ભાજપના વરિષ્ઠ નેતા ઉમા ભારતીએ ઘોષણા કરી છે કે ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીનો રાજકીય એજન્ડા ભ્રષ્ટાચાર અને અપરાધ રહેશે, તેમ છતાં પણ હિંદુત્વ પાર્ટીની પ્રાણ શક્તિ રહેશે.
સાથે જ તેમણે ભાજપ વિરુદ્ધ બિનજવાબદાર નિવેદન માટે કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહ પર આક્રમક શાબ્દિક હુમલા કરતાં કહ્યું છે કે ઉત્તર પ્રદેશના વર્તમાન રાજકીય પરિદ્રશ્યમાં દિગ્વિજય સિંહની કોઈ ભૂમિકા નથી. તેઓ માત્ર કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીની સ્ટેપની છે.
ઉમા ભારતીએ લખનૌમાં બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ઉત્તર પ્રદેશ ભ્રષ્ટાચારના મામલમાં દેશમાં સૌથી અવ્વલ રાજ્ય છે. રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ બેહદ ખરાબ છે. મહિલાઓ અહીં સૌથી વધારે અસુરક્ષાનો શિકાર છે. આ જોઈને તેમણે નિર્ણય કર્યો છે કે આગામી 2012ની વિધાનસભા ચૂંટણી સુધી ભ્રષ્ટાચાર અને અપરાધ તેમના રાજકીય એજન્ડાના બે મુખ્ય બિંદુ રહેશે.
ભાજપના નેતાએ કહ્યું છે કે આમ તો વિધાનસભા ચૂંટણીમાં ભ્રષ્ટાચાર અને અપરાધ તથા તેની સાથે જોડાયેલા અન્ય જે પણ કોઈ બિંદુ હોય, તેને તેઓ ઉઠાવશે. પરંતુ તેઓ ચાહે છે કે હિંદુત્વ તેમની પ્રાણ શક્તિ રહેશે. ઉમા ભારતીએ કહ્યું હતું, ‘હિંદુત્વ રાષ્ટ્રનો પ્રાણ છે અને દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા હિંદુત્વને કારણે છે.’
માયાવતીને અપરાધી તત્વો અને ભ્રષ્ટાચારીઓના મનમાં સરકારનો ભય પેદા કરી શકવામાં નાકામ ગણાવીને ઉમા ભારતીએ કહ્યું છે કે એ ચોંકાવનારી વાત છે કે અહીં માત્ર પોલીસકર્મીઓ જ નહીં, પરંતુ સરકારના મંત્રી પણ ગુનાઓમાં સામેલ છે. તેમણે કહ્યું હતું કે તેઓ અભિયાન ચલાવીને માયાવતી સરકારને પુછશે કે કેન્દ્ર પાસેથી મળેલું ધન ક્યાં અને ક્યાં કામ માટે ખર્ચ કરવામાં આવ્યું.
તેમણે કહ્યું કે તેમનું સંપૂર્ણ ધ્યાન રાજ્યમાં ભાજપની સરકાર લાવીને જનતાને માયાવતીના કુશાસનમાંથી મુક્તિ અપાવવા સંદર્ભે છે, જેથી મહાત્મા ગાંધીએ જે રામરાજની કલ્પના કરી હતી, તે ઉત્તર પ્રદેશમાં આવે.
તેમને પુછવામાં આવ્યું કે શું ગોપીનાથ મુંડે સહીત પછાત જાતિના અન્ય નેતાઓને શું પાર્ટીમાં સમ્માન મળી રહ્યું નથી? આ સંદર્ભે ઉમા ભારતીએ જવાબ આપ્યો કે એવું બિલકુલ નથી, ભાજપમાં પછાત જાતિના નેતાઓની લાંબી હરોળ છે, જે સત્તામાં બેઠેલા છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદી, મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાન, બિહારમાં સુશીલ મોદી અને કર્ણાટકમાં બી. એસ. યેદિયુરપ્પા જેવા પછાત જાતિના નેતાઓ આના ઉદાહરણ છે કે જેમને પૂર્ણ સમ્માન મળી રહ્યું છે.
વડાપ્રધાન મનમોહન સિંહ પર નિશાન સાધતા ઉમા ભારતીએ કહ્યું કે કાળુ નાણું અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ સત્યાગ્રહ કરનારા સ્વામી રામદેવ અને તેમના ટેકેદારો પર પોલીસ કાર્યવાહીમાં વડાપ્રધાને કહ્યું હતું કે તેમની પાસે આના સિવાય અન્ય કોઈ વિકલ્પ ન હતો. તેમણે કહ્યું હતું કે તેમને વડાપ્રધાન પાસેથી આવી અલોકતાંત્રિક ટિપ્પણીની આશા ન હતી. દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક દેશના વડાપ્રધાન દ્વારા આ પ્રકારે કાર્યવાહીનું સમર્થન કરવું લોકતંત્રનું અપમાન છે. તેમણે ઉમેર્યું હતું કે તેઓ પોલીસ દ્વારા કરવામાં આવેલા જુલમની નિંદા કરીને દેશની માફી માંગશે.
મહત્વપૂર્ણ છે કે ભાજપમાં પુનરાગમન બાદ પાર્ટી હાઈકમાન્ડે ઉમા ભારતીને ઉત્તર પ્રદેશમાં ચૂંટણી તૈયારીઓની જવાબદારી આપી છે.
No comments:
Post a Comment