Showing posts with label lokpal. Show all posts
Showing posts with label lokpal. Show all posts

Monday, 4 July 2011

મૂળ પર પ્રહાર

જોગિન્દર સિંહ, સૌજન્ય- અમર ઉજાલા

લોકપાલ બિલ પર ચર્ચા માટે બોલાવાયેલી સર્વપક્ષીય બેઠકમાં ભલે કોઈ જ પરિણામ ન નીકળ્યું હોય, પરંતુ તેનાથી કાયદો બનાવવાની સ્થાપિત પ્રક્રિયા અને સંસદની ભૂમિકાનું મહત્વ રેખાંકીત થયું છે. આ બેઠકમાં વડાપ્રધાને સ્પષ્ટ કર્યુ કે સરકાર કેવું લોકપાલ બિલ ચાહે છે. તેમનુ એ કહેવું ધ્યાન આપવા લાયક છે કે લોકપાલ અન્ય સંસ્થાઓ અને કાયદાઓ સાથે સામંજસ્ય બેસાડી અને બંધારણના મૂળ માળખા હેઠળ જ કામ કરશે. તેનાથી આપણી લોકતાંત્રિક વ્યવસ્થાની અન્ય સંસ્થાઓના અધિકાર અને કાયદેસરની ભૂમિકાનો ઈન્કાર થશે નહીં. આપણું બંધારણ સંતુલન અને નિયંત્રણની એક જટિલ પ્રણાલી પ્રદાન કરે છે અને લોકપાલનું નવું સંસ્થાન તેમાં પોતાના માટે યોગ્ય સ્થાન બનાવશે. વાસ્તવમાં રાજકીય પક્ષોને એ વાત પર ખાસો વાંધો હતો કે સકરાર લોકપાલ બિલના મુસદ્દા પર સંસદની ઉપેક્ષા કરી નાગરીક સમાજના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી રહી હતી.

લોકતંત્રનો એક મોટો લાભ છે કે તેમા દરેક ખુદને તમામ વિષયોના ઉસ્તાદ સમજે છે અને માને છે કે તે જે સૂચવે છે, તે તમામ બુરાઈઓની રામબાણ દવા છે. જીવનના વિભિન્ન ક્ષેત્રોના બે સામાજીક કાર્યકર્તા દેશમાંથી ભ્રષ્ટાચાર કેવી રીતે ખતમ કરવામાં આવે અને કેવી રીતે વિદેશોમાંથી કાળું ધન પાછું લાવવામાં આવે, તેને લઈને લોકોનું ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. હકીકતમાં ભ્રષ્ટાચારના પ્રારંભિક સ્તરથી તો આમ આદમીનો જ વાસ્તો પડે છે અને તેની તકલીફને ઓછી કરનારું નાનકડું પગલું પણ આવકાર યોગ્ય છે. વડાપ્રધાનને લોકપાલની મર્યાદામાં લાવવા જોઈએ કે નહીં, તે ચર્ચા માત્ર ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈથી ધ્યાન હટાવવાનું કામ કરી રહી છે.

કોઈપણ સમસ્યાને ઉકેલવા માટે એ જરૂરી છે કે તમને ખબર હોવી જોઈએ કે સમસ્યાની જડ ક્યાં છે, તેને હલ કરવાના માર્ગમાં કેવી અડચણો છે અને આખરે શું કરવામાં આવે. જન્મ પ્રમાણ પત્ર, ડ્રાઈવિંગ લાઈસન્સ, રેશનિંગ કાર્ડ, પાસપોર્ટ, પાન કાર્ડ, ઘરની ખરીદી-વેચાણ અથવા ભાડા સંબંધી કરારનામા અને આ પ્રકારના અન્ય દસ્તાવેજો તો એવા થઈ ગયા છે, જેની જરૂરત પ્રવેશથી માંડીને નોકરી સુધી દરેક જગ્યાએ પડે છે. અને આ દસ્તાવેજોને સરકારી કર્મચારીઓને લાંચ આપ્યા વગર હાસિલ કરી શકાતા નથી.

સ્પષ્ટ છે કે વ્યાપક ભ્રષ્ટાચારને સાબિત કરવા માટે જો કોઈ પ્રમાણની જરૂરત છે, તો કોઈએ પણ પોતાના ઘરથી વધારે દૂર જવાની જરૂરત નથી. ચાહે કોઈપણ પાર્ટીની સરકાર હોય, સત્તામાં આવ્યા બાદ તે ઈન્સ્પેક્ટર રાજ ખતમ કરવાની વાત કરે છે, પરંતુ પારિત થનારો દરેક કાયદો વધુ એક ઈન્સ્પેક્ટરને વધારનાર છે. ભ્રષ્ટાચારે ઈન્સ્પેક્ટર રાજની સમસ્યાને બદતર બનાવી દીધી છે. સારું કોર્પોરેટ વહીવટી તંત્ર સુનિશ્ચિત કરવાની જગ્યાએ એવા ઈન્સ્પેક્ટર મોટેભાગે સત્તામાં બેઠેલા રાજનેતાઓ અને અધિકારીઓ માટે નાણાં ઉઘરાવે છે. કેટલાંક અપવાદો સાથે આ બધું માત્ર એ દર્શાવે છે કે ભારતીય નોકરશાહીમાં દરેક સ્તરે લાંચની સંસ્કૃતિ અસ્તિત્વમાં છે.

સરકાર વ્યાપકપણે ભ્રષ્ટાચાર ઉન્મૂલન પ્રત્યે ઉદાસીન છે. હકીકતમાં સરકાર જ્યારે વિશેષ રૂપથી ભ્રષ્ટાચાર સામે લડવા માટે કોઈ કાયદો બનાવે છે, તો ન કેવળ તેમાં પૂરતી કમીઓ છોડી દે છે, પરંતુ ભ્રષ્ટ અને બેઈમાન લોકોને સંરક્ષણ પણ આપે છે. ભ્રષ્ટાચારના આરોપમાં ઘેરાયેલા કોઈપણ સરકારી અધિકારી વિરુદ્ધ કેન્દ્ર અથવા રાજ્ય સરકારની મંજૂરીથી જ કેસ ચલાવી શકાય છે. પરંતુ સરકાર આરોપ લગાવનારી એજન્સીના પ્રસ્તાવને ટાળીને કોઈપણ આરોપીને આસાનીથી બચાવી શકે છે. વાસ્તવમાં આ કાયદા અંગ્રેજોએ લાગુ કર્યા હતા અને તેના દ્વારા તેઓ પોતાના વફાદારોને બચાવતા હતા.

2010ના અંતમાં 236 કર્મચારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા આરોપમાં કેસ કરવાની અપીલ કેન્દ્ર સરકાર સામે પેન્ડિંગ હતી. 2005થી 2009ની વચ્ચે સીબીઆઈ અને સીવીસીએ ભ્રષ્ટાચારના જે મામલાઓને કામ ચલાવવા માટે યોગ્ય ગણ્યા, તેમાંથી માત્ર 6 ટકા મામલાઓ પર સરકાર પાસેથી કેસ ચલાવવાની મંજૂરી મળી છે. બાકીના 94 ટકા મામલાઓને વિભાગીય દંડ અથવા તેનાથી પણ ઓછાએ છોડી દેવામાં આવ્યા છે.

હાલપૂરતી એ વાત પર ચર્ચા છેડાયેલી છે કે વડાપ્રધાન અને ઉચ્ચ અદાલતને લોકપાલની મર્યાદામાં લાવવાથી ભ્રષ્ટાચાર ખતમ થવાનો નથી. વડાપ્રધાન ખુદ કહી ચુક્યા છે કે તેઓ તેની વિરુદ્ધ નથી. પરંતુ સવાલ છે કે લોકતંત્રમાં કેવી રીતે કોઈ સર્વોચ્ચ થઈ શકે છે. તેને સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો તમે કેવી રીતે એક વ્યક્તિને તમામ અધિકાર આપી દઈ શકો છો, કે જે અન્ય લોકોની જેમ ભૂલો કરી શકે છે. હકીકતમાં ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે કાયદાને સરળ બનાવવાની સાથે, ભ્રષ્ટ લોકોની સાથે સખ્તાઈથી વર્તવાની જરૂરત છે, જેને સરકારે ક્યારેય કર્યું નથી.

જનપ્રતિનિધિઓના ભ્રષ્ટાચારના કોઈપણ મામલાને કોર્ટમાં સાબિત કરવા માટે અસંભવ પ્રકારના પ્રમાણોનું હોવું જરૂરી ગણાવાયું છે. આખરે પુરાવા એકઠા કરવાની જવાબદારી તપાસ એજન્સી પર જ કેમ હોવી જોઈએ? કેમ એવી કોઈ જોગવાઈ ન કરવામાં આવે કે જેમાં આરોપી અથવા તેનો પરિવાર ખુદને ઈમાનદાર સાબિત કરી શકે. એક રિપોર્ટ પ્રમાણે, ભારતમાં 34,735 કાયદા છે, જેના પાલનની આશા સામાન્ય લોકો પાસે કરવામાં આવે છે. સ્પષ્ટ છે કે આરોપી અને અપરાધી સમર્થક પ્રવર્તમાન કાયદાના સહારે લોકપાલ ભ્રષ્ટાચારને ક્યારેય ખતમ કરી શકે નહીં. શંકાનો લાભ આરોપીને આપવાની જગ્યાએ સમાજને કેમ આપવામાં આવતો નથી?

Sunday, 3 July 2011

રાજકારણનો અર્થ ખજાનો શોધવાનો ધંધો



કે. એન. ગોવિંદાચાર્ય, રાજકીય વિચારક, સૌજન્ય- રાષ્ટ્રીય સહારા

આખો દેશ ભ્રષ્ટાચાર, કાળા ધન અને રાજકીય દળોના તકવાદથી પરેશાન છે.

પાર્ટીઓના બેવડાપણાંને કારણે કોઈ મુદ્દા પર કોઈ સ્પષ્ટ નીતિ બની રહી નથી. દેશમાં રાજનીતિ સામાજીક પરિવર્તન અને સેવાનું માધ્યમ ન થઈને પૈસાથી રાજનીતિ અને રાજનીતિથી પૈસા બનાવવાનો ખેલ બની ગઈ છે. પાર્ટીઓની સત્તોન્મુખ રાજનીતિને કારણે સામાન્ય કાર્યકર્તા હતાશ-પરેશાન છે. મોટાભાગના મુદ્દાઓ પર રાજકીય પક્ષોનો અભિપ્રાય એક જેવો બની રહ્યો છે. સુચિતાનો અભાવ સર્વત્ર દેખાઈ રહ્યો છે. રાજનીતિમાં સત્તા, સંપત્તિ અને સમ્માનનું જોડાણ થઈ ગયું છે.
રાજકીય પક્ષોનું આકલન મુખ્યત્વે પાંચ વાતોથી કરવાથી સ્થિતિ વધુ સ્પષ્ટ થઈ જાય છે. આ છે- પ્રેરણા, વિચારધારા, કાર્યપદ્ધતિ, આચરણ અને વ્યવહાર. આ વાતોને યોગ્ય રીતે કોઈ પક્ષમાં લાગુ કરવા માટે જરૂરી છે આત્મવિલોપન. કોઈ પક્ષમાં તેનો અભાવ થઈ જાય તો ગડબડો સ્વાભાવિક છે. કોઈ પક્ષ આ વાતોને સાધી લે છે તો તે સ્વાભાવિક પરિવર્તનનું ઓજાર બની જાય છે.

દુર્ભાગ્યથી આજે મોટાભાગના પક્ષોમાં તેનો અભાવ દેખાય છે, જે પક્ષમાં આની કમી થઈ જાય તે રાષ્ટ્રીય મહત્વના લક્ષ્યને પૂરા કરવામાં ઉપયોગી ભૂમિકા નિભાવી શકે નહીં. આવા પક્ષો તો સામાજીક અને આર્થિક હેસિયત વધારવાના માધ્યમ માત્ર બનીને રહી જાય છે. મૂલ્યો અને મુદ્દાઓથી ભટકેલા રાજકીય પક્ષોની સરકાર ભ્રષ્ટાચારના નવા-નવા રેકોર્ડ બનાવી રહી છે. નેતાઓ અને કાર્યકર્તાઓ વચ્ચેની દીવાલ દિવસેને દિવસે પહોળી થઈ રહી છે. રાજકીય પક્ષ રાષ્ટ્રીય મહત્વના મુદ્દાના હલ કરવામાં નહીં, પરંતુ તેનો રાજકીય લાભ લેવામાં પોતાની ઊર્જા લાગવી રહ્યાં છે.

અત્યારે કહેવા માટે લોકપાલના સવાલ પર સત્તા અને વિપક્ષનો અભિપ્રાય જુદોજુદો છે. પરંતુ વિપક્ષી દલો પોતાના વિચાર જાહેર કરી રહ્યાં નથી, કારણ કે ભ્રષ્ટાચારના સવાલ પર મોટાભાગે તમામ પાર્ટીઓ અને સરકારોનો અભિપ્રાય સમાન છે. ભારતમાં સમગ્ર શાસક વર્ગે ભ્રષ્ટાચાર, કાળા ધન અને ઘણાં બધાં મુદ્દાઓ પર મૌન સંમતિ બનાવી લીધી છે. જ્યાં સુધી ગરીબપરસ્ત સરકાર બનતી નથી, ત્યાં સુધી ભ્રષ્ટાચાર ખતમ થઈ શકે નહીં. 

આજે જનપ્રતિનિધિ હોવાનો દાવો કરનારા સાંસદ, મંત્રી, ધારાસભ્ય- તમામ જનતાના નામે મૂડીવાદીઓ અને કોર્પોરેટ હાઉસોના હિતમાં કામ કરી રહ્યા છે. તેવામાં જ્યારે જનતા પોતાનો હક માંગી રહી છે તો તેના નેતાઓને જનતાના પ્રતિનિધિ માનવામાં આવી રહ્યા નથી. આ આશ્ચર્યજનક અને ખતરનાક સંકેત છે. હું તમામ રાજકીય પક્ષો પર બેવડાપણાંનો આરોપ લગાવી રહ્યો છું. પીએમઓ, ચીફ જસ્ટિસને લોકપાલની મર્યાદામાં રાખવામાં આવે કે નહીં, સત્તા પક્ષ સાથે જ વિપક્ષે પણ પોતાનો અભિપ્રાય રજૂ કરવો જોઈએ. પરંતુ વિપક્ષ તક શોધી રહ્યું છે. આ રાજકીય તકવાદની ચરમસીમા છે.

ભ્રષ્ટાચાર, કાળું ધન કોઈ અન્ના હજારે, બાબા રામદેવ અને ગોવિંદાચાર્યનો મુદ્દો નથી. બધાંએ આ રોગ વિરુદ્ધ એકજૂટ થઈ સત્તાપક્ષ સામે લડવું પડશે. સાથે જ વ્યક્તિગત અહમને ત્યાગવો પડશે. અનુભવ અને ઉદાહરણને જોતા કહી શકાય કે સત્તાપક્ષ અને વિપક્ષમાં કોઈ અંતર રહી ગયું નથી. નીતિ અને નિયતિ પણ તમામ રાજકીય પક્ષોની એક છે. હા, આ ખુશીની વાત છે કે જનતા દ્વારા આંદોલન થઈ રહ્યું છે. આ લોકશાહીની અસલી શક્તિ છે. જનતા હવે ભ્રષ્ટ સરકારોને સહન કરવાની વિરુદ્ધ છે. તેવામાં જો તેનું સમાધાન કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનો વધશે. સાથે જ સરકારી દમન વધાવની આશંકાથી પણ ઈન્કાર કરી શકાય નહીં.

લોકપાલ બિલ પર શરૂઆતથી જ સરકારનું વલણ ટાળવાનું છે. જનાક્રોશને ઓછો કરવા માટે યૂપીએ સરકારે લોકપાલ બિલ બનાવવાની વાત મંજૂર કરી હતી. ત્યાર બાદ જ તેઓ રામદેવના મુદ્દા પર દમન કરવા ઉતરી આવી. આનાથી તેની ગંભીરતાનો અંદાજ લગાવી શકાય છે. પહેલા દિવસથી જ સરકાર ખોટી નિવેદનબાજી અને છેતરપિંડી કરવા પર ઉતારુ છે. શાતિર લોકો પાસેથી અન્ના સદાશયતાની આશા કેમ રાખી રહ્યાં છે? લોકપાલ, ભ્રષ્ટાચાર અને કાળા ધન મુદ્દે સૌએ એકજૂટ થઈને સરકારની મનસાને બદલવી પડશે.

પ્રસ્તુતિ- પ્રદીપ સિંહ

Friday, 24 June 2011

ઈતિહાસનું કાળું પાનુ


 (એ. સૂર્યપ્રકાશ, સૌજન્ય- દૈનિક જાગરણ)
દેશની અંદર અને બહાર દરેક એ સારી રીતે જાણે છે કે કેન્દ્ર સરકારની અંદર જે પણ કંઈ ચાલે છે, તેને એક બંધારણેત્તર શક્તિ કેન્દ્ર દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. એ પણ કોઈ રહસ્ય નથી કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી 2004ની લોકસભા ચૂંટણીમાં યુપીએની જીત બાદ સીધે-સીધા મનમોહન સિંહને વડાપ્રધાન બનાવીને સુપર બંધારણીય સત્તા બની ગયા હતા. સરકાર પર પકડ જાળવી રાખવા તે નિયમિત રીતે પોતાની શક્તિનું પ્રદર્શન કરે છે. જો કે કોંગ્રેસમાં આ પ્રકારની બંધારણેત્તર શક્તિઓની પરંપરા રહી છે, માટે કોંગ્રેસને તેમા કોઈ સિદ્ધાંત, બંધારણના ઉલ્લંઘન જેવી વાત નજરે આવતી નથી. નેહરુ-ગાંધી પરિવાર કોંગ્રેસના કામકાજમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. પાર્ટી એ ધારણા પર ચાલી રહી છે કે આ પરિવારના સભ્યને સરકારી કામકાજમાં દખલ આપવા માટે કોઈ ઔપચારીક પદની જરૂરત નથી.

સામાન્ય ધારણાથી વિપરીત, આ પ્રક્રિયા નેહરુના દિવસોમાં જ શરૂ થઈ ગઈ હતી. તેમની પુત્રી ઈન્દિરા ગાંધીએ રાજકારણમાં રસ લેવાનું શરૂ કરી દીધું હતું અને 1950ના દશકના આખરી વર્ષોમાં નેહરુએ તેમને કોંગ્રેસ અધ્યક્ષ પણ બનાવી દીધા હતા. આ પરિવારના સભ્યોની આક્રમક રીતે બંધારણેત્તર પ્રવૃતિઓમાં દખલ 1970ના દશકના મધ્યમાં જોવા મળી. ત્યારે યુવક કોંગ્રેસના અધ્યક્ષ સંજય ગાંધીએ કેન્દ્રીય મંત્રીઓ અને મુખ્યમંત્રીઓને આદેશ આપવાનું શરૂ કરી દીધું હતું. શાસનની આ પદ્ધતિ કટોકટી દરમિયાન તમામ હદો પાર કરી ગઈ. પોતાની માતા વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા પ્રેરીત સંજય ગાંધીએ સંઘીય સ્તર પર અને રાજ્યોમાં સમાંતર સત્તા કેન્દ્ર સ્થાપિત કરી લીધા હતા. કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની પાંખો કાપી નાખવામાં આવી હતી અને આખા ભારતમાં ભયનું શાસન કાયમ કરી દેવામાં આવ્યું હતું. ઈન્દિરા ગાંધી સંજય ગાંધીના કારનામાઓથી એટલા બધાં અભિભૂત હતા કે તેમણે પોતાની પ્રચંડ બહુમતીના જોરે 1971-76ની લોકસભાના કાર્યકાળને એક વર્ષ માટે વધારી દીધો હતો. આ ભયજનક તબક્કો ત્યારે ખતમ થયો કે જ્યારે લોકોએ ચૂંટણીમાં કોંગ્રેસને ઉખાડી ફેંકી. ઈન્દિરા ગાંધીએ આ ચૂંટણી એ ગુપ્ત રિપોર્ટો બાદ કરાવી કે જનતા તેમનું સમર્થન કરશે.

આ કોંગ્રેસના શાસનનો ઈતિહાસ છે, પરંતુ ઘણાં કોંગ્રેસીઓ દેખાડો કરે છે કે આવું કંઈ થયું જ નથી અથવા આ લોકોની સ્મૃતિમાંથી ભૂંસાઈ ગયું છે. પરંતુ તે લોકો જેમનો લોકતંત્રમાં અટલ વિશ્વાસ છે, તેઓ ફરીથી આવું થવા દેવા ઈચ્છતા નથી. આતંકના દિવસોને ભૂલવા મુસીબતોને ફરીથી નોતરું આપવા સમાન છે. માટે લોકતંત્રને ખાતર કટોકટીની વર્ષગાંઠ 25 જૂન પર તેના કાળા દિવસોને યાદ કરવા જરૂરી છે. આ સંદર્ભે કેટલાંક સંગઠનો અને વ્યક્તિઓ પર સમાંતર સત્તા ઉભી કરવા સંબંધિત કેન્દ્રીય મંત્રીઓના આરોપોની ભર્ત્સના કરવી જરૂરી થઈ જાય છે. ઉદાહરણ માટે, ભ્રષ્ટાચારની સમસ્યાનું સમાધાન કરવાની ઈચ્છા ન ધરાવતી સરકાર વડાપ્રધાન અને સાંસદોને લોકપાલની મર્યાદામાં લાવવાથી પગ પાછા ખેંચી રહી છે. આ એવો મામલો છે જે નાગરીકોને મોટા વર્ગને પરેશાન કરી રહ્યો છે. નેહરુના સમયથી જ કોંગ્રેસ ભ્રષ્ટાચાર પર અંકુશ લગાવવાના પગલા લેતા ખચકાતી રહી છે. ઉદાહરણ માટે આઝાદી બાદથી જ કોંગ્રેસ પાર્ટીના વફાદાર સભ્યોને જ રાજ્યપાલ તરીકે નિયુક્ત કરતી રહી છે. આ પ્રકારે તેણે હંમેશા પ્રયાસ કર્યો છે કે ચૂંટણી કમિશનર એવો વ્યક્તિ ન બની જાય જે સ્વતંત્ર રીતે નિર્ણય કરી શકતો હોય. કટોકટી દરમિયાન કોંગ્રેસ ખુલ્લેઆમ સ્વતંત્ર મીડિયા અને ન્યાયતંત્ર વિરુદ્ધ અભિયાન ચલાવતી રહી છે. બંધારણમાં 42મા સંશોધન પર સંસદમાં થયેલી ચર્ચાથી જ સ્પષ્ટ થઈ જાય છે કે કોંગ્રેસ ન્યાયતંત્ર, મીડિયા અને સ્વતંત્ર વિચારવાળા નોકરશાહોથી કેટલી હદે વિરુદ્ધ છે. સી. એમ. સ્ટીફેન જેવા લોકોએ ખુલ્લેઆમ સમર્પિત ન્યાયતંત્રની તરફેણ કરી હતી. આ સમર્પણ બંધારણ પ્રત્યે નહીં, પરંતુ કોંગ્રેસ પ્રત્યે અભિષ્ટ હતું. ત્યાર બાદ પણ પરિસ્થિતિમાં કોઈ પરિવર્તન આવ્યું નથી. હંમેશા એ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે પાર્ટીના ટેકેદાર અથવા પછી દાગદાર છબીવાળા વ્યક્તિ બંધારણીય પદો પર તેનાત કરી દેવામાં આવે. તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે ચૂંટણી કમિશનર તરીકે નવીન ચાવલાની તેનાતી, જેમને શાહ તપાસ પંચ કોઈપણ જાહેર પદ માટે અયોગ્ય ઠેરવી ચુક્યું છે. તેનું બીજું ઉદાહણ છે, કોંગ્રેસ દ્વારા માપદંડોનો છેદ ઉડાડીને ભ્રષ્ટાચારના એક આરોપીને કેન્દ્રીય વિજિલન્સ કમિશનર તરીકે તેનાત કરવો.
                                                                         
આ પરિપેક્ષ્યમાં કપિલ સિબ્બલ અને પી. ચિદમ્બર જેવા કેટલાંક કેન્દ્રીય મંત્રીઓના પ્રવચન સાંભળવા ઘણાં અજીબ લાગે છે, જે 1980ના દશકમાં મીડિયા વિરોધી બિલ લાવવાના કર્ણધાર હતા. કેટલાંક દિવસો પહેલા તેમણે સંયુક્ત રીતે મીડિયાને સંબોધિત કરતા મજબૂત લોકપાલ બિલ લાવવાની પક્ષધર સિવિલ સોસાયટીના સભ્યો પર હુમલો કર્યો કે બહારના લોકો દ્વારા કરવામાં આવેલા નિર્ણયોના આધારે સરકાર ચલાવવી યોગ્ય નથી. મજબૂત લોકપાલની વિરુદ્ધ તેમની અન્ય એક દલીલ હતી કે સરકારની સમાંતર વધુ એક માળખું ઉભું કરી શકાય નહીં. આ મંત્રીઓએ આશ્ચર્ય દર્શાવતા કહ્યું કે સરકાર પોતાની શક્તિઓને ઘટાડવાનું કામ કેવી રીતે કરી શકે છે? પરંતુ શું મનમોહન સિંહ સરકાર ગત સાત વર્ષોથી આ જ નથી કરી રહી? શું તેણે પોતાની શક્તિઓ બંધારણેત્તર સત્તા સોનિયા ગાંધીના હાથમાં સોંપી દીધી નથી? પી. ચિદમ્બરમની દલીલ તો તેનાથી પણ વધારે હાસ્યાસ્પદ હતી કે દેશમાં બંધારણ છે, તેના મૂળ ઢાંચામાં બદલાવ કરી શકાય નહીં. કોંગ્રેસના ડઝનબંધ સાંસદો અને નેતાઓએ સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિપાદિત બંધારણના મૂળભૂત ઢાંચાના વિચારની સંસદની અંદર અને બહાર અનેકવાર ફજેતી કરી છે. તેમણે તો ત્યાં સુધી કહ્યુ કે તેમની પાસે સુપ્રીમ કોર્ટના જજોને પાઠ ભણાવવાની પોતાની રીતો છે.

કટોકટીની વર્ષગાંઠ પર આપણે આ ભયાનક બંધારણીય સંશોધનો પર પણ નજર નાખવી જોઈએ કે જે કોંગ્રેસે કટોકટી દરમિયાન કર્યા હતા. તેમાં વડાપ્રધાનને બંધારણથી ઉપર સ્થાપિત કરવા, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની શક્તિઓને ઓછી કરવી અને રાષ્ટ્રપતિને કાર્યકારી આદેશના માધ્યમથી બંધારણ સંશોધનની શક્તિ પ્રદાન કરવાની બાબત સામેલ હતી. આ સંશોધનોએ બંધારણના મૂળભૂત સિદ્ધાંતોને જ ધ્વસ્ત કરી દીધા હતા. કોંગ્રેસના વલણમાં હજી પણ કોઈ પરિવર્તન આવ્યું નથી, માટે વધારે સાવધાન રહેવાની જરૂરત છે. આપણે 25 જૂનનો ખુદને એ યાદ દેવડાવવા માટે ઉપયોગ કરવો જોઈએ કે કોંગ્રેસ અથવા તેના નેતૃત્વવાળી સરકાર કઈ કઈ શરારતો કરવામાં સમર્થ છે? આપણે વિરોધથી ધૃણા કરનારી કોંગ્રેસ દ્વારા કટોકટી દરમિયાન મારવામાં આવેલા, સતાવાયેલા અને જેલમાં પૂરી દેવાયેલા લાખો લોકોનું સ્મરણ કરવું જોઈએ.

અન્નાની સમાંતર સરકાર બનાવવાની ચાહત: સિબ્બલ


કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી કપિલ સિબ્બલે શુક્રવારે કહ્યું કે ગાંધીવાદી નેતા અન્ના હજારે જન લોકપાલ બિલ દ્વારા બંધારણના પાયાગત માળખાનું ઉલ્લંઘન કરીને જવાબદેહી વગરની સમાંતર સરકાર બનાવવા ચાહતા હતા.

રાંચીમાં એક પત્રકાર પરિષદમાં સિબ્બલે કહ્યું કે અન્ના લોકપાલ માટે જવાબદેહી વગર કામ ચલાવવાની શક્તિ આપવાની માગણી કરી રહ્યાં છે. તેનો અર્થ છે કે તે એક સમાંતર સરકાર ચાહે છે. શું આપણા બંધારણના ઘડવૈયાઓએ અત્યારે પેદા થયેલી પરિસ્થિતિ સંદર્ભે ક્યારેય વિચાર્યું હશે?

સિબ્બલે કહ્યુ કે અન્ના લોકપાલ માટે એવી શક્તિ ચાહતા હતા કે જેનાથી કોઈપણ પ્રકારની મંજૂરી વગર ગમે તેના પર નજર રાખી શકાય. તેમણે કહ્યુ કે આ ભારતીય ટેલિગ્રાફ એક્ટનું ઉલ્લંઘન છે. શું આ એક સૈન્ય શાસન છે? શું આપણે એક પોલીસ રાજ્ય બનવા ચાહીએ છીએ?

વડાપ્રધાન કાર્યાલય અને ન્યાયતંત્રને લોકપાલ હેઠળ લાવવાની માગણી પર સિબ્બલે કહ્યું કે સરકાર સંસદ પ્રત્યે જવાબદેહ છે અને કોઈપણ સંસદ જન લોકપાલ બિલ પર સ્પષ્ટીકરણની માગણી કરી શકે છે. કોઈપણ સુપ્રીમ કોર્ટ જઈ શકે છે. આ બધાં બંધારણીય મુદ્દા છે.

સિબ્બલે ભાજપ અને આરએસએસ પર આ બિલની આડમાં આખા દેશમાં અરાજક માહોલ પેદા કરવાનો આરોપ લગાવતા કહ્યુ કે આ લોકો લોકતંત્રને સુચારુપણે ચલાવવામાં બંધારણીય માળખાના મહત્વ સંદર્ભે કંઈ બોલતા નથી.

સિબ્બલે દાવો કર્યો છે કે તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ ભાજપ એ જાણી ગયું છે કે તે આગામી દશ વર્ષ સુધી સત્તામાં આવવાનું નથી, માટે તે આવું કરી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે માટે આ લોકોએ યોગગુરુ  રામદેવને સામે કરીને આવી પરિસ્થિતિ પેદા કરી. તેમણે કહ્યું કે કોંગ્રેસે 824 બેઠકોમાંથી 356 બેઠકો પર ચૂંટણી લડીને 172 પર જીત હાસિલ કરી છે, જ્યારે ભાજપે 400 બેઠકો પર ચૂંટણી લડીને માત્ર પાંચ બેઠકો પર જીત નોંધાવી છે.

ભાજપ દ્વારા સંસદને બાધિત કરવાનો આરોપ લગાવતા તેમણે કહ્યુ કે ભાજપના નેતા રાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા માટે આગળ આવવાની જગ્યાએ હરિદ્વાર જઈને રામદેવના ચરણ સ્પર્શ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર દેશની સામે એક પડકાર છે અને તેનો એક સ્વરમાં વિરોધ કરવાની જરૂરત છે.

સિબ્બલે કહ્યુ કે કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચારનો વિરોધ કરવાના પુરાવો એ. રાજાનું જેલમાં હોવું છે. તેમણે કહ્યુ કે બીજી તરફ નાયબ વડાપ્રધાન કાળ દરમિયાન લાલકૃષ્ણ અડવાણીએ તત્કાલિન ભાજપ અધ્યક્ષ બાંગારુ લક્ષ્મણ અને જ્યોર્જ ફર્નાંડિઝના મામલામાં કંઈ કર્યું ન હતું.

અડવાણી પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યુ કે બંગારુ લક્ષ્મણને કેમેરામાં લાંચ લેતા દેખાયા અને ભૂતપૂર્વ સંરક્ષણ મંત્રી જ્યોર્જ ફર્નાંડિઝની સંરક્ષણ સમજૂતીઓમાં ભ્રષ્ટાચારના મામલા પર અડવાણીએ શું કર્યું? તેમણે અડવાણી પાસેથી જાણવા ઈચ્છયુ છે કે તેમના કાર્યકાળમાં તેઓ લોકપાલ બિલ કેમ લાવી શક્યા નહીં?

માનવ સંસાધન વિકાસ મંત્રી કપિલ સિબ્બલે જાણવાની ઈચ્છા કરી છે કે ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરી સામાજીક કાર્યકર્તા અન્ના હજારેના ગુજરાતમાં ભ્રષ્ટાચારના આરોપોને કેમ સ્વીકારતા નથી?

સિબ્બલે પત્રકારોને કહ્યુ કે ભાજપ અધ્યક્ષ નીતિન ગડકરી કહે છે કે તેઓ અન્ના હજારેની સાથે છે. અને અન્ના હજારે કહે છે કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર છે. માટે ગડકરીએ સ્વીકાર કરવુ જોઈએ કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ અનશન પર જવું જોઈએ.

સિબ્બલે કહ્યુ કે ભાજપે એ પણ જોવું જોઈએ કે યોગગુરુ રામદેવે કઈ રીતે સરકારી જમીન અધિગ્રહીત કરી. તેમણે કહ્યુ કે જમીન કોણે આપી? શું મધ્ય પ્રદેશ, ઝારખંડ અથવા ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ આવું કર્યુ છે? આરએસએસે સ્વીકારવું જોઈએ કે તે તેમને ટેકો આપી રહ્યું છે.

ભાજપને લોકતાંત્રિક મૂલ્યો અને વિકાસ કાર્યોની જરૂરત પર ધ્યાન આપવાની સલાહ આપતા સિબ્બલે કહ્યુ કે આરએસએસ અને ભાજપ એવો માહોલ ન બનાવે કે જેનાથી વિકાસનો માર્ગ અવરોધાય.

તેમણે કહ્યુ કે કોંગ્રેસ અને યુપીએ માટે આરોગ્ય, શિક્ષણનો અધિકાર, મનરેગા, જાહેર વિતરણ પ્રણાલી, ખાદ્ય સુરક્ષા મહત્વપૂર્ણ વિષયો છે. માટે વિપક્ષે આવો માહોલ ન બનાવવો જોઈએ કે જેનાથી આર્થિક વિકાસ અવરોધાય.

Wednesday, 22 June 2011

અન્નાના હાલ રામદેવ જેવા થશે: દિગ્વિજય


લોકપાલ કાયદાને લઈને સિવિલ સોસાયટી અને સરકાર વચ્ચે જબરદસ્ત ટકરાવના આસાર દેખાઈ રહ્યા છે. એક તરફ અન્ના સરકારને પાઠ શીખવાડવા માટે 16 ઓગસ્ટથી અનશન પર બેસવાની જીદ પર અડગ છે, તો બીજી તરફ દિગ્વિજય સિંહે કહ્યું છે કે અન્ના અનશન પર બેસીને તો દેખાડે, તેના એવા જ હાલ થશે જેવા રામદેવના થયા.

બુધવારે પત્રકારો સાથે વાતચીત દરમિયાન અન્ના હજારેએ કહ્યું કે સરકારના મનમાં બેઈમાની છે. તે કડક લોકપાલના પક્ષમાં નથી. તેમણે સમાનાંતર સરકાર બનાવવાની કોશિશ કરવાના સરકારના આરોપોને રદિયો આપતા સવાલ કર્યો કે સુપ્રીમ કોર્ટ, ચૂંટણી પંચ અને સીવીસીના સ્વતંત્ર અને સ્વાયત થવાનો અર્થ શું દેશમાં સમાનાંતર સરકાર ચલાવવાનો છે.

અન્નાએ તો ત્યાં સુધી કહ્યું કે આજની તારીખમાં આતંકવાદથી વધારે ખતરનાક ભ્રષ્ટાચાર છે.

અન્નાએ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલ પર દેશની જનતાને ગુમરાહ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે તેમના લોકપાલના ડ્રાફ્ટમાં એવો કોઈ ઉલ્લેખ નથી કે પ્રસ્તાવિત તપાસ એકમને જીડીપીના 1 ટકા જેટલું બજેટ ફાળવવામાં આવે.

અન્ના હજારેએ બુધવારે ફરી એક વખત ઘોષણા કરી છે કે તેઓ 16 ઓગસ્ટથી આંદોલન કરશે અને આ આંદોલન એપ્રિલમાં થયેલા આંદોલનથી ઘણું મોટું હશે. આ આઝાદીની બીજી લડાઈ હશે. જો સરકાર તેમને જંતર-મંતર જવાની મંજૂરી નહીં આપે, તો તેઓ લાઠીઓ ખાશે, ધરપકડ વ્હોરશે અને જેલ જશે, પરંતુ આંદોલન જરૂર થશે.

એ સવાલ પર કે તેમના પ્રસ્તાવિત આંદોલનને પણ બાબા રામદેવના આંદોલનની જેમ જ સરકાર દ્વારા કચડી નાખવાની સ્થિતિમાં શું થશે? હજારેએ કહ્યું કે તેઓ આવી કોઈપણ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. તેઓ ગોળીઓ ખાવા માટે પણ તૈયાર છે.

બીજી તરફ, કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે અન્ના હજારેને ગાંધીવાદી અને વડીલ નેતા ગણાવતા કહ્યું કે તેમના ટેકેદારો તેમને ચણાના ઝાડ પર ચઢાવીને અનશન પર બેસાડી દે છે, જ્યારે તેમની ઉંમર જોતા તેમનું અનશન પર બેસવું યોગ્ય નથી.

દિગ્વિજય સિંહે કહ્યું કે અન્ના હજારે જો નવી દિલ્હીમાં અનશન પર બેસે છે, તો તેનની સાથે પણ તે વ્યવહાર કરવામાં આવશે, જે તે વખતની પરિસ્થિતિઓમાં કરી શકાય છે.