Showing posts with label ભરત ઝુનઝુનવાલા. Show all posts
Showing posts with label ભરત ઝુનઝુનવાલા. Show all posts

Tuesday, 6 September 2011

સરકાર પર અંકુશનો સવાલ



ડૉ. ભરત ઝુનઝુનવાલા

અન્ના હજારેના આંદોલનથી સ્પષ્ટ થઈ ગયું છે કે સંસદ અને મતદારો વચ્ચે ઘેરી તિરાડ પડી ચુકી છે. સંસદીય લોકશાહીનો મૌલિક અધિકાર છે કે સાંસદ મતદાતાઓના હિતમાં કાર્ય કરશે, પરંતુ વર્તમાન વ્યવસ્થામાં સાંસદોનો પ્રયત્ન મતદાતાઓને ફોસલાવી તેમના મત હાસિલ કરવા માત્રનો રહી ગયો છે. 17મી સદીમાં થયેલા વિચારક જીન જૈક્વેસ રોસેના વિચારોના આધારે જ આધુનિક લોકશાહીને સૃજિત કરવામાં આવી છે. તેમણે લખ્યું હતું કે, આ સર્વશ્રેષ્ઠ વ્યવસ્થા છે કે ચૂંટાયેલા લોકો જનતા પર શાસન કરે જ્યાં સુધી એ સુનિશ્ચિત કરવામાં આવે કે તેઓ જનહિતમાં શાસન કરશે, પોતાના વ્યક્તિગત હિત માટે નહીં. આજે આપણા સાંસદ વ્યક્તિગત હિતમાં શાસન કરી રહ્યાં છે, માટે આ વ્યવસ્થા વિકૃત અને અમાન્ય થઈ ગઈ છે. સાંસદો દ્વારા બંધારણની દુહાઈ આપીને પોતાની સર્વોચ્ચતા સ્થાપિત કરવી વ્યર્થ છે. આ મહાન સંસ્કૃતિના પાછલા પાંચ હજાર વર્ષોમાં ન જાણે કેટલાં બંધારણ આવ્યા અને ગયા. આ બંધારણ પણ ચાલ્યુ જશે. બંધારણની દુહાઈ આપવી એવી રીતે છે જેમ વસિયતનામાના આધારે આજે કોઈ વ્યક્તિ પોતાની પૈતૃક જમીનદારીનો હક માંગે. આ પ્રકારે આપણા સાંસદ એક દસ્તાવેજના આધારે પોતાની સર્વોચ્ચતા સિદ્ધ કરવા માટેની કોશિશ કરી રહ્યા છે. 

બંધારણીય લોકશાહીના સ્વાર્થી થઈ જવાનું મૂળ કારણ પાર્ટીતંત્ર અને વ્હિપનો અધિકાર છે. દલબદલ કાયદા હેઠળ વ્યવસ્થા કરવામાં આવી છે કે પાર્ટીના અધિકારી સાંસદોને કોઈ પ્રસ્તાવ પર વિશેષ પક્ષમાં વોટિંગ કરવા માટે બાધ્ય કરી શકે છે. જેમ કોંગ્રેસ અને ભાજપ પોતાના સાંસદોને વ્હિપ જારી કરીને આદેશ આપી શકતા હતા કે જનલોકપાલ બિલની વિરુદ્ધ જ વોટિંગ કરવામાં આવે. મતદારો જનલોકપાલ બિલના પક્ષમાં હોય તો પણ સાંસદને બિલની વિરુદ્ધ જ વોટિંગ કરવું પડશે, નહીંતર તેને પાર્ટી અથવા સંસદમાંથી બરતરફ કરવામાં આવશે. માટે સાંસદ દ્વારા નાખવામાં આવેલો મત પાર્ટીના અધિકારીઓના આદેશ પર નિર્ભર હોય છે, સાંસદના વિવેકને આધારે હોતો નથી. જનતાની ભૂમિકા માત્ર એટલી છે કે તે નક્કી કરી શકે છે કે તેના હિતોનું હનન કોઈ રામભરોસે કરશે કે મોહમ્મદ ઈશફાક? સાંસદ વોટ ક્યાં પક્ષમાં નાખશે, તેને નિર્ધારીત કરવાનો જનતાનો અધિકાર છીનવી લેવાયો છે. 

વ્હિપ સિવાય પણ મતદારો અપ્રાસંગિક છે. સાંસદો અને ઉમેદવારોને આગામી ચૂંટણીમાં ટિકિટ મેળવવા માટે પાર્ટીના અધિકારીઓને અનુરૂપ વોટ આપવો પડશે. માટે જનલોકપાલ બિલ પારિત થઈ જાય તો પણ સુશાસનની મૂળ સમસ્યા જેમની તેમ જ રહેવાની છે. જનલોકપાલની નિમણૂક બાદ પણ સાંસદ જનવિરોધી નીતિઓ બનાવતા રહેશે. મોટી કંપનીઓના લાભ માટે ગરીબ ખેડૂતોની જમીન બળજબરીપૂર્વક અધિગ્રહીત થતી રહેશે. ચિકન અને પિત્ઝાનો કારોબાર કરનારી બહુરાષ્ટ્રીય કંપનીઓને લાભ પહોંચાડવા માટે નાગરીકોના આરોગ્યને દાવ પર લગાવવામાં આવશે. વિદેશી કંપનીઓ દ્વારા બનાવાયેલી નવી દવાઓની તપાસ માટે ભારતીય નાગરીકોની બલિ દેવાતી રહેશે. 

અમીરોના એરકન્ડિશનર ચલાવવા માટે દેશની નદીઓની હત્યા થતી રહેશે. અમેરિકી પરમાણુ ઊર્જા કંપનીઓને લાભ પહોંચાડવા માટે ભારતની સ્વતંત્રતાને સીમિત કરી દેવામાં આવશે, વગેરે. જનલોકપાલ કાયદાથી આ જનવિરોધી કાર્યોને સંપાદીત કરવામાં મંત્રીઓ દ્વારા લેવામાં આવનારી લાંચ પર કંઈક અંકુશ જરૂરથી લાગી શકે છે, પરંતુ જનવિરોધી નીતિઓને બનાવવામાં સહેજ પણ રોક લાગશે નહીં. જો કોઈ વિશેષ નીતિ પર આંદોલન ઉભું થઈ જાય અને સંસદ ઘૂંટણિયા ટેકવી દે તો પણ વાત બનતી હોય તેમ નથી, કારણ કે જનઆંદોલન દરરોજ ઉભું થતું નથી, જેમ સરકાર બળજબરીથી ખેડૂતોની જમીનનું અધિગ્રહણ કરવા માટે કાયદો બનાવવા માટે તૈયાર છે. જન આંદોલનથી આ કાયદો રોકાય ગયો તો પણ ક્લિનિકલ ટ્રાયલ, જંક ફૂડ, નદીઓની હત્યા, દેશની સ્વતંત્રતાને ગિરવી રાખવાનું ચાલુ રહેશે. 

જન આંદોલનને થકવાડીને ઢીલું કરવામાં સરકાર માહિર છે. મારું નિશ્ચિત માનવું છે કે જનલોકપાલ બિલના પક્ષમાં પ્રસ્તાવ પારિત કરવા છતાં સંસદ તેને પારિત કરશે નહીં. જનતા થાકી જશે અને આ આંદોલન સમાપ્ત થઈ જશે. કેટલાંક સમય પહેલા આ પ્રકારના અનશન પર્યાવરણવિદ્દ ડૉ. ગુરુદાસ અગ્રવાલે કર્યા હતા. આપવામાં આવેલા આશ્વાસનથી સરકાર બે વખત પાછી હટી ગઈ. ત્રીજી વખત 37 દિવસના ઉપવાસ બાદ સરકારે ગંગા પર ઉત્તરકાશીની ઉપર લોહારીનાગપાલા બંધને રોકવાની માગણી માની, પરંતુ આજે ફરીથી સરકારે પોતાના વાયદાથી પીછેહઠ કરી છે અને એક મોટી પરિયોજનાના સ્થાન પર મોટી સંખ્યામાં નાની પરિયોજનાઓના માધ્યમથી ગંગાની હત્યા કરવા માટે તૈયાર છે. ઉપવાસ અને જનઆંદોલનને લાંબા સમય સુધી ચાલુ રાખવા કઠિન હોય છે. માટે પાર્ટીઓ અને સાંસદોનો વ્યક્તિગત સ્વાર્થ હાવી થઈ જાય છે અને જનતા થાકીને મૂક સંમતિ આપી જ દે છે. 

આ સમસ્યાના સમાધાન માટે લાંબાગાળાની વ્યવસ્થા બનાવવી પડશે. જેથી સંસદ પર સતત અંકુશ રાખી શકાય. આપણે સમજી લેવું જોઈએ કે સરકારનું મૂળ ચરિત્ર જ જનવિરોધી હોય છે. આ જનવિરોધી સરકાર દ્વારા જનલોકપાલ બિલ પારિત થઈ જાય, તો તે ચોર દ્વારા મંદિરમાં પૂજા કરવા જેવું હશે. તેમ છતાં પણ અન્ના હજારે આંદોલનને અંકુશની એક સફળ કડીના રૂપમાં જોવું જોઈએ. 

આ લાંબાગાળાની વ્યવસ્થા બનાવવામાં આપણે આપણી પરંપરાઓમાંથી બોધપાઠ લઈ શકીએ છીએ. પ્રોફેસર ઈલા ઘોષ જણાવે છે કે કાલિદાસના રઘુવંશમાં અધ્યાપક, પુરોહિત, મંત્રી અને જનતાને ધૂર્ત શાસક પર નિયંત્રણ કરવાનું માધ્યમ બતાવાયા છે. આ નિયંત્રણ વ્યવસ્થાના ઘણાં બિંદુ છે. એક, તેમના દ્વારા શાસક પર આરોપ લગાવી શકાય છે, જેવી રીતે રાજીવ ગાંધી પર બોફોર્સ મામલામાં લગાવાયો હતો. બીજું, તેના દ્વારા શાસકની ટીકા કરી શકાય છે. શાસકના કાર્ય પ્રત્યે લોકો અસંમતિ વ્યક્ત કરી શકે છે. ત્રણ, તેમના દ્વારા ધરણાં, અનશન, ઘેરાવ વગેરે થઈ શકે છે. ચાર, જનતા દ્વારા શાસકને શ્રાપ આપી શકાય છે. શ્રાપથી શાસકની આંતરીક શક્તિનો હ્રાસ થાય છે અને તે ખોટા કાર્ય કરવાની ક્ષમતા ગુમાવી બેસે છે. પાંચ, સંતોની અગ્નિને છોડી શકાય છે, જેમ રાજા સાગરના પુત્ર માર્યા ગયા હતા. છ, જનતા શાસક પર અવિશ્વાસ કરીને તેના કાર્યોમાં અસહયોગ કરી શકે છે, જેવી રીતે સરકાર કહે છે કે દિકરીને દહેજ ન આપો, પરંતુ જનતાએ દિકરીના અધિકારને છીનવી લેવાનો ઈન્કાર કર્યો છે. આ તમામ ઉપાયોથી સરકારના મૂળ જનવિરોધી ચરિત્ર પર અંકુશ લગાવી શકાય છે. એક આંદોલનથી સરકારનું ચરિત્ર કંઈ બદલાશે નહીં. 

સૌજન્ય- દૈનિક જાગરણ

Tuesday, 9 August 2011

અમેરિકાનું અભૂતપૂર્વ સંકટ



ડૉ. ભરત ઝુનઝુનવાલા

અમેરિકી સરકારને દેવું કરવા માટે સંસદ પાસેથી મંજૂરી લેવાની હોય છે. સંસદ દ્વારા બાંધવામાં આવેલી વર્તમાન મર્યાદા 14 હજાર અબજ ડોલર હતી. આ મર્યાદા સુધી અમેરિકી સરકાર ભૂતકાળમાં જ બજારમાંથી કર્જ લઈ ચુકી હતી, પરંતુ એ પુરતું ન રહ્યું, કારણ કે અમેરિકી સરકારની આવક ઓછી અને ખર્ચ વધારે છે. આ નુકસાનને વારંવાર કર્જ લઈને લાંઘવામાં આવી રહ્યું છે, જેવી રીતે નુકસાનમાં ચાલી રહેલી કંપની નવું દેવું લઈને જૂનું દેવું ચુકતે કરે છે. પરંતુ વધુ દેવું કરવા માટે સંસદની મંજૂરી લેવી જરૂરી હતી. સંસદ દ્વારા મંજૂરીના અભાવમાં અમેરિકી બજાર વધુ દેવું કરી શકે તેમ ન હતી અને દૈનિક ખર્ચાના વહન કરવા માટે પણ સરકારની પાસે નાણાં ન હતા. અમેરિકી સરકારનું તમામ કામકાજ ઠપ્પ થવાની અણિ પર હતું. સૌભાગ્યથી રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને અમેરિકી સાંસદો વચ્ચે સંમતિ બની ગઈ છે. પહેલાની 14 હજાર અબજ ડોલરની મર્યાદાને વધારી દેવામાં આવી છે. આ સંમતિ પણ બની છે કે સરકારના ખર્ચામાં કાપ કરવામાં આવશે. આ ઘટાડો વર્ષ 2013 બાદ શરૂ થશે. 

અમેરિકી સરકાર દ્વારા લેવાનારા કરજામાં સતત વધારો થઈ રહ્યો છે. 1997થી 2002 સુધી દેવામાં પ્રતિ વર્ષ 200 અબજ ડોલરની વૃદ્ધિ થઈ હતી. 2002-08માં આ વધારો 500 અબજ ડોલર પ્રતિ વર્ષ થઈ ગયો. 2008-11માં ઝડપ વધી અને 1600 અબજ ડોલર પ્રતિ વર્ષની વૃદ્ધિ થઈ છે. ચાલુ વર્ષથી આગામી દસ વર્ષમાં કરજામાં 16 અબજ ડોલરની વૃદ્ધિ થવાની સંભાવના છે. આ દેવા પર નિયંત્રણ માટે રાષ્ટ્રપતિ ઓબામા અને સાંસદો વચ્ચે સંમતિ બની છે કે આગામી દશ વર્ષમાં સરકારી ખર્ચમાં 2500 અબજ ડોલરનો ઘટાડો કરવામાં આવશે, પરંતુ આ ઘટાડાથી સમસ્યાનો ઉકેલ દેખાતો નથી. આ ઘટાડા બાદ પણ દેવું લગભગ 13500 અબજ ડોલર વધશે. એટલે કે ઘટાડા છતાં દેવું બેગણું થઈ જશે. સ્પષ્ટ છે કે આ સમજૂતીથી અમેરિકી સરકારને તાત્કાલિક રાહત મળશે. સરકાર નવું દેવું લઈને પોતાનું કામકાજ ચાલુ રાખશે, પરંતુ મૌલિક સમસ્યા જેમની તેમ ઉભી રહી છે, કારણ કે કુલ દેવું વધતું જ જશે. આ સમસ્યાનું અસલી સમાધાન ત્યારે જ નીકળશે જ્યારે અમેરિકી સરકારની આવકમાં વધારો થશે.

અમેરિકી સરકારની આવક ઘટવાના ત્રણ મુખ્ય કારણો છે. પહેલું, નવી તકનીકોનો આવિષ્કાર થઈ રહ્યો નથી. ભૂતકાળમાં વિન્ડોઝ સોફ્ટવેર અને પરમાણુ રિએક્ટર જેવી નવી તકનીકોને વેચીને અમેરિકી કંપનીઓ ભારે નફો કમાઈ રહી હતી. બીજું કારણ છે કે અમેરિકી કંપનીઓ માટે માલનું ઉત્પાદન ભારત અને ચીનમાં કરવું લાભકારક થઈ રહ્યું છે. જેવું કે ફોર્ડ મોટર કંપની ભારતમાં કારનું ઉત્પાદન કરી રહી છે. અમેરિકામાં ઉત્પાદન ઓછું હોવાથી અમેરિકી સકરારને ટેક્સ ઓછો મળી રહ્યો છે. ત્રીજું કારણ છે કે અમેરિકા સતત યુદ્ધરત છે, જેના પર સરકારને ભારે ખર્ચ કરવો પડે છે. આ કારણોથી વધતા નુકસાનને પહોંચી વળવા માટે અમેરિકી સરકારને ઉત્તરોત્તર વધારે દેવું કરવું પડે છે. સ્પષ્ટ છે કે સમસ્યાના મૂળ સમાધાન માટે અમેરિકી સરકારે આ સમસ્યાઓનો ઉકેલ શોધવો પડશે, પરંતુ રાષ્ટ્રપતિ ઓબામાના સમજૂતીમાં આવું કશું જ નથી. કુલ 2500 અબજ ડોલરના ઘટાડામાંથી 1000 અબજ ડોલરના ખર્ચનો કાપ સીધો સરકાર દ્વારા કરવામાં આવશે. 1500 અબજ ડોલરની બચત ટેક્સમાંથી મુક્તિને સમાપ્ત કરીને હાસિલ કરવામાં આવશે. આ કાપથી નવી તકનીકોના આવિષ્કાર, ઉત્પાદનનું પલાયન અને યુદ્ધની સમસ્યાઓ હલ થતી નથી. માટે આ સમજૂતી કેન્સરના રોગીને સિરદર્દની દવા આપવા જેવી છે.
દેવું લેવાની સંમતિ બનવામાં સમય લાગવાથી અમેરિકાની વાસ્તવિક સ્થિતિ ઉજાગર થઈ ગઈ છે. 
વિશ્વના રોકાણકારોને ભય લાગવા લાગ્યો છે કે અમેરિકી સરકાર કર્જાની અદાયગી ભાગ્યે જ કરી શકશે. આ અનિશ્ચિતતાના કારમે પશ્ચિમી રેટિંગ કંપની સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સે અમેરિકાનું રેટિંગ ટ્રિપલ-એથી ઘટાડીને ડબલ-એ-પ્લસ કરી દીધું છે. તેના સિવાય ચીનની ડાગોંગ રેટિંગ કંપનીએ અમેરિકી સરકારના દેવાનું રેટિંગ એ-પ્લસ-પ્લસ-પ્લસથી ઘટાડીને એ-પ્લસ કરી દીધું છે. રેટિંગ ઘટવાનો અર્થ થાય છે કે રોકાણકારો માટે દેવું આપવામાં ખતરો છે. તેના પ્રમાણે રોકાણકારો ઉંચા વ્યાજ દરોની માગણી કરે છે અને દેવું લેનારા પર વ્યાજના બોજ વધતો જાય છે. તાત્પર્ય એ થયું કે ભવિષ્યમાં અમેરિકાને દેવું લેવા માટે વધારે વ્યાજ આપવું પડશે. તેનાથી અમેરિકી સરકારનું નુકસાન વધુ થશે અને સંકટ વધારે ઘેરું બનશે. 

અમેરિકી સંકટ ઘેરાવાનું વધુ એક કારણ છે. અત્યાર સુધી વિશ્વના અનેક દેશો અમેરિકામાં પોતાની મૂડી રોકવા માટે ઉત્સુક હતા. આ પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. આરબ દેશોમાં ઘરેલુ આંદોલનોને કારણે જરૂરી થઈ ગયું છે કે તેમની સરકાર ઘરેલુ આર્થિક વિકાસ પર ખર્ચ વધારે. તેના પ્રમાણે, તેલના વેચાણમાંથી મળતી રકમનું રોકાણ આ દેશ અમેરિકામાં ઓછું કરી શકશે. ચીનમાં જનતા જાગ્રત થઈ રહી છે. ચીન પણ નિકાસના સ્થાને ઘરેલુ ખપત વધારશે. તેના કારણે નિકાસમાંથી મળેલી રકમનું અમેરિકામાં રોકાણ ઓછું થશે. યૂરોપમાં પણ અમેરિકા જેવી જ સ્થિતિ છે. માટે અમેરિકા માટે ઋણ લેવું કઠિન થઈ જશે, ભૂતકાળમાં લીધેલા દેવાની અદાયગી માટે દબાણ વધવાની સંભાવના બનેલી છે. પેસિફિક ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપનીએ 236 અબજ ડોલરના અમેરિકી સરકાર દ્વારા જારી કરાયેલા બોન્ડ ખરીદયા હતા. હાલમાં આ કંપનીએ બોન્ડ વેચવાના શરૂ કરી દીધા છે. માટે આવનારા દિવસોમાં અમેરિકા માટે બોન્ડના ખરીદદારો શોધવા કઠિન બની જશે. 

અમેરિકાની સમસ્યાના ઉકેલની ચાવી જીવનસ્તરમાં ઘટાડામાં નિહિત છે. અંતે અમેરિકી નાગરીકોએ પોતાના જીવનસ્તરમાં ઘટાડો કરવો જ પડશે. અમેરિકી ઉત્પાદનો ભારત અને ચીનની સ્પર્ધામાં ત્યારે જ ટકી શકશે કે જ્યારે અમેરિકી શ્રમિકોના વેતનમાં ભારે ઘટાડો થશે. હાલ સમજૂતીથી આ સમાયોજન સ્થગિત થશે. આ સમજૂતી સમસ્યાના હલની તરફ પગલું ભરતી નથી, પરંતુ સમસ્યાને પડદાની પાછળ છુપવાની વધુ વિકટ રૂપમાં સામે લાવવાનો રસ્તો ખોલે છે. 

મારું માનવું છે કે આગામી સમયમાં અમેરિકી અર્થવ્યવસ્થામાં સંકટ વધારે ઘેરાશે, કારણ કે આ ઉંચા જીવનસ્તરની મૌલિક સમસ્યા પર ધ્યાન આપી રહ્યું નથી. અમેરિકી અર્થવ્યવસ્થાનું તૂટવું અને ભારત-ચીનનું ઉઠવું એકસાથે થશે. અમેરિકાના તૂટવાની સાથે વિશ્વના રોકાણકારો ભારતીય શેરબજારની તરફ વળશે, જો કે આ વળાંક ઘણો અચકાઈને થશે. તત્કાલ તો ભારત પર પણ સંકટ આવશે. 

સૌજન્ય- દૈનિક જાગરણ

Wednesday, 3 August 2011

બ્રેવિકનો જનસંહાર યૂરોપના સંકટનો સંકેત


ભરત ઝુનઝુનવાલા

નોર્વેના આંદે બ્રેવિકે 76 વ્યક્તિઓને મોતને ઘાટ ઉતારી દીધા, કારણ કે તે લોકો મુસ્લિમ દેશોથી ઈમિગ્રેશનનું સમર્થન કરતા હતા. બ્રિવિક પહેલા નોર્વેની પ્રોગેસ પાર્ટીનો સભ્ય રહી ચુક્યો છે. આ પાર્ટી ઈમિગ્રેશનનો વિરોધ કરે છે. આ કોઈ નાની-મોટી પાર્ટી નથી. નોર્વેની સંસદમાં તે બીજા ક્રમે છે. બ્રેવિકનું માનવું છે કે વર્ષ 2070 સુધી યૂરોપના અનેક દેશોમાં મુસલમાનો બહુમતીમાં આવી જશે. તેનાથી યૂરોપની ખ્રિસ્તી સંસ્કૃતિ ખતમ થઈ જશે. પોતાની આ વાતને સશક્ત રૂપથી કહેવા માટે તેણે નરસંહારનો રસ્તો અપનાવ્યો, અસલી નારાજગી ઈમિગ્રેશન પોલિસીને લઈને છે. 

યૂરોપના ઉચ્ચ જીવન સ્તરની લાલચમાં વિકાસશીલ દેશોના તમામ લોકો ત્યાંના વિભિન્ન દેશોમાં વસવાની કોશિશ કરે છે. ગત વર્ષ ત્યાં 390000 લોકોએ રાજકીય શરણની દરખાસ્ત કરી છે. એકલા ઈંગ્લેન્ડમાં 76 હજાર લોકોએ રાજકીય ઉત્પીડનથી બચવા માટે પ્રવેશ માટે અરજી કરી છે. પરંતુ આજથી ત્રણ-ચાર દશક પહેલા આવી સ્થિતિ ન હતી. 1988માં અહીં આવવા માટે માત્ર ચાર હજાર વ્યક્તિઓએ અરજી કરી હતી.

તેમના પોતાના શ્રમિકો મોંઘા છે

પહેલા આ પ્રકારના ઈમિગ્રેશન માટે એશિયા પણ આકર્ષક હતું, પરંતુ ત્યારે યૂરોપને સસ્તા શ્રમની વિશેષ જરૂરત ન હતી. યૂરોપ નોકિયા ફોન અને રોલ્સ રોયસ જેવી ઉચ્ચ તકનીકી ઉત્પાદનોનું સુખપૂર્વક નિકાસ કરી રહ્યું હતું. આ માલને વેચીને તેનાથી ભારે નફો થતો હતો અને પોતાના શ્રમિકોને તે ઉચ્ચ વેતન ઉપલબ્ધ કરાવતા હતા. ત્યારે બીજા દેશોથી સસ્તા શ્રમની આયાત કરવી જરૂરી ન હતી.

તેમની કંપનીઓ પિટાઈ રહી છે

ગત કેટલાંક વર્ષોમાં પરિસ્થિતિઓ બદલાઈ ગઈ છે. યૂરોપીય કંપનીઓ વૈશ્વિક બજારમાં પિટાઈ રહી છે. જેમકે કોરિયાની સેમસંગે નોકિયા કંપનીને જબરદસ્ત ટક્કર આપી છે. ફોક્સ વેગન જેવી કાર કંપનીઓ ભારે દબાણમાં છે. યૂરોપીય કંપનીઓના પિટાવાનું મુખ્ય કારણ ઘરેલુ શ્રમનું મોંઘુ હોવું છે. ત્યાંનું વર્ક કલ્ચર પણ સુસ્ત છે. આ કારણ યૂરોપમાં ઉત્પાદનની પડતર વધારે આવી રહી છે. આ સમસ્યાને ઉકેલવા માટે યૂરોપે ઈમિગ્રેશનને પ્રોત્સાહિત કર્યું છે. ફેબ્રુઆરીમાં જર્મનીની ચાંસેલર અંગેલા માર્કેલે સ્પેનના યુવાનોને જર્મનીમાં કામ કરવા માટે નિમંત્રણ આપ્યું હતું. એક વ્યાપારીક સલાહકાર કંપની અર્નસ્ટ એન્ડ યંગ અનુસાર પોલેન્ડથી ઈંગ્લેન્ડમાં થઈ રહેલા માઈગ્રેશનનો ઈંગ્લેન્ડની અર્થવ્યવસ્થા પર ઘણો સકારાત્મક પ્રભાવ પડી રહ્યો છે.

ઈમિગ્રેન્ટ શ્રમિક ઓછા વેતનમાં કામ કરવા માટે તૈયાર રહે છે. તેનાથી કંપનીઓના ઉત્પાદનની પડતર ઓછી થાય છે. અને તે વૈશ્વિક પ્રતિસ્પર્ધામાં ટકી શકે છે. આ ઉદાહરણ યૂરોપીય યૂનિયનની અંદર એક દેશથી બીજા દેશમાં પલાયનનું છે. પરંતુ આ વાત બીજા વિકાસશીલ દેશોથી પલાયન પર પણ લાગુ થાય છે. જો ઈંગ્લેન્ડ માટે પોલેન્ડના શ્રમિક લાભદાયક છે, તો ભારતના શ્રમિક તેનાથી પણ વધારે ફાયદાકારક છે. તેઓ પોલેન્ડના શ્રમિકોથી ઓછાં વેતન પર કામ કરવા માટે તૈયાર છે.

બ્રેવિક જે ઈમિગ્રેશનથી ગુસ્સામાં હતો, તે ઈમિગ્રેશનને યૂરોપની સરકારો અને કંપનીઓ જ પ્રોત્સાહન આપી રહી છે. હાલમાં યૂરોપમાં મોટી સંખ્યામાં ગેરકાયદેસરના ઈમિગ્રેશન થઈ રહ્યાં છે. પહેલા ત્યાંની સરકારો ગેરકાયદેસર ઈમિગ્રેશન રોકવામાં સફળ રહેતી હતી. તેમની ઘરેલુ અર્થવ્યવસ્થા સુદ્રઢ હતી. પોતાના શ્રમિકોને ઉંચા વેતન આપ્યા બાદ પણ તેઓ પોતાના મોંઘા માલની નિકાસ કરવામાં સફળ રહેતા હતા. આજે વૈશ્વિકરણના કારણે આ નિકાસ દબાણમાં આવી ગઈ છે. જે માલને પહેલા નિકાસ કરી રહ્યાં હતા, તેને તેઓ હવે ખુદ યજમાન દેશોમાં બનાવી રહ્યાં છે. જેમ કે જર્મનીની ફોક્સ વેગન કંપની આજે ભારતમાં ઉત્પાદન કરી રહી છે. તે મોડલની જર્મનીમાં ઉત્પાદિત કાર મોંઘી પડે છે, કારણ કે શ્રમિકોનું વેતન ઉંચુ છે. હાલમાં યૂરોપીય દેશોમાં લઘુત્તમ વેતન 4500 રૂપિયા પ્રતિદિન છે, જ્યારે ભારતમાં 400 રૂપિયા પ્રતિદિન છે. ભારતમાં ઉત્પાદિત તે કાર સસ્તી પડે છે, કારણ કે અહીં શ્રમ સસ્તો છે. ફોક્સ વેગન માટે આ ફાયદાકારક છે કે તે ભારતમાં કારનું ઉત્પાદન કરે. પરંતુ બીજાએ આ સમસ્યાનું સમાધાન ઈમિગ્રેશનના માધ્યમથી શોધ્યું છે.

ઉદાહરણ તરીકે ફ્રાંસમાં દારૂ બનાવવા માટે દ્રાક્ષની ખેતી મોટા પ્રમાણમાં થાય છે. સરકાર દ્વારા નિર્ધારીત લઘુત્તમ વેતન ઉંચુ હોવાને કારણે આ ખેડૂત આફ્રિકાથી ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનારા શ્રમિકોનો ઉપયોગ કરે છે. યૂનિવર્સિટી ઓફ મિલાનના ઈમિલિયો રેનેરીએ તેનો એક અભ્યાસ કર્યો છે કે કેવી રીતે સસ્તા શ્રમની આ માગણી ગેરકાયદેસર ઈમિગ્રેશનને પ્રોત્સાહન આપી રહી છે.

યૂરોપીય દેશોના પોતાના યુવાનો બેરોજગાર છે. ત્યાંની કંપનીઓ તેમને રોજગાર આપતી નથી, કારણ કે તેમને નિર્ધારીત લઘુત્તમ વેતન આપવું પડે છે. તેઓ ગેરકાયદેસર ઈમિગ્રેન્ટોને પસંદ કરે છે, કારણ કે તેમને વેતન ઓછું આપવું પડે છે. ઈમિગ્રેશન પર પ્રતિબંધ લગાવવાનું પરિણામ એ હશે કે ત્યાંના ઉદ્યોગો ચોપટ થઈ જશે.

યૂરોપીય દેશોની સામે હવે બે જ વિકલ્પ છે. એક એ કે તેઓ પોતાના ઘરેલુ શ્રમિકોનું વેતન ઘટાડી દે, જેથી તેમના માલના ઉત્પાદનની પડતર કિંમત ઓછી થાય અને વૈશ્વિક પ્રતિસ્પર્ધામાં ટકી શકે. બીજો વિકલ્પ છે કે વિદેશોથી શ્રમિકોની આયાત કરે. યૂરોપીય દેશોએ બીજો વિકલ્પ અપનાવ્યો છે.

વૈશ્વિકરણમાં રોક સંભવ નથી

પરંતુ આ આયાત કરાયેલા શ્રમિકોથી યૂરોપીય સંસ્કૃતિ વિઘટિત થશે. ઈમિગ્રેશનની સાથે બહારી સંસ્કૃતિનો પ્રવેશ અનિવાર્ય છે. માટે મૂળ પ્રશ્ન ઈસ્લામ દ્વારા યૂરોપીય સંસ્કૃતિ પર આક્રમણનો નથી, પ્રશ્ન યૂરોપીય સંસ્કૃતિ વિરુદ્ધ યૂરોપીય અર્થવ્યવસ્થા છે. બ્રેવિક જેવાં લોકો આ વાતને સમજી રહ્યાં નથી. તેઓ ઈમિગ્રેશન રોકશે તો સંસ્કૃતિ બચશે. બદલામાં તેમણે પોતાનું વેતન ઘટાડવું પડશે. ઈમિગ્રેશનને પ્રોત્સાહન આપશે, તો બહારી સંસ્કૃતિનો પ્રવેશ થશે જ. વૈશ્વિકરણમાં તેના વગર ગુજારો શક્ય નથી. તેમણે પોતાનો વિચાર બદલવો જ પડશે.

સૌજન્ય- નવભારત ટાઈમ્સ

Wednesday, 27 July 2011

સ્વતંત્ર વૈચારીક સત્તા છે જરૂરી



ડૉ. ભરત ઝુનઝુનવાલા

લોકતંત્ર ત્યારે સફળ છે, જ્યારે જનહિતને યોગ્ય રીતે ચિન્હિત કરનારી અને તેના અનુસાર વિચારોને યોગ્ય દિશા આપનારી સ્વતંત્ર સત્તા વિદ્યમાન હોય. મારી સમજમાં ન્યાયતંત્ર અને પ્રેસ સંપૂર્ણ સ્વતંત્ર નતી. માટે સમાજને સ્વતંત્ર વિચાર આપનારી સ્વતંત્ર સત્તા જોઈએ.

લોકતંત્રનો સિદ્ધાંત છે કે જનતાની સત્તા સર્વોપરી છે. જનતા જાણે છે કે તેનું હિત કેવી રીતે થશે. જનતા દ્વારા ચૂંટાયેલી સરકાર જનતાના હિતોને વધારશે. પરંતુ મોટાભાગે જોવામાં આવ્યું છે કે  જનતા પોતાના હિતોને ચિન્હિત કરી શકતી નથી. જેવી રીતે બાળકો જાણી જોઈને જંક ફૂડનો ઉપયોગ કરે છે અને પોતાના આરોગ્યને નષ્ટ કરે છે. બંધુઆ મજૂર જમીનદારને જ પોતાના ભાઈ-બાપ સમજે છે. માટે જનતાના વિચારને યોગ્ય દિશા આપવામાં ન આવો, તો લોકતંત્ર વિપરીત દિશામાં ચાલી નીકળે છે. જનતાનો સ્વભાવ અલ્પદર્શી હોય છે. 

ઈમાનદાર વ્યક્તિને મતદાર વોટ ઓછા જ આપે છે. તેની દ્રષ્ટિ તાત્કાલિક વ્યક્તિગત સ્વાર્થ પર હોય છે. જેવાં કે ઈમાનદાર નેતા ગામમાં સડક બનાવશે અથવા પીવાના પાણીની વ્યવસ્થા કરાવશે. તેનાથી વિપરીત ભ્રષ્ટ નેતા સાડીઓ વહેંચાવશે અને ભાઈ-ભત્રીજાઓના મનવાંછિત ટ્રાન્સફર કરાવશે. તે બજેટમાંથી એક કરોડનો ગોટાળો કરશે તો એક લાખની સાડી વહેંચશે. સામાન્ય રીતે મતદારોને એક કરોડની સડક દેખાતી નથી, પરંતુ એક લાખ રૂપિયાની સાડી દેખાઈ જાય છે. મોટાભાગના મતદારોની બૈદ્ધિક શક્તિ એટલી નથી કે તેઓ સમજી શકે કે આજે એક સાડી લેવાથી ગામમાં સડક આવશે નહીં અને તેઓ લાંબા સમય સુધી ગરીબ બનેલા રહેશે.

આ સ્થિતિનો લાભ ઉઠાવીને નેતા તેમને છેતરી લે છે. અમેરિકી મનોવૈજ્ઞાનિક એડવર્ડ બર્નેજએ તેનો ખુલાસો કર્યો છે. તેઓ અમેરિકી ટોબેકો કંપની માટે કામ કરતા હતા. 20ના દશકમાં સિગરેટની ખપત વધારવા માટે તેમણે મહિલા સશક્તિકરણની કાર્યકર્તાઓને સમજાવ્યું કે તેઓ ન્યૂયોર્કમાં ખુલ્લી સડક પર સિગરેટ પીતા સરઘસ કાઢે. તેનાથી સિગરેટની ઘણી પબ્લિસીટી થઈ. અમેરિકી રાષ્ટ્રપતિ વૂડરો વિલ્સનની સાથે જનતાને પ્રથમ વિશ્વ યુદ્ધમાં પક્ષમાં વાળવાનું પણ તેમણે કામ કર્યું હતું. હિટલરના પ્રચાર પ્રમુખ જોસેફ ગોબેલ્સે બર્નેજ દ્વારા પ્રતિપાદીત સિદ્ધાંતોના આધારે જર્મનીની જનતાને પોતાની નસ્લ શુદ્ધ કરવાના પક્ષમાં મનાવી હતી. બર્નેજને જનસંપર્ક અને પ્રોપેગેન્ડના વિજ્ઞાનનો જનક માનવામાં આવે છે. 

લોકતંત્ર સંદર્ભે બર્નેજના વિચારો ચોંકાવનારા છે. તેઓ કહે છે કે જનતા એક ઘેટાંનું ટોળું છે, જેનું નેતૃત્વ કરવાનું હોય છે. જનતાના વિચારો એ નેતાઓ દ્વારા નિર્ધારીત થાય છે જેમનામાં જનતા વિશ્વાસ કરે છે. નેતા જનચેતનાને પ્રભાવિત કરે છે. તેઓ લખે છે કે નેતાઓની ફોર્મ્યુલાથી જનતાની સોચ નિર્ધારીત થાય છે. વિચાર હતો કે સાક્ષરતાથી લોકોની બુદ્ધિનો વિકાસ થશે અને તેઓ સત્તા સંદર્ભે નિર્ણય સ્વયં લઈ શકશે. પરંતુ સાક્ષરતાએ વિકસિત બુદ્ધિના સ્થાને સમાજને રબરની મોહર આપી છે. જાહેરાત, લેખ, પ્રકાશિત વૈજ્ઞાનિક આંકડાઓ અને ઈતિહાસના કેટલાંક ઉદાહરણોથી આ રબર મોહરનું નિર્માણ કરવામાં આવે છે. લાખો લોકોને એક જ પ્રકારની માહિતી આપવાથી તેમની બુદ્ધિ એક જેવી થઈ જાય છે.

જનતાના વિચાર ઉપલબ્ધ માહિતીના આધાર પર નિર્ધારીત થાય છે. જેમ પ્રવાસીને ત્રણ-ચાર લોકો ખોટું જણાવી દે કે આગળનો રસ્તો ખરાબ છે, તો તેઓ અનાયાસે જ બીજા રસ્તે ચાલી નીકળે છે.
જનતાની બુદ્ધિને વાળવાનો રસ્તો એ છે કે વિશેષ પ્રકારની માહિતી પ્રભાવી ઢંગથી પીરસવામાં આવે જે તેના અચેતનમાં બેસી જાય. જેમ ઈરાક દ્વારા કુવૈત પર આક્રમણના ચિત્ર વારંવાર દેખાડીને અમેરિકી નાગરીકોને આક્રમણ કરવાના પક્ષમાં મનાવી લેવાયા. આ પ્રકારે જનતા પ્રભાવિત થઈ જાય છે. આ વાતને અર્થશાસ્ત્રી ઈ. જે. મિશાને આ પ્રકારે કહી હતી, ઉપભોક્તાને કોઈ વસ્તુની ઈચ્છા કરવા માટે મનાવી શકાય છે, જો તેના માટે પુરતા સંસાધનોનો પ્રયોગ કરવામાં આવે. પ્રશ્ન છે કે જ્યારે નેતા જ ખોટી માહિતી પીરસતા રહેતા હોય ત્યારે જનતા યોગ્ય દિશા કેવી રીતે ઓળખે? ખાસ કરીને ત્યારે જ્યારે શાસક હિટલર વગેરેની જેમ દુરાચારી હોય. તેનો હલ છે, લોકતાંત્રિક શાસન તંત્રની બહાર એક એવી વૈચારીક સત્તા હોવી જોઈએ જે શાસકો દ્વારા સુનિયોજીત ઢંગથી પીરસવામાં આવી રહેલી એકતરફી માહિતીનો પર્દાફાશ કરે. એટલે કે મુખ્ય મુદ્દો જનતાને સુદિશા આપવાનો છે. જો લોકતંત્ર માત્ર પર આપણે નિર્ભર થઈશું, તો સાચી દિશા મળવી જરૂરી નથી. પરંતુ જનતા ખોટી દિશામાં પણ વધી શકે છે, જેમ કે હિટલરના સમયમાં થયું હતું. 

લોકતંત્ર ત્યારે સફળ છે, જ્યારે જનતાના હિતોને યોગ્ય રીતે ચિન્હિત કરનારી અને તેના પ્રમાણે વિચારોને યોગ્ય દિશા આપનારી સ્વતંત્ર સત્તા વિદ્યમાન હોય. મારી સમજથી ન્યાયતંત્ર અને પ્રેસ સંપૂર્ણ પણે સ્વતંત્ર નથી. ન્યાયાધીશોની નિમણૂક સરકાર દ્વારા જ કરવામાં આવે છે. સેવાનિવૃતિ બાદ કોઈ પંચની અધ્યક્ષતા હાસિલ થાય, તેના માટે તેઓ સરકારના ખોટા કામોમાં સાથ આપી શકે છે. વહીવટી તંત્ર પર મંત્રીઓનું સીધું નિયંત્રણ રહે છે. પ્રેસની ભૂમિકા સરખામણીમાં સકારાત્મક છે, પરંતુ વિરોધ કરવાથી સરકાર દ્વારા તેમના ઉત્પીડનની ઘટનાઓ સામે આવી રહી છે. માટે સમાજને સ્વતંત્ર વિચાર આપનારી સ્વતંત્ર સત્તા હોવી જોઈએ. જનતાને તેમના પક્ષ અને વિપક્ષ બંનેના વિચારો મળે, તો તો તે કોઈ નિર્ણય પર પહોંચી શકે છે. વર્તમાન સમયમાં માહિતી પ્રસારણનું આવું કાર્ય અણ્ણા હજારે અને બાબા રામદેવ કરી રહ્યાં છે. માટે તેમને સમ્માન આપવું જોઈએ. 

વિશ્વની તમામ સભ્યતાઓ એક-દોઢ હજાર વર્ષથી વધારે જીવિત રહી શકી નથી. પ્રાચીન મિસર, સુમેર, યૂનાન અને રોમ તમામ લુપ્ત થઈ ગયા. માત્ર ભારત અને ચીનની સભ્યતાઓ પાંચ હજાર વર્ષોથી જીવિત છે. આ સફળતાનું રહસ્ય આ સ્વતંત્ર સત્તામાં છે. ઈતિહાસકાર એ. એલ. બાશમ લખે છે કે શક્તિશાળી રાજા બ્રાહ્મણોના દુરાચાર પર નિયંત્રણ કરતો હતો, જ્યારે બ્રાહ્મણો રાજના દુરાચાર પર. રોમિલા થાપર લખે છે કે પુરોહિત દ્વારા રાજા પર નિયંત્રણ કરવામાં આવતું હતું. ગાંધીજી પણ ચાહતા હતા કે રચનાત્મક કાર્યકર્તા સરકારી અનુદાનથી સ્વતંત્ર રહીને જનતાનું માર્ગદર્શન કરશે. લેનિનનો વિચાર હતો કે કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા સરકારને યોગ્ય દિશા આપવામાં આવશે. આ વિચારધારાઓમાં સરકારની બહાર કોઈ સ્વતંત્ર સત્તાને સ્વીકારવામાં આવી છે. 

અણ્ણા-રામદેવ જ નહીં દેશમાં અનેક વ્યક્તિ છે જે પોતપોતાના ક્ષેત્રમાં આ ભૂમિકાનો નિર્વાહ કરી રહ્યાં છે. માટે આ સ્વતંત્ર સત્તાઓને લોકતંત્રના અભિન્ન અંગ માનવા જોઈએ.

Tuesday, 12 July 2011

સબસિડીનો અનોખો ખેલ



ડૉ. ભરત ઝુનઝુનવાલા, સૌજન્ય-પ્રભાત ખબર

નાણાં મંત્રીએ મન બનાવ્યું છે કે લાભાર્થીઓને સબસિડી રોકડમાં આપવામાં આવે. નાણાં મંત્રીના મંતવ્યનું સ્વાગત કરવું જોઈએ. ગરીબના નામે ઉચ્ચ વર્ગ અને કંપનીઓને પોષિત કરવી યોગ્ય નથી. આપણાં ધર્મગ્રંથોમાં પણ ગરીબોને રોકડ આપવાની વાત કહેવામાં આવી છે. 

સરકાર દ્વારા ડીઝલ, યૂરિયા, ખાદ્યાન્ન વગેરે પર સબસિડી આપવામાં આવી રહી છે. આમ આદમી સમજે છે કે તેનાથી તેને રાહત મળી રહી છે, પરંતુ એવું નથી. સબસિડીમાં આપવામાં આવેલી રકમ વસૂલ કરવા માટે સરકાર જનતા પર ટેક્સ લગાવે છે. આ ભાર અંતે તો જનતા પર જ પડે છે. અંતર એટલું છે કે આ ભાર ટેક્સ અદા કરનારાઓ પર પડે છે, જ્યારે સબસિડી મેળવનારને રાહત મળે છે. અભ્યાસ જણાવે છે કે સબસિડીનો મોટો ભાગ ઉચ્ચ વર્ગને પહોંચે છે. આ પ્રકારે સબસિડી આમ જનતા પાસેથી રકમ વસૂલીને ઉચ્ચ વર્ગને પહોંચાડવાનું માધ્યમ છે. 

આ પ્રક્રિયામાં ઘણી સમસ્યાઓ પણ છે. કંપનીઓ દ્વારા ઉત્પાદનની પડતર કિંમત વધારીને નોંધાવવાના સંકેત મળે છે. માની લો કે, યુરિયાની વાસ્તવિક ઉત્પાદન કિંમત 9 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે અને કંપની 2 રૂપિયા સબસિડી મેળવવા માટે હકદાર છે. પરંતુ કંપની ખાતાઓમાં હેરાફેરી કરીને ઉત્પાદન કિંમત 10 રૂપિયા દર્શાવે છે અને સરકાર પાસેથી 3 રૂપિયા સબસિડી મેળવી લે છે. બીજી સમસ્યા એ છે કે સબસિડીની વધારેમાં વધારે રકમ કૃષિ કંપનીઓ અને મોટા ખેડૂતો દ્વારા લેવામાં આવે છે. 

ઈન્ડિયન ઈનસ્ટીટ્યૂટ અમદાવાદે અભ્યાસમાં તારવ્યું છે કે મોટા ખેડૂતો પાસે 18 ટકા ખેતીની જમીન છે, પરંતુ તેઓ 48 ટકા ફર્ટિલાઈઝરની ખપત કરે છે. એટલે કે સબસિડીનો મુખ્ય લાભ મોટા ખેડૂતો ઉઠાવી રહ્યાં છે. ખાદ્ય સબસિડીનું વિતરણ બીપીએલ કાર્ડના આધારે થાય છે. ઈન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઈન્સ્ટીટ્યૂટે અભ્યાસમાં તારવ્યું છે કે લગભગ 52 ટકા ખેત મજૂરો અને અનુસૂચિત જાતિઓના 60 ટકાને બીપીએલ કાર્ડ મળતા નથી. આવી સમસ્યાઓ રસોઈ ગેસ, કેરોસિન અને ડીઝલ પર સબસિડીમાં પણ જોવાઈ છે. માટે નાણાં મંત્રીએ મન બનાવી લીધું છે કે લાભાર્થીને સબસિડી રોકડ સ્વરૂપે આપવામાં આવે. નાણાં મંત્રીના મંતવ્યનું સ્વાગત કરવું જોઈએ. ગરીબોના નામે ઉચ્ચ વર્ગ અને કંપનીઓને પોષિત કરવી યોગ્ય નથી. આપણાં ધર્મગ્રંથોમાં પણ ગરીબોને રોકડ આપવાની વાત કહેવામાં આવી છે. અર્થશાસ્ત્રમાં કૌટિલ્ય કહે છે કે રાજ્યએ અમીરો પાસેથી ટેક્સ વસૂલ કરીને ગરીબોની મદદ કરવી જોઈએ.

સબસિડી રોકડ આપવાના વિરોધમાં ઘણાં તર્કો આપવામાં આવે છે. પહેલો તર્ક છે કે રોકડ સબસિડી લાભાર્થીઓ સુધી પહોંચાડવી એટલી જ કઠિન હશે કે જેટલી ફર્ટિલાઈઝર અથવા ખાદ્યાન્ન સબસિડીને પહોંચાડવી. રોજગાર ગેરેન્ટી કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓનું પેમેન્ટ ઘણાં રાજ્યોમાં તેમના બેંક ખાતાઓમાં કરવામાં આવી રહ્યું છે. તેમ છતાં પણ ખોટા નામથી ખોલવામાં આવેલા ખાતાથી રકમનું ગળતર થઈ રહ્યું છે. આ સમસ્યા સાચી છે. પરંતુ જોવું જોઈએ કે ગળતર ઓછું કેવી રીતે કરી શકાય? બેંક ખાતાની શોધખોળ અપેક્ષાકૃત આસાન છે. 

સરકાર દ્વારા દરેક વ્યક્તિને વિશેષ ઓળખ નંબર આપવામાં આવી રહ્યો છે, તેમા ફિંગર પ્રિન્ટ અને આંખના ચિત્ર સામેલ હશે. આમા ગડબડ કઠિન હશે. બીજો તર્ક છે કે દેશની ખાદ્ય સુરક્ષા પર સંકટ આવી શકે છે. હજી તમામ મુખ્ય પાક માટે લઘુત્તમ સમર્થન મૂલ્ય ઉપલબ્ધ છે. તેનાથી ખેડૂત ઘઉં અને ચોખા જેવા પાકનું વધુ ઉત્પાદન કરી રહ્યાં છે. લાભાર્થીઓને રોકડ સબસિડી આપવા પર સાર્વજનિક વિતરણ પ્રણાલી દ્વારા ખેડૂતો પાસેથી ખરીદી કરવામાં નહીં આવે અને સમર્થન મૂલ્ય પોલિસી સમાપ્ત થઈ જશે. ખેડૂતોને યોગ્ય કિંમતની ગેરેન્ટી નહીં મળે અને ખાદ્યાન્ન ઉત્પાદન ઘટી શકે છે. સમસ્યા સાચી છે. પરંતુ તેના બીજા વિકલ્પ ઉપલબ્ધ છે. સૂચન છે કે સમર્થન મૂલ્ય પોલિસી ચાલુ રાખવામાં આવે. ફૂડ કોર્પોરેશનને ફૂડ ટ્રેડિંગ કોર્પોરેશનમાં ફેરવવામાં આવે. સમર્થન મૂલ્ય હેઠળ ખાદ્યાન્ન ખુલ્લા બજારમાં વેચવામાં આવે. ખાદ્યાન્નનું ઉત્પાદન વધારે થવાથી ફૂડ કોર્પોરેશન તેને ખરીદીને તેનું ભંડારણ કરે. જ્યારે ઉત્પાદન ઓછું હોય તો વેચાણ કરી માલ ઉપલબ્ધ કરાવી દે. આ પ્રકારે સાર્વજનિક વિતરણ પ્રણાલી સમાપ્ત કરીને પણ સમર્થન મૂલ્ય ચાલુ રાખી શકાય છે. 

રોકડ સબસિડી વિરુદ્ધ ત્રીજો તર્ક જનતાને સારી દશા આપવાનો છે. વિચાર છે કે જનતા ખુદ સાચો નિર્ણય લઈ શકતી નથી. જેમ કે સાઠના દશકમાં ખેડૂત રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરી રહ્યા હતા, જો કે તેનો ઉપયોગ લાભકારક હતો. માટે લાભકારક વસ્તુઓને સસ્તી બનાવીને જનતાને તેના ઉપયોગ માટે પ્રેરીત કરવી જોઈએ. આ આધારે ફર્ટિલાઈઝર સબસિડી આપવાની શરૂઆત થઈ હતી. સરકારી સ્કૂલોમાં મફત શિક્ષણ આપવાનો પણ આ આધાર છે. મારું આકલન છે કે આ તર્ક સાચો નથી. જનતાને મૂર્ખ માનવામાં આવે તો લોકતંત્રનો આધાર જ ખસકી જાય છે. અનેક અભ્યાસ જણાવે છે કે ખેડૂત મૂલ્યોના આધારે પાકની પસંદગી ખૂબ સારી રીતે કરે છે. જો ફર્ટિલાઈઝર વાસ્તવમાં લાભકારક છે, તો જનતા તેને સબસિડી વગર જ અપનાવી લેશે. રોકડ સબસિડીને સરકારી શિક્ષણ, સ્વાસ્થ્ય અને જન કલ્યાણ તંત્રમાં પણ વિસ્તાર આપવાની જરૂરત છે. રોકડ વિતરણને બીપીએલના ઝંઝટમાંથી મુક્ત કરવી જોઈએ. માત્ર બીપીએલને સબસિડી આપવાથી ગરીબ બની રહેવાની મનોવૃતિ બને છે. ગરીબોને ચિન્હિત કરવામાં પણ વિવાદ થાય છે.