Thursday, 7 July 2011

સંરક્ષણ નીતિ પર પુનર્વિચારનો વખત



ડૉ. હર્ષ વી. પંત, સૌજન્ય- પ્રભાત ખબર

ભારત સરકારે ગંભીરતાથી ભાળ મેળવવી જોઈએ કે તેની સેનાની અત્યારની અને ભવિષ્યની વાસ્તવિક જરૂરતો શું છે અને તેને અનુરૂપ ઘરેલુ સંરક્ષણ અને નિર્માણ ઉદ્યોગનું પુનર્ગઠન કરવું જોઈએ, નહીંતર વૈશ્વિક શક્તિ તરીકે ઉભરવાનું સપનું ક્યારેય પૂર્ણ નહીં થાય.

આઝાદીના છ દશક બાદ આજે ભારતની સંરક્ષણ નીતિ એક ચાર રસ્તે ઉભી છે. ઘણાં લોકોના એ મત બાદ કે દેશની સંરક્ષણ નીતિ સમક્ષ પડકારો ચારે તરફથી વધી રહ્યાં છે, કેન્દ્ર સરકારે એક ટાસ્ક ફોર્સની રચના કરવાનો નિર્ણય કર્યો છે. આ ટાસ્ક ફોર્સ રાષ્ટ્રીય સુરક્ષા અને દેશની સમક્ષ હાજર પડકારોની સમગ્ર સમીક્ષા કરશે. તેના અધ્યક્ષ ભૂતપૂર્વ કેબિનેટ સચિવ નરેશ ચંદ્રા છે, જે સંરક્ષણ સચિવ અને અમેરિકામાં ભારતના રાજદૂત પણ રહી ચુક્યા છે. 

એક દશક પહેલા 1999માં ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે કારગીલ રિવ્યૂ કમિટીએ કંઈક આવું જ આકલન કર્યું હતું. ટાસ્ક ફોર્સ રચવાનું સરકારનું પગલું સ્વાગત યોગ્ય છે, પરંતુ આપણે ભૂલવું ન જોઈએ કે આ પહેલા રચાયેલી ઘણી ટાસ્ક ફોર્સની ભલામણો સરકાર નજરઅંદાજ કરતી રહી છે, જેનાથી આપણી સંરક્ષણ નીતિ સમક્ષ પડકારો સતત યથાવત છે. 

સૈન્ય ઉપકરણો પર ખર્ચ પ્રત્યે ભારતની ઉદારતા પશ્ચિમી દેશોને આકર્ષિત કરી રહી છે, જેનાથી વૈશ્વિક સંરક્ષણ બજારનો વિસ્તાર થઈ રહ્યો છે. પરંતુ આ વિરોધાભાસ જ છે કે એક તરફ દેશનું રાજકીય નેતૃત્વ ઉત્સાહની સાથે સૈન્ય શક્તિ વધારવાની વાત કરે છે, બીજી તરફ સંરક્ષણ ક્ષેત્રના પડકારો ગંભીર બન્યા છે. ભારતમાં જ્યારે પણ સંરક્ષણ સંબંધિત આકાંક્ષાઓની વાત થાય છે અથવા તેના માટે ખજાનાનું મોઢું ખોલવામાં આવે છે, ત્યારે બધાંની નજર તેના પર ચોંટી જાય છે. 

ભારતીય વાયુસેનાને બહુઆયામી એરક્રાફ્ટ વેચવા માટે સંરક્ષણ ક્ષેત્રે દુનિયાના મોટા ખેલાડીઓ વચ્ચે હોડ મચી જાય છે. ગત પાંચ વર્ષોથી ભારત હથિયારોનું દુનિયાનું બીજું સૌથી મોટું ખરીદાર છે.
હથિયારોની વૈશ્વિક નિકાસમાંથી સાત ટકાની આયાત ભારત જ કરે છે. ચોથી સૌથી શક્તિશાળી સેના અને સૌથી મોંઘા સંરક્ષણ બજેટવાળા દેશમાં સામેલ ભારતે આગામી એક દશકમાં પોતાની સેનાની રક્ષા પંક્તિના આધુનિકીકરણ માટે કમર કસી લીધી છે અને હાઈટેક સંરક્ષણ ટેકનીક પર અબજો ડૉલરનો ખર્ચ કરાઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સંસ્થા કેપીએમજીના તાજેતરના રિપોર્ટ પ્રમાણે, ભારત સંરક્ષણ ખરીદી પર એક દશકમાં 100 અબજ ડોલરનો ખર્ચ કરી શકે છે. સંરક્ષણ ઉપકરણો પર ખર્ચની આ ઉદારતા પશ્ચિમી દેશોના સંરક્ષણ ઉદ્યોગની સાથે સાથે ત્યાંની સરકારોને પણ લલચાવે છે. 

એરચીફ માર્શલ પી. વી. નાયકે થોડા સમય પહેલા સ્પષ્ટ કહ્યુ હતુ કે ભારતીય વાયુસેના દ્વારા ઉપયોગમાં લેવાય રહેલા લગભગ અડધા ઉપકરણો યા તો જૂના થઈ ગયા છે અથવા થવાના છે. જો કે તેમણે દેશને આશ્વસ્ત કર્યો હતો કે વાયુસેના સીમાઓની રક્ષા કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે, પરંતુ એ પણ સ્પષ્ટ કહેવાનું હતું કે વાયુસેનાના મોટાભાગના ઉપકરણ સંચાલનની સારી સ્થિતિમાં નથી. તેવા સમયે જ્યારે દેશનું રાજકીય નેતૃત્વ ભારતને સૈન્ય શક્તિના રૂપમાં ઉભરવાની વાત કરી રહ્યું છે, સૈન્ય નેતૃત્વ તરફથી આવા નિવેદન સંરક્ષણ નીતિ સંદર્ભે ગંભીર ચિંતાઓને વધારી દે છે. આવા સમયમાં, જ્યારે એશિયામાં ક્ષેત્રીય સુરક્ષાનું વાતાવરણ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, ભારત સરકારે આ ચિંતાઓને પ્રાથમિકતાના આધારે ઉકેલવી જોઈએ. 

ભારતનો સુરક્ષા માહોલ ઝડપથી બગડી રહ્યો છે, કારણ કે અફઘાનિસ્તાનમાં તાલિબાન ફરીથી સત્તામાં પાછા ફરે તેવી સંભાવનાઓ છે. પાકિસ્તાનમાં સત્તા પર સેનાની પકડ મજબૂત થતી રહી છે. ચીન પોતાના ક્ષેત્રીય હિતો પ્રત્યે પહેલાથી વધારે આક્રમક છે. પાકિસ્તાન અને ચીનનો સૈન્ય સહયોગ વધી રહ્યો છે. કાશ્મીરમાં આતંકવાદ અને ઘણાં રા્જ્યોમાં વધતી નક્સલ હિંસાને કારણે આંતરીક સુરક્ષાના જોખમોથો પહેલેથી જ યથાવત છે.

જો કે જીડીપીની ટકાવારીમાં જોઈએ તો વાર્ષિક સંરક્ષણ ખર્ચ 1962 બાદ સૌથી નીચલા સ્તર પર છે. એટલું જ નહીં, સંરક્ષણ મંત્રાલય ગત ઘણાં વર્ષોથી સંરક્ષણ માટે બજેટમાં ફાળવાયેલી ધનરાશિ ખર્ચ કરી શકતું નથી. સંરક્ષણ અધિગ્રહણની પ્રક્રિયા ભ્રષ્ટાચાર અને નોકરશાહીમાં ફસાયેલી છે. 80ના દશકથી સંરક્ષણ સોદાઓમાં ઘણાં ગોટાળા ઉજાગર થઈ ચુક્યા છે. તેવામાં નોકરશાહી જોખમ લેવાથી બચી રહી છે, જેના કારણે ખરીદ પ્રક્રિયા ધીમી થઈ છે. મોટાભાગના સંરક્ષણ અધિગ્રહણ કાર્યક્રમ વિલંબિત થવાને કારણે ખર્ચ વધે છે અને તકનીક પણ જૂની થઈ જાય છે.


ખરીદીની જટિલ પ્રક્રિયાઓ અને નોકરશાહીના કારણે સંરક્ષણ દળો દ્વારા વાર્ષિક ખર્ચ માટે મંજૂર ધનરાશિનો મોટો હિસ્સો દર વર્ષે પાછો આપવામાં આવે છે. જ્યારે દેશની સેનાઓ આધુનિક હથિયારો અને અન્ય ઉપકરણોની પ્રતીક્ષા કરી રહી છે. સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન ઉદ્યોગ સંરક્ષણ દળોની જરૂરિયાતો પૂરી કરવા માટે સતત અક્ષમ બની રહ્યો છે. તેવામાં એ આશ્ચર્યજનક નથી કે ભારતીય સેના માને છે કે ઉપકરણોની કમીને કારણે તે પોતાની ક્ષમતાનો અડધો ઉપયોગ કરવામાં જ સક્ષમ છે અને તેની પૂર્ણ તૈયારીઓમાં લગભગ વીસ વર્ષ લાગશે. નૌસેનાના વિશ્લેષકોનું તો ત્યાં સુધીનું માનવું છે કે ભારતીય નૌસેની ક્ષમતા ઘટી રહી છે. કારગીલ યુદ્ધ દરમિયાન સક્ષમ ઉપકરણોની કમીને કારણે યુદ્ધ લાંબુ ખેંચાયુ હતું. ત્યારે સેના પ્રમુખે સક્ષમ હથિયારોની કમીથી સૈનિકોની વધી રહેલી કુંઠાને રાખાંકીત કરી હતી. 

No comments:

Post a Comment