જોગિન્દર સિંહ
સામાન્ય રીતે ભારત અને ખાસ કરીને મુંબઈ આતંકવાદના નિશાન પર છે, જેની શરૂઆત 1993ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોથી થઈ હતી. મુંબઈમાં થયેલા તાજેતરના વિસ્ફોટો સંદર્ભે સરકાર ચાહે જે તર્ક આપે અથવા કોઈને પણ જવાબદાર ઠેરવે, પરંતુ હકીકત એ છે કે આ ગુપ્તચર ખામીની વધુ એક કડી છે, જેની જવાબદારીમાંથી કેન્દ્ર અને રાજ્ય સરકારો બચી શકે નહીં.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ આતંકવાદીઓથી નિપટવા માટે રાષ્ટ્રીય આતંકવાદ નિરોધક કેન્દ્રની સ્થાપના માટે એલાન કર્યુ હતુ, પરંતુ જો આ સંગઠન ક્યાંય અસ્તિત્વમાં છે, તો તે માત્ર કાગળો પર છે. દેશની તામ ગુપ્તચર સંસ્થા ઉદાહરણ તરીકે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રૉ), એવિએશન રિસર્ચ સેન્ટર (એઆરસી), ઈન્ટેલિજન્સ બ્યૂરો (આઈબી), નેશનલ ટેક્નીકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (એનટીઆરઓ) અને ડિફેન્સ ઈન્ટેલિજેન્સ એજન્સી (ડીઆઈએ) વગેરે પૃથક અને સ્વતંત્ર રીતે કામ કરી રહી છે. તેમા કોઈ પ્રકારનો સમન્વય અને સહયોગ નથી, સંકટના સમયે આ ઘાતક સાબિત થાય છે.
પરિણામ તરીકે જોવો, મુંબઈમાં 13 જુલાઈએ શું થયું. આપણી ગુપ્તચર અને તપાસ એજન્સીઓ કોઈપણ હુમલા બાદ તેનું વિશ્લેષણ કરવામાં માહેર છે કે આતંકવાદીઓએ હુમલાને કેવી રીતે પાર પાડયો. તે કોઈ નક્કર માહિતી ઉપલબ્ધ કરાવવામાં મોટાભાગે નિષ્ફળ રહે છે. તેમની પાસેથી માત્ર એ ચેતવણી મળે છે કે રાષ્ટ્રીય રાજધાની અથવા કોઈ અન્ય મહાનગરમાં કંઈક થઈ શકે છે.
તેમા બેમત નથી કે ખાસ પ્રકારની ગુપ્તચર માહિતી ભેગી કરવી બેહદ મુશ્કેલ કામ છે. પરંતુ એક મહત્વનો સવાલ છે કે શું આપણા સુરક્ષા દળો આતંકવાદી હુમલાથી નિપટવા માટે પુરતા પ્રશિક્ષિત છે? શું તેમની પાસે સંસાધન છે અને શું બદલાતી પરિસ્થિતિઓમાં આપણા કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો છે? આ સવાલોનો જવાબ ખુદ કેન્દ્રીય ગૃહ મંત્રીએ ઓક્ટોબર 2009માં આપ્યો હતો.
તેમનુ કહેવુ હતુ, સાધાર પોલીસ કોન્સ્ટેબલ પોલીસ ફોર્સનો સૌથી વધારે પ્રતાડિત વર્ગ છે અને સર્વાધિક નિંદા સહન કરનારા સરકારી કર્મચારી છે. પોલીસ વ્યવસ્થા જૂની થઈ ચુકી છે. પોલીસમાં પ્રશિક્ષણની કમી છે, વેતન પુરતું નથી અને દરેક એ માને છે કે કોન્સ્ટેબલને લાંચ આપવાથી કામ કાઢી શકાય છે. સરેરાશ પોલીસ કર્મચારીઓમાં હોશલાની કમી છે અને આંતરિક સુરક્ષાના મોરચે તેઓ જ સૌથી આગળ હોય છે. પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓના કુલ ત્રણ લાખ પદો ખાલી પડયા છે. લચ્ચર હથિયાર અને બદહાલ તાલીમનું પરિણામ પોલીસ ભોગવી રહી છે.
આતંકવાદથી મુકાબલો કરવા માટે સમુદાયને પણ પ્રોત્સાહિત કરવો જોઈએ. ધ્યાન રાખવું જોઈએ કે ઉલેમાએ આતંકવાદ વિરુદ્ધ ફતવો જારી કર્યો છે. તેનો લાભ ઉઠાવીને સરકારે સુનિશ્ચિત કરવું જોઈએ કે સુરક્ષા અને ગુપ્તચર સેવાઓમાં મુસ્લિમ સમુદાયને પુરતી ભાગીદારી મળે, જેથી આતંકવાદને જડથી મિટાવવામાં તેઓ પણ યોગદાન કરી શકે. એ વિચાર ભ્રામક છે કે મુસ્લિમ આતંકવાદી હોય છે. તેની વિપરીત સચ્ચાઈ એ છે કે ભારતના 99 ટકાથી પણ વધારે મુસ્લિમો આ મુલ્ક પ્રત્યે વફાદાર અને નિષ્ઠાવાન છે. એક ટકાથી પણ ઓછા લોકો છે, જે કોઈને કોઈ કારણે આતંકવાદના ખોટા રસ્તા પર ચાલી રહ્યાં છે. એ પણ આપણી ખોટી ધારણા છે કે મુસ્લિમ આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાથી દેશનો મુસલમાન સમુદાય નારાજ થઈ જશે.
આપણે ત્યાં આતંકવાદના પગ ફેલાવાનું એક કારણ એ પણ છે કે તેની વિરુદ્ધ કોઈ મજબૂત કાયદો નથી. જો રાષ્ટ્રીય સુરક્ષા માટે આપણે આપણા જૂના કાયદાઓ હટાવી દઈએ, તો કોઈ પહાડ તૂટી પડવાનો નથી. સરકારે વિચારવું જોઈએ કે આતંકવાદીઓને માનવાધિકારની રત્તી ભર પરવાહ નથી, અને પોતાના લક્ષ્યમાં તેઓ હત્યાઓથી સહેજ પણ અચકાતા નથી. આજ દુનિયાભરના લોકો માનવાધિકાર-માનવાધિકારની બૂમો પાડે છે. જ્યારે માનવાધિકાર સૌથી પહેલા માનવીય હોવો જોઈએ. એ ન થઈ શકે કે જે વ્યક્તિ સેંકડોની હત્યાઓ માટે જવાબદાર છે, તેને ફાંસીની સજા આપવામાં એટલા માટે ખચકાટ કરવામાં આવે કે દુનિયાભરના માનવાધિકારવાદીઓ તેની વિરુદ્ધ છે.
આતંકવાદની વિભીષિકાને જોતાં કોર્ટ અને અપરાધ દંડ સંહિતાને તેની અનુરૂપ મજબૂત કરવાની જરૂરત છે. એ સમયનો તકાજો છે કે આતંકવાદ વિરુદ્ધ શક્તિશાળી કાયદો બને. તે પ્રકારે દેશના રાજનેતાઓએ પોતાના કામકાજથી દર્શાવવું પડશે કે તેઓ આતંકવાદને નિર્મૂળ કરવા માટે ખરેખર કેટલાં સક્રિય છે. તેની વિપરીત આજે તો આપણા રાજનેતા આતંકવાદ વિરુદ્ધ માત્ર નિવેદન આપવામાં જ વિશ્વાસ રાખે છે કે તેઓ તેને ખતમ કરીને રહેશે. એ કેટલી મોટી વિડંબણા છે કે આતંકવાદીઓ જે ચાહે છે, તે કરીને જ માને છે. આ દુનિયામાં વ્યક્તિ અથવા તો એરણ હોય છે અથવા હથોડો. આપણા નેતાઓએ એ સુનિશ્ચિત કરવું પડશે કે આપણે હથોડો બનીએ, એરણ નહીં.
(સૌજન્ય-અમર ઉજાલા)
No comments:
Post a Comment