Thursday, 30 June 2011
આગામી સંઘર્ષની આહટ
આર. વિક્રમ સિંહ, સૌજન્ય- દૈનિક જાગરણ
વાયદા પ્રમાણે અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાઓની વાપસી જુલાઈથી શરૂ થઈ રહી છે. સાથે જ અમેરિકા, કરજઈ અને તાલિબાનની ત્રિપક્ષીય વાતચીતની પણ ચર્ચા છે. તાલિબાનની ભાગીદારી એટલા માટે છે કે અફઘાન સમસ્યાના જે રાજકીય સમાધાનની વાત થઈ રહી છે, તે ત્રિભુજ તાલિબાન વગર પૂર્ણ થઈ શકે તેમ નથી. ક્ષેત્રીય શક્તિઓનમાં અસંતુલન સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પાકિસ્તાની સંરક્ષણ મંત્રી ચૌધરી અહમદ મુખ્તારનું એ નિવેદન કે પાકિસ્તાન સૈન્ય શક્તિમાં ભારતની બરાબરી કરી શકે નહીં, અમેરિકી વાપસીથી ભારતીય આશંકાઓને દૂર કરવાની પ્રાયોજીત કોશિશ છે. લાદેનના મોતે સમજૂતીનો માહોલ બનાવી દીધો છે. વાતચીતની દિશા સત્તામાં તાલિબાનની ભાગીદારી સુધી જઈ શકે છે. નેપાળમાં કમ્યુનિસ્ટ ગુરિલ્લા યુદ્ધથી ચૂંટણીના રાજકારણ સુધી એક મોટી પ્રગતિ કરી શકે, પરંતુ આ કામ અફઘાનિસ્તાનમાં કેવી રીતે થશે, તે જોવાની વાત હશે. શું તાલિબાનને ચૂંટણીના રાજકારણમાં ભાગ લેવા માટે તૈયાર કરી શકાય છે? જો જવાબ હકારમાં છે, તો સમાધાનની રાહ બનતી દેખાઈ રહી છે. અફઘાનિસ્તાનને પોતાના જૂનિયર પાર્ટનરની હેસિયતમાં લાવવાના પાકિસ્તાની પ્રયાસ ચાલુ રહેશે. જ્યાં સુધી ભારતની વાત છે, અફઘાનિસ્તાનના વિકાસમાં અત્યાર સુધી રહેલા આપણા યોગદાનનો લાભ લોકતાંત્રિક અફઘાનિસ્તાનમાં જ મળી શકે છે, તાલિબાની અફઘાનિસ્તાનમાં નહીં.
પાકિસ્તાની સહયોગથી ચીન એક સ્પષ્ટ ભારત વિરોધી ધરીની પટકથા લખતું દેખાઈ રહ્યું છે. ચીને તો ગુલામ કાશ્મીરમાં પોતાની ઉપસ્થિતિથી કાશ્મીર સમસ્યામાં પણ પોતાની ભૂમિકાની નિશાનદેહી કરી લીધી છે. ક્ષેત્રીય વર્ચસ્વનો ચીની વિચાર ડામચુક અતિક્રમણ અને બ્રહ્મપુત્ર જળ વિવાદ ઉભો કરવાથી જાહેર થઈ જાય છે. ચીની નેતાઓના નિવેદનો પરથી સ્પષ્ટ છે કે એબટાબાદ કાંડ બાદ ચીન પાકિસ્તાનની રાજકીય સ્થિરતાનું જમાનતદાર બનવાની કોશિશ કરી રહ્યું છે. અમેરિકાના ગયા બાદ આ શાપિત ક્ષેત્ર યથાસ્થિતિનો ભાર વહન કરી શકશે નહીં. જો કે આ વાપસીની સાથે આવનારા સંઘર્ષની આહટ પણ સંકળાયેલી છે. યુદ્ધ હંમેશા શક્તિઓના અસંતુલનનું આદર્શ સમાધાન હોય છે.
અમેરિકી વાપસી બાદના પરિદ્રશ્યમાં આપણી પાસે શું વિકલ્પ હશે? કાશ્મીર સમસ્યા અને ચીન સીમા વિવાદ પર આ વાપસીનો શું પ્રભાવ હશે અને એ પણ કે ચીની અહંકાર આગળ શું ગુલ ખિલાવશે? આપણી આ સમસ્યાઓનું શું કોઈ રાજકીય સમાધાન શક્ય છે? દરેક સમસ્યાનું રાજકીય સમાધાન હોતું નથી. એ પાંચસોથી વધારે રજવાડાઓને આઝાદી બાદ સરદાર પટલે ભારતમાં સામેલ કરાવ્યા હતા, શું કોઈ બીજું રાજકીય સમાધાન શક્ય હતું? આપણી સામે એક ઉદાહરણ ગોવાની આઝાદીનું છે. જો આપણે રાજકીય સમાધાન શોધત તો ગોવા આજે પણ પોર્ટુગીઝ કોલોની હોત. પરંતુ સમસ્યાનું સૈન્ય સમાધાન કાઢવામાં આવ્યું. આ પ્રકારે કાશ્મીરની સમસ્યા રણનીતિક અનિર્ણયનું પરિણામ છે. રાજનીતિ પાસે તેનો ઉકેલ નથી, કારણ કે આપણે કોઈપણ પંચાયતમાં કાશ્મીર ખીણને પાકિસ્તાનને આપવા માટે સંમત થઈ શકીશું નહીં. જ્યારે તેઓ ખીણથી ઓછામાં માનશે નહીં. 1971 બાદ આપણી સૈન્ય શ્રેષ્ઠતાનો લાભ ગુમાવી દીધો છે. આજની પરિસ્થિતિમાં સૈન્ય સમાધાન પણ શક્ય નથી. આપણે જોઈએ છીએ કે દક્ષિણ એશિયાની પરંપરાઓમાં સંસ્કૃતિ-સમાજની શક્તિઓ રાજનીતિની સરખામણીમાં વદારે પ્રભાવી રહી છે. સંસ્કૃતિઓ રાજકીય, પ્રાકૃતિક સીમાઓની રક્ષા નહીં, પરંતુ અતિક્રમણ કરે છે. સંસ્કૃતિઓ જ ધર્મોની સંવાહક હોય છે. સાંસ્કૃતિક સંબંધોની સમૃદ્ધ પરંપરાને કારણે તિબેટ ક્યારેય પણ ભારતનું શત્રુ બન્યું નથી. આ એક સમ્રાટનો ધર્મ વિજય હતો, માટે તિબેટ-ભારત સીમા વિવાદ ક્યારેય રહ્યો નથી. જો નેપાળ-ભારત-તિબેટની સાંસ્કૃતિક ધરીના પરિપેક્ષ્યમાં જોઈએ તો કોઈપણ પ્રકારના ભાગલા અર્થહીન જેવા છે. હાલનો સીમા વિવાદ ચીનની વિસ્તારવાદી રાજકીય મહત્વકાંક્ષાનું પરિણામ છે. આ સીમાઓ હવે જબરદસ્ત દબાણમાં આવી જશે.
ચીન-પાકિસ્તાન જોડાણ કાશ્મીર પર પોતાનું બનાવેલું સમાધાન થોપવાની કોશિશ કરશે. કાશ્મીરીઓએ સમજવું જોઈએ કે તેમની સંસ્કૃતિ સમયકાળ સાથે બદલાનારા ધર્મોથી ઘણી વધારે પ્રાચીન છે. કાશ્મીરી સભ્યતા-સંસ્કૃતિની સીમા પાકિસ્તાન નક્કી કરી શકે નહીં. આ સમસ્યાઓનું રાજકીય સમાધાન શક્ય નથી. લોકતાંત્રિક રાજનીતિ તો મોટાભાગે વિવાદીત ક્ષેત્રોને અડધું-અડધું વહેંચવાની વાત વિચારે છે. પ્રવર્તમાન પરિસ્થિતિમાં ગુલામ કાશ્મીર અને ભારતને જોડવાનો સાંસ્કૃતિક, સામાજીક અભિયાન જ એકમાત્ર માર્ગ દેખાઈ રહ્યો છે. તવાંગ મઠનું તિબેટી પરંપરાથી જોડાયેલું હોવું સાંસ્કૃતિક દ્રષ્ટિથી કોઈ સમસ્યા નથી, પરંતુ તેનો લાભ લઈને જ્યારે ચીન પોતાની રાજકીય સીમા નક્કી કરે છે, તો તે એક સમસ્યા બની જાય છે. ચીની-પાકિસ્તાની નેતૃત્વ સૈન્ય સમાધાન અસફળ થવા પર રાજકીય સમાધાનની વાત કરે છે, જ્યારે આપણા નીતિ-નિયંતા સૈન્ય સમાધાનની સંભાવનાઓ પર દ્રષ્ટિપાત પણ કરતા નથી.
જો રાજકીય સમાધાન નથી, સૈન્ય સમાધાન આજની સ્થિતિમાં સંભવ નથી, તો સમાધાન શું છે? આ વિસ્તારમાં વાપસી બાદ ફરીથી અમેરિકી હસ્તક્ષેપની દૂર-દૂર સુધી સંભાવના ન હોવાથી આ ક્ષેત્રના ચીનના રહેમોકરમ પર આવી જશે. ચીન દાદાગીરી કરશે અને પાકિસ્તાન તેનું ખાસ સાથી બની જશે. આપણને તોડવા માટે આતંકી, કોમવાદી, વિભાજનકારી એજન્ટોને મજબૂત કરવામાં આવશે. સમજૂતીપરસ્ત અસહાય રાજનીતિ શાંતિના તર્કનો સહારો લેશે જેવો કે દેશના વિભાજન સમયે લીધો હતો. મજબૂર રાજનીતિ દેશના આત્મસમ્માનનો સોદો કરવા ઈચ્છશે. આપણે આ દેશના લોકો શું કરીશું? આપણે રાષ્ટ્રહિતની વિરુદ્ધ દરેક સમજૂતીથી, ફરીથી ગુલામ થવાનો ઈન્કાર કરી દેવો જોઈએ. કાશ્મીર પર, અરુણાચલ પર કોઈ થોપેલું સમાધાન મંજૂર નહીં હોય. યુદ્ધોની ભૂમિકા બનશે. પરમાણુ હુમલાનો ભય દેખાડવામાં આવશે. તેઓ હુમલા કરી પણ શકે છે. પોતાના અસ્તિત્વના આ યુદ્ધમાં આપણે એકલા હોઈશું. એકલા હોવાનો અર્થ યુદ્ધ હારવું તેવો થતો નથી. આ વાત આપણા શત્રુઓએ જાણવી જોઈએ કે આ દેશ કાશ્મીર અને અરુણાચલને ક્યારેય પણ સમજૂતીના મેજ પર રાખશે નહીં. જે યુદ્ધોથી ભાગે છે, તેમના પર સમજૂતી, શરતો થોપવામાં આવે છે અને જે યુદ્ધ માટે સદા તૈયાર છે, તેમની શરતોનું સમ્માન કરવામાં આવે છે. યુદ્ધ એક સંભાવના છે. યથાસ્થિતિનો વિસ્તાર અનંત સુધી હોતો નથી. આ યુદ્ધ આપણને ઘણાં મહાન બનાવી દેશે કારણ કે બાંગ્લાદેશની જેમ એક પખ્તૂન રાષ્ટ્રની સંભાવના ક્ષિતિજ પર છે. બોલતી મશીનગનો, ગગડતી ટેન્કો અને ચીસો પાડતા જહાજો વચ્ચે ઝુઝુમતી સેનાઓના જયકારાની મોસમ આવવાની છે.
(આર. વિક્રમ સિંહ ભારતીય સેનાના ભૂતપૂર્વ અધિકારી છે)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment