Sunday, 3 July 2011

ખતરાની જોરદાર આહટ



સી. ઉદય ભાસ્કર, સૌજન્ય- દૈનિક જાગરણ

ત્રણ જુલાઈ, 1999 કારગીલ યુદ્ધની નાટકીય ક્ષણ હતી, જે તે વર્ષે ભારતમાં પાકિસ્તાની ઘૂસણખોરીને કારણે શરૂ થયું હતું. શરૂઆતમાં મુશર્રફના નેતૃત્વમાં ચોરી-છૂપીથી રજૂ કરાયેલા ભડકારોથી આશ્ચર્યચકિત રહી ગયેલી ભારતીય સેનાએ ધીરે-ધીરે પકડ બનાવવાની શરૂ કરી અને આગામી કેટલાંક સપ્તાહમાં ઘૂસણખોરોને મારી ભગાડીને બીહડ પહાડીઓ પર પોતાનો કબજો જમાવી દીધો. આ પ્રયત્નમાં ભારતને મોટી સંખ્યામાં સૈનિકોની શહાદત આપવી પડી.

12 વર્ષ પહેલા, ત્રણ જુલાઈએ તત્કાલિન પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફ અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનને મળવા માટે ઈસ્લામાબાદથી વોશિંગ્ટન ડીસી રવાના થયા. 4 જુલાઈએ અમેરિકી સ્વતંત્રતા દિવસ પર કોઈપણ પૂર્વ નિર્ધારીત કાર્યક્રમ વગર આ બેઠક થઈ. આ બેઠકમાં જનરલ મુશર્રફના દુસ્સાહસને બંધ કરવાનો રસ્તો ખુલ્યો અને કારગીલ યુદ્ધ સમાપ્ત થયું. નિયંત્રણ રેખાની પવિત્રતા કાયમ થઈ ગઈ અને પાકિસ્તાનના પરમાણુ હુમલાની આશંકા પણ ધીરે-ધીરે દૂર થઈ ગઈ. બાદમાં ખબર પડી કે ક્લિન્ટન-શરીફ બેઠક દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિએ પાકિસ્તાની સેના દ્વારા ભારતીય ભૂભાગ પર કબજો જમામવવા માટે પરમાણુ હથિયારોના ઉપયોગને આમંત્રણ આપનારા બેહદ ખતરનાક સૈન્ય જુગાર સંદર્ભે સખત વલણ અપનાવ્યું હતું. ત્યારે સ્પષ્ટ થયું કે વડાપ્રધાન શરીફને આ સંદર્ભે કોઈ જાણકારી હતી નહીં કે સૈન્ય પ્રમુખ ક્યા પ્રકારે પરમાણુ ક્ષમતાનો દુરુપયોગ અમેરિકા અને ભારત બંને દેશોને ભયભીત કરવા માટે કરી રહ્યાં હતા. એ અલગ વાત છે કે મુશર્રફની આ ગુસ્તાખ પહેલ શરૂ થઈ શકી નહી.  

ઈતિહાસનો આ નાનકડો ટુકડો 2 મે, 2011ના એબટાબાદમાં ઓસામા બિન લાદેનના નાટકીય પ્રકરણ બાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ઘટનાક્રમના સંદર્ભમાં ખાસ મહત્વ રાખે છે. પોતાના જૂના નિવેદન પ્રમાણે, 22 જૂને અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ઘોષણા કરી કે 11 સપ્ટેમ્બર બાદના મોટાભાગના લક્ષ્યોની પૂર્તિ થઈ જવાને કારણે અમેરિકા અફઘાન-પાક ક્ષેત્રમાંથી સૈનિકોની વાપસીની પ્રક્રિયા 2011ના અંત સુધીમાં શરૂ કરી દેશે. પોતાના વરિષ્ઠ સૈન્ય કમાન્ડરોની સલાહથી વિપરીત ઓબામા યોજના પ્રમાણે 2011માં 10 હજાર અમેરિકી સૈનિકોની વાપસી થઈ જશે. 2012ના મધ્ય સુધી વધુ 20 હજાર સૈનિકોને પાછા બોલાવવામાં આવશે. ત્યાર બાદ તબક્કાવાર રીતે 2014 સુધી અમેરિકા અફઘાનિસ્તાનની સુરક્ષા કાબુલ સરકાર અને અફઘાન સુરક્ષા દળોના હવાલે કરીને પોતાના છેલ્લે રહેલા સૈનિકોને પણ પાછા બોલાવી લેશે.

અફઘાનિસ્તાનથી અમેરિકી સેનાની વાપસીના પરિણામ પર અભ્યાસની વચ્ચે જ થોડા દિવસો પહેલા કાબુલના લેન્ડમાર્ક ઈન્ટરકોન્ટિનેન્ટલ હોટલ પર આતંકવાદી હુમલામાં 21 લોકોના મોત નીપજ્યા. માનવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં પાકિસ્તાની સેના અને અલકાયદાથી નજીકના સંબંધવાળા હક્કાની નેટવર્કનો હાથ છે. આતંકવાદી સમૂહ ઘણી આસાનીથી કાબુલની વચ્ચોવચ આવેલી ઉચ્ચ સુરક્ષાવાળી હોટલમાં પ્રવેશ કરી ગયા અને સ્થાનિક અફઘાન સુરક્ષા દળો આ હુમલાને અટકાવવામાં નિષ્ફળ ગયા. નાટો સહાયતાના જોરે અફઘાન સુરક્ષા દળ આ પ્રકારના પડકારોનો સામનો કરી શકે છે.
શરૂઆતની તપાસથી સંકેત મળે છે કે અફઘાનિસ્તાનના હક્કાની નેટવર્કનો પાકિસ્તાની સેના સાથે ઘેરો સંબંધ છે અને આ પ્રકારના હુમલાઓને પાકિસ્તાન સમર્થિત સમૂહો દ્વારા અમેરિકી વાપસી બાદ અફઘાનિસ્તાનની સત્તામાં ભાગીદારીની દાવેદારીના પ્રયાસો તરીકે જોઈ શકાય છે.  

અફઘાનિસ્તાનના સુરક્ષા અધિકારી અને કૂટનીતિક અવાર-નવાર કહી રહ્યાં છે કે જ્યાં સુધી સામરીક લાભ માટે પાકિસ્તાની સેના આતંકી સંગઠનોને સમર્થન આપતી રહેશે, ત્યાં સુધી આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા કાયમ થઈ શકે નહીં. સાથે જ, અલકાયદા, તાલિબાન અને લશ્કરે તોઈબાની ઉગ્ર ઈસ્લામી વિચારધારા પાકિસ્તાની સમાજના વિભિન્ન વર્ગોમાં ઘર કરી રહી છે. તાજેતરમાં એક બ્રિગેડિયરની ધરપકડ તેનું તાજું ઉદાહરણ છે. આ પરિસ્થિતિમાં પાકિસ્તાનના પરમાણુ હથિયારોની સુરક્ષાને લઈને ચિંતા વધી જાય છે. પાકિસ્તાન ઝડપથી પોતાના પરમાણુ હથિયારોની સંખ્યામાં વધારો કરી રહ્યું છે. ગત દસ વર્ષોમાં તે 200થી વધારે પરમાણુ બોમ્બ બનાવી ચુક્યું છે.

આ નાજૂક અવસરે 3 જુલાઈ, 1999ની ઘટનાઓ અને કારગીલ યુદ્ધ સમાપ્ત કરવાની રીતો પરથી પાઠ શીખી શકાય છે. પાકિસ્તાની સેનાએ પરમાણુ હથિયારોના ઉપયોગના ખતરનાક આયામ રજૂ કર્યા છે. પરમાણુ હથિયારથી સજ્જ અન્ય દેશોથી વિપરીત પાકિસ્તાન જ એકમાત્ર એવો દેશ છે કે જ્યાં સેના જ આ હથિયારોની સંરક્ષક છે. તેના સિવાય, મે-1999થી પાકિસ્તાની સેના પોતાના પરમાણુ હથિયારોનો ઉપયોગ સંશોધનવાદી એજન્ડા આગળ વધારવા અને પોતાના પક્ષમાં વિદ્યમાન સીમાઓને બદલવા માટે કરી રહી છે. લાદેનના મોત બાદ પાકિસ્તાની સેનાની વિશ્વસનીયતા સતત ઘટી રહી છે. તેની સાથે જ તે પોતાના દોસ્તો અને દુશ્મનોને બ્લેકમેલ કરવા માટે પરમાણુ હથિયારની ધોંસ દેખાડી રહ્યું છે.

પ્રસિદ્ધ પાકિસ્તાની પરમાણુ ભૌતિકશાસ્ત્રી પરવેઝ સાવધાન કરતાં કહે છે, લાદેનના મોત બાદ પાકિસ્તાની સેના પાસે બે જ મુખ્ય સામરીક સંપત્તિઓ બચી છે- અફઘાનિસ્તાનમાં અમેરિકી કમજોરી અને પરમાણુ બોમ્બ. જુલાઈમાં અમેરિકી વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન ભારત આવી રહ્યાં છે. ભારત અને અમેરિકા બંનેને પાકિસ્તાની સેનાની કુટિલ ચાલોનો તોડ કાઢવાની કોશિશ કરવી જોઈએ. પરંતુ આ ત્યારે જ સંભવ છે કે જ્યારે ભારતની રાજકીય સત્તા જુદાંજુદાં ક્ષેત્રોમાં થઈ રહેલા ગોટાળાની મલિન છાયામાંથી ખુદને મુક્ત કરીને આ સંદર્ભે તટસ્થ વિશ્લેષણ કરે.

Saturday, 2 July 2011

ઉત્તરદાયિત્વવિહીન વ્યવસ્થા



(દેશમાં લોકશાહીને જીવંત રાખવા માટે શાસન પ્રણાલીમાં ફેરફારોની તરફદારી કરી રહ્યાં છે એસ. શંકર. સૌજન્ય- દૈનિક જાગરણ)

ઈ.સ. 1935માં અંગ્રેજોના બનાવેલા બ્રિટિશ ઈન્ડિયા એક્ટ પર જ આપણી રાજકીય વ્યવસ્થા આધારીત છે. અર્થાત જે વ્યવસ્થા એક વિદેશી, ઉપનિવેશિક સત્તાએ મૂળ પોતાના ઉદેશ્યથી બનાવી હતી, તે સ્વતંત્ર ભારતમાં અપનાવી લેવામાં આવી. બંધારણના ઘડવૈયાઓએ 1950માં જે રાજકીય તંત્ર અંગીકાર કર્યું, તે એક ઔપચારીકતા હતી. દેશમાં વડાપ્રધાન અને મંત્રી પરિષદ પહેલેથી કાર્યરત હતા. બ્રિટિશ વેસ્ટમિંસ્ટર સંસદીય પ્રણાલી અપનાવાનો નિર્ણય પહેલેથી જ થઈ ચુકયો હતો. બંધારણ સભાએ તેના પર માત્ર મહોર લગાવી. પરંતુ આપણે આ આયાતીત સંસદીય પ્રણાલીના શરીરને તો અપનાવ્યું, તેની આત્માને નહીં. સિદ્ધાંત, વ્યવહારનું આ બેવડાપણું સ્વતંત્ર ભારતની રાજકીય વ્યવસ્થાની એક પાયાગત દુર્બળતા રહી છે. 

આ બેવડાપણું સ્વતંત્રતા પ્રાપ્તિની પહેલથી ભારતીય નેતૃત્વમાં હતું. કોંગ્રેસ પાર્ટીની સંગઠિક પદ્ધતિ સંસદીય અથવા સમિતિવાદી હતી, પરંતુ વાસ્તવિક કાર્યસંચાલન એક પ્રકારની અધ્યક્ષીય સત્તા કરતી હતી. તમામ મહત્વપૂર્ણ નિર્ણય કોઈ હાઈકમાન્ડ લેતું હતું. ચાહે તે શીર્ષસ્થ વ્યક્તિ પાર્ટીના કોઈ પદ પર પણ ન હોય! આ કડવું સત્ય સ્વીકારવું પડશે કે મહાત્મા ગાંધી જે પ્રકારે કોંગ્રેસ પાર્ટીને ચલાવતા હતા, તેઓ બ્રિટિશ લેબર અથવા કંઝરવેટિવ પાર્ટીમાં અકલ્પનીય હતું. પરંતુ આ લાક્ષણિક ઉદાહરણ પણ છે કે યૂરોપીય સંગઠનિક નિયમ અને ભારતીય મિજાજનો મેળ બેસતો ન હતો. આ મેળ વગરની સ્થિતિ આજે દેશ માટે નવી-નવી સમસ્યાઓ પેદા કરી રહી છે. 

સ્વતંત્રતાથી પહેલા પણ કોંગ્રેસના સિદ્ધાંતો અને નેતાઓના આચરણમાં વિરોધાભાસ હતો. કોંગ્રેસમાં મહાત્મા ગાંધી આ વિરોધાભાસી વ્યવહારનો ઘણી કુશળતાથી દુરુપયોગ કરતા હતા. આ બેવડાપણું અને અંતર્વિરોધ સ્વતંત્ર ભારતમાં આખી રાજકીય પ્રણાલીમાં સ્થાનાંતરીત થઈ ગયો. ખુદ પ્રથમ વડાપ્રધાન નક્કી કરવાની પ્રક્રીયા તેની સાક્ષી બની, જ્યારે કોંગ્રેસ નેતાઓની પહેલી પસંદ ન હોવા છતાં ગાંધીજીએ નેહરુને કોંગ્રેસ અને દેશ પર થોપ્યા. પછી નેહરુએ આ શૈલી સરકાર ચલાવવામાં અપનાવી. 1950માં જ વલ્લભભાઈ પટેલના નિધન બાદ વધુ સરળતા થઈ ગઈ. તમામ મહત્વપૂર્ણ નિર્ણયો નેહરુ લેતા હતા. ઘણીવાર મંત્રીમંડળની બેઠકમાં નિર્ણયોને માત્ર સૂચિત કરવામાં આવતા હતા. આ મનોહર પદ્ધતિથી નિર્ણયોના દુષ્પરિણામોની સીધી જવાબદારી ઉઠાવવાથી પણ નેહરુ બચી જતા હતા. કારણ કે તમામ નિર્ણયો મંત્રી પરિષદના હતા, માટે આખી મંત્રી પરિષદ તેનો બચાવ કરવા માટે બાધ્ય થઈ જતી હતી. કાશ્મીર, તિબેટ, પંચશીલ, ચીન, સમાજવાદ, અમેરિકા વગેરે મામલાઓમાં આ બેવડાપણું સ્પષ્ટ નજરે પડે છે. માટે સિદ્ધાંત-વ્યવહારમાં બેવડાપણાંએ એક એવી વિકૃતિ પેદા કરી, જેણે ઝડપથી આપણા રાજકીય તંત્રને ગ્રસિત કરી દીધું. જો કોઈ સર્વોચ્ચ સ્તરે ભયંકર ભૂલ કરીને બચી શકતું હતું, તો નીચે માટે પણ તે ઉત્તરદાયિત્વવિહીન અધિકાર-ભોગની શૈલી બની જવી સ્વાભાવિક હતી. ધ્યાન આપો, આવું બ્રિટિશ સંસદીય વ્યવહારમાં થતું નથી. ભૂલ કરનાર વાઈસરોય અથવા કોઈપણ અધિકારી દંડ વગર રહેતો ન હતો.

આ પ્રકારે સમયની સાથે આપણા દેશના રાજકીય તંત્રમાં સંસદીય તંત્ર એક મ્હોરા જેવું રહ્યું, જ્યારે વાસ્તવિક વ્યવસ્થા અઘોષિત રૂપથી અધ્યક્ષીય જેવી રહી. ન કેવળ સરકાર, પરંતુ રાજકીય પક્ષોના કાર્યસંચાલનામાં પણ આવી જ સ્થિતિ છે. ગાંધી, નેહરુથી લઈને બીજૂ, સિદ્ધાર્થ રે, એન. ટી. રામારાવ, જયલલિતા, લાલુ, મુલાયમ, માયાવતી, કરુણાનિધિ અને સોનિયા ગાંધી સુધી અનેક નેતાઓએ તે શૈલીને અપનાવી. દેખાડવા માટે સમિતિ પરંતુ વાસ્તવમાં એક વ્યક્તિ સર્વાધિકાર રાખતો રહ્યો.
પરિણામે એક અનુત્તરદાયી અધ્યક્ષીય તંત્ર બન્યું, જેમાં ન તો સંસદીય પ્રણાલીનો આત્મા છે, ન તો અધ્યક્ષીય પ્રણાલીના લાભ. જો કે હાલના તંત્રમાં બંનેની કમીઓ હાજર છે. પરિણામે આપણે ત્યાં એવા શાસન પ્રમુખ થઈ જાય છે, જે વારંવાર કહી શકે છે કે તેમને નિર્ણયો સંદર્ભે જાણ ન હતી. જ્યારે આવા સ્વચ્છંદ નેતા, મંત્રી, અધિકારી પણ હોય છે જે તમામ નિર્ણય લઈને પણ તેના દુષ્પરિણામના ઉત્તરદાયિત્વથી બચેલા રહે છે. આ બધાં સ્તર પર થઈ રહ્યું છે. એ કહેવામાં કોઈ અતિશ્યોક્તિ નથી કે સોનિયા ગાંધી અને મહાત્મા ગાંધીની શાસન શૈલીમાં સમાનતાઓ છે. તેમાં સંસદીય અને અધ્યક્ષીય પ્રણાલીની અઘોષિત પરંતુ ખતરનાક ઘાલમેલ છે.

તેનાથી વર્તમાન ભારતીય સંસદીય તંત્ર એક અકાર્યકુશળ, પરંતુ અત્યંત ખર્ચીલો બોજ બની ગયું છે. મોટાભાગના સાંસદ યોગ્ય કાયદો બનાવવા સથા સુસંગત નીતિ-નિર્માણ સિવાય બાકી તમામ કામ કરતા રહે છે. આ પ્રકારે, મોંઘી ચૂંટણી પ્રક્રિયા બાદ દેશને એક સમર્થ, કાર્યકુશળ શાસકની જગ્યાએ માત્ર એક ઉચ્ચ વેતન-સુવિધા ભોગી સામાન્ય પ્રશાસક મળે છે. પક્ષીય ઉઠાપટકના તબક્કામાં સાંસદો, મંત્રીઓ અને નેતાઓનું પુરું ધ્યાન આ નાજૂક સત્તા-સંતુલનને બનાવી રાખવા અથવા બગાડવામાં રહે છે. પરિણામે શાસન કાર્ય ઉપેક્ષિત, બાધિત રહે છે.

દેશમાં ચાલી રહેલી ખીચડી, ઉત્તરદાયિત્વવિહીન વ્યવસ્થાથી ઘણાં ક્ષેત્રોમાં અરાજક સ્થિતિ પેદા થઈ ગઈ છે. જેનો લાભ દેશી-વિદેશી શત્રુ ઉઠાવે છે. આંતરીક સુરક્ષા, વિદેશી સંબંધ, શિક્ષણ વગેર ક્ષેત્ર આનાથી ઘણાં પ્રભાવિત થઈ રહ્યાં છે. તે દરમિયાન, ભારતીય નોકરશાહીનું વિશાળ તંત્ર માનો સ્વાયત થઈ ચુકયું છે. તે મોટાભાગે પોતાની ઈચ્છાથી ચાલે છે, અને ખુદ પોતાનો ખ્યાલ રાખવો જ તેનું મુખ્ય કાર્ય છે. ખાસ કરીને આઈએએસ અને આઈએફએસ સંગઠનોનું વિશિષ્ટ ક્ષેત્ર છે, જેમને કોઈ અકર્મણ્યતા, કમી અથવા ભૂલના દોષિત ઠેરવી શકાતા નથી. સાંસદોની અયોગ્યતા, અનિચ્છાનું કારણ નીતિ-નિર્માણ મોટાભાગે ઉચ્ચ નોકરશાહ જ કરે છે. નીતિઓના પ્રારૂપ જેમ-તેમ બનાવડાવે છે અને સંસદમાં કોઈપણ વાસ્તવિક તપાસ કર્યા વગર તે જ નિર્ણય બની જાય છે.

લોકતંત્રને જીવંત બનાવી રાખવા માટે વર્તમાન સંસદીય પ્રણાલીના સ્થાને અધ્યક્ષીય પ્રણાલી અપનાવવાની જરૂરત છે. નહીંતર ઉત્તરદાયિત્વવિહીન રાજભોગ અને ઘણાં મામલાઓમાં દિશાહીન શાસનનો રોગ દૂર થવાનો નથી. વર્તમાન સંસદીય પ્રણાલીની સરખામણીમાં અધ્યક્ષીય પ્રણાલી વધારે પારદર્શી, ઉત્તરદાયિત્વપૂર્ણ અને ઓછી ખર્ચાળ છે. અધ્યક્ષીય પ્રણાલીમાં અધ્યક્ષને નિર્ણય લેવા અને તેનું પાલન કરવા માટે સીધો ચૂંટવામાં આવે છે. તેના હાથમાં તમામ અધિકાર પણ રહે છે. કાર્યકાળ નિયત રહેવાથી, તેની સંખ્યા પણ સીમિત રહેવાથી તે બિનજરૂરી દબાણોથી મુક્ત રહે છે. તેને પોતાના ઉત્તરદાયિત્વનું પણ પ્રત્યક્ષ ભાન હોય છે, કારણ કે સંસદ જ નહીં, દેશની સામે પણ તે તમામ સાચા-ખોટાનો ઉત્તરદાયી હોય છે. સાંસદોની ભૂમિકા સીમિત હોવાથી રાજ્યતંત્રમાં વિખરાવ અને ભ્રષ્ટાચારની સંભાવના પણ ઘણી ઓછી થઈ જાય છે. 

(લેખક સ્વતંત્ર ટિપ્પણીકાર છે)

ચીને દેખાડયો વિકાસનો માર્ગ


નીતિશ કુમાર, મુખ્યમંત્રી, બિહાર

ચીનમાં ભગવાન બુદ્ધ પ્રત્યે ઘેરી આસ્થા છે. ત્યાંના લોકોએ બુદ્ધિઝમને વે ઓફ લાઈફ બનાવી લીધું છે. યુ-એન-સાંગની પશ્ચિમ એટલે કે ભારતની યાત્રાના સંસ્મણ ત્યાં ઘણાં લોકપ્રિય છે. ઘણી ધારાવાહિક પણ બની ચુકી છે. પરંતુ યુ-એન-સાંગના લાંબા સમય સુધી નાલંદામાં રહીને ભગવાન બુદ્ધના ગયામાં જ્ઞાન પ્રાપ્ત કરવાની અસર ચીનના જનજીવન પર ખાસી છે. તેનો અહેસાસ મને તાજેતરની મારી ચીન યાત્રા દરમિયાન ઘણો વધારે થયો. સ્પષ્ટ લાગ્યું કે બૌદ્ધ વિચારધારા બંને દેશોના સંબંધોને વધું નજીક લાવી શકે છે. ચીનની મારી યાત્રા અનેક અર્થોમાં બેહદ ઉપયોગી રહી. ભારત અને ચીનની પરસ્પર સમજ વધી છે. બંને દેશો વચ્ચે કૂટનીતિક સંબંધને 60 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. ચીનમાં ભારત મહોત્સવ અને ભારતમાં ચીન મહોત્સવના આયોજન કરવામાં આવ્યા. બંને દેશોએ આ વર્ષને ઈયર ઓફ એક્સચેન્જ ઘોષિત કર્યું છે. વિદેશ મંત્રાલય મને બે વર્ષથી ચીન યાત્રાનું આમંત્રણ આપી રહ્યું હતું. આ વર્ષે ચીનના રાજદૂત બિહાર આવ્યા, તો તેમમે પણ ચીન આવવાનું આમંત્રણ આપ્યું.

મારી ચીન યાત્રાનો પહેલો પડાવ હતો શંઘાઈ. એક સમય હતો, જ્યારે ચીનના લોકો શંઘાઈને મુંબઈની તર્જ પર વિકસિત કરવા ચાહતા હતા, પરંતુ આજે મુંબઈ શંઘાઈથી ઘણું પાછળ છૂટી ગયું છે. શંઘાઈનો વિકાસ જોઈને હું ચકિત હતો. ત્યાં સાત લેયરના ફ્લાઈ ઓવર છે, આઠ લેનની સડકો છે. તેના પરથી પસાર થતી વખતે તમને ક્યાંય જોડાણનો અહેસાસ થતો નથી. મે દિલ્હી અને પટનાના ફ્લાઈઓવરો સાથે તેમની સમાનતાનો અનુભવ કરવા ચાહો, પરંતુ તેમ થયું નહીં. ત્યાંના ફ્લાઈઓવરોના જોઈન્ટ પર થોડો પણ જર્ક નથી. આ ચીનની નિર્માણ સંદર્ભેની શાનદાર ગુણવત્તા છે. ત્યાં ભવિષ્યને ધ્યાનમાં રાખીને બનાવાયેલી સડકો છે અને તેને કારણે તેના પર કોઈ ભીડભાડ નથી. બધું જ સ્મૂથ છે. મુખ્ય સડકોનું શું કહેવું, અંદરની સડકો પણ તેવી જ છે. હું જાણવા ચાહું છું કે આપણે આવી સડકો અને ફ્લાઈઓવરો અથવા ઓવરબ્રિજ શા માટે બનાવી શકીએ નહીં? વધારેમાં વધારે તકનીક અને બજેટનું અંતર હોઈ શકે છે. આપણે તકનીક લાવી શકીએ, બજેટમાં સંશોધન કરી તેની ભરપાઈ કરી શકીએ. તો પછી આવું કેમ ન કરી શકીએ? હું આ સવાલ મારા એન્જિનિયરોને પુછવા માંગીશ. આ એન્જિનિયરો અને આપણા માટે પડકાર પણ છે. અમે આપણે ત્યાંના એન્જિનિયરોને ચીન મોકલીશું, જેથી તેઓ સમજી શકે કે ચીનમાં નિર્માણ કેવી રીતે થાય છે.

ચીનની સૌથી મોટી તાકાત છે, સંકલ્પ લેવાની અને તેના પર ખરા ઉતરવાની. ત્યાં મને જણાવવામાં આવ્યું કે તેમણે વસ્તીને એક અબજ 36 કરોડ કરવાનો સંકલ્પ કર્યો છે. આજે તેમની વસ્તી એક અબજ 34 કરોડ છે. પરંતુ આપણા સંકલ્પ ક્યાં છે? શું આપણે વસ્તી પર નજર રાખી રહ્યાં છીએ? મને લાગે છે કે આપણે કોઈ અન્ય બાબતમાં ચીનથી આગળ નીકળીએ કે ન નીકળીએ, પણ વસ્તીમાં ચીનથી જરૂર આગળ નીકળી જઈશુ. ચીને પોતાની ભાષામાં ગજબની પ્રગતિ કરી છે. ત્યાંના લોકો પોતાની ભાષામાં વાત કરે છે. તેમનામાં ચીની ભાષામાં વાત કરતી વખતે હીન ભાવના આવતી નથી. ત્યાંના નેતા-અધિકારી પણ પોતાની ભાષામાં વાત કરે છે. પરંતુ આપણે ખોટું હિંદી બોલીએ છીએ, તો કોઈ વાત નથી, પરંતુ અંગ્રેજી ખોટું બોલીએ, તો શરમથી લચી પડીએ છીએ. આપણી અડધી ઉંમર તો અંગ્રેજી શીખવામાં વહી જાય છે.

સામ્યવાદી ચીને કૃષિ ક્ષેત્રમાં કોર્પોરેટ સંસ્કૃતિ અપનાવી છે. ત્યાં ખેતીનું કોર્પોરેટાઈઝેશન કરી દેવામાં આવ્યું છે. ત્યાંના ખેડૂત કંપની બનાવીને ખેતી કરે છે. એક-એક કંપની પાસે ત્રણથી ચાર હજાર હેકટર જમીન છે. ચીનના ખેડૂત માત્ર પોતાની જરૂરતોની ચીજો જ ઉપજાવતા નથી, પરંતુ એ જાણકારી પણ રાખે છે કે ક્યાં દેશમાં કઈ વસ્તુની માંગ છે. તેના આધારે તેઓ પાક લે છે અને તેની નિકાસ કરે છે. માઈલો સુધી ગ્રીન હાઉસ નજરે પડે છે. શૈંગડોનના ગામમાં જ્યારે મે ખેડૂતો સાથે વાત કરી, તો તેમણે જણાવ્યું કે ક્યો પાક ક્યાં દેશમાં વેચાશે. જર્મનીમાં કઈ વસ્તુની માંગ છે, તો ક્યાં દેશમાં કઈ વસ્તુની માંગ છે. હું ત્યાંની ડુંગળી જોઈને દંગ હતો. ત્યાંના ખેડૂતો 22 પ્રકારના શાકભાજી ઉગાડે છે. આપણે ચીનની જેમ ખેતી કરી શકતા નથી. આપણે સરકારી જમીન પર પણ નિર્માણ કાર્ય કરવામાં મુશ્કેલીનો સામનો કરીએ છીએ. હું મારે ત્યાંના ખેડૂતો સાથે વાત કરીશ. બધાં માને છે કે દેશની બીજી હરિત ક્રાંતિ બિહારથી શરૂ થશે. બિહાર આજે ઈન્દ્રધનુષી હરિત ક્રાંતિના મુખ પર ઉભું છે. અમે ચાહીએ છીએ કે અમારા ખેડૂતોને બહેતર તકનીક અને સાધન મળે. અમે અમારા ખેડૂતોને ચીન મોકલીશું.

ચીન શહેરીકરણમાં પણ ઘણું આગળ નીકળી ચુક્યું છે. ત્યાં શહેરીકરણનો સરેરાશ 49-50 ટકા છે. ચીનના ગામ ઝડપથી શહેરમાં ફેરવાઈ રહ્યાં છે. ત્યાં શહેરોની સુવિધાઓ ઉપલબ્ધ કરવાયા રહી છે. ચકાચક સડકો, સડકોની બંને બાજું વૃક્ષો, બહુમાળી ઈમારતો, દૂરદૂર સુધી ફેલાયેલા ખેતરો અને ગ્રીન હાઉસ ચીનની પ્રગતિની કહાણી ખુદ કહે છે. ચીને કૃષિ અને ઉદ્યોગના વિકાસમાં બહેતર સમન્ય સ્થાપિત કર્યો છે. આપણી નવી પેઢી શંઘાઈને જોઈ રહી છે. તે જાત-પાતમાં વહેંચાવા ઈચ્છતી નથી. તે વિકાસ ચાહે છે. આપણા પૂર્વજોએ લાંબા સંઘર્ષથી આપણને આઝાદી અપાવી છે. આજે આપણે જ્યાં સુધી પહોંચ્યા છીએ, તે આઝાદીને કારણે સંભવ બન્યું છે. નવી પેઢીની કસોટીઓ પર આપણે ખરા ઉતરીશું નહીં, તો ઈતિહાસ અને નવી પેઢી આપણને માફ કરશે નહીં. આપણી વચ્ચે સારું કરવાની પ્રતિસ્પર્ધા હોય, તો સારી વાત હશે, પરંતુ વિકાસ પર સંમતિ જરૂરી છે.

મારું માનવું છે કે આપણે ભલે ભગવાન બુદ્ધને ભુલાવી જ દીધા, પરંતુ તેઓ જ આપણો ઉદ્ધાર કરશે. ચીનમાં બિહાર પ્રત્યે ઘેરી દિલચસ્પી છે. ત્યાંના લોકો બિહારને પ્રગતિ કરતું જાણીને ખુશ થઈ રહ્યાં છે. તેઓ બિહારમાં રોકાણ કરવા ચાહે છે. ચીન યાત્રા દરમિયાન હું જે વીજ પરિયોજના જોવા ગયો હતો, ત્યાંના પ્રબંધને બિહારમાં વીજળીઘર લગાવવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. મે કેન્દ્ર સરકારને ગયા ખાતેના એરપોર્ટનું નામ ભગવાન બુદ્ધ આંતરરાષ્ટ્રીય એરપોરટ્ કરવાનો અનુરોધ કર્યો છે. તેનાથી ભગવાન બુદ્ધમાં આસ્થા રાખનારા અન્ય દેશોના લોકોમાં સારો સંદેશ જશે.
 (સૌજન્ય- લાઈવ હિંદુસ્તાન)

જાતિ આધારીત વસ્તીગણતરી આ પ્રકારે નહીં


શરદ યાદવ, સૌજન્ય- અમર ઉજાલા

આઝાદ ભારતમાં કહેવા માટે પહેલી વખત જાતિય આધારીત વસ્તીગણતરી ત્રિપુરાથી શરૂ થઈ ચુકી છે. પરંતુ ગંભીરતાથી વિચારીએ, તો શું આ ખરેખર જાતિ આધારીત વસ્તીગણતરી છે? સૌથી પહેલા તો સમજવું જોઈએ કે જાતિ આધારીત વસ્તી ગણતરી શું છે અને તે કેટલી જરૂરી છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટનું કહેવું છે કે દેશમાં જાતિ આધારીત વસ્તીગણતરી હોવી જોઈએ. આ સિવાય સંસદમાં તમામ રાજકીય દળોમાં આ પ્રકારની સંમતિ બની છે કે દેશમાં જાતિગત વસ્તીગણતરી થવી જોઈએ, જેથી તમામ જાતિઓની વસ્તુસ્થિતિની વાસ્તવિકતાની ખબર પડી શકે. આ પ્રકારની જાતિગણનાથી દેશના વિકાસ કાર્યક્રમોનું પ્રારૂપ તૈયાર કરવામાં મદદ મળી શકશે. આ સિવાય તેનાથી સમાજના કમજોર અને અન્ય વર્ગો સંદર્ભે વિસ્તૃત માહિતી મળી શકશે, જેનાથી સમાજમાં વ્યાપ્ત વિષમતાઓ દૂર કરી શકાશે. માટે વર્તમાન પરિદ્રશ્યમાં જાતિ આધારીત વસ્તી ગણતરી ઘણી કામની ચીજ છે.

આ આરોપ એકદમ ખોટા છે કે જાતિની રાજનીતિ કરનારા લોકો જ જાતિગત વસ્તીગણતરીના તરફદાર છે. જો આમ હોત, તો તમામ રાજકીય પક્ષોના સાંસદ તેના પર સંમત થયા ન હોત. એ યાદ રાખવું જોઈએ કે કોઈ એક જાતિ અથવા પાર્ટીના લોકોએ નક્કી કર્યું નથી કે દેશમાં જાતિ આધારીત વસ્તીગણતરી થવી જોઈએ. કેટલાંક લોકો વસ્તીગણતરીમાં જાતિ જોડવાથી ખચકાય છે.

આવા લોકો એ સમજતા નથી કે જાતિ વ્યવસ્થા આપણા દેશની હકીકત છે, માટે તેનાથી ભાગવાથી કામ ચાલશે નહીં. જો ખરેખર લોકો જાતિ વ્યવસ્થાને તોડવા ઈચ્છે છે, તો તેમણે આગળ આવીને સંસદમાં તેના માટે બિલ લાવવું જોઈએ અને દેશમાં અંતરજાતીય લગ્નોને પ્રોત્સાહન આપવું જોઈએ. તેના માટે સારું એ હશે કે જે લોકો અંતરજાતીય લગ્નો કરે છે, તેમને ખાનગી અને જાહેર ક્ષેત્રની તમામ નોકરીઓમાં પ્રારંભિક પાંચ ટકા અનામત આપવામાં આવે. બાદમાં અનામતની મર્યાદા વધારી શકાય છે.

આખરે જાતિ વ્યવસ્થા તોડવા માટે કોણ કોને રોકે છે? જો ખરેખર જાતિ વ્યવસ્થા તૂટી જાય, તો આ દેશ ઘણો શક્તિશાળી બની જશે. પરંતુ અહીં તો અન્ય જાતિઓમાં લગ્ન કરવા મુંછનો સવાલ બની જાય છે. જેનું પરિણામ હિંસા હોય છે. જાતિગત હિંસાને અંજામ આપનારા લોકો પણ જાતિગત વસ્તીગણતરીની ટીકા કરતા ખચકાતા નથી. હકીકતમાં જે લોકો જાતિ વ્યવસ્થાને ગાળ આપે છે, તેઓ જ જાતિવાદ કરે છે.

માટે જાતિગત વસ્તીગણતરી જરૂરી છે, પરંતુ સરકારે ત્રિપુરાથી જે કવાયત હાથ ધરી છે, તે આંખમાં ધૂળ નાખનારી છે. હકીકતમાં જાતિગત વસ્તીગણતરીની ચોતરફ માંગ પર સરકારે ગત વર્ષ ઓગસ્ટમાં સંસદને આશ્વાસ્ત કરી હતી કે ફેબ્રુઆરીમાં વસ્તીગણતરી સાથે જ આ કામ પણ થશે. પરંતુ બાદમાં તેણે કહ્યું કે જાતિગત વસ્તીગણતરીનું કામ અલગથી રજીસ્ટ્રાર જનરલના માર્ગદર્શનમાં જૂન, 2011થી સપ્ટેમ્બર સુધી ચાલશે.

અંતમાં સરકારે એ સ્પષ્ટ કર્યું કે અલગથી જાતિગત વસ્તીગણતરી નહીં થાય, પરંતુ ગરીબી અને જાતિ સર્વેક્ષણ થશે અને રજીસ્ટ્રાર જનરલના તત્વાધાનમાં કામ નહીં થાય. આ પ્રકારે આ સર્વેક્ષણની જવાબદારી હવે રાજ્ય સરકારો પર છોડી દેવામાં આવી છે. માટે આ કામ થવાનું જ નથી, કારણ કે રાજ્યોમાં જાતિગત વસ્તીગણતરીનું કામ ગ્રામીણ અને શહેરી વિભાગને સોંપી દેવામાં આવ્યું છે, જેમની પાસે આધારભૂત માળખાનો અભાવ છે. તેવામાં તેઓ જાતિગત વસ્તીગણતરીના કામને કેવી રીતે યોગ્ય રીતે પાર પાડશે અને કેવી રીતે ગરીબોની ગણતરી શક્ય બનશે.

આ કથિત વસ્તીગણતરી સંદર્ભે કેન્દ્ર સરકાર કેટલી અગંભીર છે, તેની ખબર એ તથ્યથી પણ પડે છે કે ગરીબી અને જાતિ સર્વેક્ષણના કામમાં તાલીમ પામેલા શાળાના શિક્ષકોની કોઈ ભૂમિકા નથી,  જે દર વસ્તીગણતરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. તેનો અર્થ તો એ છે કે કેન્દ્ર સરકારની આ કવાયત માત્ર ઔપચારીકતા છે. જાતિગત વસ્તીગણતરીનો ઉદેશ્ય માત્ર એ ન હોવો જોએ કે અમુક જાતિમાં કેટલાં લોકો ગરીબીની રેખા નીચે છે અને કેટલા લોકો ગરીબીની રેખા ઉપર છે. તેમાં દરેક જાતિની સામાજીક, શૈક્ષણિક અને રોજગાર સાથે જોડાયેલી સમગ્ર માહિતી હોવી જોઈએ.

જો કેન્દ્ર સરકાર જાતિગત વસ્તીગણતરી સંદર્ભે ગંભીર હોય અને તેને સફળતાપૂર્વક અંજામ આપવા સંદર્ભે વિચારે, તો વસ્તીગણતરી કાયદો, 1948 હેઠળ પોતાના દિશા-નિર્દેશમાં રજીસ્ટ્રાર જનરલ દ્વારા જ તેને અંજામ આપત. જો કે આમ થઈ રહ્યું નથી અને કેન્દ્ર સરકારે ઘણી ચાલાકીથી આ જવાબદારી રાજ્ય સરકારો પર થોપી દીધી છે. માટે કેટલાંક રાજ્યોએ કેન્દ્રની આ મનસા પર વાંધો ઉઠાવ્યો છે. ઉદાહરણ તરીકે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી માયાવતીએ તો જાતિગત વસ્તીગણતરી કરવાનો ઈન્કાર કરી દીધો છે. તેમણે કેન્દ્ર સરકારને સ્પષ્ટ કહી દીધું છે કે આ તેમનું કામ છે, તેઓ કરાવે. બની શકે કે ભવિષ્યમાં વધુ રાજ્યો જાતિગત વસ્તીગણતરી કરવાનો ઈન્કાર કરી દે.

હકીકતમાં સરકાર જે કામચલાઉ રીતોથી જાતિ અને ગરીબી સર્વેક્ષણને જોડી રહી છે, તેનાથી પણ સંમત થઈ શકાય નહીં. ગરીબી સંદર્ભે નક્કર માહિતી જરૂરી છે. આ દેશમાં ગરીબી એક સ્થાયી સમસ્યા છે, માટે ગરીબી સાથે જોડાયેલી તમામ જાણકારી પ્રાપ્ત કરવી જરૂરી છે. તે એટલા માટે પણ જરૂરી છે, કારણ કે આપણા દેશમાં ગરીબોની સંખ્યાને લઈને ઘણી દુવિધાની સ્થિતિ પ્રવર્તી રહી છે. ગરીબોની સંખ્યાને લઈને કેન્દ્ર સરકારના આંકડા કંઈક છે, તો રાજ્ય સરકારોના આંકડા કંઈક અલગ છે. જ્યારે યોજના પંચના આંકડા કંઈક બીજું જ કહે છે. માટે ગરીબોની સંખ્યાની યોગ્ય જાણકારી માટે અલગથી એક પંચની રચનાની જરૂરત છે. તેની ગણતરી જાતિગત વસ્તીગણતરી સાથે થઈ શકે નહીં. તેવામાં જાતિગત વસ્તીગણતરીનો મૂળ હેતુ, કે જે સમાજમાં વ્યાપ્ત સામાજીક અને આર્થિક વિષમતાઓની ભાળ મેળવાવનો છે, તે પૂરો થઈ શકશે નહીં.

Friday, 1 July 2011

અમેરિકા-ચીનની ચાલાકીઓ



રાજીવ રંજન તિવારી, સૌજન્ય- દૈનિક જાગરણ

પાકિસ્તાનમાં જ્યારે અલકાયદા પ્રમુખ ઓસામા બિન લાદેન માર્યો ગયો તો અમેરિકાની નજર કેટલાંક સમય માટે પાકિસ્તાન પ્રત્યે વાંકી થઈ ગઈ. ત્યારે ચીને ઈશારા-ઈશારામાં કહી દીધું કે તે પાકિસ્તાનનો વાળ વાંકો થવા દેશે નહીં.

આ સિવાય જ્યારે કોરિયાઈ પ્રાયદ્વીપમાં ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા આપસમાં લડી રહ્યા હતા, તો અમેરિકા દક્ષિણ કોરિયાની મદદમાં લાગેલું હતું, જ્યારે ચીન ઉત્તર કોરિયાનું કવચ બનીને બેઠું હતું. ન જાણે આવા કેટલાં ઉદાહરણ છે, જેનાથી એ પ્રતીત થાય છે કે અમેરિકા અને ચીન વચ્ચે ખૂબ જ કટુતા છે. પરંતુ હકીકત કંઈક અલગ છે. બંનેદેશોના કૂટનીતિક સંબંધો દુનિયાને બુદ્ધુ બનાવી રહ્યાં છે.

જો ઈતિહાસ પર નજર નાખવામાં આવે તો એ સ્પષ્ટ થઈ જાશે કે અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો ઘણાં મધુર રહ્યાં છે. આજે ભલે દેખાડા માટે બંને દેશો એકબીજાની વખતોવખત ટીકા કરી નાખે, પરંતુ તેમની વચ્ચેની પ્રગાઢતા કંઈક બીજી જ બાબત દર્શાવે છે.

સંદેશ એ છે કે ભારત સહીત દુનિયાના અન્ય દેશો એ ગલતફેમી કદાપિ ન પાળે કે ચીન અને અમેરિકાના પરસ્પરના સંબંધો ખરાબ છે. આ સંબંધોની ખરાબીમાંથી તેમને કોઈ લાભ મળી શકે છે.
નોબલ પુરસ્કાર વિજેતા અમેરિકી રાજનયિક અને ભૂતપૂર્વ વિદેશ મંત્રી હેનરી કિસિંજરે પોતાના પુસ્તકમાં ખુલાસો કર્યો છે કે 1971ના પાકિસ્તાન-બાંગ્લાદેશ યુદ્ધમાં અમેરિકા ચાહતું હતું કે પાકિસ્તાનનો સાથે આપવા માટે ચીન પોતાની સેના મોકલે. તેના માટે તેણે ચીનથી પહેલ પણ કરી હતી. અમેરિકાની પેશકશ હતી કે જો પાકિસ્તાનનો સાથ આપવા માટે ચીન પર રશિયા હુમલો કરે છે, તો ચીન તરફથી અમેરિકા પણ મેદાનમાં ઉતરી જશે, જ્યારે રશિયા તે વખતે ભારતનું પ્રગાઢ મિત્ર હતું. 

ઓન ચાઈનાપુસ્તકમાં થયેલા આ ખુલાસાને પાકિસ્તાની મીડિયા અમેરિકાને પાકિસ્તાનનું જૂનું અને વફાદાર મિત્ર ગણાવવા માટે મીઠુંમરચું ભભરાવીને પ્રચારીત કરી રહ્યું છે.

પુસ્તકમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે 1971માં બાંગ્લાદેશ અને પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પાકિસ્તાન માટે સૈન્ય મદદ માંગવા માટે કિસિંજર ખુદ ચીનને મળ્યા હતા. તેમણે ચીનની સાથે એ વાયદો કર્યો હતો કે જો રશિયા યુદ્ધમાં આવે છે, તો ચીન અને પાકિસ્તાનની સાથે અમેરિકા પણ ઉભું રહશે.

આ પહેલો મોકો હતો, જ્યારે ચીન-રશિયા અને અમેરિકાના સંબંધો વચ્ચે યુદ્ધને લાવવાનું જોખમ ઉઠાવવામાં આવ્યું હતું. તે વખતે અમેરિકાના રાષ્ટ્રપતિ રહેલા રિચર્ડ નિક્સનના વિરોધી હંમેશા તેમના પર પાકિસ્તાન પર ઝુકાવનો આરોપ પણ લાગવતા રહ્યાં હતા. હવે આ ખુલાસાને પાકિસ્તાની મીડિયા અમેરિકાને પાકિસ્તાનનું જૂનું મિત્ર બતાવવા માટે ઉપયોગમાં લઈ રહ્યું છે. પાકિસ્તાની મીડિયા એ વાત પર ભાર મૂકી રહ્યું કે પાકિસ્તાની પોતાના દુશ્મન અને દોસ્ત વચ્ચે ફરક કરવાનું પણ જાણતા નથી.

પાકિસ્તાની એ પણ ભૂલી જાય છે કે તેમના દોસ્તોની પણ તેમના મુલ્કની આંતરીક રાજનીતિને કારણે કેટલીક મજબૂરીઓ છે. તે વખતે આંતરરાષ્ટ્રીય માહોલ પણ પૂર્વ પાકિસ્તાન (હવે બાંગ્લાદેશ)ના લોકોના પક્ષમાં હતો. એવી પરિસ્થિતિમાં અમેરિકા અને ચીન ખુલીને પાકિસ્તાનને મદદ કરી શક્યા ન હતા. 

જો કે ક્યારેક ચીનને અમેરિકાનો દોસ્ત ગણાવનારા હેનરી કિસિંજરનો ચીન સંદર્ભેનો અભિપ્રાય બદલાઈ ગયો છે. કિસિંજર માને છે કે ચીન હાલના સમયમાં અમેરિકા સામે એક મોટો પડકાર છે. આમ તો અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો ગત 40 વર્ષોથી એક જેવા જ રહ્યાં છે, પરંતુ હવે સમીકરણ બદલાઈ રહ્યાં છે. વૈશ્વિક આર્થિક મંદી બાદ ચીનમાં એવા લોકોની સંખ્યા વધી છે, જે માને છે કે હવે દુનિયામાં વિશ્વ શક્તિની ધુરી બદલાઈ ચુકી છે. ચીન હવે મોટી શક્તિ બનીને ઉભર્યુ છે અને આંતરરાષ્ટ્રીય મામલામાં ચીનની દખલમાં આ વાત દેખાવી જોઈએ. આને લોકોએ અમેરિકાની ભૂલ તરીકે જોવું જોઈએ નહીં, કારણ કે ગત બે હજાર વર્ષોમાંથી 1800 વર્ષો ચીનનો પ્રભાવ રહ્યો છે, જ્યારે ગત 40 વર્ષોથી જ અમેરિકાનો દબદબો છે.

હવે વિશ્વની પરિસ્થિતિ એવી થઈ રહી છે કે ન તો અમેરિકા એકલપંડે વિશ્વ શક્તિ બનેલું રહી શકે છે અને ન તો પીછેહઠ કરી શકે છે. આ અમેરિકા માટે પડકારરૂપ સમય છે. 

ચીન શક્તિના રૂપમાં અમેરિકાનો મુકાબલો કરવા માટે વિશ્વમાં સૌથી પ્રબળ દાવેદાર છે અને ચીનના જટિલ ઈતિહાસના પ્રકાશમાં અમેરિકા માટે આ પડકાર વધુ મુશ્કેલ થઈ જાય છે. કિસિંજર બાદ, ચીનને લઈને અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાની રણનીતિ પણ સ્પષ્ટ છે. અમેરિકાની ચાહત છે કે તેઓ ચીન સાથે સમજ વધારે અને એવા સંબંધો સ્થાપિત કરે, જેમાં બંને દેશોના લોકોને લાગે કે બધું ઠીકઠાક રહ્યું છે.

એટલું જ નહીં, તત્કાલિન ચીની વડાપ્રધાન વેન જિયાબાઓએ 23 સપ્ટેમ્બર, 2008ના રોજ ન્યૂયોર્કમાં કહ્યુ હતુ કે અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી બાદ વ્હાઈટ હાઉસના સ્વામી કોઈપણ બને, પરંતુ ચીન અમેરિકાના સંબંધો પહેલેથી મધુર રહ્યાં છે અને રહશે. આ ઐતિહાસિક ધારા ઉલટી વહી શકે નહીં. વેન જિયાબાઓએ પાછલા વર્ષોમાં ચીન-અમેરિકા સંબંધોના વિકાસનું સિંહાવલોકન કર્યું અને બંને દેશો વચ્ચે રાજકીય અને અર્થ-વ્યાપારના ક્ષેત્રોમાં સતત મજબૂત થયેલા સહયોગના તથ્યો અને આંકડાઓ સિવાય અનેક મૈત્રીની કહાનીઓ પણ બતાવી, જેનાથી ત્યાં હાજર લોકોમાં મિત્રતાની સ્નેહપૂર્ણ યાદો તાજી થઈ ગઈ. 

ચીન અને અમેરિકા પ્રતિસ્પર્ધી નથી. બંને સહયોગના ભાગીદાર છે અને હંમેશા મિત્ર બનેલા રહી શકે છે. આ દરમિયાન તેમણે એ પણ સ્પષ્ટ કર્યુ હતુ કે ચીન ઝડપથી આર્થિક પ્રગતિ કરી રહ્યું છે. તેનો અર્થ એ નથી કે તેનાથી અમેરિકાને નુકસાન પહોંચશે, પરંતુ અમેરિકા પણ ચીનના વિકાસમાંથી લાભ મેળવી શકે છે. અમેરિકા અને ચીન બંને એક સાથે વિકસિત થઈ શકે છે. 

ચીનની હાર્દિક અભિલાષા છે કે ચીન-અમેરિકા મૈત્રીપૂર્ણ સહયોગ ભિન્ન સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિમાં બંને દેશોના મેળ-મેળાપથી સહઅસ્તિત્વ થવામાં અને સમાન વિકાસના રસ્તા પર આગળ ચાલવાનું ઉદાહરણ બનશે. વેન જિયાબાઓ કહે છે કે તેમને આના માટે ચીન-અમેરિકા સંબંધો પર પાક્કો વિશ્વાસ થયો છે, કારણ કે બંને દેશો વચ્ચે વ્યાપક સમાન હિતો અસ્તિત્વ ધરાવે છે. સહયોગના ક્ષેત્ર દ્વિપક્ષની મર્યાદાથી ઘણા વધારે વિસ્તૃત છે અને તેનો આખા વિશ્વમાં મહત્વનો પ્રભાવ પડી રહ્યો છે. માટે બંને પક્ષોની સમાનતાવાળી વાર્તા દ્વારા એકબીજા પ્રત્યેની આશંકાઓ દૂર કરવી જોઈએ, પરસ્પર વિશ્વાસ વધારવો જોઈએ. ચીન અને અમેરિકા હવે એકબીજા પાસેથી શીખી રહ્યાં છે અને એકબીજાના પ્રશંસક બની ગયા છે. 

અમેરિકી શ્રમ મંત્રી સુશ્રી એલેઈન લાન ચાઓએ કહ્યું કે ચીન-અમેરિકા સંબંધોની મજબૂતી વિશ્વ શાંતિ અને સ્થિરતા માટે ઘણી જરૂરી છે. માટે અમેરિકાએ ચીન સાતે સંપર્ક અને સહયોગ બનાવી રાખવો જોઈએ.

જો કે તાજી પરિસ્થિતિ તો એ જ બતાવી રહી છે કે અમેરિકા અને ચીનની પાસે બતાવવાના અને ચાવવાના દાંત અલગ-અલગ છે. આજે આખી દુનિયામાં એ સંદેશ ફેલાયો છે કે ચીનની આર્થિક અને તકનીકી પ્રગતિથી અમેરિકા ખિજાઈ રહ્યું છે અને બંને દેશો વચ્ચે સંબંધો ઠીક નથી, પરંતુ તેવું નથી. જરૂરત પડે ત્યારે બંને એકસાથે ઉભા રહી શકે છે.

રસપ્રદ એ પણ છે કે ભારત વિરોધી પાકિસ્તાનની મદદ કરવાની હોડ લાગી છે. માટે ખાસકરીને ભારતને ચીન અને અમેરિકા બંનેથી સચેત રહેવાની જરૂરત છે.

ચીન ક્યારેય ભરોસાપાત્ર રહ્યું નથી



રમેશ દુબે, સૌજન્ય- દૈનિક જાગરણ

વેપારને છોડી દઈએ તો સીમા વિવાદ, અરુણાચલ પ્રદેશ, સ્ટેપલ વીઝા, કાશ્મીર વગેરેને લઈ ભારત અને ચીનના સંબંધો નાજૂક જ રહ્યાં છે. તેનું જ્વલંત ઉદાહરણ છે ચીન દ્વારા સાગ્પો નદી (બ્રહ્મપુત્ર નદીનું તિબેટીયન નામ) પર બનાવાય રહેલી જાગમૂ જળ વિદ્યુત પરિયોજના. 510 મેગાવોટની આ જળ વિદ્યુત પરિયોજનામાં 85-85 મેગાવોટના છ બંધ બનાવવામાં આવ્યા છે. આ પરિયોજના સંદર્ભે ચીનની સરકારે ભારત સાથે કોઈ નક્કર જાણકારી વહેંચી નથી.

ભારત દ્વારા ચિંતા પ્રગટ કરાયા બાદ ચીને પોતાના વલણમાં નરમાશનો સંકેત આપતાં કહ્યું છે કે સીમા પાર નદી સાથે જોડાયેલા મુદ્દા પર તે જવાબદારી સાથે પગલા ઉઠાવશે. તે પોતાના જળ સંસાધનોને વિકસિત કરવાની સાથે જ તેના પડોશી દેશો પર પડનારી અસરનો પણ ખ્યાલ રાખશે.

જાગમૂ પરિયોજનાથી ઉપજેલા તાત્કાલિક વિવાદથી હટીને જોવામાં આવે તો બંને દેશો વચ્ચે નદીઓના પાણીને લઈ વિવાદનો લાંબો ઈતિહાસ છે. વર્ષ 2000માં ભારતે ચીન પર આરોપ લગાવ્યો છે કે તે બ્રહ્મપુત્રના વહેણ સંબંધિત નવા આંકડા ઉપલબ્ધ કરાવી રહ્યું નથી, જેના કારણે ભારતીય ભૂભાગમાં પૂર અને ભારે તબાહી આવી રહી છે. 2002માં બંને દેશો વચ્ચે જળ સ્તર સંબંધિત આંકડાઓને વહેંચવા સંદર્ભે સંમતિ બની.

2003માં ચીની વૈજ્ઞાનિકોએ ચીન થઈને વહેનારી બ્રહ્મપુત્ર નદી પર વિશાળ જળ વિદ્યુત પરિયોજના શરૂ કરવાની સંભાવનાનો અભ્યાસ કર્યો. બ્રહ્મપુત્રના આ ભાગમાં 6.8 કરોડ કિલોવોટ જળ વિદ્યુત ઉત્પાદન ક્ષમતા હોવાનું જાણવા મળ્યું, જે ચીનની કુલ ક્ષમતાનો 1/10 ભાગ છે. પરંતુ આ પરિયોજનાઓના અમલીકરણથી બ્રહ્મપુત્રના પ્રવાહમાં 60 ટકાનો ઘટાડો થશે, જેનો ભારત અને બાંગ્લાદેશ પર ગંભીર પ્રભાવ પડશે.

ભારતને ચારે તરફથી ઘેરવાની રણનીતિ હેઠળ ચીને પહેલા ભારતના પડોશી દેશોને આર્થિક-સૈન્ય મદદ કરીને તેમને ભારત વિરોધમાં તૈયાર કરવામાં લાગેલું છે. મ્યાંમારમાં મોટા પાયા પર વિકાસ કાર્યો કરી અને નેપાળમાં આર્થિક તથા સૈન્ય મદદ આપીને તે ભારત વિરુદ્ધ તેને ઉભા કરી રહ્યું છે.

બાંગ્લાદેશમાં ચીનની સામરીક ઘૂસણખોરી ચાલુ છે. પાકિસ્તાન સાથે તેમની નજદીકીઓ જગજાહેર છે. ચીનની પાક અધિકૃત કાશ્મીરમાં ઉપસ્થિતિ ઘણાં સવાલો ઉભા કરી રહી છે. આ ક્ષેત્રના કારાકોરમ હાઈવેનો ઉપયોગ ગુપ્ત રૂપથી પરમાણુ સામગ્રીને બીજિંગથી ઈસ્લામાબાદ મોકલવા માટે કરાઈ રહ્યો છે. ક્ષેત્રીય સુરક્ષાની દ્રષ્ટિએ ભારતના ઘણાં સમારીક હિતો આ હાઈવે સાથે જોડાયેલા છે. 

નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાંમાર દ્વારા જમીન પર ઘેર્યા બાદ ચીન હવે ભારતને સમુદ્રી માર્ગો પર કંટક બિછાવવાનું કામ કરી રહ્યું છે. તેના પ્રમાણે તે શ્રીલંકાના હંબનટોટા પોર્ટનું નિર્માણ કરી રહ્યું છે, તો માલદીવના સૌથી મોટા પોર્ટ મારાઓ પર એક નૌસૈનિક અડ્ડો સ્થાપિત કરી રહ્યું છે, પરંતુ ભારતના સમુદ્રી માર્ગોની સુરક્ષા માટે સૌથી મોટું જોખમ ચીનની ભાગીદારીથી બનનારું પાકિસ્તાનનું ગ્વાદર પોર્ટ છે.

મધ્ય-પૂર્વ અને ચીન વચ્ચે મુખ્ય સમુદ્રી રસ્તા સુધી પહોંચને કારણે ગ્વાદરનું ચીન માટે ભારે રણનીતિક મહત્વ છે. દક્ષિણ એશિયાના તટીય વિસ્તારોમાં મુક્ત આવાગમન અને સૈન્ય પડકારોને નિપટવા માટે હિંદ મહાસાગર સુધી ચીનની સીધી પહોંચ બેહદ મહત્વપૂર્ણ છે. આ ચીનને એક એવી સામરીક જગ્યા ઉપલબ્ધ કરાવી દેશે, જે તેને મોટી નૌસૈનિક બઢત અપાવી શકે છે. તે ભારત માટે સીધો પડકાર છે. ગ્વાદર પોર્ટને કારણે ચીનને એનર્જી રુટ પર સ્થાપિત થવાનો મોકો મળી જશે અને તે ચીનને હિંદ મહાસાગરમાં અમેરિકા અને ભારતની નૌસૈનિક ગતિવિધિઓ પર નજર રાખવાની જગ્યા ઉપલબ્ધ કરાવી દેશે. 

ભારત-ઈરાન-પાકિસ્તાન પાઈપ લાઈન પરિયોજના હજી ફાઈલોમાં જ છે, પરંતુ ચીન-તુર્કમેનિસ્તાન ગેસ પાઈપ લાઈનના ઉદઘાટન દ્વારા ચીને ભારતથી માઈલોની સરસાઈ મેળવી લીધી છે. 1833 કિલોમીટર લાંબી આ પાઈપ લાઈનથી 2013 સુધી ચીનને 40 અબજ ઘન મીટર ગેસ મળવા લાગશે, જે તેની ઘરેલુ જરૂરિયાતોનો અડધો હિસ્સો હશે. આ પાઈપલાઈનથી ચીનની મધ્ય એશિયામાં સીધી પહોંચ બનશે. મધ્ય એશિયાની માફક ભારત પોતાના પડોશી દેશ મ્યામાર પાસેથી ગેસ લેવામાં ઉણો ઉતર્યો.

એટલું જ નહીં, આફ્રિકાથી તેલ ગેસ દોહનની સાથેસાથે ચીન જે પ્રકારે પાન એશિયન એનર્જી પર જોર આપી રહ્યું છે, ભવિષ્યમાં ભારત તેની આગળ ક્યાય ટકી શકશે નહીં.

કેટલું સામ્યવાદી છે લાલચીન


ચીનની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટીની 90મી વર્ષગાંઠના પ્રસંગે રાષ્ટ્રપતિ હૂ જિંતાઓએ ભ્રષ્ટાચારને સૌથી મોટો પડકાર ગણાવ્યો, પરંતુ બીજા ઘણાં પડકારો પર ચુપકીદી સાધીને પોતાની મહાન કમ્યુનિસ્ટ પરંપરાનો જ પરિચય આપ્યો છે. તેમા કોઈ શંકા નથી કે આ 9 દશકામાં ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીએ ઘણી-ઘણી પ્રગતિ કરી છે. 1 જુલાઈ, 1921એ લગભગ 50 કોમરેડોએ જે સીપીસીની રચના કરી હતી, આજે તેના સભ્યોની સંખ્યા લગભગ 8 કરોડ છે.

માઓની સાંસ્કૃતિક ક્રાંતિ દ્વારા સત્તામાં આવેલી આ પાર્ટી ગત 62 વર્ષોથી શાસનમાં છે. અને દેંગ શ્યાઓ પિંગના સુધાર કાર્યક્રમોના જોરે આજે આ દેશ અમેરિકાને ટક્કર આપવાની સ્થિતિમાં છે. 90મી વર્ષગાંઠના પ્રસંગે સૌથી લાંબો સમુદ્રી પુલ બનાવી અને બીજિંગથી શંઘાઈ વચ્ચે 300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ટ્રેન ચલાવી ચીને પોતાની શક્તિનો પરિચય આપ્યો છે. પરંતુ આર્થિક સુધારાઓએ ચીનનો ઉપરી ચહેરો જ બદલી નાખ્યો છે, જ્યારે તેના અંતરંગમાં સડો ભર્યો છે.

કમ્યુનિસ્ટ ચીનની ચોથી પેઢી માઓના સ્થાને દેંગને પોતાનો આદર્શ માને છે, જ્યારે પછીના દિવસોમાં આવેલી આર્થિક મજબૂતી અને નવધનાઢય વર્ગના ઝડપથી ઉભરવાના કારણે ત્યાં સામાજીક ગેરબરાબરી જબરદસ્ત ઢંગથી વધી છે. એક તરફ સીપીસીનું સભ્યપદ માત્ર વિદ્યાર્થીઓને આપવામાં આવે છે, બીજી તરફ યુવાનો માટે કમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાવું વૈચારીકતાનો મામલો નથી, સારું જીવનયાપન કરવાનું માધ્યમ છે. ચીનનું કમ્યુનિસ્ટ નેતૃત્વ ભ્રષ્ટાચારથી લડવાની જરૂરત તો ગણાવે છે, પરંતુ એ સમજવા માંગતુ નથી કે ભ્રષ્ટાચાર તો પાર્ટીમાં  ઘર કરી ગયેલી કુલ ખરાબીનો એક હિસ્સો માત્ર છે.

મીડિયા અને ન્યાયતંત્રની સ્વતંત્રતા, નાગરીક સમાજને મજબૂતી આપવાની કોશિશ અને માનવાધિકાર વગેરે એવા મામલા છે, જેના પર કમ્યુનિસ્ટ નેતૃત્વનું વલણ પહેલા જેવું છે. જ્યારે ત્યાં ટ્વિટર પર લોકતંત્ર અને માનવાધિકારના મુદ્દા પર વિચારનારા યુવાનોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. મીડિયામાં પ્રતીકો અને રૂપકો દ્વારા કમ્યુનિસ્ટ સત્તાને નિશાન બનાવાય રહી છે. કહેવામાં તો એવું પણ આવે છે કે સસ્તી શ્રમ શક્તિ અને રોકાણના જોરે ચીને અત્યાર સુધીમાં જેવી પ્રગતિ કરી છે, તે ભવિષ્યમાં સંભવ નથી, કારણ કે આર્થિક વિકાસનો આગામી તબક્કો મજૂરીના દરમાં વધારો, ઘરેલુ બજારોની વધતી માંગ અને નિકાસમાં તેજી યથાવત રાખવા પર આધારીત હશે. જો કે આગામી વર્ષે ત્યાં નેતૃત્વ પરિવર્તન થવાનું છે, માટે પણ પ્રવર્તમાન નેતૃત્વ ચિંતિત નથી. પરંતુ સામ્યવાદના આધુનિકીકરણની જે જરૂરત હૂ જિંતાઓ જણાવી રહ્યાં છે, તેના માટે આમૂલચૂલ પરિવર્તનની જરૂરત હશે.

(સૌજન્ય- અમર ઉજાલા)