Wednesday, 27 July 2011

સ્વતંત્ર વૈચારીક સત્તા છે જરૂરી



ડૉ. ભરત ઝુનઝુનવાલા

લોકતંત્ર ત્યારે સફળ છે, જ્યારે જનહિતને યોગ્ય રીતે ચિન્હિત કરનારી અને તેના અનુસાર વિચારોને યોગ્ય દિશા આપનારી સ્વતંત્ર સત્તા વિદ્યમાન હોય. મારી સમજમાં ન્યાયતંત્ર અને પ્રેસ સંપૂર્ણ સ્વતંત્ર નતી. માટે સમાજને સ્વતંત્ર વિચાર આપનારી સ્વતંત્ર સત્તા જોઈએ.

લોકતંત્રનો સિદ્ધાંત છે કે જનતાની સત્તા સર્વોપરી છે. જનતા જાણે છે કે તેનું હિત કેવી રીતે થશે. જનતા દ્વારા ચૂંટાયેલી સરકાર જનતાના હિતોને વધારશે. પરંતુ મોટાભાગે જોવામાં આવ્યું છે કે  જનતા પોતાના હિતોને ચિન્હિત કરી શકતી નથી. જેવી રીતે બાળકો જાણી જોઈને જંક ફૂડનો ઉપયોગ કરે છે અને પોતાના આરોગ્યને નષ્ટ કરે છે. બંધુઆ મજૂર જમીનદારને જ પોતાના ભાઈ-બાપ સમજે છે. માટે જનતાના વિચારને યોગ્ય દિશા આપવામાં ન આવો, તો લોકતંત્ર વિપરીત દિશામાં ચાલી નીકળે છે. જનતાનો સ્વભાવ અલ્પદર્શી હોય છે. 

ઈમાનદાર વ્યક્તિને મતદાર વોટ ઓછા જ આપે છે. તેની દ્રષ્ટિ તાત્કાલિક વ્યક્તિગત સ્વાર્થ પર હોય છે. જેવાં કે ઈમાનદાર નેતા ગામમાં સડક બનાવશે અથવા પીવાના પાણીની વ્યવસ્થા કરાવશે. તેનાથી વિપરીત ભ્રષ્ટ નેતા સાડીઓ વહેંચાવશે અને ભાઈ-ભત્રીજાઓના મનવાંછિત ટ્રાન્સફર કરાવશે. તે બજેટમાંથી એક કરોડનો ગોટાળો કરશે તો એક લાખની સાડી વહેંચશે. સામાન્ય રીતે મતદારોને એક કરોડની સડક દેખાતી નથી, પરંતુ એક લાખ રૂપિયાની સાડી દેખાઈ જાય છે. મોટાભાગના મતદારોની બૈદ્ધિક શક્તિ એટલી નથી કે તેઓ સમજી શકે કે આજે એક સાડી લેવાથી ગામમાં સડક આવશે નહીં અને તેઓ લાંબા સમય સુધી ગરીબ બનેલા રહેશે.

આ સ્થિતિનો લાભ ઉઠાવીને નેતા તેમને છેતરી લે છે. અમેરિકી મનોવૈજ્ઞાનિક એડવર્ડ બર્નેજએ તેનો ખુલાસો કર્યો છે. તેઓ અમેરિકી ટોબેકો કંપની માટે કામ કરતા હતા. 20ના દશકમાં સિગરેટની ખપત વધારવા માટે તેમણે મહિલા સશક્તિકરણની કાર્યકર્તાઓને સમજાવ્યું કે તેઓ ન્યૂયોર્કમાં ખુલ્લી સડક પર સિગરેટ પીતા સરઘસ કાઢે. તેનાથી સિગરેટની ઘણી પબ્લિસીટી થઈ. અમેરિકી રાષ્ટ્રપતિ વૂડરો વિલ્સનની સાથે જનતાને પ્રથમ વિશ્વ યુદ્ધમાં પક્ષમાં વાળવાનું પણ તેમણે કામ કર્યું હતું. હિટલરના પ્રચાર પ્રમુખ જોસેફ ગોબેલ્સે બર્નેજ દ્વારા પ્રતિપાદીત સિદ્ધાંતોના આધારે જર્મનીની જનતાને પોતાની નસ્લ શુદ્ધ કરવાના પક્ષમાં મનાવી હતી. બર્નેજને જનસંપર્ક અને પ્રોપેગેન્ડના વિજ્ઞાનનો જનક માનવામાં આવે છે. 

લોકતંત્ર સંદર્ભે બર્નેજના વિચારો ચોંકાવનારા છે. તેઓ કહે છે કે જનતા એક ઘેટાંનું ટોળું છે, જેનું નેતૃત્વ કરવાનું હોય છે. જનતાના વિચારો એ નેતાઓ દ્વારા નિર્ધારીત થાય છે જેમનામાં જનતા વિશ્વાસ કરે છે. નેતા જનચેતનાને પ્રભાવિત કરે છે. તેઓ લખે છે કે નેતાઓની ફોર્મ્યુલાથી જનતાની સોચ નિર્ધારીત થાય છે. વિચાર હતો કે સાક્ષરતાથી લોકોની બુદ્ધિનો વિકાસ થશે અને તેઓ સત્તા સંદર્ભે નિર્ણય સ્વયં લઈ શકશે. પરંતુ સાક્ષરતાએ વિકસિત બુદ્ધિના સ્થાને સમાજને રબરની મોહર આપી છે. જાહેરાત, લેખ, પ્રકાશિત વૈજ્ઞાનિક આંકડાઓ અને ઈતિહાસના કેટલાંક ઉદાહરણોથી આ રબર મોહરનું નિર્માણ કરવામાં આવે છે. લાખો લોકોને એક જ પ્રકારની માહિતી આપવાથી તેમની બુદ્ધિ એક જેવી થઈ જાય છે.

જનતાના વિચાર ઉપલબ્ધ માહિતીના આધાર પર નિર્ધારીત થાય છે. જેમ પ્રવાસીને ત્રણ-ચાર લોકો ખોટું જણાવી દે કે આગળનો રસ્તો ખરાબ છે, તો તેઓ અનાયાસે જ બીજા રસ્તે ચાલી નીકળે છે.
જનતાની બુદ્ધિને વાળવાનો રસ્તો એ છે કે વિશેષ પ્રકારની માહિતી પ્રભાવી ઢંગથી પીરસવામાં આવે જે તેના અચેતનમાં બેસી જાય. જેમ ઈરાક દ્વારા કુવૈત પર આક્રમણના ચિત્ર વારંવાર દેખાડીને અમેરિકી નાગરીકોને આક્રમણ કરવાના પક્ષમાં મનાવી લેવાયા. આ પ્રકારે જનતા પ્રભાવિત થઈ જાય છે. આ વાતને અર્થશાસ્ત્રી ઈ. જે. મિશાને આ પ્રકારે કહી હતી, ઉપભોક્તાને કોઈ વસ્તુની ઈચ્છા કરવા માટે મનાવી શકાય છે, જો તેના માટે પુરતા સંસાધનોનો પ્રયોગ કરવામાં આવે. પ્રશ્ન છે કે જ્યારે નેતા જ ખોટી માહિતી પીરસતા રહેતા હોય ત્યારે જનતા યોગ્ય દિશા કેવી રીતે ઓળખે? ખાસ કરીને ત્યારે જ્યારે શાસક હિટલર વગેરેની જેમ દુરાચારી હોય. તેનો હલ છે, લોકતાંત્રિક શાસન તંત્રની બહાર એક એવી વૈચારીક સત્તા હોવી જોઈએ જે શાસકો દ્વારા સુનિયોજીત ઢંગથી પીરસવામાં આવી રહેલી એકતરફી માહિતીનો પર્દાફાશ કરે. એટલે કે મુખ્ય મુદ્દો જનતાને સુદિશા આપવાનો છે. જો લોકતંત્ર માત્ર પર આપણે નિર્ભર થઈશું, તો સાચી દિશા મળવી જરૂરી નથી. પરંતુ જનતા ખોટી દિશામાં પણ વધી શકે છે, જેમ કે હિટલરના સમયમાં થયું હતું. 

લોકતંત્ર ત્યારે સફળ છે, જ્યારે જનતાના હિતોને યોગ્ય રીતે ચિન્હિત કરનારી અને તેના પ્રમાણે વિચારોને યોગ્ય દિશા આપનારી સ્વતંત્ર સત્તા વિદ્યમાન હોય. મારી સમજથી ન્યાયતંત્ર અને પ્રેસ સંપૂર્ણ પણે સ્વતંત્ર નથી. ન્યાયાધીશોની નિમણૂક સરકાર દ્વારા જ કરવામાં આવે છે. સેવાનિવૃતિ બાદ કોઈ પંચની અધ્યક્ષતા હાસિલ થાય, તેના માટે તેઓ સરકારના ખોટા કામોમાં સાથ આપી શકે છે. વહીવટી તંત્ર પર મંત્રીઓનું સીધું નિયંત્રણ રહે છે. પ્રેસની ભૂમિકા સરખામણીમાં સકારાત્મક છે, પરંતુ વિરોધ કરવાથી સરકાર દ્વારા તેમના ઉત્પીડનની ઘટનાઓ સામે આવી રહી છે. માટે સમાજને સ્વતંત્ર વિચાર આપનારી સ્વતંત્ર સત્તા હોવી જોઈએ. જનતાને તેમના પક્ષ અને વિપક્ષ બંનેના વિચારો મળે, તો તો તે કોઈ નિર્ણય પર પહોંચી શકે છે. વર્તમાન સમયમાં માહિતી પ્રસારણનું આવું કાર્ય અણ્ણા હજારે અને બાબા રામદેવ કરી રહ્યાં છે. માટે તેમને સમ્માન આપવું જોઈએ. 

વિશ્વની તમામ સભ્યતાઓ એક-દોઢ હજાર વર્ષથી વધારે જીવિત રહી શકી નથી. પ્રાચીન મિસર, સુમેર, યૂનાન અને રોમ તમામ લુપ્ત થઈ ગયા. માત્ર ભારત અને ચીનની સભ્યતાઓ પાંચ હજાર વર્ષોથી જીવિત છે. આ સફળતાનું રહસ્ય આ સ્વતંત્ર સત્તામાં છે. ઈતિહાસકાર એ. એલ. બાશમ લખે છે કે શક્તિશાળી રાજા બ્રાહ્મણોના દુરાચાર પર નિયંત્રણ કરતો હતો, જ્યારે બ્રાહ્મણો રાજના દુરાચાર પર. રોમિલા થાપર લખે છે કે પુરોહિત દ્વારા રાજા પર નિયંત્રણ કરવામાં આવતું હતું. ગાંધીજી પણ ચાહતા હતા કે રચનાત્મક કાર્યકર્તા સરકારી અનુદાનથી સ્વતંત્ર રહીને જનતાનું માર્ગદર્શન કરશે. લેનિનનો વિચાર હતો કે કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા સરકારને યોગ્ય દિશા આપવામાં આવશે. આ વિચારધારાઓમાં સરકારની બહાર કોઈ સ્વતંત્ર સત્તાને સ્વીકારવામાં આવી છે. 

અણ્ણા-રામદેવ જ નહીં દેશમાં અનેક વ્યક્તિ છે જે પોતપોતાના ક્ષેત્રમાં આ ભૂમિકાનો નિર્વાહ કરી રહ્યાં છે. માટે આ સ્વતંત્ર સત્તાઓને લોકતંત્રના અભિન્ન અંગ માનવા જોઈએ.

No comments:

Post a Comment