Showing posts with label corruption. Show all posts
Showing posts with label corruption. Show all posts

Monday, 4 July 2011

રાજકારણના તળાવની બે માછલીઓ



રાજીવ સચાન, સૌજન્ય- દૈનિક જાગરણ

એ ગુજરાત સરકાર જ બતાવી શકે છે કે તેમણે ગોધારાની ઘટના બાદ ભડકેલા હુલ્લડોના રેકોર્ડ સુરક્ષિત રાખ્યા છે કે નહીં, પરંતુ એ બધાં જાણે છે કે જ્યારે તેને નષ્ટ કરવાના સમાચાર આવ્યા તો કોંગ્રેસે ભાજપ પર હલ્લો બોલાવી દીધો. તેનાથી ભાજપને કોઈ ફરક પડયો નહીં. તેણે કોંગ્રેસને 1984ના શીખ વિરોધી રમખાણોની યાદ અપાવી દીધી. એવું હંમેશા થાય છે. કોંગ્રેસ જ્યારે પણ ગુજરાતના હુલ્લડોની ચર્ચા કરે છે, તેને ભાજપ તરફથી આ સાંભળવાનું મળે છે કે તે 1984માં ભડકેલા શીખ વિરોધી હુલ્લડો દરમિયાન પોતાની ભૂમિકા યાદ કરે. જો કે આ બંને ઘટનાઓ આ બંને રાષ્ટ્રીય પક્ષોને શરમમાં નાખવા અને એ યાદ દેવડાવનારી છે કે કેવી રીતે 1984માં કેન્દ્રની કોંગ્રેસ સરકાર અને 2000માં ગુજરાતની ભાજપ સરકારે પોતાના રાજધર્મનું પાલન કર્યું નહીં, પરંતુ તેઓ બંને ઘટનાઓની ચર્ચા કરીને ખુદને એકબીજા કરતા શ્રેષ્ઠ જવાબદાર હોવાનો દમ ભરતા રહ્યાં છે. આ આવું એકમાત્ર ઉદાહરણ નથી. ભાજપ જ્યારે પણ એ. રાજા, સુરેશ કલમાડી અને અશોક ચવ્હાણનો ઉલ્લેખ કરીને કોંગ્રેસને ઘેરે છે, તો તે તેને યેદિયુરપ્પાની યાદ અપાવે છે અને ક્યારેક-ક્યારેક તો બિચારા એ બંગારુ લક્ષ્મણની યાદ અપાવે છે કે જેમણે માત્ર એક લાખ રૂપિયા લેવાની લાલચ કરી હતી અને તેના ચક્કરમાં કેમેરામાં કેદ થઈ ગયા હતા. એ. રાજા, સુરેશ કલમાડી, અશોક ચવ્હાણ, યેદિયુરપ્પા અને બંગારુ લક્ષ્મણ ભારતીય રાજકારણમાં ખલનાયક જેવા બની ચુક્યા છે, પરંતુ કોંગ્રેસ-ભાજપ એકબીજાને મ્હાત આપવા માટે આ નેતાઓને યાદ કરે છે.

આ બંને ઉદાહરણ અપવાદ માત્ર નથી. સાચું તો એ છે કે આ બંને રાષ્ટ્રીય પક્ષો કોઈપણ રીતે એકબીજાની ખામીઓ-નબળાઈઓ અથવા જાણ્યે-અજાણ્યે થયેલા ખોટા કાર્યોમાંથી ઊર્જા પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે. આ કોશિશમાં આ બંને પક્ષો દટાયેલા મડદા ઉખાડવામાં પણ સંકોચ કરતા નથી. કાશ્મીરની સમસ્યાની ચર્ચા છેડાવા પર ભાજપ નેહરુની ભૂલોને યાદ કરવા માટે 1947-48માં પહોંચી જાય છે, તો કોંગ્રેસ પણ ભાજપને ઘેરવા માટે દશકો જૂની ઘટનાઓનો ઉલ્લેખ કરવા માટે તૈયાર રહે છે. તે દેશને જણાવે છે કે કેવી રીતે ભાજપના નેતાઓએ દેશની આઝાદીના સંઘર્ષમાં યોગદાન આપ્યું નથી અને મહાત્મા ગાંધીની હત્યા કરનાર નાથૂરામ ગોડસે કેવી રીતે ક્યારેક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલો હતો.

જો ટીવી ચેનલોમાં ચર્ચા દરમિયાન કોંગ્રેસ-ભાજપના નેતાઓ આમને-સામને હોય તો તેમના દ્વારા જમીનમાં દટાયેલા મડદા ઉખેડવાની આશંકા વધી જાય છે. જ્યારે પણ કોઈ નેતા તર્કોથી ખાલી થઈ જાય છે, તો તે એ જ કહે છે કે તે પક્ષને આ મુદ્દા પર બોલવાનો કોઈ અધિકાર નથી, જેણે અમુક-અમુક મામલામાં આવુ કર્યુ હતુ. શું આનાથી મોટી અન્ય કોઈ ત્રાસદી હોઈ શકે કે આપણા રાષ્ટ્રીય પક્ષો પોતાના બચાવમાં એકબીજાના ખોટા કામોને ઢાલ બનાવે? હજી તાજેતરમાં જ્યારે પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધારો થયો અને ભાજપના નેતાઓએ કોંગ્રેસને ઘેરી તો કોંગ્રેસના પ્રવક્તાએ એ આંકડા લઈને સામે આવી ગયા કે એનડીએના શાસન સમયે કેવી રીતે કેટલી વાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવામાં આવ્યા હતા? જ્યારે તમામ કોંગ્રેસી નેતા રામલીલા મેદનમાં બાબા રામદેવના ટેકેદારોને ખદેડવાની ઘટનાને યોગ્ય ઠેરવવાની કોશિશ કરી રહ્યા હતા, ત્યારે તેમાના કેટલાક આ કાર્યવાહીને યોગ્ય ઠેરવવા માટે ન જાણે ક્યારે દિલ્હીમાં થયેલા વકીલો પરના લાઠીચાર્જને યાદ કરી રહ્યા હતા. સ્પષ્ટ છે કે એક પ્રકૃતિની અથવા સમાન પ્રભાવવાળી ઘટનાઓને ઢાલ બનાવવી જરૂરી નથી અને તેને બંગારુ લક્ષ્મણ દ્વારા લેવામાં આવેલી એક લાખની લાંચ અને સુરેશ કલમાડી દ્વારા સેંકડો કરોડો રૂપિયા અને એ. રાજા દ્વારા હજારો કરોડ રૂપિયાની ગોલમાલથી સમજી શકાય છે. સુરેશ કલમાડી અને એ. રાજાએ જે કંઈ કર્યું તેની સામે બંગારુ લક્ષ્મણનું કામ તો પાવલીની ચોરી જેવું હતું, પરંતુ કોંગ્રેસ કોઈપણ પ્રકારના સંકોચ વગર કલમાડી અથવા રાજના મુકાબલે બંગારુ લક્ષ્મણને ઉભા કરે છે. નેપાળથી અપહ્રત કરી કંધાર લઈ જવાયેલા ભારતીય વિમાનના બંધકોને બચાવવા માટે આતંકવાદીઓને મુક્ત કરવા અને સંસદ હુમલાના દોષિત ઠેરવાયેલા આતંકવાદી અફઝલને ફાંસી ન આપવા માટે દરેક સંભવ જતન કરવામાં ક્યાંય પણ કોઈ સામ્ય નથી. પરંતુ ભાજપ કોંગ્રેસ પર જ્યારે જ્યારે એ તહોમત લાગાવે છે કે તે આતંકવાદીઓ સાથે નિપટવામાં નરમાશ દેખાડે છે, ત્યારે ત્યારે કોંગ્રેસી એ ચાર આતંકવાદીઓને તેમની સામે ઉભા કરી દે છે, જેમને બંધકોના બદલમાં છોડવા પડયા હતા. 

ભાજપ અને કોંગ્રેસ એકબીજાની કમજોરીઓને ઉજાગર કરતી વખતે માત્ર કુતર્ક જ નથી કરતાં, પરંતુ ખુદને શ્રેષ્ઠ પણ બતાવતા હોય છે. આ સિવાય તેઓ એ છૂટ હાસિલ કરવાની કોશિશ પણ કરી રહ્યાં હોય છે કે તમારા ખોટા કામના આધારે અમને પણ ખોટું કામ કરવાનો અધિકાર પ્રાપ્ત છે. આ કંઈક એવું છે કે જેમ કોઈ મહિલા માત્ર એટલા માટે પોતાના પતિને મારવા લાગે, કારણ કે તેની પડોસણ આમ કરે છે. આ બંને પક્ષોએ ઘમાં એવા કામ કર્યા છે કે જે ખોટા હતા, પરંતુ ભૂતકાળમાં ઉપલબ્ધ ઉદાહરણો તેમની આડ બન્યા છે. બંને પક્ષોના રંગ-ઢંગ જે કંઈ બતાવી રહ્યાં છે, તે એ છે કે તેઓ એકબીજાની આડ લઈને ખાડામાં જઈ રહ્યાં છે અને રાજકીય પરિદ્રશ્યને દૂષિત પણ કરી રહ્યાં છે. સત્તામાં રહેતી વખતે પોતાના અધિકારોનો દુરુપયોગ કરવો અને ભ્રષ્ટાચારને સંરક્ષણ આપવામાં બંને પક્ષો એક જેવા જ દાગદાર છે. પરંતુ બંને એવું પ્રગટ કરે છે કે તેમના જેવા નેક અને નૈતિકતાવાદી અન્ય કોઈ નથી. નિશંક કોંગ્રેસ અને ભાજપ એક જેવા નતી અને તેને કારણે બંને પક્ષોના સંચાલનનો ઢાંચો અલગ છે, પરંતુ એકબીજાના ખોટા કામોને પોતાના માટે ઢાલ તરીકે ઉપયોગ કરવામાં તેમના બંનેનો કોઈ હરીફ નથી. શું એ વાતમાં હવે કોઈ સંકોચ છે કે તળાવ રૂપી ભારતીય રાજકારણને હવે બે માછલીઓ ગંદું કરી રહી છે?

(રાજીવ સચાન દૈનિક જાગરણના એસોસિએટ એડીટર છે)

Sunday, 26 June 2011

દેશની સ્થિતિને અઘોષિત કટોકટી માનું છું: રામદેવ



પોતાના અનશન અને મૌન વ્રત બાદ રાજધાની નવી દિલ્હી આવેલા બાબા રામદેવે રવિવારે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યુ છે કે આ સરકારમાં ભ્રષ્ટાચાર સામે લડવાની ઈચ્છાશક્તિ નથી અને જે કોઈ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવે છે, તેને સરકાર કચડી નાખે છે.

યોગગુરુએ સરકારને સવાલ કર્યો કે જો તેમના મુદ્દા ખોટા હતા, તો તેમની સાથે વાતચીત કરવા માટે ચાર મંત્રીઓને એરપોર્ટ પર કેમ મોકલવામાં આવ્યા હતા. તેમણે ગંભીર આરોપ લગાવ્યો કે રામલીલા મેદાન પર પોલીસ કાર્યવાહી દરમિયાન મહિલા ટેકેદારો સાથે બળાત્કારની કોશિશ કરવામાં આવી.

પોતાના અને પોતાના ટેકેદારો પર પોલીસ કાર્યવાહીના 21 દિવસ બાદ રાજધાની નવી દિલ્હી આવેલા યોગગુરુએ આજે પોતાનુ વલણ યથાવત રાખતા સરકાર પર ઘણાં નવા આક્ષેપો લગાવ્યા, પરંતુ પોતાની આગળની રણનીતિનો ખુલાસો કર્યો નથી. તેમણે માત્ર એટલું કહ્યું કે તેઓ એક જુલાઈથી હરિદ્વારમાં નિ:શુલ્ક નિવાસી શિબિર લગાવશે અને ચાર ઓગસ્ટથી ગ્રામ સ્વાવલંબન યોજના શરૂ કરશે, જેના અંતર્ગત 624 ગામડાંઓને આદર્શ ગામ બનાવવામાં આવશે.

રામદેવે તેમના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અથવા ભાજપના મ્હોરા હોવાના આરોપોને રદિયો આપ્યો છે, પરંતુ લોકપાલના મુદ્દા પર ગાંધીવાદી અન્ના હજારે દ્વારા 16 ઓગસ્ટથી પ્રસ્તાવિત અનશનથી જોડાવા સંદર્ભેના સવાલોના જવાબ ટાળી દીધા હતા.

તેમણે માનવ સંસાધન વિકાસ મંત્રી કપિલ સિબ્બલ સાથે ફોન પર ચાર જૂને થયેલી વાતચીતનું વિવરણ જાહેર કરવાની માગણી પણ કરી હતી.

રામદેવે કહ્યુ કે આ સરકાર પહેલા ભ્રષ્ટાચારી હતી, પરંતુ હવે તે અત્યાચારી થઈ ગઈ છે. યોગગુરુએ કહ્યું કે તેમણે જનહિતમાં મુદ્દા ઉઠાવ્યા હતા, જેને હાસિયામાં ધકેલી દેવાયા છે. આ સરકારમાં ભ્રષ્ટાચાર સાથે લડવાની ઈચ્છાશક્તિ નથી. જે કોઈ ભ્રષ્ટાચાર-કાળા ધન વિરુદ્ધ અવાજ ઉઠાવે છે, તેને સરકાર કચડી નાખે છે અને ષડયંત્ર કરે છે. 

રામદેવે પોલીસ કાર્યવાહીમાં ગંભીરપણે ઘવાયેલી પોતાની મહિલા સમર્થક રાજબાલાને જી.બી.પંત હોસ્પિટલમાં મળ્યા હતા. ત્યાર બાદ પત્રકાર પરિષદમાં તેમણે એક દસ્તાવેજ દેખાડીને દાવો કર્યો હતો કે દેશમાં અત્યાર સુધી જનતાએ કુલ 200 લાખ કરોડનો કર આપ્યો છે. સરકારે જણાવવું જોઈએ કે આ 200 લાખ કરોડ રૂપિયા કઈ જગ્યાએ ખર્ચ્યા છે.

દિલ્હી પાછા ફરવા સંદર્ભે પુછવામાં આવતા તેમણે કહ્યુ કે દિલ્હી આવવા માટે તેમણે આજનો દિવસ એટલા માટે પસંદ કર્યો, કારણ કે આ દિવસોમાં જ કટોકટી લાગુ કરાઈ હતી. તેમણે કહ્યું હતું કે હવે તેઓ દેશની પરિસ્થિને અઘોષિત કટોકટી માને છે. ચાર જૂનની રાતની ઘટના એ ઈશારો કરે છે કે ક્યાંક સરકાર અને સરકાર દ્વારા પોષિત લોકોનું જ કાળું ધન વિદોશોમાં જમા નથી ને? કદાય એ કારણ છે કે તેમના આંદોલનને ચાર જૂને કચડી નાખવામાં આવ્યું.

રામદેવે કહ્યુ, જો કાળું ધન પાછું લાવવાનો મુદ્દો ખોટો હતો, જો તેમનું આંદોલન અલોકતાંત્રિક હતું અને જો તેઓ કોમવાદી છે, તો તેમની સાથે વાતચીત કેમ કરવામાં આવી. વડાપ્રધાને તેમને પત્ર કેમ લખ્યો. યોગગુરુએ કહ્યુ કે તેમના અને તેમના ટેકેદારો પર થયેલી કાર્યવાહી લોકતંત્રની હત્યા હતી. તેમણે એ આરોપ પણ લગાવ્યો કે ત્યાં અનશન માટે આવેલી તેમની મહિલા ટેકેદારો સાથે પોલીસ કાર્યવાહી દરમિયાન દારૂના નશામાં ધુત લોકોએ ખરાબ વ્યવહાર કર્યો, તેમને પકડી અને તેમની સાથે બળાત્કાર કરવાની કોશિશ કરવામાં આવી.

રામદેવે કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલને પડકાર ફેંકતા કહ્યુ કે સરકાર તેમના ફોન ટેપ કરી રહી હતી. તેઓ ચાહે છે કે ચાર જૂને તેમની સિબ્બલ સાથે થયેલી વાતચીતની ટેપ જાહેર કરવામાં આવે. તે ટેપમાં સિબ્બલે કાળાધનને બંધારણીય રીતે રાષ્ટ્રીય સંપત્તિ ઘોષિત કરવા સહીતના અન્ય આશ્વાસન આપ્યા હતા. જો કે આ મુદ્દા પર એક અન્ય કાર્યક્રમ બાદ જ્યારે સિબ્બલની પાસે પત્રકારોએ જવાબ માંગ્યો, તો મંત્રી મહાશય પત્રકારોના સવાલોનો કોઈ જવાબ આપ્યા વગર ચાલ્યા ગયા હતા.

રામદેવે રામલીલા મેદાનથી ભાગી નીકળવાના આરોપ સંદર્ભે કહ્યુ હતુ કે ચાર જૂનની રાત્રે તેઓ ધરપકડ વ્હોરવા ઈચ્છતા હતા, પરંતુ પોલીસનો ઈરાદો તેમની ધરપકડ કરવાની જગ્યાએ રસ્તામાંથી હટાવવાનો હતો. યોગગુરુએ કહ્યુ, તેમને જાનવરની મોત મરવું ન હતુ. તેમને કેન્દ્રની કઠપૂતળી બનેલી પોલીસના હાથે મરવુ ન હતુ, માટે તેઓ ત્યાંથી નીકળી ગયા. પોલીસે ત્યાં બંધ પંડાલમાં ટિયર ગેસના સેલ છોડયા અને બર્બર કાર્યવાહી કરી.

તેમણે કોંગ્રેસનું નામ લીધા વગર કહ્યુ, શું દેશમાં એક જ પાર્ટીના લોકોને રહેવાનો હક છે. શું દિલ્હીમાં માત્ર એક જ પાર્ટીના લોકો આવી શકે છે. આ કેવું લોકતંત્ર છે. તેમણે રામલીલા મેદના પર આતંકવાદી હુમલો થવાની આશંકા સંદર્ભે કેન્દ્રના દાવાઓને ફગાવ્યા હતા. નવ દિવસ બાદ અનશન તોડવા સંદર્ભેના સવાલો પર તેમણે કહ્યુ, તેમને મોરારી બાપુ અને શ્રી શ્રી રવિશંકર સહીત અખાડાના સંતોએ અનુરોધ કર્યો હતો, માટે તેમણે અનશન તોડયા હતા. તેમણે અનશન એટલા માટે તોડયા ન હતા કે જીવ જોખમમાં હતો.

યોગગુરુએ તેમના પર આરએસએસ અને ભાજપના મ્હોરા હોવાના આરોપો ફગાવતા કહ્યુ, તેઓ કોઈ પાર્ટી અથવા સંગઠનના મ્હોરા નથી. તેઓ દેશના 120 કરોડ લોકોના મ્હોરા છે. લોકપાલ મુદ્દા પર હજારેના પ્રસ્તાવિત અનશન સંદર્ભે રામદેવે કહ્યુ, જે કોઈપણ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવશે, તેઓ તેમની સાથે ઉભા રહેશે. પછી તે ચાહે કોઈપણ પાર્ટી અથવા સંગઠન હોય. 

તેમણે કહ્યુ કે સરકારના મુસદ્દામાં લોકપાલની મર્યાદામાં ટ્રસ્ટો અને બિનસરકારી સંગઠનો સાથે જ વડાપ્રધાન તથા સાંસદોને પણ સામેલ કરવાની જોગવાઈ કરવામાં આવત તો તેમને ખુશી થાત. રામદેવે તેમની વિરુદ્ધ સતત નિવેદનબાજી કરનારા કોંગ્રેસના મહામંત્રી દિગ્વિજય સિંહનું નામ લીધા વગર કહ્યુ, તેમને (બાબા રામદેવને) કેટલાંક લોકો ચોર, ઠગ અને મહાઠગ કહે છે. પરંતુ તેઓ ચુપ રહ્યાં. તેઓ આવા બિનજવાબદાર લોકોની અશ્લિલ ટિપ્પણીઓ પર પ્રતિક્રિયા આપીને પોતાની જીભ ખરાબ કરવા ઈચ્છતા નથી.

પોતાના નજીકના સાથીદાર આચાર્ય બાલકૃષ્ણનો પાસપોર્ટ નકલી હોવાના આરોપો સંદર્ભે યોગગુરુએ કહ્યુ કે આ પાસપોર્ટ 1998માં બન્યો અને તે ગેરકાયદેસરનો નથી. કહેવામાં આવી રહ્યું છે કે સ્થાનિક તપાસ અધિકારીએ પાસપોર્ટ બનાવવા દરમિયાન ખોટો રિપોર્ટ આપ્યો હતો. આવું છે તો તે વહીવટી તંત્રની ભૂલ છે. તેમા બાલકૃષ્ણની કોઈ ભૂલ નથી. તેમણે કહ્યુ કે આ સરકારની ભ્રષ્ટાચાર અને કાળા ધનના મુદ્દાઓથી ધ્યાન હટાવવાની કોશિશ છે.

મનમોહન સરકાર દ્વારા આમ આદમીની હત્યાનું ષડયંત્ર!

-આનંદ શુક્લ

આમ આદમીના નામે સત્તા પર આવીને ખાસ માટે કામ કરવાની રાજકારણીઓની વૃતિથી દેશમાં ગરીબી અને ગરીબોની સંખ્યા બંને વધી રહ્યાં છે. તેનાથી પણ વિકટ પરિસ્થિતિ છે કે દેશમાં ગરીબો માટે જીવન ખૂબ જ વિકટ બની ગયું છે. સરકાર ઔદ્યોગિક ગૃહો અને મૂડીપતિઓને ફાયદાકારક નીતિઓ પર ચાલી રહ્યું છે. તેંડૂલકર સમિતિના રિપોર્ટ પ્રમાણે દેશમાં 37 ટકા લોકો ગરીબીની રેખાની નીચે જીવન ગુજારી રહ્યાં છે કે જેમને દિવસના 20 રૂપિયા પણ મળી રહ્યાં નથી. આવી પરિસ્થિતિમાં મોંઘવારીએ દેશમાં માઝા મૂકી છે. મોંઘવારીને છૂટો દોર આપતા સરકારે તાજેતરમાં પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ અને કેરોસિનના ભાવમાં ધરખમ વધારો કર્યો છે. જેના કારણે મોંઘવારી અને ફૂગાવાના દર ફરીથી ઉંચી સપાટીએ જશે. કલ્યાણ રાજની વિચારધારાને સ્થાને વિકાસ રાજ્યની વિચારધારાને અપનાવીને સરકારે દેશની ઘોર ખોદી છે.

સરકારને વિકાસ દર ટકાવી રાખવો હોય છે અને આ વિકાસદર સરકાર પાસેની મહેસૂલના દરોને કારણે ટકી રહે છે. સરકારની મહેસૂલમાં વધારો થાય, તો જ દેશનો વિકાસદર વધે છે. માટે સરકારે જ્યારથી જનકલ્યાણને સ્થાને વિકાસની રાજનીતિ હેઠળ કામ કરવાની શરૂઆત કરી છે, ત્યારથી દેશમાં મૂડીપતિઓ વધ્યા છે, સરકારની તિજોરીમાં આવક વધી છે. પરંતુ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ દ્વારા અપનાવાયેલા અર્થશાસ્ત્રની ખાસિયત એ છે કે ગરીબોના ખિસ્સા બિલકુલ ખાલી થવા લાગ્યા છે અને જે લોકો ગરીબીની રેખાની આસપાસ છે, તેઓ ગરીબીની રેખા નીચે ધકેલાય જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. આ બંને મહાનુભાવોનું અર્થશાસ્ત્ર ક્રિમિનલ છે અને તેમની નીતિઓ આર્થિક આતંકવાદની નીતિઓ છે. તાજેતરમાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે, દેશમાં 1.53 લાખથી વધારે કરોડપતિઓ છે. પરંતુ આજે દેશનો ગરીબ વધારે ગરીબ બની રહ્યો છે. ત્યારે અત્રે વિચારવું પડે કે દેશની આર્થિક નીતિઓમાં ઘણી મોટી ખામી છે.

દેશમાં ગરીબીની રેખાની નીચે અથવા તેની આસપાસ આવતા પરિવારોની મોંઘવારીને કારણે શું હાલત થશે? પેટ્રોલ 68 રૂપિયે લિટર, ડીઝલ 44 રૂપિયે લિટર, રાધણ ગેસમાં એકસાથે 50નો વધારો, કેરોસિનના ભાવમાં વધારો, દાળના ભાવ 80-90ની આસપાસ, દૂધ 32 રૂપિયે લિટર, વીજળીના ભાવમાં તોળાઈ રહેલો ભાવવધારો, જેના કારણે પાંચ વર્ષ પહેલા ભારતમાં વ્યક્તિ જેટલી આસાનીથી જીવતો હતો, તેટલી આસાનીથી 2011માં આમ આદમી જીવી શકે તેમ નથી. મોંઘવારીની રફતાર વધતી જ રહી છે. 11 જૂને સમાપ્ત થયેલા અઠવાડિયામાં ફૂગાવાનો દર 9.06 ટકા, જ્યારે ખાદ્ય પદાર્થોમાં ફૂગાવાનો દર 9.13 ટકા પહોંચ્યો હતો. આ પરિસ્થિતિથી માત્ર આમ આદમી જ ચિંતિત નથી, રિજર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ આવા દબાણોને કષ્ટકારક બતાવ્યા છે. રિજર્વ બેંક ચિંતિત છે, પરંતુ લાગે છે કે સરકાર આ બાબતે જરાપણ ગંભીર નથી.

તેને કારણે તો સરકાર વારંવાર પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારો કરવાથી બાજ આવતી નથી. આર્થિક નીતિની સામાન્ય જાણકારી રાખનાર પણ સમજી શકે છે કે ઈંધણની કિંમતોમાં વદારો કરવાથી લગભગ તમામ ચીજોના ભાવ વધશે. રિજર્વ બેંક તો પોતાની તરફથી પ્રયત્ન કરી રહી છે, બની શકે કે તે આગામી દિવસોમાં બેંકના રેટ વધારી દે, પરંતુ સરકારે આમ આદમી માટે જે કરવું જોઈએ તે કરી રહી નથી. દોષ માત્ર કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારનો નથી. મોંઘવારી માટે શાસકને સ્થાને વેપારી બની ગયેલી કેન્દ્ર અને રાજ્યોની સરકારો બરાબરની ગુનેગાર છે. આપણી સરકારોને કોઈપણ કિંમતે મહેસૂલમાં વધારો જોઈએ છે.

ભાવ જેટલા વધશે, સરકારની આવક એટલી જ વધતી જવાની છે. ગત એક વર્ષમાં પેટ્રોલિયમ પેદાશોથી સરકારને પ્રાપ્ત થયેલી મહેસૂલમાં 21 ટકાનો વધારો થયો છે. જેના કારણે વર્ષ 2010-2011માં કેન્દ્ર સરકારની મહેસૂલ 1,35,434 કરોડ રૂપિયા થઈ ગઈ છે. રાજ્ય સરકારો પણ આમાથી ઘણી મહેસૂલ પ્રાપ્તિ કરી રહી છે. 2009-10માં રાજ્ય સરકારોને 72,082 કરોડ રૂપિયાની મહેસૂલ મળી હતી અને વર્ષ 2010-11માં 89,991 કરોડ રૂપિયા મહેસૂલ મળી છે. સરકાર એક તરફ આપણા ખિસ્સા ખાલી કરી રહી છે, તો બીજી તરફ તે ઓઈલ કંપનીઓને ઉધારી માટે મજબૂર કરી રહી છે. સરકારી ઓઈલ કંપનીઓની ઉધારી 1,23,000 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. વિશ્વ પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી ડૉ. મનમોહન સિંહ વડાપ્રધાન છે અને વિદ્વાન પ્રણવ મુખર્જી નાણાં મંત્રી છે, ત્યારે સવાલ એ છે કે જનતાને આખરે કઈ રાહત થઈ? મોંઘવારી આમ આદમીની કમર તોડી રહી છે અને સરકારને માત્ર તેમની મહેસૂલની પડી છે. વધતી મોંઘવારી અને ઓઈલના કારોબાર પર નજર કરવામાં આવે, તો સરકાર નફાખોર વેપારીથી પણ ખરાબ વ્યવહાર કરી રહી છે.

સરકારનો તર્ક છે કે દેશનો વિકાસ તેને પ્રાપ્ત થતી મહેસૂલની આવકમાંથી થઈ રહ્યો છે, પરંતુ સરકાર ભૂલી જાય છે કે વધતી મોંઘવારી વિકાસ અને તેના માટેના પ્રયત્નોની વ્યાપકતાને અર્થહીન સાબિત કરવા લાગી છે. દેશમાં હાલ ચાલતી આર્થિક નીતિઓથી કેટલાંક લોકોને લાભ પહોંચતો હશે, પરંતુ મોટાભાગના લોકો મુશ્કેલીમાં છે. દેશના કરોડો પરિવારો ધસમસતા મોંઘવારીના પૂરમાં બેહાલ બની રહ્યાં છે. તેમને ત્યાં બે વખત ચુલો પણ સળગતો નથી. તો બીજી તરફ દેશના ઉદ્યોગપતિઓ વિશ્વના સૌથી ધનવાન લોકોની યાદીમાં સ્થાન પામે છે, દેશમાં કરોડપતિઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

ભારતના આમ આદમી પર ચારે તરફથી સરકાર પ્રહારો કરી રહી છે. એક તરફ ખાદ્ય પદાર્થોના ભાવ આસમાને છે, તો બીજી તરફ ભોજન બનાવવાના સાધનો મોંઘા થઈ રહ્યાં છે. ત્યારે સવાલ એ છે કે યુપીએ સરકારને આમ આદમીની સરકાર ગણાવવાનો દાવો કરનારી કોંગ્રેસનો હાથ ક્યાં છે? શું આ હાથ 2જી સ્પેક્ટ્રમ, કોમનવેલ્થ ગેમ્સ, આદર્શ સોસાયટી જેવાં કૌભાંડોના રૂપિયા ભેગા કરવામાં લાગેલો છે? તો બીજી તરફ ભ્રષ્ટાચાર અને કાળું નાણું બે અલગ મુદ્દા છે. તેના સંદર્ભે બાબા રામદેવ અને અન્ના હજારેએ અનશન કર્યા છે. વળી અન્ના 16 ઓગસ્ટથી લોકપાલ મુદ્દે અનશન પર બેસવાના છે. ત્યારે બંનેએ સમજવું જોઈએ કે ભારતની તાત્કાલિક સમસ્યા આમ આદમીને મોંઘવારીને કારણે કઠિન બનેલા જીવનનું કષ્ટ છે. આ બંને અનશનવીરોએ હકીકતમાં મોંઘવારી સામે વ્યાપક અનશન આંદોલન ચલાવવું જોઈએ અને નફાખોર વેપારી જેવી વિકાસની આર્થિક નીતિઓ પર ચાલતી સરકારને જનકલ્યાણની વેલફેર સ્ટેટની આઝાદી વખતની નીતિઓ પર લાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ.

Thursday, 23 June 2011

ભ્રષ્ટ બનાવનારી વ્યવસ્થા!

(રાજનાથ સિંહ સૂર્ય, સૌજન્ય- દૈનિક જાગરણ)

એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ અને નેશનલ ઈલેકશન વોચના એક સર્વેક્ષણ પ્રમાણે તાજેતરમાં સંપન્ન થયેલી વિધાનસભા ચૂંટણીમાં જે 334 ઉમેદવારો ફરીથી ચૂંટણીમાં ઉતર્યા હતા, તેમની સંપત્તિ પાંચ વર્ષના કાર્યકાળમાં 71 ટકાથી લઈને 195 ટકા સુધી વધી છે. આ પ્રકારે 2009ની લોકસભા ચૂંટણીમાં જે સાંસદ ફરીથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા, તેમની વ્યક્તિગત સંપત્તિમાં 289 ટકાની વૃદ્ધિ થઈ છે. આ આંકડા ઉમેદવારી પત્રક ભરતી વખતે દાખલ કરવામાં આવેલા વિવરણ પર આધારીત છે. જો આ સાંસદો અને ધારાસભ્યોની અઘોષિત સંપત્તિનો ખુલાસો થઈ જાય, તો આ આંકડા બેગણા થઈ શકે છે.

સર્વેક્ષણ પ્રમાણે, સૌથી વધારે 195 ટકાનો વધારો તમિલનાડુના ધારાસભ્યોની સંપત્તિમાં થયો છે. ત્યાર બાદ બીજો ક્રમ આસામનો આવે છે, અહીં 197 ટકાનો વધારો થયો છે. ધારાસભ્યોની સંપત્તિમાં સૌથી ઓછો 71 ટકાનો વધારો કેરળમાં થયો છે. ગત ચૂંટણીની અપેક્ષાએ આ ચૂંટણીમાં કરોડપતિઓની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે. સર્વેક્ષણ પ્રમાણે તમિલનાડુમાં પહેલા 57 કરોડપતિ ધારાસભ્યો હતા, જે આ ચૂંટણી સમયે 120 થઈ ગયા. આસામનો ક્રમ બીજો આવે છે, અહીં તેમની સંખ્યા 16થી વધીને 47ની થઈ ગઈ છે. સર્વેક્ષણનું જે વિવરણ અખબારોમાં પ્રકાશિત થયું છે, તેને જોયા બાદ આ વાત સ્પષ્ટ બની જાય છે કે આપણા દેશમાં મહત્વપૂર્ણ લોકોની સંપત્તિમાં સતત વધારો થતો રહ્યો છે અને ગરીબોને આત્મહત્યાનો વિકલ્પ પસંદ કરવો પડે છે. જો આ મહત્વપૂર્ણ લોકોની અઘોષિત સંપત્તિનું વિવરણ મળી જાય, તો એ સ્પષ્ટ થઈ શકે કે આમ જનતા માટે બજેટમાં ફાળવાતી ધનરાશિ ક્યાં ગુમ થઈ જાય છે.

બિહારમાં વિધાનસભા ચૂંટણી બાદ તુરંત મુખ્યમંત્રી નીતિશ કુમારે વિધાયક નિધિ સમાપ્ત કરી દીધી અને હવે કેન્દ્ર સરકારને માગણી કરી છે કે ઓછામાં ઓછું તેમના રાજ્ય માટે સાંસદ નિધિને સમાપ્ત કરી દેવામાં આવે. હવે તે કદાચ સંભવ નથી, કારણ કે જ્યારે સાંસદ નિધિની જોગવાઈ શરૂ થઈ તો તે એક કરોડ રૂપિયા વાર્ષિક હતી. તેના ઉપયોગના માપદંડો નિર્ધારીત હતા, પરંતુ માન્યતા એ થઈ ગઈ હતી કે સાંસદ ચાહે તેવી રીતે તેનો વ્યય કરી શકે છે. માપદંડોને અનુરૂપ વ્યય ન થવાને કારણે જ્યારે ઓડિટના વાંધા સાથે તેનું વિવરણ સંસદની નિયામક સમિતિ સામે રજૂ કરવામાં આવ્યું તો ખબર પડી કે 80 ટકાથી વધારે વ્યય માપદંડને અનુરૂપ નથી. માપદંડોને અનુરૂપ વ્યય સુનિશ્ચિત કરવાનું દાયિત્વ જિલ્લાધિકારી પર હોય છે, માટે ઓડિટ રિપોર્ટથી પ્રાપ્ત તથ્યોના આધારે ઘણા જિલ્લાધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહીએ નોકરશાહીને કંઈક સજાગ કરી છે. હું રાજ્યસભા સભ્ય તરીકે આ સમિતિનો સભ્ય હતો, જ્યારે ધનરાશિને એક કરોડથી વધારીને 2 કરોડ કરી દેવામાં આવી હતી.

માપદંડો પ્રમાણે કોઈપણ એક સંસ્થા અથવા પ્રોજેક્ટને એક વખતમાં 25 લાખ રૂપિયાથી વધારે રકમ આ ધનરાશિમાંથી અનુદાન તરીકે આપી શકાય નહીં. સમિતિની સામે બે મામલાઓ આવ્યા કે જેમાં સાંસદે સંપૂર્ણ ધનરાશિ એક જ સંસ્થાને આપી દેવાનો નિર્ણય કર્યો હતો. અરુણ શૌરીએ પોતાના બે કાર્યકાળની સંપૂર્ણ ધનરાશિ બાર કરોડ રૂપિયા કાનપુર આઈઆઈટી અને ભૂતપૂર્વ સેનાધ્યક્ષ જનરલ શંકર રાય ચૌધરીએ ચાર કરોડ રૂપિયા દિલ્હીની એક સ્વયંસેવી સંસ્થાને આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. અધિકારીઓએ માપદંડોનો હવાલો આપીને તેનો વિરોધ કર્યો હતો. મે મારો કાર્યકાળ સમાપ્ત થયા બાદ વાંચ્યુ કે સમિતિએ બંનેનો સ્વીકાર કરી લીધો હતો. માપદંડોના આ પ્રકારના ઉલ્લંઘનનો લાભ અન્ય કેટલાને મળ્યો હશે? જ્યારે નિયમ એ છે કે ધનરાશિને મતવિસ્તારથી બહાર ઉપયોગમાં લાવી શકાય નહીં. રાજ્યસભાના સભ્યો માટે રાજ્ય મતક્ષેત્ર હોય છે, કારણ કે તેમની ચૂંટણી ધારાસભ્યો કરે છે. હવે કેન્દ્રે આ ધનરાશિ વધારીને પાંચ કરોડ રૂપિયા વાર્ષિક કરી દીધી છે. તેની સાથે જ મતવિસ્તારની બહાર ત્યાં સુધી કે અન્ય રાજ્યોમાં પણ દસ લાખ રૂપિયા સુધી ખર્ચ કરવાનો અધિકાર આપી દેવાયો છે. ધનરાશિ નિયોજનની નિયમાવલીને વધુ ઉદાર બનાવીને સાંસદોને મનમાની કરવાની તક આપી દેવામાં આવી છે. તેનું પરિણામ શું થશે? સાંસદ નિધિ અને વિધાયક નિધિ એવી રીતે ઈમાન ડગાવવાનું કામ કરી રહી છે કે જેમ ઈમાનદારમાં ઈમાનદાર નોકરની નિયત માલિકની બહુમૂલ્ય વસ્તુ જોઈને બદલાઈ જાય છે.

સરકારી કાર્યદાયી સંસ્થાઓ પાસેથી પણ તેમને જ ઠેકો મળે છે જે સંસદ અથવા વિધાયક દ્વારા સ્વીકૃત કરવામાં આવે છે. કોઈપણ જિલ્લામાં એવા નવયુવાન ઠેકદારોનો સમૂહ મળી જશે જે સાંસદ અને વિધાયક નિધિ માટે જ કામ કરે છે અને રાજધાનીઓમાં કાર્યાલય બનાવીને મોટી-મોટી ગાડીઓમાં ફરે તથા જનપ્રતિનિધિઓ અને નેતાઓનું મનોરંજન કરતા દેખાય છે. જ્યારે દેશમાં મંત્રી અથવા બંધારણીય દાયિત્વ નિભાવનારા લોકો કરોડો-અબજોના ગોટાળા પોતાના પદનો દુરુપયોગ કરીને કરી રહ્યાં છે, ત્યારે સાંસદ અને વિધાયક નિધિથી કમાવવાનો અવસર રાજકીય લોકોને ભ્રષ્ટાચાર તરફ લઈ જઈ રહ્યો છે. તેના પુરાવા સર્વેક્ષણના આંકડાઓથી સ્પષ્ટ થાય છે, ધારાસભ્ય અને સાંસદોના પહેલાના અને અત્યારના રહેન-સહેન તથા આચરણને જોઈને પણ સ્પષ્ટ થઈ જાય છે. તેનો પ્રભાવ નીચે સુધી ગયો છે. ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો મનરેગાની યોજના બાદ કઈ હેસિયતમાં પહોંચી ગયા છે, તે પણ તેનું જ પરિણામ છે. એક રાજનેતા જ્યારે ધન આપતા પકડાય ગયા તો તેમણે કહ્યું કે મિઠાઈ ખાવા માટે રૂપિયા આપી રહ્યાં હતા, પરંતુ તમિલનાડુની ચૂંટણીમાં રૂપિયા-સોનું, ટેલિવિઝન અને લેપટોપ આપવાની ઘટનાઓના વિવરણ પ્રકાશિત થયા બાદ પણ કંઈ થયું નથી. હવે જનતાને જ ભ્રષ્ટ આચરણ કરનારા જનપ્રતિનિધિઓથી નિપટવાનું રહેશે, જેમ કે તમિલનાડુની જનતાએ તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં કર્યું. હવે સમય આવી ગયો છે કે ઈમાનદાર લોકોને પણ લાલચુ બનાવનાર આ નિધિઓને સમાપ્ત કરવાની પહેલ કરવામાં આવે.

(રાજનાથ સિંહ સૂર્ય- લેખક રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ છે)

Wednesday, 22 June 2011

અન્નાના હાલ રામદેવ જેવા થશે: દિગ્વિજય


લોકપાલ કાયદાને લઈને સિવિલ સોસાયટી અને સરકાર વચ્ચે જબરદસ્ત ટકરાવના આસાર દેખાઈ રહ્યા છે. એક તરફ અન્ના સરકારને પાઠ શીખવાડવા માટે 16 ઓગસ્ટથી અનશન પર બેસવાની જીદ પર અડગ છે, તો બીજી તરફ દિગ્વિજય સિંહે કહ્યું છે કે અન્ના અનશન પર બેસીને તો દેખાડે, તેના એવા જ હાલ થશે જેવા રામદેવના થયા.

બુધવારે પત્રકારો સાથે વાતચીત દરમિયાન અન્ના હજારેએ કહ્યું કે સરકારના મનમાં બેઈમાની છે. તે કડક લોકપાલના પક્ષમાં નથી. તેમણે સમાનાંતર સરકાર બનાવવાની કોશિશ કરવાના સરકારના આરોપોને રદિયો આપતા સવાલ કર્યો કે સુપ્રીમ કોર્ટ, ચૂંટણી પંચ અને સીવીસીના સ્વતંત્ર અને સ્વાયત થવાનો અર્થ શું દેશમાં સમાનાંતર સરકાર ચલાવવાનો છે.

અન્નાએ તો ત્યાં સુધી કહ્યું કે આજની તારીખમાં આતંકવાદથી વધારે ખતરનાક ભ્રષ્ટાચાર છે.

અન્નાએ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલ પર દેશની જનતાને ગુમરાહ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે તેમના લોકપાલના ડ્રાફ્ટમાં એવો કોઈ ઉલ્લેખ નથી કે પ્રસ્તાવિત તપાસ એકમને જીડીપીના 1 ટકા જેટલું બજેટ ફાળવવામાં આવે.

અન્ના હજારેએ બુધવારે ફરી એક વખત ઘોષણા કરી છે કે તેઓ 16 ઓગસ્ટથી આંદોલન કરશે અને આ આંદોલન એપ્રિલમાં થયેલા આંદોલનથી ઘણું મોટું હશે. આ આઝાદીની બીજી લડાઈ હશે. જો સરકાર તેમને જંતર-મંતર જવાની મંજૂરી નહીં આપે, તો તેઓ લાઠીઓ ખાશે, ધરપકડ વ્હોરશે અને જેલ જશે, પરંતુ આંદોલન જરૂર થશે.

એ સવાલ પર કે તેમના પ્રસ્તાવિત આંદોલનને પણ બાબા રામદેવના આંદોલનની જેમ જ સરકાર દ્વારા કચડી નાખવાની સ્થિતિમાં શું થશે? હજારેએ કહ્યું કે તેઓ આવી કોઈપણ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. તેઓ ગોળીઓ ખાવા માટે પણ તૈયાર છે.

બીજી તરફ, કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે અન્ના હજારેને ગાંધીવાદી અને વડીલ નેતા ગણાવતા કહ્યું કે તેમના ટેકેદારો તેમને ચણાના ઝાડ પર ચઢાવીને અનશન પર બેસાડી દે છે, જ્યારે તેમની ઉંમર જોતા તેમનું અનશન પર બેસવું યોગ્ય નથી.

દિગ્વિજય સિંહે કહ્યું કે અન્ના હજારે જો નવી દિલ્હીમાં અનશન પર બેસે છે, તો તેનની સાથે પણ તે વ્યવહાર કરવામાં આવશે, જે તે વખતની પરિસ્થિતિઓમાં કરી શકાય છે.

દિગ્વિજય રાહુલ ગાંધીની સ્ટેપની છે: ઉમા


ભાજપના વરિષ્ઠ નેતા ઉમા ભારતીએ ઘોષણા કરી છે કે ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીનો રાજકીય એજન્ડા ભ્રષ્ટાચાર અને અપરાધ રહેશે, તેમ છતાં પણ હિંદુત્વ પાર્ટીની પ્રાણ શક્તિ રહેશે.

સાથે જ તેમણે ભાજપ વિરુદ્ધ બિનજવાબદાર નિવેદન માટે કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહ પર આક્રમક શાબ્દિક હુમલા કરતાં કહ્યું છે કે ઉત્તર પ્રદેશના વર્તમાન રાજકીય પરિદ્રશ્યમાં દિગ્વિજય સિંહની કોઈ ભૂમિકા નથી. તેઓ માત્ર કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીની સ્ટેપની છે.

ઉમા ભારતીએ લખનૌમાં બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ઉત્તર પ્રદેશ ભ્રષ્ટાચારના મામલમાં દેશમાં સૌથી અવ્વલ રાજ્ય છે. રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ બેહદ ખરાબ છે. મહિલાઓ અહીં સૌથી વધારે અસુરક્ષાનો શિકાર છે. આ જોઈને તેમણે નિર્ણય કર્યો છે કે આગામી 2012ની વિધાનસભા ચૂંટણી સુધી ભ્રષ્ટાચાર અને અપરાધ તેમના રાજકીય એજન્ડાના બે મુખ્ય બિંદુ રહેશે.
ભાજપના નેતાએ કહ્યું છે કે આમ તો વિધાનસભા ચૂંટણીમાં ભ્રષ્ટાચાર અને અપરાધ તથા તેની સાથે જોડાયેલા અન્ય જે પણ કોઈ બિંદુ હોય, તેને તેઓ ઉઠાવશે. પરંતુ તેઓ ચાહે છે કે હિંદુત્વ તેમની પ્રાણ શક્તિ રહેશે. ઉમા ભારતીએ કહ્યું હતું, હિંદુત્વ રાષ્ટ્રનો પ્રાણ છે અને દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા હિંદુત્વને કારણે છે.

માયાવતીને અપરાધી તત્વો અને ભ્રષ્ટાચારીઓના મનમાં સરકારનો ભય પેદા કરી શકવામાં નાકામ ગણાવીને ઉમા ભારતીએ કહ્યું છે કે એ ચોંકાવનારી વાત છે કે અહીં માત્ર પોલીસકર્મીઓ જ નહીં, પરંતુ સરકારના મંત્રી પણ ગુનાઓમાં સામેલ છે. તેમણે કહ્યું હતું કે તેઓ અભિયાન ચલાવીને માયાવતી સરકારને પુછશે કે કેન્દ્ર પાસેથી મળેલું ધન ક્યાં અને ક્યાં કામ માટે ખર્ચ કરવામાં આવ્યું.

તેમણે કહ્યું કે તેમનું સંપૂર્ણ ધ્યાન રાજ્યમાં ભાજપની સરકાર લાવીને જનતાને માયાવતીના કુશાસનમાંથી મુક્તિ અપાવવા સંદર્ભે છે, જેથી મહાત્મા ગાંધીએ જે રામરાજની કલ્પના કરી હતી, તે ઉત્તર પ્રદેશમાં આવે.

તેમને પુછવામાં આવ્યું કે શું ગોપીનાથ મુંડે સહીત પછાત જાતિના અન્ય નેતાઓને શું પાર્ટીમાં સમ્માન મળી રહ્યું નથી? આ સંદર્ભે ઉમા ભારતીએ જવાબ આપ્યો કે એવું બિલકુલ નથી, ભાજપમાં પછાત જાતિના નેતાઓની લાંબી હરોળ છે, જે સત્તામાં બેઠેલા છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદી, મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાન, બિહારમાં સુશીલ મોદી અને કર્ણાટકમાં બી. એસ. યેદિયુરપ્પા જેવા પછાત જાતિના નેતાઓ આના ઉદાહરણ છે કે જેમને પૂર્ણ સમ્માન મળી રહ્યું છે.

વડાપ્રધાન મનમોહન સિંહ પર નિશાન સાધતા ઉમા ભારતીએ કહ્યું કે કાળુ નાણું અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ સત્યાગ્રહ કરનારા સ્વામી રામદેવ અને તેમના ટેકેદારો પર પોલીસ કાર્યવાહીમાં વડાપ્રધાને કહ્યું હતું કે તેમની પાસે આના સિવાય અન્ય કોઈ વિકલ્પ ન હતો. તેમણે કહ્યું હતું કે તેમને વડાપ્રધાન પાસેથી આવી અલોકતાંત્રિક ટિપ્પણીની આશા ન હતી. દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક દેશના વડાપ્રધાન દ્વારા આ પ્રકારે કાર્યવાહીનું સમર્થન કરવું લોકતંત્રનું અપમાન છે. તેમણે ઉમેર્યું હતું કે તેઓ પોલીસ દ્વારા કરવામાં આવેલા જુલમની નિંદા કરીને દેશની માફી માંગશે.
મહત્વપૂર્ણ છે કે ભાજપમાં પુનરાગમન બાદ પાર્ટી હાઈકમાન્ડે ઉમા ભારતીને ઉત્તર પ્રદેશમાં ચૂંટણી તૈયારીઓની જવાબદારી આપી છે.