્તાક્ષર કર્યા હતા. તેના લગભગ એક વર્ષ બાદ બીજિંગ ગયેલા પાકિસ્તાનના તત્કાલિન ગૃહ મંત્રી રહમાન મલિકે કહ્યું હતું કે ચીનના શત્રુ પાકિસ્તાનના શત્રુ છે. અમે અમારા સૌથી વિશ્વસનીય સહયોગી માટે જોખમ બનેલા તત્વોને છોડીશુ નહીં.

મલિક જૂન, 2009માં પણ બીજિંગ ગયા હતા. તેમની આ યાત્રા બાદ પાકિસ્તાની સરકારે એમનેસ્ટી ઈન્ટરનેશનલના વાંધાઓ છતાં ઉઈઘુર સમુદાયના દશ લોકોને ચીનને સોંપી દીધા હતા. એમનેસ્ટીને અંદેશો હતો કે આ લોકોને કોઈપણ યોગ્ય સુનાવણી વગર ચીન ફાંસીના માંચડે લટકાવી દેશે. ત્યારે પાકિસ્તાને દાવો કર્યો હતો કે તે લોકો આઈએમઈટી સાથે સંબંધિત હતા, જેમને પાકિસ્તાની સેનાએ ફાટામાં ચલાવાયેલા આતંકવાદ વિરોધી અભિયાનમાં પકડયા હતા.

એબટાબાદમાં ગત 2જી મેએ અમેરિકી અભિયાનમાં ઓસામા બિન લાદેનના માર્યા ગયા બાદ ચીને મજબૂતી સાથે પાકિસ્તાનનો બચાવ કર્યો હતો. પરંતુ હજી જુલાઈમાં શિનજિયાંગ પ્રાંતમાં ભડકેલી હિંસામાં ચીનની આ ચિંતા તાજી થઈ ગઈ કે પાકિસ્તાન આઈએમઈટીના આતંકીઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરી રહ્યું નથી.

શરૂઆતમાં ચીની આતંકવાદ વિરોધી વિશેષજ્ઞોએ એ ચિંતા વ્યક્ત કરી, પરંતુ હવે પાર્ટીના નિયંત્રણવાળા ગ્લોબલ મીડિયાના સ્તંભોમાં પણ આ ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની જમીનથી સંચાલિત ભારત વિરોધી આતંકી પ્રવૃતિઓને લઈ ચીને ક્યારેય ભારતની ચિંતાની સાથે સંબંધ રાખ્યો નથી. એટલું જ નહીં, અનેક વર્ષો સુધી તેણે સુરક્ષા પરિષદની આતંકવાદ વિરોધી નિરીક્ષણ સમિતિને જમાત-ઉદ-દાવા અને લશ્કરે તોઈબાને આતંકવાદી સંગઠન ઘોષિત કરવાથી રોકી રાખી હતી. ચીની બેરૂખી છતાં ભારતે પાકિસ્તાનમાં હાજર આતંકી માળખાં સંદર્ભે તેના બેવડા વલણને બેનકાબ કરવું જોઈએ.

(સૌજન્ય-અમર ઉજાલા)

Monday, 1 August 2011

દેશવિરોધી આચરણ



બલબીર પુંજ

તમે એ લોકો સંદર્ભે શું કહેશો જે જેહાદી એજન્ડાથી સજ્જ પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ દ્વારા પોષિત કાર્યક્રમના આધારે ભારતમાં બહુલતાવાદી સમાજ અને માનવાધિકારોની રક્ષા કરવાનો દમ ભરે છે? આ એ નામ છે, જે રાષ્ટ્રવાદી સંગઠનોને કોમવાદી ઠેરવીને તેમના કાર્યક્રમોમાં ભાગ લેવાનો ઈન્કાર કરે છે, પરંતુ જેહાદી સંગઠનોના મંચ પરથી માનવાધિકારોનો ઝંડો લહેરાવામાં તેમને વાર લાગતી નથી. તાજેતરમાં અમેરિકામાં કાશ્મીરી-અમેરિકી પરિષદના કાર્યકારી નિદેશક ગુલામ નબી ફઈની કાશ્મીર પર પાકિસ્તાનના એજન્ડાના પ્રચાર માટે અમેરિકી કોંગ્રેસના સાંસદોને ફંડ આપવા અને કેટલાંક સંમેલનો આયોજિત કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. એફબીઆઈના જણાવ્યા પ્રમાણે, ફઈની પ્રવૃતિઓના સંચાલનનો ખર્ચ આઈએસઆઈ વહન કરે છે. તે તેના રાજકીય અભિયાન માટે પ્રતિ વર્ષ 40 લાખ ડોલર એટલે કે 18 કરોડ રૂપિયા આપે છે. કાશ્મીરી-અમેરિકન કાઉન્સિલમાં ફઈ જે ભાષણ આપતો હતો અથવા તેના બેનર તળે જે વક્તવ્ય જારી કરતો હતો, તેનો 80 ટકા મુસદ્દો પણ આઈએસઆઈ તૈયાર કરતી હતી.

ફઈના આંતરરાષ્ટ્રીય આયોજનોમાં ભારતીય માનવાધિકારી, બુદ્ધિજીવી, પત્રકાર અને કાશ્મીરી અલગતાવાદી નેતાઓનું સામેલ થવું આઈએસઆઈની ભારત વિરોધી માનસિકતાને મળી રહેલા સ્થાનિક સમર્થનને જ રેખાંકીત કરે છે. ફઈ દ્વારા આયોજીત સમારંભમાં સામેલ થયેલા બુદ્ધિજીવી જાણીતાં ચહેરા છે, જે મુસ્લિમોના મામલામાં માનવાધિકાર, પંથનિરપેક્ષતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની ઢાલ ઉભી કરીને કટ્ટરપંથીઓના સમર્થનમાં સડકો પર ઉતરી પડે છે, પરંતુ જ્યારે પીડિત હિંદુ સમુદાયનો હોય તો માનવાધિકાર,અભિવ્યક્તિની સ્વતંત્રતા, પંથનિરેપક્ષતા અને લોકતંત્ર પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા ક્યાં ગાયબ થઈ જાય છે? ઉલ્લેખ કરાયેલી બેઠકનું એકમાત્ર લક્ષ્ય કાશ્મીર મુદ્દાને ભારતના હાથમાંથી છીનવવાનું હતું. બેઠકમાં ઉપસ્થિત રિપબ્લિકન પાર્ટીના ડેન બર્ટન કાશ્મીર મુદ્દે અમેરિકી સંસદમાં ઉઠાવવાના પ્રબળ ટેકેદાર રહ્યાં છે. શું એવું થઈ શકે કે ભારતના આ બુદ્ધિજીવીઓને ફઈના અસલી એજન્ડાની જાણ ન હતી? બની શકે છે કે તેમને ફઈના નાણાંકીય પોષણ સ્ત્રોતની જાણકારી ન હોય, પરંતુ જે વિચાર ગોષ્ઠિમાં તમે ભાગ લેવા જઈ રહ્યાં છો, તેના વિષય અને તેના આયોજકોની પૃષ્ઠભૂમિથી કોઈ કેવી રીતે અજાણ બનેલું રહી શકે?

આઈએસઆઈની ભારત વિરોધી પ્રવૃતિઓ જગજાહેર છે. ભારતને હજાર ઘા આપવાના એજન્ડા હેઠળ તે આતંકવાદી સંગઠનો સહીત ભારતમાં સક્રીય અલગતાવાદી સમૂહોના નાણાંકીય પોષણ અને તેમને સૈન્ય સહાયતા ઉપલબ્ધ કરાવતી રહી છે. આ આઈએસઆઈનો જમીન પર દેખાનારો ચહેરો છે, પરંતુ ફઈ જેવા બુદ્ધિજીવી તેના ભૂમિગત ચહેરા છે, જે સભ્ય સમાજના શુભચિંતક હોવાનો દંભ ભરે છે.  

ઉપરોક્ત તમામ ભારતીય પ્રતિનિધિ પોત-પોતાના ક્ષેત્રના સિદ્ધહસ્ત છે અને ફઈને આ સારી રીતે ખબર હતી કે પાકિસ્તાની એજન્ડાને અનુરૂપ કાશ્મીર પર તેમના વક્તવ્યનો આંતરરાષ્ટ્રીય પ્રભાવ પડશે. આ બુદ્ધિજીવીઓના વલણને કારણે ભારતને આંતરરાષ્ટ્રીય મંચો પર કાશ્મીર મુદ્દા પર મોઢું સંતાડવું પડતું હતું અને તેટલા માટે તેની કાટ શોધવા માટે સરકારે વિશેષ કરીને કાશ્મીર કેડરના આઈએએસ અધિકારી વજાહત હબીબુલ્લાને વોશિંગ્ટનમાં કમ્યુનિટી અફેયર્સ મિનિસ્ટર તરીકે નિયુક્ત કરવા પડયા છે. વિડંબણા એ છે કે ગઈકાલે જે બુદ્ધિજીવી પાકિસ્તાની એજન્ડાનું અંગ હતા, તેમાંતી કેટલાંક આજે યુપીએ સરકારના અંગ છે. કાશ્મીર સમસ્યાથી નિપટવા માટે સરકાર દ્વારા મોકલવામાં આવેલા મુખ્ય વાર્તાકારે ફઈના સમારંભમાં ભાગ લીધો હતો. તેમની પાસે ભારતીય હિતોને અનુરૂપ સમસ્યાના ઈમાનદાર નિવારણની અપેક્ષા કેવી રીતે કરી શકાય છે?

ગત જાન્યુવારી માસમાં સરકાર તરફથી કાશ્મીર મોકલવામાં આવેલા મુખ્ય વાર્તાકારે ભાજપને જમ્મુ-કાશ્મીર પર રાજકારણ બંધ કરવાની સલાહ આપી હતી. જમ્મુ-કાશ્મીરની સમસ્યા ખીણના અલગતાવાદીઓને કારણે જ બેકાબૂ થઈ છે. બાકીના જમ્મુ-કાશ્મીરના લોકો અમન પસંદ અને ભારતીય સત્તા અધિષ્ઠાન પર વિશ્વાસ રાખનારા છે. ખીણની મસ્જિદોમાંથી ભારત વિરોધી સૂત્રો લગાવવામાં આવે છે, ભારતના મોતની કામના કરવામાં આવે છે અને આખા રાજ્યમાં ઈસ્લામી નિઝામિયત લાવવા માટે આઝાદીની લડાઈ લડવાનું ઝનૂન પેદા કરવામાં આવે છે. ખીણમાં તિરંગાને સળગાવી પાકિસ્તાની ઝંડો લહેરાવામાં આવે છે. કાશ્મીરી પંડિત જમ્મુ-કાશ્મીરની સંસ્કૃતિના મૂળ વાહક હતા. આજે આખી કાશ્મીર ખીણ પંડિતોથી ખાલી છે. તેમના મંદિર બંધ છે અથવા ધ્વસ્ત કરી દેવાયા છે. તેમના રહેણાંક મકાનો પર જેહાદીઓને કબજો છે. જમ્મુ-કાશ્મીરની સમસ્યા પાકિસ્તાન પ્રાયોજીત અલગતાવાદીઓની દેણ છે. જમ્મુ-કાશ્મીરની સમસ્યા પર વિચાર કરતાં આ ઘટનાક્રમોથી આંખો કેમ બંધ કરી દેવામાં આવે છે? સરકાર તરફથી નિયુક્ત ઉલ્લેખ કરાયેલા વાર્તાકાર હકીકતમાં જે માનસિકતાથી ગ્રસ્ત છે તે પાકિસ્તાની એજન્ડાનો જ વિસ્તાર છે. 

પાકિસ્તાન કાશ્મીર મુદ્દા પર ત્રીજા પક્ષની મધ્યસ્થતાની વાત લાંબા સમયથી ઉઠાવી રહ્યું છે. કેટલાંક સમય પહેલા પાકિસ્તાને કાશ્મીરના કેટલાંક ભાગને સ્વશાસનનો અધિકાર આપવાનો કુટિલ પ્રસ્તાવ મૂક્યો હતો. તેના માટે તેણે સંયુક્ત રાષ્ટ્રને મધ્યસ્થતાની અપીલ કરી હતી. સંયુક્ત રાષ્ટ્રને આધીન સરકારની રચનાનો અર્થ હશે કે ભારત સંયુક્ત રાષ્ટ્રના જૂનાં પ્રસ્તાવોનો સ્વીકાર કરી રહ્યું છે. રાષ્ટ્ર સંઘે મધ્યસ્થ હોવાના નાતે ઓવન ડિક્સને 1950માં જનમત સંગ્રહની વાત કરી હતી અને સૂચન આપ્યું હતું કે જે કોઈ જે વિસ્તારમાં જીતે, તેને તે ભાગ આપી દેવામાં આવે. ભારત તેના માટે સંમત હતું, પરંતુ પાકિસ્તાનના દબાણ પર બાદમાં સંયુક્ત રાષ્ટ્રની દેખરેખમાં માત્ર ખીણમાં જનમત સંગ્રહ કરાવવા પર જોર આપવાને કારણે ભારતે ડિક્સનના સંશોધિત પ્રસ્તાવને નકારી દીધો હતો. પાકિસ્તાન લાંબા સમયથી પોતાના આ એજન્ડાને સાકાર કરવામાં લાગેલું છે. 

ફઈ દ્વારા આયોજીત વૈચારિક ગોષ્ઠિઓમાં ભારતીય બુદ્ધિજીવીઓની ભાગીદારીથી દેશમાં પ્રચલિત સેક્યુલર પાખંડનો જ ખુલાસો થાય છે. આ વિકૃતિ સમાજના દરેક ક્ષેત્રમાં ફેલાયેલી છે. જમ્મુ-કાશ્મીરના અલગતાવાદીઓના સૂરમાં સૂર મિલાવતા કેટલાંક બુદ્ધિજીવીઓ દિલ્હીની ધરતી પર સત્તા અધિષ્ઠાનને પડકારે છે. સરકાર મૌન રહે છે. સંસદ પવર હુમલો કરનારા અફઝલની ફાંસીની સજા માત્ર એટલા માટે લંબિત રાખવામાં આવી છે, કારણ કે તેનાથી મુસ્લિમ સમાજના કટ્ટરપંથીઓ બગડે તેવો ખતરો છે. કટ્ટરપંથીઓના તુષ્ટિકરણ અને ઈસ્લામી જેહાદના કડવા સત્યને ઢાકવા માટે સેક્યુલર ખેમો ભગવા આતંકવાદનો નકલી ભય ઉભો કરે છે. આવા શુભચિંતકોના રહેવાથી પાકિસ્તાન પોતાના નાપાક ઈરાદાઓમાં કામિયાબ થઈ રહ્યું હોય તો તેમાં આશ્ચર્ય પામવા જેવું શું છે?

સૌજન્ય- દૈનિક જાગરણ

Monday, 25 July 2011

ચીનને પડકાર


મારુફ રજા

પોતાના બે દિવસના પ્રવાસ બાદ ચેન્નઈથી રવાના થતાં અમેરિકી વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને કહ્યું હતું કે ભારત માટે આ નેતૃત્વ કરવાનો સમય છે. બેશક ભારતની ક્ષમતા અમેરિકાને આશ્વસ્ત કરે છે, પરંતુ નવી દિલ્હીની પણ પોતાની મર્યાદાઓ છે. તેમ છતાં અમેરિકા ચાહે છે કે એશિયામાં ચીનના વર્ચસ્વને ભારત પડકારે. શું ભારત અમેરિકા અને એશિયાની આશાઓ પર ખરું ઉતરશે?

દક્ષિણ એશિયામાં ચીન જો કે એક શક્તિ નથી, પરંતુ આ ક્ષેત્રમાં તે પોતાની મજબૂત ઉપસ્થિતિની તૈયારી કરી રહ્યું છે. મ્યાંમાર અને બાંગ્લાદેશમાં નૌસૈનિક થાણાં બનાવી અને શ્રીલંકાના હંબનટોટા અને પાકિસ્તાનના ગ્વાદરમાં પોર્ટનું નિર્માણ કરી ચીન ભારતને ઘેરવાની નીતિ પર કામ કરી રહ્યું છે. જ્યારે એક મત એ પણ છે કે પોર્ટોના નિર્માણ પાછળ ચીનનો વિચાર પશ્ચિમ એશિયા અને આફ્રિકાથી થનારી ઊર્જાની આપૂર્તિ સુરક્ષિત કરવાનો છે.

પાકિસ્તાન સાથે સંબંધ બીજિંગની પ્રાથમિકતા યાદીમાં હજી પણ માત્ર ઉપર જ નથી, પંરતુ તેની પાછળ એક મજબૂત રણનીતિક સમીકરણ પણ કામ કરી રહ્યું છે. બીજિંગના રણનીતિક આકલન પ્રમાણે, તિબેટમાં મજબૂત સૈન્ય ઉપસ્થિતિ અને પારંપરીક અને પરમાણુ શક્તિથી સંપન્ન એક શક્તિશાળી પાકિસ્તાની સેના દ્વારા જ ભારતની સાથે યુદ્ધ જેવી પરિસ્થિતિથી બચી શકાય છે. માટે ગત કેટલાંક વર્ષો દરમિયાન બીજિંગે સુનિયોજીત રીતે ભારતીય સીમા પર પોતાની સૈન્ય પ્રવૃતિઓ વધારી દીધી છે. સરહદ પર ઘૂસણખોરી સિવાય ચીને તિબેટના પઠાર પર હિમાલનની ઉત્તરમાં સુખોઈ જેટ વિમાનો અને સૈનિકોની સાથે અભ્યાસ પણ કર્યો છે. ચીન ચાહે છેકે અફઘાનિસ્તાનથી અમેરિકા અને નાટો સૈનિકોની વિદાઈની સાથે જ તે પાકિસ્તાનના સહયોગથી દક્ષિણ અને પશ્ચિમ એશિયામાં અમેરિકાની જગ્યા લે.

ચીનના સામરીક આકલનમાં પાકિસ્તાન બાદ નેપાળનું સ્થાન આવે છે. ભારત વિરુદ્ધ નેપાળનો ઉપયોગ જ્યાં યુદ્ધ અને શાંતિ, બંને તબક્કામાં કરી શકાય છે, ત્યાં દલાઈ લામા ન રહેવાની સ્થિતિમાં તિબેટમાં અસ્થિરતા પેદા કરવા માટે પણ નેપાળનો ઉપયોગ કારગર થઈ શકે છે. ચીનની નજર બાંગ્લાદેશના તેલ અને ગેસ પર પણ છે, અને ત્યાં ચીની ઉત્પાદનને મ્યાંમારના અરાકાન ક્ષેત્રથી જોડવું માત્ર સમયની વાત છે, જેથી બાંગ્લાદેશના તેલ અથવા ગેસને પાઈપલાઈન દ્વારા સીધા યન્નાનથી જોડી શકાય. અરાકાનથી યન્નાનને જોડનારી પાઈપલાઈન પર કામ ચાલી રહ્યું છે. ચીની મદદથી મ્યાંમારના રસ્તે યન્નાનથી બાંગ્લાદેશ સુધી રેલવે લાઈન બિછાવવાની વાત પણ ચાલી રહી છે. બીજિંગે ચટગાંવમાં પોર્ટ બનાવવા અને પહેલા ઉપગ્રહના નિર્માણમાં મદદની પણ વાત કહી છે.

નેપાળ અને બાંગ્લાદેશ, બંને આજે ચીનના ખેમામાં છે, તો તેના માટે નવી દિલ્હીની નીતિઓ જવાબદાર છે. તેવામાં વર્ચસ્વવાદી ચીનનો મુકાબલો કરવા માટે ભારત શું કરે? રણનીતિક સ્તર પર ભારતને જોઈએ કે તે ચીનની આસપાસના એ દેશો સાથે ધરોબો વધારે, જે બીજિંગના વર્ચસ્વ માટે જોખમરૂપ દેખાય છે. એટલે કે દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશો સાથે રશિયા અને જાપાનની સાથે ધરોબો ઉપયોગી થશે.

હિલેરી ક્લિન્ટને નવી દિલ્હીને આ સૂચન કર્યું છે. જ્યારે એશિયાઈ દેશો વચ્ચે રણનીતિક સ્તર પર ભારતની સ્થિતિ માત્ર એક પર્યવેક્ષકની છે. દુર્યોગથી આપણા રાજનયિકોની પાસે દ્રષ્ટિકોણનો અભાવ છે. સ્પષ્ટ છે કે આપણા રાજનેતાઓ અને રાજનયિકો માટે આ તે દિશામાં વિચારવાનો સમય છે. આપણી સેનાએ અરુણાચલ અને લડાખમાં ચીની ઘૂસણખોરીને જોરદાર જવાબ આપવા માટે પણ તૈયાર રહેવું જોઈએ.

(સૌજન્ય- અમર ઉજાલા)

Sunday, 24 July 2011

ભારતીય હિતો સાથે રમત



સ્વપ્ન દાસગુપ્તા

એક ભારતીય અખબારના પત્રકાર તરીકે 90ના દશકના મધ્યમાં મે પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટરમાં જમ્મુ-કાશ્મીર પર આયોજીત એક વાતચીતમાં ભાગ લીધો હતો. આ બેઠક કોઈ ખાસ મહત્વપૂર્ણ ન હતી અને તેમાં ભાગ લેવાનું એકમાત્ર કારણ એ હતું કે દૂતાવાસના એક ભારતીય અધિકારીએ મારા પર તેમાં સામેલ થવાનું દબાણ કર્યું હતું. તે દિવસોમાં કાશ્મીર ઉકળી રહ્યું હતું અને પશ્ચિમી સરકારોની અલગતાવાદીઓ પ્રત્યે મૂક સંવેદના હતી. બેઠક બિલકુલ ફીકી રહેત જો ત્યાં દશ તથાકથિત કાશ્મીરી કાર્યકર્તા સૂત્રોચ્ચાર ન કરત. મજબૂર થઈને સુરક્ષાકર્મીઓએ હસ્તક્ષેપ કરવો પડયો અને આખો હોલ ખાલી કરાવવો પડયો. સ્પષ્ટ છે કે આ બધાંથી ભારતીય અધિકારી ગુસ્સે ભરાયા હતા, પરંતુ તેઓ અસહાય હતા. માત્ર દશ પ્રતિબદ્ધ નવયુવાનોએ પાકિસ્તાનને એક નાનકડી જીત અપાવી દીધી હતી.
ગત વર્ષ મારા હ્રદયમાં આ ઘટનાની યાદો તાજી થઈ ગઈ, જ્યારે લંડન પ્રવાસ દરમિયાન મે પચાસ તોફાની દેખાવકારોને ભારતીય ઉચ્ચાયુક્ત સામે ધરણા પર બેઠેલા જોયા. બાદમાં મે ભારતીય દૂતાવાસના એક અધિકારીને પુછયું કે દેખાવકારો શેના માટે ગડબડ ફેલાવી રહ્યાં હતા? નિશ્ચિતપણે ભારત-પાકિસ્તાન કૂટનીતિ હવે લંડનમાં સૂત્રોચ્ચારની બેહૂદગીથી ઘણી આગળ નીકળી ચુકી છે. દૂતાવાસના અધિકારીએ જવાબ આપ્યો કે આ મૂર્ખતાપૂર્ણ તમાશો છે. પાકિસ્તાન પોતાના સ્થાનિક ટેકેદારોને કુશ કરવા માટે અવાર-નવાર આવા પ્રદર્શન કરતું રહે છે. બસમાં ભરીને કેટલાંક દેખાવકારોને અહીં લાવવામાં આવે છે, જે કેટલાંક કલાક સુધી સૂત્રોચ્ચાર કરે છે. ત્યાર બાદ અહીંથી દૂર ઉભેલા પાકિસ્તાની એજન્ટો તેમને કેટલાંક પાઉન્ડ અને સિગરેટ આપે છે અને તેઓ ચાલ્યા જાય છે. આ પાકિસ્તાનની નિરર્થક કવાયત છે. 

મને લાગે છે કે કાશ્મીરી અમેરિકન કાઉન્સિલના નિદેશક ગુલામ નબી ફઈ પણ વોશિંગ્ટન ડીસીમાં આવી જ કવાયતનો હિસ્સો હતો. તે હવે યુએસ ફોરેન એજન્ટ્સ રજિસ્ટ્રેશન એક્ટની જોગવાઈના ઉલ્લંઘનના કારણે એફબીઆઈના શિકંજામાં છે. અમેરિકી જસ્ટિસ ડિપાર્ટમેન્ટનો દાવો છે કે ફઈના સંગઠનને 90ના દશકના મધ્યથી પાકિસ્તાની સરકાર પાસેથી લગભગ 40 લાખ ડોલરની મદદ મળી ચુકી છે. તેના સંગઠનની લંડન અને બ્રુસેલ્સમાં પણ શાખાઓ છે. એ પણ આરોપ છે કે ફઈ ગત 20 વર્ષોથી ઈસ્લામાબાદના નિર્દેશાનુસાર કામ કરી રહ્યો છે અને જૂન-2008થી પાકિસ્તાની ગુપ્તચર વિભાગના લોકો સાથે ચાર હજાર વખત વાત કરી ચુક્યો છે. આરોપોથી સંકેત મળે છે કે ફઈ કુખ્યાત આઈએસઆઈના ખુલ્લા મંચ તરીકે કામ કરી રહ્યો હતો. 

ફઈની પ્રવૃતિઓ લંડનમાં એક સિગરેટ પેકેટ માટે ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરનારા નવયુવાનોથી વધારે કુટિલ હતી. તે સંમેલન અને સેમિનારનું આયોજન કરતો હતો અને કાશ્મીર પર અમેરિકી નીતિને પ્રભાવિત કરવા માટે કાયદા ઘડનારાઓ માટે લોબિંગ કરતો હતો. જો તમે તેની નિષ્ઠા પાકિસ્તાન સાથે જોડાયેલી મેળવો છો તો તેની પ્રવૃતિ કાયદાની મર્યાદામાં કહી શકાય છે, પરંતુ પાકિસ્તાનના હિતોના પ્રોત્સાહનના અંગ તરીકે ફઈ મોટા જતનથી ભારતથી આવા ભારતીયોને લોભાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તે વોશિંગ્ટનમાં દરેક વર્ષ સંમેલન આયોજીત કરતો હતો અને તેમાં પસંદગીના ભારતીયોને બોલાવીને તેમની ખૂબ આગતા-સ્વાગતા કરતો હતો. તેમને આવવા જવા માટે બિઝનેસ ક્લાસની ટિકિટ પણ મોકલતો હતો. સ્વાભાવિક છે, તેની દિલચસ્પી એવા ભારતીયોમાં હતી, જેમનો ઝુકાવ પાકિસ્તાની હિતો તરફ રહે છે. તેની દિલચસ્પી ખાસ પ્રકારના ભારતીયોમાં હતી. એવા ભારતીયો જે ભારતીય સત્તાના આલોચક હોય સાથેસાથે બૃહત્તર ભારતીય પ્રતિષ્ઠાનોમાં જાણીતી વ્યક્તિ હોય. તથાકથિત માનવાધિકાર કાર્યકર્તા અને સ્વતંત્ર પત્રકાર અથવા સ્તંભકારની પ્રાથમિકતા ફઈની યાદીમાં શીર્ષસ્થ હતી. એ જણાવવાની જરૂરત નથી કે જે ભારતીય કાશ્મીર પર આધિકારીક નીતિથી અસંમતિ દર્શાવતા હતા, તે ઈસ્લામાબાદને ખુશ કરવા માટે તેમ કરતાં હતા.

મુદ્દો એ નથી કે એક ભૂતપૂર્વ ન્યાયાધીશ અથવા પછી એક મોટા સમૂહના સંપાદક એટલા માટે વિરોધી વિચાર રાખે છે, કારણ કે લોકતાંત્રિક ભારત તેમને આવું કરવાનો અધિકાર આપે છે. મુદ્દો એ છે કે શું તેમને એ અહેસાસ નથી કે એક ત્રીજા દેશમાં ફઈ તેમના વિચારોનો પાકિસ્તાનના હિતોને પ્રોત્સાહન આપવામાં દુરુપયોગ કરી શકતો હતો. પુરાવાથી માલૂમ પડે છે કે જે ભારતીય ફઈ દ્વારા આયોજીત કાર્યક્રમોમાં ભાગ લેવા માટે અમેરિકા ગયો હતો, તે કાશ્મીરી અમેરિકન કાઉન્સિલના એજન્ડાથી સારી રીતે પરિચિત હતા. પર્યટનની લાલચ તેમના માથા પર એટલી હદે ચઢીને બોલી રહી હતી કે તેઓ એક શત્રુ રાષ્ટ્રના હિતોની પૂર્તિ માટે પણ તૈયાર થઈ ગયા. આપણને આ સંદર્ભે કોઈ ગલતફેમી ન હોવી જોઈએ કે પાકિસ્તાન એક શત્રુ દેશ છે, જેની સાથે ભારત અઘોષિત યુદ્ધ લડી રહ્યું છે. આગતા-સ્વાગતા અને આઈએસઆઈ પ્રાયોજીત ખાતિરદારીમાં અંતર છે. જે લોકો આ અંતરને સ્વીકારતા નથી, તેમને જાહેર જીવનમાં રહેવાનો કોઈ અધિકાર નથી. 

ફઈની કેટલાંક ભારતીયો સાથે નિકટતાએ પાકિસ્તાનના ભારતને એક હજાર જખ્મો આપવાના યુદ્ધમાં ભારતને કૂટનીતિક રીતે શર્મિંદા જ નથી કર્યું, પરંતુ તેણે આ ટકરાવને વધારવામાં યોગદાન આપ્યું જેનાથી નિર્દોષ લોકોના જીવ ગયા. ફઈને ભારતીયોના અપરાધોને ખોટો નિર્ણય માનીને માફ કરી દેવા બેહદ વિનમ્ર વલણ હશે. ભારતીયો માટે ન રમવું અપરાધ નથી, પરંતુ પાકિસ્તાન માટે રમવું વિશ્વાસઘાત છે.

(સૌજન્ય- દૈનિક જાગરણ)

Tuesday, 19 July 2011

કોણ ભરશે અફઘાનનું શૂન્ય



વેદપ્રતાપ વૈદિક

અફઘાનિસ્તાને પોતાના પગ પર ઉભા રહેવાનું શરૂ કરી દીધું છે.

આ રવિવારે નાટો સેનાઓએ બામિયાન નામના પ્રાંતની બાગડોર અફઘાન સેનાને સોંપી દીધી છે. આ બામિયાન એ પ્રાંત છે, જ્યાં ભગવાન બુદ્ધની વિશ્વ પ્રસિદ્ધ પ્રતિમા સેંકડો વર્ષોથી ઉભી હતી અને જેને તાલિબાનોએ ધ્વસ્ત કરી દીધી હતી. બામિયાનની જેમ હવે છ અન્ય સ્થાનોનું સૈન્ય સંચાલન પણ ઝડપથી અફઘાનોના હાથમાં આવી જશે. આ છ સ્થાનો છે- કાબુલ, મજારે શરીફ, હેરાત, પંજશેર, મેહતર લાભ અને લશ્કરગાહ!

હાલ લગભગ દોઢ લાખ વિદેશી ફોજી જવાન અફઘાનિસ્તાનમાં તેનાત છે. તેમને 2014 સુધી અફઘાનિસ્તાન ખાલી કરવાનું છે. ગત દસ વર્ષોથી આ વિદેશી જવાન જ આખા અફઘાનિસ્તાનને કાબુમાં રાખેલું છે. આ તમામ જવાનો આમ તો નાટોના કમાન્ડ હેઠળ છે, પરંતુ મેદાની દ્રષ્ટિએ દરેક દેશના જવાનોની પોતપોતાની કમાન્ડ પણ છે. બામિયાનની કમાન્ડ ન્યૂઝીલેન્ડના હાથમાં હતી. નાટોની આ સેનાઓ લગભગ સ્વાયત છે. અફઘાન સરકારનું તેમના પર કોઈ નિયંત્રણ નથી. અફઘાન સેનાઓની સાથે તેમનો ઘણીવાર કોઈ તાલમેલ સુદ્ધાં હોતો નથી. 

હવે પહેલીવાર પોતાની સુરક્ષા સંબંધિત નિર્ણય અફઘાન સેના ખુદ કરશે. અત્યાર સુધી તો સ્થિતિ એ હતી કે નાટો સેનાઓ અનેક ગંભીર અભિયાન પોતાની મેળે શરૂ કરી દેતી હતી અને તેની ખબર અફઘાન રાષ્ટ્રપતિ અને સેનાપતિને અખબારોના માધ્યમથી પડતી હતી. એ તો ઠીક છે કે હવે દરેક મહત્વપૂર્ણ લશ્કરી નિર્ણય આ સૂબાઓમાં તેઓ ખુદ કરશે, પરંતુ પ્રશ્ન એ છે કે શું અફઘાન સેના આ નિર્ણયો લાગુ કરવામાં સક્ષમ સાબિત થશે? આ વર્ષ અફઘાનિસ્તાનમાં જેટલા વિદેશી સૈનિકો માર્યા ગયા, એટલાં પહેલા ક્યારેય મર્યા નથી. હકીકતમાં અફઘાન સેનાનું મનોબળ હાલના સમયમાં ઘણું નીચે છે, જેના ઘણાં કારણો છે. 

તેમાં પહેલું તો એ છે કે ન તો તેમની પાસે યથેષ્ટ શસ્ત્રો છે અને ન તો તેમને પુરતી તાલીમ આપવામાં આવી છે. વિદેશી સૈનિકોએ અફઘાન સૈનિકો પર ક્યારેય સંપૂર્ણપણે ભરોસો કર્યો નથી. તેઓ હંમેશા એવી શંકાથી આક્રાંત રહે છે કે જો અફઘાન સૈનિકોને કિંમતી હથિયાર આપી દેવામાં આવશે, તો તેઓ તેને વેચી દેશે અથવા તેને લઈને તાલિબાન કબાઈલીયોના પક્ષમાં સામેલ થઈ જશે. જ્યાં સુધી તેમના પ્રશિક્ષણનો સવાલ છે, તો મોટાભાગના અફઘાન જવાન પશ્તો ભાષા બોલે છે અને સમજે છે. અમેરિકી સૈન્ય પ્રશિક્ષક માત્ર અંગ્રેજી બોલી શકે છે. અફઘાન જવાનોને ફારસી અને હિંદી-ઉર્દૂમાં પણ સમજાવી શકાય છે, પરંતુ એ પણ નાટો પ્રશિક્ષકોની મર્યાદાની વાત નથી. આ સિવાય ગામડાંમાં રહેનારા પઠાણોના મનમાં અમેરિકીઓ અને વિદેશીઓ પ્રત્યે સ્વાભાવિકપણે અંતર હોય છે. તેઓ તેમને ઉપનિવેશિક માલિક માને છે. કહેવાનો આશય છે કે દસ વર્ષના લાંબા સમયગાળા છતાં નાટો સેનાઓ કોઈ મજબૂત રાષ્ટ્રીય અફઘાન સેના ઉભી કરી શકી નથી. 

વિદેશી સરકારો એવી ગલતફેમીમાં જીવી રહી છે કે પોતાની સેનાઓ દ્વારા તેઓ તાલિબાનનો મૂલોચ્છેદ કરી દેશે અને અફઘાનિસ્તાન શાંતિનું સામ્રાજ્ય બની જશે. તેમાં તેમણે અબજો ડોલરો જ ગુમાવ્યા નથી, પરંતુ તેમના હજારો જવાનો પણ બેમોત માર્યા ગયા. એટલું જ નહીં, તેમના પોતાના દેશમાં તેમના વિરુદ્ધ રાજકીય માહોલ પણ ગરમ થયું છે. 

જ્યોર્જ બુશની ચૂંટણીમાં હાર અને ઓબામાની જીતમાં અફઘાનિસ્તાનની પણ સુનિશ્ચિત ભૂમિકા રહી છે. પરંતુ પશ્ચિમી રાષ્ટ્રોએ પોતાની પાછલી ભૂલોમાંથી કોઈ બોધપાઠ લીધો નથી. તેઓ ચાહત તો ગત બે વર્ષોમાં ઓછામાં ઓછા પાંચ લાખ જવાનોની રાષ્ટ્રીય અફઘાન સેના અને પોલીસ ફોર્સ ઉભું કરી શક્યા હોત. હવે જ્યારે તેમણે પોતાની કમાન અફઘાન સેનાને સોંપવાની શરૂ કરી દીધી છે, ઘણું અનિશ્ચયનું વાતાવરણ બની ગયું છે. 

અફઘાનિસ્તાનથી પાનિયું છોડવવાની ઉતાવળમાં જો પશ્ચિમી દેશ આ પ્રકારે કમાન છોડીને ચાલ્યા ગયા તો અફઘાનિસ્તાનમાં અરાજકતા તો ફેલાશે જ, વિદેશી સેનાઓનું ત્યાંથી ભાગી નીકળવું પણ મુશ્કેલ થઈ જશે. જરા યાદ કરો, પહેલા અફઘાન-બ્રિટિશ યુદ્ધની ઘટનાઓને. અંગ્રેજોના 16 હજાર સૈનિકોએ ચાર વર્ષ સુધી કાબુલ પર પોતાનો કબજો જરૂરથી બનાવી રાખ્યો, પરંતુ તેમની વાપસી વખતે પંદર હજાર નવસો નવ્વાણુ સૈનિકોની અફઘાનોએ કતલ કરી દીધી હતી. માત્ર એક અંગ્રેજ લશ્કરી ડોક્ટર જીવ બચાવીને ભાગી શક્યો હતો. 1842માં બ્રિટિશ સામ્રાજ્યની ઈજ્જતો અફઘાનિસ્તાને ધૂળમાં મેળવી દીધી, શું હવે 2014માં અમેરિકા તે દિવસ જ જોવા માંગે છે? જો હવાઈ જહાજોના જમાનામાં પશ્ચિમી જવાન પોતાનો જીવ બચાવવામાં સફળ થઈ જશે તો પણ તેમના દેશ પોતાની ઈજ્જત બચાવવામાં સફળ નહીં થાય.
તો હવે તેમની ઈજ્જત કેવી રીતે બચે? વિદેશી સેના અફઘાનિસ્તાન જરૂર ખાલી કરે. જો તેઓ નહીં કરે તો તેમના રાષ્ટ્રોની પણ તે સ્થિતિ બની શકે છે, જે સોવિયત સંઘની થઈ હતી અફઘાનોથી લડતા-લડતા તેઓ દેવાળિયા બની જશે. જો તેઓ અફઘાનિસ્તાનથી હટી જશે તો તાલિબાનનો સૌથી મોટા આધાર ધ્વસ્ત થઈ જશે. તેમના પ્રભાવનો સૌથી મોટો આધાર એ છે કે તેઓ પોતાની માતૃભૂમિની આઝાદી માટે લડી રહ્યાં છે. તેને તેઓ વિદેશી કબજાથી મુક્ત કરાવશે. આ આધાર ધ્વસ્ત થતા જ તેઓ વાતચીતની મેજ પર પણ આવી જશે. તે જ તેમની સૌથી મોટી અડચણ છે. 

પરંતુ સવાલ એ છે કે વિદેશી સેનાઓ હટતા જ શું કાબુલની સરકાર ધરાશાયી નહીં થાય? બિલકુલ થઈ જશે. તે થોડા કલાકો પણ ટકી શકશે નહીં. તો પછી શું કરવામાં આવે? પાંચ લાખ અફઘાન જવાનોની સેના અને પોલીસ ફોર્સ ઉભી કરવાનું કામ સંપૂર્ણપણે ભારતને સોંપવામાં આવે. પશ્ચિમી રાષ્ટ્ર તમામ ખર્ચ ઉઠાવે તો ભારત આ કામ સારી રીતે કરી શકે છે. પાકિસ્તાન તેનો જરૂરથી વિરોધ કરશે. આ મામલામાં પાકિસ્તાનનો સાથ લેવાની ભરચક કોશિશ કરવામાં આવે. જો ભારત-પાકિસ્તાન સંયુક્ત કમાન બની શકે તો શું કહેવું? અને જો આ સંભવ ન હોય તો ભારતે દ્રઢતાપૂર્વક પોતાના મિશનમાં દ્રઢ રહેવું જોઈએ. પાકિસ્તાનની દરેક આડોડાઈને ઉખાડવા માટે કમર કસવી જોઈએ. આ કામ અમેરિકાની ખુલ્લી સંમતિ વગર થઈ શકે નહીં. પાકિસ્તાન જો ભારતનો રસ્તો રોકશે તો ભારતે ઈરાન-અફઘાન સીમાંત પર જરંજ-દિલારામ સડક આખરે કેમ બનાવી છે? તે ક્યારે કામ આવશે? મહાશક્તિઓના વિનમ્ર અનુયાયી બનાવાના સ્થાને ભારતે પોતાના ક્ષેત્રની રાજનીતિ પોતાના દમખમ પર ચલાવવી જોઈએ.
(સૌજન્ય- રાષ્ટ્રીય સહારા)

Saturday, 16 July 2011

મુંબઈનો બોધપાઠ


અરુણ જેટલી

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં થયેલા ત્રણ શ્રેણીબદ્ધ વિસ્ફોટો ભારતીય લોકોને જઘન્ય રીતે યાદ કરાવી રહ્યાં છે કે આપણે આતંકવાદીઓના નિશાના પર છીએ. આપણે ન તો સુરક્ષામાં ઢીલ સહન કરી શકીએ છીએ અને ન તો એ આંકડાથી સંતુષ્ટ થઈ શકીએ છીએ કે આતંકવાદીઓએ 31 માસના સમયગાળા બાદ મુંબઈ પર હુમલો કર્યો છે. આખરે આતંકવાદીઓ વારંવાર મુંબઈને જ શા માટે નિશાન બનાવે છે? તેનું કારણ ઘણું સ્પષ્ટ છે. મુંબઈ પર હુમલાથી ભારતીય અર્થવ્યવસ્થાને નુકસાન થાય છે. અહીં થયેલો હુમલો આખી દુનિયાનું ધ્યાન ખેંચે છે. અહીં મોટા હુમલાની આખી શ્રૃંખલા છે, જેની શરૂઆત 1993ના શ્રેણીબદ્ધ વિસ્ફોટોથી થઈ હતી. લોકલ ટ્રેનોમાં થયેલા વિસ્ફોટો અને 26/11ના હુમલા તેની જ કડી છે. ઉદ્યમશીલતા મુંબઈનો જીવ છે.

બહુલતાવાદ મુંબઈની જાન છે, પરંતુ મુંબઈ આતંક વિરુદ્ધ નરમ ન થઈ શકે. મુંબઈ એક હુમલો સહન કર્યા બાદ બીજા હુમલાની રાહ ન જોઈ શકે. મુંબઈ પર વારંવાર થઈ રહેલા આ હુમલા નિશ્ચિતપણે આખા ભારતને અહેસાસ કરાવી રહ્યાં છે કે આપણને ગુપ્તચર તંત્ર, બચાવ અને સજા આપવાની એક મજબૂત વ્યવસ્થાની જરૂર છે, જેથી ભારતના કોઈપણ ભાગમાં ફરી કોઈ આતંકવાદી હુમલો ન થાય. જો કોઈ હજીપણ ભારતમાં હુમલો કરવા માટે કામિયાબ થઈ રહ્યું છે, તો આપણે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેને તેની આકરી સજા મળે. આખરે 9/11 બાદ કોઈએ અમેરિકા પર ફરીથી હુમલો કરવાનું દુસ્સાહસ કર્યું નથી. આ મુંબઈનો બોધપાઠ હોવો જોઈએ કે આ છેલ્લો હુમલો સાબિત થાય.

ભારત ઘણાં ઘાતક પરિવેશમાં રહે છે. આ તાજા હુમલા સાથે જોડાયેલા તથ્યોની હજી તપાસ ચાલી રહી છે. જો કે તેમાં જરા પણ શંકા નથી કે લશ્કરે તોઈબા અને જમાત-ઉદ-દાવા જેવા સંગઠનોની સ્થાપના સરહદ પાર કરવામાં આવી હતી અને ત્યાંથી જ તેને ખાતર-પાણી મળે છે. તેઓ ભારતને અસ્થિર કરવા ચાહે છે. મુંબઈમાં કસાબની સુનાવણી અને શિકાગોમાં થયેલી સુનવણી દરમિયાન પ્રાપ્ત થયેલા મોટા પુરાવા તેને સાબિત કરે છે. પશ્ચિમી સીમા પર આવેલા આપણા પડોશીએ આતંકવાદને રાજ્યની નીતિ અને ઓજાર બનાવી લીધો છે.

દુનિયાભરમાં થનારા મોટા આતંકવાદી હુમલામાં ભાગ્યે જ કોઈ એવો હુમલો હશે કે જેના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા ન હોય. પાકિસ્તાન વૈશ્વિક આતંકની ધરી યોગ્ય રીતે જ કહેવામાં આવે છે. આખરે દુનિયાના કુખ્યાત આતંકવાદી ઓસામા બિન લાદેનને માત્ર પાકિસ્તાનમાં જ શરણ મળી શકી હતી, તો તેની પાછળનો તર્ક સ્પષ્ટ છે. ઈન્ડિયન મુજાહિદ્દીનની સ્થાપના બહારી સમર્થનથી એવી રીતે કરવામાં આવી હતી, અને એ દર્શાવવાની કોશિશ કરવામાં આવી કે તે સ્થાનિક સ્તરે વિકસેલા અલગતાવાદીઓનું સંગઠન છે. તાજેતરના વર્ષોમાં ભારતમાં થયેલા હુમલામાં ઈન્ડિયન મુજાહિદ્દીનનો હાથ રહેલો છે. મોટી સંખ્યામાં પોતાના સભ્યોની ધરપકડ બાદ આ સંગઠન જરા સુસ્ત હતું. પરંતુ હવે એવું લાગે છે કે તે ફરીથી સંગઠિત થઈ રહ્યું છે.

વારંવાર થનારા આતંકવાદી હુમલા પર ભારતની પ્રતિક્રિયા કેવી હોય છે? સ્વાભાવિક રીતે આપણે હુમલાની નિંદા કરીએ છીએ, મૃતકો પ્રત્યે શોક વ્યક્ત કરીએ છીએ અને ઘાયલોને રાહત પહોંચાડીએ છીએ. પરંતુ ભારતીય સમાજ ખાસ કરીને સરકાર આતંકની વિરુદ્ધ ક્યાં પ્રકારનો સંદેશ આપી રહી છે? રાજીવ ગાંધી આતંકવાદી પ્રવૃતિઓની તપાસ અને આતંકવાદીઓને સજા આપવા માટે ટાડા લાવ્યા હતા. પરંતુ મુંબઈમાં 1993માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો માટે જવાબદાર આતંકવાદીઓ વિરુદ્ધ જ્યારે તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવ્યો, ત્યારે તેને હટાવવા માટે અભિયાન છેડી દેવામાં આવ્યું અને આખરે તેને પાછો લેવામાં આવ્યો.

પોટાને એ આધારે પાછો ખેંચવામાં આવ્યો કે આપણે આતંકની વિરુદ્ધ કોઈ વિશેષ કાયદાની જરૂરત નથી. આતંકની વિરુદ્ધ જે લોકોએ વિશેષ કાયદાનો વિરોધ કર્યો હતો, તેઓ હવે સાંપ્રદાયિક હિંસાથી નિપટવા માટે એક ભારે ભેદભાવ કરનારો વિશેષ કાયદો લાવવા ચાહે છે, જેમાં એક જ સમુદાયને સજા આપી શકાય છે. જ્યારે આતંકવાદીઓએ બટલા હાઉસમાં શરણ લીધી હતી, ત્યારે આપણા કેટલાંક રાજકારણી ત્યાં એન્કાઉન્ટરમાં સામેલ રહેલા સુરક્ષા દળોથી સવાલ કરવા લાગ્યા. કોંગ્રેસના એક રાજનેતાએ તો આતંકવાદી હુમલાના પીડિતોની જગ્યાએ આ હુમલાના આરોપીઓના પરિવારજનોને મળવાનું વધારે જરૂરી માન્યું. વોટબેંકની રાજનીતિ જ સંસદમાં થયેલા હુમલાના ષડયંત્રકારીઓ વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહીમાં વિલંબ માટે જવાબદાર છે. નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટરની સ્થાપનાનો વાયદો સપ્ટેમ્બર, 2009માં કરવામાં આવ્યો હતો, પરંતુ તે હજી સુધી અસ્તિત્વમાં આવી શક્યું નથી.

માઓવાદી હિંસા દેશની સુરક્ષા માટે બીજો મોટો પડકાર છે. ગૃહ મંત્રી જ્યારે તેની વિરુદ્ધ કડકાઈ દેખાડવા ચાહે છે, તો કેન્દ્રમાં બેઠેલી તેમની પોતાની પાર્ટી ઉદારતા દર્શાવવા લાગે છે. જ્યારે ક્યારેક માઓવાદી ભારતના લોકતંત્ર પર હુમલો કરે છે, ત્યારે તેની નિંદા કરવા અને તેનાથી નિપટવાનો સંકલ્પ કરવાની જગ્યાએ તર્ક આપવામાં આવે છે કે લોકો માઓવાદી કેમ બને છે. શું રાષ્ટ્રીય સુરક્ષા ક્યારેય સિવિલ સોસાયટીની તરફદાર હોવાનો દાવો કરનારા અને રાષ્ટ્રીય સલાહકાર પરિષદના એજન્ડા પર રહી છે? મુંબઈનો બોધપાઠ રાષ્ટ્રીય સ્તરે એ સંકલ્પ હોવો જોઈએ કે આતંકવાદને ખતમ કરવા માટે રાજકીય, વહીવટી અને સુરક્ષા સંબંધિત પગલા ઉઠાવવામાં આવશે. પાકિસ્તાન જ્યાં સુધી કટ્ટરતા નહીં છોડે, વધારે પારદર્શી નહીં થાય, વધારે લોકતાંત્રિક નહીં બને અને ખુદને આતંકથી અલગ નહીં કરે, ત્યાં સુધી તેની સાથે કોઈપણ પ્રકારના સંબંધના સાર્થક પરિણામ નીકળી શકશે નહીં.
(સૌજન્ય-અમર ઉજાલા)