Showing posts with label development. Show all posts
Showing posts with label development. Show all posts

Saturday, 2 July 2011

ચીને દેખાડયો વિકાસનો માર્ગ


નીતિશ કુમાર, મુખ્યમંત્રી, બિહાર

ચીનમાં ભગવાન બુદ્ધ પ્રત્યે ઘેરી આસ્થા છે. ત્યાંના લોકોએ બુદ્ધિઝમને વે ઓફ લાઈફ બનાવી લીધું છે. યુ-એન-સાંગની પશ્ચિમ એટલે કે ભારતની યાત્રાના સંસ્મણ ત્યાં ઘણાં લોકપ્રિય છે. ઘણી ધારાવાહિક પણ બની ચુકી છે. પરંતુ યુ-એન-સાંગના લાંબા સમય સુધી નાલંદામાં રહીને ભગવાન બુદ્ધના ગયામાં જ્ઞાન પ્રાપ્ત કરવાની અસર ચીનના જનજીવન પર ખાસી છે. તેનો અહેસાસ મને તાજેતરની મારી ચીન યાત્રા દરમિયાન ઘણો વધારે થયો. સ્પષ્ટ લાગ્યું કે બૌદ્ધ વિચારધારા બંને દેશોના સંબંધોને વધું નજીક લાવી શકે છે. ચીનની મારી યાત્રા અનેક અર્થોમાં બેહદ ઉપયોગી રહી. ભારત અને ચીનની પરસ્પર સમજ વધી છે. બંને દેશો વચ્ચે કૂટનીતિક સંબંધને 60 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. ચીનમાં ભારત મહોત્સવ અને ભારતમાં ચીન મહોત્સવના આયોજન કરવામાં આવ્યા. બંને દેશોએ આ વર્ષને ઈયર ઓફ એક્સચેન્જ ઘોષિત કર્યું છે. વિદેશ મંત્રાલય મને બે વર્ષથી ચીન યાત્રાનું આમંત્રણ આપી રહ્યું હતું. આ વર્ષે ચીનના રાજદૂત બિહાર આવ્યા, તો તેમમે પણ ચીન આવવાનું આમંત્રણ આપ્યું.

મારી ચીન યાત્રાનો પહેલો પડાવ હતો શંઘાઈ. એક સમય હતો, જ્યારે ચીનના લોકો શંઘાઈને મુંબઈની તર્જ પર વિકસિત કરવા ચાહતા હતા, પરંતુ આજે મુંબઈ શંઘાઈથી ઘણું પાછળ છૂટી ગયું છે. શંઘાઈનો વિકાસ જોઈને હું ચકિત હતો. ત્યાં સાત લેયરના ફ્લાઈ ઓવર છે, આઠ લેનની સડકો છે. તેના પરથી પસાર થતી વખતે તમને ક્યાંય જોડાણનો અહેસાસ થતો નથી. મે દિલ્હી અને પટનાના ફ્લાઈઓવરો સાથે તેમની સમાનતાનો અનુભવ કરવા ચાહો, પરંતુ તેમ થયું નહીં. ત્યાંના ફ્લાઈઓવરોના જોઈન્ટ પર થોડો પણ જર્ક નથી. આ ચીનની નિર્માણ સંદર્ભેની શાનદાર ગુણવત્તા છે. ત્યાં ભવિષ્યને ધ્યાનમાં રાખીને બનાવાયેલી સડકો છે અને તેને કારણે તેના પર કોઈ ભીડભાડ નથી. બધું જ સ્મૂથ છે. મુખ્ય સડકોનું શું કહેવું, અંદરની સડકો પણ તેવી જ છે. હું જાણવા ચાહું છું કે આપણે આવી સડકો અને ફ્લાઈઓવરો અથવા ઓવરબ્રિજ શા માટે બનાવી શકીએ નહીં? વધારેમાં વધારે તકનીક અને બજેટનું અંતર હોઈ શકે છે. આપણે તકનીક લાવી શકીએ, બજેટમાં સંશોધન કરી તેની ભરપાઈ કરી શકીએ. તો પછી આવું કેમ ન કરી શકીએ? હું આ સવાલ મારા એન્જિનિયરોને પુછવા માંગીશ. આ એન્જિનિયરો અને આપણા માટે પડકાર પણ છે. અમે આપણે ત્યાંના એન્જિનિયરોને ચીન મોકલીશું, જેથી તેઓ સમજી શકે કે ચીનમાં નિર્માણ કેવી રીતે થાય છે.

ચીનની સૌથી મોટી તાકાત છે, સંકલ્પ લેવાની અને તેના પર ખરા ઉતરવાની. ત્યાં મને જણાવવામાં આવ્યું કે તેમણે વસ્તીને એક અબજ 36 કરોડ કરવાનો સંકલ્પ કર્યો છે. આજે તેમની વસ્તી એક અબજ 34 કરોડ છે. પરંતુ આપણા સંકલ્પ ક્યાં છે? શું આપણે વસ્તી પર નજર રાખી રહ્યાં છીએ? મને લાગે છે કે આપણે કોઈ અન્ય બાબતમાં ચીનથી આગળ નીકળીએ કે ન નીકળીએ, પણ વસ્તીમાં ચીનથી જરૂર આગળ નીકળી જઈશુ. ચીને પોતાની ભાષામાં ગજબની પ્રગતિ કરી છે. ત્યાંના લોકો પોતાની ભાષામાં વાત કરે છે. તેમનામાં ચીની ભાષામાં વાત કરતી વખતે હીન ભાવના આવતી નથી. ત્યાંના નેતા-અધિકારી પણ પોતાની ભાષામાં વાત કરે છે. પરંતુ આપણે ખોટું હિંદી બોલીએ છીએ, તો કોઈ વાત નથી, પરંતુ અંગ્રેજી ખોટું બોલીએ, તો શરમથી લચી પડીએ છીએ. આપણી અડધી ઉંમર તો અંગ્રેજી શીખવામાં વહી જાય છે.

સામ્યવાદી ચીને કૃષિ ક્ષેત્રમાં કોર્પોરેટ સંસ્કૃતિ અપનાવી છે. ત્યાં ખેતીનું કોર્પોરેટાઈઝેશન કરી દેવામાં આવ્યું છે. ત્યાંના ખેડૂત કંપની બનાવીને ખેતી કરે છે. એક-એક કંપની પાસે ત્રણથી ચાર હજાર હેકટર જમીન છે. ચીનના ખેડૂત માત્ર પોતાની જરૂરતોની ચીજો જ ઉપજાવતા નથી, પરંતુ એ જાણકારી પણ રાખે છે કે ક્યાં દેશમાં કઈ વસ્તુની માંગ છે. તેના આધારે તેઓ પાક લે છે અને તેની નિકાસ કરે છે. માઈલો સુધી ગ્રીન હાઉસ નજરે પડે છે. શૈંગડોનના ગામમાં જ્યારે મે ખેડૂતો સાથે વાત કરી, તો તેમણે જણાવ્યું કે ક્યો પાક ક્યાં દેશમાં વેચાશે. જર્મનીમાં કઈ વસ્તુની માંગ છે, તો ક્યાં દેશમાં કઈ વસ્તુની માંગ છે. હું ત્યાંની ડુંગળી જોઈને દંગ હતો. ત્યાંના ખેડૂતો 22 પ્રકારના શાકભાજી ઉગાડે છે. આપણે ચીનની જેમ ખેતી કરી શકતા નથી. આપણે સરકારી જમીન પર પણ નિર્માણ કાર્ય કરવામાં મુશ્કેલીનો સામનો કરીએ છીએ. હું મારે ત્યાંના ખેડૂતો સાથે વાત કરીશ. બધાં માને છે કે દેશની બીજી હરિત ક્રાંતિ બિહારથી શરૂ થશે. બિહાર આજે ઈન્દ્રધનુષી હરિત ક્રાંતિના મુખ પર ઉભું છે. અમે ચાહીએ છીએ કે અમારા ખેડૂતોને બહેતર તકનીક અને સાધન મળે. અમે અમારા ખેડૂતોને ચીન મોકલીશું.

ચીન શહેરીકરણમાં પણ ઘણું આગળ નીકળી ચુક્યું છે. ત્યાં શહેરીકરણનો સરેરાશ 49-50 ટકા છે. ચીનના ગામ ઝડપથી શહેરમાં ફેરવાઈ રહ્યાં છે. ત્યાં શહેરોની સુવિધાઓ ઉપલબ્ધ કરવાયા રહી છે. ચકાચક સડકો, સડકોની બંને બાજું વૃક્ષો, બહુમાળી ઈમારતો, દૂરદૂર સુધી ફેલાયેલા ખેતરો અને ગ્રીન હાઉસ ચીનની પ્રગતિની કહાણી ખુદ કહે છે. ચીને કૃષિ અને ઉદ્યોગના વિકાસમાં બહેતર સમન્ય સ્થાપિત કર્યો છે. આપણી નવી પેઢી શંઘાઈને જોઈ રહી છે. તે જાત-પાતમાં વહેંચાવા ઈચ્છતી નથી. તે વિકાસ ચાહે છે. આપણા પૂર્વજોએ લાંબા સંઘર્ષથી આપણને આઝાદી અપાવી છે. આજે આપણે જ્યાં સુધી પહોંચ્યા છીએ, તે આઝાદીને કારણે સંભવ બન્યું છે. નવી પેઢીની કસોટીઓ પર આપણે ખરા ઉતરીશું નહીં, તો ઈતિહાસ અને નવી પેઢી આપણને માફ કરશે નહીં. આપણી વચ્ચે સારું કરવાની પ્રતિસ્પર્ધા હોય, તો સારી વાત હશે, પરંતુ વિકાસ પર સંમતિ જરૂરી છે.

મારું માનવું છે કે આપણે ભલે ભગવાન બુદ્ધને ભુલાવી જ દીધા, પરંતુ તેઓ જ આપણો ઉદ્ધાર કરશે. ચીનમાં બિહાર પ્રત્યે ઘેરી દિલચસ્પી છે. ત્યાંના લોકો બિહારને પ્રગતિ કરતું જાણીને ખુશ થઈ રહ્યાં છે. તેઓ બિહારમાં રોકાણ કરવા ચાહે છે. ચીન યાત્રા દરમિયાન હું જે વીજ પરિયોજના જોવા ગયો હતો, ત્યાંના પ્રબંધને બિહારમાં વીજળીઘર લગાવવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. મે કેન્દ્ર સરકારને ગયા ખાતેના એરપોર્ટનું નામ ભગવાન બુદ્ધ આંતરરાષ્ટ્રીય એરપોરટ્ કરવાનો અનુરોધ કર્યો છે. તેનાથી ભગવાન બુદ્ધમાં આસ્થા રાખનારા અન્ય દેશોના લોકોમાં સારો સંદેશ જશે.
 (સૌજન્ય- લાઈવ હિંદુસ્તાન)

Friday, 24 June 2011

મોંઘા ભોજનનો અર્થ


એવું લાગે છે કે ખાદ્ય પદાર્થોની મોંઘવારી ઓછી કરવાની કોઈ રીત સરકાર પાસે નથી. 11 જૂને પૂર્ણ થયેલા સપ્તાહમાં ખાદ્ય પદાર્થોની મોંઘવારી વધીને 9.13 ટકા થઈ. 4 જૂને પૂર્ણ થયેલા સપ્તાહમાં તે 8.96 ટકા હતી. સરકાર અથવા નીતિ-નિર્માતા આ મોંઘવારીનો કોઈ ઉપાય શોધી શક્યા નથી, તમામ જાણકારોને પણ સમજ પડતી નથી કે મોંઘવારી કેવી રીતે ઓછી કરાય.

મુશ્કેલી એ છે કે માત્ર ખાદ્ય પદાર્થો જ નહીં, તમામ ચીજોની કિંમતો વધી રહી છે. રિજર્વ બેંક સતત વ્યાજ દરો વધારી રહી છે, પરંતુ મોંઘવારી કાબૂમાં આવી રહી નથી. રિજર્વ બેંકના અધિકારીઓનો અભિપ્રાય એ છે કે ખાદ્ય મોંઘવારી ઓછી કરવા માટે સ્થાયી ઉપાય એ છે કે ખાવા-પીવાની ચીજોની આપૂર્તિ વધારવામાં આવે. હવે આશા મોનસૂનથી છે કે જો સારો વરસાદ થશે તો મોંઘવારી ઓછી થાય, પરંતુ વરસાદથી પણ કેટલી આશા લગાવી શકાય. ગત વર્ષ શાનદાર મોનસૂન અને રેકોર્ડ ઉપજ છતાં મોંઘવારીમાં ક્યાં કોઈ ફરક પડયો?

હવે એક વાત સ્વીકાર કર્યા બાદ જ આગળ વધી શકાય છે કે ખાદ્ય પદાર્થોની આપૂર્તિમાં જે સમસ્યા છે, તેને દૂર કરીને જ આ મોંઘવારીનો ગ્રાફ સ્થાયી રીતે રોકી શકાય છે. સ્પષ્ટ છે કે જો આ સમસ્યાઓનો હલ કરી પણ લેવામાં આવે છે, તો તેની અસર થવામાં વખત લાગશે. માટે આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ કોઈ નથી.

એક મોટી સમસ્યા એ છે કે ગત વર્ષોમાં ખેતીની તરફ ધ્યાન આપવામાં આવ્યું નથી. ઘણાં વર્ષોથી ખેતીનો વિકાસદર લગભગ નગણ્ય જ રહ્યો છે, જ્યારે વસ્તી વધતી ગઈ છે અને અનાજની માગણી પણ વધી રહી છે. બીજી સમસ્યા એ છે કે જો અનાજ અથવા અન્ય ખાદ્ય વસ્તુઓ પેદા થાય છે, તેમનો ગ્રાહકો સુધી પહોંચવાનો રસ્તો બેહદ જટિલ, વાંકોચુકો અને કંટકો ભરેલો છે.

તેનાથી થાય છે એ કે જે ખાદ્ય વસ્તુઓ ઉપલબ્ધ છે, તે પમ ગ્રાહકો સુધી પહોંચતી નથી અથવા પહોંચે છે, તો તેમાં ઘણી બધી બરબાદી છે. તેમાં ઘણાં નાણાં ખર્ચ થાય છે અને સમય પણ બરબાદ થાય છે, જેનું પરિણામ વસ્તુઓની અછત અથવા ખૂબ મોંઘવારીના સ્વરૂપે સામે આવે છે. આપણે ત્યાં આપૂર્તિ શ્રૃંખલા એવી છે કે તેમાં માત્ર વચેટિયાઓને ફાયદો થાય છે, ખેડૂત અને ગ્રાહકો,બંને નુકસાનમાં રહે છે.

ખેતીની ઉત્પાદકતા વધારવાની ચર્ચા સરકારી ક્ષેત્રોમાં ગત એક-બે વર્ષમાં શરૂ થઈ છે, પરંતુ જમીની સ્તર પર તેને અમલમાં લાવવામાં કેટલાંક વધુ વર્ષ લાગી જશે. લગભગ 45 વર્ષ પહેલા શરૂ થયેલી હરિત ક્રાંતિ દેશના મોટા ભાગ સુધી પહોંચી નથી. ખાસ કરીને દેશના પૂર્વ ભાગમાં ખેતી પર વિશેષ ધ્યાન આપીને ખાદ્યાન્ન ઉત્પાદન મોટા પ્રમાણમાં વધારી શકાય છે.

બીજી સમસ્યા ભંડારણ અને વિતરણની છે. દર વર્ષે દેશમાં ન જાણે કેટલું અનાજ યોગ્ય ભંડારણ વગર સડી જાય છે. તેવી જ રીતે શાકભાજી અને ફળોનો લગભગ એક ચતુર્થાંસ બાગ ગ્રાહકો સુધી પહોંચતા પહેલા સડી જાય છે. યોગ્ય ભંડારણ, ગ્રાહકો સુધી ઝડપી પહોંચ અને વચેટિયાઓની સંખ્યામાં ઘટાડાથી ખાદ્ય મોંઘવારી પર લગામ લગાવી શકાય છે.

ખાદ્ય મોંઘવારીની તેજ ચાલ દેશના વિકાસ પર પણ બ્રેક લગાવી શકે છે, કારણ કે જે પરિવાર ગરીબી રેખાની હદમાં નથી, પરંતુ તેની આસપાસ છે, તેમની આવકનો મોટો ભાગ ભોજનમાં ખર્ચાય જાય છે. મોંઘા ભોજનનો અર્થ એ છે કે તેમની તે આવક, જે તેમનું જીવનસ્તર ઉઠાવવામાં મદદગાર થઈ શકતી હતી, તે ભોજન પર ખર્ચાય જશે. સસ્તુ ભોજન માત્ર સારા આરોગ્ય અને ઉત્પાદકતા માટે જ જરૂરી નથી, પરંતુ તે દેસના ગરીબ વર્ગોના જીવનસ્તરને ઉંચે ઉઠાવવામાં પણ મદદગાર છે. પરંતુ આ સ્પષ્ટ છે કે સમસ્યા પાયાગત છે, માટે તેનો ઉકેલ પણ ઘણો જ બુનિયાદી અને જમીની સ્તરનો હોવો જોઈએ.