Showing posts with label food grain inflation. Show all posts
Showing posts with label food grain inflation. Show all posts

Wednesday, 6 July 2011

કૃષિ પર સંકટ: આ સરકારી દલાલીને જાણો


સચિન કુમાર જૈન, સૌજન્ય-રવિવાર

આપણી સરકાર જીડીપી એટલે કે સકળ ઘરેલુ ઉત્પાદમાં 8 અને 9 અને 10 ટકાની વૃદ્ધિના તાન પર પોતાનો રાગ આલાપતી રહે છે. તેમના આલાપનો આનંદ એ છે કે આ વૃદ્ધિ હાસિલ કરવી એકસાથે ઘણી આસાન અને ઘણી ખતરનાક બંને છે. ઘણી સહેલી એટલા માટે કે જે કંઈપણ ખરીદવામાં અને વેચવામાં આવે છે, તેમાં ધનની આપ-લે થાય છે. સરકારના ખજાનામાં પણ નાણાં આવે છે અને માનવામાં આવે છે કે લોકોની પણ ઉન્નતિ થઈ. જેમાંથી નાણાં આવતા નથી, તે જીડીપી માટે બેકાર છે.

વાતને થોડી વધુ સ્પષ્ટ કરીએ છીએ. જંગલ, જમીન, પાણી, ખનીજ પદાર્થો, પહાડ આ બધું આપણા સંસાધનો છે. જ્યાં સુધી જંગલ બચેલા છે, જીડીપી વધતો નથી, જ્યારે તેને સરકાર અથવા કંપની કાપે છે, ત્યારે ધન આવે છે. જ્યારે પાણી કલ-કલ કરીને વહે છે, તેનું સરકાર માટે કોઈ મૂલ્ય નથી, પરંતુ જ્યારે કાયદો બનાવીને તેના ઉપયોગ પર લોકોનો હક સીમિત કરી દેવામાં આવે છે તો સંકટ વધે છે. અને પછી તેના પર કંપનીને કબજો આપીને ભારે કિંમત વસૂલવામાં આવે છે તો જીડીપી વધે છે.

જો લોકો સ્વસ્થ રહે છે, તો મોન્ટેક અને મનમોહન સિંહ વાળો વિકાસ થતો નથી. જ્યારે લોકો બીમાર પડે છે, ત્યારે જીડીપી વધે છે. હવે જો તે મનમોહન-મોન્ટેક વાળો વિકાસ ચાહે છે અને તેના માટે કામ કરી રહ્યાં છે, તો તેનો અર્થ છે કે ન તો જંગલ બચશે, ન નદી અને પહાડ, ન ખનીજ, ન જમીન અને ન આરોગ્ય. ગત 10 વર્ષોમાં સરકારે 10 લાખ હેક્ટર જમીન વેચી છે,પોતાની એટલે કે જાહેર ક્ષેત્રની કંપનીઓમાં ઘણી ભાગીદારી વેચી છે, રેલવેએ પોતાની જમીન વેચી છે. જે જંગલ સમુદાયની પારંપરીક સંપત્તિ છે, તેમના વૃક્ષ અને તેમના ખનીજ વેચ્યા છે.

કોલસો, બોક્સાઈટ, લોખંડ, પથ્થર અને સંગેમરમર માટે જમીનોના ખનનની મંજૂરી આપી છે, જેનાથી લાખો હેક્ટર જમીન લાંબા સમય માટે બેકાર થઈ ગઈ. સિલિકોસિસ જેવી બીમારીઓ ત્યા ફેલાઈ અને હજારોના જીવ ગયા. ત્યારે ક્યાંક જઈને આપણે 9 ટકાનો વૃદ્ધિ દર હાસિલ કરી શક્યા છીએ.

આ દરમિયાન ખેતીમાં આ દર નકારાત્મક થઈ ગયો, જેમાં સરકારને કોઈ સમસ્યા નજરે પડતી નથી. તે તો કહી રહી છે કે લોકોને ગામ અને ખેતરમાંથી બહાર કાઢીને આ ક્ષેત્રના યોગદાનની ટકાવારી છ ટકા કરવાનું લક્ષ્ય રાખ્યું છે અને ખેતીથી જેટલું યોગદાન થવાનું પણ છે, તેમાં મોટી-મોટી કંપનીઓના આવવા માટે દરવાજો ખોલી દેવાયો છે. સરકાર માને છે કે તેનાથી ખેતી અને ખેડૂતોની હાલત સુધરી જશે. ખેતીને જે નુકસાન નીતિગત અને સુનિયોજીત રીતે પહોંચાડવામાં આવ્યું છે, તે ઘણાં દૂર સુધી પોતાનો પ્રભાવ દેખાડશે. જરા આ જાણકારીઓ પર નજર નાખો-
ચેન્નઈની કંપની કેવિનકર 109.50 મિલિયન ડોલરનું રોકાણ મીનરલ વોટર અને નમકીનના નિર્માણ માટે કરી રહી છે.

નેસ્લે શોધ અને વિકાસ (ખાદ્ય સામગ્રી) માટે માનેસરમાં 50.49 મિલિયન ડોલરનું રોકાણ કરી રહી છે.

દૂધના ઉત્પાદોના નિર્માણ માટે ગ્લેક્સો સ્મિથ ક્લિન 64.87 મિલિયન ડોલરનું રોકાણ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે આ કંપની હોર્લિક્સ બનાવે છે.

યમ! રેસ્તોરેન્ટ્સ ઈન્ડિયા (જે પિઝાહટ, કેએફસી, ટેકોબેલ જેવા રેસ્ટોરન્ટ્સની શ્રૃંખલા ચલાવે છે), તે 100 મિલિયન ડોલરનું રોકાણ કરી 2015 સુધીમાં 1000 રેસ્તોરન્ટ્સ ચાલુ કરવાનું છે.

ડેલ મોન્ટે અને ભારતી એન્ટરપ્રાઈઝ સાથે મળીને ફીલ્ડ ફ્રેશ ફૂડ પણ શોધ અને વિકાસ માટે હોસુર, તમિલનાડુમાં 25.63 મિલિયન ડોલરનું રોકાણ કરી રહી છે.

ખેતની ઉપકરણોવાળી કંપની બુહ્વેર ઈન્ડિયા 22.55 મિલિયન ડોલરની લાગતથી એક નિર્માણ એકમ લગાવી રહી છે, જેનું ટર્ન ઓવર 2014માં 225.49 મિલિયન ડોલર રહેશે. આટલો ભયંકર લાભ ક્યાંથી અને કોની પાસેથી કમાવવાનો છે, ભગવાન જાણે.

પેપ્સી આગામી બે વર્ષોમાં ખાણી-પીણીના વેપાર પર 500 મિલિયન ડોલરનું રોકાણ કરવાની છે.

કોકાકોલા કર્ણાટકમાં 120.75 મિલિયન ડોલરની લાગતથી એક બોટલિંગ એકમ લગાવી રહી છે.

કૃષિ વ્યવસ્થામાં કોર્પોરેટ રોકાણના આ માત્ર 8 ઉદાહરણો છે, જે 971.54 મિલિયન ડોલર એટલે કે 45.72 અબજ રૂપિયાનું રોકાણ આગામી બે વર્ષો કરવાના છે. આ રોકાણ ખેડૂતો, વેપારીઓ અને ગામની અર્થવ્યવસ્થાને ઘેરુ નુકસાન પહોંચાડવાનું કામ કરશે અને જો સરકારની વાત કરવામાં કરવામાં આવે, તો સાંભળો સરકાર આ કંપનીઓને મદદ કરવા માટે અનુબંધની ખેતીને પ્રોત્સાહન આપવા અને આ ક્ષેત્ર એટલે કે ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રને કરમુક્ત ક્ષેત્ર બનાવી ચુકી છે. સરકારની 30 મોટા ફૂડ પાર્ક બનાવવાની યોજના છે, આ એક રીતે વિશેષ ખાદ્ય પ્રક્ષેત્ર હશે. હવે આપણા દેશની જીડીપી વધવાની છે.

જે કંપનીઓ ખાદ્ય પ્રસંસ્કરણના ક્ષેત્રમાં નિવેશ કરી રહી છે, તેમને શરૂઆતના પાંચ વર્ષો સુધી આયકર 100 ટકા અને પછી આગામી પાંચ વર્ષ સુધી 25 ટકા છૂટની જોગવાઈ કરવામાં આવી છે. ડબ્બાબંધ ખાવાના સામાન પર એક્સાઈઝ ડ્યૂટી 16 ટકાથી ઘટાડીને 8 ટકા કરી દેવામાં આવી છે. અર્નેસ્ટ એન્ડ યંગના અહેવાલ ફ્લેવર્સ ઓફ ઈનક્રેડિબલ ઈન્ડિયા પ્રમાણે, ભારતમાં ખાવાના સામાનનું બાર 2015માં 181 બિલિયન ડોલર અને વર્ષ 2020માં 318 બિલિયન ડોલર હશે, જેનો મોટાભાગનો હિસ્સો સંગઠિત ક્ષેત્ર એટલે કે મોટી કંપનીઓના નિયંત્રણમાં હશે. જરા એ પણ જાણો કે 15 વર્ષોમાં ભારતના શહેરો-ગામડાઓમાં નમકીન બનાવતા 13 હજાર નાના એકમો બંધ થઈ ચુકયા છે.

1990ના દશકમાં જ્યારે આર્થિક ઉદારીકરણની નીતિઓ લાગુ કરવામાં આવી હતી, ત્યારે ખેતી માટે લગભગ 220 હજાર કરોડ રૂપિયાની સરકારી છૂટ હતી. ગત 20 વર્ષોમાં પરિવર્તન એ છે કે વર્ષ 2011માં ભારત સરકારે ખેડૂતો માટે સબસિડી 100 હજાર કરોડ રૂપિયાથી ઘટાડી દીધી અને આ વર્ષે ખેડૂતો માટે 375 કરોડ રૂપિયાનું ઋણ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. સરકાર એ માનવા માટે તૈયાર નથી કે ખેડૂતો માટે કૃષિ સબસિડી ગ્રાહકો માટે પણ જરૂરી છે. તેનાથી ખેડૂતોને ખેતી કરવા માટે પ્રોત્સાહન મળશે, ઉત્પાદનની લાગત ઓછી રહેશે અને ગ્રાહકોને યોગ્ય કિંમતે મૂળભૂત જરૂરતોના કૃષિ ઉત્પાદો મળી શકશે.

આની અસર આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ, ખેતીની લાગત વધવી, ખેડૂતો પર કરજો વધવો અને હવે બેકાબુ મોંઘવારી. ઉત્પાદન કરનારા આત્મહત્યા કરી રહ્યા છે અને ગ્રાહકો ભૂખમરાનો શિકાર છે. તેવામાં આપણા વાણિજ્ય પ્રધાન કમલનાથ કહે છે કે અનાજ એટલા માટે ઓછું પડી રહ્યું છે, કારણ કે ભારતના લોકો વધારે ખાવા લાગ્યા છે, કૃષિ મંત્રી કે જેમની રુચિ પોતાના કામથી વધારે ક્રિકેટની રમતમાં છે, તેવા શરદ પવાર કહે છે કે મોંઘવારી ઓછી કરવી તેમની જવાબદારી નથી. નાણાં મંત્રી પ્રણવ મુખર્જી કહે છે કે મોંઘવારી ઓછી કરવાનું તેમના હાથમાં નથી અને વડાપ્રધાન કહે છે કે સર્વોચ્ચ અદાલત તેમને સરકારી ગોદામોમાં ભરેલા કરોડો ટન અનાજને ગરીબોને વહેંચવાનું ન કહે, આ એક નીતિગત મામલો છે. વડાપ્રધાનની વાતને બીજા શબ્દોમાં કહીએ તો તેનાથી વેપાર કરી રહેલી કંપનીઓને નુકસાન થશે અને સરકાર તે ઈચ્છતી નથી.

ભોજન અને તેની સાથે સંકળાયેલા ઉત્પાદનોના બજાર પર એકાધિકાર કરવાના હેતુથી શોધ, તાલીમ, ઉત્પાદન અને ઉત્પાદન સાથે-સાથે બહુરાષ્ટ્રીય કંપનીઓ(હિંદુસ્તાન યૂનીલીવર, પેપ્સિકો, કોકા કોલા, આઈટીસી, નેસ્લે, બ્રિટાનિયા વગેરે)ના અધિકારીઓ-કર્મચારીઓ રાષ્ટ્રીય ખાદ્ય નિયામક એકમ (ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકારી)ના 8 વૈજ્ઞાનિકોની પેનલમાં નિયુક્ત કરી દેવામાં આવ્યા છે. આ પેનલ ખાદ્ય પદાર્થો અને ભોજનમાં પોષણ, કીટનાશક અવયવ, વિજ્ઞાપનમાં કરવામાં આવતા દાવાઓ પર નજર રાખવા અને નિયમો બનાવવાની જવાબદારી નિભાવે છે.

તમે વિચારો કે શું ભારત સરકારની આટલી મહત્વપૂર્ણ અને સંવેદનશીલ પેનલ માત્ર કંપનીઓના હિતોની રક્ષા કરવાનું કામ નહીં કરે. અને સવાલ એ છે કે સરકાર બજારની આ શક્તિઓના નિયમન અને નિરીક્ષણની આધિકારીક જવાબદારી કેવી રીતે આપી શકે છે?



Tuesday, 28 June 2011

મોંઘવારીથી 6 લાખ કરોડ રૂપિયાનું ભારણ વધ્યું


મોંઘવારીના કારણે ગત ત્રણ વર્ષ દરમિયાન ભારતીય ઘરો પર લગભગ 6 લાખ કરોડ રૂપિયાનો બોજો અલગથી પડી રહ્યો છે.

રિસર્ચ ફર્મ ક્રિસિલના એક અભ્યાસ પ્રમાણે, મોંઘવારીનો દર 2008-09થી 2010-11 વચ્ચે 8 ટકા થઈ ગયો, જે તેના ગત ત્રણ વર્ષમાં 5 ટકા જ હતો. તેના કારણે લોકોની ખરીદ શક્તિ ઘટી અને એકસ્ટ્રા ખર્ચ 5.8 કરોડ રૂપિયા વધી ગયો.

2008થી 2011 વચ્ચે ખાદ્ય પદાર્થોની કિંમત ફેકટરીમાં તૈયાર વસ્તુઓના મુકાબલે ઘણી વધારે ઝડપથી વધી છે. ખાદ્ય પદાર્થોના ભાવમાં તેજી શરૂઆતમાં સપ્લાઈની કમીને કારણે આવી, જેની અસર બાદમાં અન્ય વસ્તુઓ પર પણ પડી. તેમ છતાં પણ બજારમાં ખાદ્ય અને બિન-ખાદ્ય બંને પ્રકારના પદાર્થોની માંગ ઝડપથી વધી છે. તેનું કારણ એ છે કે ગરીબ અને મધ્યમ વર્ગની આવક સતત વધી છે. આવક વધવાની સાથે જ પ્રોટીન આધારીત ખાદ્ય પદાર્થો જેમ કે ઈંડા, મીટ, માછલી, દૂધ વગેરેની માંગ પણ વધી છે.

મોંઘવારીની અસર પણ બધાં પર એક જેવી પડતી નથી. ગરીબ વર્ગના લોકો ખાદ્ય પદાર્થો પર આવકનો મોટો ભાગ ખર્ચ કરે છે. મોંઘવારી દર વધારવામાં ખાદ્ય પદાર્થોનું મહત્વનું યોગદાન હોવાને કારણે ગરીબો પર મોંઘવારીની અસર વધારે પડે છે. મધ્યમ વર્ગ પોતાની આવકનો મોટો ભાગ ટીવી, ફ્રિજ જેવી વસ્તુઓ પર ખર્ચ કરે છે. કંસ્યૂમર ડ્યૂરેબલ કેટેગરીની આ વસ્તુઓના ભાવ ઘટવાનો લાભ મધ્યમ વર્ગને મળ્યો છે. પરંતુ ખાદ્ય પદાર્થોની મોંઘવારીએ આ લાભને ફિક્કો કરી દીધો છે.

Friday, 24 June 2011

મોંઘા ભોજનનો અર્થ


એવું લાગે છે કે ખાદ્ય પદાર્થોની મોંઘવારી ઓછી કરવાની કોઈ રીત સરકાર પાસે નથી. 11 જૂને પૂર્ણ થયેલા સપ્તાહમાં ખાદ્ય પદાર્થોની મોંઘવારી વધીને 9.13 ટકા થઈ. 4 જૂને પૂર્ણ થયેલા સપ્તાહમાં તે 8.96 ટકા હતી. સરકાર અથવા નીતિ-નિર્માતા આ મોંઘવારીનો કોઈ ઉપાય શોધી શક્યા નથી, તમામ જાણકારોને પણ સમજ પડતી નથી કે મોંઘવારી કેવી રીતે ઓછી કરાય.

મુશ્કેલી એ છે કે માત્ર ખાદ્ય પદાર્થો જ નહીં, તમામ ચીજોની કિંમતો વધી રહી છે. રિજર્વ બેંક સતત વ્યાજ દરો વધારી રહી છે, પરંતુ મોંઘવારી કાબૂમાં આવી રહી નથી. રિજર્વ બેંકના અધિકારીઓનો અભિપ્રાય એ છે કે ખાદ્ય મોંઘવારી ઓછી કરવા માટે સ્થાયી ઉપાય એ છે કે ખાવા-પીવાની ચીજોની આપૂર્તિ વધારવામાં આવે. હવે આશા મોનસૂનથી છે કે જો સારો વરસાદ થશે તો મોંઘવારી ઓછી થાય, પરંતુ વરસાદથી પણ કેટલી આશા લગાવી શકાય. ગત વર્ષ શાનદાર મોનસૂન અને રેકોર્ડ ઉપજ છતાં મોંઘવારીમાં ક્યાં કોઈ ફરક પડયો?

હવે એક વાત સ્વીકાર કર્યા બાદ જ આગળ વધી શકાય છે કે ખાદ્ય પદાર્થોની આપૂર્તિમાં જે સમસ્યા છે, તેને દૂર કરીને જ આ મોંઘવારીનો ગ્રાફ સ્થાયી રીતે રોકી શકાય છે. સ્પષ્ટ છે કે જો આ સમસ્યાઓનો હલ કરી પણ લેવામાં આવે છે, તો તેની અસર થવામાં વખત લાગશે. માટે આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ કોઈ નથી.

એક મોટી સમસ્યા એ છે કે ગત વર્ષોમાં ખેતીની તરફ ધ્યાન આપવામાં આવ્યું નથી. ઘણાં વર્ષોથી ખેતીનો વિકાસદર લગભગ નગણ્ય જ રહ્યો છે, જ્યારે વસ્તી વધતી ગઈ છે અને અનાજની માગણી પણ વધી રહી છે. બીજી સમસ્યા એ છે કે જો અનાજ અથવા અન્ય ખાદ્ય વસ્તુઓ પેદા થાય છે, તેમનો ગ્રાહકો સુધી પહોંચવાનો રસ્તો બેહદ જટિલ, વાંકોચુકો અને કંટકો ભરેલો છે.

તેનાથી થાય છે એ કે જે ખાદ્ય વસ્તુઓ ઉપલબ્ધ છે, તે પમ ગ્રાહકો સુધી પહોંચતી નથી અથવા પહોંચે છે, તો તેમાં ઘણી બધી બરબાદી છે. તેમાં ઘણાં નાણાં ખર્ચ થાય છે અને સમય પણ બરબાદ થાય છે, જેનું પરિણામ વસ્તુઓની અછત અથવા ખૂબ મોંઘવારીના સ્વરૂપે સામે આવે છે. આપણે ત્યાં આપૂર્તિ શ્રૃંખલા એવી છે કે તેમાં માત્ર વચેટિયાઓને ફાયદો થાય છે, ખેડૂત અને ગ્રાહકો,બંને નુકસાનમાં રહે છે.

ખેતીની ઉત્પાદકતા વધારવાની ચર્ચા સરકારી ક્ષેત્રોમાં ગત એક-બે વર્ષમાં શરૂ થઈ છે, પરંતુ જમીની સ્તર પર તેને અમલમાં લાવવામાં કેટલાંક વધુ વર્ષ લાગી જશે. લગભગ 45 વર્ષ પહેલા શરૂ થયેલી હરિત ક્રાંતિ દેશના મોટા ભાગ સુધી પહોંચી નથી. ખાસ કરીને દેશના પૂર્વ ભાગમાં ખેતી પર વિશેષ ધ્યાન આપીને ખાદ્યાન્ન ઉત્પાદન મોટા પ્રમાણમાં વધારી શકાય છે.

બીજી સમસ્યા ભંડારણ અને વિતરણની છે. દર વર્ષે દેશમાં ન જાણે કેટલું અનાજ યોગ્ય ભંડારણ વગર સડી જાય છે. તેવી જ રીતે શાકભાજી અને ફળોનો લગભગ એક ચતુર્થાંસ બાગ ગ્રાહકો સુધી પહોંચતા પહેલા સડી જાય છે. યોગ્ય ભંડારણ, ગ્રાહકો સુધી ઝડપી પહોંચ અને વચેટિયાઓની સંખ્યામાં ઘટાડાથી ખાદ્ય મોંઘવારી પર લગામ લગાવી શકાય છે.

ખાદ્ય મોંઘવારીની તેજ ચાલ દેશના વિકાસ પર પણ બ્રેક લગાવી શકે છે, કારણ કે જે પરિવાર ગરીબી રેખાની હદમાં નથી, પરંતુ તેની આસપાસ છે, તેમની આવકનો મોટો ભાગ ભોજનમાં ખર્ચાય જાય છે. મોંઘા ભોજનનો અર્થ એ છે કે તેમની તે આવક, જે તેમનું જીવનસ્તર ઉઠાવવામાં મદદગાર થઈ શકતી હતી, તે ભોજન પર ખર્ચાય જશે. સસ્તુ ભોજન માત્ર સારા આરોગ્ય અને ઉત્પાદકતા માટે જ જરૂરી નથી, પરંતુ તે દેસના ગરીબ વર્ગોના જીવનસ્તરને ઉંચે ઉઠાવવામાં પણ મદદગાર છે. પરંતુ આ સ્પષ્ટ છે કે સમસ્યા પાયાગત છે, માટે તેનો ઉકેલ પણ ઘણો જ બુનિયાદી અને જમીની સ્તરનો હોવો જોઈએ.