Showing posts with label rahul gandhi. Show all posts
Showing posts with label rahul gandhi. Show all posts

Wednesday, 6 July 2011

ખેડૂતો ખાતર


કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીની પદયાત્રાને ઉત્તર પ્રદેશમાં ખેડૂતોની સમસ્યા સમજવા અને ઉકેલવાની કોશિશ ગણાવાય રહી છે અને તેમના વિરોધી તેને આગામી વિધાનસભા ચૂંટણીઓ સાથે જોડી રહ્યા છે. દિલ્હીની આસપાસના વિસ્તારમાં જમીન અધિગ્રહણને લઈને જે રાજકીય ઉથલ-પાથલ ચાલી રહી છે, તેમા રાહુલ ગાંધીને ઘણું સમર્થન મળી રહ્યું છે. જો આ રાજકીય ફાયદો ઉઠાવવા માટે કરવામાં આવેલો કાર્યક્રમ છે, તો પણ આ સમજદારીની રાજનીતિ છે અને આ વાત અચરજમાં નાખનારી છે કે અન્ય રાજકીય પાર્ટીઓનો કેટલોક જનાધાર તો બાકી છે, પરંતુ બહુજન સમાજ પાર્ટીને ગંભીર પડકાર આપવા માટે તેમણે આ જનાધારને ઘણો વધારવો પડશે. ભાજપ હાલ રણનીતિ બનાવવામાં જ વ્યસ્ત છે અને જમીની કાર્યક્રમ તેણે ચાલુ કરવાના છે. અજીત સિંહ પરંપરાગત વોટબેંકથી સંતુષ્ટ લાગે છે. ઉત્તર પ્રદેશમાં હાલ કોંગ્રેસ જ એવી વિપક્ષી પાર્ટી છે, જે સતત ચર્ચામાં છે. રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશમાં સતત સક્રિય છે અને તેમને ઠેકઠેકાણે જનસમર્થન પણ મળી રહ્યુ છે, પરંતુ પ્રભાવશાળી સ્થાનિક નેતાઓ અને સંગઠનના માળખાની ઉણપને કારણે આ ટેકો આગામી ચૂંટણીમાં કેટલી નક્કર ઉપલબ્ધિમાં ફેરવાશે, તે જોવુ રહ્યું. ખેડૂતોની સમસ્યાઓ ઉઠાવીને તેની સાથે આંદોલન કરવાથી કોંગ્રેસની પરંપરાગત વોટબેંક સિવાય વધારાનો જનાધાર પણ કોંગ્રેસ સાથે જોડાય શકે છે, પરંતુ રાજકારણથી ઈતર પણ ખેડૂતોની સમસ્યાઓ સમજવા અને ઉકેલવાની કોશિશ જરૂરી છે.

સુપ્રીમ કોર્ટે ગ્રેટર નોઈડામાં જમીન અધિગ્રહણ મામલાની સુનાવણી કરતી વખતે ટિપ્પણી કરી છે, તેનાથી પણ રાહુલ ગાંધીના આંદોલનને બળ મળશે. અલ્હાબાદ હાઈકોર્ટે ગ્રેટર નોઈડામાં શાહબેરી ગામની 156.3 હેક્ટર જમીનના અધિગ્રહણને ખોટું ઠેરવ્યું હતું. સુપ્રીમ કોર્ટે આ આદેશ પર સ્ટે આપવાનો ઈન્કાર કરતાં કહ્યું કે સરકારો ખેડૂતોની જમીન હડપવા માટે ઉપનિવેશિક કાયદાઓનો સહારો લઈ રહી છે. કોર્ટે એ પણ કહ્યું કે ઘણી રાજ્ય સરકારો પોતાના જ લોકો વિરુદ્ધ દુષ્ટતાપૂર્ણ અભિયાનમાં લાગેલી છે. ગત કેટલાંક વર્ષોથી વિકાસની ગતિ તેજ થઈ જવાથી જમીનોની કિંમતો ઝડપથી વધી ગઈ છે. તેના કારણથી જમીનોથી નાણાં કમાવવાની હોડમાં વેપારીઓ, ઉદ્યોગપતિઓ સાથે સરકાર પણ જોડાઈ ગઈ છે.

બીજી મોટી સમસ્યા એ છે કે જમીનના ઉત્પાદક ઉપયોગથી વધારે નાણાં તેના ખરીદ-વેચાણમાં છે, કારણ કે તેમા કાળા નાણાંનો ખેલ પણ સામેલ છે. માટે જમીનોના અધિગ્રહણના અનુપાતમાં ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો નથી. ઉત્તર પ્રદેશ સરકાર પર આરોપ એ છે કે તેણે ઔદ્યોગિક ઉપયોગના નામે કટોકટી કાળના અધિકારોનો ઉપયોગ કરીને જમીનોનું અધિગ્રહણ કરી અને પછી તેને બિલ્ડરોને વેચી દીધી. એ સાચું છે કે ઉદ્યોગો અથવા શહેરીકરણ માટે જે ખેતીની જમીન અધિગૃહીત કરવામાં આવી રહી છે, તે દેશની કુલ જમીનનો નાનકડો ભાગ છે, પરંતુ ખેડૂતો માટે તો તે જ રોજી-રોટી છે અને મોટાભાગે અધિગ્રહણની આ પ્રક્રિયામાં ખેડૂતોને લાગે છે કે તે છેતરાઈ રહ્યાં છે. દરેક વિકાસશીલ અર્થવ્યવસ્થામાં ખેતીથી ઈતર ઉપયોગ માટે જમીન અધિગ્રહણ અનિવાર્ય છે, પરંતુ જરૂરી એ છે કે આ પ્રક્રિયાને પારદર્શી બનાવવામાં આવે, જેમાં ખેડૂતોનું શોષણ ન થાય. જો બીજી પાર્ટીઓ પણ રાહુલ ગાંધીની જેમ ખેડૂતોના મામલાને લઈને અન્ય રાજ્યોમાં સંઘર્ષ કરે, તો કદાચ ખેડૂતો અને વિકાસની વચ્ચે વિરોધ ખતમ થઈ જાય અને ખેડૂતોને પણ વિકાસમાં ખરેખર ભાગીદાર બનાવી શકાય.

(સૌજન્ય- હિંદુસ્તાન સમાચાર)


Sunday, 26 June 2011

દિગ્વિજયની રાજકીય દિશા


સ્વપ્ન દાસગુપ્તા, સૌજન્ય- દૈનિક જાગરણ

અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના અકબર રોડ ખાતેના કાર્યાલયમાં મોટાભાગે આવનારા આગંતુકો માને છે કે અહીં માત્ર એક જ વ્યક્તિ લાયક છે જેની સાથે વાત કરી શકાય છે. તે છે પાર્ટીના બડબોલા મહામંત્રી દિગ્વિજય સિંહ. ગત બે વર્ષોમાં મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ કોંગ્રેસમાં પોતાનું વિશેષ સ્થાન બનાવ્યું છે. સર્વપ્રથમ, તેમણે સાથી મહામંત્રી અને નક્કી ઉત્તરાધિકારી રાહુલ ગાંધીના કાન બનવાની પ્રતિષ્ઠા હાસિલ કરી છે. દિગ્વિજય સિંહ જે પણ કહે છે, તેને 41 વર્ષીય રાહુલ ગાંધીનું સમર્થન હાસિલ હોય છે. બીજું, દિગ્વિજય સિંહે કોંગ્રેસના એકમાત્ર અસલ મુસ્લિમ નેતાની છબી બનાવી લીધી છે. આ એવું સમ્માન છે જેનાથી ક્યારેક સરદાર વલ્લભભાઈ પટેલે કટાક્ષ સાથે જવાહરલાલ નેહરુને નવાજ્યા હતા.

જ્યારથી અન્ના હજારેના અનશન અને બાબા રામદેવ સાથે થયેલા છળ-કપટથી સિવિલ સોસાયટીએ ખુદને રાજકીય પરિદ્રશ્ય પર ઉભારી છે, ત્યારથી દિગ્વિજય સિંહે કોંગ્રેસની મનમોહનના નેતૃત્વવાળી યુપીએ સરકારથી અલગ ઉભા રહેવાની તક છોડી નથી. જ્યારે લોકપાલબિલનો મુસદ્દો તૈયાર કરવા માટે કેબિનેટ મંત્રીઓ અને અન્ના હજારેની ટીમની સંયુક્ત સમિતિ રચવામાં આવી હતી, ત્યારે દિગ્વિજય સિંહે સિવિલ સોસાયટી બ્રિગેડની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા હતા. જ્યારે ચાર મંત્રી અને નોકરશાહ એરપોર્ટ પર બાબા રામદેવ સાથે વાતચીત કરવા પહોંચ્યા હતા અને બાબાને આશ્વસ્ત કર્યા કે સરકાર તેમની માગણીઓ માનવા માટે રાજી છે, દિગ્વિજય સિંહે યોગગુરુને મહાઠગ ગણાવીને મંત્રીઓથી વિપરીત વલણ અપનાવ્યુ હતુ. તેમણે કહ્યુ કે આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રાજકીય શરારત છે. જ્યારે કોંગ્રેસ કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીનો 41મો જન્મ દિવસ ઉજવ્યો તો દિગ્વિજય સિંહે ઘોષણા કરી કે આ યોગ્ય સમય છે જ્યારે રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવામાં આવે.

કોઈ ફિલ્મમાં જેમ્સ બોન્ડનો ડાયલોગ હતો- કોઈ ઘટના પહેલીવાર અકસ્માત, બીજી વાર સંયોગ અને ત્રીજી વાર ષડયંત્ર છે. યુપીએ સરકાર અને વડાપ્રધાન મનમોહન સિંહને પરોક્ષપણે નિશાન બનાવવાની દિગ્વિજય સિંહના નિવેદનોની નિરંતરતાને કોઈપણ હિસાબે અકસ્માતની સંજ્ઞા આપી શકાય નહીં. જો દિગ્વિજય સિંહ પાર્ટીથી ઉપર થઈને વાત કરી રહ્યાં હોત તો કોંગ્રેસના માલિક તેમને કડક શબ્દોમાં સમજાવી દેત કે ફૂટ સોલ્જરોનું કામ જોવાનું છે, સાંભળવાનું નહીં. જો કે આ પ્રકારના કોઈ સંદેશ તેમને આપવાના સંકેત નથી, તેવામાં એવું માની લેવાનો મજબૂત આધાર છે કે દિગ્વિજય સિંહની નિવેદનબાજી પર સંમતિની મહોર લાગેલી છે, પરંતુ ઈન્કારની શરતની સાથે. જો કોઈ વાત ભયજનક રીતે ખોટી થઈ જાય છે, જેમ કે રાહુલ ગાંધીના જન્મ દિવસે અતિ ઉત્સાહભર્યો સંદેશ તો તેને તેમનું વ્યક્તિગત મંતવ્ય ગણાવીને છેડો છોડાવાય છે.

દિવસેને દિવસે એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે દિગ્વિજય સિંહ કોંગ્રેસના પ્રથમ પરિવાર માટે લાકડાના ઘોડા નથી. શરૂઆતમાં વિભિન્ન ગાંધીવાદીઓ અને સિવિલ સોસાયટીના સમૂહો તથા કોંગ્રેસની વચ્ચે અંતર બનાવવામાં કંઈક સમજદારી નજરે પડતી હતી, પરંતુ જે યોજનાબદ્ધ રીતે દિગ્વિજય સિંહે અન્નાની ટીમ પર હુમલો કર્યો અને બાબા રામદેવની બેદર્દીની મજાક ઉડાડી તેનાથી સિવિલ સોસાયટી અને સરકાર વચ્ચે સંબંધ વિચ્છેદ અપરિહાર્ય થઈ ગયો.

એ મહત્વપૂર્ણ છે કે દિગ્વિજય સિંહ સિવિલ સોસાયટીને નિશાન બનાવવાથી જ થોભ્યા નથી. પ્રણવ મુખર્જીના સંદર્ભમાં આખી રાજકીય શાખ દાવ પર લગાવવાના નિવેદનથી સીધો હુમલો તેમની ગુસ્તાખીથી ઘણો વધારે અર્થ રાખતો હતો. સરકારની ભીરુતા પર દિગ્વિજયનો હુમલો સમજી-વિચારીને કરાયેલો સંકેત હતો. સ્પષ્ટ છે, તેની પાછળ વરિષ્ઠ નેતૃત્વનો હાથ હતો.

કોંગ્રેસના આંતરીક અસંતોષથી વડાપ્રધાનની અધિસત્તાને ક્ષતિ પહોંચી છે. છ માસ પહેલા કોંગ્રેસમાં મંત્રીમંડળનો ફેરફાર ચર્ચાનો વિષય હતો. આજે આ ચર્ચાનું સ્થાન એ સવાલે લઈ લીધું છે કે શું યુપીએ સરકારમાં વચાગાળાનું નેતૃત્વ પરિવર્તન થવા જઈ રહ્યું છે? કોંગ્રેસે આખું અઠવાડિયું એ જતાવવાની કોશિશ કરી કે આ માત્ર અટકળ છે, પરંતુ આ મુદ્દો કેટલો ગરમ છે, તે સ્પષ્ટ છે. એક તરફ દિગ્વિજય સિંહની રાહુલને વડાપ્રધાન બનાવવાની વકીલાત અને બીજી તરફ રાજકીય મહત્વકાંક્ષી પર્યાવરણ જયરામ રમેશે ઉદ્યોગો વિરુદ્ધ હરિત શક્તિનો ઉપયોગ કરવાથી શું રાજકીય પર્યવેક્ષકોને એ નિષ્કર્ષ પર પહોંચવા બદલ દોષિત ઠેરવી શકાય કે વડાપ્રધાન લાચાર અને અશક્ત છે?

કમજોર, લાચાર અને લકવાગ્રસ્ત સરકારની છબીને કારણે શાસન પર નકારાત્મક અસર પડે છે. હંમેશા સુરક્ષિત ચાલનારી નોકરશાહીએ નિર્ણયો લેવાના લગભગ બંધ કરી દીધા છે. ન્યાયતંત્ર સુધારની મુદ્રામાં છે અને કેગ જેવી સંસ્થા સરકારી ધનની તપાસથી આગળ વધીને નીતિગત સમીક્ષા કરી રહી છે. આ બધાંનું પરિણામ એ થયું છે કે રાજકીય સંકટની સાથેસાથે ભારત આર્થિક મુશ્કેલીઓથી ઘેરાઈ ગયું છે. નવ ટકા મોંઘવારીએ આમ આદમીની કમર તોડી નાખી છે. ઊંચા વ્યાજદરો અને ઘટતી માંગથી ઉદ્યોગ જગત ત્રસ્ત છે. વધતી રાજકોષીય ખાધ અને સુધારા પર અંકુશથી રોકાણકારોનો વિશ્વાસ ડગમગ્યો છે. કોંગ્રેસે સાવધાન થઈ જવું જોઈએ, કારણ કે દિગ્વિજય સિંહ દ્વારા પાર્ટી અને સરકાર વચ્ચે ખેંચવામાં આવેલી વિભાજન રેખા કાલ્પનિક છે. જો કે કોંગ્રેસના સંકટથી રાજકીય લાભ ઉઠાવવાની ભાજપની અક્ષમતાને કારણે પાર્ટી આત્મસંતુષ્ટિના નશામાં નજરે પડી રહી છે. કોઈપણ દેશમાં જ્યારે લોકતંત્રના મૂળિયા ભારત જેટલા ઉંડા નથી, આ સ્થિતિઓમાં સૈન્ય તખ્તાપલટ થઈ શકતો હતો, પરંતુ દિલ્હીમાં મહેલની અંદરથી સત્તાપલટની સ્થિતિઓ ઉભરી રહી છે. જોખમોથી ખેલવાનું જોખમ ભલે સફળ ન થાય, આ કોંગ્રેસને અસ્ત-વ્યસ્ત પરિસ્થિતિમાં જરૂરથી પહોંચાડી શકે છે.

(સ્વપ્ન દાસગુપ્તા- લેખક વરિષ્ઠ કોલમિસ્ટ છે)

Wednesday, 22 June 2011

દિગ્વિજય રાહુલ ગાંધીની સ્ટેપની છે: ઉમા


ભાજપના વરિષ્ઠ નેતા ઉમા ભારતીએ ઘોષણા કરી છે કે ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીનો રાજકીય એજન્ડા ભ્રષ્ટાચાર અને અપરાધ રહેશે, તેમ છતાં પણ હિંદુત્વ પાર્ટીની પ્રાણ શક્તિ રહેશે.

સાથે જ તેમણે ભાજપ વિરુદ્ધ બિનજવાબદાર નિવેદન માટે કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહ પર આક્રમક શાબ્દિક હુમલા કરતાં કહ્યું છે કે ઉત્તર પ્રદેશના વર્તમાન રાજકીય પરિદ્રશ્યમાં દિગ્વિજય સિંહની કોઈ ભૂમિકા નથી. તેઓ માત્ર કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીની સ્ટેપની છે.

ઉમા ભારતીએ લખનૌમાં બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ઉત્તર પ્રદેશ ભ્રષ્ટાચારના મામલમાં દેશમાં સૌથી અવ્વલ રાજ્ય છે. રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ બેહદ ખરાબ છે. મહિલાઓ અહીં સૌથી વધારે અસુરક્ષાનો શિકાર છે. આ જોઈને તેમણે નિર્ણય કર્યો છે કે આગામી 2012ની વિધાનસભા ચૂંટણી સુધી ભ્રષ્ટાચાર અને અપરાધ તેમના રાજકીય એજન્ડાના બે મુખ્ય બિંદુ રહેશે.
ભાજપના નેતાએ કહ્યું છે કે આમ તો વિધાનસભા ચૂંટણીમાં ભ્રષ્ટાચાર અને અપરાધ તથા તેની સાથે જોડાયેલા અન્ય જે પણ કોઈ બિંદુ હોય, તેને તેઓ ઉઠાવશે. પરંતુ તેઓ ચાહે છે કે હિંદુત્વ તેમની પ્રાણ શક્તિ રહેશે. ઉમા ભારતીએ કહ્યું હતું, હિંદુત્વ રાષ્ટ્રનો પ્રાણ છે અને દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા હિંદુત્વને કારણે છે.

માયાવતીને અપરાધી તત્વો અને ભ્રષ્ટાચારીઓના મનમાં સરકારનો ભય પેદા કરી શકવામાં નાકામ ગણાવીને ઉમા ભારતીએ કહ્યું છે કે એ ચોંકાવનારી વાત છે કે અહીં માત્ર પોલીસકર્મીઓ જ નહીં, પરંતુ સરકારના મંત્રી પણ ગુનાઓમાં સામેલ છે. તેમણે કહ્યું હતું કે તેઓ અભિયાન ચલાવીને માયાવતી સરકારને પુછશે કે કેન્દ્ર પાસેથી મળેલું ધન ક્યાં અને ક્યાં કામ માટે ખર્ચ કરવામાં આવ્યું.

તેમણે કહ્યું કે તેમનું સંપૂર્ણ ધ્યાન રાજ્યમાં ભાજપની સરકાર લાવીને જનતાને માયાવતીના કુશાસનમાંથી મુક્તિ અપાવવા સંદર્ભે છે, જેથી મહાત્મા ગાંધીએ જે રામરાજની કલ્પના કરી હતી, તે ઉત્તર પ્રદેશમાં આવે.

તેમને પુછવામાં આવ્યું કે શું ગોપીનાથ મુંડે સહીત પછાત જાતિના અન્ય નેતાઓને શું પાર્ટીમાં સમ્માન મળી રહ્યું નથી? આ સંદર્ભે ઉમા ભારતીએ જવાબ આપ્યો કે એવું બિલકુલ નથી, ભાજપમાં પછાત જાતિના નેતાઓની લાંબી હરોળ છે, જે સત્તામાં બેઠેલા છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદી, મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાન, બિહારમાં સુશીલ મોદી અને કર્ણાટકમાં બી. એસ. યેદિયુરપ્પા જેવા પછાત જાતિના નેતાઓ આના ઉદાહરણ છે કે જેમને પૂર્ણ સમ્માન મળી રહ્યું છે.

વડાપ્રધાન મનમોહન સિંહ પર નિશાન સાધતા ઉમા ભારતીએ કહ્યું કે કાળુ નાણું અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ સત્યાગ્રહ કરનારા સ્વામી રામદેવ અને તેમના ટેકેદારો પર પોલીસ કાર્યવાહીમાં વડાપ્રધાને કહ્યું હતું કે તેમની પાસે આના સિવાય અન્ય કોઈ વિકલ્પ ન હતો. તેમણે કહ્યું હતું કે તેમને વડાપ્રધાન પાસેથી આવી અલોકતાંત્રિક ટિપ્પણીની આશા ન હતી. દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક દેશના વડાપ્રધાન દ્વારા આ પ્રકારે કાર્યવાહીનું સમર્થન કરવું લોકતંત્રનું અપમાન છે. તેમણે ઉમેર્યું હતું કે તેઓ પોલીસ દ્વારા કરવામાં આવેલા જુલમની નિંદા કરીને દેશની માફી માંગશે.
મહત્વપૂર્ણ છે કે ભાજપમાં પુનરાગમન બાદ પાર્ટી હાઈકમાન્ડે ઉમા ભારતીને ઉત્તર પ્રદેશમાં ચૂંટણી તૈયારીઓની જવાબદારી આપી છે.