Showing posts with label અમેરિકા. Show all posts
Showing posts with label અમેરિકા. Show all posts

Friday, 9 September 2011

આ ઈતિહાસનો મોટો વળાંક ન હતો


- ટિમોથી ગાર્ટન એશ, બ્રિટિશ ઈતિહાસકાર

કલ્પના કરો કે આજથી 20 વર્ષ બાદ એટલે કે 11 સપ્ટેમ્બર, 2031એ જ્યારે દુનિયાના ઈતિહાસકાર આતંક વિરુદ્ધ જંગને પાછળ વળીને જોશે, તો શીત યુદ્ધના મુકાબલે શું તેને ઈતિહાસનો નિર્ણાયક વળાંક કહેશે? મને લાગે છે કે નહીં. વધારે સંભાવના એ છે કે તેઓ આને એવા તબક્કા તરીકે જોશે, જ્યારે દુનિયાની સત્તા પશ્ચિમથી નીકળીને પૂર્વના હાથમાં ચાલી ગઈ. એક વધારે શક્તિશાળી ચીન અને ઓછું શક્તિશાળી અમેરિકા સામે આવ્યું. એક મજબૂત ભારત અને કમજોર યૂરોપ બન્યું.

જેમ કે સ્ટેનફોર્ડના ઈતિહાસકાર ઈયાન મોરિસે પોતાના પુસ્તક વાયે વેસ્ટ રુલમાં લખ્યું છે કે હવે જે ભૂરાજકીય પરિવર્તન થશે, તે એક તરફ તો તકનીકની અભૂતપૂર્વ તેજીથી થઈ રહેલા આધુનિકીકરણની બૃહદ સીમાઓમાં થશે અને બીજી તરફ અભૂતપૂર્વ વૈશ્વિક પડકારોને કારણે થશે. નિસંદેહ આ વિચાર પણ ઈતિહાસની જાણકારી સાથે લગાવાયેલો એક અંદાજ જ છે. પરંતુ, જો પરિસ્થિતિ આ તરફ ગઈ, તો (અને જો ઈસ્લામી આતંકવાદથી દૂર અન્ય કોઈ રાહ પર પણ ગઈ તો પણ) આ ગત દશક અમેરિકી વિદેશ નીતિના એક પડાવ તરીકે જોવામાં આવશે, ઈતિહાસના કોઈ મુખ્ય માર્ગની જેમ નહીં.

અને જો પાછલા દિવસોમાં અરબ દેશોમાં ચાલેલા જનઆંદોલનોની હવાથી આધુનિકીકરણની આશા બંધાય છે, તો ન્યૂયોર્ક, મેડ્રિડ અને લંડનના આતંકવાદી હુમલા ભૂતકાળમાંથી ઉછળી આવેલા કેટલાંક વિસ્ફોટો લાગશે. ત્યારે આ માત્ર એક અંત દેખાશે, કોઈ શરૂઆત નહીં. અને જો અરબના આંદોલનોની આ હવા પર ઈસ્લામી આતંકવાદ હાવી થઈ ગયો, ત્યારે પણ તેનો અર્થ એ નથી કે ઈસ્લામની હિંસક અને ઉદાર વિચારધારાનો સંઘર્ષ આગામી કેટલાંક દશકોની મુખ્યધારા હશે. ઈસ્લામની હિંસક ધારા એક જોખમ બની રહેશે, પરંતુ તેને તેમ છતાં પણ નિર્ણાયક ક્ષણ કહી શકાશે નહીં.

આ મુદ્દા પર આપણે જો આમ થાત તો-વાળા અંદાજમાં પણ વિચારી શકીએ છીએ. 2001ના ઉનાળામાં અમેરિકી રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યૂ બુશે પોતાનો જે ભૂરાજનીતિક દ્રષ્ટિકોણ રજૂ કર્યો હતો, તેમા નવા સામરીક પ્રતિસ્પર્ધીઓ તરીકે સમગ્ર ધ્યાન ચીન પર આપવાની વાત કહી હતી. હવે માની લો કે 11 સપ્ટેમ્બરનો આતંકવાદી હુમલો થયો ન હોત, તો અમેરિકા પોતાનું સમગ્ર ધ્યાન ચીનથી સ્પર્ધામાં જ લગાવત. શું થાત, જ્યારે તેને આ અનુભવ થાત કે જે શીત યુદ્ધના ખાત્મા અને મૂડીવાદના વૈશ્વિકરણને પોતાની જીત માની રહ્યું હતું, તેનાથી જ પેદા થયેલી પૂર્વની શક્તિને પશ્ચિમની સામે મોટો પડકાર ઉભો કરી દીધો છે? ત્યારે કદાચ અમેરિકા એવા નિષ્કર્ષ પર પહોંચત કે આ સ્પર્ધા માટે જંગી તાકાતની નહીં, પરંતુ શિક્ષણ, ઊર્જા, પર્યાવરણ અને ઈનોવેશન પર રોકાણ વધારવાની જરૂરત છે. એશિયાના ઉદય સામે તેને એ વિચારવા માટે મજબૂર થવું પડત કે અમેરિકામાં ઉપભોગ, રોકાણ અને બચતના સંબંધોમાં ફરીથી સંતુલન બેસાડવાનો સમય પાકી ગયો છે. અને અમેરિકા જો આ બધાંમાં કમિયાબ પણ થઈ જાત, તો પણ ચીન અને ભારતનો ઉદય ચાલુ જ રહેત. ત્યારે પણ સત્તાનું સંતુલન પશ્ચિમથી પૂર્વ તરફ ઝુકત. ગ્લોબલ વોર્મિંગનું જોખમ ત્યારે પણ રહેત. જળ સંકટ, મહામારીઓ તમામ મુશ્કેલીઓ ત્યારે પણ માથે ચઢીને બોલત. એ જરૂર છે કે ત્યારે પશ્ચિમી દેશ અને ખાસ કરીને અમેરિકા કંઈક સારી સ્થિતિમાં હોત.

હવે જો આ થાત તો-વાળી કલ્પનાને બંધન કરી દઈએ. હુમલો થયો. અમેરિકાએ જવાબ આપવનો જ હતો. એક વહીવટી તંત્ર જે પહેલા એક ગુંચવાડામાં ફસાયેલું હતું, તેને બદલાની એક ભાવના મળી ગઈ. દસ વર્ષ બાદ આપણે કહી શકીએ છીએ કે અલ કાયદાનું જોખણ ઓછું થઈ ચુક્યું છે. તે સંપૂર્ણપણે ખતમ થયું નથી, પણ ઓછું તો થયું છે. પરંતુ કઈ કિંમતે? અમેરિકાએ બે મોટી લડાઈઓ લડી. અફઘાનિસ્તાનની લડાઈ લડવી તેની મજબૂરી હતી, પરંતુ ઈરાકની લડાઈ તેણે પોતે પસંદ કરી. અફઘાનિસ્તાનની લડાઈ જલ્દીથી પૂરી થઈ શકતી હતી. તે ઓછી લાગત પર વધારે પરિણામ આપી શકતી હતી, પરંતુ શરત હતી કે બુશ વહીવટી તંત્રે ઈરાકમાં ઘૂસણખોરી ન કરી હોત. અમેરિકાએ સોફ્ટ પાવરની પોતાની છબીને અબૂ ગરીબ જેવી ભયાનક ચીજોથી ખુદ ધૂળમાં મેળવી છે. અને આ દશકમાં જે થયું, તે વધારે ગડબડ છે. પરમાણુ હથિયારવાળો દેશ પાકિસ્તાન દસ વર્ષ પહેલાના મુકાબલે હવે વધારે ખતરનાક છે. આ દસ વર્ષમાં યૂરોપના મુસ્લિમ સમુદાય સહીત ઈસ્લામિક વિશ્વમાં પરસ્પર વિરોધી પ્રવૃતિઓ જોવા મળી છે. અરબ જનઆંદોલનો અને યૂરોપના મુસ્લિમ સમુદાયોએ ઉદારતા અને આધુનિકીકરણની ઝલક રજૂ કરી છે. જ્યારે પાકિસ્તાન અને યમન જેવા દેશોમાં ઉગ્ર ઈસ્લામ હાવી થયો છે.

આ દસ વર્ષની લડાઈની જે કિંમત ચુકવવી પડી છે, તેના પર બ્રાઉન યૂનિવર્સિટીએ એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ જંગ પર, જેમાં 22 લાખ અમેરિકી ગયા અને 10 લાખ યુદ્ધવીર તરીકે પાછા આવી ચુક્યા છે. આ પરિયોજનામાં અનુમાન લગાવાયું છે કે અફઘાનિસ્તાન, ઈરાક અને પાકિસ્તાનમાં ચાલી રહેલી લડાઈ પર 32થી 40 અબજ ડોલરનો ખર્ચ આવ્યો છે. 2020 સુધી આ ખર્ચ 44 અબજ ડોલર સુધી પહોંચવાનું અનુમાન છે. આ આંકડાઓ પર વિવાદ થઈ શકે છે, પરંતુ તેમાં કોઈ શંકા નથી કે આ ખર્ચ વધારે ભારે છે. ઉભડક રીતે જોઈએ તો અમેરિકાના રાષ્ટ્રીય કર્જના એક ચતુર્થાંસ અને આ કર્જ પણ સકલ ઘરેલુ ઉત્પાદની બરાબર થવાનું છે.

અને આ આંકડાઓમાં એ બધી બાબતો જોડવામાં આવી નથી, જેમને અર્થશાસ્ત્રીઓની ભાષામાં અવસરની લાગત કહેવામાં આવે છે. મામલો એ છે કે 40 અબજ ડોલરમાં રોજગારના કેટલાં અવસર પેદા કરી શકાતા હતા અથવા કેટલાં ઈન્ફ્રાસ્ટ્રક્ટર ઉભાં કરી શકાતા હતા. અથવા અડધી કિંમતમાં જ જો આતંકવાદનો મુકાબલો કરી લેવાત, તો શું થઈ શકતું હતું. તેનાથી પણ મોટો મુદ્દો છે કે અમેરિકાએ ઊર્જા, રાષ્ટ્રીય ફોક્સ અને કલ્પનાશક્તિના મામલાઓમાં પોતાના અવસરોમાં કેટલું નુકસાન કરી લીધું છે.

હાલ અમેરિકા પાસે બે પ્રકારના હીરો છે. એક તરફ સ્ટીવ જોબ્સ અને બિલ ગેટ્સ જેવા લોકો છે, તો બીજી તરફ વર્દી પહેરનારા ફોજના હીરો છે. પરંતુ આપણી મુશ્કેલી એ છે કે નામી યુદ્ધવીર જ્યારે અહીં પાછા ફરશે, તો તેમના માટે નોકરીઓ નહીં હોય. માટે આ સપ્તાહ કોંગ્રેસમાં રોજગાર પેદા કરવા સંદર્ભે બરાક ઓબામાનું જે ભાષણ થશે, તે વધારે મહત્વપૂર્ણ હશે, તેના કરતાં રવિવારે ગ્રાઉન્ડ ઝીરો પર થનારા ભાષણને મુકાબલે. યોદ્ધાઓનું સમ્માન થવું જોઈએ, પરંતુ હાલ અમેરિકાને એવા નાયકોની જરૂરત છે, જે રોજગાર પેદા કરી શકે.

Monday, 15 August 2011

પશ્ચિમનું સંકટ


બલબીર પુંજ

દુનિયાના સૌથી મોટા બે નાણાં કેન્દ્ર ન્યૂયોર્ક અને લંડન ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યાં છે. અમેરિકા પર જ્યાં બીજી વાર આર્થિક મંદીનો પ્રકોપ છવાવાનું જોખમ ઝળુંબી રહ્યું છે, ત્યાં લંડન અશ્વેત હુલ્લડખોરોને કારણે ત્રસ્ત છે. બંનેની દુર્ઘટના પાશ્ચાત્ય જીવન દર્શન અને મૂલ્યોના ઝડપી અનુકરણ કરનારી બાકીની દુનિયા માટે એક બોધપાઠ છે. અમેરિકી જગત જમાદારીનો આંચળો હવે સંપૂર્ણ રીતે ઉતરી ચુક્યો છે. દેશ કર્જમાં ગળાડૂબ છે. તેની વૈશ્વિક શાખ એટલી ઘટી ગઈ છે કે અન્ય દેશોથી હવે વધારે કર્જ મળવું મુશ્કેલ છે. મૂડીવાદી અર્થવ્યવસ્થા પર ચાલનારા અમેરિકાનું સૌથી મોટું કર્જદાતા ચીન છે, જે પોતાની પારંપરીક સામ્યવાદી અર્થવ્યવસ્થાને ત્યાગી મૂડીવાદના શરણમાં ઉત્તરોત્તર પ્રગતિના પથ પર છે. ચીનને પોતાનું પ્રતિસ્પર્ધી માનીને અમેરિકા પોતાના સંરક્ષણ સંસાધનો પર ખૂબ ખર્ચ કરી રહ્યું છે, ત્યારે હથિયાર ઉત્પાદક અમેરિકી કંપનીઓ પોતાના ખાનગી સ્વાર્થ માટે તેને બીજા દેશોમાં જગત જમાદારી દેખાડવા માટે પ્રેરીત કરી રહી છે. ઈરાક બાદ અફઘાનિસ્તાનમાં અમેરિકાએ ખરબો ડોલર ફૂંકી માર્યા છે, ત્યારે આતંકવાદ વિરુદ્ધ છેડવામાં આવેલી મુહિમમાં પાકિસ્તાનનો સાથ બનાવી રાખવા માટે તે દર વર્ષે તેને મોટી નાણાંકીય મદદ આપી રહ્યું છે. 

આ જગત જમાદારી કર્જના જોરે છે. અમેરિકામાં બેરોજગારીનો દર 9.10 ટકા છે, પરંતુ યુવાનોમાં આ દર બેગણો છે. સસ્તા ચીની ઉત્પાદનો માટે પોતાના દ્વાર ખોલવાને કારણે અમેરિકાના ઘરેલુ ઉદ્યોગ-ધંધા તબાહ થયા છે. સસ્તી ચીની વસ્તુઓની લતને કારણે એક સમય અમેરિકાનો વેપાર ઘટી 400 અબજ ડોલરથી વધારે થઈ ગયો હતો. હકીકતમાં અમેરિકાનો પોતાનો વિકાસ અને અનુસંધાન, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી ક્ષમતા પર એટલો અહંકાર છે કે તેને લાગે છે કે કોઈપણ અન્ય દેશ અથવા આંતરરાષ્ટ્રીય નાણાં સંગઠન તેની અણદેખી અથવા તેને કર્જ ન આપવાની હિંમત કરી શકે નહીં.
ચીન આજે એક સશક્ત અર્થવ્યવસ્થા તરીકે ઉભર્યું છે, તો તેનું કારણ એ છે કે તેણે બદલતા સમયની સાથે પોતાના વિચારને પણ બદલવામાં વાર કરી નથી. ચીનમાં સામ્યવાદી અધિનાયકત્વ છે, પરંતુ અર્થવ્યવસ્થા મૂડીવાદ અને ઉદારવાદ પર ચાલી રહી છે. ભારતમાં લાંબા સમય સુધી અર્થવ્યવસ્થાને સમાજવાદી રસ્તા પર ચલાવવાની રાજકીય જીદે તેને પોતાની આંતરરાષ્ટ્રીય દેણદારીઓને પૂર્ણ કરવા માટે પોતાના સુવર્ણ ભંડારને ગિરવે મૂકવા માટે વિવશ કરી દીધું હતું. ઉદારવાદ અને મુક્ત બજારની રાહ પકડયા બાદ ભારત વૈશ્વિક પટલ પર સશક્ત અર્થવ્યવસ્થાના રૂપમાં ઉભર્યું છે. તેને આંતરીક અને બાહ્ય ઝંઝાવાતોથી બચાવવાની જરૂરત છે.

લંડનનો હાલનો હશ્ર પણ રોજગારવિહીન વિકાસને જ રેખાંકીત કરે છે. લંડનને વૈશ્વિક શહેર કહેવામાં આવે છે. દુનિયાના કોઈ અન્ય દેશના કોઈ શહેરમાં આટલા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ આવતા નથી, જેટલા લંડનમાં આવે છે. એકલા લંડનમાં 43 વિશ્વસ્તરીય વિશ્વવિદ્યાલયો છે. 1908, 1948ના સફળ ઓલિમ્પિક આયોજનો બાદ આગામી વર્ષે લંડન 2012 ઓલિમ્પિકની મેજબાની કરવા માટે તૈયાર છે, પરંતુ કળા, વાણિજ્ય, શિક્ષણ, મનોરંજન, ફેશન, સ્વાસ્થ્ય, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વગેરે ક્ષેત્રમાં અગ્રણી લંડનની હાલની પરિસ્થિતિ તે વિસંગતિઓને જ રેખાંકીત કરે છે, જે ભૌતિકવાદી પાશ્ચાત્ય દર્શનથી જન્મી છે. 

દક્ષિણ-પશ્ચિમ અને પૂર્વ લંડનની સડકો પર લૂંટફાટ કરનારા આફ્રિકી-કેરેબિયાઈ મૂળના અશ્વેત હકીકતમાં પાશ્ચાત્ય ચકાચોંધથી પ્રેરીત છે. આ તે લોકો છે જે પરિશ્રમ અને યોગ્યતાના જોર પર આગળ વધવાની જગ્યાએ ગેરકાયદેસર રીતે ધનોપાર્જન કરવાનું પોતાનું લક્ષ્ય માને છે. બ્રિટનમાં એક અશ્વેત ડ્રગ માફિયા પોલીસના હાથે માર્યો ગયો. તેની પ્રતિક્રિયામાં લંડન ઘણાં દિવસો સુધી બળતું રહ્યું. પ્રારંભિક સ્તર પર પોલીસ હુલ્લડોને રોકવામાં નિષ્ફળ રહી, કારણ કે તેમને હુલ્લડખોરોને વિખેરવા માટે રબરની ગોળીઓ અથવા વોટર કેનનના ઉપયોગની મંજૂરી ન હતી. મોટાભાગના પોલીસવાળાઓને હથિયારના નામે રબરના ડંડા આપવામાં આવ્યા છે. ત્યાંની પોલીસની પોતાની રીતભાત અને આ અલગ વિષય છે, પરંતુ લંડનની કહાની અમેરિકાથી અલગ નથી. 

ભૌતિકવાદી જીવનદર્શનમાં પરિવાર અને સમાજ માટે કોઈ સ્થાન નથી. વ્યક્તિ આત્મકેન્દ્રીત થયો છે અને તેના દુષ્પરિણામ સ્વરૂપે સંયુક્ત પરિવારની જગ્યાએ વિભક્ત પરિવારોનું અસ્તિત્વ સંભવ થયું, પરંતુ વિશુદ્ધ ભૌતિકવાદ પર આધારીત વ્યક્તિવાદે કેવાં સમાજની રચના કરી? પરિવાર તૂટવા લાગ્યા. સમાજ છિન્ન-ભિન્ન થઈ ગયો. માનવીય સંબંધો કારોબારમાં બદલાઈ ગયા. અમેરિકામાં અડધાથી વધારે લગ્નો છૂટાછેડામાં ફેરવાઈ જાય છે. 

એ કહેવું અતિશયોક્તિ નથી કે ભૌતિકવાદી જીવનદર્શન સાથે ચાર્વાકના ઋણ કૃત્વા ધૃતં પીવેતનો ચોલીદામનનો સાથ છે. એક અનુમાન પ્રમાણે દસ કરોડ અમેરિકી પરિવાર પાસે એક અબજ વીસ લાખ ક્રેડિટ કાર્ડ અર્થાત દરેક પરિવાર પાસે 12 કાર્ડ છે. અમેરિકીઓ પર 26 ખરબ ડોલરનું કર્જ હોવા સિવાય 100 ખરબ ડોલરનું ભવન કર્જ અલગથી છે. 4.36 કરોડ અમેરિકી ગરીબની શ્રેણીમાં છે એટલે કે દરેક સાતમો અમેરિકન નિર્ધન છે. 80ના દશકમાં અમેરિકી પરિવારોની બચત કુલ બચતના 80 ટકા, જ્યારે કોર્પોરેટ બચત 20 ટકા હતી. આજે પારિવારીક બચત ઋણાત્મક છે. નોકરી કરનારા પોતાના વર્ષની આવકથી વધારે એડવાન્સ લઈને સેરસપાટાને પ્રાથમિકતા આપે છે. 

લંડનનું સંકટ અપ્રવાસીઓને કારણે પેદા થયું છે. આપણા દેશમાં પણ ક્ષુદ્ર રાજકીય નીતિઓના કારણે સ્થાનિક લોકોના હાથમાંથી ધનોપાર્જનના અવસર છીનવવા લાગ્યા છે. આસામ સહીત દેશના ઘણાં રાજ્યોમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી વધી ગઈ છે, પરંતુ સર્વોચ્ચ કોર્ટના આદેશ છતાં સેક્યુલર સત્તા અધિષ્ઠાન વોટબેંકની લાલચમાં તેમને સંરક્ષણ આપી રહ્યાં છે. ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરીક ચોરી-ડકેતીની સાથે ઈસ્લામિક આતંકવાદમાં સંલિપ્ત હોવાની વાત સામે આવે છે. સેક્યુલર સત્તા તંત્રની દિવાલ પર લખેલી ઈબારત વાંચવી જોઈએ. 

બ્રિટનની જેમ વિભિન્ન દેશોમાં મોટી સંખ્યામાં ભારતીયો વસેલા છે. જેમણે પોતાની પ્રતિભા અને પરિશ્રમના જોર પર પોતાની અલગ ઓળખ બનાવી છે. ભારતીયોએ ભૌતિકતાની ઘાલમેલમાં આધ્યાત્મવાદી દર્શન અને સનાતની જીવન મૂલ્યોને વિસ્મૃત કર્યા નથી. ભારતીયોની ભીતર પરિવાર અને સમાજ નામની સંસ્થા અને તેના માપદંડોના જીવિત રહેવાને કારણે જ પાશ્ચાત્ય જીવનની ઘણી વિકૃતિઓથી બચવાનું સંભવ થયું છે, પરંતુ સામાજીક, રાજકીય, શૈક્ષણિક જગતમાં જે ઝડપથી વિકૃત સેક્યુલરવાદ મૂળ નાખી રહ્યું છે, તેનાથી ચિંતા થાય છે. 

સૌજન્ય- દૈનિક જાગરણ

Tuesday, 9 August 2011

કઈ દિશામાં અફઘાનિસ્તાન?


અફઘાનિસ્તાનમાં ગત ત્રણ દિવસોની અંદર નાટોના બે હેલિકોપ્ટર્સનું ધ્વસ્ત થવું માત્ર આશ્ચર્યજનક જ નથી, તેનાથી ત્યાં શાંતિ અને સ્થાયિત્વની આશાઓને પણ ઘેરો આંચકો લાગ્યો છે. જો કે તેનાથી એ કદાપિ ન માની લેવું જોઈએ કે નાટોના સૈનિકો ત્યાં સારું કામ જ કરી રહ્યાં છે. તેમના પર નિર્દોષ નાગરીકો, બાળકો અને મહિલાઓને નિશાન બનાવવાના આરોપ છે અને સ્થાનિક નાગરીક સતત આવી ઘટનાઓની વિરુદ્ધ રોષ પ્રગટ કરે છે. પરંતુ ગત શનિવારે જે યોજનાબદ્ધ રીતે નાટોના હેલિકોપ્ટરને જાળમાં ફસાવીને પાડી નાખવામાં આવ્યું, તેનાથી તાલિબાનની સતત વધતી શક્તિની જ ખબર પડે છે. સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે હેલિકોપ્ટરોને નિશાન બનાવવાની ક્ષમતા તાલિબાનોને આખરે ક્યાંથી પ્રાપ્ત થઈ?

મહત્વપૂર્ણ છે કે શનિવારે થયેલી દુર્ઘટનામાં 30 અમેરિકી સૈનિકો માર્યા ગયા હતા. અફઘાનિસ્તાનમાં આતંકવાદની વિરુદ્ધ દસ વર્ષીય અભિયાનમાં એક સાથે આટલા અમેરિકી સૈનિકો આનાથી પહેલા ક્યારેય માર્યા ગયા ન હતા. અફઘાનિસ્તાનથી વિદેશી સેનાઓની વિદાઈના તબક્કામાં તાલિબાનનું આમ મજબૂત થવું ચિંતનીય છે. ગત વર્ષે જ સાતસોથી વધારે વિદેશી સૈનિક અફઘાનિસ્તાનમાં માર્યા ગયા હતા, તો આ વર્ષે અથ્યાર સુધીમાં મરનારા સૈનિકોની સંખ્યા 390ની આસપાસ થઈ ગઈ છે, જેમાંથી 50 તો ઓગસ્ટ માસમાં જ માર્યા ગયા છે. જો કે બરાબર આ દિવસોમાં ત્યાં નિર્દોષ નાગરીકોના મોતની વધતી સંખ્યા પણ પરેશાન કરનારી છે. આ વર્ષના શરૂઆતી છ માસમાં માર્યા ગયેલા નિર્દોષોની સંખ્યા 1500ની આસપાસ છે. સ્પષ્ટ છે કે એક તરફ મજબૂત થતાં તાલિબાન જ્યાં નાટો સૈનિકોને નિશાન બનાવી રહ્યાં છે, ત્યાં તેમની જવાબી કાર્યવાહીમાં નિર્દોષ લોકો મરી રહ્યાં છે.

સવાલ એ છે કે આવી સ્થિતિમાં અફઘાનિસ્તાનની શાંત થવાની આશા કેવી રીતે કરી શકાય
? ત્યાં સ્થાયિત્વની ઘણી આશા એટલા માટે પણ નથી કે વિદેશી મદદના જોરે જે લોકોએ ક્ષેત્રીય સ્તર પર પોતાની મજબૂત પકડ બનાવી છે, તેમનું આચરણ શંકાસ્પદ છે. જૂના સમયના ગુનેગાર, અફીણના દાણચોર અને કબીલાઈ સરદાર પ્રાંતોના ગવર્નર બની બેઠા છે. આવા પ્રકારના લોકો મોટાભાગે તાલિબાનો દ્વારા માર્યા પણ જાય છે, તેવામાં સ્થિતિ ખરાબ જ થઈ જાય છે. સ્પષ્ટ છે કે અમેરિકાના નેતૃત્વમાં અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થાયિત્વનું જે મોડલ પસંદ કરવામાં આવ્યું છે, તે તે દેશ માટે જોખમ જ પેદા કરી રહ્યું છે. વિદેશી સેનાઓના ચાલ્યા ગયા બાદ તેનો સૌથી વધારે લાભ પાકિસ્તાનને થશે. જો કે ભારત અફઘાનિસ્તાનને વિકાસના મુખ્ય પ્રવાહમાં પાછું લાવવા માટે ઈચ્છુક છે, માટે પ્રવર્તમાન સ્થિતિ તેના માટે વધારે વિચારણીય છે.

સૌજન્ય- અમર ઉજાલા

અમેરિકાનું અભૂતપૂર્વ સંકટ



ડૉ. ભરત ઝુનઝુનવાલા

અમેરિકી સરકારને દેવું કરવા માટે સંસદ પાસેથી મંજૂરી લેવાની હોય છે. સંસદ દ્વારા બાંધવામાં આવેલી વર્તમાન મર્યાદા 14 હજાર અબજ ડોલર હતી. આ મર્યાદા સુધી અમેરિકી સરકાર ભૂતકાળમાં જ બજારમાંથી કર્જ લઈ ચુકી હતી, પરંતુ એ પુરતું ન રહ્યું, કારણ કે અમેરિકી સરકારની આવક ઓછી અને ખર્ચ વધારે છે. આ નુકસાનને વારંવાર કર્જ લઈને લાંઘવામાં આવી રહ્યું છે, જેવી રીતે નુકસાનમાં ચાલી રહેલી કંપની નવું દેવું લઈને જૂનું દેવું ચુકતે કરે છે. પરંતુ વધુ દેવું કરવા માટે સંસદની મંજૂરી લેવી જરૂરી હતી. સંસદ દ્વારા મંજૂરીના અભાવમાં અમેરિકી બજાર વધુ દેવું કરી શકે તેમ ન હતી અને દૈનિક ખર્ચાના વહન કરવા માટે પણ સરકારની પાસે નાણાં ન હતા. અમેરિકી સરકારનું તમામ કામકાજ ઠપ્પ થવાની અણિ પર હતું. સૌભાગ્યથી રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને અમેરિકી સાંસદો વચ્ચે સંમતિ બની ગઈ છે. પહેલાની 14 હજાર અબજ ડોલરની મર્યાદાને વધારી દેવામાં આવી છે. આ સંમતિ પણ બની છે કે સરકારના ખર્ચામાં કાપ કરવામાં આવશે. આ ઘટાડો વર્ષ 2013 બાદ શરૂ થશે. 

અમેરિકી સરકાર દ્વારા લેવાનારા કરજામાં સતત વધારો થઈ રહ્યો છે. 1997થી 2002 સુધી દેવામાં પ્રતિ વર્ષ 200 અબજ ડોલરની વૃદ્ધિ થઈ હતી. 2002-08માં આ વધારો 500 અબજ ડોલર પ્રતિ વર્ષ થઈ ગયો. 2008-11માં ઝડપ વધી અને 1600 અબજ ડોલર પ્રતિ વર્ષની વૃદ્ધિ થઈ છે. ચાલુ વર્ષથી આગામી દસ વર્ષમાં કરજામાં 16 અબજ ડોલરની વૃદ્ધિ થવાની સંભાવના છે. આ દેવા પર નિયંત્રણ માટે રાષ્ટ્રપતિ ઓબામા અને સાંસદો વચ્ચે સંમતિ બની છે કે આગામી દશ વર્ષમાં સરકારી ખર્ચમાં 2500 અબજ ડોલરનો ઘટાડો કરવામાં આવશે, પરંતુ આ ઘટાડાથી સમસ્યાનો ઉકેલ દેખાતો નથી. આ ઘટાડા બાદ પણ દેવું લગભગ 13500 અબજ ડોલર વધશે. એટલે કે ઘટાડા છતાં દેવું બેગણું થઈ જશે. સ્પષ્ટ છે કે આ સમજૂતીથી અમેરિકી સરકારને તાત્કાલિક રાહત મળશે. સરકાર નવું દેવું લઈને પોતાનું કામકાજ ચાલુ રાખશે, પરંતુ મૌલિક સમસ્યા જેમની તેમ ઉભી રહી છે, કારણ કે કુલ દેવું વધતું જ જશે. આ સમસ્યાનું અસલી સમાધાન ત્યારે જ નીકળશે જ્યારે અમેરિકી સરકારની આવકમાં વધારો થશે.

અમેરિકી સરકારની આવક ઘટવાના ત્રણ મુખ્ય કારણો છે. પહેલું, નવી તકનીકોનો આવિષ્કાર થઈ રહ્યો નથી. ભૂતકાળમાં વિન્ડોઝ સોફ્ટવેર અને પરમાણુ રિએક્ટર જેવી નવી તકનીકોને વેચીને અમેરિકી કંપનીઓ ભારે નફો કમાઈ રહી હતી. બીજું કારણ છે કે અમેરિકી કંપનીઓ માટે માલનું ઉત્પાદન ભારત અને ચીનમાં કરવું લાભકારક થઈ રહ્યું છે. જેવું કે ફોર્ડ મોટર કંપની ભારતમાં કારનું ઉત્પાદન કરી રહી છે. અમેરિકામાં ઉત્પાદન ઓછું હોવાથી અમેરિકી સકરારને ટેક્સ ઓછો મળી રહ્યો છે. ત્રીજું કારણ છે કે અમેરિકા સતત યુદ્ધરત છે, જેના પર સરકારને ભારે ખર્ચ કરવો પડે છે. આ કારણોથી વધતા નુકસાનને પહોંચી વળવા માટે અમેરિકી સરકારને ઉત્તરોત્તર વધારે દેવું કરવું પડે છે. સ્પષ્ટ છે કે સમસ્યાના મૂળ સમાધાન માટે અમેરિકી સરકારે આ સમસ્યાઓનો ઉકેલ શોધવો પડશે, પરંતુ રાષ્ટ્રપતિ ઓબામાના સમજૂતીમાં આવું કશું જ નથી. કુલ 2500 અબજ ડોલરના ઘટાડામાંથી 1000 અબજ ડોલરના ખર્ચનો કાપ સીધો સરકાર દ્વારા કરવામાં આવશે. 1500 અબજ ડોલરની બચત ટેક્સમાંથી મુક્તિને સમાપ્ત કરીને હાસિલ કરવામાં આવશે. આ કાપથી નવી તકનીકોના આવિષ્કાર, ઉત્પાદનનું પલાયન અને યુદ્ધની સમસ્યાઓ હલ થતી નથી. માટે આ સમજૂતી કેન્સરના રોગીને સિરદર્દની દવા આપવા જેવી છે.
દેવું લેવાની સંમતિ બનવામાં સમય લાગવાથી અમેરિકાની વાસ્તવિક સ્થિતિ ઉજાગર થઈ ગઈ છે. 
વિશ્વના રોકાણકારોને ભય લાગવા લાગ્યો છે કે અમેરિકી સરકાર કર્જાની અદાયગી ભાગ્યે જ કરી શકશે. આ અનિશ્ચિતતાના કારમે પશ્ચિમી રેટિંગ કંપની સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સે અમેરિકાનું રેટિંગ ટ્રિપલ-એથી ઘટાડીને ડબલ-એ-પ્લસ કરી દીધું છે. તેના સિવાય ચીનની ડાગોંગ રેટિંગ કંપનીએ અમેરિકી સરકારના દેવાનું રેટિંગ એ-પ્લસ-પ્લસ-પ્લસથી ઘટાડીને એ-પ્લસ કરી દીધું છે. રેટિંગ ઘટવાનો અર્થ થાય છે કે રોકાણકારો માટે દેવું આપવામાં ખતરો છે. તેના પ્રમાણે રોકાણકારો ઉંચા વ્યાજ દરોની માગણી કરે છે અને દેવું લેનારા પર વ્યાજના બોજ વધતો જાય છે. તાત્પર્ય એ થયું કે ભવિષ્યમાં અમેરિકાને દેવું લેવા માટે વધારે વ્યાજ આપવું પડશે. તેનાથી અમેરિકી સરકારનું નુકસાન વધુ થશે અને સંકટ વધારે ઘેરું બનશે. 

અમેરિકી સંકટ ઘેરાવાનું વધુ એક કારણ છે. અત્યાર સુધી વિશ્વના અનેક દેશો અમેરિકામાં પોતાની મૂડી રોકવા માટે ઉત્સુક હતા. આ પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. આરબ દેશોમાં ઘરેલુ આંદોલનોને કારણે જરૂરી થઈ ગયું છે કે તેમની સરકાર ઘરેલુ આર્થિક વિકાસ પર ખર્ચ વધારે. તેના પ્રમાણે, તેલના વેચાણમાંથી મળતી રકમનું રોકાણ આ દેશ અમેરિકામાં ઓછું કરી શકશે. ચીનમાં જનતા જાગ્રત થઈ રહી છે. ચીન પણ નિકાસના સ્થાને ઘરેલુ ખપત વધારશે. તેના કારણે નિકાસમાંથી મળેલી રકમનું અમેરિકામાં રોકાણ ઓછું થશે. યૂરોપમાં પણ અમેરિકા જેવી જ સ્થિતિ છે. માટે અમેરિકા માટે ઋણ લેવું કઠિન થઈ જશે, ભૂતકાળમાં લીધેલા દેવાની અદાયગી માટે દબાણ વધવાની સંભાવના બનેલી છે. પેસિફિક ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપનીએ 236 અબજ ડોલરના અમેરિકી સરકાર દ્વારા જારી કરાયેલા બોન્ડ ખરીદયા હતા. હાલમાં આ કંપનીએ બોન્ડ વેચવાના શરૂ કરી દીધા છે. માટે આવનારા દિવસોમાં અમેરિકા માટે બોન્ડના ખરીદદારો શોધવા કઠિન બની જશે. 

અમેરિકાની સમસ્યાના ઉકેલની ચાવી જીવનસ્તરમાં ઘટાડામાં નિહિત છે. અંતે અમેરિકી નાગરીકોએ પોતાના જીવનસ્તરમાં ઘટાડો કરવો જ પડશે. અમેરિકી ઉત્પાદનો ભારત અને ચીનની સ્પર્ધામાં ત્યારે જ ટકી શકશે કે જ્યારે અમેરિકી શ્રમિકોના વેતનમાં ભારે ઘટાડો થશે. હાલ સમજૂતીથી આ સમાયોજન સ્થગિત થશે. આ સમજૂતી સમસ્યાના હલની તરફ પગલું ભરતી નથી, પરંતુ સમસ્યાને પડદાની પાછળ છુપવાની વધુ વિકટ રૂપમાં સામે લાવવાનો રસ્તો ખોલે છે. 

મારું માનવું છે કે આગામી સમયમાં અમેરિકી અર્થવ્યવસ્થામાં સંકટ વધારે ઘેરાશે, કારણ કે આ ઉંચા જીવનસ્તરની મૌલિક સમસ્યા પર ધ્યાન આપી રહ્યું નથી. અમેરિકી અર્થવ્યવસ્થાનું તૂટવું અને ભારત-ચીનનું ઉઠવું એકસાથે થશે. અમેરિકાના તૂટવાની સાથે વિશ્વના રોકાણકારો ભારતીય શેરબજારની તરફ વળશે, જો કે આ વળાંક ઘણો અચકાઈને થશે. તત્કાલ તો ભારત પર પણ સંકટ આવશે. 

સૌજન્ય- દૈનિક જાગરણ

દેવાનો ડુંગર, ચિત્કારતું અમેરિકા



-આનંદ પ્રધાન

વૈશ્વિક અર્થવ્યવસ્થા ફરી એકવાર લથડી રહેલી દેખાઈ રહી છે. 

દુનિયાભરના બજારોમાં ગભરાટ અને ઉથલ-પાથલનો માહોલ છે. એકલા ગત શુક્રવારે મુંબઈ શેરબજાર સહીત દુનિયાભરના બજારોમાં શેરોની કત્લેઆમમાં રોકાણકારોના લાખો કરોડો રૂપિયા સ્વાહા થઈ ગયા. કોઈ જાણતું નથી કે આજે જ્યારે બે દિવસોની બંધી બાદ બજાર ખુલશે, તો પરિસ્થિતિ શું હશે? સરકારોથી લઈને ખાનગી ક્ષેત્રના મેનેજરો સુધી, તમામ આઘાતની સ્થિતિમાં છે. પરિણામ, વોશિંગ્ટનથી લઈ બીજિંગ સુધી અને યૂરોપથી લઈને ભારત સુધી કોઈને સમજમાં આવી રહ્યું નથી કે આ નવા સંકટથી કેવી રીતે નિપટી શકાય?

ખુદ નાણાંમંત્રી પ્રણવ મુખર્જીએ સ્વીકાર કર્યો છે કે સ્થિતિ ગંભીર છે. જો કે આ તાજા આર્થિક સંકટના આસાર ઘણાં પહેલેથી દેખાવાના શરૂ થઈ ગયા હતા, પરંતુ ઘણાં ઓછા લોકોને અંદાજો હતો કે આ સંકટ આટલી જલ્દી અને આટલી તેજીથી ફરી એકવાર દુનિયાને હલબલાવા લાગશે. આમ તો તેમા આશ્ચર્યની કોઈ વાત નથી. વૈશ્વિકરણના તબક્કામાં આ ઘણું સ્વાભાવિક છે. હકીકતમાં વૈશ્વિકરણની પ્રક્રિયામાં દુનિયાભરની નાણાંકીય વ્યવસ્થા અને બજારોની સાથે રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાઓ પણ એકબીજા સાથે એટલી ઘેરાઈથી જોડાઈ ગઈ છે કે અમેરિકી અર્થવ્યવસ્થાને શરદી થઈ છે અને ભારતથી લઈને બ્રાઝિલની અર્થવ્યવસ્થાઓને છીંકો આવવા લાગે છે. 

આ સ્વાભાવિક પણ છે કારણ કે અમેરિકી અર્થવ્યવસ્થા સમગ્ર વૈશ્વિક અર્થવ્યવસ્થાના લગભગ એક ચતુર્થાંસ છે. તેવામાં જો અમેરિકી અર્થવ્યવસ્થામાં ભૂકંપના આંચકા આવે છે, તો દુનિયાભરની અર્થવ્યવસ્થાઓને આર્થિક સુનામી સહન કરવી પડે છે. 2007-09માં આ થઈ ચુક્યું છે, જ્યારે અમેરિકી મંદીએ દુનિયાભરની અર્થવ્યવસ્થાઓને પોતાના ઝપાટામાં લીધી હતી. તાજેતરના મામલામાં પણ આ થઈ રહ્યું છે. ક્રેડિટ રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સે અમેરિકી સરકારની શાખમાં ઘટાડાનું એલાન કરીને તેના બોન્ડની શાખની ઉચ્ચસ્તરીય રેટિંગ ટ્રિપલ-એને એક શ્રેણી ઘટાડીને ડબલ-એ-પ્લસ કરી દીધી છે. 

જો કે આ ઘોષણા શુક્રવારે બજારો બંધ થયા બાદ કરવામાં આવી, પરંતુ તેની આશંકા ઘણાં દિવસોથી જાહેર કરવામાં આવી રહી હતી. અમેરિકી બજારો સહીત દુનિયાભરના બજારોમાં ગભરાટ અને બેચેનીનો માહોલ પણ આ નિર્ણયના અંદેશાને કારણે હતો. ખુદ સ્ટાન્ડર્ડ એન્ડ પુવર્સ તેની ચેતવણી ઘણાં દિવસોથી આપી રહ્યું હતું. તેનું કારણ એ હતું કે અમેરિકી અર્થવ્યવસ્થા ગત મંદીથી સંપૂર્ણપણે બહાર નીકળી રહી ન હતી. ઉલ્ટા ગત કેટલાંક મહીનાઓથી લથડતી અર્થવ્યવસ્થાતી આવી રહેલા સંકેતો પરથી સ્પષ્ટ થવા લાગ્યું હતું કે મંદીથી ઉભરવાની ઝડપ માત્ર ધીમી જ નથી, પરંતુ તેમાં ફરીથી ગબડવાનું વલણ છે. 

તેવામાં સ્વાભાવિકપણે સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સના નિર્ણયથી મોટાભાગના વિશ્લેષકોને ઘણું આશ્ચર્ય થયું નથી. હકીકતમા અમેરિકી અર્થવ્યવસ્થા જે પ્રકારે કર્જ પર જીવવાની આદિ થતી જઈ રહી હતી, તેના કારણે આ દિવસ એક સમયે આવવાનો હતો. આ કોઈનાથી છુપું ન હતું કે આજે અમેરિકા દુનિયાનો સૌથી વધારે દેવાદાર દેશ છે અને તે વૈશ્વિક કર્જનું બ્લેક હોલ બની ગયો છે, જે ગત કેટલાંક દશકોથી દુનિયાભરના મોટાભાગના દેશોની બચતને પોતાની અંદર ખેંચી જઈ રહ્યો છે. 

તાજેતરના આંકડા પ્રમાણે, આજે અમેરિકા પર કુલ સંઘીય કર્જ લગભગ 14.34 ખરબ ડોલર એટલે કે 717 ખરબ રૂપિયા છે. જેમાંથી લગભગ 9.78 ખરબ ડોલર જાહેર કરજો છે. તેમાંથી લગભગ 4.45 ખરબ ડોલર વિદેશી દેવું છે. 

એટલું નહીં, આજે કુલ અમેરિકી કર્જમાં વિદેશી કર્જનો હિસ્સો લગભગ 32 ટકા અને કુલ સાર્વજનિક કર્જમાં 47 ટકા સુધી પહોંચી ચુક્યો છે. અમેરિકી વિદેશી કર્જમાં એકલા ચીનનો ભાગ 26 ટકા છે અને આ પ્રકારે તે સૌથી મોટો કર્જદાતા બની ગયો છે. રિપોર્ટો પ્રમાણે, અમેરિકાના કુલ દેવામાં ચીનનો ભાગ લગભગ 1.16 ખરબ ડોલર છે, જ્યારે જાપાનનો 912.4 અબજ ડોલર અને હોંગકોંગનો 121 અબજ ડોલર છે. એટલું જ નહીં, અમેરિકી કર્જમાં બ્રિટન, બ્રાઝીલ સહીત ભારત જેવાં દેશોના પણ ખાસ્સા નાણાં લાગેલા છે. સ્વાભાવિકપણે અમેરિકી અર્થવ્યવસ્થામાં તમામ દેશોના દાવ લાગેલા છે. 

માટે આશ્ચર્ય નથી કે ચીને અમેરિકાને ચેતવ્યું છે કે દેવું કરીને ઘી પીવાના દિવસો ગયા અને તે પોતાની અર્થવ્યવસ્થાને સંભાળે. સાચું પુછો તો કર્જ લઈને એશ કરવાના મામલામાં અમેરિકાએ દરેક મર્યાદા તોડી છે. સૌથી વધારે ચિંતાની વાત એ છે કે અમેરિકા સત્તા પ્રતિષ્ઠાનોએ કર્જનો સૌથી વધારે દુરુપયોગ યુદ્ધો માટે કર્યો છે. અનુમાનો પ્રમાણે, આતંકવાદ વિરુદ્ધ યુદ્ધના નામે ગત દશ વર્ષોમાં અફઘાનિસ્તાનથી લઈ ઈરાક સુધી અમેરિકાનું યુદ્ધ બજેટ 3.7 ખરબ ડોલર સુધી પહોંચી ગયું છે અને આશંકા છે કે અંતિમ આકલનમાં તે 4.4 ખરબ ડોલર સુધી પહોંચી શકે છે.

આજે અમેરિકી અર્થવ્યવસ્થાઓ યુદ્ધના બાજા નીચે દબાઈ રહી છે. તેની અસર અર્થવ્યવસ્થા પર પણ દેખાવા લાગી છે. એ સાચું છે કે અમેરિકી અર્થવ્યવસ્થા સાથે ઘણી પાયાની માળખાગત સમસ્યાઓ પણ છે. પરંતુ વાસ્તવમાં તેની યુદ્ધ મશીનરી તેને અંદરથી ખોખલું કરી રહી છે. તેમ છતાં સંઘીય કર્જની મર્યાદાને લઈ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને રિપબ્લિકન પાર્ટી વચ્ચે છેડાયેલા રાજકીય મહાભારત અને તેના બાદ થયેલી સમજૂતીમાં વધારે જોર સંરક્ષણ અને યુદ્ધ બજેટને નહીં, પરંતુ સામાજીક સુરક્ષા બજેટમાં ઘટાડા પર છે. સ્પષ્ટ છે કે અમેરિકી નીતિ-નિર્ધારકો બજેટના ઘટાડાનો તમામ બોજો આમ અમેરિકી નાગરીકો પર નાખવા ચાહે છે, જ્યારે અમીરો અને મોટી કંપનીઓને ટેક્સમાંથી મુક્તિ અને અન્ય રાહતો મળતી રહેશે. 

અમેરિકી કર્જ સંકટ પર થયેલી ડીલની સાથે સૌથી મોટી સમસ્યા એ છે કે તે એ સમયમાં સરકારી ખર્ચો ખાસ કરીને સામાજીક અને આર્થિક વ્યયમાં ઘટાડાની પેશકશ કરી રહ્યાં છે કે જ્યારે અમેરિકી અર્થવ્યવસ્તા ઠેરાવ અને ગતિરોધકતાનો શિકાર છે. આ સમયે અર્થવ્યવસ્થાઓને આર્થિક-નાણાંકીય ઉત્પ્રેરકોની જરૂરત હતી, પરંતુ અમેરિકી કોંગ્રેસના આ નિર્ણયથી અર્થવ્યસ્થાના ફરી એકવાર મંદીમાં ફસાવવાની આશંકા જોર પકડવા લાગી છે. યૂરોપીય અર્થવ્યવસ્થાઓ ખાસ કરીને ગ્રીસ, આયરલેન્ડ, સ્પેન, ઈટાલી અને પોર્ટુગલની પરિસ્થિતિ પેહલેથી જ ખરાબ છે. તેમાંના ઘણાંના કર્જની દેણદારીમાં ડિફોલ્ટની આશંકા જાહેર કરવામાં આવી રહી છે.  


ચોક્કસપણે જ, વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ઘેરાતા સંકટના આ વાદળોથી ભારરતનું પણ બચવું મુશ્કેલ છે. તેવામાં સંકટની રાહ જોવા અને અનાવશ્યક આત્મવિશ્વાસ દેખાડવાની જગ્યાએ યૂપીએ સરકારે તુરંત સાવધાનીના પગલાં ઉઠાવવા જોઈએ. તેના માટે મોટી વિદેશી મૂડીનું મોઢું જોવાની જગ્યાએ ઘરેલુ અર્થવ્યવસ્થાને મજબૂત કરવાના ઉપાયો વિચારવો જોઈએ. શું સરકાર પોતાના નીતિગત લકવાની સ્થિતિમાંથી બહાર નીકળશે?

સૌજન્ય- રાષ્ટ્રીય સહારા

Monday, 8 August 2011

અમેરિકામાં આફત અને આપણે



પુષ્પરંજન

સંકટની ઘડીમાં ફ્રાન્સ, બ્રિટન, કેનેડા, ઈટાલી જેવા દેશ અમેરિકી કેમ્પની સાથે મજબૂતાઈથી ઉભા છે. પરંતુ ડર છે કે ઋણ સંકટથી જેમ-તેમ બહાર નીકળેલું યૂરોપ ફરીથી આ કળણમાં ફસાઈ ન જાય. જો કે ભારતના નાણાંમંત્રી આનાથી ચિંતિત નથી. 

લોકસભામાં મોંઘવારી પર જ્યારે ચર્ચા ચાલી રહી હતી, ત્યારે આપણાં કેટલાંક સાંસદો નિંદ્રાધીન હતા. આવું રોચક દ્રશ્ય માત્ર આપણાં દેશમાં જોવા મળતું નથી. જર્મન સંસદ બુંડેસટાગ અને બ્રેસલ્સમાં યૂરોપીય સંસદ કવર કરતી વખતે મારા જેવા પત્રકારોને અવાર-નવાર આ સીન જોવા મળ્યો છે. જાપાની સંસદ ડાઈટનું રિપોર્ટિંગ કરનારા પત્રકાર સત્ર દરમિયાન ઉંઘનારા સાંસદોની આખી ખબર લે છે. સંજોગ કહો તો ચાર ઓગસ્ટે જે સમયે આપણે ત્યાં કેટલાંક સાંસદ ઝપકી લઈ રહ્યાં હતા, ઈરાની સંસદ મજલિસમાં પણ આ દ્રશ્ય હતું. આ ઉંઘનારા સાંસદોમાંથી એકની તસવીર પ્રકાશિત કરીને ઈરાનના એક અખબારે ભારે વાહવાહી લૂંટી. જાણવા જેવી વાત એ પણ છે કે આ સમયે અમેરિકી સાંસદ ઉંઘી રહ્યાં છે કે નહીં? તે પણ ત્યારે કે જ્યારે અમેરિકાના કારણે બીજી વખત આખી દુનિયામાં આર્થિક હાહાકાર મચી રહ્યો છે. 

આંતરરાષ્ટ્રીય શાખ નિર્ધારક સંસ્થા સ્ટેન્ડર્ડ એન્ડ પુવર્સ (એસ એન્ડ પી)એ શુક્રવારે ચેતવણી આપી હતી કે અમેરિકા નાદારીની કગાર પર ઉભું છે. આ એજન્સીએ 95 વર્ષમાં પહેલીવાર દુનિયાભરમાં આર્થિક એકાધિકાર બનાવી રાખનારા અમેરિકાની ટ્રિપલ-એ રેટિંગને ઓછી કરીને ડબલ એ પ્લસ કરી દીધી છે. તેનાથી અમેરિકાની શાખ બીજા નંબરે ચાલી ગઈ છે. આ સમય બ્રિટન, ફ્રાંસ, જર્મની અને કેનેડા ટ્રિપલ-એ રેટિંગવાળા દેશ છે.

એટલે કે શાખની દ્રષ્ટિથી દુનિયાભરમાં નંબર વન છે. આ મામલામાં ત્રીજા નંબરે સ્પેન છે, જેને ડબલ-એ રેટિંગ મળ્યું છે. ચોથા નંબરે એટલે કે એએ-માઈનસ વાળા રેટિંગ પર જાપાન, ચીન અને તાઈવાન છે. ઈટાલી એ-પ્લસ સાથે પાંચમાં ક્રમે છે. આયરલેન્ડ અને દક્ષિણ આફ્રિકા બીબીબી-પ્લસના રેટિંગ સાથે છઠ્ઠા સ્થાને છે. સાતમા ક્રમે રશિયાને બીબીબી રેટિંગ મળ્યું છે. ભારત, બ્રાઝિલ અને પોર્ટુગલને બીબીબી-માઈનસ આપીને આઠમા ક્રમે રાખવામાં આવ્યા છે. માટે ગત ચાર ટ્રેડિંગ સેશનમાં ચાર લાખ કરોડના નુકસાન છતાં ભારતીય બજાર પર વિશ્વાસ બનેલો છે. સોમવારે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતમાં ભારે ઘટાડો જોવા મળ્યો. તો તેલની કિંમતો ભારતમાં પણ ઓછી થવી જોઈએ. તેનાથી દેશને ઘણો લાભ થઈ શકે છે. 

અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા માટે આ સમાચાર બોમ્બ પડવા જેવા હતા. ઓબામા ગત માસ સુધી ઓસામા બિન લાદેનને મારીને વાહવાહી લૂંટી રહ્યાં હતા. સત્તારુઢ ડેમોક્રેટિક નેતા એ ખુમારમાં હતા કે તેઓ ઓસામાને મારી નાખવાની યૂએસપી પર 2012ની ચૂંટણી જીતી જશે. પરંતુ રાજકીય શતરંજ બદલાતી નજરે પડી રહી છે. આ રેટિંગથી પરેશાન ઓબામા વહીવટી તંત્રે સ્ટેન્ડર્ડ એન્ડ પુઅર્સને પડકારી છે અને કહ્યું છે કે તેના આર્થિક માપદંડ ખોટા રહ્યાં છે. 

હવે એસ એન્ડ પીએ અમેરિકાને જોખમ મુક્ત દેશોની યાદીમાંથી બહાર કરી દીધું છે. તેનો અર્થ એ થયો કે જે દેશ અને રોકાણકાર અમેરિકામાં સરકારી બોન્ડ ખરીદવા ચાહે છે, તે પોતાના રિસ્ક પર નાણાં લગાવે. જરૂરી નથી કે બોન્ડમાં લાગેલા તેમના નાણાંનું ચુકવણું થઈ જાય. પરંતુ બે મોટી રેટિંગ એજન્સી મૂડી અને ફિચે કહ્યું છે કે તે અમેરિકાને હજી જોખમ મુક્ત શ્રેણીમાં રાખી રહ્યાં છે. અમેરિકી મહેસૂલ વિભાગે ત્યાં સુધી કહી દીધું કે એસ એન્ડ પીની રેટિંગથી તેના બોન્ડ પ્રભાવિત થવાના નથી. પરંતુ આ બધી કહેવાની વાતો હતી. ઓબામા વહીવટી તંત્રને પહેલેથી ખબર ન હોત તો એસ એન્ડ પી રટિંગના ત્રણ દિવસ પહેલા સરકારી ખર્ચ ઓછો કરવા અને સંઘીય કર્જની મર્યાદા વધારવાની મંજૂરી સેનેટ પાસેથી લેવામાં આવત નહીં. અમેરિકી કોંગ્રેસે સેનેટ પાસેથી 14.3 ટ્રિલિયન ડોલર કર્જ સીલિંગને હટાવીને 400 અબજ ડોલર વધારાના ઉધાર લેવાની મંજૂરી માંગી હતી. 

આમ તો શુક્રવારથી લોકોએ આ ખબરનો રસ કાઢવાની શરૂઆત કરી દીધી હતી કે અમેરિકાને કર્જ આપવું અથવા તેના બોન્ડ ખરીદવા રિસ્ક લેવાનું કામ છે. પરંતુ જે મીડિયાવાળા મહામંદીની આશંકા વ્યક્ત કરી રહ્યાં છે, તેમણે તેના કારણોને ઓછાં ફોકસ કર્યા કે અમેરિકાએ પોતાનો લોટ કેવી રીતે પલાળ્યો. તેના પર ધ્યાન આપનારા સંશોધકો અને વિશ્લેષકો 2001થી આતંકવાદ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનને મુખ્ય કારણ માને છે. અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં કોસ્ટ ઓફ વોર પ્રોજેક્ટ પર કામ કરનારા સંશોધકોએ 30 જૂન, 2011 સુધીના આકલનમાં જણાવ્યું કે ઈરાક, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં ચાલી રહેલી કાર્યવાહીમાં અમેરિકા 3.2થી 4 ટ્રિલિયન ડોલર ખર્ચ કરી ચુક્યું છે. આ માત્ર ત્રણ દેશોમાં કાર્યવાહીનું આકલન છે. દુનિયાના 120 દેશોમાં તેનાત 60 હજાર અમેરિકી કમાન્ડો પર ટેક્સ પેયર્સના નાણાં કેવી રીતે વહેવડાવી રહ્યાં છે, તેનો હિસાબ આપવાનો બાકી છે. 

ઓબામા હકીકતમાં જ્યોર્જ બુશની વાવણી કાપી રહ્યાં છે. સંકટની ઘડીમાં ફ્રાંસ, બ્રિટન, કેનેડા, ઈટાલી જેવા દેશ અમેરિકી કેમ્પની સાથે મજબૂતાઈથી ઉભા છે. જી-8, જી-20, આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ, વિશ્વ બેંક જેવાં સંગઠનોને અમેરિકાએ પોતાના ખરાબ દિવસો માટે તો રાખ્યા છે. ડર છે કે કર્જ સંકટથી જેમતેમ બહાર નીકળેલું યૂરોપ ફરીથી તેના કળણમાં પડી ન જાય. સોનાના વધી રહેલા ભાવ બજારમાં અનિશ્ચિતતાનો સંકેત આપી રહ્યાં છે. સંભવ છે કે ડોલરની પાતળી હાલતથી રોકાણકારો યૂરો જોનની તરફ ફિટ થશે. યૂરોપમાં સરકારો ખર્ચમાં કાપ કરી રહી છે. ઈટાલીમાં સાંસદોની સેલરી આખા યૂરોપમાં સૌથી વધારે છે. તેમણે સંસદમાં પ્રસ્તાવ લાવીને તેને ઘણી ઓછી કરી દીધી છે. 

ભારતમાં આટલો ત્યાગ કરવા કોઈ તૈયાર નથી. આ સમાચારથી કેટલાંક લોકો પહોળા થઈ રહ્યાં છે કે અમેરિકા ભારત પાસેથી 1.83 લાખ કરોડ રૂપિયાનું કર્જ લઈ ચુક્યું છે. નાણાં મંત્રીને વિશ્વાસ છે કે શેર બજાર લુઢકીને બેઠું થઈ જશે. તો પછી સંસદમાં ઝપકી મારવામાં શું બુરાઈ છે?

સૌજન્ય- પ્રભાત ખબર

Tuesday, 2 August 2011

ચીનની ચિંતા


બી. રામન

એકલા અમેરિકા અને ભારત જ પાકિસ્તાન પર પોતાની જમીનને આતંકવાદી પ્રવૃતિઓ માટે અભ્યારણ્યની જેમ ઉપયોગ કરનારા જેહાદીઓ વિરુદ્ધ વધુ કાર્યવાહી કરવા માટે દબાણ બનાવી રહ્યાં નથી. પરંતુ પાકિસ્તાની ક્ષેત્રથી પ્રવૃતિઓ ચલાવનારા ઉઈઘુર અને અન્ય આતંકી સમૂહો પર કાર્યવાહી માટે ચીન પણ તેના પર દબાણ બનાવી રહ્યું છે. આ આતંકી માત્ર પાકિસ્તાનમાં કાર્યરત ચીની નાગરીકોની સુરક્ષા માટે પડકાર બન્યા નથી, પરંતુ ચીનના શિનજિયાંગ પ્રાંતની આંતરીક સુરક્ષાને પણ તેનાથી જોખમ છે.

ચીનની ચિંતાના ત્રણ કારણો છે. પહેલું, ચીની નાગરીકોના જીવન પર ખતરો. તાજેતરના વર્ષોમાં પાકિસ્તાનમાં ચીની નાગરીકો પર પાંચ હુમલા થઈ ચુક્યા છે. તેમાંથી ત્રણ બલુચિસ્તાનમાં અને એક-એક પશ્ચિમોત્તર સીમા પ્રાંત (એનડબલ્યુએફપી) અને સંઘ દ્વારા શાસિત કબાઈલી ક્ષેત્ર ફાટામાં થયા છે. આ હુમલામાં ત્રણ ચીની નાગરીકોના જીવ પણ ગયા છે. તેમાંથી બે હુમલાને જુલાઈ-2007માં ઈસ્લામાબાદ ખાતે લાલ મસ્જિદમાં થયેલી કમાન્ડો કાર્યવાહી બાદ અંજામ આપવામાં આવ્યો હતો. તેના સિવાય ઈસ્લામાબાદના એક મસાજ પાર્લરમાં કામ કરનારી છ ચીની મહિલાઓને લાલ મસ્જિદ મદરેસામાં ભણનારી મહિલાઓને ગુમ કરી દીધી હતી, જેમને બાદમાં છોડી મુકવામાં આવી હતી.

ચીનની ચિંતાનું બીજું કારણ છે, આ ઘટનાઓની તપાસમાં પાકિસ્તાની પોલીસની બેરૂખી. ત્રીજું, ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈસ્ટ તુર્કિસ્તાન (આઈએમઈટી)થી સંબંધ રાખનારા ઉઈઘુર આતંકવાદીઓને શોધી નાખવા અને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં પાકિસ્તાની ગુપ્તચર સંસ્થાઓની નિષ્ફળતા. જ્યારે ચીન માને છે કે આ આતંકવાદીઓ પાકિસ્તાની ક્ષેત્રમાં શરણ લઈ રહ્યાં છે.

ઓગસ્ટ, 2007માં લાહોરમાંથી પ્રકાશિત અખબાર ડેલી ટાઈમ્સમાં મોસ્કોમાં તેનાત ચીની રાજદૂત લિઉ ગુચાંગનું એક નિવેદન પ્રકાશિત થયું હતું. તેમાં તેમણે કહ્યું હતું કે તાજેતરના વર્ષોના આકલનથી ખબર પડે છે કે સૌથી મોટો આતંકી પડકાર પૂર્વી તુર્કિસ્તાનના આતંકી સમૂહોથી છે, જેઓ ચીનની અંદર અને તેની સીમાઓમાં સક્રીય છે.

પાકિસ્તાન પર અમેરિકા અને ચીન, બંનેની તરફથી જેહાદી આતંકીઓ પર કાર્યવાહીનું દબાણ છે. પરંતુ પાકિસ્તાની સરકાર ચીનની ચિંતાઓ પ્રત્યે ઘણી વધારે સજગ છે અને તેના કારણે તેની સાથે રણનીતિક સંબંધો પર પડનારા પ્રભાવને લઈને પણ પરેશાન પણ છે. વાસ્તવમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફ લાલ મસ્જિદમાં શરણ લેનારા તાલિબાન સમર્થકો પર કોઈપણ પ્રકારની કાર્યવાહીથી બચતા રહે, પરંતુ જ્યારે છ ચીની મહિલાઓને ગુમ કરીને તેમના પર વેશ્યાવૃતિમાં સામેલ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો, તો ચીનની તરફથી પાકિસ્તાન પર દબાણ વધ્યું. ત્યાર બાદ જ મુશર્રફે લાલ મસ્જિદમાં કમાન્ડો કાર્યવાહીનો આદેશ આપ્યો હતો.

ચીનની ચિંતા પર પાકિસ્તાની કાર્યવાહીનો વધુ એક મામલો તાલિબાન સમર્થક કબાઈલી નેતા અબ્દુલ્લા મહસૂદથી જોડાયેલો છે. તે અફઘાનિસ્તાનમાં નવ તાલિબાન જૂથોને મદદ કરી રહ્યો હતો. હામિદ કરજઈ સરકારે વારંવાર ચિંતા વ્યક્ત કરી હોવા છતાં પાકિસ્તાની સુરક્ષા દળો તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નહી. પરંતુ જ્યારે ચીને મહસૂદથી પાકિસ્તાનમાં રહેતા ચીની નાગરીકોના જીવને જોખમ હોવાનું જણાવ્યું, તો તેને પાકિસ્તાની સુરક્ષા તંત્રે ઠાર કરી નાખ્યો.

પાકિસ્તાનમાં રહેતા ચીની નાગરીકોની સુરક્ષા વધારવા અને ભૂતકાળમાં થયેલા હુમલાની તપાસ માટે પાકિસ્તાન અને ચીને ઓગસ્ટ, 2007માં એક સંમતિ પત્ર પર પણ હસ્તાક્ષર કર્યા હતા. તેના લગભગ એક વર્ષ બાદ બીજિંગ ગયેલા પાકિસ્તાનના તત્કાલિન ગૃહ મંત્રી રહમાન મલિકે કહ્યું હતું કે ચીનના શત્રુ પાકિસ્તાનના શત્રુ છે. અમે અમારા સૌથી વિશ્વસનીય સહયોગી માટે જોખમ બનેલા તત્વોને છોડીશુ નહીં.

મલિક જૂન, 2009માં પણ બીજિંગ ગયા હતા. તેમની આ યાત્રા બાદ પાકિસ્તાની સરકારે એમનેસ્ટી ઈન્ટરનેશનલના વાંધાઓ છતાં ઉઈઘુર સમુદાયના દશ લોકોને ચીનને સોંપી દીધા હતા. એમનેસ્ટીને અંદેશો હતો કે આ લોકોને કોઈપણ યોગ્ય સુનાવણી વગર ચીન ફાંસીના માંચડે લટકાવી દેશે. ત્યારે પાકિસ્તાને દાવો કર્યો હતો કે તે લોકો આઈએમઈટી સાથે સંબંધિત હતા, જેમને પાકિસ્તાની સેનાએ ફાટામાં ચલાવાયેલા આતંકવાદ વિરોધી અભિયાનમાં પકડયા હતા.

એબટાબાદમાં ગત 2જી મેએ અમેરિકી અભિયાનમાં ઓસામા બિન લાદેનના માર્યા ગયા બાદ ચીને મજબૂતી સાથે પાકિસ્તાનનો બચાવ કર્યો હતો. પરંતુ હજી જુલાઈમાં શિનજિયાંગ પ્રાંતમાં ભડકેલી હિંસામાં ચીનની આ ચિંતા તાજી થઈ ગઈ કે પાકિસ્તાન આઈએમઈટીના આતંકીઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરી રહ્યું નથી.

શરૂઆતમાં ચીની આતંકવાદ વિરોધી વિશેષજ્ઞોએ એ ચિંતા વ્યક્ત કરી, પરંતુ હવે પાર્ટીના નિયંત્રણવાળા ગ્લોબલ મીડિયાના સ્તંભોમાં પણ આ ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની જમીનથી સંચાલિત ભારત વિરોધી આતંકી પ્રવૃતિઓને લઈ ચીને ક્યારેય ભારતની ચિંતાની સાથે સંબંધ રાખ્યો નથી. એટલું જ નહીં, અનેક વર્ષો સુધી તેણે સુરક્ષા પરિષદની આતંકવાદ વિરોધી નિરીક્ષણ સમિતિને જમાત-ઉદ-દાવા અને લશ્કરે તોઈબાને આતંકવાદી સંગઠન ઘોષિત કરવાથી રોકી રાખી હતી. ચીની બેરૂખી છતાં ભારતે પાકિસ્તાનમાં હાજર આતંકી માળખાં સંદર્ભે તેના બેવડા વલણને બેનકાબ કરવું જોઈએ.

(સૌજન્ય-અમર ઉજાલા)

Sunday, 31 July 2011

સંકટમાં દરેક સરકાર



હરિવંશ

ભારત માટે સૌથી જરૂરી વસ્તુ છે શાસન. તે પણ કેન્દ્રનું. શાસન એટલે કેન્દ્રનું શક્તિશાળી હોવું. મધુ લિમયે જે સત્તાના વિકેન્દ્રીકરણ સિદ્ધાંતના પાલનમાં પળીને મોટા થયા, તે પણ માનતા હતા કે મજબૂત ભારત માટે દિલ્હીનું સશક્ત હોવું જરૂરી છે.

કોંગ્રેસની સતત દુર્દશા અને રાજા દ્વારા થનારી રોજની ફજેતીએ કેન્દ્રને સૌથી વધારે કમજોર કરી દીધી છે. ભાજપ, ભારતમાં કોંગ્રેસનો વિકલ્પ બની શક્યું નથી. યેદિયુરપ્પા જેવાના પાપ ભાજપ જેવા પક્ષોને ડુબાડી રહ્યાં છે. માટે ભાજપ સશક્ત, સાર્થક અને સમયને અનુરૂપ વિપક્ષની ભૂમિકામાં નથી, કારણ કે યેદિયુરપ્પાના મેન્ટર (સંરક્ષક) ભાજપમાં મોટા પદો પર છે. યેદિયુરપ્પા મામલા પર ભાજપ લોકલાજ છોડીને સતી થવા ઈચ્છે છે, તો તેનાથી દેશનું મોટું નુકસાન નથી. ભાજપ ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મિટાવવાની વાત કરે છે, તો તેના પક્ષમાં યેદિયુરપ્પા જેવા લોકો સભ્ય પણ ન હોવા જોઈએ. પરંતુ સંકેત છે કે તે મુખ્યમંત્રી પદ છોડશે, તો તેમને કર્ણાટક ભાજપનું અધ્યક્ષ પદ જોઈએ. માટે ભાજપ તો ભવિષ્યહીન છે, પરંતુ કોંગ્રેસ? કોંગ્રેસનું, ભારતની મુક્તિના સંઘર્ષ અને જન્મ સાથે જોડાણ રહ્યું છે. અતીતમાં આ પાર્ટી, સંયુક્ત સમાજની અભિવ્યક્તિનો મંચ રહી છે. જો આ પાર્ટી રાજા, અમર સિંહ જેવાના સવાલોથી ઘેરાય જાય, તો ચર્ચિલના કહેલા પ્રસંગનું સ્મરણ થાય છે. આઝાદી મળવાની હતી, ત્યારે ચર્ચિલે કહ્યું હતું કે આ વૃદ્ધ પેઢીના ગુજર્યા બાદ આ દેશને ચલાવવાની ક્ષમતા અહીંના લોકોમાં નથી. આ દેશ તૂટી અને વિખેરાય જશે.

રાજાએ કોર્ટમાં વડાપ્રધાન અને ચિદમ્બરમ પર જે પલટવાર કર્યો છે, તેણે કેન્દ્ર સરકારની શાખ ખતમ કરી નાખી છે. કોંગ્રેસ બચાવમાં કહી રહી છે કે ભાજપ પહેલા યેદિયુરપ્પાની વાત કરે, તેમને હટાવે. શું વડાપ્રધાન મનમોહન સિંહની સરખામણી યેદિયુરપ્પાથી થશે? આ જવાબ કોંગ્રેસ ભાજપને આપી રહી છે અથવા દેશને? શું ભાજપ અને યેદિયુરપ્પા જ દેશ છે? અથવા યેદિયુરપ્પા અને ભાજપની બહાર પણ ભારત છે? વડાપ્રધાનની એક છબી રહી છે. તેમની વ્યક્તિગત છબી હજી સુધી બેદાગ રહી છે. પરંતુ રાજાના સવાલોએ નાણાં મંત્રી અને વડાપ્રધાન પદની બંધારણીય ભૂમિકા, મંત્રીમંડળના સામૂહિક દાયિત્વ પર ગંભીર સવાલ કર્યા છે, કોઈ તત્કાલિન નાણાં મંત્રીને કોર્ટમાં ખેંચવા ચાહે છે, કોઈ ભૂતપૂર્વ સરકારી સચિવ કહે છે કે હું જેલમાં છું, તો રિજર્વ બેંકના ગવર્નર સાચા કેવી રીતે છે? ભારત સંઘની શક્તિનું પ્રતીક છે, વડાપ્રધાન, નાણાં મંત્રી, ગૃહ મંત્રી, રિજર્વ બેંકના ગવર્નર વગેરે. આ પદ પણ આરોપોના લપેટામાં આવ્યા, તો ભારત સંઘની શક્તિનું શું થશે? આ પદ માત્ર બંધારણીય-કાયદાકીય સત્તાના પ્રતીક નથી. લોક નજરમાં આ સર્વોચ્ચ પદ, વૈદ્યતા ખોવા લાગશે, તો ભારતનું ભવિષ્ય શું હશે?
બીજી તરફ, કોંગ્રેસ સંગઠનની પરિસ્થિતિ વધુ ખરાબ છે. મણિશંકર અય્યર નિવેદન આપે છે કે કોંગ્રેસ સરકસ છે. તે 24 અકબર રોડ પુસ્તકના વિમોચન પ્રસંગે બોલી રહ્યાં હતા. મણિશંકર અય્યર રાજીવ ગાંધીના પારિવારીક મિત્ર રહ્યાં છે. અધિકારીમાંથી તેઓ મંત્રી બન્યા. કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે કહ્યું છે કે પર્યાવરણ મંત્રીના રૂપમાં તેઓ પોતાની સરકારમાં શિખંડીની ભૂમિકામાં હતા. દિગ્વિજય સિંહ જેવા નેતા નવા અવતારમાં છે. જો આ પદનો વ્યક્તિ (જેમાં ક્યારેક દેશ ભાવિ વડાપ્રધાનની છબી જોતો હતો) સડક પર ઉતરીને મારામારી કરે, તો તે પાર્ટીના પતનને રાષ્ટ્રીય આપત માની લેવી જોઈએ. એટલું જ નહીં, કોંગ્રેસ એ પણ ભૂલી ગઈ છે કે તે કોઈ મહાન પરંપરાની દેણ છે. (ગાંધીજીની ઈચ્છા પ્રમાણે આઝાદી બાદ ભંગ થઈ લોકસેવક સંઘ બન્યો હોત, તો કદાચ દેશનો ઘણો ઉપકાર હોત.) મોટા કોંગ્રેસી નેતા જ્યારે મારામારી કરે છે, તો નાના કોંગ્રેસી નેતા શું કરશે? રાંચીમાં કપિલ સિબ્બલ આવ્યા હતા. આઈસાના કેટલાંક નવયુવાનો બહાર તેમનો વિરોધ કરી રહ્યાં હતા. તેમને કોંગ્રેસીઓએ ખરાબ રીતે માર્યા. શું સત્તામદમાં કોંગ્રેસના લોકો લઘુત્તમ મર્યાદા પણ ભૂલી રહ્યાં છે? શું તેઓ વિરોધને કચડી નાખવા ચાહે છે? જો આ રસ્તો સાચો છે, તો જે જૂનાં મોટા કોંગ્રેસી નેતાઓએ આઝાદીની લડાઈમાં પ્રતિકાર અથવા વિરોધ પ્રદર્શનને રાજનીતિ તરીકે કારગર હથિયાર તરીકે પસંદ કર્યા હતા, શું તેઓ બધાં અપરાધી હતા? શું કોંગ્રેસ રાજનીતિની ફિલોસોફી બદલવા ચાહે છે?

જે હથિયારોથી કોંગ્રેસ અસ્તિત્વમાં આવી, સત્યાગ્રહ, ધરણાં, સવિનય કાનૂન ભંગ, પ્રદર્શન, વિરોધ, તેને તે ખૂબસૂરતીથી કચડી રહી છે. યાદ કરો જ્યારે પહેલી વાર લોકતંત્રમાં આ નવા વધુ ધારદાર સાત્વિક પ્રતિરોધક હથિયાર સાધન તરીકે અપનાવાયા, ત્યારે દુનિયાએ આશ્ચર્યની સાથે ભારત તરફ જોયું. કોંગ્રેસે બાબા રામદેવના આંદોલનને કચડી નાખવા નવું હથિયાર શોધી લીધું છે. વિરોધને દબાવવા-કચડવા માટે. દિલ્હી પોલીસ પાસે અન્ના હજારેના આંદોલન પર રોક લગાવડાવી દીધી. બીજી તરફ દિગ્વિજય સિંહે નિવેદન આપ્યું કે સરકાર કોઈના અનશનથી ડરતી નથી. બાબા રામદેવના પ્રદર્શન-ધરણાંમાં દિલ્હી પોલીસે જે કર્યું, હવે સુપ્રીમ કોર્ટમાં આ મામલાની સુનાવણી દરમિયાન છુપાયેલા-દબાયેલા તથ્યો અને સંકેત સામે આવી રહ્યાં છે. દિલ્હી પોલીસ, દિલ્હી વહીવટી તંત્રના તાબામાં છે, પરંતુ બાબા રામદેવના ધરણાં દરમિયાન તેને રામલીલા મેદાનમાં કાર્યવાહી કરવા માટે ઉપરથી આદેશ મળ્યા? શું આ સંઘીય માળખા હેઠળ શાસન છે? હવે આ જ રણનીતિ અન્ના હજારે સાથે અપનાવાય રહી છે. 

કોંગ્રેસના આ વલણ પર આરજેડી, સમાજવાદી પાર્ટી અને ડાબેરીની ભૂમિકા અથવા ચુપકીદી ધ્યાન આપવા લાયક છે? મોંઘવારીનો વિરોધ કરતાં ઘૂમી રહ્યાં હતા મુલાયમ સિંહ યાદવ અને લાલુપ્રસાદ યાદવ. પરંતુ બહાર વિરોધ, લોકસભામાં કોંગ્રેસને મદદ. આ પ્રકારે ભ્રષ્ટાચારના એવા-એવા મામલા સામે આવ્યા છે, જેવા વીતેલા 60 વર્ષોમાં આવ્યા નથી. મુલાયમ સિંહ યાદવ અને લાલુપ્રસાદ, ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનની જ ઉપજ છે. પરંતુ આજના જેવો ભ્રષ્ટાચાર જાહેર જીવનમાં ક્યારેય રહ્યો નથી, પરંતુ આ જમીની નેતા મૌન છે. લાલુજી રામદેવજીની વિરુદ્ધ બોલે છે. લોકપાલ મુદ્દા પર આ પક્ષોનો મત શું છે? ખબર નથી. સાંસદ લાંચકાંડમાં, પૂર્ણ તપાસ વગર કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીને મુક્ત કરી દેવાઈ. ઓછામાં ઓછી તપાસ પૂરી થવાની લોકલાજ તો દાખવત. જે કટ્ટર વેરી થઈ ગયા હતા, એકબીજાને મિટાવી દેવાનો શંખનાદ કરી રહ્યાં હતા, તે મુલાયમ સિંહ-અમર સિંહમાં નવા પ્રેમનું રહસ્ય શું છે?

અન્ના હજારે અને બાબા રામદેવના પ્રસંગમાં જે પ્રકારે કોંગ્રેસીઓના નિવેદન આવી રહ્યાં છે, તે સંકેત છે કે મહાન વરસાવાળી આ પાર્ટી ક્યાં પહોંચી ગઈ છે? અન્ના હજારે અને રામદેવથી આપણે અસંમત હોઈ શકીએ, આ બંનેની બધી માગણીઓ અને પસ્તાવોથી સંમત પણ ન થઈ શકાય. પરંતુ જાહેર જીવનમાં લોકમર્યાદા જાળવી રાખવાની જવાબદારી કોની છે? શાસક પાર્ટીની અથવા અન્ના હજારે કે રામદેવજીની?

એ પણ દુર્ભાગ્ય છે કે કોંગ્રેસના સતત હ્રાસથી જન્મેલા મહાશૂન્યને ભરવા માટે આજે કોઈ વિકલ્પ નથી. આ વિશ્લેષણનો એ નિષ્કર્ષ પણ છે કે આઝાદી બાદ કોંગ્રેસ સત્તા ચલાવવામાં નિપુણ બની શકી નથી. આઝાદીની આગથી આ પાર્ટી તપાઈને નીકળી. સૌથી વધારે સમય સુધી શાસન આ પક્ષના લોકોએ કર્યું. તેમ છતાં આ પક્ષ દેશને રાજકીય સ્થિરતા આપી શક્યો નથી. ગત 60 વર્ષોના ઈતિહાસ પર આપણે નજર નાખીએ, ખાસ કરીને 1962 બાદ. દર અઢી-ત્રણ વર્ષ બાદ કેન્દ્રની સરકાર ડગમગવા લાગે છે. તે પોતાની વૈદ્યતા, નૈતિક-આભા અને પ્રામાણિકતા ખોતી નજરે પડે છે. શાસન સંચાલન કઠિન લાગે છે. અરાજકતાની પરિસ્થિતિ દેખાવા લાગે છે. જેમને જનતા શક્તિ આપીને મજબૂત બનાવે છે, ગાદી પર બેસાડે છે, તે પક્ષઘાતના શિકાર બની જાય છે. 

શરૂઆતમાં 15 વર્ષ સુધી પંડિત નેહરુએ ભારત પર એકછત્ર રાજ્ય કર્યું. 1962માં કોંગ્રેસને જનતાએ ભારે બહુમતી સાથે ચૂંટી, પરંતુ ચીન યુદ્ધે કોંગ્રેસને અસમયે નિસ્તેજ કરી દીધી. 1957થી 1962 સુધી કોંગ્રેસને વધારે બહુમતી મળી હતી. ચીનના હુમલાની સાથે જ 10 માસમાં તે લોક સમર્થન વિખેરાઈ ગયું. કોંગ્રેસ નિસ્તેજ થઈ ગઈ. કેન્દ્ર સરકારની વિશ્વસનીયતા, વહીવટી કૌશલ પર સવાલ ઉઠવા લાગ્યા. આ પરાજયે દેશના મન અને માન બંને તોડી નાખ્યા. પંડિતજી આંદોલનની દેણ હતા. તેઓ ઓળખી ગયા. લોક નજરમાં પાર્ટી ગુનેગાર બની રહી છે. પંડિતજીનો અધ્યાય ખતમ થઈ ગયો હતો. તેમ છતાં તેમણે પાર્ટીનું તેજ-શૌર્ય પાછું મેળવવાની કોશિશ કરી. કામરાજ પ્લાનથી.

1963માં પંડિત નેહરુએ કામરાજ યોજના લાગુ કરી. મોટા-મોટા કોંગ્રેસી મોરારજી દેસાઈ, લાલબહાદૂર શાસ્ત્રી, જગજીવન રામ, કામરાજ, બીજૂ પટનાયક, ભગવંતરામ મંડલાઈ, વિનોદાનંદ ઝા જેવા નેતાઓને હટાવાયા. પંડિત નેહરુએ સમજી લીધું, જનતા નારાજ છે, માટે કોંગ્રેસની અંદર સફાઈ જરૂરી છે. પંડિત નેહરુ અસ્વસ્થ હતા અને વડાપ્રધાન હોવા છતાં અપ્રભાવી ભૂમિકામાં હતા. પછી પંડિતજી રહ્યાં નહીં. લાલબહાદૂર શાસ્ત્રીએ કમાન સંભાળી, પછી ઈન્દિરા ગાંધીએ. આ તબક્કામાં દુષ્કાળ, કાશ્મીરમાં મુજાહિદ, પાકિસ્તાન સાથે યુદ્ધ, બે વડાપ્રધાનોના મોત, દેશે બધું જોયું અને ભોગવ્યું. તે દિવસોમાં દિલ્હીને કમજોર જાણીને રાજ્યોમાં અરાજકતા પગ ફેલવવા લાગી. 1966માં અલગ પંજાબ માટે સંત ફતેસિંહે આત્મદાહની ધમકી આપી. વિશાખાપટ્ટનમમાં સ્ટીલ કારખાનાના સવાલ પર આંધ્ર પ્રદેશમાં હુલ્લડ ફેલાયા. ગોવધના પ્રશ્ને સંસદનો ઘેરાવ થયો. આ બધી બાબતોના પરિણામે ભારતના નવ રાજ્યોમાંથી કોંગ્રેસનો સફાયો કરી દીધો. પછી 1966થી ઈન્દિરા ગાંધીના યુગની શરૂઆત થઈ.
1967થી 1971 વચ્ચે પક્ષપલટાથી લઈને રાજકારણના દરેક અનૈતિક હથકંડાઓને લોકમાન્યતા આપવાનો તબક્કો શરૂ થયો. ઈન્દિરા ગાંધીએ 1969માં કોંગ્રેસના ભાગલા કરી દીધા. કોંગ્રેસના કાયાકલ્પ માટે. 1967માં લોકસભામાં કોંગ્રેસને બહુમતી જરૂર મળી હતી, પરંતુ સંખ્યા ઘણી ઘટી ગઈ હતી. શ્રીમતી ગાંધીએ રાજકારણને પાયાના સવાલો સાથે જોડવાની પહેલ કરી. કોંગ્રેસને તોડી અને દેશને નવા સપના આપ્યા. તેમને બે તૃતિયાંશ બહુમતી મળી, પરંતુ પરિણામ શું આવ્યું, આ બે તૃતિયાંશ બહુમતીનું?

1971માં દેશે ઈન્દિરા ગાંધીને તે સત્તા આપી, જે પંડિત નેહરુ જેવા કદ્દાવર નેતાને મળી ન હતી. 1971ના અંતમાં બાંગ્લાદેશ યુદ્ધ થયું. શ્રીમતી ગાંધી મહાશક્તિશાળી બન્યા. ત્યારે અટલ બિહારી વાજપેયીએ તેમને દુર્ગા પણ કહ્યાં. 1973માં પેટ્રોલના ભાવ વધ્યા, મોંઘવારી દરવાજો ખખડાવા લાગી, દુષ્કાળ પડયો, ઘઉંના થોક વેપારનું રાષ્ટ્રીયકરણ થયું, તો શ્રીમતી ગાંધીએ પણ માન્યું કે દેશને એક આર્થિક જાદૂગર જોઈએ. તેમણે જર્મનીના લૂડવીકની ચર્ચા કરી, જેમણે પશ્ચિમ જર્મનીનો આર્થિક કાયાપલટ કર્યો હતો. પરંતુ ભારતમાં કોઈ ચમત્કાર થયો નહીં. 

1974માં દેશ ફરીથી રાજકીય સંકટમાં ફસાવવા લાગ્યો. વધતાં ભ્રષ્ટાચાર, અનૈતિક રાજનીતિ, ચૂંટણીમાં સુધારા જેવા ગંભીર મામલા પર કોઈ ઉકેલ નીકળ્યો નહીં. ગવર્નેંસનું કોઈ મોડલ કોંગ્રેસ વિકસિત કરી શકી નહીં. કુશાસન, ભ્રષ્ટાચાર, ચૂંટણીઓમાં ધાંધલી, ગુનેગારોના હાથમાં જતી રાજનીતિ, બ્લેક મનીની વધતી શક્તિ, પાર્ટીઓની અંદર ખતમ થતું લોકતંત્ર, કોંગ્રેસનો વિકલ્પ ન ઉભરવા જેવા અનેક પાયાના સવાલો હતા, જે ગત બે દશકોથી દેશની પીઠ પર બોજ બની ચુક્યા હતા. પરંતુ તેને ઉકેલવાની કોશિશ કોઈ સ્તરે ન હતી. તેને ઉકેલવાના બે જ રસ્તા હતા. પહેલો આદર્શ રાજનીતિ, જે પોતાના વિચારો, સિદ્ધાંતો, કલ્પનાઓ અને સપનાઓથી બુઝેલા મન અને કોમને એક નવો બોધ, ગતિ અને અર્થ આપી શકે, એક નવી રાહ પર લઈ જઈ શકે. પરંતુ લોકસત્તાને જગાડનારી તે રાજનીતિ જ ખતમ થઈ ગઈ. રાજનીતિનો અર્થ થઈ ગયો સત્તા. જયપ્રકાશ નારાયણ અપવાદ હતા, તેઓ લોક રાજનીતિના આગેવન હતા. આ લોક રાજનીતિએ સત્તા રાજનીતિને પડકારી. તેનું પરિણામ સામે હતું. દેશને પાટા પર લાવવાનો બીજો રસ્તો હતો, શ્રેષ્ઠ શાસન. પંડિત નેહરુના જીવનકાળમાં જ પ્રો. ગુન્નાર મિર્ડલે ભારતને ફંક્શનલ એનાર્કી કહ્યું. તેના ચોપટ થઈ રહેલા શાસકીય માપદંડો જોઈને. આ સમસ્યા સતત ગંભીર અને બેકાબૂ થતી ગઈ છે. આજે ભારતનો મોટો ભાગ લગભગ અશાસિત છે. ત્યાં સત્તાનું નહીં, સત્તાના સમાંતર કેન્દ્રોનું રાજ છે. લોકસભામાં પ્રબળ અને પ્રચંડ બહુમત બાદ પણ ઈન્દિરા ગાંધી દેશના રાજકીય અને આર્થિક પડકારોનો હલ શોધી શક્યા નહીં. 

1975માં અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા બાદ તે સત્તામાં રહેવા છતાં પણ આભા ખોઈ બેઠા. અંતે ઈમરજન્સી લગાવીને તેમણે પોતાની ચમક પાછી મેળવવાની કોશિશ કરી. પરંતુ 21 માસમાં તે પણ ધ્વસ્ત થઈ ગયા. 1977માં જનતા પાર્ટી બે તૃતિયાંશ બહુમતીથી જીતી. પહેલીવાર કોંગ્રેસ કેન્દ્રમાંથી હટી. પરંતુ આ જનતા લહેર પણ 28 માસની અંદર ઉતરી ગઈ. દેશની પાયાગત સમસ્યાઓ પોતાની જગ્યાએ યથાવત રહી. 1980માં ફરીથી ઈન્દિરા ગાંધી સત્તામાં પાછા ફર્યા. 1983 આવતા સુધી તે અસહાય દેખાવા લાગ્યા. તે પોતાનો જાદૂઈ સ્પર્શ ગુમાવી ચુક્યા હતા. પંજાબની સમસ્યા, ભિંડરાવાલેનો પડકાર નવા સંકટ તરીકે સામે આવ્યો હતો. 1984માં તેમનો દુખદ અંત થયો. તેમના મોતની લહેરે રાજીવ ગાંધીને તે શક્તિ અને સમર્થન આપ્યા, જે પંડિત નેહરુ અથવા ઈન્દિરા ગાંધીને મળ્યું ન હતું. એક નવા સપનાની સાથે રાજીવ ગાંધીનો ઉદય થયો. પરંતુ ત્રણ વર્ષ પણ પસાર થયા ન હતા કે બોફોર્સનો મુદ્દો તેમને લઈને ડૂબ્યો. ફરી એક વખત બિનકોંગ્રેસી સરકાર બની. વિશ્વનાથ પ્રતાપ સિંહ વડાપ્રધાન બન્યા, પરંતુ ભ્રષ્ટાચાર મુક્ત અથવા ચૂંટણી સુધાર જેવા પાયાગત સવાલો પાછળ છૂટી ગયા. દેશમાં મંડળ અને કમંડળનો તબક્કો શરૂ થયો. 

ચંદ્રશેખરને કોંગ્રેસે સત્તામાં બેસાડયા, પછી કેટલાંક માસમાં તેમની સરકાર પાડી નાખી, ચરણ સિંહની જેમ. આ બંને સરકારોને પાડવાનું કામ કોંગ્રેસે કર્યું. પછી નરસિંહ રાવની સરકાર બની. પરંતુ બે વર્ષોમાં જ તે પોતાનું તેજ ગુમાવી બેઠી. પહેલીવાર સાંસદોને લાંચ આપવાનો આરોપ લાગ્યો. સાસંદોને સુખી રાખવા માટે તેમણે સાંસદ ફંડ શરૂ કર્યું. હર્ષદ મેહતા અને લખુભાઈએ સીધી વડાપ્રધાનને લાંચ આપ્યાનો આરોપ લગાવ્યો. હર્ષદ મેહતાએ સીધો વડાપ્રધાન કાર્યાલયમાં લાંચ આપવાનો આરોપ લગાવ્યો. દેવગૌડા, ગુજરાલની સરકારો દેશમાં અસ્થિરતાનો તબક્કો લાવી. 5-6 વર્ષોમાં 2-3 સરકારો આવી અને ગઈ. પછી આવ્યો એનડીએનો તબક્કો, જેમાં ઘણાં મુદ્દા ઉભર્યા. ગુજરાતથી લઈને સંરક્ષણ સોદા સુધીના. ત્યાર બાદ યુપીએની વાપસી થઈ. મનમોહન સિંહ વડાપ્રધાન બન્યા. સ્વચ્છ છબીવાળી તેમની ઈમેજ છે. પંરતુ તેમના મંત્રીમંડળમાં અનેક ગંભીર આરોપોથી ઘેરાયેલા લોકો હતા. બે-અઢી વર્ષોમાં જ અનેક ગંભીર આરોપોથી તેમની સરકાર ઘેરાઈ ગઈ. અંત આવતા સુધી સંસદમાં પરમાણુ કરારના પ્રસંગ પર સાંસદોને લાંચના પ્રકરણે યુપીએ સરકારનો બચેલો યશ પણ ધોઈ નાખ્યો. હવે તે મામલા પણ પલટીને રંગ લાવવા લાગ્યા છે. વિકિલીક્સથી લઈને ઘણાં અન્ય સ્ત્રોતોથી ખુલાસા થયા. પછી અમર સિંહના બચાવમાં સત્તાની ભૂમિકા, પૂરી તપાસ પહેલા જ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીને ક્લીન ચીટ.

યુપીએનો બીજો કાર્યકાળ તો વધુ સંકટપૂર્ણ છે. લોકસભા ચૂંટણીઓના દોઢ વર્ષ બાદ જ આ સરકાર શ્રીહીન થવા લાગી. તેના મંત્રીઓ પર અનેક ગંભીર આરોપો લાગ્યા. રાજા પ્રકરણ, કોમનવેલ્થ ગેમ્સ ગોટાળા જેવા અનેક ગોટાળાથી કેન્દ્ર સરકાર સત્વહીન બની છે, તેનો નૈતિક પ્રતાપ ખતમ થઈ ચુક્યો છે.
આ પ્રકારે તમે ધ્યાન આપો કે દર અઢી-ત્રણ વર્ષ બાદ કેન્દ્ર એક ગંભીર સંકટમાં ઘેરાઈ જાય છે. આ સંકટ શું છે? તેનું મૂળ શું છે? શું આપણે ભારતીય શાસન ચલાવવા-સંભાળવા યોગ્ય નથી? શું ચર્ચિલે આપણી યોગ્યતાની સાચી ભવિષ્યવાણી કરી હતી? ક્યાં કારણોથી આવું વારંવાર થઈ રહ્યું છે? જ્યાં સુધી તે કારણો શોધવામાં નહીં આવે, પરિસ્થિતિ સુધરવાની નથી. દેશ લગભગ અશાસિત થઈ ગયો છે. તેને ઠીક કરવા માટે પહેલી જરૂરત છે- ચૂંટણી સુધાર, ભ્રષ્ટાચારની વિરુદ્ધ કડક કાયદા, ભ્રષ્ટ લોકોને ફાંસી અથવા આજીવન કેદની સજા. વિદેશોમાં રાખેલા ભારતીય ધનની વાપસી. કોર્પોરેટ હાઉસોના દલાલોનો રાજનીતિમાંથી સફાયો. ત્વરીત ન્યાય પ્રક્રીયા અને કેસોનો નિપટારો. કુદરતી સંસાધનોની લૂંટ પર પ્રતિબંધ. જેમને અસીમિત અધિકાર છે, તેમાં કાપ. સંસ્થાઓને મજબૂત બનાવવી. પ્રતિભાને સંરક્ષણ, વોટની રાજનીતિથી દેશને ઉપર માનવો. રાજકીય પક્ષોમાં વિચારોની વાપસી. રાજકીય પક્ષોની અંદર લોકતંત્ર, પરિવારવાદનો ખાતમો. સિસ્ટમને નૈતિક બનાવવી, જેથી એકાઉન્ટિબિલિટી નક્કી થાય. આટલાં મોટાં-મોટાં ગોટાળા થયા, પરંતુ કોઈ એકે તેની જવાબદારી લીધી? બ્રિટેનમાં મડરેક પ્રકરણ થયું છે. ત્યાંના વડાપ્રધાને જવાબદારી લીધી છે. પોતાની ભૂલ માની છે. તેને ઠીક કરવા માટે બંધારણીય પહેલ કરી છે. ભારતમાં 2જીથી લઈને કોમનવેલ્થ ગેમ્સ સુધીના ગોટાળાઓમાં કોઈએ કહ્યું નથી કે અમારાથી ભૂલ થઈ છે. આ મામૂલી લોકલાજ અને શરમ પણ રાષ્ટ્રીય જીવનમાં બચી નથી. શાસન કેવું ઢીલુંઢાલું ચાલી રહ્યું છે? ચિદમ્બરમ હાર્વર્ડથી ભણેલા છે. ખૂબ તેજ-તર્રાર અને સક્ષમ ગણાય છે. તેમણે પાકિસ્તાનમાં રહેલા આતંકવાદીઓની યાદી સોંપી, તેમાં ઘણાં આતંકવાદીઓ ભારતીય જેલોમાં છે. તેનાથી આખી દુનિયામાં ભારતની જગ હસાઈ થઈ. તેનો કોઈ દોષિત છે કે નહીં? હકીકત એ છે કે આપણી આખી સિસ્ટમ ઈનએફિશિયન્ટ, અક્ષમ અને અકર્મણ્ય લોકોથી ભરાઈ ગઈ છે. જાહિલોની ફોજ તો આવી જ રીતે કામ કરશે ને?

બીજી તરફ, પાકિસ્તાનમાં ઘૂસીને અમેરિકાએ લાદેનને માર્યો, તો ભારતીય સેનાધ્યક્ષનું અમર્યાદિત અને ધ્યાન આપવા લાયક નિવેદન આવ્યું કે આપણી અંદર પણ આમ કરવાની ક્ષમતા છે. શું આ એક ગંભીર રાષ્ટ્ર અને સમાજનું નિવેદન છે? આટલા મોટા પદો પર બેઠેલા લોકો આવી કેવી બિનજવાબદાર વાતો કરી શકે છે? પરાકાષ્ઠા તો ત્યારે થઈ, જ્યારે વડાપ્રધાને આ વિષય પર કહ્યું કે અમેરિકા જેવી કાર્યવાહીની આપણી અંદર ક્ષમતા જ નથી. સેનાધ્યક્ષ કંઈક કહે છે, વડાપ્રધાન કંઈક કહે છે. યાદ રાખો, આ વિરોધી નિવેદનો નથી. સરકારમાં બેઠેલા શિખરના લોકોના નિવેદનો છે. આ દેશ કેવી રીતે ચાલી રહ્યો છે? ઉપરના સ્તરે કેવો તાલમેલ છે? કોના નિયંત્રણમાં છે આ દેશ? એ સ્પષ્ટ નથી. સતત આતંકવાદી હુમલા થઈ રહ્યાં છે, તેને આપણે રોકી શકતા નથી. ન તો આ ટોળકીઓને ધ્વસ્ત કરી શકીએ છીએ, ન તો ખરાં અપરાધીને પકડી શકીએ છીએ. પરંતુ આપણાં એર ચીફ માર્શલ પી.વી.નાયકે 26 જુલાઈએ નિવેદન આપ્યું કે પાકિસ્તાને દુસ્સાહસ કર્યું, તો આપણે તેને મિટાવી દઈશું. આ નિવેદન એવા સમયે આવ્યું, જ્યારે બંને દેશોના વિદેશ સચિવ અને વિદેશ મંત્રી 27 જુલાઈની વાતચીતની તૈયારીમાં લાગેલા હતા. શું આ રાજનીતિ અથવા કૂટનીતિ છે?

શક્તિનો અહેસાસ કેવો હોય છે, આ જોવું હોય, તો ચીન પાસેથી શીખો. તાજેતરમાં ઓબામા, દલાઈ લામાને મળ્યા. આ મુલાકાત પર ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ગંભીર વાંધો ઉઠાવ્યો. બીજા દિવસે વ્હાઈટ હાઉસની માફીના લહેજામાં સ્પષ્ટતા આવી. ચીનના કોઈ મોટા નેતા અથવા મંત્રીએ નિવેદન આપ્યું ન હતું. પરંતુ માત્ર પ્રવક્તાના નિવેદન પર, અમેરિકા જેવા મહાશક્તિશાળી દેશે તુરંત સ્પષ્ટતા આપી. આ છે શક્તિનું રહસ્ય. જૂની કહેવત છે કે કરનારા અથવા વરસનારા ગરજતા નથી.