Showing posts with label bjp. Show all posts
Showing posts with label bjp. Show all posts

Monday, 4 July 2011

રાજકારણના તળાવની બે માછલીઓ



રાજીવ સચાન, સૌજન્ય- દૈનિક જાગરણ

એ ગુજરાત સરકાર જ બતાવી શકે છે કે તેમણે ગોધારાની ઘટના બાદ ભડકેલા હુલ્લડોના રેકોર્ડ સુરક્ષિત રાખ્યા છે કે નહીં, પરંતુ એ બધાં જાણે છે કે જ્યારે તેને નષ્ટ કરવાના સમાચાર આવ્યા તો કોંગ્રેસે ભાજપ પર હલ્લો બોલાવી દીધો. તેનાથી ભાજપને કોઈ ફરક પડયો નહીં. તેણે કોંગ્રેસને 1984ના શીખ વિરોધી રમખાણોની યાદ અપાવી દીધી. એવું હંમેશા થાય છે. કોંગ્રેસ જ્યારે પણ ગુજરાતના હુલ્લડોની ચર્ચા કરે છે, તેને ભાજપ તરફથી આ સાંભળવાનું મળે છે કે તે 1984માં ભડકેલા શીખ વિરોધી હુલ્લડો દરમિયાન પોતાની ભૂમિકા યાદ કરે. જો કે આ બંને ઘટનાઓ આ બંને રાષ્ટ્રીય પક્ષોને શરમમાં નાખવા અને એ યાદ દેવડાવનારી છે કે કેવી રીતે 1984માં કેન્દ્રની કોંગ્રેસ સરકાર અને 2000માં ગુજરાતની ભાજપ સરકારે પોતાના રાજધર્મનું પાલન કર્યું નહીં, પરંતુ તેઓ બંને ઘટનાઓની ચર્ચા કરીને ખુદને એકબીજા કરતા શ્રેષ્ઠ જવાબદાર હોવાનો દમ ભરતા રહ્યાં છે. આ આવું એકમાત્ર ઉદાહરણ નથી. ભાજપ જ્યારે પણ એ. રાજા, સુરેશ કલમાડી અને અશોક ચવ્હાણનો ઉલ્લેખ કરીને કોંગ્રેસને ઘેરે છે, તો તે તેને યેદિયુરપ્પાની યાદ અપાવે છે અને ક્યારેક-ક્યારેક તો બિચારા એ બંગારુ લક્ષ્મણની યાદ અપાવે છે કે જેમણે માત્ર એક લાખ રૂપિયા લેવાની લાલચ કરી હતી અને તેના ચક્કરમાં કેમેરામાં કેદ થઈ ગયા હતા. એ. રાજા, સુરેશ કલમાડી, અશોક ચવ્હાણ, યેદિયુરપ્પા અને બંગારુ લક્ષ્મણ ભારતીય રાજકારણમાં ખલનાયક જેવા બની ચુક્યા છે, પરંતુ કોંગ્રેસ-ભાજપ એકબીજાને મ્હાત આપવા માટે આ નેતાઓને યાદ કરે છે.

આ બંને ઉદાહરણ અપવાદ માત્ર નથી. સાચું તો એ છે કે આ બંને રાષ્ટ્રીય પક્ષો કોઈપણ રીતે એકબીજાની ખામીઓ-નબળાઈઓ અથવા જાણ્યે-અજાણ્યે થયેલા ખોટા કાર્યોમાંથી ઊર્જા પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે. આ કોશિશમાં આ બંને પક્ષો દટાયેલા મડદા ઉખાડવામાં પણ સંકોચ કરતા નથી. કાશ્મીરની સમસ્યાની ચર્ચા છેડાવા પર ભાજપ નેહરુની ભૂલોને યાદ કરવા માટે 1947-48માં પહોંચી જાય છે, તો કોંગ્રેસ પણ ભાજપને ઘેરવા માટે દશકો જૂની ઘટનાઓનો ઉલ્લેખ કરવા માટે તૈયાર રહે છે. તે દેશને જણાવે છે કે કેવી રીતે ભાજપના નેતાઓએ દેશની આઝાદીના સંઘર્ષમાં યોગદાન આપ્યું નથી અને મહાત્મા ગાંધીની હત્યા કરનાર નાથૂરામ ગોડસે કેવી રીતે ક્યારેક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલો હતો.

જો ટીવી ચેનલોમાં ચર્ચા દરમિયાન કોંગ્રેસ-ભાજપના નેતાઓ આમને-સામને હોય તો તેમના દ્વારા જમીનમાં દટાયેલા મડદા ઉખેડવાની આશંકા વધી જાય છે. જ્યારે પણ કોઈ નેતા તર્કોથી ખાલી થઈ જાય છે, તો તે એ જ કહે છે કે તે પક્ષને આ મુદ્દા પર બોલવાનો કોઈ અધિકાર નથી, જેણે અમુક-અમુક મામલામાં આવુ કર્યુ હતુ. શું આનાથી મોટી અન્ય કોઈ ત્રાસદી હોઈ શકે કે આપણા રાષ્ટ્રીય પક્ષો પોતાના બચાવમાં એકબીજાના ખોટા કામોને ઢાલ બનાવે? હજી તાજેતરમાં જ્યારે પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધારો થયો અને ભાજપના નેતાઓએ કોંગ્રેસને ઘેરી તો કોંગ્રેસના પ્રવક્તાએ એ આંકડા લઈને સામે આવી ગયા કે એનડીએના શાસન સમયે કેવી રીતે કેટલી વાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવામાં આવ્યા હતા? જ્યારે તમામ કોંગ્રેસી નેતા રામલીલા મેદનમાં બાબા રામદેવના ટેકેદારોને ખદેડવાની ઘટનાને યોગ્ય ઠેરવવાની કોશિશ કરી રહ્યા હતા, ત્યારે તેમાના કેટલાક આ કાર્યવાહીને યોગ્ય ઠેરવવા માટે ન જાણે ક્યારે દિલ્હીમાં થયેલા વકીલો પરના લાઠીચાર્જને યાદ કરી રહ્યા હતા. સ્પષ્ટ છે કે એક પ્રકૃતિની અથવા સમાન પ્રભાવવાળી ઘટનાઓને ઢાલ બનાવવી જરૂરી નથી અને તેને બંગારુ લક્ષ્મણ દ્વારા લેવામાં આવેલી એક લાખની લાંચ અને સુરેશ કલમાડી દ્વારા સેંકડો કરોડો રૂપિયા અને એ. રાજા દ્વારા હજારો કરોડ રૂપિયાની ગોલમાલથી સમજી શકાય છે. સુરેશ કલમાડી અને એ. રાજાએ જે કંઈ કર્યું તેની સામે બંગારુ લક્ષ્મણનું કામ તો પાવલીની ચોરી જેવું હતું, પરંતુ કોંગ્રેસ કોઈપણ પ્રકારના સંકોચ વગર કલમાડી અથવા રાજના મુકાબલે બંગારુ લક્ષ્મણને ઉભા કરે છે. નેપાળથી અપહ્રત કરી કંધાર લઈ જવાયેલા ભારતીય વિમાનના બંધકોને બચાવવા માટે આતંકવાદીઓને મુક્ત કરવા અને સંસદ હુમલાના દોષિત ઠેરવાયેલા આતંકવાદી અફઝલને ફાંસી ન આપવા માટે દરેક સંભવ જતન કરવામાં ક્યાંય પણ કોઈ સામ્ય નથી. પરંતુ ભાજપ કોંગ્રેસ પર જ્યારે જ્યારે એ તહોમત લાગાવે છે કે તે આતંકવાદીઓ સાથે નિપટવામાં નરમાશ દેખાડે છે, ત્યારે ત્યારે કોંગ્રેસી એ ચાર આતંકવાદીઓને તેમની સામે ઉભા કરી દે છે, જેમને બંધકોના બદલમાં છોડવા પડયા હતા. 

ભાજપ અને કોંગ્રેસ એકબીજાની કમજોરીઓને ઉજાગર કરતી વખતે માત્ર કુતર્ક જ નથી કરતાં, પરંતુ ખુદને શ્રેષ્ઠ પણ બતાવતા હોય છે. આ સિવાય તેઓ એ છૂટ હાસિલ કરવાની કોશિશ પણ કરી રહ્યાં હોય છે કે તમારા ખોટા કામના આધારે અમને પણ ખોટું કામ કરવાનો અધિકાર પ્રાપ્ત છે. આ કંઈક એવું છે કે જેમ કોઈ મહિલા માત્ર એટલા માટે પોતાના પતિને મારવા લાગે, કારણ કે તેની પડોસણ આમ કરે છે. આ બંને પક્ષોએ ઘમાં એવા કામ કર્યા છે કે જે ખોટા હતા, પરંતુ ભૂતકાળમાં ઉપલબ્ધ ઉદાહરણો તેમની આડ બન્યા છે. બંને પક્ષોના રંગ-ઢંગ જે કંઈ બતાવી રહ્યાં છે, તે એ છે કે તેઓ એકબીજાની આડ લઈને ખાડામાં જઈ રહ્યાં છે અને રાજકીય પરિદ્રશ્યને દૂષિત પણ કરી રહ્યાં છે. સત્તામાં રહેતી વખતે પોતાના અધિકારોનો દુરુપયોગ કરવો અને ભ્રષ્ટાચારને સંરક્ષણ આપવામાં બંને પક્ષો એક જેવા જ દાગદાર છે. પરંતુ બંને એવું પ્રગટ કરે છે કે તેમના જેવા નેક અને નૈતિકતાવાદી અન્ય કોઈ નથી. નિશંક કોંગ્રેસ અને ભાજપ એક જેવા નતી અને તેને કારણે બંને પક્ષોના સંચાલનનો ઢાંચો અલગ છે, પરંતુ એકબીજાના ખોટા કામોને પોતાના માટે ઢાલ તરીકે ઉપયોગ કરવામાં તેમના બંનેનો કોઈ હરીફ નથી. શું એ વાતમાં હવે કોઈ સંકોચ છે કે તળાવ રૂપી ભારતીય રાજકારણને હવે બે માછલીઓ ગંદું કરી રહી છે?

(રાજીવ સચાન દૈનિક જાગરણના એસોસિએટ એડીટર છે)

Sunday, 26 June 2011

કોંગ્રેસ-ભાજપમાં શ્રેષ્ઠ કોણ?


આશુતોષ, મેનેજિંગ એડીટર, આઈબીએન-7, સૌજન્ય- લાઈવ હિંદુસ્તાન વેબસાઈટ

એ સવાલ હંમેશાથી જ ઉઠે છે કે કોંગ્રેસ અને ભાજપમાં શ્રેષ્ઠ કોણ છે? જવાબ આપવો હંમેશા મુશ્કેલ હોય છે. કોંગ્રેસ આઝાદીની લડાઈમાંથી નીકળેલી પાર્ટી છે. આઝાદી બાદ રાષ્ટ્ર નિર્માણમાં તેની ભૂમિકા છે. જવાહરલાલ નેહરુના સેક્યુલર-ડેમોક્રેટિક-પોલિટિક્સે આ દેશને પાકિસ્તાન બનતો બચાવી લીધો. ભાજપ આ દાવો કરી શકે તેમ નથી. આઝાદીની લડાઈ સમયે ભાજપ હતું જ નહીં. આરએસએસ હતું.

ગાંધીજીની હત્યા બાદ લાગેલા પ્રતિબંધથી આરએસએસને રાજકીય પક્ષનું મહત્વ સમજમાં આવ્યું અને જનસંઘનો ઉદય થયો. શ્યામા પ્રસાદ મુખર્જી અને ત્યાર બાદ દીનદયાળ ઉપાધ્યાયે પાર્ટીની બાગડોર સંભાળી. હિંદુવાદમાં લપેટાયેલો ઉગ્ર-રાષ્ટ્રવાદ જનસંઘની ઓળખ બન્યો. કેડર આધારીત પાર્ટી થયા બાદ પણ તેનો જનાધાર સીમિત હતો.

કટોકટીએ જનસંઘને દેશની રાજનીતિના કેન્દ્રમાં લાવવામાં મદદ કરી. પરંતુ ભાજપનો અસલી ઉભાર અયોધ્યા આંદોલન વખતે દેખાયો. બોફોર્સની માર, મંડલ અને મંદિર પર સ્પષ્ટ સ્ટેન્ડ ન લેવાની લાચારી અને લચર નેતૃત્વે કોંગ્રેસને કેન્દ્રની સત્તાથી દૂર કરી દીધી અને ભાજપ પહેલીવાર કેન્દ્રમાં સરકાર બનાવવામાં કામિયાબ થયું. ત્યાર બાદથી જ દેશમાં દ્વિધ્રુવીય રાજનીતિની શરૂઆત થઈ.

દેશની રાજનીતિના એક ધ્રુવની આગેવાની કોંગ્રેસ પાસે અને બીજા ધ્રુવની આગેવાની ભાજપ પાસે રહી. પરંતુ નવી આર્થિક નીતિએ બંને મુખ્ય પક્ષો વચ્ચેના વૈચારીક અંતરને ઓછું કરી દીધું. આજે ભાજપ અને કોંગ્રેસમાં કોઈ ખાસ ફરક દેખાતો નથી. ન તેમના નેતાઓના આચરણમાં અને ન તેમની નીતિઓના સ્તરમાં કોઈ ફરક દેખાઈ રહ્યો છે. નહીંતર એક જમાનો હતો, કોંગ્રેસ સમાજવાદનો ઢોલ પીટતી હતી અને ગુટનિરપેક્ષતા આંદોલનની આગેવાન હોવા છતાં તે સોવિયત સંઘ સાથે ઘણો ધરોબો ધરાવતી હતી.

જનસંઘ અને ભાજપને ત્યારે આર્થિક રીતે ખુલ્લા બજારવાદની ટેકેદાર ગણાવાતા હતા અને તે અમેરિકા સાથે નજીકના સંબંધોની તરફેણ કરતા હતા. સમાજવાદના ખાત્માની સાથે જ કોંગ્રેસ પણ આર્થિક ઉદારવાદના ખોળામાં બેસી ગઈ. મનમોહન સિંહના સૌજન્યથી દેશમાં બજારવાદનનો પવન વહેવા લાગ્યો. આરએસએસને તમામ સ્વદેશી આંદોલન છતાં અટલ બિહારી વાજપેયીના છ વર્ષના શાસનમાં દેશ ઉદારીકરણના રસ્તાથી સહેજ પણ ભટક્યો નહીં. ક્યારેક-ક્યારેક તો એ લાગતું હતું કે કોંગ્રેસ પણ જો 1998થી 2004 સુધી કેન્દ્રમાં સત્તામાં રહેત, તો આર્થિક નીતિઓમાં કોઈ નવી વસ્તુ જોવા મળત નહીં.

ધ્યાનથી જોવામાં આવે તો સેક્યુલારિઝમ સિવાય માત્ર એક અંતર બંનેમાં નજરે પડે છે. ભાજપ કોંગ્રેસની સરખામણીએ વધારે લોકતાંત્રિક પાર્ટી દેખાય છે. નેહરુ-ગાંધીના વારસાને કારણે કોંગ્રેસમાં જે પ્રકારની આંતરીક લોકશાહી હોવી જોઈએ, તેમા સ્પષ્ટપણે કમી નજરે પડે છે.

આઝાદીના 63 વર્ષો બાદ પણ પાર્ટી નેહરુ-ગાંધીની મોહતાજ છે. સોનિયા ગાંધીએ કોંગ્રેસની બાગડોર સંભાળી ન હોત, તો કદાચ કોંગ્રેસનું આજે કોઈ નામ પણ લેનારું ન હોત. નરસિંહ રાવ અને સીતારામ કેસરીએ પાર્ટીની અધોગતિ કરી દીધી હતી અને પાર્ટી એટલી હદે કમજોર થઈ ગઈ કે આજ સુધી કેન્દ્રમાં એકલા હાથે સરકાર બનાવવાનું વિચારી શકી નથી.

સોનિયા પર નિર્ભરતાએ પાર્ટીને કેન્દ્રમાં વાપસીમાં મદદ તો કરી, પરંતુ તેને હંમેશા માટે પંગુ પણ બનાવી દીધી. તમામ મોટા નેતાઓ હોવા છતાં પણ પાર્ટી રાહુલ ગાંધીમાં પોતાના આગલા નેતા અને વડાપ્રધાન જોવા માટે બાંધ્ય છે. પાર્ટીમાં આંતરીક ચૂંટણી સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગઈ છે. એક વખત હતો, જ્યારે કોંગ્રેસ કાર્યકારિણીના સભ્યો ખુલ્લી ચૂંટણીઓ દ્વારા ચૂંટાતા હતા, આજે આ પરંપરા ખતમ થઈ ગઈ છે. કાર્યકારિણી માટે નેતા ઈલેક્ટ નહીં, સિલેક્ટ થાય છે. મુખ્યમંત્રીની ચૂંટણી ધારાસભ્યો નહીં, હાઈકમાન્ડ કરે છે.

ભાજપ આ મામલામાં અત્યાર સુધી ખુશકિસ્મત માની શકાય છે. પાર્ટી એક પરિવારના સહારે નથી. ત્યાં કોઈપણ સામાન્ય કાર્યકર્તા પાર્ટીના અધ્યક્ષ બનવાનો ખ્વાબ પાળી શકે છે અને દેશના વડાપ્રધાન પણ બની શકે છે. તેમને ત્યાં કોઈ એક નેતાનો આદેશ ચાલતો નથી. વરિષ્ઠ નેતાઓ સાથે બેસીને નિર્ણયો કરે છે.

લાલકૃષ્ણ અડવાણી જેવા વરિષ્ઠ નેતાએ પણ, ભલે આરએસએસના દબાણમાં જ સહી, પાર્ટીના અધ્યક્ષ અને વિપક્ષના નેતાનું પદ છોડવું પડે છે. પાર્ટીમાં વિકસિત થયેલા અરુણ જેટલી અને સુષ્મા સ્વરાજ જેવા લોકો વડાપ્રધાન બનાવાના સપના જોઈ શકે છે. તેના માટે તેમને પોતાની કાબેલિયત સાબિત કરવાની રહેશે. રાહુલ ગાંધીની જેમ પરિવારમાં જન્મ લેવો તે એકમાત્ર યોગ્યતા નથી.
મનમોહન સિંહના હોવા છતાં હું એ કહેવાની ગુસ્તાખી કરી શકુ કે કોંગ્રેસમાં કોઈ નીતિન ગડકરી પણ હોઈ શકે છે, તેમા મને શંકા નથી. મનમોહન સિંહને હું અપવાદ માનુ છુ. હું ત્યારે કોંગ્રેસને દાદ આપીશ, જ્યારે રાહુલ ગાંધીના હોવા છતાં પાર્ટી આગામી ચૂંટણીમાં અન્ય કોઈ નેતાને વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરે. કહેનારા એ કહી શકે કે ભાજપમાં આરએસએસના ઈશારા વગર પાંદડુ પણ હલતુ નથી.

પરંતુ આરએસએસ પોતાની તમામ ખામીઓ છતાં પાર્ટીના રોજિંદા કામોમાં હસ્તક્ષેપ કરતું નથી, જ્યારે કોંગ્રેસમાં રોજિંદા નિર્ણયો નેહરુ-ગાંધી પરિવારના ઈશારા વગર થઈ શકતા નથી. આરએસએસ ભાજપ પર નિયંત્રણ રાખે છે, આ સચ્ચાઈ છે, પરંતુ તેનું નિયંત્રણ વૈચારીક છે, જ્યારે કોંગ્રેસમાં નેહરુ-ગાંધી પરિવાર દરેક જગ્યાએ, દરેક વખતે હાજર છે.

સોનિયા ગાંધીએ કોંગ્રેસમાં નવી ઊર્જાનો સંચાર કર્યો, રાહુલની હાજરી પાર્ટીમાં શક્તિ આપે છે. નેહરુ-ગાંધી પરિવારને કારણે પાર્ટીમાં ભાજપ કરતાં ઘણું વધારે અનુશાસન છે, જૂથબંધી પર અંકુશ છે. જ્યારે ભાજપમાં આરએસએસની હાજરીમાં પણ અનુશાસનની કોઈ ગેરેન્ટી નથી. એક સર્વમાન્ય નેતાની ગેરહાજરીએ ભાજપને જૂથબાજીનું પર્યાય બનાવી દીધું છે. સુષ્મા, જેટલી, વેંકૈયા, રાજનાથ, અનંત કુમાર, મુરલી મનોહર જોશી, નરેન્દ્ર મોદી તમામ એકબીજાથી નિપટવામાં લાગેલા છે. પાર્ટીના અધ્યક્ષ નીતિન ગડકરીને પણ ગોપીનાથ મુંડેનો ડર લાગે છે.

શીર્ષસ્થ સ્થાનો પર જનાધારવિહીન નેતાઓએ કબજો જમાવી દીધો છે. અને આ નેતા દિવસભર જનાધારવાળા નેતાઓને બરબાદ કરવામાં લાગેલા રહે છે. કલ્યાણ સિંહ, ઉમા ભારતી, બાબુલાલ મરાંડી, શંકર સિંહ વાધેલા, વસુંધરા રાજે સિંધિયા અને હવે ગોપીનાથ મુંડે તેના ઉદાહરણ છે. વળી વૈચારીક સ્તર પર ભાજપ લઘુમતીઓને સુરક્ષાની ગેરેન્ટી આપી શકતું નથી. ગુજરાતના હુલ્લડો દિલમાં દહેશત ભરી રહ્યાં છે. તેવામાં કોંગ્રેસના સેક્યુલારિઝમ અને અનુશાસન પર જો પરિવારવાદનો ડાઘ છે, તો ભાજપમાં આંતરીક લોકતંત્ર અને ખુલ્લાપણા પર કોમવાદ તથા જૂથબાજીના નાગ ફેણ ચઢાવીને બેઠા છે. તેવામાં શ્રેષ્ઠ કોણ તે નિર્ણય આમ આદમી પર જ છોડી દેવો જોઈએ.
(આ લેખકના વ્યક્તિગત વિચારો છે.)

Saturday, 25 June 2011

એક સાધ્વીની રાજકીય પરિક્રમા



શોરબકોર વચ્ચે ઉમા ભારતીની ભાજપમાંથી વિદાય અને ત્યાર બાદ સાદગીભર્યા આયોજનમાં પાર્ટીમાં તેમના પુનરાગમનની યાત્રા સંદર્ભે જણાવી રહ્યાં છે, બૃજેશ સિંહ, સૌજન્ય- તહેલકા હિંદી

ઉમાનું આખું જીવન માનવીય સંસારના વિભિન્ન રંગોથી તરબતર છે. આઠ વર્ષની ઉંમરમાં ભાજપ સાથે જોડાનાર ઉમા ધર્મ અને રાજનીતિની ઘાલમેલ તથા ધર્મની શક્તિ તથા તેની મર્યાદાઓનું સૌથી વધારે બંધબેસતુ ઉદાહરણ છે. ટીકમગઢના એક લોધ પરિવારમાં જન્મેલી ઉમા રાગિની ભારતીએ જ્યારે ખૂબ નાની ઉંમરમાં જ ધાર્મિક પ્રવચન આપવાની શરૂઆત કરી તો અપેક્ષકૃત સ્ત્રી વિરોધી ગણાનાર બુંદેલખંડી સમાજ નતમસ્તક થઈ ગયો. જે ઉંમરમાં બાળકો ભણવા-ગણવાની શરૂઆત કરે છે, તે સમયે તેઓ રામાયણ અને ગીતા સહીત અન્ય ઘર્મગ્રંથોને કંઠસ્થ કરીને જનતા સામે તેનો મર્મ સમજાવી રહ્યાં હતા. આ બાળકીની ચારેતરફ એવી ખ્યાતિ થઈ કે તે જ્યાં પણ જતી તેને જોવા અને સાંભળવા માટે લાખોની સંખ્યામાં ભીડ આવતી હતી. તે સમયે આ બાળકી પર ગ્વાલિયર ઘરાનાની રાજમાતા વિજયરાજે સિંધિયાની નજર પડી. અહીં ધર્મસત્તાનો રાજનીતિ અને રાજસત્તા સાથે મેળ થયો. આ વિલક્ષણ બાળકી હવે પોતાના રાજકીય ગુરુના સંરક્ષણમાં હતી. સમયનું પૈંડુ ઘૂમતું ગયું અને પ્રવચન આપનારી છોકરી ધીરેધીરે રાજકીય ભાષણ આપવા લાગી. 25 વર્ની ઉંમરમાં મધ્ય પ્રદેશની ખજૂરાહો લોકસભા બેઠક પરથી ચૂંટણી લડીને ઉમાએ પહેલીવાર ઔપચારીક રીતે ચૂંટણીની રાજનીતિમાં ડગ માંડયા. જો કે તે સમય ઈન્દિરા ગાંધીની હત્યા બાદનો હતો. માટે કોંગ્રેસ પ્રત્યે ઉપજેલી સહાનુભૂતિની લહેરમાં ઉમાની નવીસવી રાજકીય નાવ ડૂબી ગઈ. બાદમાં તે જ ખજૂરાહોની જનતાએ તેમને સતત ચાર વખત સંસદમાં મોકલ્યા. ત્યાર બાદ ઉમાએ રાજધાની ભોપાલની દિશા લીધી. અહીંથી ચૂંટણી લડયા અને જીત્યા.

ધર્મ અને રાજનીતિના ઘાલમેલનું વ્યક્તિ તરીકેનું સૌથી વધારે બંધબેસતુ ઉદાહરણ ઉમા છે, તો પાર્ટી તરીકે ભાજપ

ધર્મ અને રાજનીતિની ઘાલમેલનું વ્યક્તિ તરીકે સૌથી વધારે બંધબેસતુ ઉદાહરણ ઉમા છે, તો પાર્ટી તરીકે ભાજપ. જો કે 90ના દશકમાં પાર્ટીનો એકમાત્ર એજન્ડા રામ અને અયોધ્યા હતો, માટે ત્યાં ઉમાની એક મોટી ભૂમિકા હોવી નક્કી હતી. અડવાણી અને બાકીના નેતાઓની આશાઓ પર પાંચ વર્ષની ઉંમરથી રામ નામ જપનારી ઉમા બિલકુલ ખરી ઉતરી હતી. ભગવા વસ્ત્રોવાળી ઉમાએ જ્યારે અન્ય નેતાઓ સાથે મળીને અયોધ્યામાં એક ધક્કા ઔર દો બાબરી મસ્જિદ તોડ દો-નું સૂત્ર આપ્યું તો ઉન્માદી ભીડે તેનું અક્ષરશ પાલન કર્યું. એક તરફ મસ્જિદનો ઢાંચો જમીનદોસ્ત થયો, બીજી તરફ ઉમા અને ભાજપનું રાજકીય કદ ઉપર જઈ રહ્યું હતું. ઉમાના જીવનનો આ ટર્નિંગ પોઈન્ટ હતો. હવે ઉમા માત્ર ઉમા ન હતા, પરંતુ અયોધ્યા આંદોલન ફિલ્મના મુખ્ય પાત્ર પણ હતા. સ્પષ્ટ હતું કે જ્યાં જ્યાં પણ આ ફિલ્મ ના પોસ્ટર લાગ્યા હતા, તેમાં અડવાણી સાથે ઉમા પણ હતા. ફિલ્મ હિટ થઈ ગઈ. ફિલ્મના પ્રોડયુસર અને ડાયરેક્ટર તેમને વધુ મોટો રોલ આપવા ઈચ્છતા હતા. બીજી તરફ ઉમાને અહેસાસ થઈ ગયો હતો કે તે કોઈ નાની-મોટી અદાકાર નથી. આત્મવિશ્વાસમાં વધારે જોડાવાની શરૂઆત થઈ ચુકી હતી. ત્યાર બાદ બનનારી એનડીએ સરકારમાં ઉમાએ માનવ સંસાધન, પર્યટન, યુવા અને ખેલ તથા કોલસા મંત્રાલય સંભાળ્યું હતું. પોતાની રાજનીતિની શરૂઆત ઉમાએ કેન્દ્રમાંથી કરી.

બીજી તરફ મધ્ય પ્રદેશમાં દિગ્વિજય સિંહ દસ વર્ષથી મુખ્યમંત્રી બનેલા હતા. જનતામાં સડક, વીજળી, પાણી આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રમાં નકારાત્મક વિકાસને કારણે રોષ હતો, તેના કારણે તેમની વિરુદ્ધ એક મજબૂત સત્તા વિરોધી લહેર હતી. પરંતુ ભાજપમાં એવો કોઈ નેતા ન હતો, જે દિગ્ગી રાજાની આ કમીને પોતાની તાકાત બનાવી શકે. મધ્ય પ્રદેશમાં પાર્ટીએ દિગ્ગીને હરાવવા માટેની જવાબદારી પોતાના એવા નેતાને આપી કે જેમને ક્યારેક દિગ્ગી પણ પગે લાગતા હતા. વરિષ્ઠ રાજકીય વિશ્લેષક એન. ડી. શર્મા કહે છે કે જ્યારે ઉમા ભારતીને હાઈકમાન્ડે રાજ્યમાં મોકલ્યા તો ધીમા અવાજે કેટલાંક લોકોએ તેનો વિરોધ કર્યો હતો. રાજ્યમાં હંમેશા એક વર્ગ એવો હતો જે ઉમાનો વિરોધી રહ્યો. પરંતુ જો કે ઉમાને દિલ્હીથી મોકલવામાં આવ્યા હતા, માટે આ નેતાઓએ આ નિર્ણયને સ્વીકાર્યો હતો.

માનવ સંસાધન મંત્રાલયમાં રાજ્ય મંત્રી રહેલા ઉમાએ રાજ્યના માનવ સંસાધનને એવી રીતે મેનેજ કર્યું કે દિગ્ગી રાજાના પગ નીચેથી ધરતી ખસી ગઈ. ધર્મનિરપેક્ષતાની દુહાઈ આપનારા રાજા એક ભગવા મહિલાના હાથે પરાજીત થઈ ચુક્યા હતા. આટલી મોટી જીત બાદ ઉમાએ મુખ્યમંત્રી તો બનવાનું જ હતું. સાધ્વીના સ્વર્ણિમ યુગનો પ્રારંભ થઈ ચુક્યો હતો, પરંતુ તેમની ઉંમર ગર્ભમાં પાળનારા બાળક જેટલી જ હતી. માત્ર નવ માસમાં આ યુગને અનિશ્ચિતકાળ માટે ગ્રહણ લાગવાનું હતું. ઉમા એક તરફ જીતના જશ્નમાં મગન હતી, ત્યારે બીજી બાજુ સપાટી નીચે કંઈક બીજું જ ઘટી રહ્યું હતું. તેની ખબર ઉમાને પહેલેથી હતી, પરંતુ તેમણે તેની અસર ઓછી આંકી હતી. ઉમાએ ખુદ એ વાતનો સ્વીકાર કર્યો છે કે વર્ષ 1996 ભાજપના જીવનમાં એક નિર્ણાયક વળાંકનું હતું. 13 દિવસની સરકારમાં રાજકીય મેનેજરો તથા પાર્ટી માટે નાણાંની ઉઘરાણી કરનારાઓ માત્ર મજબૂત જ ન હતા થયા, પરંતુ તેઓ પાર્ટી અને વરિષ્ઠ નેતાઓને દિશાનિર્દેશ પણ આપવા લાગ્યા હતા.

મુખ્યમંત્રી બનતા પહેલા ઉમા જ્યારે કેન્દ્રની રાજનીતિમાં હતા, તો તેમણે આવા લોકો વિરુદ્ધ મોરચો પણ ખોલ્યો હતો. જેવું ઉમા જણાવ છે કે આ સંદર્ભે તેમણે અડવાણીને પણ કહ્યું હતું કે દાદા તમે આજે એવા લોકોની સંગતમાં છો કે જે તમારા સ્વભાવની બિલકુલ વિપરીત છે. પોલીટિકલ અને ફ્રંટ મેનેજરોને આની જાણ થઈ ગઈ હતી. સ્પષ્ટ છે કે તેઓ આનાથી નારાજ થયા. પરંતુ અયોધ્યા આંદોલનથી નીકળેલી ઉમાને પાઠ ભણાવવો તેમના વશની વાત ન હતી. ક્યારેક કોલસા મંત્રાલયમાં રાજ્ય મંત્રી રહેલા ઉમા ભારતીએ મુખ્યમંત્રી બન્યા બાદ રાજ્યમાં કાળા કારનામા કરનારાઓ પર ગાળિયો કસવાનું શરૂ કર્યું. આ ગાળિયાની પકડમાં માત્ર કોંગ્રેસી જ નહીં, પરંતુ ભાજપના લોકો પણ આવ્યા.

મધ્ય પ્રદેશમાં પક્ષ અન વિપક્ષ વચ્ચે અદભૂત જુગલબંધી ચાલી રહી હતી, પરંતુ ઉમા ભારતીના મુખ્યમંત્રી બન્યા બાદ ખેલ બગડવા લાગ્યો.

ઉમાએ મુખ્યમંત્રી બનતા પહેલા મધ્ય પ્રદેશની રાજનીતિમાં કમાલનું મેનેજમેન્ટ હતું. શર્મા કહે છે કે ઉમાના આવતા પહેલા બંને મુખ્ય પક્ષો અર્થાત કોંગ્રેસ અને ભાજપે એક એવી સિસ્ટમ વિકસિત કરી હતી કે જેના આધારે બંને મળીને રાજ્યને લૂંટતા હતા. વિપક્ષ જેવી કોઈ વસ્તુ ન હતી. વિપક્ષ સત્તાપક્ષને છેડતો ન હતો અને ન તો તેમના કાળા કરતૂતો સામે એટલું બોલતો હતો કે કોઈ સાંભળી લે. તેના બદલામાં સત્તાપક્ષ વિપક્ષને એ સુવિધાઓ આપતો હતો કે જે તેને ખુદને હાસિલ હતી. આ અદભૂત સમાજવાદમાં બધાં મજાથી ખાઈ-કમાઈ રહ્યાં હતા. કોઈને કોઈનાથી ભય ન હતો. પક્ષ અને વિપક્ષ વચ્ચે આ પ્રકારની આપરાધિક સંમતિની પરંપરા 90ના દશકમાં અર્જુન સિંહના કાર્યકાળમાં શરૂ થઈ હતી. તેમના સુંદરલાલ પટવા સાથે હંમેશા સારા સંબંધ રહ્યાં હતા. જ્યારે પટવા મુખ્યમંત્રી બન્યા તે દરમિયાન શ્યામા ચરણ શુક્લ વિરોધ પક્ષના નેતા હતા. પરંતુ વિધાનસભામાં કોંગ્રેસના મોટાભાગના ધારાસભ્યો અર્જુન સિંહ કેમ્પમાંથી હતા. પટવાની સરકાર બાબરી મસ્જિદના ધ્વંસ બાદ ભલે બરખાસ્ત થઈ ગઈ, પરંતુ જ્યાં સુધી તેઓ મુખ્યમંત્રી રહ્યાં અર્જુન સિંહે તેમને ગૃહમાં કોઈપણ અસુવિધા થવા દીધી નહીં. દિગ્વિજય સિંહના બીજા કાર્યકાળમાં બાબૂલાલ ગૌર વિરોધ પક્ષના નેતા હતા. ગૌરના દિગ્ગી સાથે સારા સંબંધ હતા, અર્જુન સિંહ, કમલનાથ સહીત કોંગ્રેસના અન્ય નેતાઓ સાથે પણ તેમને સારું બનતું હતું. બાદમાં જ્યારે તેઓ મુખ્યમંત્રી બન્યા તો તેમના આ વ્યવહારને કારણે ભાજપના નેતાઓ કહેવા લાગ્યા હતા કે તેઓ ભાજપની સરકારના કોંગ્રેસી મુખ્યમંત્રી છે.

પક્ષ અને વિપક્ષ વચ્ચેની આ અદભૂત જુગલબંધી ઠીક-ઠાક ચાલી રહી હતી કે ઉમા ભારતી વચ્ચે આવી ગયા. તેમણે ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની શરૂ કરી દીધી. સૌથી પહેલા તેમણે સહકારિતાના ભ્રષ્ટાચાર પર નિશાન સાધ્યુ, જે લાંબા સમયથી કોંગ્રેસીઓના કબ્જામાં હતા. ઉમાના કાર્યકાળમાં સહકારિતા મંત્રી હતા ગોપાલ ભાર્ગવ. ભાર્ગવે તપાસમાં ઝડપ દેખાડી અને ઝડપથી અર્જુન સિંહના એક નજીકના નેતાને જેલમાં જવાનો વખત આવી ગયો. ભાર્ગવ પર કેટલાંક નેતાઓએ મામલો કોલ્ડ બોક્સમાં નાખવા માટે દબાણ બનાવવાનું શરૂ કરી દીધું, પરંતુ ઉમા પાસેથી આ મામલે ગ્રીન સિગ્નલ મેળવી ચુકેલા ભાર્ગવ તેના માટે તૈયાર ન હતા. ત્યારે 1994ના હુબલી હુલ્લડ મામલામાં એક ધરપકડ વોરંટ ઉમા વિરુદ્ધ જારી થાય છે. કેન્દ્રથી લઈને રાજ્ય સુધી ઉમાથી ખાર ખાનારા નેતાઓ માટે ઉમાથી નિપટવાનો આ એક મોટો મોકો હતો. દિલ્હીથી લઈને ભોપાલ સુધી ઉમાની રાજકીય હત્યાની સાજિશ રચાવા લાગી. ઉમાને સમજાવવામાં આવ્યું કે તેઓ કેટલાંક સમય માટે પોતાનું પદ છોડી દે અને જેવા તેઓ મામલામાંથી બરી થશે, તેમને ફરીથી મુખ્યમંત્રી બનાવી દેવામાં આવશે. ક્યારેક કેન્દ્રમાં ખેલ રાજ્ય મંત્રી રહેલા ઉમા ભારતી પોતાની જ પાર્ટીના નેતાઓનો ખેલ સમજી શક્યા નહીં. તેમણે રાજીનામું આપી દીધું.

ઓગસ્ટ, 2004નો તે દિવસ ઉમાના જીવનનો એક ટર્નિંગ પોઈન્ટ હતો. આ દિવસે તેઓને અનિશ્ચિતકાળ માટે સત્તામાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. મામલામાંથી મુક્ત થઈને જ્યારે તેમણે મુખ્યમંત્રી પદની માગણી કરી તો તેમને નિરાશા હાથ લાગી. તેમના વિરોધીઓએ પોતાની ચાલ ચાલી નાખી હતી. તેમણે પહેલા બાબૂલાલ ગૌરને મુખ્યમંત્રી બનાવ્યા પછી શિવરાજને સ્થાપિત કરી દીધા. ભાવુક અને લાગણીશીલ ઉમા માટે આ બધું સહન કરી શકવું અસંભવ થઈ ગયું. પીડા જ્યારે હદથી વધી ગઈ તો તેમણે વ્યવહારને હિંસક અને અશોભનીય બનાવી દીધો. ઉમાએ એક-એક કરીને કેન્દ્ર અને રાજ્યના તમામ મોટા નેતાઓને ઘઘલાવાનું શરૂ કરી દીધું. ગૌર જ્યારે મુખ્યમંત્રી હતા તો તેમણે એક જાહેરસભામાં ગૌર પર દુરાચારી અને વ્યભિચારી હોવાનો આરોપ લગાવી દીધો હતો.

ઉમાને એ ખબર હતી કે આ ષડયંત્રની રચના દિલ્હીમાં થઈ હતી. તેમને માટે પીડાની સૌથી વધારે વાત એ હતી કે આખરે અટલ અને અડવાણી તેમની વિરુદ્ધ થયેલા ષડયંત્રમાં કેવી રીતે ભાગીદાર બની ગયા. આ અસહ્ય પીડા તે દિવસે ખુલીને તેમની જીભ પર આવી ગઈ જ્યારે અડવાણી ભાજપના મોટા નેતાઓ સાથે બેઠક કરી રહ્યાં હતા. આ બેઠકમાં તેઓ અડવાણી સાથે ઝગડી પડયા અને નારાજ થઈને મીટિંગની બહાર નીકળી ગયા. જતા-જતા કહી ગયા કે અડવાણીજી મારા આ વ્યવહાર માટે તમે મારી સામે કાર્યવાહી કરો. સમગ્ર મીડિયા સામે થયેલી આ ઘટના બાદ ઉમા પાર્ટીમાંથી સસ્પેન્ડ થઈ ગયા. મે-2005માં સંઘના દબાણમાં ઉમાનું સસ્પેન્શન પાછું ખેંચવામાં આવ્યું. પરંતુ ફરી એકવાર ભોપાલમાં થયેલા વિધાયક દળની મીટિંગમાં શિવરાજને મુખ્યમંત્રી બનાવવાના પ્રસ્તાવનો વિરોધ કરીને તેઓ મીટિંગની બહાર ચાલ્યા ગયા. આ વખતે તેમના વિરોધીઓ તેમને પાર્ટીમાંથી કાઢવામાં સફળ રહ્યાં.
ત્યાર બાદ ઉમા ભોપાલથી અયોધ્યા સુધી રામરોટી યાત્રા પર નીકળી પડયા. શર્મા તે દિવસોને યાદ કરતાં કહે છે કે તેઓ જ્યાં જતા ત્યાં દરેક જગ્યાએ લોકોની ભીડ ઉમડી પડતી હતી. દરેક જગ્યાએ બાળકો, વૃદ્ધો, યુવાનો અને મહિલાઓ તેમને પગે લાગતા અને તેમને જોવા માટે દોડી આવતા હતા.

જાણકારો પ્રમાણે, લોકોના આ જનસેલાબે ઉમાની અંદર એવો ભાવ ભરી દીધો કે ભાજપે તેમને તેમની શરતો પર પાછા લેવા પડશે. પરંતુ જ્યારે લાંબા ઈન્તજાર બાદ પણ આવું થયું નહીં, તો તેમણે ભારતીય જનશક્તિ પાર્ટી બનાવી લીધી. ઉમાને સંપૂર્ણ વિશ્વાસ હતો કે વિશાળ ભીડ રામરોટી યાત્રામાં તેમની એક ઝલક મેળવવાલ માટે બેતાબ છે તે તેમને જરૂરથી વોટ આપશે. ઉમાને એ વિશ્વાસ હતો કે યા તો તેઓ ભાજપને લોઢાના ચણા ખવડાવશે જેના કારણે તેમને પાર્ટીમાં ફરીથી સ્વીકારવા પડે અથવા તેઓ રાજ્યમાં ભાજપના વિકલ્પ બનીને ઉભરશે. પરંતુ અહીં જ તેઓ ચૂંટણીના રાજકારણને સમજવામાં ભૂલ કરી ગયા. દર્શન કરવા આવેલી જનતાએ સાધ્વી પાસેથી આશિર્વાદ તો લીધો, પરંતુ બદલામાં પોતાના વોટની શ્રદ્ધા તેમને અર્પિત કરી નહીં. ઉમા ચૂંટણીઓમાં હારતા રહ્યાં. એક વખત એવો આવ્યો કે આ કરિશ્માઈ નેતા પોતાની બેઠક સુદ્ધા જીતી શક્યા નહીં. ભાજપને છોડીને જે નેતાઓ તેમની સાથે ગયા હતા, તેઓ પણ એક પછી એક ભાજપમાં પાછા જતાં રહ્યાં. ત્યાર બાદ ભાજપમાં પાછા ફરવાનો એકમાત્ર વિકલ્પ તેમની પાસે બાકી રહ્યો હતો. 

વિશ્લેષકો એ વાત પર એકમત છે કે ઉમાએ પોતાની ક્ષમતાને વધુ આંકી લીધી હતી. ઉમા ક્યારેક કહેતા હતા કે તેઓ ભાજપ પાસે નહીં જાય, પરંતુ ભાજપ તેમની પાસે આવશે. હવે આ તો તેઓ જ બતાવી શકશે કે આ વખતે કોણ કોની પાસે ગયું હતું. એ જગજાહેર છે કે રાજ્યથી લઈને કેન્દ્ર સુધી કોઈપણ મોટા નેતા ઉમાની વાપસીના પક્ષમાં નથી, પરંતુ સંઘના દબાણ અને ગડકરીના ઉમા પ્રત્યેના શ્રદ્ધાભાવને કારણે તેઓ પાછા આવ્યા છે. વરિષ્ઠ રાજકીય વિશ્લેષક ગિરિજાશંકર કહે છે કે ઉમાના મામલામાં નિર્ણય હંમેશા યા તો સંઘે કર્યો છે અથવા તો હાઈકમાન્ડે. ઉમાના આખા રાજકીય કેરિયરમાં સ્ટેટ લીડરશીપનો કોઈ રોલ રહ્યો નથી. 2003માં પણ ઉમાને મધ્ય પ્રદેશ મોકલતા પહેલા હાઈકમાન્ડે સ્થાનિક નેતાઓનો મત જાણવાનો પ્રયત્ન કર્યો ન હતો. આ વખતે પણ લગભગ તે જ થયું છે. આ વખતે ખાસ વાત એ છે કે આ નિર્ણય ભાજપે નહીં, પરંતુ સંઘે ભાજપના રાજ્યથી લઈને કેન્દ્ર સુધીના તમામ નેતાઓને સંભળાવ્યો અને સ્વીકારવા મજબૂર કર્યા છે.

Wednesday, 22 June 2011

છદ્મ હિંદુત્વથી થતું નુકસાન

શંકર શરણ, સૌજન્ય- અમર ઉજાલા



હરિદ્વારમાં સ્વામી નિગમાનંદ જેવા ગંગા ભક્તને ઉપેક્ષિત કરીને મરવા દેવા અને આતંકવાદી મોહમ્મદ અફઝલ ગુરુને સુપ્રીમ કોર્ટ દ્વારા ફાંસી આપવા છતાં તેને બચાવી રાખવો ભારતીય રાજકારણની બે મુખ્ય વિડંબણાઓ છે. એક નિસ્વાર્થ સંન્યાસી છદ્મ હિંદુત્વના હાથે ઉપેક્ષિત થઈને મૃત્યુને વરે છે, તો ત્યારે બીજી તરફ હત્યારો આતંકવાદી પક્ષપાતી ધર્મનિરપેક્ષતાને હાથે માન પામે છે. સરખામણી માટે આનાથી વધારે યોગ્ય ઉદાહરણ ન હોઈ શકે. હિંદુવાદી કહેવાતી પાર્ટીના રાજમાં ગંગાની સુરક્ષા માટે ઉપવાસ પર બેઠેલા એક સંન્યાસીને મરવા માટે છોડી દેવામાં આવે છે. બીજી તરફ સાંસદોની હત્યાના ઈરાદાથી આવેલા આતંકવાદીને દેશની મુખ્ય ધર્મનિરપેક્ષતાવાદી પાર્ટી વગર કોઈ માગણીએ બચાવી રહી છે.

આ બંને માત્ર વર્તમાનની પ્રતીક ઘટનાઓ છે. હકીકતમાં ભારતીય રાજકારણમાં આ લાંબા સમયથી ચાલી રહ્યું છે. પક્ષપાતી ધર્મનિરપેક્ષતા પોતાના સાર અને સ્વરૂપ બંનેમાં હંમેશા મુસ્લિમ હિતોની પોષક રહી, ત્યારે છદ્મ હિંદુત્વ ક્યારેક હિંદુત્વનો આંચળો ઓઢીને હિંદુ ભાવનાઓનું રાજકીય દોહન માત્ર કરી રહ્યું છે. વાસ્તવમાં જે અત્યારે સ્વામી નિગમાનંદ સાથે થયું, તે આખા જમ્મુ ક્ષેત્રની હિંદુ જનતા સાથે 1998થી 2004 વચ્ચે થયું, જ્યારે ભાજપના નેતૃત્વમાં એનડીએ સત્તામાં હતું. જે પાર્ટી દશકોથી કલમ-370 હટાવવા અને જમ્મુ-લડાખને સ્વાયત ક્ષેત્ર બનાવવાની માગણી કરતી રહી હતી, જેથી ત્યાંની હિંદુ-બૌદ્ધ જનતાને મુઠ્ઠીભર કાશ્મીરી મુસ્લિમ એલિટ વર્ગની ગુલામીમાંથી મુક્તિ મળે, તેને પાર્ટીએ સ્વયં સત્તામાં આવીને બંને ક્ષેત્રોને સતત ઉપેક્ષિત કર્યા, પરંતુ ઉલટા તે કાશ્મીરી એલિટની પગચંપી કરતી રહી. છદ્મ હિંદુત્વની રાજનીતિના આવા ઉદાહરણો ભાજપે હંમેશા આપ્યા છે.

અહીં એક અન્ય વિડંબણા પણ છે. ભલે ભાજપ સાથે હિંદુત્વ જોડાય ગયું છે, તેને તેણે રદિયો પણ આપ્યો નથી, પરંતુ તેની સાથે ન્યાય કરીને એ માનવું પડશે કે તેના પર હિંદુત્વ થોપવામાં આવેલું છે. તેણે ખુદ ક્યારેય હિંદુત્વને પોતાની રાજકીય ટેક ઘોષિત કરી નથી. તે પોતાની ચૂંટણીઓ વિકાસ અને મજબૂતી જેવા સૂત્રો પર જ લડે છે. માટે જ ભાજપ પર હિંદુ કોમવાદી હોવાના અથવા હિંદુત્વથી ભટકવાના, બંને પ્રકારના આરોપો ખોટા છે. આ આરોપો અનુક્રમે તેના વિરોધી અને ટેકેદારો લગાવે છે.

વિરોધીઓ એટલા માટે લગાવે છે કે કોઈને કોઈને કોમવાદી કહેવા તેની જરૂરિયાત છે. તેના દ્વારા તેઓ મુસ્લિમ તુષ્ટિકકરણના પોતાના એજન્ડાને આગળ વધારે છે. ત્યારે ટેકેદારો ભાજપને હિંદુત્વના મુદ્દાથી ભટકવાનો આરોપ એટલા માટે લગાવે છે, કારણ કે હિંદુ ચિંતાઓને ઉઠાવનારો કોઈ અન્ય પક્ષ ન હોવાને કારણે તેઓ ભાજપ પર જ પોતાની આશાઓ આરોપિત કરે છે. ભાજપ આ આશાઓનો વિરોધ પણ કરતું નથી. પરંતુ તેમણે ક્યારેય આ આશાઓને પૂર્ણ કરવાનું વચન પણ આપ્યું નથી. તેના સમગ્ર વ્યવહારમાં આવી કોઈ વાત નજરે પડી નથી. તેઓ ઘણાં રાજ્યોમાં સત્તામાં છે, કેન્દ્રમાં પણ સત્તામાં રહી ચુક્યા છે.

માટે ભાજપના નેતાઓ દ્વારા પરિસ્થિતિવશ એકલ-દોકલ વાતો કરનારા અને સાંકેતિક આંચલો ઓઢવાને હિંદુત્વની રાજનીતિ કહેવું યોગ્ય નથી. વધારેમાં વધારે આ ઓઢેલો આંચળો છદ્મ હિંદુત્વ છે, જેને પાર્ટી લાભ માટે ઉપયોગમાં લાવે છે. પરંતુ આવું હિંદુત્વ દેશ માટે સતત ઘાતક સેક્યુલારિઝમથી પાર પાડી શકે નહીં. જે હિંદુત્વ માત્ર સત્તા મેળવવા અથવા પહેલા સત્તામાં આવવા માટે હિંદુ ભાવનાઓનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરતું હોય, તે છદ્મ હિંદુત્વ છે. છદ્મ હિંદુત્વ ધર્મનિરપેક્ષતાથી હારી રહ્યું છે, હારતું રહેશે. ગત બે લોકસભા ચૂંટણીઓ પણ આ જ દર્શાવે છે. પરંતુ જેવું સ્વામી નિગમાનંદ અને મોહમ્મદ અફઝલના ઉદાહરણો દર્શાવે છે, તેનાથી મોટું નુકસાન થઈ રહ્યું છે. છદ્મ હિંદુત્વ દેશના રાષ્ટ્રવાદી લોકોને ભ્રમમાં રાખે છે.

આ ભ્રમથી હિંદુ અથવા રાષ્ટ્રવાદી રાજકારણની જગ્યા ભરાયેલી લાગે છે, હકીકતમાં તે એકદમ ખાલી છે. આ પ્રકારે હિંદુવાદી કહેવાતા તમામ સંગઠનો એક ગંભીર અપરાધ કરી રહ્યાં છે. બરાબર એવો અપરાધ કે જે કોંગ્રેસે 1940-47માં પંજાબ અને બંગાળમાં કર્યો હતો, જ્યારે તેણે કરોડો હિંદુઓની ઉપેક્ષા કરી હતી. આજે તે ભ્રમ છદ્મ હિંદુત્વને કારણે અસંખ્ય દેશવાસીઓને છે. આ એવી સમસ્યા છે, જે દેખાતી નથી, પરંતુ ઘણી ગંભીર છે.