Showing posts with label sonia gandhi. Show all posts
Showing posts with label sonia gandhi. Show all posts

Thursday, 7 July 2011

ધર્મનિરપેક્ષ માળખાથી છેડછાડ


ફાંકોઈસ ગૉટિયર

હું પશ્ચિમી છું અને જન્મથી ખ્રિસ્તી છું. મે કેથોલિક શાળામાં અભ્યાસ કર્યો છે. મારા પિતા ગાય ગૉટિયર, મારા કાકા પેરિસના માંટમાર્ટે ચર્ચના પેરિસ પ્રમુખ હતા. તેઓ એક ખૂબ સારા વ્યક્તિ હતા. ખ્રિસ્તી મતમાં કેટલીક વાતો ઘણી સારી છે, જેમ કે બીજા માટે દાન કરો, સમાનતા, ઈશુ ખ્રિસ્તનો પ્રેમને સંદેશ. મને એ જોઈને અસહજતાનો અનુભવ થયો કે સોનિયા ગાંધી (એડવાઈઝ એન્ટાનિયો મૈનો)ના કાર્યકાળમાં ખ્રિસ્તી મત વધ્યો છે. 2001ની વસ્તીગણતરી પ્રમાણે દેશમાં લગભગ 2.34 મિલિયન ખ્રિસ્તી હતા, જે દેશની કુલ વસ્તીના 2.5 ટકા હતા. પરંતુ આજે દેશમાં નાગાલેન્ડ, મિઝોરમ, મેઘાલય, કેરળ અને આંધ્ર પ્રદેશમાં પાંચ ખ્રિસ્તી મુખ્યમંત્રી છે. અહીં એક વાત જોડવા માંગુ છું કે સોનિયા ગાંધીના નજીકના લોકોમાંથી મોટાભાગના ખ્રિસ્તી અથવા મુસ્લિમ છે. એવું લાગે છે કે તેમને હિંદુઓમાં બિલકુલ વિશ્વાસ નથી. અંબિકા સોની એક ખ્રિસ્તી કે જેઓ કોંગ્રેસના મહાસચિવ અને ઘણાં શક્તિશાળી છે. ઓસ્કર ફર્નાંડીઝ જે કેન્દ્રીય મંત્રી છે અને સોનિયાના ઘણાં કરીબી છે. માર્ગારેટ અલ્વા મહારાષ્ટ્રના જાણીતા નેતા છે. કર્ણાટક પર સંપૂર્ણપણે એ. કે. એન્ટનીનું નિયંત્રણ છે. ત્યાંના સેક્રેટરી દક્ષિણી ખ્રિશ્ચિયન એસોસિએશનથી છે. વાલ્સન થંપૂ નેશનલ કુરીકલમ સમીક્ષા સમિતિના ચેરમેન છે. જોન દયાલને સોનિયા ગાંધીએ રાષ્ટ્રીય એકતા પરિષદમાં રાખ્યા છે અને કંચા લાયા કે જે હિંદુઓને ધૃણા કરે છે, તેમને સંયુક્ત રાષ્ટ્ર અને અમેરિકી કોંગ્રેસમાં લોબી મજબૂત કરવા માટે કામમાં લગાવાયા છે. આ યાદીમાં અજીત જોગી અને દિગ્વિજય સિંહ તથા પ્રણવ રોય અને તેમની ભત્રીજી અરુંધતિ સુજાના રોયનું નામ પણ જોડી શકાય છે.

મારો સોનિયા ગાંધી સાથે કોઈ વ્યક્તિગત અણગમો નથી. તેઓ એક સારી માતા છે અને પોતાના પ્રમાણે બહેતર વ્યક્તિ પણ છે. મે તેમની સાથે ભારતનો પ્રેમ મેળવ્યો છે. હું ગત ત્રીસ વર્ષથી ભારત આવી રહ્યો છું અને મારા લગ્ન એક ભારતીય સાથે થયા છે. આઝાદી સમયે ત્રિપુરામાં કોઈ ખ્રિશ્ચિયન ન હતું, પરંતુ આજની તારીખે ત્યાં 1,20,000 ખ્રિસ્તી છે. 1991 બાદથી ત્યાં ખ્રિસ્તીઓની સંખ્યામાં 90 ટકાનો વધારો થયો છે. અરુણાચલ પ્રદેશમાં આ આંકડા વધુ ચોંકવાનારા છે. 1961માં ત્યાં 1710 ખ્રિસ્તી હતા, પરંતુ આજના દોરમાં અહીં તેઓ 12 લાખ થઈ ચુકયા છે અને ત્યાં 780 ચર્ચો બની ગયા છે. ત્યાં સુધી કે તિરુપતિ પાસે પણ એક ચર્ચ બનાવવાની કોશિશ કરવામાં આવી. નોર્થ ઈસ્ટના ઘણાં અલગતાવાદી આંદોલન જેવા કે મિઝો અથવા બોડો પર ખ્રિસ્તીઓનું માત્ર પ્રભુત્વ નથી, તેમને મિશનરીઓ દ્વારા મદદ પણ મળે છે. કેરળમાં ખાસ કરીને તટીય જિલ્લામાં સ્થાનિક ચર્ચોમાં જાદૂઈ બોક્સ રાખવામાં આવે છે. ભોળા ગ્રામવાસીઓને એક કાગળ પર પોતાની ઈચ્છા લખવાનું કહેવામાં આવે છે- એક હોડી, એક પાકું ઘર અને બાળકોના ભણતર માટે લોન વગેરે અને થોડા દિવસોમાં આ સપના પૂરા થઈ જાય છે. તેવામાં આખો પરિવાર ખ્રિસ્તી ધર્મ અપનાવી લે છે. સુનામી દરમિયાન નાણાંની લાલચમાં આખાને આખા દલિત ગામોએ ખ્રિસ્તી મત અપનાવી લીધો હતો. એ સાચું છે કે મિશનરીઓ અને નન સાથે કેટલીક ખરાબ ઘટનાઓ થઈ છે, ખાસ કરીને ગ્રેહામ સ્ટેન્સ અને તેના બે પુત્રોની હત્યા. બેલ્જિયમના ઈતિહાસકાર કોઈન્રાદ એસ્ટે લેમેન્ટ્સનું કહેવું છે કે જ્યારે હજારો હિંદુઓ મારી નાખવામાં આવતા હતા અને દોઢ લાખ હિંદુઓ કાશ્મીરમાં મારી નાખવામાં આવે છે, ત્યારે વિશ્વ મીડિયાનું ધ્યાન તેની તરફ જતું નથી. પરંતુ જ્યારે કેટલીક મિશનરીઓને સ્થાનિક આદિવાસીઓ દ્વારા અથવા હુલ્લડમાં મારી નાખવામાં આવે છે, ત્યારે ઘણો હંગામો થાય છે. ખ્રિશ્ચયન નાગા આતંકવાદીઓ એક દશકથી હિંદુઓને મારી રહ્યા છે, પરંતુ ક્યારેય પણ વિશ્વ મીડિયા માટે એ મુદ્દો બન્યા નથી. આસામ અને મણિપુરમાં ગત બે દશકમાં હિંસક પ્રવૃતિને કારણે 20 હજાર લોકો પોતાનો જીવ ગુમાવી ચુકયા છે. ગત સપ્તાહે અર્ધલશ્કરી દળના ચાર જવાનોના મોત નીપજ્યા.

એક દિવસ હું મદ્રાસ મેડિકલ સેન્ટર પહોંચ્યો. તમને લોબીમાં ઘુસતા જ જમણી બાજુ નાનકડું ચર્ચ મળી જશે. મે જોયું ત્યાં બધાંને પ્રાર્થના માટે બોલાવવામાં આવતા હતા. દરેક જગ્યાએ ઈશુ ખ્રિસ્તની તસવીરો અને અવતરણો લગાવાયા હતા અને પાદરી તમામ રોગીઓને મળી રહ્યો હતો. ખ્રિસ્તી સંસ્થા દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ અને અનાથાલયો ચલાવાય છે. તે કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં મોટો વેપાર છે.પોંડિચેરીમાં મોટાભાગના હિંદુઓને ખ્રિસ્તી પ્રાર્થનામાં સામેલ થવુ પડે છે અને અધિકતર સમુદાય તેમા સામેલ થતો હતો. ત્યાં હિંદુ વિરોધી સ્લોગન જુદાંજુદાં સ્વરૂપે સંભળાવાય છે. ઈતિહાસના પુસ્તકો અથવા ધાર્મિક કક્ષાઓમાં પાદરીઓ દ્વારા સંભળાવાતા ઉપદેશો દ્વારા હિંદુ વિરોધી વાતો જણાવવામાં આવે છે. ત્યાં સુધી કે પ્રતિષ્ઠિત કોલેજો અને શાળા જેવી કે સેન્ટ સ્ટીફન્સ દિલ્હી, કોલકત્તાની સેન્ટ ઝેવિયર અને મદ્રાસની લોયલા કોલેજ હિંદુ વિદ્યાર્થીઓને ધીરે-ધીરે પોતાના ધર્મ પ્રત્યે સંશય પેદા કરે છે. યાદ કરો કે જ્યારે મુરલી મનોહર જોશી દ્વારા શિક્ષણ પર બોલાવાયેલી મુખ્યમંત્રીઓની બેઠકમાં સરસ્વતી વંદના પર હંગામો થયો હતો.

સોનિયા ગાંધીએ રાષ્ટ્રીય એકતા પરિષદની ગત બેઠકમાં કહ્યું હતું કે અમે આવી કોમવાદી શક્તિઓ કે જે સભ્યતા અને એકતાને નષ્ટ કરી રહી છે, તેમની વિરુદ્ધ લડાઈ લડવા માટે પૂરી રીતે પ્રતિબદ્ધ છીએ. કેટલાંક પક્ષો ધ્રુવીકરણ અને વિવાદોને પ્રોત્સાહન આપે છે. કેટલાંક એવા કાર્યકાળ પણ રહ્યાં કે જેમણે કોમવાદને પ્રોત્સાહન આપ્યું, પરંતુ શું એ વિચારવાનો વખત નથી કે વાસ્તવમાં સોનિયા ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસ કોમવાદને પ્રોત્સાહન આપી રહી છે? ચુપચાપ દરેક જગ્યાએ ખ્રિસ્તીઓ અને મુસ્લિમોની ભરતી કરવામાં આવી રહી છે. મિશનરીઓને ખુલી છૂટ મળી રહી છે. દલિત ખ્રિસ્તીઓ અને દલિત મુસ્લિમોને અનામત માટે દબાણ ઉભું કરવામાં આવી રહ્યું છે.

મારો દેશ ફ્રાંસ કે જે ખ્રિસ્તી બહુલ દેશ છે. ત્યાં એ વિચારવું પણ મુશ્કેલ છે કે હિંદુ અથવા ફ્રાંસમાં પેદા થયેલો હિંદુ શક્તિશાળી પદો પર આસિન થાય. ફ્રાંસમાં આવું શક્ય નથી કે ચૂંટાયા વગરનો, બિન-ફ્રાન્સિસી, બિનખ્રિસ્તી વ્યક્તિ કોઈ મોટા પદ પર આરુઢ થાય. આ ભારતીયોની મોટાઈ છે કે તેમણે સોનિયા ગાંધીને સિરઆંખો પર બેસાડયા છે. મુખ્ય વાત એ છે કે આટલી મોટી સંખ્યામાં ભારતીયોમાં એક પણ વિશ્વસનીય નેતા શોધવામાં આવી રહ્યો નથી. સોનિયા ગાંધીને કારણે જેવો માહોલ બની રહ્યો છે, તે માત્ર ભારત માટે જ એક મોટી ક્ષતિ નથી, પરંતુ વિશ્વ માટે પણ મોટી ક્ષતિ છે.  મારું માનવું છે કે માત્ર ભારતમાં જ તમે આધ્યાત્મિકતાનો યોગ્ય માર્ગ શોધી શકો છો.

શું તમે જાણો છો?

-          30 ટકા ઉચ્ચ પદો પર 2 ટકા ખ્રિસ્તીઓનો કબજો છે.
-           
-          પૂર્વોત્તરના સાત રાજ્યોમાંથી ચાર પર ચર્ચનું સંપૂર્ણ નિયંત્રણ છે.
-           
-          બિન-આરબ મુલ્કોથી આવનારા ફંડના 45 ટકાનો ઉપયોગ ચર્ચ દ્વારા ધર્માંતરણ માટે કરવામાં આવે છે. જ્યારે 40 ટકા અરબ ફંડનો ઉપયોગ જેહાદ અને ઈસ્લામિક સેવાઓને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવે છે.

-          ખ્રિસ્તી ફાધર અને નન બેહદ શાનદાર અને રંગીન જીંદગી જીવે છે અને બહારથી આવેલા નાણાંનો બેહદ ઉપયોગ કરે છે.

Sunday, 26 June 2011

કોંગ્રેસ-ભાજપમાં શ્રેષ્ઠ કોણ?


આશુતોષ, મેનેજિંગ એડીટર, આઈબીએન-7, સૌજન્ય- લાઈવ હિંદુસ્તાન વેબસાઈટ

એ સવાલ હંમેશાથી જ ઉઠે છે કે કોંગ્રેસ અને ભાજપમાં શ્રેષ્ઠ કોણ છે? જવાબ આપવો હંમેશા મુશ્કેલ હોય છે. કોંગ્રેસ આઝાદીની લડાઈમાંથી નીકળેલી પાર્ટી છે. આઝાદી બાદ રાષ્ટ્ર નિર્માણમાં તેની ભૂમિકા છે. જવાહરલાલ નેહરુના સેક્યુલર-ડેમોક્રેટિક-પોલિટિક્સે આ દેશને પાકિસ્તાન બનતો બચાવી લીધો. ભાજપ આ દાવો કરી શકે તેમ નથી. આઝાદીની લડાઈ સમયે ભાજપ હતું જ નહીં. આરએસએસ હતું.

ગાંધીજીની હત્યા બાદ લાગેલા પ્રતિબંધથી આરએસએસને રાજકીય પક્ષનું મહત્વ સમજમાં આવ્યું અને જનસંઘનો ઉદય થયો. શ્યામા પ્રસાદ મુખર્જી અને ત્યાર બાદ દીનદયાળ ઉપાધ્યાયે પાર્ટીની બાગડોર સંભાળી. હિંદુવાદમાં લપેટાયેલો ઉગ્ર-રાષ્ટ્રવાદ જનસંઘની ઓળખ બન્યો. કેડર આધારીત પાર્ટી થયા બાદ પણ તેનો જનાધાર સીમિત હતો.

કટોકટીએ જનસંઘને દેશની રાજનીતિના કેન્દ્રમાં લાવવામાં મદદ કરી. પરંતુ ભાજપનો અસલી ઉભાર અયોધ્યા આંદોલન વખતે દેખાયો. બોફોર્સની માર, મંડલ અને મંદિર પર સ્પષ્ટ સ્ટેન્ડ ન લેવાની લાચારી અને લચર નેતૃત્વે કોંગ્રેસને કેન્દ્રની સત્તાથી દૂર કરી દીધી અને ભાજપ પહેલીવાર કેન્દ્રમાં સરકાર બનાવવામાં કામિયાબ થયું. ત્યાર બાદથી જ દેશમાં દ્વિધ્રુવીય રાજનીતિની શરૂઆત થઈ.

દેશની રાજનીતિના એક ધ્રુવની આગેવાની કોંગ્રેસ પાસે અને બીજા ધ્રુવની આગેવાની ભાજપ પાસે રહી. પરંતુ નવી આર્થિક નીતિએ બંને મુખ્ય પક્ષો વચ્ચેના વૈચારીક અંતરને ઓછું કરી દીધું. આજે ભાજપ અને કોંગ્રેસમાં કોઈ ખાસ ફરક દેખાતો નથી. ન તેમના નેતાઓના આચરણમાં અને ન તેમની નીતિઓના સ્તરમાં કોઈ ફરક દેખાઈ રહ્યો છે. નહીંતર એક જમાનો હતો, કોંગ્રેસ સમાજવાદનો ઢોલ પીટતી હતી અને ગુટનિરપેક્ષતા આંદોલનની આગેવાન હોવા છતાં તે સોવિયત સંઘ સાથે ઘણો ધરોબો ધરાવતી હતી.

જનસંઘ અને ભાજપને ત્યારે આર્થિક રીતે ખુલ્લા બજારવાદની ટેકેદાર ગણાવાતા હતા અને તે અમેરિકા સાથે નજીકના સંબંધોની તરફેણ કરતા હતા. સમાજવાદના ખાત્માની સાથે જ કોંગ્રેસ પણ આર્થિક ઉદારવાદના ખોળામાં બેસી ગઈ. મનમોહન સિંહના સૌજન્યથી દેશમાં બજારવાદનનો પવન વહેવા લાગ્યો. આરએસએસને તમામ સ્વદેશી આંદોલન છતાં અટલ બિહારી વાજપેયીના છ વર્ષના શાસનમાં દેશ ઉદારીકરણના રસ્તાથી સહેજ પણ ભટક્યો નહીં. ક્યારેક-ક્યારેક તો એ લાગતું હતું કે કોંગ્રેસ પણ જો 1998થી 2004 સુધી કેન્દ્રમાં સત્તામાં રહેત, તો આર્થિક નીતિઓમાં કોઈ નવી વસ્તુ જોવા મળત નહીં.

ધ્યાનથી જોવામાં આવે તો સેક્યુલારિઝમ સિવાય માત્ર એક અંતર બંનેમાં નજરે પડે છે. ભાજપ કોંગ્રેસની સરખામણીએ વધારે લોકતાંત્રિક પાર્ટી દેખાય છે. નેહરુ-ગાંધીના વારસાને કારણે કોંગ્રેસમાં જે પ્રકારની આંતરીક લોકશાહી હોવી જોઈએ, તેમા સ્પષ્ટપણે કમી નજરે પડે છે.

આઝાદીના 63 વર્ષો બાદ પણ પાર્ટી નેહરુ-ગાંધીની મોહતાજ છે. સોનિયા ગાંધીએ કોંગ્રેસની બાગડોર સંભાળી ન હોત, તો કદાચ કોંગ્રેસનું આજે કોઈ નામ પણ લેનારું ન હોત. નરસિંહ રાવ અને સીતારામ કેસરીએ પાર્ટીની અધોગતિ કરી દીધી હતી અને પાર્ટી એટલી હદે કમજોર થઈ ગઈ કે આજ સુધી કેન્દ્રમાં એકલા હાથે સરકાર બનાવવાનું વિચારી શકી નથી.

સોનિયા પર નિર્ભરતાએ પાર્ટીને કેન્દ્રમાં વાપસીમાં મદદ તો કરી, પરંતુ તેને હંમેશા માટે પંગુ પણ બનાવી દીધી. તમામ મોટા નેતાઓ હોવા છતાં પણ પાર્ટી રાહુલ ગાંધીમાં પોતાના આગલા નેતા અને વડાપ્રધાન જોવા માટે બાંધ્ય છે. પાર્ટીમાં આંતરીક ચૂંટણી સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગઈ છે. એક વખત હતો, જ્યારે કોંગ્રેસ કાર્યકારિણીના સભ્યો ખુલ્લી ચૂંટણીઓ દ્વારા ચૂંટાતા હતા, આજે આ પરંપરા ખતમ થઈ ગઈ છે. કાર્યકારિણી માટે નેતા ઈલેક્ટ નહીં, સિલેક્ટ થાય છે. મુખ્યમંત્રીની ચૂંટણી ધારાસભ્યો નહીં, હાઈકમાન્ડ કરે છે.

ભાજપ આ મામલામાં અત્યાર સુધી ખુશકિસ્મત માની શકાય છે. પાર્ટી એક પરિવારના સહારે નથી. ત્યાં કોઈપણ સામાન્ય કાર્યકર્તા પાર્ટીના અધ્યક્ષ બનવાનો ખ્વાબ પાળી શકે છે અને દેશના વડાપ્રધાન પણ બની શકે છે. તેમને ત્યાં કોઈ એક નેતાનો આદેશ ચાલતો નથી. વરિષ્ઠ નેતાઓ સાથે બેસીને નિર્ણયો કરે છે.

લાલકૃષ્ણ અડવાણી જેવા વરિષ્ઠ નેતાએ પણ, ભલે આરએસએસના દબાણમાં જ સહી, પાર્ટીના અધ્યક્ષ અને વિપક્ષના નેતાનું પદ છોડવું પડે છે. પાર્ટીમાં વિકસિત થયેલા અરુણ જેટલી અને સુષ્મા સ્વરાજ જેવા લોકો વડાપ્રધાન બનાવાના સપના જોઈ શકે છે. તેના માટે તેમને પોતાની કાબેલિયત સાબિત કરવાની રહેશે. રાહુલ ગાંધીની જેમ પરિવારમાં જન્મ લેવો તે એકમાત્ર યોગ્યતા નથી.
મનમોહન સિંહના હોવા છતાં હું એ કહેવાની ગુસ્તાખી કરી શકુ કે કોંગ્રેસમાં કોઈ નીતિન ગડકરી પણ હોઈ શકે છે, તેમા મને શંકા નથી. મનમોહન સિંહને હું અપવાદ માનુ છુ. હું ત્યારે કોંગ્રેસને દાદ આપીશ, જ્યારે રાહુલ ગાંધીના હોવા છતાં પાર્ટી આગામી ચૂંટણીમાં અન્ય કોઈ નેતાને વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરે. કહેનારા એ કહી શકે કે ભાજપમાં આરએસએસના ઈશારા વગર પાંદડુ પણ હલતુ નથી.

પરંતુ આરએસએસ પોતાની તમામ ખામીઓ છતાં પાર્ટીના રોજિંદા કામોમાં હસ્તક્ષેપ કરતું નથી, જ્યારે કોંગ્રેસમાં રોજિંદા નિર્ણયો નેહરુ-ગાંધી પરિવારના ઈશારા વગર થઈ શકતા નથી. આરએસએસ ભાજપ પર નિયંત્રણ રાખે છે, આ સચ્ચાઈ છે, પરંતુ તેનું નિયંત્રણ વૈચારીક છે, જ્યારે કોંગ્રેસમાં નેહરુ-ગાંધી પરિવાર દરેક જગ્યાએ, દરેક વખતે હાજર છે.

સોનિયા ગાંધીએ કોંગ્રેસમાં નવી ઊર્જાનો સંચાર કર્યો, રાહુલની હાજરી પાર્ટીમાં શક્તિ આપે છે. નેહરુ-ગાંધી પરિવારને કારણે પાર્ટીમાં ભાજપ કરતાં ઘણું વધારે અનુશાસન છે, જૂથબંધી પર અંકુશ છે. જ્યારે ભાજપમાં આરએસએસની હાજરીમાં પણ અનુશાસનની કોઈ ગેરેન્ટી નથી. એક સર્વમાન્ય નેતાની ગેરહાજરીએ ભાજપને જૂથબાજીનું પર્યાય બનાવી દીધું છે. સુષ્મા, જેટલી, વેંકૈયા, રાજનાથ, અનંત કુમાર, મુરલી મનોહર જોશી, નરેન્દ્ર મોદી તમામ એકબીજાથી નિપટવામાં લાગેલા છે. પાર્ટીના અધ્યક્ષ નીતિન ગડકરીને પણ ગોપીનાથ મુંડેનો ડર લાગે છે.

શીર્ષસ્થ સ્થાનો પર જનાધારવિહીન નેતાઓએ કબજો જમાવી દીધો છે. અને આ નેતા દિવસભર જનાધારવાળા નેતાઓને બરબાદ કરવામાં લાગેલા રહે છે. કલ્યાણ સિંહ, ઉમા ભારતી, બાબુલાલ મરાંડી, શંકર સિંહ વાધેલા, વસુંધરા રાજે સિંધિયા અને હવે ગોપીનાથ મુંડે તેના ઉદાહરણ છે. વળી વૈચારીક સ્તર પર ભાજપ લઘુમતીઓને સુરક્ષાની ગેરેન્ટી આપી શકતું નથી. ગુજરાતના હુલ્લડો દિલમાં દહેશત ભરી રહ્યાં છે. તેવામાં કોંગ્રેસના સેક્યુલારિઝમ અને અનુશાસન પર જો પરિવારવાદનો ડાઘ છે, તો ભાજપમાં આંતરીક લોકતંત્ર અને ખુલ્લાપણા પર કોમવાદ તથા જૂથબાજીના નાગ ફેણ ચઢાવીને બેઠા છે. તેવામાં શ્રેષ્ઠ કોણ તે નિર્ણય આમ આદમી પર જ છોડી દેવો જોઈએ.
(આ લેખકના વ્યક્તિગત વિચારો છે.)

દિગ્વિજયની રાજકીય દિશા


સ્વપ્ન દાસગુપ્તા, સૌજન્ય- દૈનિક જાગરણ

અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના અકબર રોડ ખાતેના કાર્યાલયમાં મોટાભાગે આવનારા આગંતુકો માને છે કે અહીં માત્ર એક જ વ્યક્તિ લાયક છે જેની સાથે વાત કરી શકાય છે. તે છે પાર્ટીના બડબોલા મહામંત્રી દિગ્વિજય સિંહ. ગત બે વર્ષોમાં મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ કોંગ્રેસમાં પોતાનું વિશેષ સ્થાન બનાવ્યું છે. સર્વપ્રથમ, તેમણે સાથી મહામંત્રી અને નક્કી ઉત્તરાધિકારી રાહુલ ગાંધીના કાન બનવાની પ્રતિષ્ઠા હાસિલ કરી છે. દિગ્વિજય સિંહ જે પણ કહે છે, તેને 41 વર્ષીય રાહુલ ગાંધીનું સમર્થન હાસિલ હોય છે. બીજું, દિગ્વિજય સિંહે કોંગ્રેસના એકમાત્ર અસલ મુસ્લિમ નેતાની છબી બનાવી લીધી છે. આ એવું સમ્માન છે જેનાથી ક્યારેક સરદાર વલ્લભભાઈ પટેલે કટાક્ષ સાથે જવાહરલાલ નેહરુને નવાજ્યા હતા.

જ્યારથી અન્ના હજારેના અનશન અને બાબા રામદેવ સાથે થયેલા છળ-કપટથી સિવિલ સોસાયટીએ ખુદને રાજકીય પરિદ્રશ્ય પર ઉભારી છે, ત્યારથી દિગ્વિજય સિંહે કોંગ્રેસની મનમોહનના નેતૃત્વવાળી યુપીએ સરકારથી અલગ ઉભા રહેવાની તક છોડી નથી. જ્યારે લોકપાલબિલનો મુસદ્દો તૈયાર કરવા માટે કેબિનેટ મંત્રીઓ અને અન્ના હજારેની ટીમની સંયુક્ત સમિતિ રચવામાં આવી હતી, ત્યારે દિગ્વિજય સિંહે સિવિલ સોસાયટી બ્રિગેડની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા હતા. જ્યારે ચાર મંત્રી અને નોકરશાહ એરપોર્ટ પર બાબા રામદેવ સાથે વાતચીત કરવા પહોંચ્યા હતા અને બાબાને આશ્વસ્ત કર્યા કે સરકાર તેમની માગણીઓ માનવા માટે રાજી છે, દિગ્વિજય સિંહે યોગગુરુને મહાઠગ ગણાવીને મંત્રીઓથી વિપરીત વલણ અપનાવ્યુ હતુ. તેમણે કહ્યુ કે આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રાજકીય શરારત છે. જ્યારે કોંગ્રેસ કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીનો 41મો જન્મ દિવસ ઉજવ્યો તો દિગ્વિજય સિંહે ઘોષણા કરી કે આ યોગ્ય સમય છે જ્યારે રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવામાં આવે.

કોઈ ફિલ્મમાં જેમ્સ બોન્ડનો ડાયલોગ હતો- કોઈ ઘટના પહેલીવાર અકસ્માત, બીજી વાર સંયોગ અને ત્રીજી વાર ષડયંત્ર છે. યુપીએ સરકાર અને વડાપ્રધાન મનમોહન સિંહને પરોક્ષપણે નિશાન બનાવવાની દિગ્વિજય સિંહના નિવેદનોની નિરંતરતાને કોઈપણ હિસાબે અકસ્માતની સંજ્ઞા આપી શકાય નહીં. જો દિગ્વિજય સિંહ પાર્ટીથી ઉપર થઈને વાત કરી રહ્યાં હોત તો કોંગ્રેસના માલિક તેમને કડક શબ્દોમાં સમજાવી દેત કે ફૂટ સોલ્જરોનું કામ જોવાનું છે, સાંભળવાનું નહીં. જો કે આ પ્રકારના કોઈ સંદેશ તેમને આપવાના સંકેત નથી, તેવામાં એવું માની લેવાનો મજબૂત આધાર છે કે દિગ્વિજય સિંહની નિવેદનબાજી પર સંમતિની મહોર લાગેલી છે, પરંતુ ઈન્કારની શરતની સાથે. જો કોઈ વાત ભયજનક રીતે ખોટી થઈ જાય છે, જેમ કે રાહુલ ગાંધીના જન્મ દિવસે અતિ ઉત્સાહભર્યો સંદેશ તો તેને તેમનું વ્યક્તિગત મંતવ્ય ગણાવીને છેડો છોડાવાય છે.

દિવસેને દિવસે એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે દિગ્વિજય સિંહ કોંગ્રેસના પ્રથમ પરિવાર માટે લાકડાના ઘોડા નથી. શરૂઆતમાં વિભિન્ન ગાંધીવાદીઓ અને સિવિલ સોસાયટીના સમૂહો તથા કોંગ્રેસની વચ્ચે અંતર બનાવવામાં કંઈક સમજદારી નજરે પડતી હતી, પરંતુ જે યોજનાબદ્ધ રીતે દિગ્વિજય સિંહે અન્નાની ટીમ પર હુમલો કર્યો અને બાબા રામદેવની બેદર્દીની મજાક ઉડાડી તેનાથી સિવિલ સોસાયટી અને સરકાર વચ્ચે સંબંધ વિચ્છેદ અપરિહાર્ય થઈ ગયો.

એ મહત્વપૂર્ણ છે કે દિગ્વિજય સિંહ સિવિલ સોસાયટીને નિશાન બનાવવાથી જ થોભ્યા નથી. પ્રણવ મુખર્જીના સંદર્ભમાં આખી રાજકીય શાખ દાવ પર લગાવવાના નિવેદનથી સીધો હુમલો તેમની ગુસ્તાખીથી ઘણો વધારે અર્થ રાખતો હતો. સરકારની ભીરુતા પર દિગ્વિજયનો હુમલો સમજી-વિચારીને કરાયેલો સંકેત હતો. સ્પષ્ટ છે, તેની પાછળ વરિષ્ઠ નેતૃત્વનો હાથ હતો.

કોંગ્રેસના આંતરીક અસંતોષથી વડાપ્રધાનની અધિસત્તાને ક્ષતિ પહોંચી છે. છ માસ પહેલા કોંગ્રેસમાં મંત્રીમંડળનો ફેરફાર ચર્ચાનો વિષય હતો. આજે આ ચર્ચાનું સ્થાન એ સવાલે લઈ લીધું છે કે શું યુપીએ સરકારમાં વચાગાળાનું નેતૃત્વ પરિવર્તન થવા જઈ રહ્યું છે? કોંગ્રેસે આખું અઠવાડિયું એ જતાવવાની કોશિશ કરી કે આ માત્ર અટકળ છે, પરંતુ આ મુદ્દો કેટલો ગરમ છે, તે સ્પષ્ટ છે. એક તરફ દિગ્વિજય સિંહની રાહુલને વડાપ્રધાન બનાવવાની વકીલાત અને બીજી તરફ રાજકીય મહત્વકાંક્ષી પર્યાવરણ જયરામ રમેશે ઉદ્યોગો વિરુદ્ધ હરિત શક્તિનો ઉપયોગ કરવાથી શું રાજકીય પર્યવેક્ષકોને એ નિષ્કર્ષ પર પહોંચવા બદલ દોષિત ઠેરવી શકાય કે વડાપ્રધાન લાચાર અને અશક્ત છે?

કમજોર, લાચાર અને લકવાગ્રસ્ત સરકારની છબીને કારણે શાસન પર નકારાત્મક અસર પડે છે. હંમેશા સુરક્ષિત ચાલનારી નોકરશાહીએ નિર્ણયો લેવાના લગભગ બંધ કરી દીધા છે. ન્યાયતંત્ર સુધારની મુદ્રામાં છે અને કેગ જેવી સંસ્થા સરકારી ધનની તપાસથી આગળ વધીને નીતિગત સમીક્ષા કરી રહી છે. આ બધાંનું પરિણામ એ થયું છે કે રાજકીય સંકટની સાથેસાથે ભારત આર્થિક મુશ્કેલીઓથી ઘેરાઈ ગયું છે. નવ ટકા મોંઘવારીએ આમ આદમીની કમર તોડી નાખી છે. ઊંચા વ્યાજદરો અને ઘટતી માંગથી ઉદ્યોગ જગત ત્રસ્ત છે. વધતી રાજકોષીય ખાધ અને સુધારા પર અંકુશથી રોકાણકારોનો વિશ્વાસ ડગમગ્યો છે. કોંગ્રેસે સાવધાન થઈ જવું જોઈએ, કારણ કે દિગ્વિજય સિંહ દ્વારા પાર્ટી અને સરકાર વચ્ચે ખેંચવામાં આવેલી વિભાજન રેખા કાલ્પનિક છે. જો કે કોંગ્રેસના સંકટથી રાજકીય લાભ ઉઠાવવાની ભાજપની અક્ષમતાને કારણે પાર્ટી આત્મસંતુષ્ટિના નશામાં નજરે પડી રહી છે. કોઈપણ દેશમાં જ્યારે લોકતંત્રના મૂળિયા ભારત જેટલા ઉંડા નથી, આ સ્થિતિઓમાં સૈન્ય તખ્તાપલટ થઈ શકતો હતો, પરંતુ દિલ્હીમાં મહેલની અંદરથી સત્તાપલટની સ્થિતિઓ ઉભરી રહી છે. જોખમોથી ખેલવાનું જોખમ ભલે સફળ ન થાય, આ કોંગ્રેસને અસ્ત-વ્યસ્ત પરિસ્થિતિમાં જરૂરથી પહોંચાડી શકે છે.

(સ્વપ્ન દાસગુપ્તા- લેખક વરિષ્ઠ કોલમિસ્ટ છે)

Friday, 24 June 2011

ઈતિહાસનું કાળું પાનુ


 (એ. સૂર્યપ્રકાશ, સૌજન્ય- દૈનિક જાગરણ)
દેશની અંદર અને બહાર દરેક એ સારી રીતે જાણે છે કે કેન્દ્ર સરકારની અંદર જે પણ કંઈ ચાલે છે, તેને એક બંધારણેત્તર શક્તિ કેન્દ્ર દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. એ પણ કોઈ રહસ્ય નથી કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી 2004ની લોકસભા ચૂંટણીમાં યુપીએની જીત બાદ સીધે-સીધા મનમોહન સિંહને વડાપ્રધાન બનાવીને સુપર બંધારણીય સત્તા બની ગયા હતા. સરકાર પર પકડ જાળવી રાખવા તે નિયમિત રીતે પોતાની શક્તિનું પ્રદર્શન કરે છે. જો કે કોંગ્રેસમાં આ પ્રકારની બંધારણેત્તર શક્તિઓની પરંપરા રહી છે, માટે કોંગ્રેસને તેમા કોઈ સિદ્ધાંત, બંધારણના ઉલ્લંઘન જેવી વાત નજરે આવતી નથી. નેહરુ-ગાંધી પરિવાર કોંગ્રેસના કામકાજમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. પાર્ટી એ ધારણા પર ચાલી રહી છે કે આ પરિવારના સભ્યને સરકારી કામકાજમાં દખલ આપવા માટે કોઈ ઔપચારીક પદની જરૂરત નથી.

સામાન્ય ધારણાથી વિપરીત, આ પ્રક્રિયા નેહરુના દિવસોમાં જ શરૂ થઈ ગઈ હતી. તેમની પુત્રી ઈન્દિરા ગાંધીએ રાજકારણમાં રસ લેવાનું શરૂ કરી દીધું હતું અને 1950ના દશકના આખરી વર્ષોમાં નેહરુએ તેમને કોંગ્રેસ અધ્યક્ષ પણ બનાવી દીધા હતા. આ પરિવારના સભ્યોની આક્રમક રીતે બંધારણેત્તર પ્રવૃતિઓમાં દખલ 1970ના દશકના મધ્યમાં જોવા મળી. ત્યારે યુવક કોંગ્રેસના અધ્યક્ષ સંજય ગાંધીએ કેન્દ્રીય મંત્રીઓ અને મુખ્યમંત્રીઓને આદેશ આપવાનું શરૂ કરી દીધું હતું. શાસનની આ પદ્ધતિ કટોકટી દરમિયાન તમામ હદો પાર કરી ગઈ. પોતાની માતા વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા પ્રેરીત સંજય ગાંધીએ સંઘીય સ્તર પર અને રાજ્યોમાં સમાંતર સત્તા કેન્દ્ર સ્થાપિત કરી લીધા હતા. કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની પાંખો કાપી નાખવામાં આવી હતી અને આખા ભારતમાં ભયનું શાસન કાયમ કરી દેવામાં આવ્યું હતું. ઈન્દિરા ગાંધી સંજય ગાંધીના કારનામાઓથી એટલા બધાં અભિભૂત હતા કે તેમણે પોતાની પ્રચંડ બહુમતીના જોરે 1971-76ની લોકસભાના કાર્યકાળને એક વર્ષ માટે વધારી દીધો હતો. આ ભયજનક તબક્કો ત્યારે ખતમ થયો કે જ્યારે લોકોએ ચૂંટણીમાં કોંગ્રેસને ઉખાડી ફેંકી. ઈન્દિરા ગાંધીએ આ ચૂંટણી એ ગુપ્ત રિપોર્ટો બાદ કરાવી કે જનતા તેમનું સમર્થન કરશે.

આ કોંગ્રેસના શાસનનો ઈતિહાસ છે, પરંતુ ઘણાં કોંગ્રેસીઓ દેખાડો કરે છે કે આવું કંઈ થયું જ નથી અથવા આ લોકોની સ્મૃતિમાંથી ભૂંસાઈ ગયું છે. પરંતુ તે લોકો જેમનો લોકતંત્રમાં અટલ વિશ્વાસ છે, તેઓ ફરીથી આવું થવા દેવા ઈચ્છતા નથી. આતંકના દિવસોને ભૂલવા મુસીબતોને ફરીથી નોતરું આપવા સમાન છે. માટે લોકતંત્રને ખાતર કટોકટીની વર્ષગાંઠ 25 જૂન પર તેના કાળા દિવસોને યાદ કરવા જરૂરી છે. આ સંદર્ભે કેટલાંક સંગઠનો અને વ્યક્તિઓ પર સમાંતર સત્તા ઉભી કરવા સંબંધિત કેન્દ્રીય મંત્રીઓના આરોપોની ભર્ત્સના કરવી જરૂરી થઈ જાય છે. ઉદાહરણ માટે, ભ્રષ્ટાચારની સમસ્યાનું સમાધાન કરવાની ઈચ્છા ન ધરાવતી સરકાર વડાપ્રધાન અને સાંસદોને લોકપાલની મર્યાદામાં લાવવાથી પગ પાછા ખેંચી રહી છે. આ એવો મામલો છે જે નાગરીકોને મોટા વર્ગને પરેશાન કરી રહ્યો છે. નેહરુના સમયથી જ કોંગ્રેસ ભ્રષ્ટાચાર પર અંકુશ લગાવવાના પગલા લેતા ખચકાતી રહી છે. ઉદાહરણ માટે આઝાદી બાદથી જ કોંગ્રેસ પાર્ટીના વફાદાર સભ્યોને જ રાજ્યપાલ તરીકે નિયુક્ત કરતી રહી છે. આ પ્રકારે તેણે હંમેશા પ્રયાસ કર્યો છે કે ચૂંટણી કમિશનર એવો વ્યક્તિ ન બની જાય જે સ્વતંત્ર રીતે નિર્ણય કરી શકતો હોય. કટોકટી દરમિયાન કોંગ્રેસ ખુલ્લેઆમ સ્વતંત્ર મીડિયા અને ન્યાયતંત્ર વિરુદ્ધ અભિયાન ચલાવતી રહી છે. બંધારણમાં 42મા સંશોધન પર સંસદમાં થયેલી ચર્ચાથી જ સ્પષ્ટ થઈ જાય છે કે કોંગ્રેસ ન્યાયતંત્ર, મીડિયા અને સ્વતંત્ર વિચારવાળા નોકરશાહોથી કેટલી હદે વિરુદ્ધ છે. સી. એમ. સ્ટીફેન જેવા લોકોએ ખુલ્લેઆમ સમર્પિત ન્યાયતંત્રની તરફેણ કરી હતી. આ સમર્પણ બંધારણ પ્રત્યે નહીં, પરંતુ કોંગ્રેસ પ્રત્યે અભિષ્ટ હતું. ત્યાર બાદ પણ પરિસ્થિતિમાં કોઈ પરિવર્તન આવ્યું નથી. હંમેશા એ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે પાર્ટીના ટેકેદાર અથવા પછી દાગદાર છબીવાળા વ્યક્તિ બંધારણીય પદો પર તેનાત કરી દેવામાં આવે. તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે ચૂંટણી કમિશનર તરીકે નવીન ચાવલાની તેનાતી, જેમને શાહ તપાસ પંચ કોઈપણ જાહેર પદ માટે અયોગ્ય ઠેરવી ચુક્યું છે. તેનું બીજું ઉદાહણ છે, કોંગ્રેસ દ્વારા માપદંડોનો છેદ ઉડાડીને ભ્રષ્ટાચારના એક આરોપીને કેન્દ્રીય વિજિલન્સ કમિશનર તરીકે તેનાત કરવો.
                                                                         
આ પરિપેક્ષ્યમાં કપિલ સિબ્બલ અને પી. ચિદમ્બર જેવા કેટલાંક કેન્દ્રીય મંત્રીઓના પ્રવચન સાંભળવા ઘણાં અજીબ લાગે છે, જે 1980ના દશકમાં મીડિયા વિરોધી બિલ લાવવાના કર્ણધાર હતા. કેટલાંક દિવસો પહેલા તેમણે સંયુક્ત રીતે મીડિયાને સંબોધિત કરતા મજબૂત લોકપાલ બિલ લાવવાની પક્ષધર સિવિલ સોસાયટીના સભ્યો પર હુમલો કર્યો કે બહારના લોકો દ્વારા કરવામાં આવેલા નિર્ણયોના આધારે સરકાર ચલાવવી યોગ્ય નથી. મજબૂત લોકપાલની વિરુદ્ધ તેમની અન્ય એક દલીલ હતી કે સરકારની સમાંતર વધુ એક માળખું ઉભું કરી શકાય નહીં. આ મંત્રીઓએ આશ્ચર્ય દર્શાવતા કહ્યું કે સરકાર પોતાની શક્તિઓને ઘટાડવાનું કામ કેવી રીતે કરી શકે છે? પરંતુ શું મનમોહન સિંહ સરકાર ગત સાત વર્ષોથી આ જ નથી કરી રહી? શું તેણે પોતાની શક્તિઓ બંધારણેત્તર સત્તા સોનિયા ગાંધીના હાથમાં સોંપી દીધી નથી? પી. ચિદમ્બરમની દલીલ તો તેનાથી પણ વધારે હાસ્યાસ્પદ હતી કે દેશમાં બંધારણ છે, તેના મૂળ ઢાંચામાં બદલાવ કરી શકાય નહીં. કોંગ્રેસના ડઝનબંધ સાંસદો અને નેતાઓએ સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિપાદિત બંધારણના મૂળભૂત ઢાંચાના વિચારની સંસદની અંદર અને બહાર અનેકવાર ફજેતી કરી છે. તેમણે તો ત્યાં સુધી કહ્યુ કે તેમની પાસે સુપ્રીમ કોર્ટના જજોને પાઠ ભણાવવાની પોતાની રીતો છે.

કટોકટીની વર્ષગાંઠ પર આપણે આ ભયાનક બંધારણીય સંશોધનો પર પણ નજર નાખવી જોઈએ કે જે કોંગ્રેસે કટોકટી દરમિયાન કર્યા હતા. તેમાં વડાપ્રધાનને બંધારણથી ઉપર સ્થાપિત કરવા, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની શક્તિઓને ઓછી કરવી અને રાષ્ટ્રપતિને કાર્યકારી આદેશના માધ્યમથી બંધારણ સંશોધનની શક્તિ પ્રદાન કરવાની બાબત સામેલ હતી. આ સંશોધનોએ બંધારણના મૂળભૂત સિદ્ધાંતોને જ ધ્વસ્ત કરી દીધા હતા. કોંગ્રેસના વલણમાં હજી પણ કોઈ પરિવર્તન આવ્યું નથી, માટે વધારે સાવધાન રહેવાની જરૂરત છે. આપણે 25 જૂનનો ખુદને એ યાદ દેવડાવવા માટે ઉપયોગ કરવો જોઈએ કે કોંગ્રેસ અથવા તેના નેતૃત્વવાળી સરકાર કઈ કઈ શરારતો કરવામાં સમર્થ છે? આપણે વિરોધથી ધૃણા કરનારી કોંગ્રેસ દ્વારા કટોકટી દરમિયાન મારવામાં આવેલા, સતાવાયેલા અને જેલમાં પૂરી દેવાયેલા લાખો લોકોનું સ્મરણ કરવું જોઈએ.

Wednesday, 22 June 2011

‘પ્રણવ મુખર્જીની જાસૂસી પાછળ સોનિયા ગાંધી’


કેન્દ્રીય નાણાં મંત્રી પ્રણવ મુખર્જી અને તેમના કાર્યાલયની જાસૂસીના મામલામાં નવો વળાંક આવતો હોય તેમ પ્રતીત થઈ રહ્યું છે. આ જાસૂસી કાંડને લઈને જનતા પાર્ટીના સુબ્રમણ્યમ સ્વામીએ આરોપ લગાવ્યો છે કે સોનિયા ગાંધીના કહેવાથી પ્રણવ મુખર્જીની જાસૂસી કરાવવામાં આવી. તેમણે કહ્યું છે કે સોનિયાએ આના માટે ચિદમ્બરમનો ઉપયોગ કર્યો છે.

સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે સોનિયા ગાંધીના કહેવાથી હસન અલી મામલામાં પ્રણવ મુખર્જીની જાસૂસી કરવામાં આવી અને આ જાસૂસી ગૃહમંત્રી પી. ચિદમ્બરમે કરાવી છે. તેમણે કહ્યું છે કે તેમની જાણકારી પ્રમાણે સુપ્રીમ કોર્ટના દબાવમાં પ્રણવ મુખર્જી નમતા દેખાયા હતા. ઘણાં મોટા નામોનો ખુલાસો થઈ શકે તેમ હતો, માટે પ્રણવ મુખર્જીની જાસૂસી કરાવામાં આવી હતી.
                               
સ્વામીએ કહ્યું કે માત્ર ચ્યુઈંગમનો હવાલો આપીને ખબરોને રદિયો આપવો બેતુકી વાત છે, કારણ કે ગુપ્તચર એજન્સીઓ જાસૂસી માઈક્રોફોન અથવા નાના કેમેરા લગાવવા માટે જ ચ્યુઈંગમનો ઉપયોગ કરે છે.

સુબ્રમણ્યમ સ્વામીના આ ખુલાસા બાદ દેશના રાજકીય વાતાવરણમાં ફરી એક વાર ગરમાવો આવ્યો છે. ભાજપે આ જાસૂસી કાંડની તુલના અમેરિકાના વોટરગેટ સ્કેન્ડલ સાથે કરી છે અને મામલાની તપાસની માગણી કરી છે.

બીજી તરફ પ્રણવ મુખર્જીએ કહ્યું છે કે આ નકલી મામલો છે. તેમા સમય બરબાદ કરવાની જરૂરત નથી.

બીજી તરફ, લોકસભામાં વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજે કહ્યું છે કે નાણાં મંત્રી આને રફાદફા કરવા ઈચ્છે, તો તે તેમની મજબૂરી હોઈ શકે છે. ચ્યુઈંગમની વાત કરવી મજાક છે. તેની તપાસ થવી જોઈએ, જ્યારે કેન્દ્રીય ગૃહ સચિવ જી. કે. પિલ્લઈએ કહ્યું હતું કે તપાસમાં કંઈ જ મળ્યું નથી.

Monday, 20 June 2011

સ્વ-લક્ષ્ય સિદ્ધિ માટે સરકાર તૈયાર


-એન. કે. સિંહ

કોમવાદ અને લક્ષિત હિંસા (ન્યાય તથા ક્ષતિપૂર્તિ) નિરોધક વિધેયક-2011નો મુસદ્દો જો પારિત થઈ જશે તો કોમવાદી હિંસાની પરિભાષા બદલાઈ જશે.

તેના પ્રમાણે, કોમવાદી હિંસા એ છે કે જે ધાર્મિક અને ભાષાયી લઘુમતીઓ વિરુદ્ધ હોય. એટલે કે જો બહુમતી પર હુમલો થાય છે, તો તે આ વિધેયક પ્રમાણે કોમવાદી હિંસા નથી. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતાવાળી નેશનલ એડવાઈઝરી કમિટી (એનએસી)ના આ મુસદ્દાના અનુભાગ 3(સી) પ્રમાણે, કોમવાદી અને લક્ષિત હિંસા એ હિંસા છે કે જે કોઈ સમૂહના સભ્ય વિરુદ્ધ જાણીકરીને અને એ જાણતા કે તે આ સમૂહનો સભ્ય છે, તેને નુકસાન પહોંચાડવા માટે, અચાનક અથવા યોજનાબદ્ધ રીતે કરવામાં આવી હોય. આ અનુભાગના ઉપબંધ (ઈ)માં સમૂહની પરિભાષામાં ધાર્મિક અને ભાષાકીય લધુમતી અને અનુસૂચિત જાતિ અથવા જનજાતિના વ્યક્તિને જ લેવામાં આવ્યા છે.

સંપૂર્ણ ખરડો ફક્ત એક જબરદસ્ત સંકીર્ણ માનસિકતાનું પ્રતિબિંબ જ નથી, પરંતુ તેમાં એ વાતની પણ કોશિશ કરવામાં આવી છેકે આ પ્રકારની નવપરિભાષિત હિંસાના મામલામાં કેન્દ્રનું વર્ચસ્વ હોય અને તે જ્યારે પણ ચાહે રાજ્ય સરકારોને આ આધાર પર બરખાસ્ત કરી શકે.

ગત બે દશકના આંકડા જણાવે છે કે ગોધરા અને તેના પછી થયેલી કોમવાદી હિંસને બાકાત કરવામાં આવે, તો દેશમાં આવી ઘટનાઓમાં ઘણો ઘટાડો થયો છે. જેમજેમ શિક્ષણનો વ્યાપ વધી રહ્યો છે અને જીવનયાપનની શરતો બદલાઈ રહી છે, સમાજનો વિચાર અને સમજ બદલાઈ રહ્યાં છે. પરંતુ આ ખરડાના મુસદ્દાની જોગવાઈઓએ ફરી એકવાર વર્ગો વચ્ચે ધર્મ આધારીત વૈમનસ્યની સ્થિતિ લાવી દીધી છે.

જો રાજકીય રીતે જોઈએ તો યૂપીએ સરકાર લઘુમતીઓને ખુશ કરવાના ચક્કરમાં રાજકીય હારાકિરી કરી છે. બહુમતીઓનું એક ચરિત્ર રહ્યું છે કે તેઓ લઘુમતીઓ માટે દરેક પ્રકારની ઉદારવાદી નીતિઓને, ભલે તે વોટની રાજનીતિ હેઠળ કરવામાં આવી હોય, જો તેને સાચી માનતા નથી તો ઓછામાં ઓછો તેનો વિરોધ પણ કરતા નથી. પરંતુ હિંસાની વ્યાખ્યાને લઈને તેમનો દ્રષ્ટિકોણ બિલકુલ અળગ છે. હિંસા કરનારને કોઈ ધર્મ વિશેષ સાથે જોડવા રાજ્યના મૂળ ધર્મનિરપેક્ષ ચરિત્ર પર શંકા પેદા કરે છે, માટે બહુમતી ફરી એકવાર તીવ્ર પ્રતિક્રિયા આપવા લાગી છે. આ કારણ છે કે ભાજપને તેમા અચાનક એક મોટો મુદ્દો દેખાઈ રહ્યો છે અને હવે ધાર્મિક આધારે તે બહુમતીઓને ફરી એકવાર આંદોલિત કરવાની કોશિશ કરશે.

એનએસી દ્વારા તૈયાર કરવામાં આવેલો આ મુસદ્દો સમાજને જોડવાના સ્થાને તોડવાનો એક અયોગ્ય ઉપક્રમ લાગે છે. તેનાથી એ પણ ખબર પડે છે કે ભ્રષ્ટાચારના આરોપોમાં ઘેરાયેલી સરકાર અને તેનો મુખ્ય ઘટક પક્ષ કોંગ્રેસ હતાશાની સ્થિતિમાં હવે લઘુમતીઓને પોતાની સાથે જોડવા માટે કંઈપણ કરવા માટે તૈયાર છે. ઉદારણ તરીકે આ અનુભાગના અનુબંધ (જે)માં પીડિતની પરિભાષા કંઈક આ પ્રકારે કરવામાં આવી છે-
તે વ્યક્તિ કે જે કાયદામાં વર્ણિત સમૂહનો સભ્ય (એટલે કે લઘુમતી) હોય અને જેને આ પ્રકારની કોઈપણ હિંસાના કારણે ભૌતિક, માનસિક અથવા આર્થિક નુકસાન અથવા તેની સંપત્તિને નુકસાન થયું હોય- આનો અર્થ એ થયો કે જો બહુમતીનું કોઈ સરઘસ, એ જાણતા પણ, કે જે વિસ્તારમાંથી સરઘસ જઈ રહ્યું છે, તે લઘુમતીઓનો વિસ્તાર છે, કાઢે છે અને જો એવું કરવાથી સમૂહના કોઈ લઘુમતી એમ કહે છે કે તેને મનોવૈજ્ઞાનિક ક્ષતિ થઈ છે, તો તેને વળતર આપવામાં આવશે.

આ પ્રસ્તાવિત કાયદાની પકડમાં માત્ર બહુમતી જ આવશે અને સાથે જ તેને ત્યાં સુધી દોષિત માનવામાં આવતો રહેશે કે જ્યાં સુધી તે પોતાને નિર્દોષ સિદ્ધ કરી ન લે. આ ખરડાની જોગવાઈઓ એટલી કડક છે કે ઉપબંધ 73 અને 74 પ્રમાણે આ જવાબદારી આરોપિત બહુમતી પર હશે કે તેઓ પોતાને નિર્દોષ સાબિત કરે. સમાન્ય રીતે અપરાધ ન્યાય શાસ્ત્રમાં આ જવાબદારી આરોપ લગાવનાર એટલે કે ફરીયાદીની હોય છે.  

આ ખરડાના મુસદ્દા પ્રમાણે એક સાત સભ્યોનું રાષ્ટ્રીય પ્રાધિકરણ બનશે તેની પાસે નિર્બાધ શક્તિઓ હશે. તે કોઈપણ રાજ્યની પોલીસ અથવા વહીવટી અધિકારીને નિર્દેશ આપી શકશે, કોઈપણ મામલાની તપાસ સીધી કરાવી શકશે, જિલ્લાધિકારીની જવાબદારી હશે કે આ પ્રકારની ઘટનાઓની માહિતી તાત્કાલિક તેમને ઉપલબ્ધ કરાવે. ખૂબ ચાલાકીથી આ ખરડાના મુસદ્દામાં આ પ્રકારની તથાકથિત હિંસાને આંતરીક ઉપદ્રવની પરિભાષામાં સામેલ કરી લેવામાં આવી છે.

એ જણાવી દેવું જરૂરી છે કે બંધારણના  અનુચ્છેદ-355 હેઠળ આ કેન્દ્રની જવાબદારી હોય છે કે તે આંતરીક ઉપદ્રવની સ્થિતિમાં દરેક રાજ્યની સુરક્ષા કરે અને એ પણ સુનિશ્ચિત કરે કે તે રાજ્યમાં સરકાર બંધારણની જોગવાઈને અનુરૂપ કામ કરી રહી છે. કહેવાનું તાત્પર્ય છે કે ખરડાના મુસદ્દાના અનુભાગ-20માં વર્ણિત અધિકારો હેઠળ જો ક્યાંય ઉપરોક્ત પ્રકારની કોમવાદી હિંસા થાય છે, તો કેન્દ્ર રાજ્ય સરકારને બરખાસ્ત કરી શકે છે.

મુસદ્દામાં એ પણ જોગવાઈ છે કે આ પ્રકારના પંચો રાજ્યોમાં પણ બનશે, પરંતુ તેની શક્તિ કોમવાદી હિંસાના તમામ મુખ્ય મુદ્દાઓ પર સીમિત અથવા માત્ર સલાહકારી રહેશે. રાષ્ટ્રીય પંચને વડાપ્રધાન, ગૃહમંત્રી, લોકસભાના વિપક્ષના નેતા તથા તમામ રાષ્ટ્રીય પાર્ટીઓના નેતા પસંદ કરશે. મુસદ્દામાં લઘુમતી વર્ચસ્વને એટલું મજબૂત કરવામાં આવ્યું છે કે આ સાત સભ્યોના પંચમાં ઓછામાં ઓછા ચાર સભ્યો ધાર્મિક અને ભાષાકીય લઘુમતી વર્ગમાંથી રહેશે અને તેમાંથી એક અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના સભ્ય હશે.


ઉપબંધ-82 પ્રમાણે તેમાં આરોપિત બહુમતી જ હશે અને આવા આરોપિત વ્યક્તિની સંપત્તિ તાત્કાલિક જપ્ત કરી લેવાશે, તે ત્યાં સુધી જપ્ત કરાયેલી રહેશે કે જ્યાં સુધી તે કોર્ટના ચુકાદાથી છૂટી ન જાય.

લાગે છે કે આખે આખો મુસદ્દો ગુજરાતમાં ગોધરા બાદ થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. મુસદ્દો તૈયાર કરનારી રાષ્ટ્રીય સલાહકાર પરિષદ એટલે કે એનએસીના સભ્યોના દિલમાં ગોધરાનો ટ્રેન કાંડ અથવા આઝમગઢની ઘટનાઓ રહી નથી.

અહીં અમારો આશય એ નથી કે રાષ્ટ્રીય સલાહકાર પરિષદ કોઈ ખાસ સમુદાયને લઈને પક્ષપાતપૂર્ણ વલણ રાખે છે. એનએસી ગરીબોને લઈને પોતાની સજાગતા દેખાડી ચુકી છે. ખાસ કરીને ખાદ્ય સુરક્ષા બિલને લઈને જે પ્રકારે તેણે ગરીબીની રેખાથી ઉપરના પણ એક વર્ગને સામેલ કરવાનો પ્રયાસ કર્યો છે, તે વખાણવાલાયક કોશિશ હતી. ખુદ પરિષદના અધ્યક્ષે ગરીબોને લઈને ઘણાં મામલાઓને લઈને પરિષદના અભિપ્રાયને સર્વોપરી માન્યો અને સરકારે નમવું પડયું. માટે રાજકીય બેલેન્સશીટની દ્રષ્ટિએ પણ કોમવાદી હિંસા નિરોધક બિલ પોતાનામાં જ પૂર્ણ વિધેયક હોવું જોઈએ કે જેથી કોમવાદી શક્તિઓને, કોંગ્રેસ અને સોનિયા ગાંધીને ઘેરવાનો મોકો મળે નહીં.

દેશમાં હાલ કોમી સૌહાર્દનો માહોલ સ્પષ્ટપણે નજરે પડે છે અને એવી કોઈ નીતિ જે સરકારની નિયત પર શંકા પેદા કરે તે ન તો રાજકીય રીતે યોગ્ય હશે, ન તો સામાજીક રીતે.

(લેખક વરિષ્ઠ પત્રકાર છે. સૌજન્ય-સહારાલાઈવ વેબસાઈટ)