Showing posts with label બલબીર પુંજ. Show all posts
Showing posts with label બલબીર પુંજ. Show all posts

Monday, 15 August 2011

પશ્ચિમનું સંકટ


બલબીર પુંજ

દુનિયાના સૌથી મોટા બે નાણાં કેન્દ્ર ન્યૂયોર્ક અને લંડન ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યાં છે. અમેરિકા પર જ્યાં બીજી વાર આર્થિક મંદીનો પ્રકોપ છવાવાનું જોખમ ઝળુંબી રહ્યું છે, ત્યાં લંડન અશ્વેત હુલ્લડખોરોને કારણે ત્રસ્ત છે. બંનેની દુર્ઘટના પાશ્ચાત્ય જીવન દર્શન અને મૂલ્યોના ઝડપી અનુકરણ કરનારી બાકીની દુનિયા માટે એક બોધપાઠ છે. અમેરિકી જગત જમાદારીનો આંચળો હવે સંપૂર્ણ રીતે ઉતરી ચુક્યો છે. દેશ કર્જમાં ગળાડૂબ છે. તેની વૈશ્વિક શાખ એટલી ઘટી ગઈ છે કે અન્ય દેશોથી હવે વધારે કર્જ મળવું મુશ્કેલ છે. મૂડીવાદી અર્થવ્યવસ્થા પર ચાલનારા અમેરિકાનું સૌથી મોટું કર્જદાતા ચીન છે, જે પોતાની પારંપરીક સામ્યવાદી અર્થવ્યવસ્થાને ત્યાગી મૂડીવાદના શરણમાં ઉત્તરોત્તર પ્રગતિના પથ પર છે. ચીનને પોતાનું પ્રતિસ્પર્ધી માનીને અમેરિકા પોતાના સંરક્ષણ સંસાધનો પર ખૂબ ખર્ચ કરી રહ્યું છે, ત્યારે હથિયાર ઉત્પાદક અમેરિકી કંપનીઓ પોતાના ખાનગી સ્વાર્થ માટે તેને બીજા દેશોમાં જગત જમાદારી દેખાડવા માટે પ્રેરીત કરી રહી છે. ઈરાક બાદ અફઘાનિસ્તાનમાં અમેરિકાએ ખરબો ડોલર ફૂંકી માર્યા છે, ત્યારે આતંકવાદ વિરુદ્ધ છેડવામાં આવેલી મુહિમમાં પાકિસ્તાનનો સાથ બનાવી રાખવા માટે તે દર વર્ષે તેને મોટી નાણાંકીય મદદ આપી રહ્યું છે. 

આ જગત જમાદારી કર્જના જોરે છે. અમેરિકામાં બેરોજગારીનો દર 9.10 ટકા છે, પરંતુ યુવાનોમાં આ દર બેગણો છે. સસ્તા ચીની ઉત્પાદનો માટે પોતાના દ્વાર ખોલવાને કારણે અમેરિકાના ઘરેલુ ઉદ્યોગ-ધંધા તબાહ થયા છે. સસ્તી ચીની વસ્તુઓની લતને કારણે એક સમય અમેરિકાનો વેપાર ઘટી 400 અબજ ડોલરથી વધારે થઈ ગયો હતો. હકીકતમાં અમેરિકાનો પોતાનો વિકાસ અને અનુસંધાન, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી ક્ષમતા પર એટલો અહંકાર છે કે તેને લાગે છે કે કોઈપણ અન્ય દેશ અથવા આંતરરાષ્ટ્રીય નાણાં સંગઠન તેની અણદેખી અથવા તેને કર્જ ન આપવાની હિંમત કરી શકે નહીં.
ચીન આજે એક સશક્ત અર્થવ્યવસ્થા તરીકે ઉભર્યું છે, તો તેનું કારણ એ છે કે તેણે બદલતા સમયની સાથે પોતાના વિચારને પણ બદલવામાં વાર કરી નથી. ચીનમાં સામ્યવાદી અધિનાયકત્વ છે, પરંતુ અર્થવ્યવસ્થા મૂડીવાદ અને ઉદારવાદ પર ચાલી રહી છે. ભારતમાં લાંબા સમય સુધી અર્થવ્યવસ્થાને સમાજવાદી રસ્તા પર ચલાવવાની રાજકીય જીદે તેને પોતાની આંતરરાષ્ટ્રીય દેણદારીઓને પૂર્ણ કરવા માટે પોતાના સુવર્ણ ભંડારને ગિરવે મૂકવા માટે વિવશ કરી દીધું હતું. ઉદારવાદ અને મુક્ત બજારની રાહ પકડયા બાદ ભારત વૈશ્વિક પટલ પર સશક્ત અર્થવ્યવસ્થાના રૂપમાં ઉભર્યું છે. તેને આંતરીક અને બાહ્ય ઝંઝાવાતોથી બચાવવાની જરૂરત છે.

લંડનનો હાલનો હશ્ર પણ રોજગારવિહીન વિકાસને જ રેખાંકીત કરે છે. લંડનને વૈશ્વિક શહેર કહેવામાં આવે છે. દુનિયાના કોઈ અન્ય દેશના કોઈ શહેરમાં આટલા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ આવતા નથી, જેટલા લંડનમાં આવે છે. એકલા લંડનમાં 43 વિશ્વસ્તરીય વિશ્વવિદ્યાલયો છે. 1908, 1948ના સફળ ઓલિમ્પિક આયોજનો બાદ આગામી વર્ષે લંડન 2012 ઓલિમ્પિકની મેજબાની કરવા માટે તૈયાર છે, પરંતુ કળા, વાણિજ્ય, શિક્ષણ, મનોરંજન, ફેશન, સ્વાસ્થ્ય, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વગેરે ક્ષેત્રમાં અગ્રણી લંડનની હાલની પરિસ્થિતિ તે વિસંગતિઓને જ રેખાંકીત કરે છે, જે ભૌતિકવાદી પાશ્ચાત્ય દર્શનથી જન્મી છે. 

દક્ષિણ-પશ્ચિમ અને પૂર્વ લંડનની સડકો પર લૂંટફાટ કરનારા આફ્રિકી-કેરેબિયાઈ મૂળના અશ્વેત હકીકતમાં પાશ્ચાત્ય ચકાચોંધથી પ્રેરીત છે. આ તે લોકો છે જે પરિશ્રમ અને યોગ્યતાના જોર પર આગળ વધવાની જગ્યાએ ગેરકાયદેસર રીતે ધનોપાર્જન કરવાનું પોતાનું લક્ષ્ય માને છે. બ્રિટનમાં એક અશ્વેત ડ્રગ માફિયા પોલીસના હાથે માર્યો ગયો. તેની પ્રતિક્રિયામાં લંડન ઘણાં દિવસો સુધી બળતું રહ્યું. પ્રારંભિક સ્તર પર પોલીસ હુલ્લડોને રોકવામાં નિષ્ફળ રહી, કારણ કે તેમને હુલ્લડખોરોને વિખેરવા માટે રબરની ગોળીઓ અથવા વોટર કેનનના ઉપયોગની મંજૂરી ન હતી. મોટાભાગના પોલીસવાળાઓને હથિયારના નામે રબરના ડંડા આપવામાં આવ્યા છે. ત્યાંની પોલીસની પોતાની રીતભાત અને આ અલગ વિષય છે, પરંતુ લંડનની કહાની અમેરિકાથી અલગ નથી. 

ભૌતિકવાદી જીવનદર્શનમાં પરિવાર અને સમાજ માટે કોઈ સ્થાન નથી. વ્યક્તિ આત્મકેન્દ્રીત થયો છે અને તેના દુષ્પરિણામ સ્વરૂપે સંયુક્ત પરિવારની જગ્યાએ વિભક્ત પરિવારોનું અસ્તિત્વ સંભવ થયું, પરંતુ વિશુદ્ધ ભૌતિકવાદ પર આધારીત વ્યક્તિવાદે કેવાં સમાજની રચના કરી? પરિવાર તૂટવા લાગ્યા. સમાજ છિન્ન-ભિન્ન થઈ ગયો. માનવીય સંબંધો કારોબારમાં બદલાઈ ગયા. અમેરિકામાં અડધાથી વધારે લગ્નો છૂટાછેડામાં ફેરવાઈ જાય છે. 

એ કહેવું અતિશયોક્તિ નથી કે ભૌતિકવાદી જીવનદર્શન સાથે ચાર્વાકના ઋણ કૃત્વા ધૃતં પીવેતનો ચોલીદામનનો સાથ છે. એક અનુમાન પ્રમાણે દસ કરોડ અમેરિકી પરિવાર પાસે એક અબજ વીસ લાખ ક્રેડિટ કાર્ડ અર્થાત દરેક પરિવાર પાસે 12 કાર્ડ છે. અમેરિકીઓ પર 26 ખરબ ડોલરનું કર્જ હોવા સિવાય 100 ખરબ ડોલરનું ભવન કર્જ અલગથી છે. 4.36 કરોડ અમેરિકી ગરીબની શ્રેણીમાં છે એટલે કે દરેક સાતમો અમેરિકન નિર્ધન છે. 80ના દશકમાં અમેરિકી પરિવારોની બચત કુલ બચતના 80 ટકા, જ્યારે કોર્પોરેટ બચત 20 ટકા હતી. આજે પારિવારીક બચત ઋણાત્મક છે. નોકરી કરનારા પોતાના વર્ષની આવકથી વધારે એડવાન્સ લઈને સેરસપાટાને પ્રાથમિકતા આપે છે. 

લંડનનું સંકટ અપ્રવાસીઓને કારણે પેદા થયું છે. આપણા દેશમાં પણ ક્ષુદ્ર રાજકીય નીતિઓના કારણે સ્થાનિક લોકોના હાથમાંથી ધનોપાર્જનના અવસર છીનવવા લાગ્યા છે. આસામ સહીત દેશના ઘણાં રાજ્યોમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી વધી ગઈ છે, પરંતુ સર્વોચ્ચ કોર્ટના આદેશ છતાં સેક્યુલર સત્તા અધિષ્ઠાન વોટબેંકની લાલચમાં તેમને સંરક્ષણ આપી રહ્યાં છે. ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરીક ચોરી-ડકેતીની સાથે ઈસ્લામિક આતંકવાદમાં સંલિપ્ત હોવાની વાત સામે આવે છે. સેક્યુલર સત્તા તંત્રની દિવાલ પર લખેલી ઈબારત વાંચવી જોઈએ. 

બ્રિટનની જેમ વિભિન્ન દેશોમાં મોટી સંખ્યામાં ભારતીયો વસેલા છે. જેમણે પોતાની પ્રતિભા અને પરિશ્રમના જોર પર પોતાની અલગ ઓળખ બનાવી છે. ભારતીયોએ ભૌતિકતાની ઘાલમેલમાં આધ્યાત્મવાદી દર્શન અને સનાતની જીવન મૂલ્યોને વિસ્મૃત કર્યા નથી. ભારતીયોની ભીતર પરિવાર અને સમાજ નામની સંસ્થા અને તેના માપદંડોના જીવિત રહેવાને કારણે જ પાશ્ચાત્ય જીવનની ઘણી વિકૃતિઓથી બચવાનું સંભવ થયું છે, પરંતુ સામાજીક, રાજકીય, શૈક્ષણિક જગતમાં જે ઝડપથી વિકૃત સેક્યુલરવાદ મૂળ નાખી રહ્યું છે, તેનાથી ચિંતા થાય છે. 

સૌજન્ય- દૈનિક જાગરણ

Monday, 1 August 2011

દેશવિરોધી આચરણ



બલબીર પુંજ

તમે એ લોકો સંદર્ભે શું કહેશો જે જેહાદી એજન્ડાથી સજ્જ પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ દ્વારા પોષિત કાર્યક્રમના આધારે ભારતમાં બહુલતાવાદી સમાજ અને માનવાધિકારોની રક્ષા કરવાનો દમ ભરે છે? આ એ નામ છે, જે રાષ્ટ્રવાદી સંગઠનોને કોમવાદી ઠેરવીને તેમના કાર્યક્રમોમાં ભાગ લેવાનો ઈન્કાર કરે છે, પરંતુ જેહાદી સંગઠનોના મંચ પરથી માનવાધિકારોનો ઝંડો લહેરાવામાં તેમને વાર લાગતી નથી. તાજેતરમાં અમેરિકામાં કાશ્મીરી-અમેરિકી પરિષદના કાર્યકારી નિદેશક ગુલામ નબી ફઈની કાશ્મીર પર પાકિસ્તાનના એજન્ડાના પ્રચાર માટે અમેરિકી કોંગ્રેસના સાંસદોને ફંડ આપવા અને કેટલાંક સંમેલનો આયોજિત કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. એફબીઆઈના જણાવ્યા પ્રમાણે, ફઈની પ્રવૃતિઓના સંચાલનનો ખર્ચ આઈએસઆઈ વહન કરે છે. તે તેના રાજકીય અભિયાન માટે પ્રતિ વર્ષ 40 લાખ ડોલર એટલે કે 18 કરોડ રૂપિયા આપે છે. કાશ્મીરી-અમેરિકન કાઉન્સિલમાં ફઈ જે ભાષણ આપતો હતો અથવા તેના બેનર તળે જે વક્તવ્ય જારી કરતો હતો, તેનો 80 ટકા મુસદ્દો પણ આઈએસઆઈ તૈયાર કરતી હતી.

ફઈના આંતરરાષ્ટ્રીય આયોજનોમાં ભારતીય માનવાધિકારી, બુદ્ધિજીવી, પત્રકાર અને કાશ્મીરી અલગતાવાદી નેતાઓનું સામેલ થવું આઈએસઆઈની ભારત વિરોધી માનસિકતાને મળી રહેલા સ્થાનિક સમર્થનને જ રેખાંકીત કરે છે. ફઈ દ્વારા આયોજીત સમારંભમાં સામેલ થયેલા બુદ્ધિજીવી જાણીતાં ચહેરા છે, જે મુસ્લિમોના મામલામાં માનવાધિકાર, પંથનિરપેક્ષતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની ઢાલ ઉભી કરીને કટ્ટરપંથીઓના સમર્થનમાં સડકો પર ઉતરી પડે છે, પરંતુ જ્યારે પીડિત હિંદુ સમુદાયનો હોય તો માનવાધિકાર,અભિવ્યક્તિની સ્વતંત્રતા, પંથનિરેપક્ષતા અને લોકતંત્ર પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા ક્યાં ગાયબ થઈ જાય છે? ઉલ્લેખ કરાયેલી બેઠકનું એકમાત્ર લક્ષ્ય કાશ્મીર મુદ્દાને ભારતના હાથમાંથી છીનવવાનું હતું. બેઠકમાં ઉપસ્થિત રિપબ્લિકન પાર્ટીના ડેન બર્ટન કાશ્મીર મુદ્દે અમેરિકી સંસદમાં ઉઠાવવાના પ્રબળ ટેકેદાર રહ્યાં છે. શું એવું થઈ શકે કે ભારતના આ બુદ્ધિજીવીઓને ફઈના અસલી એજન્ડાની જાણ ન હતી? બની શકે છે કે તેમને ફઈના નાણાંકીય પોષણ સ્ત્રોતની જાણકારી ન હોય, પરંતુ જે વિચાર ગોષ્ઠિમાં તમે ભાગ લેવા જઈ રહ્યાં છો, તેના વિષય અને તેના આયોજકોની પૃષ્ઠભૂમિથી કોઈ કેવી રીતે અજાણ બનેલું રહી શકે?

આઈએસઆઈની ભારત વિરોધી પ્રવૃતિઓ જગજાહેર છે. ભારતને હજાર ઘા આપવાના એજન્ડા હેઠળ તે આતંકવાદી સંગઠનો સહીત ભારતમાં સક્રીય અલગતાવાદી સમૂહોના નાણાંકીય પોષણ અને તેમને સૈન્ય સહાયતા ઉપલબ્ધ કરાવતી રહી છે. આ આઈએસઆઈનો જમીન પર દેખાનારો ચહેરો છે, પરંતુ ફઈ જેવા બુદ્ધિજીવી તેના ભૂમિગત ચહેરા છે, જે સભ્ય સમાજના શુભચિંતક હોવાનો દંભ ભરે છે.  

ઉપરોક્ત તમામ ભારતીય પ્રતિનિધિ પોત-પોતાના ક્ષેત્રના સિદ્ધહસ્ત છે અને ફઈને આ સારી રીતે ખબર હતી કે પાકિસ્તાની એજન્ડાને અનુરૂપ કાશ્મીર પર તેમના વક્તવ્યનો આંતરરાષ્ટ્રીય પ્રભાવ પડશે. આ બુદ્ધિજીવીઓના વલણને કારણે ભારતને આંતરરાષ્ટ્રીય મંચો પર કાશ્મીર મુદ્દા પર મોઢું સંતાડવું પડતું હતું અને તેટલા માટે તેની કાટ શોધવા માટે સરકારે વિશેષ કરીને કાશ્મીર કેડરના આઈએએસ અધિકારી વજાહત હબીબુલ્લાને વોશિંગ્ટનમાં કમ્યુનિટી અફેયર્સ મિનિસ્ટર તરીકે નિયુક્ત કરવા પડયા છે. વિડંબણા એ છે કે ગઈકાલે જે બુદ્ધિજીવી પાકિસ્તાની એજન્ડાનું અંગ હતા, તેમાંતી કેટલાંક આજે યુપીએ સરકારના અંગ છે. કાશ્મીર સમસ્યાથી નિપટવા માટે સરકાર દ્વારા મોકલવામાં આવેલા મુખ્ય વાર્તાકારે ફઈના સમારંભમાં ભાગ લીધો હતો. તેમની પાસે ભારતીય હિતોને અનુરૂપ સમસ્યાના ઈમાનદાર નિવારણની અપેક્ષા કેવી રીતે કરી શકાય છે?

ગત જાન્યુવારી માસમાં સરકાર તરફથી કાશ્મીર મોકલવામાં આવેલા મુખ્ય વાર્તાકારે ભાજપને જમ્મુ-કાશ્મીર પર રાજકારણ બંધ કરવાની સલાહ આપી હતી. જમ્મુ-કાશ્મીરની સમસ્યા ખીણના અલગતાવાદીઓને કારણે જ બેકાબૂ થઈ છે. બાકીના જમ્મુ-કાશ્મીરના લોકો અમન પસંદ અને ભારતીય સત્તા અધિષ્ઠાન પર વિશ્વાસ રાખનારા છે. ખીણની મસ્જિદોમાંથી ભારત વિરોધી સૂત્રો લગાવવામાં આવે છે, ભારતના મોતની કામના કરવામાં આવે છે અને આખા રાજ્યમાં ઈસ્લામી નિઝામિયત લાવવા માટે આઝાદીની લડાઈ લડવાનું ઝનૂન પેદા કરવામાં આવે છે. ખીણમાં તિરંગાને સળગાવી પાકિસ્તાની ઝંડો લહેરાવામાં આવે છે. કાશ્મીરી પંડિત જમ્મુ-કાશ્મીરની સંસ્કૃતિના મૂળ વાહક હતા. આજે આખી કાશ્મીર ખીણ પંડિતોથી ખાલી છે. તેમના મંદિર બંધ છે અથવા ધ્વસ્ત કરી દેવાયા છે. તેમના રહેણાંક મકાનો પર જેહાદીઓને કબજો છે. જમ્મુ-કાશ્મીરની સમસ્યા પાકિસ્તાન પ્રાયોજીત અલગતાવાદીઓની દેણ છે. જમ્મુ-કાશ્મીરની સમસ્યા પર વિચાર કરતાં આ ઘટનાક્રમોથી આંખો કેમ બંધ કરી દેવામાં આવે છે? સરકાર તરફથી નિયુક્ત ઉલ્લેખ કરાયેલા વાર્તાકાર હકીકતમાં જે માનસિકતાથી ગ્રસ્ત છે તે પાકિસ્તાની એજન્ડાનો જ વિસ્તાર છે. 

પાકિસ્તાન કાશ્મીર મુદ્દા પર ત્રીજા પક્ષની મધ્યસ્થતાની વાત લાંબા સમયથી ઉઠાવી રહ્યું છે. કેટલાંક સમય પહેલા પાકિસ્તાને કાશ્મીરના કેટલાંક ભાગને સ્વશાસનનો અધિકાર આપવાનો કુટિલ પ્રસ્તાવ મૂક્યો હતો. તેના માટે તેણે સંયુક્ત રાષ્ટ્રને મધ્યસ્થતાની અપીલ કરી હતી. સંયુક્ત રાષ્ટ્રને આધીન સરકારની રચનાનો અર્થ હશે કે ભારત સંયુક્ત રાષ્ટ્રના જૂનાં પ્રસ્તાવોનો સ્વીકાર કરી રહ્યું છે. રાષ્ટ્ર સંઘે મધ્યસ્થ હોવાના નાતે ઓવન ડિક્સને 1950માં જનમત સંગ્રહની વાત કરી હતી અને સૂચન આપ્યું હતું કે જે કોઈ જે વિસ્તારમાં જીતે, તેને તે ભાગ આપી દેવામાં આવે. ભારત તેના માટે સંમત હતું, પરંતુ પાકિસ્તાનના દબાણ પર બાદમાં સંયુક્ત રાષ્ટ્રની દેખરેખમાં માત્ર ખીણમાં જનમત સંગ્રહ કરાવવા પર જોર આપવાને કારણે ભારતે ડિક્સનના સંશોધિત પ્રસ્તાવને નકારી દીધો હતો. પાકિસ્તાન લાંબા સમયથી પોતાના આ એજન્ડાને સાકાર કરવામાં લાગેલું છે. 

ફઈ દ્વારા આયોજીત વૈચારિક ગોષ્ઠિઓમાં ભારતીય બુદ્ધિજીવીઓની ભાગીદારીથી દેશમાં પ્રચલિત સેક્યુલર પાખંડનો જ ખુલાસો થાય છે. આ વિકૃતિ સમાજના દરેક ક્ષેત્રમાં ફેલાયેલી છે. જમ્મુ-કાશ્મીરના અલગતાવાદીઓના સૂરમાં સૂર મિલાવતા કેટલાંક બુદ્ધિજીવીઓ દિલ્હીની ધરતી પર સત્તા અધિષ્ઠાનને પડકારે છે. સરકાર મૌન રહે છે. સંસદ પવર હુમલો કરનારા અફઝલની ફાંસીની સજા માત્ર એટલા માટે લંબિત રાખવામાં આવી છે, કારણ કે તેનાથી મુસ્લિમ સમાજના કટ્ટરપંથીઓ બગડે તેવો ખતરો છે. કટ્ટરપંથીઓના તુષ્ટિકરણ અને ઈસ્લામી જેહાદના કડવા સત્યને ઢાકવા માટે સેક્યુલર ખેમો ભગવા આતંકવાદનો નકલી ભય ઉભો કરે છે. આવા શુભચિંતકોના રહેવાથી પાકિસ્તાન પોતાના નાપાક ઈરાદાઓમાં કામિયાબ થઈ રહ્યું હોય તો તેમાં આશ્ચર્ય પામવા જેવું શું છે?

સૌજન્ય- દૈનિક જાગરણ

Monday, 18 July 2011

આતંકવાદ પર ક્ષુદ્ર રાજકારણ



બલબીર પુંજ
(કોંગ્રેસ પર રાજકીય લાભ માટે આતંકવાદ વિરુદ્ધ નરમ વલણ અપનાવવાનો આરોપ લગાવી રહ્યાં છે, બલબીર પુંજ)

શું ભારત અમેરિકાની તર્જ પર આતંકવાદ વિરુદ્ધ યુદ્ધ જીતી શકે છે? જો વડાપ્રધાન મનમોહન સિંહ અને પ્રતીક્ષારત વડાપ્રધાન કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીના નિવેદનોને જોઈએ તો નિરાશા હાથ લાગે છે. વડાપ્રધાન કહે છે કે આતંકી હુમલાની ભનક ગુપ્તચર વિભાગને ન લાગવાને કારણે આતંકવાદી હુમલો કરવામાં કામિયાબ રહ્યાં. બીજી તરફ રાહુલ ગાંધી આતંકવાદી હુમલો રોકી શકવો બેહદ મુશ્કેલ ગણાવી રહ્યાં છે. તેમના અવિવેકી નિવેદનના બચાવમાં ઉતરેલા દિગ્વિજય સિંહ માને છે કે ભારત ઓછામાં ઓછું પાકિસ્તાનથી તો સારું છે, જ્યાં રોજ બોમ્બ વિસ્ફોટ થઈ રહ્યાં છે. આ કેવી માનસિકતા છે?

અમેરિકામાં 9/11એ થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષાની જે કડક વ્યવસ્થા કરવામાં આવી તેને કારણે ફરીથી એકપણ આતંકવાદી ઘટના ત્યાં થઈ નથી. તેનાથી વિપરીત ભારતમાં આતંકવાદી કોઈપણ જગ્યાએ હુમલો કરવા માટે સક્ષમ થઈ રહ્યાં છે. કારણ? આ પહેલા 26/11એ મુંબઈ પર મોટો હુમલો થયો હતો. વડાપ્રધાન-ગૃહમંત્રીએ ત્યારે ભ્રમરો ચઢાવીને આગળ હુમલો થવાની સ્થિતિમાં ભારત જવાબી કાર્યવાહી કરશેની ધમકી આપી હતી. વાસ્તવમાં ભારતમાં આતંકવાદની ઉપજાઉ જમીન કોંગ્રેસની મુસ્લિમ વોટબેંકની નીતિ અને ડાબેરીઓના વિકૃત સેક્યુલરવાદને કારણે જ મળી રહી છે. 
એનડીએ સરકારના કાર્યકાળમાં આતંકવાદ વિરુદ્ધ સખત કાયદો બનાવાયો હતો. કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારે સત્તામાં આવતાની સાથે જ પોટાને રદ્દ કરીને આતંકવાદીઓનું માનવર્ધન કર્યું. 26/11ના હુમલા બાદ રાષ્ટ્રીય તપાસ એજન્સીની રચના કરીને સરકારે આતંકવાદ વિરુદ્ધ શૂન્ય સહનશીલતા દર્શાવવાનો દાવો કર્યો, પરંતુ રાષ્ટ્રીય તપાસ એજન્સીની ગત ત્રણ વર્ષની ઉપલબ્ધિ શું છે? એજન્સીએ પોતાની તમામ શક્તિ ભગવા આતંકવાદનો આભાસ ઉભો કરવામાં બરબાદ કરી છે. ભગવા આતંકવાદ કોંગ્રેસનો રાજકીય એજન્ડા હોઈ શકે છે, પરંતુ શું આ કુનીતિથી જેહાદનું ઝેર ઓછું થઈ જશે? પ્રતિબંધિત મુસ્લિમ વિદ્યાર્થી સંગઠન-સીમી પોતાના નવા અવતાર ઈન્ડિયન મુજાહિદ્દીનના રૂપમાં ભારતની સનાતન સંસ્કૃતિને નિરંતર લોહીલુહાણ કરવામાં લાગી છે. ત્યારે ભારતનું સત્તા અધિષ્ઠાન આતંકવાદનો સામનો હિંદુ આતંકવાદનો દેકારો ઉભો કરવામાં વ્યસ્ત છે. 

આજે ચારે તરફ અરાજકતાનો માહોલ છે. દેશનો ચાલીસ ટકા ભાગ નક્સલી હિંસાનો શિકાર છે. જેહાદી ઈસ્લામનું ઝેર કાશ્મીરથી કન્યાકુમારી સુધી ફેલાઈ ચુક્યું છે. બાંગ્લાદેશી ઘૂસણખોરોને કારણે કેટલાંક રાજ્યોની વસ્તીના સ્વરૂપમાં પરિવર્તનની સાથે આંતરીક સુરક્ષા પર પણ ગંભીર જોખમ ઝળુંબી રહ્યું છે, પરંતુ સેક્યુલર સત્તા અધિષ્ઠાન હિંદુ આતંકનો પ્રલાપ કરી રહ્યું છે. પોટા જેવા આતંકવાદ નિરોધક કાયદાને સેક્યુલરિસ્ટ મુસ્લિમોની હેરાનગતિનું યંત્ર ગણાવે છે. કેટલીક બિનકોંગ્રેસી રાજ્ય સરકારોએ જ્યારે આતંકવાદ વિરુદ્ધ કડક કાયદો લાવવા ઈચ્છયો છે, તો કેન્દ્ર સરકાર તેમના માર્ગમાં અડચણ ઉભી કરે છે. ગુજરાત, રાજસ્થાન અને છત્તીસગઢના આતંકવાદ નિરોધક કાયદા કેન્દ્ર સરકાર પાસે છેલ્લા ચાર વર્ષોથી મંજૂરી માટે વિલંબિત છે. 2005થી અત્યાર સુધીમાં ઓછામાં ઓછી 20 મોટી આતંકવાદી ઘટનાઓ દેશના જુદાંજુદાં ભાગોમાં થઈ છે, પરંતુ અત્યાર સુધી કોઈપણ દોષિતોને સજા થઈ શકી નથી. સંસદ પર હુમલો કરવાનું ષડયંત્ર રચનારા અફઝલ ગુરુની ફાંસીની સજા પણ વિલંબિત છે. બીજી તરફ મુંબઈ હુમલામાં એકમાત્ર જીવિત પકડયાલા આતંકવાદી અજમલ કસાબને સુરક્ષિત રાખવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. શું તેના પણ હાલ અફઝલ ગુરુ જેવા જ થશે? કોયમ્બટૂર બોમ્બ વિસ્ફોટના આરોપી અબ્દુલ નાસેર મદનીને પેરોલ પર મુક્ત કરવા માટે કેરળ વિધાનસભાનું વિશેષ સત્ર હોળીની રજાવાળા દિવસે આયોજીત કરવામાં આવ્યું હતું અને કોંગ્રેસ-માર્ક્સવાદીઓએ સર્વસંમતિથી તેની મુક્તિ માટેનો પ્રસ્તાવ મંજૂર કર્યો હતો. શું આવી માનસિકતા રહેવાથી આતંકવાદનો ખાત્મો સંભવ છે?

આતંકવાદને લઈ કોંગ્રેસનું બેવડું સ્વરૂપ કોઈનાથી છુપાયેલુ નથી. બટલા હાઉસ એન્કાઉન્ટરમાં બે પોલીસકર્મીઓના પણ મોત થયા હતા, પરંતુ પોતાના જવાનોની શહાદતને અપમાનિત કરીને કોંગ્રેસના કેટલાંક નેતા અથડામણ બાદ બટલા હાઉસ પહોંચ્યા હતા, જ્યાં મુસ્લિમ વોટબેંકની ખાતિરદારીમાં મુલાયમ સિંહ યાદવ જેવા નેતાઓ પહેલેથી જ બેઠેલા હતા. સત્તાસીન કોંગ્રેસે પોતાના નેતાઓને આતંકવાદીઓનો સાથ આપનારા કટ્ટરપંથી તત્વોથી અંતર બનાવવાનો નિર્દેશ આપવાની જગ્યાએ સુરક્ષાકર્મીઓની ભૂમિકા પર સવાલ ઉભા કર્યા. બટલા હાઉસ એન્કાઉન્ટર અને ઘણાં અન્ય રાજ્યોની તપાસમાં આતંકવાદ અને ઉત્તર પ્રદેશના આઝમગઢ વચ્ચે ઘેરો સંબંધ સામે આવ્યો, પરંતુ વોટબેંકની રાજનીતિને કારણે આજમગઢ સેક્યુલારિસ્ટોનું નવું તીર્થ બની ગયું. બટલા હાઉસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકીઓ અને અન્યત્ર આતંકી પ્રવૃતિમાં સામેલ હોવાને કારણે આજમગઢના જે યુવાનોની ધરપકડકરવામાં આવી, તેમના ઘરો પર માતમ મનાવવા માટે સેક્યુલરિસ્ટોની ભીડ લાગી ગઈ. સુરક્ષા જવાનોનું મનોબળ તોડનારા સેક્યુલરિસ્ટ શું ક્યારેય આતંકવાદ વિરુદ્ધ ઉભા થઈ શકશે?

ઘણાં વર્ષોથી આખા દેશમાં કોમી સૌહાર્દ છે. પરંતુ યુપીએ સરકાર કોમી હિંસા રોકથામ બિલ-2011નો મુસદ્દો તૈયાર કરીને બેઠી છે. આ બિલને લાવવાનો ઉદેશ્ય પણ મુસ્લિમ સમાજને કટ્ટરપંથી વર્ગને ખુશ કરી પોતાની વોટબેંક વધારવાનો છે. આ મુસદ્દામાં પહેલેથી જ એમ માની લેવાયું છે કે કોમવાદી તણાવ માટે માત્ર બહુસંખ્યક જવાબદાર છે અને લઘુમતીઓનો તેમા કોઈ દોષ નથી. કોમવાદી તણાવ અને સંઘર્ષની સ્થિતિમાં માત્ર બહુમતી સમાજને જ દંડિત કરવાની જોગવાઈ રાખવામાં આવી છે. વોટબેંકની રાજનીતિને કારણે શું આ કોમી સૌહાર્દ બગાડવાનો પ્રયત્ન નથી? વસ્તુત્ સામાજીક ટકરાવથી જ કોંગ્રેસ પોતાના રાજકીય હિત સાધતી આવી છે. કોઈપણ પ્રકારનો આતંકવાદ ભારતીય સાર્વભૌમત્વ અને અખંડતાને પ્રત્યક્ષ પડકાર છે. ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમાં ઘુસીને મારી નાખવો પાકિસ્તાનની સાર્વભૌમતાનું ઉલ્લંઘન ભલે હોય, પરંતુ તેનાથી અમેરિકાની દ્રઢ ઈચ્છાશક્તિ પણ રેખાંકીત થઈ છે. આખો અમેરિકી સમાજ આ મામલામાં બરાક ઓબામા સાથે ઉભો હતો. વોટબેંકની વૈચારીક ગુલામીમાં બંધાયેલા ભારતીય સત્તા અધિષ્ઠાન પાસેથી આવી અપેક્ષા વ્યર્થ છે.
(લેખક ભાજપના રાજ્યસભા સાંસદ છે) સૌજન્ય- દૈનિક જાગરણ