Showing posts with label emergency. Show all posts
Showing posts with label emergency. Show all posts

Wednesday, 29 June 2011

કોંગ્રેસનો અરાષ્ટ્રીય ચહેરો



તરુણ વિજય, સૌજન્ય- દૈનિક જાગરણ

કોંગ્રેસના મૂળ સ્વભાવ અને ચરિત્રને સમજ્યા વગર વર્તમાન રાજનીતિના પતનનું વિશ્લેષણ શક્ય નથી. વિડંબણા એ છે કે કોંગ્રેસના સત્તા કેન્દ્રીત અહંકારી સ્વભાવનો પ્રસાર ભારતની રાજનીતિમાં ઘર કરી ચુક્યો છે. સત્તા માટે કોઈપણ સીમા સુધી જવું અને રાજનીતિમાં વોટના લાભ માટે બિનઉપયોગી જનકલ્યાણને છોડી દેવું તેનો સ્વભાવ બની ગયો છે. સત્તાની આતુરતા અને સંઘર્ષના ગભરાટના કારણે જ કોંગ્રેસે 1947માં પાકિસ્તાન પ્રસ્તાવનો સ્વીકાર કરીને ભારતના ભાગલા કરાવ્યા. પચાસના દશકમાં ચીનના હાથે તિબેટ ખોયું અને 1.25 લાખ વર્ગ કિલોમીટર જમીન ચીન તથા પાકિસ્તાનના કબજામાં જવા દીધી. લેડી એડવિના માઉન્ટબેટનના પ્રભાવમાં નેહરુ કાશ્મીરનો મામલો સરદાર પટેલની સંમતિ વગર રાષ્ટ્રસંઘમાં લઈ ગયા જે કારણે કલમ-370નું એવું બંધારણીય વિધાન લાગુ કરાવ્યું કે જે બાદમાં અલગતાવાદ અને આતંકવાદના પોષણનું સૌથી મોટું કારણ બની ગયું. કોંગ્રેસની આવી સત્તાભોગી માનસિકતાને કારણે 1962માં ચીનનો હુમલો થયો. 1965માં આપણે જીતીને પણ હાર્યા તો 1971માં ઈન્દિરા ગાંધીને મળેલી અભૂતપૂર્વ સર્વપક્ષીય પ્રશંસા અને સમર્થન છતાં શિમલા સમજૂતીમાં આપણે કાશ્મીરના મુદ્દો નિર્ણાયકપણે હલ કરી શક્યા નહીં. જો કે તે સમયે પાકિસ્તાનની ગરદન આપણા હાથમાં હતી. તેના કારણે તે સમયે વરિષ્ઠ કવિ સોમ ઠાકુરે લખ્યુ હતુ- ઈતિહાસ લીખા થા ખૂન સે જો સ્યાહી સે કાટ દિયા હમને.

ચૂંટણીના લાભ માટે હુલ્લડો, કારણ વગરની પોલીસ કાર્યવાહી, બ્લુ સ્ટાર તથા 1984ના શીખ વિરોધી રમખાણો વગેરેથી તેનું સત્તાવિલાસી ચરિત્ર અને ઈતિહાસ સાબિત થાય છે. 1947 બાદથી આજ સુધી સૌથી વધારે હિંદુ-મુસ્લિમ હુલ્લડો માત્ર કોંગ્રેસ શાસિત રાજ્યોમાં થયા. યુપીએ-1 અને યુપીએ-2 દરમિયાન કોંગ્રેસે સચ્ચર સમિતિથી લઈને હજયાત્રીઓ માટે જરૂરી પાસપોર્ટમાં પોલીસ તપાસની જરૂરતને ખતમ કરીને સામાજીક ખાઈ પેદા કરવાનો પ્રયત્ન કર્યો છે જેને સારી રીતે સમજી શકાય છે.

સામાન્ય જનતા મોટાભાગે ઈતિહાસને જલ્દી ભૂલાવી દે છે. કોંગ્રેસ કેટલી નિર્મમ અને સંવેદનહીન હોઈ શકે છે તેનું સૌથી ખતરનાક ઉદાહરણ જો 1975માં લાગુ કરાયેલી કટોકટી છે તો તાજું ઉદાહરણ સોનિયા ગાંધીની અધ્યક્ષતાવાળી રાષ્ટ્રીય સલાહકાર પરિષદ દ્વારા પ્રસ્તાવિત સાંપ્રદાયિક હિંસા નિષેધ વિધેયક છે. આ વિધેયક કોંગ્રેસના વિકૃત અને હિંદુ વિરોધી અરાષ્ટ્રીય ચરિત્રનું સૌથી ખરાબ ઉદાહરણ છે.
આ વિધેયક દ્વારા ન કેવળ હિંદુઓને આક્રમક અને અપરાધી વર્ગમાં લાવીને ઉભા કર્યા છે, પરંતુ હિંદુ-મુસ્લિમો વચ્ચે શત્રુતા પેદા કરીને દરેક ગલી-કસબામાં હુલ્લડ કરાવવાની સાજિશ છે. જો આ ઔરંગઝેબી ફરમાન કાયદાનું રૂપ લે છે તો કોઈપણ હિંદુ પર કોઈપણ મુસ્લિમ નફરત ફેલાવવાનો, હુમલો કરવાનો, સાજિશ કરવાનો અથવા નફરત ફેલાવા માટે આર્થિક મદદ આપવા અથા શત્રુતાભાવ ફેલાવવાના નામે કેસ દાખલ કરાવી શકશે અને તે બિચારા હિંદુને આ કાયદા હેઠળ ક્યારેય ફરીયાદકર્તા મુસ્લિમની ઓળખ સુધીનો હક નહીં હોય. તેમાં ફરીયાદકર્તાના નામ અને સરનામાની જાણકારી તે વ્યક્તિને આપવામાં નહીં આવે કે જેની વિરુદ્ધ ફરીયાદ કરવામાં આવી રહી છે. તેના સિવાય ફરીયાદરક્તા મુસલમાન પોતાના ઘરે બેસીને ફરીયાદ કરાવી શકશે. આ પ્રકારે જાતિય શોષણ અને જાતિય અપરાધના મામલા પણ માત્ર અને માત્ર મુસ્લિમ હિંદુઓ વિરુદ્ધ દાખલ કરાવી શકેશે અને આ તમામ મામલા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પર કરાતા અપરાધોની સાથે સમાંતર ચલાવવામાં આવશે. તેનો અર્થ છે કે સંબંધિત હિંદુ વ્યક્તિને ક્યારેય એ જણાવવામાં આવશે નહીં કે તેની વિરુદ્ધ કોણે ફરીયાદ કરી છે? તેના સિવાય તેને એક જ તથાકથિત અપરાધ માટે બે વખત બે અલગ-અલગ કાયદા હેઠળ દંડિત કરવામાં આવશે. એટલું જ નહીં, આ વિધેયક પોલીસ અને સૈનિક અધિકારીઓ વિરુદ્ધ તેવા પ્રકારે જ વર્તાવ કરે છે કે જેવી રીતે કાશ્મીરી આતંકવાદી અને આઈએસઆઈ તેમની વિરુદ્ધ વલણ અપનાવે છે. વિધેયકમાં સમૂહ એટલે કે મુસ્લિમ વિરુદ્ધ કોઈપણ હુમલા અથવા હુલ્લડના સમયે જો પોલીસ, અર્ધલશ્કરી દળો અથવા સેના તુરંત વધુ પ્રભાવી ઢંગથી સ્થિતિ પર નિયંત્રણ પ્રાપ્ત નહીં કરે તો તે દળના નિયંત્રણકર્તા અથવા પ્રમુક વિરુદ્ધ આપરાધિક કલમો પ્રમાણે કેસ ચલાવવામાં આવશે. કુલ મળીને દરેક સ્થિતિમાં પોલીસ અથવા અર્ધલશ્કરી દળના અધિકારીઓને કઠઘરામાં ઉભા રહેવું પડશે, કારણ કે સ્થિતિ પર નિયંત્રણ જેવી પરિસ્થિતિને કોઈપણ રીતે પરિભાષિત કરી શકાય છે. આ વિધેયકની કલમો કોઈપણ સભ્ય, સમાન અધિકાર સંપન્ન અને ભેદભાવરહીત ગણતંત્ર માટે ઈદી અમીન અને સાઉદી અરેબિયાના શાહોની જેમ જ અન્ય આસ્થાઓના લોકો પ્રત્યે નફરત અને આક્રમકતાનું દર્શન કરાવે છે.

પ્રસિદ્ધ ન્યાયવિદ્ જે. એસ. વર્મા અને ન્યાયમૂર્તિ બી. એલ. શ્રીકૃષ્ણે પણ આ બિલને એકતરફી ઝુકાવવાળું, કેન્દ્ર અને રાજ્યોમાં અફસરશાહી નિર્મિત કરનારું અને કેન્દ્ર-રાજ્ય સંબંધોમાં નકારાત્મક અસર નાખનારું ગણાવ્યું છે. જરા જોવો, આ બિલને બનાવનારાઓએ સાંપ્રદાયિક હિંસાને રોકવા માટે જે સાત સભ્યોની સમિતિની રચનાની ભલામણ કરી છે, તેમાં ચાર સભ્યો મજહબી લઘુમતી હશે. વિધેયક માનીને ચાલે છે કે જો સમિતિમાં લઘુમતીઓ એટલે કે મુસલમાનોની બહુમતી નહીં હોય તો સમિતિ ન્યાય કરી શકશે નહીં. અપેક્ષા છે કે આ સાત સભ્યો કોઈપણ કોમી હિંસાને રોકશે, તપાસ પર નજર રાખશે, આપરાધિક કેસો, પેશીઓ, રાહત કાર્યો અને પુનર્વાસને પોતાની દેખરેખમાં ચલાવશે. આખરે આ સાત સભ્યો હશે અથવા ફરિશ્તા અથવા પછી કટોકટીના દરોગા?

(તરુણ વિજય રાજ્યસભાના સાંસદ છે.)

Friday, 24 June 2011

ઈતિહાસનું કાળું પાનુ


 (એ. સૂર્યપ્રકાશ, સૌજન્ય- દૈનિક જાગરણ)
દેશની અંદર અને બહાર દરેક એ સારી રીતે જાણે છે કે કેન્દ્ર સરકારની અંદર જે પણ કંઈ ચાલે છે, તેને એક બંધારણેત્તર શક્તિ કેન્દ્ર દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. એ પણ કોઈ રહસ્ય નથી કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી 2004ની લોકસભા ચૂંટણીમાં યુપીએની જીત બાદ સીધે-સીધા મનમોહન સિંહને વડાપ્રધાન બનાવીને સુપર બંધારણીય સત્તા બની ગયા હતા. સરકાર પર પકડ જાળવી રાખવા તે નિયમિત રીતે પોતાની શક્તિનું પ્રદર્શન કરે છે. જો કે કોંગ્રેસમાં આ પ્રકારની બંધારણેત્તર શક્તિઓની પરંપરા રહી છે, માટે કોંગ્રેસને તેમા કોઈ સિદ્ધાંત, બંધારણના ઉલ્લંઘન જેવી વાત નજરે આવતી નથી. નેહરુ-ગાંધી પરિવાર કોંગ્રેસના કામકાજમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. પાર્ટી એ ધારણા પર ચાલી રહી છે કે આ પરિવારના સભ્યને સરકારી કામકાજમાં દખલ આપવા માટે કોઈ ઔપચારીક પદની જરૂરત નથી.

સામાન્ય ધારણાથી વિપરીત, આ પ્રક્રિયા નેહરુના દિવસોમાં જ શરૂ થઈ ગઈ હતી. તેમની પુત્રી ઈન્દિરા ગાંધીએ રાજકારણમાં રસ લેવાનું શરૂ કરી દીધું હતું અને 1950ના દશકના આખરી વર્ષોમાં નેહરુએ તેમને કોંગ્રેસ અધ્યક્ષ પણ બનાવી દીધા હતા. આ પરિવારના સભ્યોની આક્રમક રીતે બંધારણેત્તર પ્રવૃતિઓમાં દખલ 1970ના દશકના મધ્યમાં જોવા મળી. ત્યારે યુવક કોંગ્રેસના અધ્યક્ષ સંજય ગાંધીએ કેન્દ્રીય મંત્રીઓ અને મુખ્યમંત્રીઓને આદેશ આપવાનું શરૂ કરી દીધું હતું. શાસનની આ પદ્ધતિ કટોકટી દરમિયાન તમામ હદો પાર કરી ગઈ. પોતાની માતા વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા પ્રેરીત સંજય ગાંધીએ સંઘીય સ્તર પર અને રાજ્યોમાં સમાંતર સત્તા કેન્દ્ર સ્થાપિત કરી લીધા હતા. કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની પાંખો કાપી નાખવામાં આવી હતી અને આખા ભારતમાં ભયનું શાસન કાયમ કરી દેવામાં આવ્યું હતું. ઈન્દિરા ગાંધી સંજય ગાંધીના કારનામાઓથી એટલા બધાં અભિભૂત હતા કે તેમણે પોતાની પ્રચંડ બહુમતીના જોરે 1971-76ની લોકસભાના કાર્યકાળને એક વર્ષ માટે વધારી દીધો હતો. આ ભયજનક તબક્કો ત્યારે ખતમ થયો કે જ્યારે લોકોએ ચૂંટણીમાં કોંગ્રેસને ઉખાડી ફેંકી. ઈન્દિરા ગાંધીએ આ ચૂંટણી એ ગુપ્ત રિપોર્ટો બાદ કરાવી કે જનતા તેમનું સમર્થન કરશે.

આ કોંગ્રેસના શાસનનો ઈતિહાસ છે, પરંતુ ઘણાં કોંગ્રેસીઓ દેખાડો કરે છે કે આવું કંઈ થયું જ નથી અથવા આ લોકોની સ્મૃતિમાંથી ભૂંસાઈ ગયું છે. પરંતુ તે લોકો જેમનો લોકતંત્રમાં અટલ વિશ્વાસ છે, તેઓ ફરીથી આવું થવા દેવા ઈચ્છતા નથી. આતંકના દિવસોને ભૂલવા મુસીબતોને ફરીથી નોતરું આપવા સમાન છે. માટે લોકતંત્રને ખાતર કટોકટીની વર્ષગાંઠ 25 જૂન પર તેના કાળા દિવસોને યાદ કરવા જરૂરી છે. આ સંદર્ભે કેટલાંક સંગઠનો અને વ્યક્તિઓ પર સમાંતર સત્તા ઉભી કરવા સંબંધિત કેન્દ્રીય મંત્રીઓના આરોપોની ભર્ત્સના કરવી જરૂરી થઈ જાય છે. ઉદાહરણ માટે, ભ્રષ્ટાચારની સમસ્યાનું સમાધાન કરવાની ઈચ્છા ન ધરાવતી સરકાર વડાપ્રધાન અને સાંસદોને લોકપાલની મર્યાદામાં લાવવાથી પગ પાછા ખેંચી રહી છે. આ એવો મામલો છે જે નાગરીકોને મોટા વર્ગને પરેશાન કરી રહ્યો છે. નેહરુના સમયથી જ કોંગ્રેસ ભ્રષ્ટાચાર પર અંકુશ લગાવવાના પગલા લેતા ખચકાતી રહી છે. ઉદાહરણ માટે આઝાદી બાદથી જ કોંગ્રેસ પાર્ટીના વફાદાર સભ્યોને જ રાજ્યપાલ તરીકે નિયુક્ત કરતી રહી છે. આ પ્રકારે તેણે હંમેશા પ્રયાસ કર્યો છે કે ચૂંટણી કમિશનર એવો વ્યક્તિ ન બની જાય જે સ્વતંત્ર રીતે નિર્ણય કરી શકતો હોય. કટોકટી દરમિયાન કોંગ્રેસ ખુલ્લેઆમ સ્વતંત્ર મીડિયા અને ન્યાયતંત્ર વિરુદ્ધ અભિયાન ચલાવતી રહી છે. બંધારણમાં 42મા સંશોધન પર સંસદમાં થયેલી ચર્ચાથી જ સ્પષ્ટ થઈ જાય છે કે કોંગ્રેસ ન્યાયતંત્ર, મીડિયા અને સ્વતંત્ર વિચારવાળા નોકરશાહોથી કેટલી હદે વિરુદ્ધ છે. સી. એમ. સ્ટીફેન જેવા લોકોએ ખુલ્લેઆમ સમર્પિત ન્યાયતંત્રની તરફેણ કરી હતી. આ સમર્પણ બંધારણ પ્રત્યે નહીં, પરંતુ કોંગ્રેસ પ્રત્યે અભિષ્ટ હતું. ત્યાર બાદ પણ પરિસ્થિતિમાં કોઈ પરિવર્તન આવ્યું નથી. હંમેશા એ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે પાર્ટીના ટેકેદાર અથવા પછી દાગદાર છબીવાળા વ્યક્તિ બંધારણીય પદો પર તેનાત કરી દેવામાં આવે. તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે ચૂંટણી કમિશનર તરીકે નવીન ચાવલાની તેનાતી, જેમને શાહ તપાસ પંચ કોઈપણ જાહેર પદ માટે અયોગ્ય ઠેરવી ચુક્યું છે. તેનું બીજું ઉદાહણ છે, કોંગ્રેસ દ્વારા માપદંડોનો છેદ ઉડાડીને ભ્રષ્ટાચારના એક આરોપીને કેન્દ્રીય વિજિલન્સ કમિશનર તરીકે તેનાત કરવો.
                                                                         
આ પરિપેક્ષ્યમાં કપિલ સિબ્બલ અને પી. ચિદમ્બર જેવા કેટલાંક કેન્દ્રીય મંત્રીઓના પ્રવચન સાંભળવા ઘણાં અજીબ લાગે છે, જે 1980ના દશકમાં મીડિયા વિરોધી બિલ લાવવાના કર્ણધાર હતા. કેટલાંક દિવસો પહેલા તેમણે સંયુક્ત રીતે મીડિયાને સંબોધિત કરતા મજબૂત લોકપાલ બિલ લાવવાની પક્ષધર સિવિલ સોસાયટીના સભ્યો પર હુમલો કર્યો કે બહારના લોકો દ્વારા કરવામાં આવેલા નિર્ણયોના આધારે સરકાર ચલાવવી યોગ્ય નથી. મજબૂત લોકપાલની વિરુદ્ધ તેમની અન્ય એક દલીલ હતી કે સરકારની સમાંતર વધુ એક માળખું ઉભું કરી શકાય નહીં. આ મંત્રીઓએ આશ્ચર્ય દર્શાવતા કહ્યું કે સરકાર પોતાની શક્તિઓને ઘટાડવાનું કામ કેવી રીતે કરી શકે છે? પરંતુ શું મનમોહન સિંહ સરકાર ગત સાત વર્ષોથી આ જ નથી કરી રહી? શું તેણે પોતાની શક્તિઓ બંધારણેત્તર સત્તા સોનિયા ગાંધીના હાથમાં સોંપી દીધી નથી? પી. ચિદમ્બરમની દલીલ તો તેનાથી પણ વધારે હાસ્યાસ્પદ હતી કે દેશમાં બંધારણ છે, તેના મૂળ ઢાંચામાં બદલાવ કરી શકાય નહીં. કોંગ્રેસના ડઝનબંધ સાંસદો અને નેતાઓએ સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિપાદિત બંધારણના મૂળભૂત ઢાંચાના વિચારની સંસદની અંદર અને બહાર અનેકવાર ફજેતી કરી છે. તેમણે તો ત્યાં સુધી કહ્યુ કે તેમની પાસે સુપ્રીમ કોર્ટના જજોને પાઠ ભણાવવાની પોતાની રીતો છે.

કટોકટીની વર્ષગાંઠ પર આપણે આ ભયાનક બંધારણીય સંશોધનો પર પણ નજર નાખવી જોઈએ કે જે કોંગ્રેસે કટોકટી દરમિયાન કર્યા હતા. તેમાં વડાપ્રધાનને બંધારણથી ઉપર સ્થાપિત કરવા, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની શક્તિઓને ઓછી કરવી અને રાષ્ટ્રપતિને કાર્યકારી આદેશના માધ્યમથી બંધારણ સંશોધનની શક્તિ પ્રદાન કરવાની બાબત સામેલ હતી. આ સંશોધનોએ બંધારણના મૂળભૂત સિદ્ધાંતોને જ ધ્વસ્ત કરી દીધા હતા. કોંગ્રેસના વલણમાં હજી પણ કોઈ પરિવર્તન આવ્યું નથી, માટે વધારે સાવધાન રહેવાની જરૂરત છે. આપણે 25 જૂનનો ખુદને એ યાદ દેવડાવવા માટે ઉપયોગ કરવો જોઈએ કે કોંગ્રેસ અથવા તેના નેતૃત્વવાળી સરકાર કઈ કઈ શરારતો કરવામાં સમર્થ છે? આપણે વિરોધથી ધૃણા કરનારી કોંગ્રેસ દ્વારા કટોકટી દરમિયાન મારવામાં આવેલા, સતાવાયેલા અને જેલમાં પૂરી દેવાયેલા લાખો લોકોનું સ્મરણ કરવું જોઈએ.