શંકર શરણ, સૌજન્ય- અમર ઉજાલા
આ ભ્રમથી હિંદુ અથવા રાષ્ટ્રવાદી રાજકારણની જગ્યા ભરાયેલી લાગે છે, હકીકતમાં તે એકદમ ખાલી છે. આ પ્રકારે હિંદુવાદી કહેવાતા તમામ સંગઠનો એક ગંભીર અપરાધ કરી રહ્યાં છે. બરાબર એવો અપરાધ કે જે કોંગ્રેસે 1940-47માં પંજાબ અને બંગાળમાં કર્યો હતો, જ્યારે તેણે કરોડો હિંદુઓની ઉપેક્ષા કરી હતી. આજે તે ભ્રમ છદ્મ હિંદુત્વને કારણે અસંખ્ય દેશવાસીઓને છે. આ એવી સમસ્યા છે, જે દેખાતી નથી, પરંતુ ઘણી ગંભીર છે.
હરિદ્વારમાં સ્વામી નિગમાનંદ જેવા ગંગા ભક્તને ઉપેક્ષિત કરીને મરવા દેવા અને આતંકવાદી મોહમ્મદ અફઝલ ગુરુને સુપ્રીમ કોર્ટ દ્વારા ફાંસી આપવા છતાં તેને બચાવી રાખવો ભારતીય રાજકારણની બે મુખ્ય વિડંબણાઓ છે. એક નિસ્વાર્થ સંન્યાસી છદ્મ હિંદુત્વના હાથે ઉપેક્ષિત થઈને મૃત્યુને વરે છે, તો ત્યારે બીજી તરફ હત્યારો આતંકવાદી પક્ષપાતી ધર્મનિરપેક્ષતાને હાથે માન પામે છે. સરખામણી માટે આનાથી વધારે યોગ્ય ઉદાહરણ ન હોઈ શકે. હિંદુવાદી કહેવાતી પાર્ટીના રાજમાં ગંગાની સુરક્ષા માટે ઉપવાસ પર બેઠેલા એક સંન્યાસીને મરવા માટે છોડી દેવામાં આવે છે. બીજી તરફ સાંસદોની હત્યાના ઈરાદાથી આવેલા આતંકવાદીને દેશની મુખ્ય ધર્મનિરપેક્ષતાવાદી પાર્ટી વગર કોઈ માગણીએ બચાવી રહી છે.
આ બંને માત્ર વર્તમાનની પ્રતીક ઘટનાઓ છે. હકીકતમાં ભારતીય રાજકારણમાં આ લાંબા સમયથી ચાલી રહ્યું છે. પક્ષપાતી ધર્મનિરપેક્ષતા પોતાના સાર અને સ્વરૂપ બંનેમાં હંમેશા મુસ્લિમ હિતોની પોષક રહી, ત્યારે છદ્મ હિંદુત્વ ક્યારેક હિંદુત્વનો આંચળો ઓઢીને હિંદુ ભાવનાઓનું રાજકીય દોહન માત્ર કરી રહ્યું છે. વાસ્તવમાં જે અત્યારે સ્વામી નિગમાનંદ સાથે થયું, તે આખા જમ્મુ ક્ષેત્રની હિંદુ જનતા સાથે 1998થી 2004 વચ્ચે થયું, જ્યારે ભાજપના નેતૃત્વમાં એનડીએ સત્તામાં હતું. જે પાર્ટી દશકોથી કલમ-370 હટાવવા અને જમ્મુ-લડાખને સ્વાયત ક્ષેત્ર બનાવવાની માગણી કરતી રહી હતી, જેથી ત્યાંની હિંદુ-બૌદ્ધ જનતાને મુઠ્ઠીભર કાશ્મીરી મુસ્લિમ એલિટ વર્ગની ગુલામીમાંથી મુક્તિ મળે, તેને પાર્ટીએ સ્વયં સત્તામાં આવીને બંને ક્ષેત્રોને સતત ઉપેક્ષિત કર્યા, પરંતુ ઉલટા તે કાશ્મીરી એલિટની પગચંપી કરતી રહી. છદ્મ હિંદુત્વની રાજનીતિના આવા ઉદાહરણો ભાજપે હંમેશા આપ્યા છે.
અહીં એક અન્ય વિડંબણા પણ છે. ભલે ભાજપ સાથે હિંદુત્વ જોડાય ગયું છે, તેને તેણે રદિયો પણ આપ્યો નથી, પરંતુ તેની સાથે ન્યાય કરીને એ માનવું પડશે કે તેના પર હિંદુત્વ થોપવામાં આવેલું છે. તેણે ખુદ ક્યારેય હિંદુત્વને પોતાની રાજકીય ટેક ઘોષિત કરી નથી. તે પોતાની ચૂંટણીઓ વિકાસ અને મજબૂતી જેવા સૂત્રો પર જ લડે છે. માટે જ ભાજપ પર હિંદુ કોમવાદી હોવાના અથવા હિંદુત્વથી ભટકવાના, બંને પ્રકારના આરોપો ખોટા છે. આ આરોપો અનુક્રમે તેના વિરોધી અને ટેકેદારો લગાવે છે.
વિરોધીઓ એટલા માટે લગાવે છે કે કોઈને કોઈને કોમવાદી કહેવા તેની જરૂરિયાત છે. તેના દ્વારા તેઓ મુસ્લિમ તુષ્ટિકકરણના પોતાના એજન્ડાને આગળ વધારે છે. ત્યારે ટેકેદારો ભાજપને હિંદુત્વના મુદ્દાથી ભટકવાનો આરોપ એટલા માટે લગાવે છે, કારણ કે હિંદુ ચિંતાઓને ઉઠાવનારો કોઈ અન્ય પક્ષ ન હોવાને કારણે તેઓ ભાજપ પર જ પોતાની આશાઓ આરોપિત કરે છે. ભાજપ આ આશાઓનો વિરોધ પણ કરતું નથી. પરંતુ તેમણે ક્યારેય આ આશાઓને પૂર્ણ કરવાનું વચન પણ આપ્યું નથી. તેના સમગ્ર વ્યવહારમાં આવી કોઈ વાત નજરે પડી નથી. તેઓ ઘણાં રાજ્યોમાં સત્તામાં છે, કેન્દ્રમાં પણ સત્તામાં રહી ચુક્યા છે.
માટે ભાજપના નેતાઓ દ્વારા પરિસ્થિતિવશ એકલ-દોકલ વાતો કરનારા અને સાંકેતિક આંચલો ઓઢવાને હિંદુત્વની રાજનીતિ કહેવું યોગ્ય નથી. વધારેમાં વધારે આ ઓઢેલો આંચળો છદ્મ હિંદુત્વ છે, જેને પાર્ટી લાભ માટે ઉપયોગમાં લાવે છે. પરંતુ આવું હિંદુત્વ દેશ માટે સતત ઘાતક સેક્યુલારિઝમથી પાર પાડી શકે નહીં. જે હિંદુત્વ માત્ર સત્તા મેળવવા અથવા પહેલા સત્તામાં આવવા માટે હિંદુ ભાવનાઓનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરતું હોય, તે છદ્મ હિંદુત્વ છે. છદ્મ હિંદુત્વ ધર્મનિરપેક્ષતાથી હારી રહ્યું છે, હારતું રહેશે. ગત બે લોકસભા ચૂંટણીઓ પણ આ જ દર્શાવે છે. પરંતુ જેવું સ્વામી નિગમાનંદ અને મોહમ્મદ અફઝલના ઉદાહરણો દર્શાવે છે, તેનાથી મોટું નુકસાન થઈ રહ્યું છે. છદ્મ હિંદુત્વ દેશના રાષ્ટ્રવાદી લોકોને ભ્રમમાં રાખે છે.
No comments:
Post a Comment