Showing posts with label લઘુમતી. Show all posts
Showing posts with label લઘુમતી. Show all posts

Thursday, 21 July 2011

પંથનિરપેક્ષ માળખા પર પ્રહાર



એ. સૂર્યપ્રકાશ 

લઘુમતી તુષ્ટિકરણના પોતાના એજન્ડા પર પ્રતિબદ્ધ યુપીએ સરકાર એક એવો કાયદો બનાવવા જઈ રહી છે, જે કોમી સૌહાર્દને નષ્ટ-ભ્રષ્ટ કરી શકે છે, બંધારણની સંઘીય વિશેષતાઓને કમજોર કરી શકે છે અને કેન્દ્ર સરકારને રાજ્યોના શાસનમાં હસ્તક્ષેપ કરવાના નવા બહાના ઉપલબ્ધ કરાવી શકે છે. પ્રસ્તાવિત બિલને સાંપ્રદાયિક અને લક્ષિત હિંસા રોકથામ બિલ નામ આપવામાં આવ્યું છે અને તેનો જે ઉદેશ્ય બતાવાય રહ્યો છે તે કોમી સંઘર્ષની ઘટનાઓ પર અંકુશ લાગવવો, પરંતુ તેનું નિર્માણ એ પૂર્વગ્રહો સાથે કરવામાં આવ્યું છે કે તમામ સ્થિતિઓમાં ધાર્મિક બહુમતી જ લઘુમતી સમૂહ પર ઝુલમ કરે છે. માટે બહુમતી સમાજના સભ્યો દોષિત છે અને લઘુમતી સમુદાયના લોકો પીડિત. આ ધારણા  આ કાયદાનો આધાર છે, માટે એ સ્વાભાવિક છે કે પ્રસ્તાવિત કાયદો 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 28માં બહુમતી હિંદુઓને કોમવાદી હિંસા માટે જવાબદાર માને છે અને મુસ્લિમ, ખ્રિસ્તી અને અન્ય ધાર્મિક લઘુમતીઓને પીડિત સ્વરૂપે જોવે છે. 

આ કાયદાનો મુસદ્દો એ રાષ્ટ્રીય સલાહકાર પરિષદે તૈયાર કર્યો છે જે છદ્મ સેક્યુલારિસ્ટો, હિંદુ વિરોધીઓ અને નહેરુ-ગાંધી પરિવારના સમર્થકોનો એક સમૂહ છે અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી તેના અધ્યક્ષ છે. આ પરિષદને કેન્દ્રની એક એવી સરકાર પાસેથી બરાબર મહત્વ મળી રહ્યું છે, જેનું નેતૃત્વ પહેલીવાર લઘુમતી સમાજના એક સભ્ય દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ પ્રસ્તાવિત કાયદામાં એવી જોગવાઈ છે કે તે કોમી સૌહાર્દને પ્રોત્સાહન આપવાનું તો દૂર, હિંદુઓની વચ્ચે પંથનિરપેક્ષતાની પ્રતિબદ્ધતાને જ કમજોર કરી શકે છે. 

બિલના મુસદ્દા પ્રમાણે, જો કોઈ સમૂહની સદસ્યતાને કારણે જાણીજોઈને કોઈ વ્યક્તિ વિરુદ્ધ આવું કૃત્ય કરવામાં આવે જે રાષ્ટ્રના સેક્યુલર તાણા-વાણાને નષ્ટ કરનાર હોય. સૌથી મોટી શરારત શબ્દ સમૂહની પરિભાષામાં કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સમૂહનું તાત્પર્ય ભારતના કોઈ રાજ્યમાં ધાર્મિક અથવા ભાષાકીય લઘુમતી અથવા અનુસૂચિત જાતિ અથવા જનજાતિથી છે. તેનો અર્થ છે કે હિંદુ, જે આજે મોટાભાગના રાજ્યોમાં બહુમતી છે, આ કાયદા હેઠળ સમૂહની મર્યાદામાં આવશે નહીં. માટે તેમને આ કાયદા હેઠળ સંરક્ષણ મળી શકશે નહીં, પછી ભલે તેઓ મુસ્લિમ અથવા ખ્રિસ્તી કોમવાદ, ધૃણા અથવા હિંસાના શિકાર હોય. અનેક વિશ્લેષકોએ કહ્યું પણ છે કે તેનો અર્થ છે કે જો 2002માં આ કાયદો લાગુ હોત તો જે 59 હિંદુઓને ગુજરાતના ગોધરા સ્ટેશનમાં સાબરમતી ટ્રેનમાં બાળીને મારી નાખવામાં આવ્યા તેમની હત્યા સંદર્ભે એફઆઈઆર દાખલ કરી શકાઈ ન હોત. કારણ કે આ કાયદા હેઠળ ગુજરાતમાં હિંદુ બહુમતી છે, પરંતુ મુસ્લિમ ગોધરા બાદના હુલ્લડો માટે આ કાયદાની જોગવાઈનો ઉપયોગ કરી શકત. તેનો સીધો અર્થ છે કે કોમવાદી હિંસાનો શિકાર થનારા હિંદુઓને બીજા દરજ્જાના નાગરીકના રૂપમમાં જોવામાં આવશે અને આ મહદ અંશે પાકિસ્તાન જેવા ઈસ્લામિક રાજ્યમાં લાગુ હિંદુ વિરોધી કાયદાની જેમ છે. 

પ્રસ્તાવિત કાયદાના મુસદ્દા પ્રમાણે એક પીડિતની વ્યાખ્યા લઘુમતી સમુદાયના સભ્યના રૂપમાં કરવામાં આવી છે, જેને કોમવાદી હિંસાની ઘટનામાં શારીરિક, માનસિક, મનોવૈજ્ઞાનિક અને આર્થિક નુકસાન પહોંચ્યું હોય અથવા તેની સંપત્તિને નુકસાન થયું હોય. તેની મર્યાદમાં તેના સંબંધી, કાયદેસરના વાલી અને ઉત્તરાધિકારી પણ સામેલ છે. આ વ્યાખ્યાના આધારે દેશના કોઈ ભાગમાં કોઈ મુસ્લિમ અથવા ખ્રિસ્તીનો જો કોઈ સામાન્ય મુદ્દા પર પોતાના હિંદુ પડોશી સાથે વિવાદ થશે તો તે આ કાયદાનો ઉપયોગ કરીને પોતાના પડોશી પર એ આરોપ લગાવી શકે છે કે તેણે તેને મનોવૈજ્ઞાનિક નુકસાન પહોંચાડયું છે. જો તે કોઈ કારણે આવું ન કરે તો તેના સંબંધી આવું કરી શકે છે. 

આ સમગ્ર કવાયતનો જે પાયાનો હેતુ નજરે પડે છે, તે છે હિંદુઓને નિશાન બનાવવા. બિલ કહે છે કે તેને આખા ભારતમાં લાગુ કરવામાં આવશે, પરંતુ જ્યારે દેશના એકમાત્ર મુસ્લિમ બહુલ રાજ્ય જમ્મુ-કાશ્મીરની વાત આવે છે, તો તેમાં કહેવામાં આવ્યું છે  કે કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીર રાજ્યની સંમતિથી તેને ત્યાં લાગુ કરી શકે છે. 

જો કે આ બિલમાં આ પ્રકારે આખરી ઓપ આપવામાં આવ્યો છે કે હિંદુ સમુદાયે તેની વિચિત્ર જોગાવાઈઓનો માર સહન કરવો પડે, પરંતુ મુસ્લિમ, ખ્રિસ્તી અને શીખોને પણ પરેશાની સહન કરવી પડે તેમ છે, કારણ કે બહુમતી-લઘુમતીના નિર્ધારણ માટે રાજ્ય જ એકમ છે. 2001ની વસ્તીગણતરીના આંકડા પ્રમાણે, શીખ પંજાબમાં 59.9 ટકા છે, જ્યારે હિંદુઓની વસ્તી 36.9 ટકા છે. જો આ કાયદો લાગુ થઈ જાય છે તો બહુમતી શીખ સમાજને હિંદુઓની ફરીયાદ પર પરેશાનીનો સામનો કરવાની સ્થિતિ ઉભી થઈ શકે છે. તેવી જ રીતે ખ્રિસ્તીઓ નાગાલેન્ડ, મિઝોરમ અને મેઘાલયમાં બહુમતીમાં છે. જો આ રાજ્યોમાં હિંદુઓ આ કાયદાનો મનફાવે તેવો ઉપયોગ કરે તો ખ્રિસ્તી સમુદાયને મુસીબતો ઉઠાવવી પડે તેવી સ્થિતિ ઉભી થઈ શકે છે. માટે મુસ્લિમ, ખ્રિસ્તી અને શીખ સમુદાયએ કોંગ્રેસ પાર્ટીના આ દાવાઓ પર ક્યારેય ભરોસો ન કરવો જોઈએ કે આ બિલ પંથનિરપેક્ષતાને મજબૂત કરશે, કારણ કે આ બિલ કોમી હિંસા અને ઘૃણાના તમામ દોષિતોને બરાબરીથી જોતું નથી. 

પ્રત્યેક રાજ્યમાં બહુમતી અને લઘુમતીના નિર્ધારણમાં એક અન્ય વિસંગતિ પણ છે. મણિપુરમાં હિંદુઓ 46 ટકા છે અને અરુણાચલ પ્રદેશમાં 34.60 ટકા છે. જો કે આ રાજ્યોમાં કોઈ ધાર્મિક સમૂહ પાસે સ્પષ્ટ બહુમતી નથી, માટે કોને પીડિત માનવામાં આવે અને કોને દોષિત? તેનાથી વધારે જો અનુસૂચિત જાતિ અને જનજાતિને હિંદુ સમાજથી અલગ કરી દેવામાં આવે તો આ રાજ્યોમાં હિંદુ વસ્તીની ટકાવારી શું હશે? કેરળનો મામલો પણ છે, જ્યાં 56.20 ટકા હિંદુ છે. જો તેમાંથી 22 ટકા અનુસૂચિત જાતિ અને જનજાતિને અલગ કરી દેવામાં આવે તો હિંદુઓની ટકાવારી શું હશે? એ કહેવામાં સંકોચ ન હોવો જોઈએ કે જે કાયદો બનાવાય રહ્યો છે, તે હકીકતમાં કોમવાદી પણ છે અને એક સમુદાય એટલે કે હિંદુઓને નિશાન બનાવનારો પણ છે. જો આ બિલના સૂત્રધારો પોતાના મનસૂબામાં સફળ રહેશે તો ભારતની એકતા અને અખંડિતા જોખમમાં પડી જશે. આવું બિલ એ વ્યક્તિ ન બનાવી શકે કે જે લોકતાંત્રિક અને પંથનિરપેક્ષ ભારતને પ્રેમ કરે છે. આપણે તેની તપાસ કરવી જોઈએ કે બિલનો મૂળ મુસદ્દો ક્યાંથી આવ્યો છે?
 સૌજન્ય-દૈનિક જાગરણ

Monday, 18 July 2011

આતંકવાદ પર ક્ષુદ્ર રાજકારણ



બલબીર પુંજ
(કોંગ્રેસ પર રાજકીય લાભ માટે આતંકવાદ વિરુદ્ધ નરમ વલણ અપનાવવાનો આરોપ લગાવી રહ્યાં છે, બલબીર પુંજ)

શું ભારત અમેરિકાની તર્જ પર આતંકવાદ વિરુદ્ધ યુદ્ધ જીતી શકે છે? જો વડાપ્રધાન મનમોહન સિંહ અને પ્રતીક્ષારત વડાપ્રધાન કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીના નિવેદનોને જોઈએ તો નિરાશા હાથ લાગે છે. વડાપ્રધાન કહે છે કે આતંકી હુમલાની ભનક ગુપ્તચર વિભાગને ન લાગવાને કારણે આતંકવાદી હુમલો કરવામાં કામિયાબ રહ્યાં. બીજી તરફ રાહુલ ગાંધી આતંકવાદી હુમલો રોકી શકવો બેહદ મુશ્કેલ ગણાવી રહ્યાં છે. તેમના અવિવેકી નિવેદનના બચાવમાં ઉતરેલા દિગ્વિજય સિંહ માને છે કે ભારત ઓછામાં ઓછું પાકિસ્તાનથી તો સારું છે, જ્યાં રોજ બોમ્બ વિસ્ફોટ થઈ રહ્યાં છે. આ કેવી માનસિકતા છે?

અમેરિકામાં 9/11એ થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષાની જે કડક વ્યવસ્થા કરવામાં આવી તેને કારણે ફરીથી એકપણ આતંકવાદી ઘટના ત્યાં થઈ નથી. તેનાથી વિપરીત ભારતમાં આતંકવાદી કોઈપણ જગ્યાએ હુમલો કરવા માટે સક્ષમ થઈ રહ્યાં છે. કારણ? આ પહેલા 26/11એ મુંબઈ પર મોટો હુમલો થયો હતો. વડાપ્રધાન-ગૃહમંત્રીએ ત્યારે ભ્રમરો ચઢાવીને આગળ હુમલો થવાની સ્થિતિમાં ભારત જવાબી કાર્યવાહી કરશેની ધમકી આપી હતી. વાસ્તવમાં ભારતમાં આતંકવાદની ઉપજાઉ જમીન કોંગ્રેસની મુસ્લિમ વોટબેંકની નીતિ અને ડાબેરીઓના વિકૃત સેક્યુલરવાદને કારણે જ મળી રહી છે. 
એનડીએ સરકારના કાર્યકાળમાં આતંકવાદ વિરુદ્ધ સખત કાયદો બનાવાયો હતો. કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારે સત્તામાં આવતાની સાથે જ પોટાને રદ્દ કરીને આતંકવાદીઓનું માનવર્ધન કર્યું. 26/11ના હુમલા બાદ રાષ્ટ્રીય તપાસ એજન્સીની રચના કરીને સરકારે આતંકવાદ વિરુદ્ધ શૂન્ય સહનશીલતા દર્શાવવાનો દાવો કર્યો, પરંતુ રાષ્ટ્રીય તપાસ એજન્સીની ગત ત્રણ વર્ષની ઉપલબ્ધિ શું છે? એજન્સીએ પોતાની તમામ શક્તિ ભગવા આતંકવાદનો આભાસ ઉભો કરવામાં બરબાદ કરી છે. ભગવા આતંકવાદ કોંગ્રેસનો રાજકીય એજન્ડા હોઈ શકે છે, પરંતુ શું આ કુનીતિથી જેહાદનું ઝેર ઓછું થઈ જશે? પ્રતિબંધિત મુસ્લિમ વિદ્યાર્થી સંગઠન-સીમી પોતાના નવા અવતાર ઈન્ડિયન મુજાહિદ્દીનના રૂપમાં ભારતની સનાતન સંસ્કૃતિને નિરંતર લોહીલુહાણ કરવામાં લાગી છે. ત્યારે ભારતનું સત્તા અધિષ્ઠાન આતંકવાદનો સામનો હિંદુ આતંકવાદનો દેકારો ઉભો કરવામાં વ્યસ્ત છે. 

આજે ચારે તરફ અરાજકતાનો માહોલ છે. દેશનો ચાલીસ ટકા ભાગ નક્સલી હિંસાનો શિકાર છે. જેહાદી ઈસ્લામનું ઝેર કાશ્મીરથી કન્યાકુમારી સુધી ફેલાઈ ચુક્યું છે. બાંગ્લાદેશી ઘૂસણખોરોને કારણે કેટલાંક રાજ્યોની વસ્તીના સ્વરૂપમાં પરિવર્તનની સાથે આંતરીક સુરક્ષા પર પણ ગંભીર જોખમ ઝળુંબી રહ્યું છે, પરંતુ સેક્યુલર સત્તા અધિષ્ઠાન હિંદુ આતંકનો પ્રલાપ કરી રહ્યું છે. પોટા જેવા આતંકવાદ નિરોધક કાયદાને સેક્યુલરિસ્ટ મુસ્લિમોની હેરાનગતિનું યંત્ર ગણાવે છે. કેટલીક બિનકોંગ્રેસી રાજ્ય સરકારોએ જ્યારે આતંકવાદ વિરુદ્ધ કડક કાયદો લાવવા ઈચ્છયો છે, તો કેન્દ્ર સરકાર તેમના માર્ગમાં અડચણ ઉભી કરે છે. ગુજરાત, રાજસ્થાન અને છત્તીસગઢના આતંકવાદ નિરોધક કાયદા કેન્દ્ર સરકાર પાસે છેલ્લા ચાર વર્ષોથી મંજૂરી માટે વિલંબિત છે. 2005થી અત્યાર સુધીમાં ઓછામાં ઓછી 20 મોટી આતંકવાદી ઘટનાઓ દેશના જુદાંજુદાં ભાગોમાં થઈ છે, પરંતુ અત્યાર સુધી કોઈપણ દોષિતોને સજા થઈ શકી નથી. સંસદ પર હુમલો કરવાનું ષડયંત્ર રચનારા અફઝલ ગુરુની ફાંસીની સજા પણ વિલંબિત છે. બીજી તરફ મુંબઈ હુમલામાં એકમાત્ર જીવિત પકડયાલા આતંકવાદી અજમલ કસાબને સુરક્ષિત રાખવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. શું તેના પણ હાલ અફઝલ ગુરુ જેવા જ થશે? કોયમ્બટૂર બોમ્બ વિસ્ફોટના આરોપી અબ્દુલ નાસેર મદનીને પેરોલ પર મુક્ત કરવા માટે કેરળ વિધાનસભાનું વિશેષ સત્ર હોળીની રજાવાળા દિવસે આયોજીત કરવામાં આવ્યું હતું અને કોંગ્રેસ-માર્ક્સવાદીઓએ સર્વસંમતિથી તેની મુક્તિ માટેનો પ્રસ્તાવ મંજૂર કર્યો હતો. શું આવી માનસિકતા રહેવાથી આતંકવાદનો ખાત્મો સંભવ છે?

આતંકવાદને લઈ કોંગ્રેસનું બેવડું સ્વરૂપ કોઈનાથી છુપાયેલુ નથી. બટલા હાઉસ એન્કાઉન્ટરમાં બે પોલીસકર્મીઓના પણ મોત થયા હતા, પરંતુ પોતાના જવાનોની શહાદતને અપમાનિત કરીને કોંગ્રેસના કેટલાંક નેતા અથડામણ બાદ બટલા હાઉસ પહોંચ્યા હતા, જ્યાં મુસ્લિમ વોટબેંકની ખાતિરદારીમાં મુલાયમ સિંહ યાદવ જેવા નેતાઓ પહેલેથી જ બેઠેલા હતા. સત્તાસીન કોંગ્રેસે પોતાના નેતાઓને આતંકવાદીઓનો સાથ આપનારા કટ્ટરપંથી તત્વોથી અંતર બનાવવાનો નિર્દેશ આપવાની જગ્યાએ સુરક્ષાકર્મીઓની ભૂમિકા પર સવાલ ઉભા કર્યા. બટલા હાઉસ એન્કાઉન્ટર અને ઘણાં અન્ય રાજ્યોની તપાસમાં આતંકવાદ અને ઉત્તર પ્રદેશના આઝમગઢ વચ્ચે ઘેરો સંબંધ સામે આવ્યો, પરંતુ વોટબેંકની રાજનીતિને કારણે આજમગઢ સેક્યુલારિસ્ટોનું નવું તીર્થ બની ગયું. બટલા હાઉસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકીઓ અને અન્યત્ર આતંકી પ્રવૃતિમાં સામેલ હોવાને કારણે આજમગઢના જે યુવાનોની ધરપકડકરવામાં આવી, તેમના ઘરો પર માતમ મનાવવા માટે સેક્યુલરિસ્ટોની ભીડ લાગી ગઈ. સુરક્ષા જવાનોનું મનોબળ તોડનારા સેક્યુલરિસ્ટ શું ક્યારેય આતંકવાદ વિરુદ્ધ ઉભા થઈ શકશે?

ઘણાં વર્ષોથી આખા દેશમાં કોમી સૌહાર્દ છે. પરંતુ યુપીએ સરકાર કોમી હિંસા રોકથામ બિલ-2011નો મુસદ્દો તૈયાર કરીને બેઠી છે. આ બિલને લાવવાનો ઉદેશ્ય પણ મુસ્લિમ સમાજને કટ્ટરપંથી વર્ગને ખુશ કરી પોતાની વોટબેંક વધારવાનો છે. આ મુસદ્દામાં પહેલેથી જ એમ માની લેવાયું છે કે કોમવાદી તણાવ માટે માત્ર બહુસંખ્યક જવાબદાર છે અને લઘુમતીઓનો તેમા કોઈ દોષ નથી. કોમવાદી તણાવ અને સંઘર્ષની સ્થિતિમાં માત્ર બહુમતી સમાજને જ દંડિત કરવાની જોગવાઈ રાખવામાં આવી છે. વોટબેંકની રાજનીતિને કારણે શું આ કોમી સૌહાર્દ બગાડવાનો પ્રયત્ન નથી? વસ્તુત્ સામાજીક ટકરાવથી જ કોંગ્રેસ પોતાના રાજકીય હિત સાધતી આવી છે. કોઈપણ પ્રકારનો આતંકવાદ ભારતીય સાર્વભૌમત્વ અને અખંડતાને પ્રત્યક્ષ પડકાર છે. ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમાં ઘુસીને મારી નાખવો પાકિસ્તાનની સાર્વભૌમતાનું ઉલ્લંઘન ભલે હોય, પરંતુ તેનાથી અમેરિકાની દ્રઢ ઈચ્છાશક્તિ પણ રેખાંકીત થઈ છે. આખો અમેરિકી સમાજ આ મામલામાં બરાક ઓબામા સાથે ઉભો હતો. વોટબેંકની વૈચારીક ગુલામીમાં બંધાયેલા ભારતીય સત્તા અધિષ્ઠાન પાસેથી આવી અપેક્ષા વ્યર્થ છે.
(લેખક ભાજપના રાજ્યસભા સાંસદ છે) સૌજન્ય- દૈનિક જાગરણ

Sunday, 17 July 2011

2000 હજાર કરોડની મિલ્કતો મુસ્લિમોને સોંપવાની સરકારી તૈયારી

મનમોહન શર્મા

દિલ્હી નગરપાલિકા અને ઉત્તર પ્રદેશ વિધાનસભાની આગામી વર્ષે થનારી ચૂંટણીમાં મુસ્લિમોના વોટ મેળવવા માટે દેશની સેક્યુલર સરકારે લાગે છે કે કટ્ટરવાદી મૌલાનાઓની માગણી સામે સંપૂર્ણપણે ઘૂંટણિયા ટેકવી દીધા છે. દેશના ખૂણે-ખૂણે આવેલી પ્રાચીન મસ્જિદોને ભારતીય પુરાતત્વ વિભાગ પાસેથી લઈને મુસ્લિમ સંગઠનોને હવાલે કરવાની તૈયારી છે. આ મસ્જિદો અને મદરસાઓની જમીનની કિંમત અંદાજે 2000 કરોડ રૂપિયાથી પણ વધારે છે. થોડા દિવસો પહેલા વડાપ્રધાનને મળીને આ મિલ્કતો મુસ્લિમોને સોંપવાની માગણી કર્યા બાદ જમિયત ઉલેમાના અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ પત્રકારો સાથે વાતચીત કરતાં જે જાણકારી આપી તેનાથી સંકેતો સ્પષ્ટ છે કે સરકાર આમ કરવા જઈ રહી છે.

ભારતીય પુરાતત્વ વિભાગના દિલ્હી ક્ષેત્રના અધિક્ષક કે. કે. મોહમ્મદના જણાવ્યા પ્રમાણે, પ્રાચીન સ્મારક અને પુરાતન સ્થલ અધિનિયમ હેઠળ જે પ્રાચીન ધાર્મિક/મજહબી સ્મારક વિભાગના નિયંત્રણમાં છે, તેમા પૂજા અથવા નમાજ અદા કરવાની મંજૂરી કોઈને આપી શકાય નહીં. તેમણે એ વાત પર ઉંડો ખેદ પ્રગટ કર્યો કે દેશની રાજધાની દિલ્હીમાં 27 પ્રાચીન મસ્જિદો એવી છે જેના પર લોકોએ બળજબરીથી કબજો કરી રાખ્યો છે. આ અતિક્રમણ વિરુદ્ધ વારંવાર પોલીસમાં પુરાતત્વ વિભાગના અધિકારીઓએ ફરીયાદ નોંધાવી હતી. પરંતુ રાજકીય દબાણના કારણે પોલીસે આ સ્મારકો પર ગેરકાયદેસર કબજો કરનારા વિરુદ્ધ આજ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. દિલ્હીની શીલા દિક્ષિત સરકાર પણ મસ્જિદોના મામલાને ઉછાળીને ચૂંટણીઓમાં મુસ્લિમ મતોને કોંગ્રેસની જોળીમાં નખાવવા માટે સુનિયોજીત યોજના હેઠળ કામ કરી રહી છે.

દિલ્હી હાઈકોર્ટના નિર્દેશ પર જંગપુરામાં ડીડીએની જમીન પર ગેરકાયદેસર રીતે બનેલી નૂર મસ્જિદ જ્યારે પાડવામાં આવી તો તેની વિરુદ્ધ રાજકીય મતભેદોને ભુલાવીને તમામ મસ્લિમ નેતાઓ એક થઈ ગયા. આ નેતાઓએ ખાલી કરાવેલી સરકારી જમીનની ચારે બાજુ બનાવાયેલી દીવાલ તોડી નાખી અને જામા મસ્જિદના ઈમામ અહમદ બુખારી, મતીન અહમદ, શોએબ ઈકબાલ અને આસિફ ખાનની આગેવાનીમાં હજારો મુસ્લિમોને રાજધાનીના એકત્રિત કરીને, બળજબરીથી આ જમીન પર કબજો કરીને નમાજ અદા કરવાનો સિલસિલો ફરીથી શરૂ કરી દેવામાં આવ્યો. સ્થાનિક રેસિડેન્ટ વેલફેર એસોસિએશને આ મામલામાં દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા. આ મામલો હજી કોર્ટમાં વિચારાધીન છે.

દિલ્હીના મુખ્યમંત્રી શીલા દિક્ષિતે એક મુસ્લિમ પ્રતિનિધિ મંડળને એમ કહીને આશ્વાસન આપ્યું કે સરકાર મસ્જિદને તેની જૂની જગ્યા પર કોઈપણ ભોગે ફરીથી બનાવડાવશે. કહેવામાં આવે છે કે ડીડીએએ નૂર મસ્જિદ પ્રબંધન સમિતિને એવો પ્રસ્તાવ કર્યો છે કે તે 400 મીટર જમીન પર મસ્જિદનું પુનર્નિમાણ કરવા દેવા માટે તૈયાર છે. પરંતુ તેના માટે મસ્જિદ પ્રબંધન સમિતિએ 45 લાખ રૂપિયાની રકમ ડીડીએમાં જમા કરવાની રહેશે. પ્રબંધન સમિતિ મસ્જિદ માટે જમીન તો મેળવવા માંગે છે, પરંતુ તેના માટે એકપણ પૈસાની અદાયગી કરવા માટે તૈયાર નથી. મુસ્લિમ નેતાઓના દબાણ પર શ્રીમતી દિક્ષિતે એ ઘોષણા કરી છે કે આ મસ્જિદ માટે જમીન દિલ્હી સરકાર ખરીદીને આપશે. સવાલ એ પેદા થાય છે કે બિનસાંપ્રદાયિકતાનું મ્હોરું ઓઢનારી દિલ્હી સરકારે શું આજ સુધી કોઈ મંદિર અથવા ગુરુદ્વારા બનાવવા માટે સરકારી ખજાનામાંથી રકમ આપી છે? જો ન આપી હોય, તો લઘુમતીઓના એક વર્ગ પર વિશેષ દયા શા માટે?

આ પ્રકારે મહરૌલીની જમાલી-કમાલી મસ્જિદની બહાર કેટલાંક તત્વોએ સરકારી જમીન પર કબજો કરવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે પોલીસે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવા ચાહી તો દિલ્હીના કોંગ્રેસી નેતાઓના દબાણને કારણે આ મામલો ઘોંચમાં નાખી દેવાયો. સરકારી જમીન પર આજે પણ આ લોકોનો ગેરકાયદેસર કબજો છે. આ કહાણી કાલકાજીની અલકનંદા કોલોનીની પણ છે. ત્યાં પણ સરકારી જમીન પર કબજો કરીને મદની મસ્જિદ નામની બહુમાળી ઈમારત બનાવી દેવાઈ છે. સ્થાનિક લોકોએ તેનો વિરોધ કર્યો, પણ તેમનું કંઈ ચાલ્યું નહીં. જૂની દિલ્હીમાં પણ અંસારી રોડ અને બજાર સીતારામમાં પાર્કોની જમીન પર ગેરકાયદેસર કબજો કરીને ત્યાં નિર્માણ કાર્ય કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આને દિલ્હીની જામા મસ્જિદના ઈમામ અહમદ બુખારી પ્રોત્સાહન પુરું પાડી રહ્યાં છે. કુદસિયા બાગમાં આવેલી ત્રણસો વર્ષ જૂની એક ઈમારત પર પણ મેવાતના રહેવાસી એક મૌલવીએ ગેરકાયદેસર કબજો જમાવ્યો છે. રાજકીય દબાણને કારણે પુરાતત્વ વિભાગ સરકારી ઈમારતો અને જમીન પર કબજો કરનારા તત્વો વિરુદ્ધ કોઈ પગલાં ભરવામાં લાચાર છે. બીજી તરફ રોહિણીના સેક્ટર 16માં ડીડીએની જમીન મસ્જિદ બનાવવા માટે મુસ્લિમ સંસ્થાને આપી દેવામાં આવી. આ નિયમની વિરુદ્ધ હતું.

લાલ કિલ્લાની સામે આવેલા એડવર્ડ પાર્ક, જેને હવે સુભાષ પાર્ક કહેવામાં આવે છે, તેના પર પણ કબજોકરવા માટે કોંગ્રેસી મુસ્લિમોના એક મોટા વર્ગમાં હોડ લાગેલી છે. કોંગ્રેસી ધારાસભ્ય મતીન અહમદનો દાવો છે કે આ બધી જમીન જૂની અકબરી મસ્જિદની છે, જેને 1857માં અંગ્રેજોએ ધ્વસ્ત કરી દીધી હતી. દિલ્હીની શીલી દિક્ષિત આ અબજો રૂપિયાની જમીનને પણ મુસ્લિમોને સોંપવાની તૈયારીમાં છે. કહેવામાં આવે છે કે તેમણે જામા મસ્જિદના ઈમામ બુખારી, ધારાસભ્ય શોએબ ઈકબાલ, રાહત ચૌધરી વગેરેને એ સૂચન પણ કર્યું છે કે તેઓ આ સંદર્ભે સોનિયા ગાંધીના દરબારમાં વિનંતી કરે. ત્યાંથી સંકેતો મળ્યા બાદ આખો એડવર્ડ પાર્ક તેમના હવાલે કરી દેવામાં આવશે.

સંસદમાં આપવામાં આવેલી જાણકારી પ્રમાણે, દેશમાં 385 પ્રાચીન ઉપાસના સ્થાનો એવા છે જે પુરાતત્વ વિભાગના સંરક્ષણમાં છે. તેમાં પૂજા અથવા ઉપાસના કરવાની મંજૂરી નથી. અબજો રૂપિયાની જમીન વોટબેંકને પાક્કી કરવા માટે સરકાર મુસ્લિમ સંગઠનોમાં વહેંચી ચુકી છે. તેની શરૂઆત 1960માં થઈ હતી. જ્યારે બહાદૂરશાહ જફર માર્ગ પર પાંચસો વર્ષ જૂની અબ્દુલ ગની મદરસા, જેનું ક્ષેત્રફળ 11 એકર છે, તેને મુસ્લિમ સંગઠન જમિયતે ઉલેમાને હવાલે કરી દેવાઈ હતી. હાલ આ ઈમારતમાં જમિયતે ઉલેમાનું મુખ્ય કાર્યાલય છે. આ જમીનની કિંમત પાંચસો કરોડ રૂપિયાથી પણ વધારે આંકવામાં આવે છે.

વી.પી.સિંહ સરકારે મુસ્લિમ વોટબેંકમાં ગાબડું પાડવા માટે દિલ્હીના 21 ઐતિહાસિક સ્મારકો પર લઘુમતીઓની ભીડને નમાજ અદા કરવાની આડમાં ગેરકાયદેસર કબજો કરવાની ઉઘાડી છૂટ આપી દીધી હતી. બાદમાં જ્યારે એચ. ડી. દેવગૌડાની સરકાર સત્તામાં આવી તો તેના મંત્રી સી. એમ. ઈબ્રાહીમે મુસ્લિમોને સંરક્ષિત ઐતિહાસિક ઈમારતો પર કબજો કરવા માટે ઉશ્કેરવાના શરૂ કર્યા. દિલ્હીમાં જે ઐતિહાસિક અને પ્રાચીન સ્મારકો પર નમાજીઓએ બળજબરીથી કબજો કર્યો છે, તેમાં કેટલાંક મુખ્ય સ્મારકો છે- મસ્જિદ ખૈરુલ ઈસ્લામ, કોટલા ફિરોજ શાહ મસ્જિદ, અરબદ સરાય, મકબરા સફદરજંગ વગેરે. હાલ જોરબાગ ખાતે દરગાહ શાહ મરદાનની કનાતી મસ્જિદ પર પણ બળજબરીથી કબજો કરવાનો ઘટનાક્રમ ચાલી રહ્યો છે. જ્યારે નવી દિલ્હી નગરપાલિકા અને પોલીસે આ કબજો રોકવાનો પ્રયત્ન કર્યો તો સોનિયા દરબારમાંથી ફરમાન આવ્યું કે આ મામલામાં હસ્તક્ષેપ કરવામાં ન આવે. આ કેવી લોકશાહી અને કેવો સેક્યુલરવાદ છે, જેમાં વોટોના લોભને કારણે સરકારી જમીન અને ઐતિહાસિક સ્મારકો પર ગેરકાયદેસર કબજો કરનારાઓની પીઠ થપથપાવામાં આવે છે? હવે કેન્દ્ર સરકાર 200થી વધારે ઐતિહાસિક સ્મારકોને તમામ નિયમો અને કાયદાઓને તાક પર રાખીને લઘુમતીઓને સોંપવા જઈ રહી છે.
(સાભાર- પાંચજન્ય)