Showing posts with label મીડિયા. Show all posts
Showing posts with label મીડિયા. Show all posts

Monday, 22 August 2011

કંઈક તો ગડબડ છે


વિનીત નારાયણ

શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહેલા અન્ના હજારેને ઘરેથી એરેસ્ટ કરવા અને પછી તેમને રામલીલા મેદાનમાં અનશનની મંજૂરી આપવી અજીબ ઘટના છે. આંદોલનથી પહેલા જ કોઈ કાયદાના ઉલ્લંઘન વગર, માત્ર તેમના ઈરાદાને અંદાજીને કરાયેલી પોલીસની આ કાર્યવાહી આવી સામાન્ય ઘટના નથી, જેવું કે વડાપ્રધાને સંસદમાં પોતાના નિવેદનમાં જણાવવાની કોશિશ કરી હતી. વિપક્ષના નેતાઓ વડાપ્રધાનને આડે હાથ લેતા હુમલો કરી રહ્યાં હતા કે શું વડાપ્રધાન પોલીસ કમિશનરની શખ્સિયત પાછળ છુપાઈને કામ કરી રહ્યાં છે? પરંતુ રોચક વાત એ છે કે અન્નાના સમર્થનમાં ઉભું રહેલું વિપક્ષ, અન્નાના લોકતાંત્રક અધિકારોના હનનથી ઉત્તેજિત છે, પરંતુ અન્નાને એ આશ્વાસન આપી રહ્યું નથી કે તે તેમના જનલોકપાલ બિલને ટેકો આપશે. તેવામાં જ્યારે આ બિલ સંસદની સામે આવશે, તો તમામ વિપક્ષી દળોની અથવા તમામ સાંસદોની માનસિકતા શું હશે? તેને ક્યાં પક્ષો ટેકો આપશે? આ એવા સવાલ છે, જેના પર વિચાર કરવાની જરૂરત છે.

એમાં બેમત નથી કે અન્ના હજારે આજે ભ્રષ્ટાચાર વિરુદ્ધ જનાક્રોશનું પ્રતીક બની ગયા છે. તેમના અને તેમના સાથીદારોનું કહેવું છે કે જનલોકપાલ બિલ પારિત કરાવીને જ માનશે. તેઓ એમ પણ કહે છે કે સંસદ જે નક્કી કરશે, તે તેમને માન્ય રહેશે. તેમના આ વલણમાં વિરોધાભાસ સ્પષ્ટ છે. અસલમાં શું થાય છે, તે તો આવનારા સમયમાં જ ખબર પડશે. એ માનનારાઓની કમી નથી કે જનલોકપાલ બિલનું હાલનું સ્વરૂપ અપેક્ષાઓ પર યોગ્ય ઉતરશે નહીં. તેમાં કોઈ શંકા નથી કે ભ્રષ્ટાચારથી ત્રસ્ત જનતાને લાગી રહ્યું છે કે અન્ના દેશના ભ્રષ્ટાચારને મુક્ત કરાવવાની દિશામાં સફળતાપૂર્વક આગળ વધશે. જો આવું થાય છે, તો આ રાષ્ટ્ર અને સમાજના હિતમાં રહેશે.

ટીમ અન્નાએ દાવો કર્યો છે કે તેમનું આંદોલન સંપૂર્ણપણે શાંતિપ્રિય છે અને આરબ દેશોની જેમ જાન-માલની હાનિ કર્યા વગર થઈ રહ્યું છે. જ્યારે ખુદ અન્નાના તેવર ગાંધીના ઓછા અને શિવાજીના વધારે નજરે પડી રહ્યાં છે. આ આંદોલન પર લોકોના અલગ-અલગ વિચાર છે. આમ જનતા માને છે કે જે કંઈ પણ થઈ રહ્યું છે, તે સ્વયંસ્ફૂરિત છે. લોકો પરેશાન હતા. ભ્રષ્ટાચાર વિરુદ્ધ સખત કાર્યવાહી ચાહતા હતા, જે થઈ રહી ન હતી, માટે અન્નામાં તેમને આશાનું કિરણ દેખાયું.

એ કહેનારાઓની કોઈ અછત નથી કે ગત અડધી સદીથી દેશની સત્તા પર કાબિજ કોંગ્રેસનું નેતૃત્વ એટલું મૂર્ખ ન હોઈ શકે કે તે અન્ના હજારેને આ પ્રકારે એરેસ્ટ કરીને હીરો બનાવી દે. આ લોકનું માનવું છે કે દાળમાં કંઈક કાળું છે. પોતાના ટેકામાં તેમના ઘણાં તર્કો છે. ઉદાહરણ તરીકે તેઓ પુછે છેકે યુપીએ અધ્યક્ષ અને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી ભારતમાંથી ક્યારે, ક્યાં અને કેમ ગયા?  તેની મીડિયાને ભનક સુદ્ધાં પડી નહીં. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી જ્યારે પોતાના ઘૂંટણની સારવાર કરાવવા મુંબઈ ગયા હતા, તો પળ-પળના સમાચાર લેવા માટે મીડિયા હોસ્પિટલની બહાર ઉભું હતું. ભૂતપૂર્વ વડાપ્રધાન અને અન્ય મોટા નેતા પણ જો બહાર ઈલાજ માટે જાય છે, તો તે સમાચાર બને છે. ત્યારે સવાલ એ છે કે સોનિયા ગાંધી આ પ્રકારે ચાલ્યા ગયા, છતાં શું કારણ છે કે સમગ્ર મીડિયા ખામોશ છે? આખરે શું કારણ છે કે કેટલીક ટીવી-ચેનલો રાતદિવસ અન્નાના આંદોલનમાં પ્રત્રકારત્વથી હટીને સામાજીક કાર્યકર્તાની જેમ આંદોલનનો સહયોગ કરી રહી છે? લોકોને સડકો પર ઉતરવાની હાકલ કરી રહી છે. માનો કે આખું મીડિયા આ ક્રાંતિમાં કૂદી પડયું હોય. સરકાર પર ટીવી ચેનલ જે હુમલો રાત-દિવસ કરી રહી છે, તેને કોની મીઠી નજર છે?

તેમનો ત્રીજો તર્ક એ છે કે તિહાડ જેલમાં મુક્તિનો આદેશ મળવા છતાં અન્ના હજારે જેલની અંદર કેવી રીતે બેસી રહ્યાં? જ્યારે જેલના ઈતિહાસમાં ભાગ્યે જ આવી કોઈ ઘટના બની હશે, કે જ્યારે મુક્તિનો આદેશ મળવા છતાં કોઈ કેદી બહાર નીકળ્યો ન હોય. ચાહે તે ગાંધી, પટેલ, નેહરુ હોય અથવા ક્રાંતિકારી, બધાંને બહાર નીકળવું પડયું. જેલમાં બેસીને અન્નાએ જે અનશન કર્યું, તેનાથી તેમને તો નૈતિક બળ મળ્યું, પણ આગળ માટે એક ખોટી પરંપરા ઉભી થઈ. હવે કોઈપણ આરોપિત વ્યક્તિ અન્નાની જેમ મુક્તિ બાદ જેલની બહાર આવવાની મનાઈ કરી શકે છે. અન્ના હજારેને જેલના નિયમોની વિરુદ્ધ આ વિશેષાધિકાર શું સરકારની ઈચ્છા વગર સંભવ હતો? તેમને મુક્તિ બાદ જે પ્રકારે એક રાષ્ટ્રીય વિજય સરઘસ સ્વરૂપમાં અને ઢગલાબંધ પોલીસ વાહનો, કર્મચારીઓ અને પોલીસકર્મીઓના સંરક્ષણમાં પૂર્વ ઘોષિત માર્ગથી લઈ જવામાં આવ્યા, તે પણ સવાલ ઉભા કરે છે. આખો પ્રસંગ એવો હતો કે માનો સરકાર અને આંદોલનકારીઓ કોઈ સંયુક્ત સમજ સાથે કામ કરી રહ્યાં છે. જેલની નિયમાવલીમાં સ્પષ્ટ લખ્યું છે કે જેલની અંદર કેદ લોકો અનુમતિ વગર પોતાના ફોટા પડાવી શકે નહીં. જે પ્રકારે અન્નાનો વીડિયો સંદેશ બહાર લાવીને પ્રસારીત કરવામાં આવ્યો, તે જેલ મેન્યૂઅલના નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. તેનાથી લોકોના માનમાં પણ શંકા છે કે આ શું થઈ રહ્યું છે?

બેશક, રામલીલા મેદાનમાં લોકો ભેગા થઈ રહ્યાં છે અને તેમને દેશભરમાંથી ટેકો પણ મળી રહ્યો છે, પરંતુ અન્નાની આ મુહિમને હજી ક્રાંતિ કહેવી ઉતાવળ થશે. હજી તો સમય એ વાતનો છે કે અન્નાની મુહિમ, જેને મીડિયા અને સાધન સંપન્ન લોકોનું ખુલ્લુ સમર્થન પ્રાપ્ત છે, તેના તેવર અને દિશા પર નજર રાખવી જોઈએ. એ પણ સુનિશ્ચિત કરવામાં આવે કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ આ આગ ત્યાં સુધી ઓલવાય નહીં, જ્યાં સુધી સમાજમાં કંઈક નક્કર પરિવર્તન દેખાય નહીં.

સૌજન્ય- અમર ઉજાલા

Saturday, 20 August 2011

અન્નાનું આંદોલન: કેટલીક છૂટક ટિપ્પણીઓ

વિમાંશુ દિવ્યાલ

અન્નાનું આંદોલન વિજય તરફ અગ્રેસર છે. લક્ષ્યગત સફળતા બીજી વાત છે. 

અદભૂત! બેમિસાલ! રાજધાની દિલ્હીમાં આવી વિશાળ ભીડ, આવો જન ઉભાર, લોકાની આવી દિવાનગી, આવો ઝનૂની ઉત્સાહ! રાજઘાટ હોય અથવા છત્રસાલ સ્ટેડિયમ, તિહાડ હોય અથવા રામલીલા મેદાન, જ્યાં અન્ના રહ્યાં ત્યાં જનતાનું ઘોડાપૂર ઉમટી પડયું, ત્યાં આંદોલન ઉભરી ઉઠયું. એકવાર તો એ નક્કી કરવું મુશ્કેલ થઈ ગયું કે અન્ના તિહાડ જેલમાં કેદ છે અથવા તિહાડ જેલ અન્નાની કેદમાં છે. પોલીસે અન્નાને કસ્ટડીમાં લીધા છે અથવા અન્નાએ પોલીસને. સરકારે અન્નાને પ્રતિબંધિત કર્યા છે અથવા અન્નાએ સરકારને. હવે ચાહે કોઈ કંઈપણ કહે, અપાર જનસમૂહે અન્નાને ભ્રષ્ટાચાર વિરોધના પ્રતીકમાં બદલી નાખ્યા છે. વ્યક્તિ અન્ના વૃદ્ધ હોય અથવા મનીષ તિવારી માથાથી પગ સુધી ભ્રષ્ટ પરંતુ પ્રતીક અન્ના એટલા ભારે-ભરખમ થઈ ગયા છે કે કોઈપણ વ્યક્તિગત નિંદા અથવા આરોપ અથવા ટીકા આ અન્નાને હાલ નાના કરી શકે નહીં. તેનાથી આગળ સરકારનું જે થવાનું હતું તે થયું. અન્નાનું આંદોલન વિજય તરફ અગ્રેસર છે. લક્ષ્યગત સફળતા બીજી વાત છે. 

આહ કોંગ્રેસ આહ!

ખરેખર હેરાની થાય છે કે દેશની સૌથી અનુભવી અને સૌથી શક્તિશાળી રાજકીય પાર્ટી અને કેન્દ્રમાં આસિન તેની સરકાર આટલી બાળકબુદ્ધિ અને ક્ષુદ્ર રીતે એક આવા આંદોલનકારીથી નિપટવાની કોશિશ કરશે જેની જનશક્તિનો સાક્ષાત્કાર તે પહેલા પણ કરી ચુકી હતી. તેના પ્રવક્તા જેટલાં વધારે વ્યક્તિગત મોટા પ્રહાર અન્ના પર કરી રહ્યાં હતા, તેઓ તેટલાં જ નાના અને વેંતિયા નજરે પડી રહ્યાં હતા. પોતાની પાર્ટી અને સરકારની છબી પર એટલી જ કાળાશ નાખી રહ્યા હતા. અન્નાના આંદોલનને નહીં ખુદ પોતાની પાર્ટી અને સરકારને જ આરોપીના પાંજરામાં ઉભા કરી રહ્યા હતા. જ્યારે કોંગ્રેસ સરકારે પોતાની વાત મીડિયાની સામે મૂકી તો લોકોએ તેમના તમામ તર્કો સંદર્ભે આંખ આડા કાન કર્યા. સંસદની સર્વોચ્ચતાનો તેનો તર્ક જનતાએ ધડમૂળથી નકારી દીધો. તે સમજી શકી નહીં કે અન્નાના બહાને લોકો સંસદને નહીં, પરંતુ એ વેંતિયાઓને નકારી રહ્યાં છે કે જેમણે સંસદને પંગુ બનાવી દીધી છે. જે ચાલો-કુચાલોથી તેમણે બાબા રામદેવને આસમાનથી પાતાળમાં પાડી દીધા હતા, તે ચાલો-કુચાલોએ અન્નાના મામલામાં ખુદ તેમને જ એ પ્રકારે જમીન પર ફેંક્યા કે તેઓ ધૂળ પણ ખંખેરી શકે તેમ નથી. 

બહોત ખૂબ મીડિયા!

અન્નાના આંદોલનની ટીઆરપી એટલી મોટી હતી કે તેની નીચે મીડિયાની તટસ્થતાએ દબાઈને દમ તોડી નાખ્યો. અન્ના સમર્થક સરકારની આટલી મારક આલોચના-ટીકા કરી શકતા ન હતા કે જેટલી તેમના પક્ષમાં ઉભા રહીને મીડિયા કરી રહ્યું હતું. મીડિયા અન્નાનું અતિરંજીત યશોગાન કરી રહ્યું હતું, અન્નાની તૂતી બનીને બોલી રહ્યું હતું, અન્નાની જેલમાંથી બહાર આવવાની યાત્રા પર એવી લાઈવ કોમેન્ટ્રી કરી રહ્યું હતું કે જેમ ગણતંત્ર દિવસની પરેડના પ્રસંગે તેની યશોગાથા ગાનારા ઉદ્ઘોષણા કરે છે. તે અન્ના સમર્થક ભીડનો ભાગ બની ગયું હતું અને ઉત્સાહી ભીડની તર્જ પર જ પ્રશસ્તિવાચન કરી રહ્યું હતું. ચેનલોની પ્રતિસ્પર્ધા એ હતી કે બિરુદાવલિમાં કોણ સૌથી ઉપર રહે. આખા મીડિયા વેપારમાંથી તે ઠહેરાવ ગાયબ હતો જે કોઈ ઈતર વૈચારીક હસ્તક્ષેપનો અવકાશ બનાવે છે. તમામ ચર્ચા અન્ના સમર્થક અને કોંગ્રેસી પ્રવક્તાઓના તર્કો અને પ્રતિતર્કોની ધરી પર ટંગાયેલી રહી, જેમાંથી નેવું ટકા ચર્ચા સંચાલક અન્નાના પક્ષણાં હસ્તક્ષેપ કરતા રહ્યાં અને પોતાની રીતે ચર્ચાનો નિષ્કર્ષ અન્નાના પક્ષમાં પહોંચાડતા રહ્યાં. ભીડની આગળ સારા-સારા લોકોનો વિવેક કામ કરવાનું બંધ કરી દે છે, પછી દેશનું હિંદી ઈલેક્ટ્રોનિક મીડિયા તો વિવેકના મામલામાં આમ પણ શૂન્યથી બે-ચાર ક્રમ ઉપર છે. 

કોંગ્રેસને સલાહ

કોંગ્રેસ પાર્ટી અને તેની સરકારે હવે એ ભ્રમમાં રહેવું જોઈએ નહીં કે તેમની સીમિત સમજદારી અને ઉલટી ચાલોને કારણે તેમનું કોઈ નુકસાન થયું નથી. ભરપાઈ માટે તેમણે એ કરવું જોઈએ જે અન્ના અને તેમના ટેકેદારો કરી રહ્યાં છે. કોંગ્રેસે પોતાના તમામ ધુરંધર પ્રવક્તાઓને દિલ્હીમાં કોઈ સારી જગ્યા જોઈ અને પોલીસ પાસેથી અનુમતિ લઈને અનશન પર બેસાડી દેવા જોઈએ. જે લોકો અન્નાના અનશનમાં સામેલ થવા ચાહતા નથી તે જરૂર તેમના અનશનમાં સામેલ થશે. જો તેમની વાતોમાં દમ હશે તો લોકો સાંભળશે. પરંતુ આ સમયે લોકો સાંસદો-મંત્રીઓ નહીં, અનશનકારીઓનું સાંભળવાના મૂડમાં છે. કોંગ્રેસને લોકોના આ મૂડને જરૂરથી ભાપવો અને માપવો જોઈએ.

અન્ના અને તેમના ટેકેદારોથી નિવેદન

મહાનુભાવો, તમારી સાથે આવેલો અપાર જનસમૂહ એ દર્શાવી રહ્યો છે કે લોકો ભ્રષ્ટાચારથી કેટલી હદે ઉબાઈ ગયા છે અને કેવી રીતે સંસદ પર કબજો જમાવી બેઠેલી જમાતો પ્રત્યે અવિશ્વાસ, ગુસ્સા અને નફરતથી ભરાયેલા છે. તેઓ તમારી તરફ વધુ આશાથી જોઈ રહ્યા છે અને ખુદને ભ્રષ્ટાચારથી લડવા માટે આપસમાં જોડી પણ રહ્યા છે. તેમ છતાં પણ એવા લોકો ઓછાં નથી જે તમારા આંદોલનને યોગ્ય માનવા છતાં પણ તેના દૂરગામી પરિણામને લઈને આશંકિત છે. તેઓ જાણવા ચાહે છે કે સંપૂર્ણ ક્રાંતિ, બીજી આઝાદી અને વ્યવસ્થા પરિવર્તનથી તમારું તાત્પર્ય શું છે? જો તમે ખરેખર લોકતાંત્રિક છો, તો તમારા અનશન મંચથી થોડીવાર માટે એમને નીચે ઉતારી દો જે તમારા નારાથી બંધાયેલી બિરુદાવલિ ગાઈ રહ્યાં છે. તેમને પણ બોલવા દો જે તમારા આંદોલનને લઈને આશંકિત છે અને અન્ય મત ધરાવે છે. કોંગ્રેસ-પ્રવક્તાઓને પણ આમંત્રિત કરી શકો છો. તેનાથી તમારા આંદોલનને શક્તિ મળશે, શિથિલતા નહીં. જોડાયેલા લોકો પણ પોતાનો સ્થિર મત બનાવી શકશે. નહીંતર ભીડનું શું છે, જેમ ભેગી થાય છે, તેમ વિખેરાઈ પણ જાય છે.

સૌજન્ય-રાષ્ટ્રીય સહારા

Thursday, 18 August 2011

અન્નાના અનશનથી ફાયદો કોને?


લલિત સુરજન

આમ જનતાને લાગી રહ્યું છે કે અન્ના હજારે દ્વારા પ્રસ્તાવિત જનલોકપાલ કાયદો બની જવાથી દેશને ભ્રષ્ટાચારમાંથી મુક્તિ મળી જશે.

જનતા ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે અને અન્ના હજારેના અભિયાનમાં આશાનું કિરણ જોઈ કમ સે કમ મધ્યમ વર્ગ તો તેમની સાથે જોડાય જ ગયો છે, પરંતુ એ વાત જનતાએ સમજી લેવી જોઈએ કે અન્ના પાસે કોઈ જાદૂઈ લાકડી નથી. જો કાલે સંસદ અન્નાના મુસદ્દા પર વિચાર કરવાનું મન બનાવી લે ત્યારે પણ તેને કાયદાનો આકાર મળી શકશે કે કેમ, તેમાં શંકા છે. આજે વિરોધી દળ તાત્કાલિક હિત માટે ભલે અન્નાનું સમર્થન કરી રહ્યાં હોય, એ નક્કી છે કે જનલોકપાલનો મુસદ્દો કોઈને પણ સ્વીકાર્ય નથી. 

બુધવારે લોકસભામાં જેટલી ચર્ચા થઈ તેમાં રાજકીય પક્ષોએ એ કહ્યું કે તેઓ અન્ના હજારે દ્વારા પ્રસ્તાવિત સૂચનો સાથે સંપૂર્ણપણે સંમત નથી. સુષ્મા સ્વરાજ, શરદ પવાર, ગુરુદાસ દાસગુપ્તા વગેરેએ અન્નાને અનશન ન કરવા દેવા અને તેમની ધરપકડ પર સરકારની ખૂબ ટીકા કરી, પરંતુ તેમાંથી કોઈએ પણ એ કહેવાથી પણ ચુક્યું નથી કે તેઓ અન્નાના પ્રસ્તાવોનું સંપૂર્ણ સમર્થન કરતાં નથી. સુષ્મા સ્વરાજે તો એક પગલું આગળ વધીને ત્યાં સુધી કહ્યું કે અન્નાએ વડાપ્રધાનને 14 ઓગસ્ટે જે પત્ર લખ્યો, તેની કેટલીક વાતો ખોટી હતી. આ વાસ્તવિકતાને જાણ્યા બાદ એ સવાલ ઉભો થાય છે કે જનતાનો એક વર્ગ તો પછી આંખો બંધ કરીને અન્ના અને તેમના સાથીદારોની વાતનો ભરોસો શા માટે કરી રહ્યાં છે? તેની સાથે બીજો એક સવાલ ઉભો થાય છે કે અન્નાનું આ આભામંડળ કેવી રીતે બન્યુ?

ગુરુવાર બપોરે ઈન્ડિયા ટુડે ગ્રુપની ચેનલ હેડલાઈન્સ ટુડેમાં જે પરિચર્ચા આવી, તેમાં આ બીજા સવાલનો જવાબ મળે છે. ચર્ચાનું શીર્ષક હતું કે શું અન્નાને મીડિયાએ સ્થાપિત કર્યા છે? આ ચર્ચામાં જે ચાર જાણીતાં લોકો ભાગ લઈ રહ્યાં હતા, તેમાના બધાંએ આ સ્વીકાર્યું કે ભ્રષ્ટાચાર એક મોટો મુદ્દો છે, પરંતુ તેના બહાને અન્નાને હીરો બનાવવામાં મીડિયાની મહત્વની ભૂમિકા રહી છે. તેમાંથી એક વાર્તાકાર દિલીપ ચેરિયને ત્યાં સુધી કહ્યું કે આજના સમયગાળામાં મીડિયાના માધ્યમથી જ કોઈ આંદોલન થઈ શકે છે. આ ચર્ચામાં એ વાત સ્થાપિત થઈ કે જો મીડિયા ખાસ કીને ટીવીએ આટલું આગળ પડતું કવરેજ ન કર્યું હોત તો આંદોલનને જે વ્યાપકતા મળી, તે મળી શકી ન હોત.

આજકાલ જે સંચાર માધ્યમો છે તેની ઉપયોગિતાથી કોણ ઈન્કાર કરી શકે, પરંતુ આ રવિવારે ધ હિંદુમાં સેવંતી નાઈનને એક ગંભીર પ્રશ્ન ઉઠાવ્યો છે કે જે નવું સામાજિક મીડિયા આવ્યું છે, શું તે હંમેશા સમાજ હિતૈષી જ રહેશે અથવા તેની કોઈ નુકસાનકારક ભૂમિકા પણ હોઈ શકે છે? તેમણે ઈંગ્લેન્ડના તાજેતરના ઉપદ્રવોનું ઉદાહરણ આપીને જણાવ્યું કે કેવી રીતે ફેસબુક, ટ્વિટર વગેરેનો દુરુપયોગ કરવામાં આવ્યો. આ વાતને ભારતના સંદર્ભમાં મૂકીને જોવો. આ માધ્યમ બાળકોના રમકડાં નથી, તેનો શોખ રાખવો એક વાત છે, પરંતુ તેના સારા અને નરસા પ્રભાવો સંદર્ભે વિચારવાનું પણ જરૂરી છે. 

એ સમજી શકાય છે કે આરબ જગતમાં ખાસ કરીને ટ્યૂનિશિયા અને ઈજીપ્તમાં સત્તા પરિવર્તનમાં આ માધ્યમોએ મહત્વની ભૂમિકા અદા કરી હતી. એવું લાગે છે કે ભારતનું મીડિયા તે સમયથી જ ઉતાવળુ હતું કે અહીં પણ આવું કંઈક કરી નાખવામાં આવે. હું ફરી એક વાર માર્શલ મેકલુહાનની ઉક્તિ યાદ કરું છું કે માધ્યમ જ સંદેશ છે. જેવું કે બધાં જાણે છે કે મીડિયા હવે પત્રકારોના હાથમાં નથી, પરંતુ કોર્પોરેટ હાઉસના હાથમાં છે. વિશ્વની અર્થવ્યવસ્થા અને રાજકારણ પર નિયંત્રણ માટે આ મહામૂડીવાદીઓ પાસે મીડિયાના રૂપમાં એક સશક્ત શસ્ત્ર આવી ગયું છે. અન્નાને મહાનાયક બનાવવામાં આ શસ્ત્રોનો ઉપયોગ કરવો તેમની રણનીતિનો જ એક ભાગ માની શકાય છે, પરંતુ અહીં તેમની એક વિસંગતિ તરફ પણ ધ્યાન આપો. ગુરુવાર સવાર સુધી મીડિયા અન્નાનું અઢળક કવરેજ આપી રહ્યું હતું, પરંતુ બપોર બાદ તે કંઈક ઠંડુ પડી ગયું. શું એટલા માટે કે સરકાર દ્વારા સ્થિતિ સંભાળી લીધા બાદ સનસનાટી ફેલાવવામાં હાલ કોઈ અન્ય બિંદુ ન હતું, અથવા એટલા માટે કે એક અબજ વીસ કરોડની જનતાને ઘણાં લાંબા સમય સુધી બેવકૂફ બનાવી શકાય નહીં, આ વાત મીડિયાને સમજમાં આવી ગઈ?

એ નક્કી છે કે મીડિયા આગળ પણ આવા અવસરોની શોધમાં રહેશે, જ્યાં તે આમ જનતાને પોતાના બનાવેલા એજન્ડા પર લઈ જઈ શકે. હાલ થોડું ધ્યાન એ વાત પર પણ આપો કે અન્નાના અનશનથી મીડિયા સિવાય અન્ય ક્યાં લોકોને લાભ થઈ શકે છે. જો સરકાર પર કોઈ આંચ આવે છે તો તેનો લાભ કદાચ ભાજપને જ મળશે, જેમકે મે ગઈકાલે પણ લખ્યું હતું. આ સિવાય કોંગ્રેસમાં જે અસંતુષ્ટ છે તેમના માટે પણ કદાચ એક અનુકૂળ અવસર થઈ શકે છે. સ્મરણીય છે કે સરકાર તરફથી પી. ચિદમ્બરમ, કપિલ સિબ્બલ અને અંબિકા સોની જ કમાન સંભાળી રહ્યાં છે, એ. કે. એન્ટોની, વીરપ્પા મોઈલી, સલમાન ખુર્શિદ વગેરે આ બધાંની વચ્ચે ભાગ્યે જ ક્યાંક દેખાયા છે. બીજું અન્નાના આંદોલનને સાધન ઉપલબ્ધ કરાવવામાં દેશના વાણિજ્યિક પ્રતિષ્ઠાનો અને અપ્રવાસી ભારતીયોનું ઘણું યોગદાન રહ્યું છે. તેમના મનસૂબા શું છે, તે સમજવું પડશે. ત્રીજું ઘણાં બધાં જનઆંદોલનો અને સ્વૈચ્છિક સંગઠનોને પણ સરકારને હેરાન કરવાનો એક સારો અવસર મળ્યો હોવાનું પ્રતીત થયું. ધ્યાન રહે તેમની વચ્ચે પણ નીતિગત અને રાજનીતિગત ઘણાં મતભેદો છે. કુલ મળીને અન્નાને સમર્થન આપવા પાછળ બધાંએ પોતપોતાનો લાભ જોયો, પરંતુ અંતમાં જેને છેતરવામાં આવનારા છે તે આમ જનતા જ છે.

સૌજન્ય- દેશબંધુ

Monday, 15 August 2011

ઔર ભી ગમ હૈ જમાને મેં કરપ્શન કે સિવા!


કાંતિ વાજપેયી
જો મીડિયાનું માનીએ તો આજના સમયની સૌથી મોટી સમસ્યા કરપ્શન છે. ઈન્ડિયન ટેલિવિઝનનો કોઈપણ પ્રોગ્રામ જોઈ લો- ન્યૂઝ પેપર અને મેગેઝીન ઉથલાવીને જોઈ લો, દરેકમાં કરપ્શનના જ સમાચાર છે.

પરંતુ શું કરપ્શન જ આપણા દેશના લોકોની એક માત્ર સમસ્યા છે? બિલકુલ નહીં. વાસ્તવમાં કરપ્શન મિડલ ક્લાસ લોકોની દિમાગી કસરત છે. કરપ્શનથી પણ મોટી સમસ્યાઓ આપણી સામે મોઢું ફાડીને ઉભી છે, પરંતુ તેમની તરફ આપણે ધ્યાન આપતા નથી.

બેશક કરપ્શન એક ખરાબ વસ્તુ છે. આપણે બધાં તેનો વિરોધ કરીએ છીએ. આજે આપણે તેને ઘણાં મોટા સ્તર પર જોઈ પણ રહ્યાં છીએ. તેને ખતમ કરવા માટે યુપીએ સરકારને ઘણું બધું કરવું પડશે. બેઈમાની અને ગેરકાયદેસર રીતે નાણાં બનાવવાની સિસ્ટમ પર આઘાત કરવો પડશે.

એવું નથી કે ગત સરકારોના સમયે કરપ્શન ન હતું. પરંતુ પહેલા કરપ્શન પર આટલો હોબાળો મચતો ન હતો. ન તો મીડિયા આટલું સાવધ હતું અને ન તો સરકાર આટલી પારદર્શી હતી. માટે આજકાલ આપણે કરપ્શન પર આટલો અવાજ સંભળાય છે અને વિચારીએ છીએ કે સ્થિતિ ક્યારેય આટલી ભયાનક ન હતી. જેટલું કરપ્શન આજે છે, આજથી પહેલા ન હતું. હકીકતમાં જો તમે વિશ્લેષણ કરી શકો કે પહેલા કરપ્શન આનાથી પણ વધારે થતું હતું. કરપ્ટ લોકો અને તેમના કરપ્શનના કિસ્સા પણ અગણિત છે. ત્યારે આપણી અર્થવ્યવસ્થા લાઈસેન્સ અને પરમિટ રાજના શિકંજામાં હતી. તેની આડમાં કરપ્શન જોરશોરથી થતું હતું.

હવે અર્થવ્યવસ્થા તેની ચુંગલમાંથી આઝાદ છે. આજ દેશની પાસે આધુનિક દરજ્જાની સર્વિલન્સ સિસ્ટમ પણ છે. કોઈ ખોટું કામ કરે તો તેને પકડવો મુશ્કેલ નથી. તમે દેશના ફૂગાવા અને વિકાસ દરને જોવો, તો તે પણ લગભગ સ્થિર જ રહે છે. એ શરતી રીતે કહી શકાય છે કે કુલ મળીને કરપ્શન નાનું કે મોટું, ઓછું થયું છે. કારણ કે દેશની ઈકોનોમી ઘણાં દબાણોથી મુક્ત થઈ છે.

તો પછી મિડલ ક્લાસ કરપ્શનને લઈને આટલો પરેશાન કેમ છે? સમાજમાં એવી ઘણી સમસ્યાઓ છે જેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. વર્ષો વીતી ગયા. લોકો માટે રોટી, કપડાં, મકાનની સમસ્યા હજી પણ જેમની તેમ બનેલી છે. વીજળી, ઈંધણ, સસ્તું અને સરુક્ષિત પબ્લિક ટ્રાન્સપોર્ટ, સ્વાસ્થ્ય સુવિધાઓ, બેંકિંગ સુવિધા, સ્થાનિક પ્રશાસનની ભાગીદારી- આ બધાંમાં કોઈને કોઈ ચુક છે.
આ બધું પણ આપણી જરૂરત છે, જેને પ્રાથમિકતાથી પૂર્ણ કરવું જોઈએ. પરંતુ શું મીડિયા આ બધાંને લઈને પરેશાન રહે છે? શું અંગ્રેજી અને રીજીયોનલ ભાષાની ટીવી ચેનલો આ સમસ્યાઓ પર પ્રોગ્રામ બનાવે છે? શું અખબાર તેના પર મોટી હેડલાઈન છાપે છે? આ સમસ્યાઓ સાથે સંકળાયેલા ઘણાં ઓછાં સમાચારો મીડિયાના બ્રેકિંગ ન્યૂઝ બની શકે છે.

હકીકતમાં કરપ્શન પર હાય-તોબા મચાવનારા લોકો, મિડલ ક્લાસના ખાધેલા-પીધેલા લોકો છે. આ લોકો ઓનરશિપ, વ્યૂઅરશિપ અને રીડરશિપના સ્તરે મીડિયાને કંટ્રોલ કરે છે. મીડિયાના કર્તા-ધર્તા પણ આ લોકો છે. આ લોકોને કદાચ યાદ જ નથી અથવા તો તેઓ યાદ કરવા માંગતા નથી કે ભારતનો આમ આદમી ખૂબ ખરાબ સ્થિતિમાં રહેવા માટે મજબૂર છે.

ઘણાં સંશોધનો અને અભ્યાસ સાબિત કરી ચુક્યા છે કે એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકા જેવા ક્ષેત્રોનો ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ ભારતીય લોકોથી સારી સ્થિતિમાં છે. આપણા દેશનો આમ આદમી ગંદગી, અંધારું, ભૂખમરીના કીચડમાં ફસાયેલે છે.

આ કીચડને સાફ કરવા માટે ખુદ પોતાના હાથ ગંદા કરવા પડશે. દરેક વ્યક્તિએ હાથ આગળ કરીને આ ગંદગીને સાફ કરવી પડશે. પોતાના હાથ સાફ રહે તેના માટે ઘણી ચતુરાઈથી મિડલ ક્લાસે ચર્ચાને બીજી તરફ વાળી દીધી છે. કરપ્શનના મુદ્દાને પકડયો છે અને બીજાને રંગે હાથ પકડી રહ્યો છે.

કરપ્શન એક સટીક મુદ્દો શા માટે છે? કોઈ વ્યક્તિ માટે તે મોટી સમસ્યા હોઈ શકે છે. આખરે આપણે આવા કેટલાં લોકોને જાણીએ છીએ, જે ખરેખર સંપૂર્ણપણે કરપ્ટ છે? મિડલ અને અપર મિડલ ક્લાસ ક્યાં લોકોને સૌથી વધારે કરપ્ટ માને છે? એમપી, એમએલએ, સીનિયર સિવિલ સર્વેન્ટ, મોટા કોર્પોરેટ એક્ઝીક્યુટિવ્સને.

આ કેટલાં હશે? 100-500, હજાર-દોઢ હજાર? તો કરપ્શનના કીચડમાં ફસાયેલા લોકોથી નિપટવું ઘણું આસાન છે. હવે તમે હિસાબ લગાવો. આ સંખ્યા એ લાખો-રોડો લોકોની સંખ્યાથી ઘણી ઓછી છે, જે ગરીબીના કીચડમાં ફસાયેલા છે. તેમને આ કીચડમાંથી કાઢવા ઘણાં આસાન છે, કરપ્ટ લોકોને બુરાઈના કીચડમાંથી બહાર કાઢવા.

કરપ્શન મિડલ ક્લાસ માટે એટ્રેક્ટિવ છે, કારણ કે તેનાથી લડવા માટે તેને જાતિ, વર્ગ, ધર્મ, પ્રાદેશિકતા, કોઈનાથી સંઘર્ષ કરવો પડતો નથી. ન તો અમીર-ગરીબ, સ્ત્રી-પુરુષની વચ્ચે ખાઈ પુરવી પડે છે. તેના મટે કોઈ રાજકીય અને સામાજીક સમજૂતીની જરૂરત નથી. કરપ્શન વિરુદ્ધ બધાં છે, માટે તેનાથી લડવું આસાન નથી. કરપ્શનના મુદ્દા પર સૌ એક સાથે છે અને એક સાથે મળીને તેના પર આઘાત કરી રહ્યાં છે.

કરપ્શન વિરુદ્ધના કેમ્પેઈનથી લોકો જોડાય રહ્યાં છે, કારણ કે તે જેમની વિરુદ્ધ છે, તેમને આસાનીથી ટારગેટ કરી શકાય છે. પોલિટિશ્યન, અધિકારી, બિઝનેસ એક્ઝીક્યુટિવ્સ. તેમને આસાનીથી જોઈ શકાય છે. આ લોકો લાલચુ અને લાંચખોર છે. તેમને સિસ્ટમમાંથી હટાવી દેવામાં આવશે તો બધું જ ઠીક થઈ જશે. ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી. ભારતની સૌથી મોટી સમસ્યા ખતમ થઈ જશે. પછી કરપ્શનના કારણો જાણવા માટે કોઈ સામાજીક વિશ્લેષણની જરૂરત પણ રહેશે નહીં.

પરંતુ ભારતની ગરીબીનું કારણ શોધવું વધારે મુશ્કેલ છે. કારણ શોધીને તેનો ઉકેલ કાઢવો વધુ મુશ્કેલ છે. માટે એક છેતરપિંડીમાં બધાંને ભ્રમમાં નાખવામાં આવે તે બહેતર છે.

કરપ્શન ભારતની એકલી અથવા સૌથી મોટી સમસ્યા નથી. તેને હલ કરવી મુશ્કેલ નથી. તેને કંટ્રોલ કરી શકાય છે. પરંતુ મીડિયા, એક્ટિવિસ્ટ અને કેટલાંક લોકોએ તેને વધારે તૂલ આપ્યું છે, જે લોકોને અસલ મુદ્દાઓથી ભટકાવી રહ્યાં છે. જો આપણે રસ્તો ભટકી જઈશું તો અસલ સમસ્યાઓ ક્યારેય ખતમ થશે નહીં.

Monday, 8 August 2011

સમાજને ખોખલો કરી રહેલો ભ્રષ્ટાચાર



સોમનાથ ચેટર્જી

ભ્રષ્ટાચાર વિરુદ્ધ જે લોકો આંગળી ઉઠાવી રહ્યાં છે, તેમણે પણ પોતાના અંતરમાં જોવું જોઈએ. તેમને પણ એ અહેસાસ થવો જોઈએ કે તેઓ કેટલા પાણીમાં છે. એ જોવું પણ જરૂરી છે કે કરપ્શન કેવી રીતે થઈ રહ્યું છે. કેવી રીતે આ સમાજમાં દરેક જગ્યાએ પગ પહોળા કરી રહ્યું છે. કરપ્શનને સમાજની ચિંતામાં ડૂબેલા કેટલાંક લોકો જ પ્રોત્સાહન આપી રહ્યાં છે. તેને વધુ મજબૂત કરી રહ્યાં છે. મીડિયાની હેડલાઈન્સમાં છવાયેલા રહેવા માટે ઘણાં લોકો ભ્રષ્ટાચારના મુદ્દા પર હો-હલ્લો મચાવી રહ્યાં છે.
આજે કંઈક દુ:ખનો વિષય બની ગયો છે, ભ્રષ્ટાચાર. ભારતની આઝાદીને 60થી વધારે વર્ષો થઈ ચુક્યા છે. વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશના ઈતિહાસમાં ભ્રષ્ટાચાર સૌથી મોટી સમસ્યા બની ગઈ તે દુર્ભાગ્યજનક છે. આ આપણા માટે શરમજનક ઘટના છે. ભ્રષ્ટાચાર મોટામોટા લોકો કરે છે. આ તે લોકો છે, જેમની પાસે પૈસા છે, પાવર છે. જેમને કોઈ બાબતની પરવાહ નથી. પરંતુ ભ્રષ્ટાચારની વિરુદ્ધ જે લોકો આંગળી ઉઠાવી રહ્યાં છે, તેમણે પણ પોતાની અંદર જોવું જોઈએ. તેમને પણ એ અહેસાસ હોવો જોઈએ કે તે કેટલાં પાણીમાં છે. એ જોવું પણ જરૂરી છે કે કરપ્શન કેવી રીતે થઈ રહ્યું છે. કેવી રીતે આ સમાજમાં તે દરેક સ્થાને પગ ફેલાવી રહ્યું છે. 

કરપ્શનને સમાજની ચિંતામાં ડૂબેલા કેટલાંક લોકો જ પ્રોત્સાહન આપી રહ્યાં છે. તેને વધુ મજબૂત કરી રહ્યાં છે. મીડિયાની હેડલાઈન્સમાં છવાયેલા રહેવા માટે પણ ઘણાં લોકો ભ્રષ્ટાચારના મુદ્દા પર હો-હલ્લા કરી રહ્યાં છે. એટલે કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાનમાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ભ્રષ્ટાચારતી નિપટવું આસાન નથી. તેના વિરુદ્ધ આપણે વ્યાપક તૈયારી સાથે ઉતરવું પડશે. નાની ઉંમરથી જ બાળકોને કરપ્શન વિરુદ્ધ શિક્ષિત કરવાની જરૂરત છે. જ્યાં સુધી આવું નહીં થાય, આપણે કરપ્શનને રોકી શકીશું નહીં. કરપ્શન આપણા દેશને ખાઈ રહ્યું છે. તેના કારણે સમાજનો વિકાસ પણ રોકાય ગયો છે. હાલમાં જે પ્રકારે કરપ્શન વધી રહ્યું છે, તે ચિંતાનો વિષય છે. તેનો પાયો ઘણો મજબૂત છે અને તેની મર્યાદામાં યુવા વર્ગ ઘણી ઝડપથી આવી રહ્યો છે. 

મહાનગરોથી લઈને નાના શહેરો સુધીમાં મોટામોટા શોપિંગ મોલ ઉભાં થઈ ગયા છે. આવા શોપિંગ મોલ, જેમાં પ્રવેશ કરવા બાબતે આમ આદમી વિચારી પણ શકતો નથી. આ શોપિંગ મોલમાં ખરીદી કરવા માટે યુવાવર્ગ લલચાયેલો છે. તેના માટે યુવક-યુવતીઓ ખોટા રસ્તે જઈ રહ્યાં છે. શોપિંગ કરવું છે, તો તેમને પૈસા જોઈએ. તેમને મોટા ઘરના બાળકોને બતાવવું છે કે તેમની પાસે પણ પૈસા છે. આ જોવાનું છે, જેના કારણે તેઓ કોઈપણ ખોટું કામ કરવાથી ચુકતા નથી. એટલે કે કરપ્શન આપણા યુવાવર્ગને ઝડપથી નિશાન બનાવી રહ્યું છે. તે સમાજને ખોખલો બનાવી રહ્યું છે. ભ્રષ્ટાચારનું નેટવર્ક ઘણું મજબૂત છે. 

ચારે તરફ તેની જાળ ફેલાયેલી છે. તેને પ્રોત્સાહન આપવા માટે ચારે તરફથી નાણાંનો વરસાદ થઈ રહ્યો છે. મે જોયું કે લોકપાલ બિલ વિરુદ્ધ કેટલાંક લોકો પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યાં છે. એવું લાગે છે કે જેમકે તે લોકો જ બધું જાણે છે. અન્ય લોકો તો માત્ર તમાશો જોઈ રહ્યાં છે. પરંતુ હકીકત કંઈક બીજી જ છે. અસલમાં તેઓ પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે કરપ્શન વિરુદ્ધ હો-હલ્લામાં સામેલ થઈ ગયા છે. તેના માટે મીડિયા દોષિત છે. મીડિયામાં એક વર્ગ એક વિશેષ ક્લાસ માટે કામ કરી રહ્યો છે. 

મીડિયાનું વલણ પક્ષપાતપૂર્ણ છે. તે કોઈ એક પક્ષના કરપ્શનને છુપાવી, વિરોધ પક્ષના ખોટા કામને ઉભારી રહ્યું છે. આવું ક્યારેય ન થવું જોઈએ. અખબારોમાં કોર્પોરેટ હાઉસ તરફથી મોટીમોટી જાહેરાતો આપવામાં આવી રહી છે, તેના માટે નાણાં ક્યાંથી આવે છે. હકીકતમાં પોતાના પ્રચાર માટે તેઓ ભ્રષ્ટાચારનો સહારો લઈ રહ્યાં છે. આ ઘણું દુખદ છે. કરપ્શનને રોકવા માટે દ્રઢ માનસિકતાની જરૂર છે. હું કરપ્શનમાં સામેલ થઈશ નહીં- આપણે આ માનસિકતા સાથે આગળ વધવું પડશે, ત્યારે આપણે કરપ્શનને જડબાતોડ જવાબ આપી શકીશું.

-(સોમનાથ ચેટર્જી- લોકસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ સાથે સુદીપ સરકારની વાતચીત પર આધારીત, સૌજન્ય-પ્રભાત ખબર)