Showing posts with label લોકપાલ. Show all posts
Showing posts with label લોકપાલ. Show all posts

Monday, 22 August 2011

કંઈક તો ગડબડ છે


વિનીત નારાયણ

શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહેલા અન્ના હજારેને ઘરેથી એરેસ્ટ કરવા અને પછી તેમને રામલીલા મેદાનમાં અનશનની મંજૂરી આપવી અજીબ ઘટના છે. આંદોલનથી પહેલા જ કોઈ કાયદાના ઉલ્લંઘન વગર, માત્ર તેમના ઈરાદાને અંદાજીને કરાયેલી પોલીસની આ કાર્યવાહી આવી સામાન્ય ઘટના નથી, જેવું કે વડાપ્રધાને સંસદમાં પોતાના નિવેદનમાં જણાવવાની કોશિશ કરી હતી. વિપક્ષના નેતાઓ વડાપ્રધાનને આડે હાથ લેતા હુમલો કરી રહ્યાં હતા કે શું વડાપ્રધાન પોલીસ કમિશનરની શખ્સિયત પાછળ છુપાઈને કામ કરી રહ્યાં છે? પરંતુ રોચક વાત એ છે કે અન્નાના સમર્થનમાં ઉભું રહેલું વિપક્ષ, અન્નાના લોકતાંત્રક અધિકારોના હનનથી ઉત્તેજિત છે, પરંતુ અન્નાને એ આશ્વાસન આપી રહ્યું નથી કે તે તેમના જનલોકપાલ બિલને ટેકો આપશે. તેવામાં જ્યારે આ બિલ સંસદની સામે આવશે, તો તમામ વિપક્ષી દળોની અથવા તમામ સાંસદોની માનસિકતા શું હશે? તેને ક્યાં પક્ષો ટેકો આપશે? આ એવા સવાલ છે, જેના પર વિચાર કરવાની જરૂરત છે.

એમાં બેમત નથી કે અન્ના હજારે આજે ભ્રષ્ટાચાર વિરુદ્ધ જનાક્રોશનું પ્રતીક બની ગયા છે. તેમના અને તેમના સાથીદારોનું કહેવું છે કે જનલોકપાલ બિલ પારિત કરાવીને જ માનશે. તેઓ એમ પણ કહે છે કે સંસદ જે નક્કી કરશે, તે તેમને માન્ય રહેશે. તેમના આ વલણમાં વિરોધાભાસ સ્પષ્ટ છે. અસલમાં શું થાય છે, તે તો આવનારા સમયમાં જ ખબર પડશે. એ માનનારાઓની કમી નથી કે જનલોકપાલ બિલનું હાલનું સ્વરૂપ અપેક્ષાઓ પર યોગ્ય ઉતરશે નહીં. તેમાં કોઈ શંકા નથી કે ભ્રષ્ટાચારથી ત્રસ્ત જનતાને લાગી રહ્યું છે કે અન્ના દેશના ભ્રષ્ટાચારને મુક્ત કરાવવાની દિશામાં સફળતાપૂર્વક આગળ વધશે. જો આવું થાય છે, તો આ રાષ્ટ્ર અને સમાજના હિતમાં રહેશે.

ટીમ અન્નાએ દાવો કર્યો છે કે તેમનું આંદોલન સંપૂર્ણપણે શાંતિપ્રિય છે અને આરબ દેશોની જેમ જાન-માલની હાનિ કર્યા વગર થઈ રહ્યું છે. જ્યારે ખુદ અન્નાના તેવર ગાંધીના ઓછા અને શિવાજીના વધારે નજરે પડી રહ્યાં છે. આ આંદોલન પર લોકોના અલગ-અલગ વિચાર છે. આમ જનતા માને છે કે જે કંઈ પણ થઈ રહ્યું છે, તે સ્વયંસ્ફૂરિત છે. લોકો પરેશાન હતા. ભ્રષ્ટાચાર વિરુદ્ધ સખત કાર્યવાહી ચાહતા હતા, જે થઈ રહી ન હતી, માટે અન્નામાં તેમને આશાનું કિરણ દેખાયું.

એ કહેનારાઓની કોઈ અછત નથી કે ગત અડધી સદીથી દેશની સત્તા પર કાબિજ કોંગ્રેસનું નેતૃત્વ એટલું મૂર્ખ ન હોઈ શકે કે તે અન્ના હજારેને આ પ્રકારે એરેસ્ટ કરીને હીરો બનાવી દે. આ લોકનું માનવું છે કે દાળમાં કંઈક કાળું છે. પોતાના ટેકામાં તેમના ઘણાં તર્કો છે. ઉદાહરણ તરીકે તેઓ પુછે છેકે યુપીએ અધ્યક્ષ અને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી ભારતમાંથી ક્યારે, ક્યાં અને કેમ ગયા?  તેની મીડિયાને ભનક સુદ્ધાં પડી નહીં. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી જ્યારે પોતાના ઘૂંટણની સારવાર કરાવવા મુંબઈ ગયા હતા, તો પળ-પળના સમાચાર લેવા માટે મીડિયા હોસ્પિટલની બહાર ઉભું હતું. ભૂતપૂર્વ વડાપ્રધાન અને અન્ય મોટા નેતા પણ જો બહાર ઈલાજ માટે જાય છે, તો તે સમાચાર બને છે. ત્યારે સવાલ એ છે કે સોનિયા ગાંધી આ પ્રકારે ચાલ્યા ગયા, છતાં શું કારણ છે કે સમગ્ર મીડિયા ખામોશ છે? આખરે શું કારણ છે કે કેટલીક ટીવી-ચેનલો રાતદિવસ અન્નાના આંદોલનમાં પ્રત્રકારત્વથી હટીને સામાજીક કાર્યકર્તાની જેમ આંદોલનનો સહયોગ કરી રહી છે? લોકોને સડકો પર ઉતરવાની હાકલ કરી રહી છે. માનો કે આખું મીડિયા આ ક્રાંતિમાં કૂદી પડયું હોય. સરકાર પર ટીવી ચેનલ જે હુમલો રાત-દિવસ કરી રહી છે, તેને કોની મીઠી નજર છે?

તેમનો ત્રીજો તર્ક એ છે કે તિહાડ જેલમાં મુક્તિનો આદેશ મળવા છતાં અન્ના હજારે જેલની અંદર કેવી રીતે બેસી રહ્યાં? જ્યારે જેલના ઈતિહાસમાં ભાગ્યે જ આવી કોઈ ઘટના બની હશે, કે જ્યારે મુક્તિનો આદેશ મળવા છતાં કોઈ કેદી બહાર નીકળ્યો ન હોય. ચાહે તે ગાંધી, પટેલ, નેહરુ હોય અથવા ક્રાંતિકારી, બધાંને બહાર નીકળવું પડયું. જેલમાં બેસીને અન્નાએ જે અનશન કર્યું, તેનાથી તેમને તો નૈતિક બળ મળ્યું, પણ આગળ માટે એક ખોટી પરંપરા ઉભી થઈ. હવે કોઈપણ આરોપિત વ્યક્તિ અન્નાની જેમ મુક્તિ બાદ જેલની બહાર આવવાની મનાઈ કરી શકે છે. અન્ના હજારેને જેલના નિયમોની વિરુદ્ધ આ વિશેષાધિકાર શું સરકારની ઈચ્છા વગર સંભવ હતો? તેમને મુક્તિ બાદ જે પ્રકારે એક રાષ્ટ્રીય વિજય સરઘસ સ્વરૂપમાં અને ઢગલાબંધ પોલીસ વાહનો, કર્મચારીઓ અને પોલીસકર્મીઓના સંરક્ષણમાં પૂર્વ ઘોષિત માર્ગથી લઈ જવામાં આવ્યા, તે પણ સવાલ ઉભા કરે છે. આખો પ્રસંગ એવો હતો કે માનો સરકાર અને આંદોલનકારીઓ કોઈ સંયુક્ત સમજ સાથે કામ કરી રહ્યાં છે. જેલની નિયમાવલીમાં સ્પષ્ટ લખ્યું છે કે જેલની અંદર કેદ લોકો અનુમતિ વગર પોતાના ફોટા પડાવી શકે નહીં. જે પ્રકારે અન્નાનો વીડિયો સંદેશ બહાર લાવીને પ્રસારીત કરવામાં આવ્યો, તે જેલ મેન્યૂઅલના નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. તેનાથી લોકોના માનમાં પણ શંકા છે કે આ શું થઈ રહ્યું છે?

બેશક, રામલીલા મેદાનમાં લોકો ભેગા થઈ રહ્યાં છે અને તેમને દેશભરમાંથી ટેકો પણ મળી રહ્યો છે, પરંતુ અન્નાની આ મુહિમને હજી ક્રાંતિ કહેવી ઉતાવળ થશે. હજી તો સમય એ વાતનો છે કે અન્નાની મુહિમ, જેને મીડિયા અને સાધન સંપન્ન લોકોનું ખુલ્લુ સમર્થન પ્રાપ્ત છે, તેના તેવર અને દિશા પર નજર રાખવી જોઈએ. એ પણ સુનિશ્ચિત કરવામાં આવે કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ આ આગ ત્યાં સુધી ઓલવાય નહીં, જ્યાં સુધી સમાજમાં કંઈક નક્કર પરિવર્તન દેખાય નહીં.

સૌજન્ય- અમર ઉજાલા

જનમત સંગ્રહથી મનાઈ શા માટે!



પુપ્ષરંજન

પ્રવર્તમાન સમયમાં દુનિયાના 60થી વધારે દેશોની જનતાને જનમત સંગ્રહનો અધિકાર મળી ચુક્યો છે. શું આને દેશની જનતાનું દુર્ભાગ્ય કહીએ કે આપણાં બંધારણમાં અત્યાર સુધી આવી જોગવાઈ નથી?
આ વાતને ઈટાલીથી જ કેમ ન શરૂ કરવામાં આવે, જ્યાં 67 દિવસ પહેલા જનમત સંગ્રહ થયો હતો. 13 જૂન, 2011ના રોજ થયેલા જનમત સંગ્રહમાં ઈટાલીની 90 ટકા જનતાએ વડાપ્રધાન સિલ્વિયો બર્લુસ્કોનીની પરમાણુ નીતિઓને નકારી દીધી હતી. તેના કારણે બર્લુસ્કોની ઈટાલીમાં પરમાણુ પ્લાંટ બનાવવા અને પાણી સપ્લાઈ માટે પ્રાઈવેટ પાર્ટનરશિપ જેવા પ્રસ્તાવોને સંસદમાં મૂકી શક્યા ન હતા. ઈટાલીમાં કોઈ પહેલીવાર જનતાને એ દર્શાવવાની જરૂરત પડી નથી કે તે સંસદથી મોટી છે. આવો જનમત સંગ્રહ ત્યાં ડઝનબંધ વખત થઈ ચુક્યો છે. 2 જૂન, 1946ના રોજ થયેલા ઐતિહાસિક જનમત સંગ્રહમાં ત્યાંની જનતાએ રાજાશાહી સમાપ્ત કરીને લોકશાહીનો પાયો નાખ્યો હતો. આ ઈટાલીમાં ફાસીવાદની કબર પર અંતિમ ખીલ્લો હતો.

ભારતના મુકાબલે ઉત્તરી આફ્રિકી દેશ મોરક્કોને ઘણો પછાત જ માનવામાં આવશે. ત્યાં 32 દિવસ પહેલા, 9 જુલાઈએ જનમત સંગ્રહ થયો હતો. આ જનમત સંગ્રહના માધ્યમથી છઠ્ઠા કિંગ મોહમ્મદના અધિકાર જનતાએ ઓછા કરી દીધા. આ વર્ષે રેફરેન્ડમથી જ દક્ષિણી સુદાનને આઝાદી મળી. પશ્ચિમી આફ્રિકી દેશ લાઈબેરિયાને દુનિયાના ગરીબ દેશોમાં ગણવામાં આવે છે. ત્યાં 23 ઓગસ્ટ, 2011ના રોજ જનમત સંગ્રહ થયો હતો. તો શું આપણે એ માની લઈએ કે ભારતની જનતાને લાઈબેરિયાના નાગરીકોથી પણ ગયેલી-ગુજરેલી બનાવી દેવાઈ છે?

આને રેફરેન્ડમ કહીએ, પ્લેબિસાઈટ અથવા જનમત સંગ્રહ, આમ આદમી એ જ અર્થ કાઢે છે કે બહુમતી જનતાની હા અથવા ના- પ્રમાણે જ સરકાર કાયદો અને વ્યવસ્થા બનાવી શકે છે. ડાયરેક્ટ વોટના માધ્યમથી જનતા બંધારણમાં સંશોધન કરાવી શકે છે, જનપ્રતિનિધિઓને પાછા બોલાવવાનું કામ કરી શકે છે અને કાયદો બનાવી શકે છે. હાલના સમયમાં દુનિયાના 60થી વધારે દેશોની જનતાને જનમત સંગ્રહનો અધિકાર આપવામાં આવ્યો છે. યૂરોપીય સંઘનું સભ્ય પદ લેતા પહેલા તમામ 27 દેશોએ પોતાને ત્યાં જનમત સંગ્રહ કરાવ્યો હતો. યૂરોપીય સંઘનું ચલણ યૂરો છે. પરંતુ બ્રિટનની જનતાએ જનમત સંગ્રહમાં યૂરોનો સ્વીકાર કરવાનો ઈન્કાર કર્યો હતો, તો સરકારે જનતાની વાત માનવી પડી. ભારત સાર્કનું સંસ્થાપક સભ્ય છે. પરંતુ સમગ્ર દક્ષિણ એશિયામાં ભારત એકલો એવો દેશ છે, જેની જનતાને આ અધિકાર મળ્યો નથી. 

જે ચીન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને મ્યાંમાર સંદર્ભે આપણે આકરી ટીકાઓ કરીએ છીએ કે આ દેશોની જનતાને કંઈ કહેવાનો અધિકાર નથી, ત્યાં પણ સરકારોએ જનમત સંગ્રહ કરાવ્યા છે. બાંગ્લાદેશમાં રાષ્ટ્રપતિનું પદ સર્વોચ્ચ રહેશે અથવા વડાપ્રધાનનું, તેના પર 15 સપ્ટેમ્બર, 1991ના રોજ જનમત સંગ્રહ કરાવામાં આવ્યો હતો. રાજતંત્રથી લોકતંત્રની રાહ પર ચાલતા પહેલા ભૂટાનમાં પણ જનમત સંગ્રહ કરાવાયો હતો. 18 ઓગસ્ટ, 2007ના રોજ માલદીવમાં રાષ્ટ્રપતિ અથવા પછી સંસદીય શાસન વ્યવસ્થા, એ નક્કી કરવા માટે જનમત સંગ્રહ થયો હતો. 

થાઈલેન્ડમાં નવા બંધારણ માટે 2007માં જનમત સંગ્રહ થયો હતો. નેપાળમાં 2 મે, 1980ના રોજ રેફરેન્ડમ થયું હતું, તેના દ્વારા જનતાએ રાજાની પંચાયતી વ્યવસ્થાને નકારી દીધી હતી. શ્રીલંકામાં સંસદની ટર્મ છ વર્ષ કરવાના સવાલ પર 22 ડિસેમ્બર, 1982ના રોજ જનમત સંગ્રહ કરાવાયો હતો. પરંતુ તમિલ બહુલ વિસ્તારોની સ્વાયત્તતાની માગણી પર શ્રીલંકામાં ક્યારેય જનમત સંગ્રહ થયો નથી. આ વર્ષે ફેબ્રુઆરીમાં સુદાનની જેમ જનમત સંગ્રહની માગણી કેટલાંક તમિલ સંગઠનોએ કરી, તો શ્રીલંકાની સરકારે તેનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. 

શું આને દેશની જનતાનું દુર્ભાગ્ય કહીએ કે ભારતના બંધારણમાં હજી સુધી જનમત સંગ્રહની કોઈ જોગવાઈ નથી? તેની પાછળ તર્ક આપવામાં આવે છે કે આ જોગવાઈનો દુરુપયોગ કાશ્મીરી અલગતાવાદીઓ કરી શકે છે.રાષ્ટ્રવાદીઓ આ પ્રશ્ને પંડિત નેહરુને કોસવાનો કોઈ મોકો છોડતા નથી કે તેમણે કાશ્મીર પર જનમત સંગ્રહ કરાવવાની વાત કેમ કહી હતી. પરંતુ પ્રશ્ન એ છે કે કાશ્મીર પર મતસંગ્રહ માત્ર કાશ્મીરમાં રહેનારાઓનો જ કરીશું? આખા દેશનો નહીં? અને શું આપણે શ્રીલંકાથી પણ કંઈ શીખી શકીએ નહીં? કાશ્મીરી અલગતાવાદીઓથી કેન્દ્રની કેમેસ્ટ્રી ન બેસવાને કારમે દેશ જનમત સંગ્રહના અધિકારથી વંચિત છે. આ ક્યાંનો ન્યાય છે?

બધાંને ખબર છે કે લોકપાલ પર અન્નાની ટીમે દેશના અલગ-અલગ ભાગોમાં કેટલાંક લાખ લોકોનો મત લીધો હતો. જો આ જનમત સંગ્રહ હતો, તો તેની વૈદ્યતા પર પ્રશ્ન ઉભો થાય છે. કારણ કે બંધારણમાં તેની જોગવાઈ નથી. જનમત સંગ્રહના અધિકારવાળા દુનિયાના જે દેશ ભારતમાં ચાલી રહેલા અન્નાના આંદોલનને જોઈ રહ્યાં છે, તેમને હજી પણ અહીં લોકોની પૂર્ણ ભાગીદારી પર શંકા છે. અન્નાના ટીકાકારો તેને મીડિયા શો ઓપેરા કહે છે. 

અમેરિકી બંધારણમાંથી વી ધ પીપલ-જેવા પવિત્ર શબ્દ આપણે લીધા. સ્વીસ અને બ્રિટિશ બંધારણના મહત્વપૂર્ણ ભાગ લઈને આપણે બંધારણ નિર્માતા ગર્વ કરતાં રહ્યાં. પરંતુ ખબર નહીં, જનમત સંગ્રહ દ્વારા જનતાની પ્રત્યક્ષ ભાગીદારી ઉમેરવાનું તેઓ કેવી રીતે ભૂલી ગયા. લોકપાલ પર આજે નહીં તો કાલે કોઈને કોઈ હલ નીકળી આવશે. પરંતુ આ પ્રશ્ન અધૂરો રહી જશે કે દેશની કેટલી વસ્તી આ મહત્વપૂર્ણ પ્રશ્ન પર હા અથવા ના કહે છે. સંસદમાં આગળ પણ ઘણાં કાયદા બનશે અને બંધારણ સંશોધન થશે. તો શું દરેક સવાલ પર દેશને એક અન્ના હજારે જોઈએ?

કેનેડામાં એક એનજીઓ છે- વોટ વર્લ્ડ ગવર્નમેન્ટ. 13 મે, 2009ની વાત છે, આ એનજીઓના માધ્યમથી 45 દિગ્ગજ લેખકોએ દુનિયાના તમામ દેશોમાં જનમત સંગ્રહના અધિકારની માગણી કરી હતી. આ લેખકોએ દુનિયાના વિશાળતમ લોકતંત્રનો દાવો કરનારા ભારતનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. પ્રશંસાના સૂરમાં નહીં, પણ ટીકા કરી હતી કે આ કેવું લોકતંત્ર છે?

સૌજન્ય- પ્રભાત ખબર

Sunday, 21 August 2011

લોકશાહીમાં લોકો જ હોય છે, સર્વોપરી



સુબ્રમણ્યમ સ્વામી

આજે આપણા દેશમાં ભ્રષ્ટાચાર એક ઘણો મોટો મુદ્દો છે. રોજબરોજ ગોટાળાની વધતી સંખ્યા અને તેની વ્યાપકતાને કારણે લોકોમાં તેના પ્રત્યે પહેલેથી જ ગુસ્સો હતો. સાથે 2જી અને કોમનવેલ્થ ગેમ્સના ગોટાળામાં આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહીમાં સરકારની આનાકાનીથી લોકોમાં એવી ધારણા બનવા લાગી કે સરકાર ભ્રષ્ટાચાર વિરુદ્ધ સખત પગલાં ભરવા માંગતી નથી.

ગત 5 એપ્રિલે થયેલા અન્નાના અનશનની આગળ ઝુકતી સરકારે જનલોકપાલ બિલ પર એક ડ્રાફ્ટિંગ કમિટી બનાવી દીધી. પંરતુ કેટલીક બેઠકો બાદ જ સિવિલ સોસાયટી અને સરકારી પ્રતિનિધિઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપથી સ્પષ્ટ થઈ ગયુ કે સરકાર કડક લોકપાલ કાયદો બનાવવાના પક્ષમાં નથી. 
રહી-સહી કસર સંસદમાં રજૂ કરવામાં આવેલા નબળા લોકપાલ બિલે પૂરી કરી દીધી. આ પ્રકારે લોકોની અંદરનો ગુસ્સો ધીરેધીરે ઉકળતો રહ્યો અને આજે એક દેશવ્યાપી જનઆંદોલનમાં ફેરવાઈ ગયો.

અન્ના હજારે પહેલા જ ઘોષણા કરી ચુક્યા હતા કે સંસદના મોનસૂન સત્ર દરમિયાન જો 15 ઓગસ્ટ સુધી સખત લોકપાલ બિલ લાવવામાં આવશે નહીં, તો તેઓ આમરણ અનશન પર બેસશે. પરંતુ સરકારને લાગ્યું કે અન્ના પર વ્યક્તિગત હુમલા અને ધરપકડથી આ આંદોલનને કચડી નખાશે. એવી રીતે જેમ બાબા રામદેવના અનશનને રાત્રે  પોલીસ દબંગાઈને કારણે સરકાર કચડવામાં કામિયાબ રહી હતી. પરંતુ જનસમર્થનના કારણે આ આંદોલને બીજું જ સ્વરૂપ ધારણ કરી લીધું, જેની કલ્પના સરકારે કરી ન હતી. એક વાત તો સ્પષ્ટ છે કે કેટલાંક મંત્રીઓ અને કોંગ્રેસી પ્રવક્તાઓની અન્ના પર કરવામાં આવેલી નકામી ટિપ્પણીઓથી મામલો વધુ બગડયો. સરકારના આ દાવ ઉલ્ટા પડયા.

ભ્રષ્ટાચારથી ઉબાઈ ગયેલી જનતાને અન્ના હજારે પરના વ્યક્તિગત હુમલાના કારણે એવું લાગ્યું કે સરકાર ભ્રષ્ટાચાર વિરુદ્ધ સખત પગલાં ઉઠાવવાની જગ્યાએ તેની વિરુદ્ધ લડનારને જ નિશાન બનાવી રહી છે. આમ જનતામાં અન્નાની છબી એક ઈમાનદાર વ્યક્તિની છે. એક એવા વ્યક્તિની છે જે ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંઘર્ષરત રહ્યો છે. લોકોને એક એવા નાયકની શોધ હતી જે ભ્રષ્ટાચાર વિરુદ્ધ તેમની અવાજને ઉઠાવી શકે. અન્ના હજારેના રૂપમાં જનતાને એક નેતૃત્વકર્તા મળી ગયો. 

74 વર્ષની ઉંમરમાં તેમની સાદગી અને વ્યવસ્થા બદલવાની તેમની અપીલ લોકોના દિલમાં ઉતરતી ગઈ. ભ્રષ્ટાચાર વિરુદ્ધ તેમના વિચાર આમ જનતાના મનમાં ઉતરી ગયા. પોતાની વાતમાં ગાંધીજીની અહિંસાત્મક વાતોને અમલમાં લાવવાની જનતાને વિનંતી કરતા જે હોશ અને ઊર્જાથી તેઓ ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંઘર્ષ કરી રહ્યાં છે, લોકો તેની સાથે આપોઆપ જોડાય રહ્યાં છે. ખાસ વાત એ છે કે અન્નાનું આંદોલન સંપૂર્ણપણે બિનરાજકીય છે. તેમને ન તો ચૂંટણી લડવી છે અને ન તો તેનાથી કોઈ ફાયદો લેવો છે. અન્ના હજારેની આ પૃષ્ઠભૂમિ લોકોને આ આંદોલનથી જોડી રહી છે. ભલે જનલોકપાલ બિલના તમામ મુદ્દાથી સંમત થઈ શકાય નહીં, પરંતુ ભ્રષ્ટાચારનો મુદ્દો આમ જનતા સાથે જોડાયેલો છે. માટે સરકારે એક મજબૂત લોકપાલ બિલ સંસદમાં રજૂ કરવું જોઈતું હતું. 

હાલનું સરકારી બિલ એટલું કમજોર છે કે તેનાથી ભ્રષ્ટાચાર રોકવો સંભવ નથી. સરકારી વલણને કારણે જ આખા દેશમાં આ આંદોલનથી લોકો જોડાય રહ્યાં છે. યુવાનો, બાળકો, વૃદ્ધો, મહિલાઓ તમામ આ ઐતિહાસિક આંદોલનનો ભાગ બનવા ચાહે છે. હવે આ આંદોલનનો ફલક પણ વ્યાપક થઈ ગયો છે. ભ્રષ્ટાચારના મુદ્દાથી શરૂ થયેલું આ આંદોલન વ્યવસ્થા પરિવર્તનથી લઈ ચૂંટણી સુધારના મુદ્દા સુધી પહોંચે છે. ભ્રષ્ટાચારને દૂર કરવા માટે વ્યવસ્થામાં પરિવર્તન કરવું ઘણું જરૂરી બની ગયું છે. ઘણાં સમય બાદ દેશમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ આટલો વ્યાપક લોકજુવાલ જોવા મળી રહ્યો છે. સરકાર અને તમામ રાજકીય પક્ષોએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક કાયદો બનાવવાની દિશામાં તાત્કાલિક પગલાં ઉઠાવવા જોઈએ.

હવે દેશના લોકો કોઈપણ કિંમતે ભ્રષ્ટાચારને સહન કરવા ચાહતા નથી. સંસદ અને તેની પ્રક્રિયાઓને આધાર બનાવીને આ આંદોલનને દબાવી શકાય નહીં. આ આંદોલનની ખાસિયત એ છે કે તે પૂરી રીતે અહિંસાત્મક છે. સરકારને અનશન સમાપ્ત કરવા માટે નમવું પડશે. કારણ કે આંદોલન જેટલું લાંબુ ચાલશે, સરકારની મુશ્કેલી એટલી વધતી જશે. લોકતંત્રમાં લોકોની ભાવનાઓનો ખ્યાલ રાખવો સરકારનું દાયિત્વ છે. તેને અહમનો મુદ્દો ન માની સરકારે વચ્ચેનો રસ્તો કાઢવાની કોશિશ કરવી જોઈએ.
ભ્રષ્ટાચાર વિરુદ્ધ આ મુહિમ માત્ર અન્ના હજારેની નહીં, પરંતુ આમ જનતાની છે. લોકતંત્રમાં આમ જનતા જ સર્વોપરી હોય છે. જો ધ્યાન આપીએ તો બંધારણની પ્રસ્તાવનામાં પણ આ કહેવામાં આવ્યું છે કે જનતા સાર્વભૌમ છે અને બંધારણ સર્વોચ્ચ. તેવામાં સરકારે જનભાવનાનો ખ્યાલ રાખવો જોઈએ. આ તેનું કર્તવ્ય છે. 

સૌજન્ય-પ્રભાત ખબર

ભ્રષ્ટાચારની વિરુદ્ધ


સુધાંશુ રંજન

અન્ના હજારેના આંદોલનને દેશમાં અને દેશની બહાર જે વ્યાપક સમર્થન મળી રહ્યું છે, તેનાથી સ્પષ્ટ છે કે ભ્રષ્ટાચારથી જનતા પરેશાન છે. આ અનાયાસ નથી કે વડાપ્રધાન મનમોહન સિંહએ સ્વાધીનતા દિવસના સંબોધનમાં 16 વખત ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કર્યો. અન્ના હજારે હકીકતમાં લોકાની હતાશાને જ પ્રતિબિંબિત કરી રહ્યા છે. તેમણે ઘોષણા કરી છે કે તેમના અનશન જનલોકપાલ બિલને કાયદો બનાવવા સુધી ચાલુ રહેશે. જ્યારે સરકારના પ્રમાણે, જનલોકપાલ વિધેયકની 40માંથી 24 માગણી પૂર્ણપણે અને 10 માગણીઓ આંશિક રીતે સ્વીકારી લેવામાં આવી છે. માત્ર છ માગણીઓને જ સ્વીકારવામાં આવી નથી, માટે અન્નાના અનશન અયોગ્ય છે.

એ સાચું છે કે લોકપાલ કોઈ એવો જાદૂ કરી દેશે નહીં, જેનાથી ભ્રષ્ટાચાર રાતોરાત સમાપ્ત થઈ જાય. પરંતુ ભ્રષ્ટાચારીઓને દંડિત કરનારી અત્યારે જે સંસ્થાઓ દેશમાં કામ કરી રહી છે, તેમના ક્રિયાકલાપો પર વિચાર કરવાની જરૂરત છે કે આખરે તે કામ કેમ કરી શકતી નથી. તેમ છતાં પણ સરકારી લોકપાલ વિધેયકમાં એક ખતરનાક જોગવાઈ છે કે ખોટી ફરીયાદ કરનારને બે વર્ષની જેલની સજા છે, જ્યારે ભ્રષ્ટાચારના મામલામાં લઘુત્તમ સજા છ માસની છે. જો ફરીયાદકર્તાને દંડિત કરવામાં આવશે, તો પછી ફરીયાદ કરવાનું સાહસ કોણ ભેગું કરી શકશે. કેટલીક વખત તકનીકી કારણોથી પુરાવાના અભાવમાં ફરીયાદો પ્રમાણિત થઈ શકતી નથી, પરંતુ આરોપો સાચા હોય છે. તાજેતરમાં સુભાષ અગ્રવાલે લોકસભા સચિવાલય પાસેથી માહિતી માંગી કે કેટલાં સાંસદોએ પોતાની સંપત્તિની ઘોષણા કરી છે. તેમને જવાબ મળ્યો કે 70 સાંસદોએ ઘોષણા કરી નથી. તેમણે પછી પુછયું છે કે તેમની વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવી છે, તો તેમને જણાવવામાં આવ્યું કે તેના માટે કોઈએ ઔપચારીક રીતે ફરીયાદ કરવી પડશે. પછી તેમણે ફરીયાદ પણ કરી, તો તેમને સૂચિત કરવામાં આવ્યા કે આ ફરીયાદ એફિડેવિટ દાખલ કરીને કરવી પડશે અને જો તેમનું એફિડેવિટ દાખલ કરતાં પહેલા કોઈએ પોતાની સંપત્તિ ઘોષિત કરી દીધી, તો તેમની ફરીયાદ ખોટી માનવામાં આવશે અને તેમની સામે જ કાર્યવાહી થશે. એટલે કે દોષિતો વિરુદ્ધ કાર્યવાહી કરવાની મનસા જ નથી.

દેશની શાસન વ્યવસ્થામાં ભ્રષ્ટાચારના કીટાણુ સ્વતંત્રતા પ્રાપ્તિના તુરંત બાદથી પ્રવેશ કરી ગયા હતા. 1950માં કેન્દ્ર સરકારેના પ્રખ્યાત નોકરશાહ એ.ડી.ગોરવાલાને શાસન વ્યવસ્થામાં સુધાર કરવા માટે સૂચન આપવા માટે કહેવામાં આવ્યું હતું. એક વર્ષ બાદ પોતાના રિપોર્ટમાં તેમણે બે કડવી ટિપ્પણીઓ કરી કે નેહરુ મંત્રીમંડળના કેટલાંક ભ્રષ્ટ મંત્રીઓ સંદર્ભે આમ જાણકારી છે, અને એ છે કે સરકાર આ મંત્રીઓને ખોટી રીતે બચાવી રહી છે.

તે વખત સુધી માત્ર જીપ ગોટાળો સામે આવ્યો હતો, જેમાં વી. કે. કૃષ્ણમેનન પર આંગળી ચિંધાઈ હતી. ભારતીય સેનાએ 155 જીપોની માગણી કરી હતી, જેનો ઉપયોગ અશાંત કાશ્મીર અને હૈદરાબાદમાં થવાનો હતો. સેનાએ તેના માટે એક બ્રિગેડિયરની સેવા ઉપલબ્ધ કરાવી હતી, પરંતુ કૃષ્ણમેનને તેમને નજરઅંદાજ કરીને એજન્ટ દ્વારા એક વિદેશી કંપનીને જીપની આપૂર્તિ કરવાનો આદેશ આપી દીધા. જો કે કૃષ્ણમેનન એક ઈમાનદાર વ્યક્તિ માનવામાં આવતા હતા અને જીપની ગુણવત્તા સંદર્ભે પણ શંકા ન હતી, પરંતુ પ્રક્રિયાનું પાલન ન કરવાને કારણે તે વિપક્ષના નિશાન પર આવી ગયા.

બીજો ગોટાળો જીવન વીમા નિગમ-મુંદરા ડીલ હતો, જે સ્વતંત્ર ભારતનો પહેલો નાણાંકીય ગોટાળો હતો. હરિદાસ મુંદરા કોલકત્તા સ્ટોક એક્સચેન્જના દલાલ અને ઉદ્યોગપતિ હતા. તેમણે પોતાના પ્રભાવથી જીવન વીમા નિગમનું 1.24 કરોડ રૂપિયાનું રોકાણ પોતાની છ સમસ્યાગ્રસ્ત કંપનીઓમાં કરાવી દીધું. તત્કાલિન કોંગ્રેસ સાંસદ ફિરોઝ ગાંધીએ આખો ગોટાળો સંસદમાં ઉજાગર કર્યો. 

સરકારે ન્યાયમૂર્તિ એમ. સી. છાગલાની એક સભ્યની તપાસ સમિતિની રચના કરી. રિપોર્ટમાં તત્કાલિન નાણાં મંત્રી ટી.ટી. કૃષ્ણમાચારીને કાયદાકીય રીતે જવાબદાર ઠેરવવામાં આવ્યા અને તેમને રાજીનામું આપવું પડયું. મુંદરાને જેલની સજા થઈ. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બાદ કેન્દ્રીય સતર્કતા પંચની રચના થઈ.

ત્યાર બાદ ગોટાળાનો તબક્કો સતત ચાલુ રહ્યો, જ્યારે સીબીઆઈ આરોપીઓને સજા અપાવવામાં અક્ષમ સાબિત થઈ, કારણ કે આ સાચા અર્થમાં સ્વાયત નથી અને રાજકીય દબાણ હેઠળ કામ કરે છે. સીબીઆઈ દ્વારા દાખલ લગભગ નવ હજાર મામલા જુદીજુદી કોર્ટોમાં પેન્ડિંગ છે, જેમાંથી લગભગ 2000 મામલા તો એક દશકથી વધારે સમયથી પેન્ડિંગ છે. તેના સિવાય એકલ નિર્દેશ એક ભેદભાવ કરનારી જોગવાઈ છે, તેના હેઠળ કેન્દ્ર સરકારના સંયુક્ત સચિવ અથવા તેનાથી ઉપરના અધિકારી પર ખટલો ચલાવવા મેટ તેને નિયુક્ત કરનારા અધિકારીની પૂર્વાનુમતિ લેવી પડે છે. આ સમાનતાના અધિકારનું હનન કરે છે.

ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે વિશેષાધિકાર ખતમ કરવા યોગ્ય રીતે પરિભાષિત પ્રક્રિયા બનાવવી જરૂરી છે. તેના સિવાય ભ્રષ્ટાચારની પરિભાષાને વ્યાપક રૂપ આપવાની પણ જરૂરત છે. સર્વોચ્ચ અદાલતના ડૉ. એસ. દત્ત વિરુદ્ધ ઉત્તર પ્રદેશના મામલામાં વ્યવસ્થા આપી હતી કે ભ્રષ્ટ શબ્દમાં માત્ર લાંચ લેવી જ સામેલ નથી. તેનો ઉપયોગ એવા આચરણથી થાય છે, જે નૈતિક રીતે પતિત છે. અન્ના હજારેનું આંદોલન પણ માત્ર જનલોકપાલ માટે નથી, આ આપણા સમગ્ર જીવનમાં ઘર કરી ચુકેલા ભ્રષ્ટાચારને ખતમ કરવાના ઉદેશ્યથી પણ શરૂ થયું છે. આશા કરીએ કે આ આંદોલન તેના લક્ષ્ય સુધી પહોંચશે.

જેપી વિરુદ્ધ અન્નાનું આંદોલન



નિરજા ચૌધરી

જે રામલીલા મેદાનમાં જેપીએ ઈન્દિરા સરકારને દિનકરની કવિતા- સિંહાસન ખાલી કરો કિ જનતા આતી હૈ, થી પડકારી હતી, તે રામલીલા મેદાનમાં અન્ના હજારેનું અનશન સત્તાની દીવાલોમાં હલચલ મચાવી રહ્યું છે. જેપીએ જ્યાં સંપૂર્ણ ક્રાંતિનું સૂત્ર આપ્યું હતું, ત્યાં અન્નાએ બીજી આઝાદીનો નારો બુલંદ કર્યો છે. યુગના બે અંતિમ પર ઉભેલા આ બંને આંદોલનોના સંયુક્ત સૂત્રોની શોધ કરવાનો આજે સમય છે.

અલગ છે, બંને આંદોલન અને પરિસ્થિતિઓ
-નિરજા ચૌધરી

જેપીએ પણ લગભગ આ ઉંમરમાં આખા દેશને ભ્રષ્ટાચાર વિરુદ્ધ એકઠો કરી દીધો હતો. પરંતુ જ્યાં જેપીને રાજકીય અનુભવ હતો, ત્યાં અન્ના બિનરાજકીય છે. 

જયપ્રકાશ નારાયણના સંપૂર્ણ ક્રાંતિ આંદોલન અને અન્ના હજારેનું હાલનું આંદોલન કેટલીક બાબતોમાં સમાન, તો ઘણાં સ્તરે અલગ દેખાય છે. જેપીનું આંદોલન રાજકીય આંદોલન હતું, જ્યારે અન્નાનું આંદોલન બિનરાજકીય છે. કટોકટીના તબક્કામાં અને વર્તમાન હાલતમાં ઘણું અંતર છે, પરંતુ એક મુદ્દો સમાન છે. આ મુદ્દો છે ભ્રષ્ટાચારનો. ભ્રષ્ટાચારના મુદ્દા પર જ જેપીએ ઈન્દિરા ગાંધી વિરુદ્ધ અવાજ બુલંદ કર્યો અને આજે અન્ના હજારે પણ તેને રોકવા માટે સખત લોકપાલ કાયદાને લાગુ કરવાની વાત કરી રહ્યાં છે. 

70ના દશક અને આજની રાજકીય પરિસ્થિતિમાં જમીન-આસમાનનું અંતર છે. તે સમયે કેન્દ્રથી લઈ રાજ્યમાં મોટાભાગની જગ્યા કોંગ્રેસના શાસનમાં હતી. જેપીએ બિનકોંગ્રેસી દળોને એક મંચ પર લાવીને સરકાર વિરુદ્ધ આંદોલનની શરૂઆત કરી હતી. તે સમયે સંચાર માધ્યમો પણ એટલા શક્તિશાળી ન હતા. તેમ છતાં પણ જેપીનું આંદોલન આખા દેશમાં ફેલાય ગયું. પ્રવર્તમાન સમયમાં દેશની સ્થિતિ ઘણી અલગ છે, પરંતુ ભ્રષ્ટાચારનું સ્તર ઘણું વધી ગયું છે. ઓછાવત્તા પ્રમાણમાં કોઈપણ રાજકીય પક્ષ તેનાથી અછૂતો નથી. રાજનેતાઓ અને સામાન્ય જનતા વચ્ચે સંવાદહીનતાની સ્થિતિ પેદા થઈ ગઈ છે. 

આ સંવાદહીનતાની વચ્ચે અન્નાએ લોકોની ભાવનાઓને સમજીને આ ઉંમરે પણ આંદોલનનું એલાન કર્યું. અન્નાની છબી એક ઈમાનદાર અને સમાજસેવીની રહી છે. આ છબી યુવાનોને પણ ગમી ગઈ અને જોતજોતામાં જ જનસમૂહ તેમના આંદોલનમાં જોડાતો ગયો. આ એ વાતનો સકારાત્મક સંકેત છે કે હજી પણ દેશનો સમાજ ઈમાનદાર વ્યક્તિ પાછળ ઉભો થઈ શકે છે. જેપીએ પણ લગભગ આ ઉંમરમાં આખા દેશને ભ્રષ્ટાચાર વિરુદ્ધ એકઠો કરી દીધો હતો. પરંતુ જ્યાં જેપીને રાજકીય અનુભવ હતો, ત્યાં અન્ના બિનરાજકીય વ્યક્તિ છે. બિનરાજકીય વ્યક્તિ હોવા છતાં પણ અન્નાની વ્યવસ્થા વિરુદ્ધ સંઘર્ષ કરવાની કહાણી ઘણી લાંબી છે. આ અનુભવ તેમના આંદોલનને અહિંસક રાખવામાં મદદ કરી રહ્યો છે. 

કારણ કે અન્ના જાણે છે કે હિંસક થતાં જ તેમનું આંદોલન પોતાના મકસદમાંથી ભટકી જશે. દેશમાં દરરોજ ભ્રષ્ટાચારના મામલા સામે આવવા અને રાજકીય મજબૂરીમાં સખત પગલાં ઉઠાવવામાં સરકારની નાકામીથી આમ જનતામાં સરકારની શાખ કમજોર થઈ છે. દેશમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ માહોલ બની રહ્યો છે અને અન્નાની ઈમાનદાર છબી લોકો અને યુવાનોને તેમના આંદોલનથી જોડી રહી છે. સમાજ ઘણાં સમયથી એક એવા નાયકની તલાશમાં હતો, જે તેમની ભાવનાઓને સંઘર્ષ દ્વારા અંજામ સુધી પહોંચાડી શકે. અન્નામાં સમાજ આવો જ નાયક એવો નાયક શોધવાની કોશિશ કરી રહ્યો છે. એ કારણ છે કે સમાજના તમામ વર્ગોનું સમર્થન અન્નાના આંદોલનને મળી રહ્યું છે. ઘણાં સમય બાદ દેશમાં જનભાવનાનો આવો ઉભરો જોવા મળી રહ્યો છે. આશા કરવી જોઈએ કે લોકતંત્ર અને ભારતીય રાજકીય વ્યવસ્થા માટે અન્નાનું આંદોલન પરિવર્તનનો રસ્તો તૈયાર કરવા મદદરૂપ થશે.

સૌજન્ય- પ્રભાત ખબર

Wednesday, 10 August 2011

કોર્પોરેટ મીડિયાનું અન્ના ઓબ્શેશન


પ્રસ્તુતિ-જગદીશ્વર ચતુર્વેદી

અન્ના હાજારેએ પોતાના અનશનની ઘોષણા કરી દીધી છે. તેઓ 16 ઓગસ્ટથી અનશન પર બેસશે. હકીકતમાં આ અનશનનો કોઈ અર્થ નથી. અન્ના હજારેની રાજનીતિનો આધાર છે- હું સાચો અને બાકીના બધાં ખોટાં. લોકતંત્રમાં હું- માટે જેટલી જગ્યા છે, તેનાથી વધારે અન્ય- માટે જગ્યા રાખવાની હોય છે. અન્નાના રાજકીય એજન્ડામાં અન્ય માટે કોઈ જગ્યા નથી. અન્નાની રાજનીતિમાં જીદ્દનું ઘણું મહત્વ છે, આ એવા વ્યક્તિની જીદ્દ છે જેની કોઈ સામાજીક જવાબદેહી નથી. અન્ના અને તેમની ટીમની લોકશાહીના પ્રવર્તમાન માળખામાં કોઈ જવાબદેહી નથી. તેવે સર્વતંત્ર-સ્વતંત્ર છે. 

અન્નાની આખી સમજ એ ધારણા પર ટકેલી છે કે સરકારી લોકપાલ ભરોસાપાત્ર નથી. તેઓ સરકાર પ્રત્યે શંકાની નજર ધરાવે છે. સરકાર પ્રત્યે અવિશ્વાસના આધાર પર રાજનીતિ ચાલતી નથી. સરકાર પ્રત્યે ટીકાત્મક થઈ શકે છે, પરંતુ સરકારનો પક્ષ સંપૂર્ણપણે દરકિનાર કરી શકાય નહીં. આખરે સરકાર પણ તો દેશની બૃહતર જનતાનું પ્રતિનિધિત્વ કરી રહી છે. જ્યારે અન્ના તો પોતાના જૂથો અને સહયોગી સંગઠનોનું જ પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે.

અન્નાની એક અન્ય મુશ્કેલી છે કે તેઓ હથેળી પર સરસવ જમાવવા માંગે છે. લોકતંત્રમાં આ સંભવ નથી. તાનાશાહીમાં આ સંભવ છે કે કોઈ એકે કહ્યું અને તેને આખા દેશ પર થોપી દેવામાં આવ્યુ. અન્નાની જીદ્દ છે જે કહ્યું છે તેને માનો. જેવું કહી રહ્યાં છે તેવું કરો. જે દિવસે કરવાનું કહ્યું છે, તે દિવસે કરો. અન્નાનો સ્વભાવ લોકતંત્રની પ્રક્રીયાની બહાર રમણ કરે છે. તેઓ ચાહે છે કે ભ્રષ્ટાચાર પર લગામ લાગે, ભ્રષ્ટ લોકોને દંડ મળે, પરંતુ મુશ્કેલી એ છે કે તેઓ તેને પોતાની ગતિ અને મતિના આધારે કરવા ચાહે છે.

અન્નાની ગતિ અને મતિનો લોકશાહીની ગતિ અને મતિ સાથે દૂરદૂર સુધી કોઈ તાર જોડાતો નથી. અન્ના લોકતંત્રના ડિક્ટેટર છે. લોકતંત્રમાં ડિક્ટેટરશિપ ચાલતી નથી ચાહે ગમે તેટલી સારી વાતો ડિક્ટેટર કરે. અન્નાના પહેલા અનશન વખતે માગણી હતી કે આખા દેશમાં મજબૂત લોકપાલની સ્થાપના થાય અને તેના માટે તુરંત લોકપાલ બિલ લાવવામાં આવે. કેન્દ્ર સરકારે તેમની આ માગણી પાયાગત રીતે માની લીધી અને સંસદના ઓગસ્ટથી આરંભ થયેલા સત્રમાં લોકપાલ બિલ રજૂ કર્યું છે. અનશન આરંભ થયા બાદ અન્નાએ સ્ટેન્ડ બદલ્યું અને કહ્યું કે લોકપાલ માટે સંયુક્ત સમિતિ બને જેમાં સરકાર અને અન્ના બ્રાન્ડ સિવિલ સોસાયટીના લોકો હોય. સરકારે એ પણ માની લીધું. સંયુક્ત મુસદ્દા સમિતિ બનાવવામાં આવી. બાદમાં અન્ના ખુદ જ સમિતિમાં ચાલ્યા આવ્યા જ્યારે શરૂઆતમાં તેઓ કોઈ સમિતિમાં રહેવા માંગતા ન હતા. મજેદાર વાત એ છે કે અન્ના શું ચાહે છે અને તેમની માગણી શું છે તેનું વિવરણ બાદમાં આમ જનતામાં આવ્યું. શરૂઆતમાં માગણી હતી કે લોકપાલ બિલ લાવો.

અન્ના હવે કહી રહ્યાં છે કે કેન્દ્ર સરકારે લોકપાલ બિલનો જે મુસદ્દો તૈયાર કર્યો છે તે દેશની જનતા સાથે છળ છે. અન્ના જાણે છે કે છળ ત્યારે થાય છે જ્યારે કોઈ વાત છુપાવવામાં આવે. વિશ્વાસઘાત ત્યારે થાય છે જ્યારે છેતરવામાં આવે. કેન્દ્ર સરકારે પોતાના દ્રષ્ટિકોણથી ન તો ઠગાઈ કરી છે અને ન તો વિશ્વાસઘાત કર્યો છે. કેન્દ્ર સરકારે ક્યારેય કહ્યું નથી કે તે અન્નાની તમામ વાતો માને છે.
કેન્દ્ર સરકારે પોતાના દ્રષ્ટિકોણથી એક લોકપાલ બિલ તૈયાર કર્યું છે અને તેને તેમણે સંસદમાં રજૂ કર્યું છે. સાંસદોની ઉપર છે કે તેઓ તેને કેવાં સ્વરૂપમાં પાસ કરે છે. કેન્દ્ર સરકારે લોકપાલ બિલનો વાયદો કર્યો હતો અને તે જે દ્રષ્ટિકોણથી જોઈ રહી છે તેના આધારે એક મુસદ્દો સંસદમાં રજૂ કરાયો છે. તમામ વાતો પારદર્શી છે. અન્નાના લોકો ખુલ્લેઆમ જેટલું બોલી રહ્યાં છે અને પોતાની અસંમતિઓનો ઈજહાર કરી રહ્યાં છે તેવું અન્ય પક્ષો કરી શકતા નથી કારણ કે મીડિયાએ આખા મામલાને અન્ના વિરુદ્ધ સરકારનો મુદ્દો બનાવી દીધો છે.

અન્ના અને સરકાર સિવાય અનેક રાજકીય પક્ષો છે અને જુદાંજુદાં પ્રકારના સેંકડો સંગઠન છે. તેમની લાખો-કરોડોની મેમ્બરશિપ છે. મીડિયાની ચર્ચામાં આ સંગઠન એક તરફથી ગાયબ છે. તેનાથી એક વાતની ખબર પડે છે કે અન્નાને લઈને મીડિયા ઓબ્સેશનનો શિકાર છે. ઉદાહરણ તરીકે વિભિન્ન વિચારધારાના મહિલા, ખેડૂત, મજૂર, યુવાનો અને વિદ્યાર્થી સંગઠનો છે, તેના સિવાય એવા પણ સ્વયંસેવી સંગઠનો છે કે જેમના સેંકડો એકમો છે. તેમનો મત એક તરફથી ગાયબ છે.

કોર્પોરેટ મીડિયા અન્ના પ્રત્યે ઓબ્શેસન એ વાતનો પુરાવો છે કે તે ભારતના બૃહત્તર ઓપિનિયનની ઉપેક્ષા કરી રહ્યું છે. વિગત દિવસોમાં ટીવી સ્ટુડિયોમાં ચર્ચાના નામે જે ભીડ અન્ના ભક્તોની ભેગી કરવામાં આવી હતી તે પણ કોર્પોરેટ મીડિયાના અન્ના ઓબ્શેસનને જ સામે લાવે છે. અન્નાભક્ત સ્ટુડિયોમાં અન્ના ટીમથી જુદો મત વ્યક્ત કરનારાઓને હૂટ કરી રહ્યાં હતા.

અન્ના ભક્તોની બોડી લેંગ્વેજમાં લોકતાંત્રિક વિનમ્રતા નથી. તેઓ આક્રમક અને ઉદ્ધત છે. બળજબરીથી વિશ્વાસ કરાવવામાં માને છે અને મીડિયાસેવી લોકો છે. તેમને લોકતંત્રના અધીર નાગરીક કહેવા યોગ્ય રહેશે. લોકતંત્ર અધીરોથી નહીં ધીરવાન સમાજથી ચાલે છે. લોકતંત્રમાં જીદ્દીભાવની નહીં લોકતાંત્રિક ભાવની જરૂરત છે. લોકતંત્રમાં હું-નહીં, આપણે-નો ખેલ છે.

લોકતંત્રમાં વ્યક્તિ નહીં સંસ્થા મહત્વપૂર્ણ છે. અન્ના- મનમોહન, સિવિલ સોસાયટી-કોંગ્રેસ-ભાજપ-સીપીએમ વગેરેથી ઘણું મોટું વર્તુળ છે લોકતંત્રનું. લોકતંત્રનો આધાર છે સંસ્થા. સંસ્થાઓની પોતાના કામ કરવાની ગતિ છે. આ ગતિની ઉપેક્ષા કરવાથી લોકતંત્રના નષ્ટ થવાનું જોખમ છે. અન્નાની મુશ્કેલી એ છે કે તેઓ લોકતંત્ર સાથે સંસ્થાઓની ગતિની બહાર રીને સંબંધ બનાવવા ચાહે છે.

અન્નાનું 16 ઓગસ્ટે અનશન પર બેસવું એક તરફથી ખોટું છે. તેમણે લોકપાલબિલના અંતિમ રૂપ લેવા સુધી રાહ જોવી જોઈએ. હજી પહેલું ચરમ છે જેમાં મુસદ્દો તૈયાર થયો છે અને તે સંસદમાં જશે તો તેને અન્ય પ્રક્રીયાઓમાંથી પસાર થશે. તેમાં જે પણ સમય લાગે તે આપવો પડશે, પરંતુ અન્ના પાસે ધૈર્ય નથી. અધીરતાથી અન્નાની નાની ટીમ તો ચાલી શકે છે પરંતુ લોકતંત્ર ચાલી શકે નહીં. લોકતંત્રમાં પ્રક્રીયાઓ મહત્વપૂર્ણ છે અને તેના વિભિન્ન તબક્કામાં ગતિ બનાવી રાખવા માટે અપાર ધૈર્યની જરૂરત છે.

અન્નાની વધુ એક મુશ્કેલી છે કે તેઓ લોકતંત્રના કાલ્પનિક સંસારમાં રહે છે. લોકતંત્રની કલ્પનામાં જોવું અને સંસ્થાની પ્રક્રીયામાં નક્કર રૂપે જોવામાં જમીન-આસમાનનું અંતર છે. લોકતાંત્રિક સંસ્થાઓ ઘેટાં-બકરાં નથી જેમને કોઈ ચારનાર હાંકીને લઈ જાય.

લોકપાલ બિલ આરંભ છે તે અંતિમ પડાવ નથી લોકપાલનો. અન્નાની મુશ્કેલી છે કે તેઓ લોકપાલ અને ભ્રષ્ટાચારના ભવિષ્યની તમામ સમસ્યાઓ એક સાથે પૂરા પરફેક્શનની સાથે સુલટાવી દેવા ચાહે છે. લોકતંત્રમાં પરફેક્શન, અનુભવથી આવે છે. ખ્યાલોથી પરફેક્ટ બિલ અથવા કાયદા હંમેશા ડિક્ટેટર બનાવે છે. આ અર્થમાં અન્ના લોકતંત્રના ડિક્ટેટર છે. આપણને લોકતાંત્રિક અન્ના ક્યાંય પણ નજરે પડતા નથી કે જેમનામાં ધૈર્ય હોય, અન્ય માટે જગ્યા હોય, સંસદની પ્રક્રીયાઓ પ્રત્યે નમનીય ભાવ હોય.

અન્ના ટીમનું પ્રચાર અભિયાન મીડિયા ઓબ્શેસન પર ટકેલું છે. તમામ ચર્ચાઓમાં અન્ના ટીમને સેલીબ્રિટી તરીકે મૂકવામાં આવે છે. સામાન્ય રીતે સ્ટુડિયોમાં એવા લોકો બોલાવવામાં આવે છે જે અન્નાના ફેન છે અથવા અનુયાયી છે. અન્ના ટીમને મીડિયાએ સામાજીક કાર્યકર્તા તરીકે નહીં, પરંતુ સેલિબ્રિટી તરીકે કલ્ટીવેટ કર્યા છે.

અન્નાના આ સમયે જેટલાં અનુયાયી નેટ પર છે તેટલાં જમીન પર નથી. જમીન પર તેઓ છે જે નેટ પર છે. તેમાંથી મોટાભાગના લોકો તે છે જે સોશ્યલ નેટવર્કથી જોડાયેલા છે અને સોશ્યલ નેટવર્કિંગ અને મીડિયા ઓબ્શેસનનો શિકાર છે.

તેમાંથી એક વર્ગ એ લોકોનો પણ છે કે જે ભીડતંત્રના ભાગ છે. ભીડતંત્ર અને લોકતંત્રમાં કોર્પોરેટ મીડિયા ભેદ કરવાનું જાણતું નથી. ભીડતંત્રની ભાષામાં જ ખિજાઈને અન્નાટીમે લોકપાલ બિલને જોકપાલ બિલ કહ્યું છે. ભીડતંત્રના તર્કશાસ્ત્રમાં સરકાર અથવા અધિકારીની વાત ન માનવાનો ભાવ હોય છે. તેઓ સરકારની ખૂબ મજાક ઉડાવે છે. અન્ના ટીમના લોકો લોકતંત્રની મજાક ઉડાવી રહ્યાં છે, મતદારોની મજાક ઉડાવી રહ્યાં છે, તેઓ વોટરોની અજ્ઞાનતા, ઉપેક્ષા, સંવાદહીનતા, ભાગ લેવાના અભાવની મજાક કરી રહ્યાં છે. ખુદ અન્ના હજારે આ પ્રકારના હથકંડાઓ અપનાવી ચુક્યા છે. ખુદ અન્નાએ આમ નાગરીકોની મજાક ઉડાવી છે. અન્ના ટીમ પોતાને જ્ઞાની અને આમ આદમીને મૂર્ખ માનીને તર્ક આપી રહી છે. સંસ્થાના નિયમ, કાયદાનું શાસન, કાયદાની ગતિ, સરકારની મજબૂરીઓ અને જવાબદારીઓ વગેરે પ્રત્યે અન્ના ટીમનો અનૈતિહાસિક દ્રષ્ટિકોણ છે. તેઓ ન તો સંરચનાઓને ઐતિહાસિક દ્રષ્ટિકોણથી જોઈ રહ્યાં છે અને ન સંસદ તથા બંધારણને.

Monday, 1 August 2011

વ્યવસ્થા પરિવર્તનની દરકાર



સુભાષ કશ્યપ

સંસદનું મોનસૂન સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. સત્તા પક્ષ અને વિપક્ષની તૈયારીઓને જોઈને એ શંકા પ્રબળ થઈ રહી છે કે આ સત્ર હંગામાની ભેંટ ચઢી શકે છે. શું હોઈ શકે તેનાથી બચવાના રસ્તા, આ મુદ્દા પર પેશ છે, એક બંધારણવિદ્દનો દ્રષ્ટિકોણ.

સંસદનું મોનસૂન સત્ર સોમવારથી શરૂ થયું છે. ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલી યુપીએ સરકાર આ સત્રમાં અનેક મહત્વપૂર્ણ બિલ રજૂ કરવાની ઘોષણા કરી ચુકી છે. બીજી તરફ વિપક્ષ ભ્રષ્ટાચાર અને મોંઘવારીના મુદ્દા પર સરકારને ઘેરવા માટે કમર કસી ચુક્યો છે. તેવામાં આમ લોકો એ આશંકા વ્યક્ત કરી રહ્યાં છે કે આ સત્ર પણ હંગામાની ભેંટ ચઢી શકે છે. સંસદ સત્રને હંગામાથી બચાવવાનો શું છે રસ્તો, આ એક રાજકીય પ્રશ્ન છે અને તેનો હલ પણ રાજકીય પક્ષોને જ મળી-બેસીને કાઢવો પડશે.

કાયદાકીય દ્રષ્ટિકોણથી જોઈએ તો ગૃહમાં અવ્યવસ્થા ન થાય, કાર્યવાહી સુચારુરૂપથી ચાલી શકે અને સંસદની ગરિમા બનેલી રહે, તેના માટે અનેક જોગવાઈ છે. અધ્યક્ષ મહોદય કડક પગલાં ઉઠાવી શકે છે. અડચણ પેદા કરનારા સાંસદોને કાઢી શકાય છે. આ સંદર્ભે ભૂતકાળના ઉદાહરણો પણ છે, જ્યારે એક દિવસમાં 60થી વધારે સાંસદો ગૃહમાંતી કાઢી મૂકાયા હતા. પરંતુ ત્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા અને સરકારને બે તૃતિયાંશ બહુમતી હાસિલ હતી. આજે સરકારની બહુમતી અત્યંત ઓછી અને સંદિગ્ધ છે. ટેકો આપનારા ક્યારે તેમની વિરુદ્ધ થઈ જાય, કહી શકાય તેમ નથી. આવા વાતાવરણમાં સત્તાપક્ષ માટે એ સંભવ નથી કે વિપક્ષના હંગામા કરી રહેલા તમામ સાંસદોને બહાર નીકાળી દેવાય.

રાજકીય દ્રષ્ટિથી પણ જોઈએ, તો વિપક્ષી સાંસદોને નીકાળીને સંસદને શાંતિપૂર્વક ચલાવવી કેટલી યોગ્ય-અયોગ્ય હશે, તેના પર પણ ઘણી ચર્ચા થઈ શકે છે. તેવામાં હાલ એ રસ્તો જ બચે છે કે બંને પક્ષ સાથે મળી ઈમાનદારીથી રસ્તો કાઢે, જેનાથી સંસદની ગરિમા પર કોઈ આઘાત ન થાય. બંને પક્ષ એક એવી સમજૂતી કરે, જેના તત્વાધાનમાં ગૃહ સુચારુ રીતે ચાલી શકે. પરંતુ એવી કોઈ સમજૂતી સુધી પહોંચવા માટે બંને પક્ષોએ ઈમાનદારીથી પહેલ કરવી પડશે. બંને પક્ષોએ એક હાથે આપવાની અને બીજા હાથે લેવાની નીતિ અપનાવવી પડશે. સત્તાપક્ષે વિપક્ષની કેટલીક માગણીઓ માનવી પડશે, જ્યારે વિપક્ષે પણ પોતાની કેટલીક માગણીઓ પર હઠનો ત્યાગ કરવો પડશે. 

સત્ર શરૂ થતાં પહેલા સર્વપક્ષીય બેઠકની જોગવાઈનો આ હેતુ છે. પરંતુ સામાન્ય રીતે બંને પક્ષો સત્ર શરૂ થતાં પહેલા આવી કોઈ સમજૂતી સુધી પહોંચવાની ઈમાનદાર કોશિશ કરતાં નથી. બાદમાં હંગામો થવાથી સત્તા પક્ષ આરોપ લગાવે છે કે વિપક્ષ ગૃહની ગરિમાનું હનન કરી રહ્યું છે, જ્યારે વિપક્ષ આરોપ લગાવે છે કે સરકાર તેમની માગણીઓ પર ધ્યાન ન આપીને ગૃહનો અનાદર કરી રહી છે, તેઓ તો યોગ્ય કોશિશ કરી રહ્યાં છે કે સરકાર જનતાનો અવાજ સાંભળે, જેથી લોકતંત્ર મજબૂત બની રહે. સંભાવના એ છે કે આ સત્રમાં પણ અમે અને તમે સત્તાપક્ષ તથા વિપક્ષ વચ્ચે આવી જ રસ્સાકશી થતા જોશો.

આ સમસ્યાની જડ આપણી રાજકીય વ્યવસ્થામાં છે. આ દેશનું દુર્ભાગ્ય છે કે જ્યારે પણ કોઈ પક્ષની તરફથી ભ્રષ્ટાચારની વાત કરવામાં આવે છે, તો બીજો પક્ષ પોતાનો બચાવ કરવાની જગ્યાએ એ કહે છે કે તમે પણ ભ્રષ્ટ છો. સ્પષ્ટ છે કે ભ્રષ્ટાચાર બંને પક્ષોમાં ઘર કરી ચુક્યો છે. કોઈપણ દૂધનો ધોયેલો કહી શકાય તેમ નથી. 

હકીકતમાં આપણી રાજકીય વ્યવસ્થા જ એવી છે કે જેમાં તમામ પક્ષોને ભ્રષ્ટ બનવા માટે મજબૂર થવું પડે છે. કોઈપણ પક્ષને પોતાનો રાજકીય કાર્યક્રમ ચલાવવા અને ચૂંટણીમાં ભાગ લેવા માટે કરોડો-અબજો રૂપિયા જોઈએ. હવે કોઈ વ્યક્તિ નિ:સ્વાર્થ ભાવથી ઘોષિત ધન તો આ પક્ષોને દાનમાં આપશે નહીં, માટે આ પક્ષો માટે આવકનું સાધન બને છે અમીરોનું કાળું ધન અને ભ્રષ્ટાચાર. તેવામાં માત્ર એ કહેવાથી કે ભ્રષ્ટાચાર માટે રાજનેતા અને રાજકીય પક્ષ દોષી છે, અથવા પછી તેમના ઉપર જનલોકપાલ અથવા કોઈ અન્ય નામથી કોઈ પહેરો બેસાડી દેવાતી ભ્રષ્ટાચાર ખતમ નહીં થાય. આ ભ્રષ્ટાચારથી લડવાનો એક જ રસ્તો છે વ્યવસ્થાગત પરિવર્તન. આ પરિવર્તનની શરૂઆત જો કોઈ એક પગલાંથી કરવાની છે, તો આ પગલું લોકપાલ બિલન ન હોઈ શકે. તેના માટે પહેલું પગલું હશે ચૂંટણી સુધારનું. એક એવો સુધારો, જેનાથી રાજકીય પક્ષો માટે ભ્રષ્ટાચાર મજબૂરી ન રહી જાય અને જનતાના સાચા પ્રતિનિધિ ચૂંટાઈને સંસદમાં પહોંચે. જ્યારે સંસદમાં સારા લોકો ચૂંટાઈને આવશે, તો ગૃહની કાર્યવાહી સુચારુ રીતે ચલાવવા અને યોગ્ય નીતિઓ બનાવવા માટે આટલી માથાકૂટની જરૂર પડશે નહીં. 

અત્યારે લોકસભાના 150થી વધારે સાંસદો પર આપરાધિક મામલા ચાલી રહ્યાં છે. ત્રણસોથી વધારે સાંસદો કરોડપતિ છે, તેવું તેમણે ખુદ પોતાના સોગંદનામામાં જણાવ્યું છે. બીજી તરફ 78ટકા સાંસદો એવા છે કે જેમના પક્ષમાં ઓછા, વિરોધમાં વધારે મત પડયા છે. ચૂંટણીની આવી વ્યવસ્થાથી ચૂંટાઈને આવેલા લોકોને જનતાના સાચા પ્રતિનિધિ કહેવા પર પણ સવાલ ઉઠે છે. ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત સાંસદોની સંખ્યા પણ નિરાશાજનક છે. જ્યારે ગૃહમાં આવા સાંસદો બેઠા હોય તો તેમની પાસે જનહિતના મુદ્દા પર ચર્ચાની આશા કેવી રીતે કરી શકાય છે? આ ચર્ચાથી બચવા માટે તેઓ હંગામો કરશે જ.
કેટલાંક સમય પહેલા મીડિયાએ દેશમાં ભ્રષ્ટાચારની વિરુદ્ધ માહોલ બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. તેનાથી સરકારને જ્યારે વ્યવસ્થા પરિવર્તનનું જોખમ મહેસૂસ થવા લાગ્યું, તો તેમણે જનાતનું ધ્યાન ભ્રષ્ટાચારથી હટાવીને લોકપાલ બિલ પર લગાવી દીધું. હવે લોકપાલ બિલનો મુસદ્દો કરીને ચર્ચાને એ તરફ વાળી દીધી છે કે વડાપ્રધાન લોકપાલ હેઠળ લાવવામાં આવવા જોઈે કે નહીં. આ આખી કવાયત ભ્રષ્ટાચારથી આમ જનતાનું ધ્યાન હટાવવાની સમજી-વિચારીને કરાયેલી સાજિશ છે. 

આપણે કોઈ એવી રાજકીય અને ચૂંટણી વ્યવસ્થા પર ચર્ચા કેમ કરતાં નથી, જેમાં એક સાચા અને ઈમાનદાર વ્યક્તિ વડાપ્રધાનની ખુરશી સુધી પહોંચે. એવો ભ્રષ્ટ વ્યક્તિ વડાપ્રધાન તરીકે ચૂંટાય જ નહીં કે જેના પર પહેરો બેસાડવો પડે. અને પછી તમે કેટલાં પર પહેરા બેસાડી લેશો? વડાપ્રધાન પર પહેરો કરનાર જ ભ્રષ્ટ થઈ જાય તો શું તેની ઉપર, પછી તેનાથી પણ ઉપર વધુ એક પહેરો બેસાડતા જઈશું?
સમય આવી ગયો છે કે હવે ભ્રષ્ટાચાર ખતમ કરવાના અને સંસદની ગરિમાને બચાવવાના છીછરા પ્રયાસો બંધ કરી આ સમસ્યાના મૂળ પર પ્રહાર કરવામાં આવે. રાજકીય અને ચૂંટણી વ્યવસ્થામાં એવો ફેરફાર કરવામાં આવે, જેનાથી ભ્રષ્ટાચાર ખતમ થઈ શકે અને જનતાના સાચા હમદર્દ જ ચૂંટાઈને સંસદ સુધી પહોંચે.
(સૌજન્ય- પ્રભાત ખબર)