-એન. કે. સિંહ
કોમવાદ અને લક્ષિત હિંસા (ન્યાય તથા ક્ષતિપૂર્તિ) નિરોધક વિધેયક-2011નો મુસદ્દો જો પારિત થઈ જશે તો કોમવાદી હિંસાની પરિભાષા બદલાઈ જશે.
તેના પ્રમાણે, કોમવાદી હિંસા એ છે કે જે ધાર્મિક અને ભાષાયી લઘુમતીઓ વિરુદ્ધ હોય. એટલે કે જો બહુમતી પર હુમલો થાય છે, તો તે આ વિધેયક પ્રમાણે કોમવાદી હિંસા નથી. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતાવાળી નેશનલ એડવાઈઝરી કમિટી (એનએસી)ના આ મુસદ્દાના અનુભાગ 3(સી) પ્રમાણે, કોમવાદી અને લક્ષિત હિંસા એ હિંસા છે કે જે કોઈ સમૂહના સભ્ય વિરુદ્ધ જાણીકરીને અને એ જાણતા કે તે આ સમૂહનો સભ્ય છે, તેને નુકસાન પહોંચાડવા માટે, અચાનક અથવા યોજનાબદ્ધ રીતે કરવામાં આવી હોય. આ અનુભાગના ઉપબંધ (ઈ)માં સમૂહની પરિભાષામાં ધાર્મિક અને ભાષાકીય લધુમતી અને અનુસૂચિત જાતિ અથવા જનજાતિના વ્યક્તિને જ લેવામાં આવ્યા છે.
સંપૂર્ણ ખરડો ફક્ત એક જબરદસ્ત સંકીર્ણ માનસિકતાનું પ્રતિબિંબ જ નથી, પરંતુ તેમાં એ વાતની પણ કોશિશ કરવામાં આવી છેકે આ પ્રકારની નવપરિભાષિત હિંસાના મામલામાં કેન્દ્રનું વર્ચસ્વ હોય અને તે જ્યારે પણ ચાહે રાજ્ય સરકારોને આ આધાર પર બરખાસ્ત કરી શકે.
ગત બે દશકના આંકડા જણાવે છે કે ગોધરા અને તેના પછી થયેલી કોમવાદી હિંસને બાકાત કરવામાં આવે, તો દેશમાં આવી ઘટનાઓમાં ઘણો ઘટાડો થયો છે. જેમજેમ શિક્ષણનો વ્યાપ વધી રહ્યો છે અને જીવનયાપનની શરતો બદલાઈ રહી છે, સમાજનો વિચાર અને સમજ બદલાઈ રહ્યાં છે. પરંતુ આ ખરડાના મુસદ્દાની જોગવાઈઓએ ફરી એકવાર વર્ગો વચ્ચે ધર્મ આધારીત વૈમનસ્યની સ્થિતિ લાવી દીધી છે.
જો રાજકીય રીતે જોઈએ તો યૂપીએ સરકાર લઘુમતીઓને ખુશ કરવાના ચક્કરમાં રાજકીય હારાકિરી કરી છે. બહુમતીઓનું એક ચરિત્ર રહ્યું છે કે તેઓ લઘુમતીઓ માટે દરેક પ્રકારની ઉદારવાદી નીતિઓને, ભલે તે વોટની રાજનીતિ હેઠળ કરવામાં આવી હોય, જો તેને સાચી માનતા નથી તો ઓછામાં ઓછો તેનો વિરોધ પણ કરતા નથી. પરંતુ હિંસાની વ્યાખ્યાને લઈને તેમનો દ્રષ્ટિકોણ બિલકુલ અળગ છે. હિંસા કરનારને કોઈ ધર્મ વિશેષ સાથે જોડવા રાજ્યના મૂળ ધર્મનિરપેક્ષ ચરિત્ર પર શંકા પેદા કરે છે, માટે બહુમતી ફરી એકવાર તીવ્ર પ્રતિક્રિયા આપવા લાગી છે. આ કારણ છે કે ભાજપને તેમા અચાનક એક મોટો મુદ્દો દેખાઈ રહ્યો છે અને હવે ધાર્મિક આધારે તે બહુમતીઓને ફરી એકવાર આંદોલિત કરવાની કોશિશ કરશે.
એનએસી દ્વારા તૈયાર કરવામાં આવેલો આ મુસદ્દો સમાજને જોડવાના સ્થાને તોડવાનો એક અયોગ્ય ઉપક્રમ લાગે છે. તેનાથી એ પણ ખબર પડે છે કે ભ્રષ્ટાચારના આરોપોમાં ઘેરાયેલી સરકાર અને તેનો મુખ્ય ઘટક પક્ષ કોંગ્રેસ હતાશાની સ્થિતિમાં હવે લઘુમતીઓને પોતાની સાથે જોડવા માટે કંઈપણ કરવા માટે તૈયાર છે. ઉદારણ તરીકે આ અનુભાગના અનુબંધ (જે)માં પીડિતની પરિભાષા કંઈક આ પ્રકારે કરવામાં આવી છે- “તે વ્યક્તિ કે જે કાયદામાં વર્ણિત સમૂહનો સભ્ય (એટલે કે લઘુમતી) હોય અને જેને આ પ્રકારની કોઈપણ હિંસાના કારણે ભૌતિક, માનસિક અથવા આર્થિક નુકસાન અથવા તેની સંપત્તિને નુકસાન થયું હોય”- આનો અર્થ એ થયો કે જો બહુમતીનું કોઈ સરઘસ, એ જાણતા પણ, કે જે વિસ્તારમાંથી સરઘસ જઈ રહ્યું છે, તે લઘુમતીઓનો વિસ્તાર છે, કાઢે છે અને જો એવું કરવાથી સમૂહના કોઈ લઘુમતી એમ કહે છે કે તેને મનોવૈજ્ઞાનિક ક્ષતિ થઈ છે, તો તેને વળતર આપવામાં આવશે.
આ પ્રસ્તાવિત કાયદાની પકડમાં માત્ર બહુમતી જ આવશે અને સાથે જ તેને ત્યાં સુધી દોષિત માનવામાં આવતો રહેશે કે જ્યાં સુધી તે પોતાને નિર્દોષ સિદ્ધ કરી ન લે. આ ખરડાની જોગવાઈઓ એટલી કડક છે કે ઉપબંધ 73 અને 74 પ્રમાણે આ જવાબદારી આરોપિત બહુમતી પર હશે કે તેઓ પોતાને નિર્દોષ સાબિત કરે. સમાન્ય રીતે અપરાધ ન્યાય શાસ્ત્રમાં આ જવાબદારી આરોપ લગાવનાર એટલે કે ફરીયાદીની હોય છે.
આ ખરડાના મુસદ્દા પ્રમાણે એક સાત સભ્યોનું રાષ્ટ્રીય પ્રાધિકરણ બનશે તેની પાસે નિર્બાધ શક્તિઓ હશે. તે કોઈપણ રાજ્યની પોલીસ અથવા વહીવટી અધિકારીને નિર્દેશ આપી શકશે, કોઈપણ મામલાની તપાસ સીધી કરાવી શકશે, જિલ્લાધિકારીની જવાબદારી હશે કે આ પ્રકારની ઘટનાઓની માહિતી તાત્કાલિક તેમને ઉપલબ્ધ કરાવે. ખૂબ ચાલાકીથી આ ખરડાના મુસદ્દામાં આ પ્રકારની તથાકથિત હિંસાને આંતરીક ઉપદ્રવની પરિભાષામાં સામેલ કરી લેવામાં આવી છે.
એ જણાવી દેવું જરૂરી છે કે બંધારણના અનુચ્છેદ-355 હેઠળ આ કેન્દ્રની જવાબદારી હોય છે કે તે આંતરીક ઉપદ્રવની સ્થિતિમાં દરેક રાજ્યની સુરક્ષા કરે અને એ પણ સુનિશ્ચિત કરે કે તે રાજ્યમાં સરકાર બંધારણની જોગવાઈને અનુરૂપ કામ કરી રહી છે. કહેવાનું તાત્પર્ય છે કે ખરડાના મુસદ્દાના અનુભાગ-20માં વર્ણિત અધિકારો હેઠળ જો ક્યાંય ઉપરોક્ત પ્રકારની કોમવાદી હિંસા થાય છે, તો કેન્દ્ર રાજ્ય સરકારને બરખાસ્ત કરી શકે છે.
મુસદ્દામાં એ પણ જોગવાઈ છે કે આ પ્રકારના પંચો રાજ્યોમાં પણ બનશે, પરંતુ તેની શક્તિ કોમવાદી હિંસાના તમામ મુખ્ય મુદ્દાઓ પર સીમિત અથવા માત્ર સલાહકારી રહેશે. રાષ્ટ્રીય પંચને વડાપ્રધાન, ગૃહમંત્રી, લોકસભાના વિપક્ષના નેતા તથા તમામ રાષ્ટ્રીય પાર્ટીઓના નેતા પસંદ કરશે. મુસદ્દામાં લઘુમતી વર્ચસ્વને એટલું મજબૂત કરવામાં આવ્યું છે કે આ સાત સભ્યોના પંચમાં ઓછામાં ઓછા ચાર સભ્યો ધાર્મિક અને ભાષાકીય લઘુમતી વર્ગમાંથી રહેશે અને તેમાંથી એક અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના સભ્ય હશે.
ઉપબંધ-82 પ્રમાણે તેમાં આરોપિત બહુમતી જ હશે અને આવા આરોપિત વ્યક્તિની સંપત્તિ તાત્કાલિક જપ્ત કરી લેવાશે, તે ત્યાં સુધી જપ્ત કરાયેલી રહેશે કે જ્યાં સુધી તે કોર્ટના ચુકાદાથી છૂટી ન જાય.
લાગે છે કે આખે આખો મુસદ્દો ગુજરાતમાં ગોધરા બાદ થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. મુસદ્દો તૈયાર કરનારી રાષ્ટ્રીય સલાહકાર પરિષદ એટલે કે એનએસીના સભ્યોના દિલમાં ગોધરાનો ટ્રેન કાંડ અથવા આઝમગઢની ઘટનાઓ રહી નથી.
અહીં અમારો આશય એ નથી કે રાષ્ટ્રીય સલાહકાર પરિષદ કોઈ ખાસ સમુદાયને લઈને પક્ષપાતપૂર્ણ વલણ રાખે છે. એનએસી ગરીબોને લઈને પોતાની સજાગતા દેખાડી ચુકી છે. ખાસ કરીને ખાદ્ય સુરક્ષા બિલને લઈને જે પ્રકારે તેણે ગરીબીની રેખાથી ઉપરના પણ એક વર્ગને સામેલ કરવાનો પ્રયાસ કર્યો છે, તે વખાણવાલાયક કોશિશ હતી. ખુદ પરિષદના અધ્યક્ષે ગરીબોને લઈને ઘણાં મામલાઓને લઈને પરિષદના અભિપ્રાયને સર્વોપરી માન્યો અને સરકારે નમવું પડયું. માટે રાજકીય બેલેન્સશીટની દ્રષ્ટિએ પણ કોમવાદી હિંસા નિરોધક બિલ પોતાનામાં જ પૂર્ણ વિધેયક હોવું જોઈએ કે જેથી કોમવાદી શક્તિઓને, કોંગ્રેસ અને સોનિયા ગાંધીને ઘેરવાનો મોકો મળે નહીં.
દેશમાં હાલ કોમી સૌહાર્દનો માહોલ સ્પષ્ટપણે નજરે પડે છે અને એવી કોઈ નીતિ જે સરકારની નિયત પર શંકા પેદા કરે તે ન તો રાજકીય રીતે યોગ્ય હશે, ન તો સામાજીક રીતે.
(લેખક વરિષ્ઠ પત્રકાર છે. સૌજન્ય-સહારાલાઈવ વેબસાઈટ)
No comments:
Post a Comment