Tuesday, 21 June 2011

ભારતની આસપાસ દુનિયાના ‘નિષ્ફળ’ દેશો



ભારતના પડોશી દેશોનો સમાવેશ દુનિયાના સૌથી નિષ્ફળ દેશોમાં થાય છે. મશહૂર મેગેઝીન ફોરેન પોલિસીની 60 નિષ્ફળ દેશોની તાજેતરની યાદીમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાંમાર, નેપાળ, ભૂટાન અને શ્રીલંકા સામેલ છે.

પાકિસ્તાન 12માં ક્રમે છે, મ્યાંમાર 18મા ક્રમે, બાંગ્લાદેશ 25મા ક્રમે, નેપાળ 27મા ક્રમે, શ્રીલંકા 29મા ક્રમે અને ભૂટાન 50મા ક્રમે છે. આ યાદીમાં શીર્ષસ્થ ક્રમે આફ્રિકાના દેશ છે.

ટોપ ટેનમાં ચાડ, સૂડાન, કાંગો, હૈતી, ઝિમ્બાબ્વે, અફઘાનિસ્તાન, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક અને ઈરાક છે.

પાકિસ્તાનના સંદર્ભે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વોશિંગ્ટનમાં નીતિ ઘડનારાઓ લાંબા સમયથી પાકિસ્તાનને દુનિયાનો સૌથી વધારે ખતરનાક દેશ કહે છે. પરંતુ પાકિસ્તાન જેટલું ખતરનાક પશ્ચિમી દેશો માટે છે, તેનાથી વધારે ખતરનાક તેની પોતાની જનતા માટે છે. 

બાંગ્લાદેશ માટે અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે 5માંથી 2 બાંગ્લાદેશી ગરીબીની રેખા નીચે છે. તેમને વાતાવરણમાં આવનારા પરિવર્તનથી પણ લડવાનું છે. જો સમુદ્રનું જળસ્તર એક મીટર પણ વધે છે, તો દેશનો 17 ટકા ભાગ ડૂબી જશે.

નેપાળ માટે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે યૂએનના જણાવ્યા પ્રમાણે, નેપાળ દક્ષિણ એશિયાનો સૌથી ગરીબ દેશ છે. દેશમાં શાંતિ અને સુરક્ષા બહાલ નહીં થાય, ત્યાં સુધી પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થશે નહીં. એવા સંકેતો મળી રહ્યાં છે કે માઓવાદી ફરીથી પોતાનો સંઘર્ષ શરૂ કરી શકે છે.

No comments:

Post a Comment