Sunday, 31 July 2011

સંકટમાં દરેક સરકાર



હરિવંશ

ભારત માટે સૌથી જરૂરી વસ્તુ છે શાસન. તે પણ કેન્દ્રનું. શાસન એટલે કેન્દ્રનું શક્તિશાળી હોવું. મધુ લિમયે જે સત્તાના વિકેન્દ્રીકરણ સિદ્ધાંતના પાલનમાં પળીને મોટા થયા, તે પણ માનતા હતા કે મજબૂત ભારત માટે દિલ્હીનું સશક્ત હોવું જરૂરી છે.

કોંગ્રેસની સતત દુર્દશા અને રાજા દ્વારા થનારી રોજની ફજેતીએ કેન્દ્રને સૌથી વધારે કમજોર કરી દીધી છે. ભાજપ, ભારતમાં કોંગ્રેસનો વિકલ્પ બની શક્યું નથી. યેદિયુરપ્પા જેવાના પાપ ભાજપ જેવા પક્ષોને ડુબાડી રહ્યાં છે. માટે ભાજપ સશક્ત, સાર્થક અને સમયને અનુરૂપ વિપક્ષની ભૂમિકામાં નથી, કારણ કે યેદિયુરપ્પાના મેન્ટર (સંરક્ષક) ભાજપમાં મોટા પદો પર છે. યેદિયુરપ્પા મામલા પર ભાજપ લોકલાજ છોડીને સતી થવા ઈચ્છે છે, તો તેનાથી દેશનું મોટું નુકસાન નથી. ભાજપ ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મિટાવવાની વાત કરે છે, તો તેના પક્ષમાં યેદિયુરપ્પા જેવા લોકો સભ્ય પણ ન હોવા જોઈએ. પરંતુ સંકેત છે કે તે મુખ્યમંત્રી પદ છોડશે, તો તેમને કર્ણાટક ભાજપનું અધ્યક્ષ પદ જોઈએ. માટે ભાજપ તો ભવિષ્યહીન છે, પરંતુ કોંગ્રેસ? કોંગ્રેસનું, ભારતની મુક્તિના સંઘર્ષ અને જન્મ સાથે જોડાણ રહ્યું છે. અતીતમાં આ પાર્ટી, સંયુક્ત સમાજની અભિવ્યક્તિનો મંચ રહી છે. જો આ પાર્ટી રાજા, અમર સિંહ જેવાના સવાલોથી ઘેરાય જાય, તો ચર્ચિલના કહેલા પ્રસંગનું સ્મરણ થાય છે. આઝાદી મળવાની હતી, ત્યારે ચર્ચિલે કહ્યું હતું કે આ વૃદ્ધ પેઢીના ગુજર્યા બાદ આ દેશને ચલાવવાની ક્ષમતા અહીંના લોકોમાં નથી. આ દેશ તૂટી અને વિખેરાય જશે.

રાજાએ કોર્ટમાં વડાપ્રધાન અને ચિદમ્બરમ પર જે પલટવાર કર્યો છે, તેણે કેન્દ્ર સરકારની શાખ ખતમ કરી નાખી છે. કોંગ્રેસ બચાવમાં કહી રહી છે કે ભાજપ પહેલા યેદિયુરપ્પાની વાત કરે, તેમને હટાવે. શું વડાપ્રધાન મનમોહન સિંહની સરખામણી યેદિયુરપ્પાથી થશે? આ જવાબ કોંગ્રેસ ભાજપને આપી રહી છે અથવા દેશને? શું ભાજપ અને યેદિયુરપ્પા જ દેશ છે? અથવા યેદિયુરપ્પા અને ભાજપની બહાર પણ ભારત છે? વડાપ્રધાનની એક છબી રહી છે. તેમની વ્યક્તિગત છબી હજી સુધી બેદાગ રહી છે. પરંતુ રાજાના સવાલોએ નાણાં મંત્રી અને વડાપ્રધાન પદની બંધારણીય ભૂમિકા, મંત્રીમંડળના સામૂહિક દાયિત્વ પર ગંભીર સવાલ કર્યા છે, કોઈ તત્કાલિન નાણાં મંત્રીને કોર્ટમાં ખેંચવા ચાહે છે, કોઈ ભૂતપૂર્વ સરકારી સચિવ કહે છે કે હું જેલમાં છું, તો રિજર્વ બેંકના ગવર્નર સાચા કેવી રીતે છે? ભારત સંઘની શક્તિનું પ્રતીક છે, વડાપ્રધાન, નાણાં મંત્રી, ગૃહ મંત્રી, રિજર્વ બેંકના ગવર્નર વગેરે. આ પદ પણ આરોપોના લપેટામાં આવ્યા, તો ભારત સંઘની શક્તિનું શું થશે? આ પદ માત્ર બંધારણીય-કાયદાકીય સત્તાના પ્રતીક નથી. લોક નજરમાં આ સર્વોચ્ચ પદ, વૈદ્યતા ખોવા લાગશે, તો ભારતનું ભવિષ્ય શું હશે?
બીજી તરફ, કોંગ્રેસ સંગઠનની પરિસ્થિતિ વધુ ખરાબ છે. મણિશંકર અય્યર નિવેદન આપે છે કે કોંગ્રેસ સરકસ છે. તે 24 અકબર રોડ પુસ્તકના વિમોચન પ્રસંગે બોલી રહ્યાં હતા. મણિશંકર અય્યર રાજીવ ગાંધીના પારિવારીક મિત્ર રહ્યાં છે. અધિકારીમાંથી તેઓ મંત્રી બન્યા. કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે કહ્યું છે કે પર્યાવરણ મંત્રીના રૂપમાં તેઓ પોતાની સરકારમાં શિખંડીની ભૂમિકામાં હતા. દિગ્વિજય સિંહ જેવા નેતા નવા અવતારમાં છે. જો આ પદનો વ્યક્તિ (જેમાં ક્યારેક દેશ ભાવિ વડાપ્રધાનની છબી જોતો હતો) સડક પર ઉતરીને મારામારી કરે, તો તે પાર્ટીના પતનને રાષ્ટ્રીય આપત માની લેવી જોઈએ. એટલું જ નહીં, કોંગ્રેસ એ પણ ભૂલી ગઈ છે કે તે કોઈ મહાન પરંપરાની દેણ છે. (ગાંધીજીની ઈચ્છા પ્રમાણે આઝાદી બાદ ભંગ થઈ લોકસેવક સંઘ બન્યો હોત, તો કદાચ દેશનો ઘણો ઉપકાર હોત.) મોટા કોંગ્રેસી નેતા જ્યારે મારામારી કરે છે, તો નાના કોંગ્રેસી નેતા શું કરશે? રાંચીમાં કપિલ સિબ્બલ આવ્યા હતા. આઈસાના કેટલાંક નવયુવાનો બહાર તેમનો વિરોધ કરી રહ્યાં હતા. તેમને કોંગ્રેસીઓએ ખરાબ રીતે માર્યા. શું સત્તામદમાં કોંગ્રેસના લોકો લઘુત્તમ મર્યાદા પણ ભૂલી રહ્યાં છે? શું તેઓ વિરોધને કચડી નાખવા ચાહે છે? જો આ રસ્તો સાચો છે, તો જે જૂનાં મોટા કોંગ્રેસી નેતાઓએ આઝાદીની લડાઈમાં પ્રતિકાર અથવા વિરોધ પ્રદર્શનને રાજનીતિ તરીકે કારગર હથિયાર તરીકે પસંદ કર્યા હતા, શું તેઓ બધાં અપરાધી હતા? શું કોંગ્રેસ રાજનીતિની ફિલોસોફી બદલવા ચાહે છે?

જે હથિયારોથી કોંગ્રેસ અસ્તિત્વમાં આવી, સત્યાગ્રહ, ધરણાં, સવિનય કાનૂન ભંગ, પ્રદર્શન, વિરોધ, તેને તે ખૂબસૂરતીથી કચડી રહી છે. યાદ કરો જ્યારે પહેલી વાર લોકતંત્રમાં આ નવા વધુ ધારદાર સાત્વિક પ્રતિરોધક હથિયાર સાધન તરીકે અપનાવાયા, ત્યારે દુનિયાએ આશ્ચર્યની સાથે ભારત તરફ જોયું. કોંગ્રેસે બાબા રામદેવના આંદોલનને કચડી નાખવા નવું હથિયાર શોધી લીધું છે. વિરોધને દબાવવા-કચડવા માટે. દિલ્હી પોલીસ પાસે અન્ના હજારેના આંદોલન પર રોક લગાવડાવી દીધી. બીજી તરફ દિગ્વિજય સિંહે નિવેદન આપ્યું કે સરકાર કોઈના અનશનથી ડરતી નથી. બાબા રામદેવના પ્રદર્શન-ધરણાંમાં દિલ્હી પોલીસે જે કર્યું, હવે સુપ્રીમ કોર્ટમાં આ મામલાની સુનાવણી દરમિયાન છુપાયેલા-દબાયેલા તથ્યો અને સંકેત સામે આવી રહ્યાં છે. દિલ્હી પોલીસ, દિલ્હી વહીવટી તંત્રના તાબામાં છે, પરંતુ બાબા રામદેવના ધરણાં દરમિયાન તેને રામલીલા મેદાનમાં કાર્યવાહી કરવા માટે ઉપરથી આદેશ મળ્યા? શું આ સંઘીય માળખા હેઠળ શાસન છે? હવે આ જ રણનીતિ અન્ના હજારે સાથે અપનાવાય રહી છે. 

કોંગ્રેસના આ વલણ પર આરજેડી, સમાજવાદી પાર્ટી અને ડાબેરીની ભૂમિકા અથવા ચુપકીદી ધ્યાન આપવા લાયક છે? મોંઘવારીનો વિરોધ કરતાં ઘૂમી રહ્યાં હતા મુલાયમ સિંહ યાદવ અને લાલુપ્રસાદ યાદવ. પરંતુ બહાર વિરોધ, લોકસભામાં કોંગ્રેસને મદદ. આ પ્રકારે ભ્રષ્ટાચારના એવા-એવા મામલા સામે આવ્યા છે, જેવા વીતેલા 60 વર્ષોમાં આવ્યા નથી. મુલાયમ સિંહ યાદવ અને લાલુપ્રસાદ, ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનની જ ઉપજ છે. પરંતુ આજના જેવો ભ્રષ્ટાચાર જાહેર જીવનમાં ક્યારેય રહ્યો નથી, પરંતુ આ જમીની નેતા મૌન છે. લાલુજી રામદેવજીની વિરુદ્ધ બોલે છે. લોકપાલ મુદ્દા પર આ પક્ષોનો મત શું છે? ખબર નથી. સાંસદ લાંચકાંડમાં, પૂર્ણ તપાસ વગર કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીને મુક્ત કરી દેવાઈ. ઓછામાં ઓછી તપાસ પૂરી થવાની લોકલાજ તો દાખવત. જે કટ્ટર વેરી થઈ ગયા હતા, એકબીજાને મિટાવી દેવાનો શંખનાદ કરી રહ્યાં હતા, તે મુલાયમ સિંહ-અમર સિંહમાં નવા પ્રેમનું રહસ્ય શું છે?

અન્ના હજારે અને બાબા રામદેવના પ્રસંગમાં જે પ્રકારે કોંગ્રેસીઓના નિવેદન આવી રહ્યાં છે, તે સંકેત છે કે મહાન વરસાવાળી આ પાર્ટી ક્યાં પહોંચી ગઈ છે? અન્ના હજારે અને રામદેવથી આપણે અસંમત હોઈ શકીએ, આ બંનેની બધી માગણીઓ અને પસ્તાવોથી સંમત પણ ન થઈ શકાય. પરંતુ જાહેર જીવનમાં લોકમર્યાદા જાળવી રાખવાની જવાબદારી કોની છે? શાસક પાર્ટીની અથવા અન્ના હજારે કે રામદેવજીની?

એ પણ દુર્ભાગ્ય છે કે કોંગ્રેસના સતત હ્રાસથી જન્મેલા મહાશૂન્યને ભરવા માટે આજે કોઈ વિકલ્પ નથી. આ વિશ્લેષણનો એ નિષ્કર્ષ પણ છે કે આઝાદી બાદ કોંગ્રેસ સત્તા ચલાવવામાં નિપુણ બની શકી નથી. આઝાદીની આગથી આ પાર્ટી તપાઈને નીકળી. સૌથી વધારે સમય સુધી શાસન આ પક્ષના લોકોએ કર્યું. તેમ છતાં આ પક્ષ દેશને રાજકીય સ્થિરતા આપી શક્યો નથી. ગત 60 વર્ષોના ઈતિહાસ પર આપણે નજર નાખીએ, ખાસ કરીને 1962 બાદ. દર અઢી-ત્રણ વર્ષ બાદ કેન્દ્રની સરકાર ડગમગવા લાગે છે. તે પોતાની વૈદ્યતા, નૈતિક-આભા અને પ્રામાણિકતા ખોતી નજરે પડે છે. શાસન સંચાલન કઠિન લાગે છે. અરાજકતાની પરિસ્થિતિ દેખાવા લાગે છે. જેમને જનતા શક્તિ આપીને મજબૂત બનાવે છે, ગાદી પર બેસાડે છે, તે પક્ષઘાતના શિકાર બની જાય છે. 

શરૂઆતમાં 15 વર્ષ સુધી પંડિત નેહરુએ ભારત પર એકછત્ર રાજ્ય કર્યું. 1962માં કોંગ્રેસને જનતાએ ભારે બહુમતી સાથે ચૂંટી, પરંતુ ચીન યુદ્ધે કોંગ્રેસને અસમયે નિસ્તેજ કરી દીધી. 1957થી 1962 સુધી કોંગ્રેસને વધારે બહુમતી મળી હતી. ચીનના હુમલાની સાથે જ 10 માસમાં તે લોક સમર્થન વિખેરાઈ ગયું. કોંગ્રેસ નિસ્તેજ થઈ ગઈ. કેન્દ્ર સરકારની વિશ્વસનીયતા, વહીવટી કૌશલ પર સવાલ ઉઠવા લાગ્યા. આ પરાજયે દેશના મન અને માન બંને તોડી નાખ્યા. પંડિતજી આંદોલનની દેણ હતા. તેઓ ઓળખી ગયા. લોક નજરમાં પાર્ટી ગુનેગાર બની રહી છે. પંડિતજીનો અધ્યાય ખતમ થઈ ગયો હતો. તેમ છતાં તેમણે પાર્ટીનું તેજ-શૌર્ય પાછું મેળવવાની કોશિશ કરી. કામરાજ પ્લાનથી.

1963માં પંડિત નેહરુએ કામરાજ યોજના લાગુ કરી. મોટા-મોટા કોંગ્રેસી મોરારજી દેસાઈ, લાલબહાદૂર શાસ્ત્રી, જગજીવન રામ, કામરાજ, બીજૂ પટનાયક, ભગવંતરામ મંડલાઈ, વિનોદાનંદ ઝા જેવા નેતાઓને હટાવાયા. પંડિત નેહરુએ સમજી લીધું, જનતા નારાજ છે, માટે કોંગ્રેસની અંદર સફાઈ જરૂરી છે. પંડિત નેહરુ અસ્વસ્થ હતા અને વડાપ્રધાન હોવા છતાં અપ્રભાવી ભૂમિકામાં હતા. પછી પંડિતજી રહ્યાં નહીં. લાલબહાદૂર શાસ્ત્રીએ કમાન સંભાળી, પછી ઈન્દિરા ગાંધીએ. આ તબક્કામાં દુષ્કાળ, કાશ્મીરમાં મુજાહિદ, પાકિસ્તાન સાથે યુદ્ધ, બે વડાપ્રધાનોના મોત, દેશે બધું જોયું અને ભોગવ્યું. તે દિવસોમાં દિલ્હીને કમજોર જાણીને રાજ્યોમાં અરાજકતા પગ ફેલવવા લાગી. 1966માં અલગ પંજાબ માટે સંત ફતેસિંહે આત્મદાહની ધમકી આપી. વિશાખાપટ્ટનમમાં સ્ટીલ કારખાનાના સવાલ પર આંધ્ર પ્રદેશમાં હુલ્લડ ફેલાયા. ગોવધના પ્રશ્ને સંસદનો ઘેરાવ થયો. આ બધી બાબતોના પરિણામે ભારતના નવ રાજ્યોમાંથી કોંગ્રેસનો સફાયો કરી દીધો. પછી 1966થી ઈન્દિરા ગાંધીના યુગની શરૂઆત થઈ.
1967થી 1971 વચ્ચે પક્ષપલટાથી લઈને રાજકારણના દરેક અનૈતિક હથકંડાઓને લોકમાન્યતા આપવાનો તબક્કો શરૂ થયો. ઈન્દિરા ગાંધીએ 1969માં કોંગ્રેસના ભાગલા કરી દીધા. કોંગ્રેસના કાયાકલ્પ માટે. 1967માં લોકસભામાં કોંગ્રેસને બહુમતી જરૂર મળી હતી, પરંતુ સંખ્યા ઘણી ઘટી ગઈ હતી. શ્રીમતી ગાંધીએ રાજકારણને પાયાના સવાલો સાથે જોડવાની પહેલ કરી. કોંગ્રેસને તોડી અને દેશને નવા સપના આપ્યા. તેમને બે તૃતિયાંશ બહુમતી મળી, પરંતુ પરિણામ શું આવ્યું, આ બે તૃતિયાંશ બહુમતીનું?

1971માં દેશે ઈન્દિરા ગાંધીને તે સત્તા આપી, જે પંડિત નેહરુ જેવા કદ્દાવર નેતાને મળી ન હતી. 1971ના અંતમાં બાંગ્લાદેશ યુદ્ધ થયું. શ્રીમતી ગાંધી મહાશક્તિશાળી બન્યા. ત્યારે અટલ બિહારી વાજપેયીએ તેમને દુર્ગા પણ કહ્યાં. 1973માં પેટ્રોલના ભાવ વધ્યા, મોંઘવારી દરવાજો ખખડાવા લાગી, દુષ્કાળ પડયો, ઘઉંના થોક વેપારનું રાષ્ટ્રીયકરણ થયું, તો શ્રીમતી ગાંધીએ પણ માન્યું કે દેશને એક આર્થિક જાદૂગર જોઈએ. તેમણે જર્મનીના લૂડવીકની ચર્ચા કરી, જેમણે પશ્ચિમ જર્મનીનો આર્થિક કાયાપલટ કર્યો હતો. પરંતુ ભારતમાં કોઈ ચમત્કાર થયો નહીં. 

1974માં દેશ ફરીથી રાજકીય સંકટમાં ફસાવવા લાગ્યો. વધતાં ભ્રષ્ટાચાર, અનૈતિક રાજનીતિ, ચૂંટણીમાં સુધારા જેવા ગંભીર મામલા પર કોઈ ઉકેલ નીકળ્યો નહીં. ગવર્નેંસનું કોઈ મોડલ કોંગ્રેસ વિકસિત કરી શકી નહીં. કુશાસન, ભ્રષ્ટાચાર, ચૂંટણીઓમાં ધાંધલી, ગુનેગારોના હાથમાં જતી રાજનીતિ, બ્લેક મનીની વધતી શક્તિ, પાર્ટીઓની અંદર ખતમ થતું લોકતંત્ર, કોંગ્રેસનો વિકલ્પ ન ઉભરવા જેવા અનેક પાયાના સવાલો હતા, જે ગત બે દશકોથી દેશની પીઠ પર બોજ બની ચુક્યા હતા. પરંતુ તેને ઉકેલવાની કોશિશ કોઈ સ્તરે ન હતી. તેને ઉકેલવાના બે જ રસ્તા હતા. પહેલો આદર્શ રાજનીતિ, જે પોતાના વિચારો, સિદ્ધાંતો, કલ્પનાઓ અને સપનાઓથી બુઝેલા મન અને કોમને એક નવો બોધ, ગતિ અને અર્થ આપી શકે, એક નવી રાહ પર લઈ જઈ શકે. પરંતુ લોકસત્તાને જગાડનારી તે રાજનીતિ જ ખતમ થઈ ગઈ. રાજનીતિનો અર્થ થઈ ગયો સત્તા. જયપ્રકાશ નારાયણ અપવાદ હતા, તેઓ લોક રાજનીતિના આગેવન હતા. આ લોક રાજનીતિએ સત્તા રાજનીતિને પડકારી. તેનું પરિણામ સામે હતું. દેશને પાટા પર લાવવાનો બીજો રસ્તો હતો, શ્રેષ્ઠ શાસન. પંડિત નેહરુના જીવનકાળમાં જ પ્રો. ગુન્નાર મિર્ડલે ભારતને ફંક્શનલ એનાર્કી કહ્યું. તેના ચોપટ થઈ રહેલા શાસકીય માપદંડો જોઈને. આ સમસ્યા સતત ગંભીર અને બેકાબૂ થતી ગઈ છે. આજે ભારતનો મોટો ભાગ લગભગ અશાસિત છે. ત્યાં સત્તાનું નહીં, સત્તાના સમાંતર કેન્દ્રોનું રાજ છે. લોકસભામાં પ્રબળ અને પ્રચંડ બહુમત બાદ પણ ઈન્દિરા ગાંધી દેશના રાજકીય અને આર્થિક પડકારોનો હલ શોધી શક્યા નહીં. 

1975માં અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા બાદ તે સત્તામાં રહેવા છતાં પણ આભા ખોઈ બેઠા. અંતે ઈમરજન્સી લગાવીને તેમણે પોતાની ચમક પાછી મેળવવાની કોશિશ કરી. પરંતુ 21 માસમાં તે પણ ધ્વસ્ત થઈ ગયા. 1977માં જનતા પાર્ટી બે તૃતિયાંશ બહુમતીથી જીતી. પહેલીવાર કોંગ્રેસ કેન્દ્રમાંથી હટી. પરંતુ આ જનતા લહેર પણ 28 માસની અંદર ઉતરી ગઈ. દેશની પાયાગત સમસ્યાઓ પોતાની જગ્યાએ યથાવત રહી. 1980માં ફરીથી ઈન્દિરા ગાંધી સત્તામાં પાછા ફર્યા. 1983 આવતા સુધી તે અસહાય દેખાવા લાગ્યા. તે પોતાનો જાદૂઈ સ્પર્શ ગુમાવી ચુક્યા હતા. પંજાબની સમસ્યા, ભિંડરાવાલેનો પડકાર નવા સંકટ તરીકે સામે આવ્યો હતો. 1984માં તેમનો દુખદ અંત થયો. તેમના મોતની લહેરે રાજીવ ગાંધીને તે શક્તિ અને સમર્થન આપ્યા, જે પંડિત નેહરુ અથવા ઈન્દિરા ગાંધીને મળ્યું ન હતું. એક નવા સપનાની સાથે રાજીવ ગાંધીનો ઉદય થયો. પરંતુ ત્રણ વર્ષ પણ પસાર થયા ન હતા કે બોફોર્સનો મુદ્દો તેમને લઈને ડૂબ્યો. ફરી એક વખત બિનકોંગ્રેસી સરકાર બની. વિશ્વનાથ પ્રતાપ સિંહ વડાપ્રધાન બન્યા, પરંતુ ભ્રષ્ટાચાર મુક્ત અથવા ચૂંટણી સુધાર જેવા પાયાગત સવાલો પાછળ છૂટી ગયા. દેશમાં મંડળ અને કમંડળનો તબક્કો શરૂ થયો. 

ચંદ્રશેખરને કોંગ્રેસે સત્તામાં બેસાડયા, પછી કેટલાંક માસમાં તેમની સરકાર પાડી નાખી, ચરણ સિંહની જેમ. આ બંને સરકારોને પાડવાનું કામ કોંગ્રેસે કર્યું. પછી નરસિંહ રાવની સરકાર બની. પરંતુ બે વર્ષોમાં જ તે પોતાનું તેજ ગુમાવી બેઠી. પહેલીવાર સાંસદોને લાંચ આપવાનો આરોપ લાગ્યો. સાસંદોને સુખી રાખવા માટે તેમણે સાંસદ ફંડ શરૂ કર્યું. હર્ષદ મેહતા અને લખુભાઈએ સીધી વડાપ્રધાનને લાંચ આપ્યાનો આરોપ લગાવ્યો. હર્ષદ મેહતાએ સીધો વડાપ્રધાન કાર્યાલયમાં લાંચ આપવાનો આરોપ લગાવ્યો. દેવગૌડા, ગુજરાલની સરકારો દેશમાં અસ્થિરતાનો તબક્કો લાવી. 5-6 વર્ષોમાં 2-3 સરકારો આવી અને ગઈ. પછી આવ્યો એનડીએનો તબક્કો, જેમાં ઘણાં મુદ્દા ઉભર્યા. ગુજરાતથી લઈને સંરક્ષણ સોદા સુધીના. ત્યાર બાદ યુપીએની વાપસી થઈ. મનમોહન સિંહ વડાપ્રધાન બન્યા. સ્વચ્છ છબીવાળી તેમની ઈમેજ છે. પંરતુ તેમના મંત્રીમંડળમાં અનેક ગંભીર આરોપોથી ઘેરાયેલા લોકો હતા. બે-અઢી વર્ષોમાં જ અનેક ગંભીર આરોપોથી તેમની સરકાર ઘેરાઈ ગઈ. અંત આવતા સુધી સંસદમાં પરમાણુ કરારના પ્રસંગ પર સાંસદોને લાંચના પ્રકરણે યુપીએ સરકારનો બચેલો યશ પણ ધોઈ નાખ્યો. હવે તે મામલા પણ પલટીને રંગ લાવવા લાગ્યા છે. વિકિલીક્સથી લઈને ઘણાં અન્ય સ્ત્રોતોથી ખુલાસા થયા. પછી અમર સિંહના બચાવમાં સત્તાની ભૂમિકા, પૂરી તપાસ પહેલા જ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીને ક્લીન ચીટ.

યુપીએનો બીજો કાર્યકાળ તો વધુ સંકટપૂર્ણ છે. લોકસભા ચૂંટણીઓના દોઢ વર્ષ બાદ જ આ સરકાર શ્રીહીન થવા લાગી. તેના મંત્રીઓ પર અનેક ગંભીર આરોપો લાગ્યા. રાજા પ્રકરણ, કોમનવેલ્થ ગેમ્સ ગોટાળા જેવા અનેક ગોટાળાથી કેન્દ્ર સરકાર સત્વહીન બની છે, તેનો નૈતિક પ્રતાપ ખતમ થઈ ચુક્યો છે.
આ પ્રકારે તમે ધ્યાન આપો કે દર અઢી-ત્રણ વર્ષ બાદ કેન્દ્ર એક ગંભીર સંકટમાં ઘેરાઈ જાય છે. આ સંકટ શું છે? તેનું મૂળ શું છે? શું આપણે ભારતીય શાસન ચલાવવા-સંભાળવા યોગ્ય નથી? શું ચર્ચિલે આપણી યોગ્યતાની સાચી ભવિષ્યવાણી કરી હતી? ક્યાં કારણોથી આવું વારંવાર થઈ રહ્યું છે? જ્યાં સુધી તે કારણો શોધવામાં નહીં આવે, પરિસ્થિતિ સુધરવાની નથી. દેશ લગભગ અશાસિત થઈ ગયો છે. તેને ઠીક કરવા માટે પહેલી જરૂરત છે- ચૂંટણી સુધાર, ભ્રષ્ટાચારની વિરુદ્ધ કડક કાયદા, ભ્રષ્ટ લોકોને ફાંસી અથવા આજીવન કેદની સજા. વિદેશોમાં રાખેલા ભારતીય ધનની વાપસી. કોર્પોરેટ હાઉસોના દલાલોનો રાજનીતિમાંથી સફાયો. ત્વરીત ન્યાય પ્રક્રીયા અને કેસોનો નિપટારો. કુદરતી સંસાધનોની લૂંટ પર પ્રતિબંધ. જેમને અસીમિત અધિકાર છે, તેમાં કાપ. સંસ્થાઓને મજબૂત બનાવવી. પ્રતિભાને સંરક્ષણ, વોટની રાજનીતિથી દેશને ઉપર માનવો. રાજકીય પક્ષોમાં વિચારોની વાપસી. રાજકીય પક્ષોની અંદર લોકતંત્ર, પરિવારવાદનો ખાતમો. સિસ્ટમને નૈતિક બનાવવી, જેથી એકાઉન્ટિબિલિટી નક્કી થાય. આટલાં મોટાં-મોટાં ગોટાળા થયા, પરંતુ કોઈ એકે તેની જવાબદારી લીધી? બ્રિટેનમાં મડરેક પ્રકરણ થયું છે. ત્યાંના વડાપ્રધાને જવાબદારી લીધી છે. પોતાની ભૂલ માની છે. તેને ઠીક કરવા માટે બંધારણીય પહેલ કરી છે. ભારતમાં 2જીથી લઈને કોમનવેલ્થ ગેમ્સ સુધીના ગોટાળાઓમાં કોઈએ કહ્યું નથી કે અમારાથી ભૂલ થઈ છે. આ મામૂલી લોકલાજ અને શરમ પણ રાષ્ટ્રીય જીવનમાં બચી નથી. શાસન કેવું ઢીલુંઢાલું ચાલી રહ્યું છે? ચિદમ્બરમ હાર્વર્ડથી ભણેલા છે. ખૂબ તેજ-તર્રાર અને સક્ષમ ગણાય છે. તેમણે પાકિસ્તાનમાં રહેલા આતંકવાદીઓની યાદી સોંપી, તેમાં ઘણાં આતંકવાદીઓ ભારતીય જેલોમાં છે. તેનાથી આખી દુનિયામાં ભારતની જગ હસાઈ થઈ. તેનો કોઈ દોષિત છે કે નહીં? હકીકત એ છે કે આપણી આખી સિસ્ટમ ઈનએફિશિયન્ટ, અક્ષમ અને અકર્મણ્ય લોકોથી ભરાઈ ગઈ છે. જાહિલોની ફોજ તો આવી જ રીતે કામ કરશે ને?

બીજી તરફ, પાકિસ્તાનમાં ઘૂસીને અમેરિકાએ લાદેનને માર્યો, તો ભારતીય સેનાધ્યક્ષનું અમર્યાદિત અને ધ્યાન આપવા લાયક નિવેદન આવ્યું કે આપણી અંદર પણ આમ કરવાની ક્ષમતા છે. શું આ એક ગંભીર રાષ્ટ્ર અને સમાજનું નિવેદન છે? આટલા મોટા પદો પર બેઠેલા લોકો આવી કેવી બિનજવાબદાર વાતો કરી શકે છે? પરાકાષ્ઠા તો ત્યારે થઈ, જ્યારે વડાપ્રધાને આ વિષય પર કહ્યું કે અમેરિકા જેવી કાર્યવાહીની આપણી અંદર ક્ષમતા જ નથી. સેનાધ્યક્ષ કંઈક કહે છે, વડાપ્રધાન કંઈક કહે છે. યાદ રાખો, આ વિરોધી નિવેદનો નથી. સરકારમાં બેઠેલા શિખરના લોકોના નિવેદનો છે. આ દેશ કેવી રીતે ચાલી રહ્યો છે? ઉપરના સ્તરે કેવો તાલમેલ છે? કોના નિયંત્રણમાં છે આ દેશ? એ સ્પષ્ટ નથી. સતત આતંકવાદી હુમલા થઈ રહ્યાં છે, તેને આપણે રોકી શકતા નથી. ન તો આ ટોળકીઓને ધ્વસ્ત કરી શકીએ છીએ, ન તો ખરાં અપરાધીને પકડી શકીએ છીએ. પરંતુ આપણાં એર ચીફ માર્શલ પી.વી.નાયકે 26 જુલાઈએ નિવેદન આપ્યું કે પાકિસ્તાને દુસ્સાહસ કર્યું, તો આપણે તેને મિટાવી દઈશું. આ નિવેદન એવા સમયે આવ્યું, જ્યારે બંને દેશોના વિદેશ સચિવ અને વિદેશ મંત્રી 27 જુલાઈની વાતચીતની તૈયારીમાં લાગેલા હતા. શું આ રાજનીતિ અથવા કૂટનીતિ છે?

શક્તિનો અહેસાસ કેવો હોય છે, આ જોવું હોય, તો ચીન પાસેથી શીખો. તાજેતરમાં ઓબામા, દલાઈ લામાને મળ્યા. આ મુલાકાત પર ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ગંભીર વાંધો ઉઠાવ્યો. બીજા દિવસે વ્હાઈટ હાઉસની માફીના લહેજામાં સ્પષ્ટતા આવી. ચીનના કોઈ મોટા નેતા અથવા મંત્રીએ નિવેદન આપ્યું ન હતું. પરંતુ માત્ર પ્રવક્તાના નિવેદન પર, અમેરિકા જેવા મહાશક્તિશાળી દેશે તુરંત સ્પષ્ટતા આપી. આ છે શક્તિનું રહસ્ય. જૂની કહેવત છે કે કરનારા અથવા વરસનારા ગરજતા નથી.

No comments:

Post a Comment