સુનિલ ખિલનાની
ગત ઉનાળાની એક રાત્રે સ્ટોકહોમના સેન્ટ્રલ સ્ક્વેરમાં ફરતી વખતે મે એક ભયભીત કરનારું દ્રશ્ય જોયું. કાળા કપડાંમાં સુસજ્જિત યુવાનો, જેમાંના કેટલાંકના હાથોમાં ટોર્ચ હતી, અઠારમી સદીના સ્વીડિશ યોદ્ધા રાજા ચાર્લ્સ 12માની પ્રતિમા સામે ઉભા જમણા હાથથી તેઓ ફાંસીવાદી રીતે સેલ્યૂટ કરી રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે ચાર્લ્સ 12મો સ્વીડિશ દક્ષિણપંથી રાષ્ટ્રવાદીઓનો નાયક ગણાય છે. ડઝનબંધ પોલીસકર્મીઓએ તે યુવાનોને સુરક્ષિત ઘેરામાં રાખ્યા હતા, જેથી તેઓ પોતાના નાયકના દર્શન કરી શકે, જ્યારે થોડા અંતરે ફાંસીવાદ વિરોધી એક નાનકડો સમૂહ તેમની વિરુદ્ધ સૂત્રો પોકારી રહ્યો હતો.
યૂરોપમાં દક્ષિણપંથી ઉભાર સંદર્ભે મે સાંભળ્યું હતું, હવે હું તેના ભદ્દા પ્રદર્શનનો એક નમૂનો જોઈ રહ્યો હતો. મારી જિજ્ઞાસા શાંત કરવા માટે મે સાઈકલ ચલાવતા એક વૃદ્ધ સ્વીડિશ નાગરીકને પુછયું કે મામલો શું છે. તેનો જવાબ હતો, આ લોકો હકીકતમાં ટીવી શો માટે એક દ્રશ્યનું શૂંટિંગ કરી રહ્યાં છે. મને લાગ્યું કે હું પણ કેવો મૂર્ખ છું. આના આધારે હું યૂરોપીય સભ્યતાના પતનની કલ્પના કરી રહ્યો હતો. જ્યારે અહીં તો ટેલિવિઝનની એક ઐતિહાસિક શ્રેણીનું શૂટિંગ થઈ રહ્યું હતું.
આ ઘટનાના કેટલાંક માસ બાદ ઘોર રાષ્ટ્રવાદી સ્વીડન ડેમોક્રેટ્સ પાર્ટીએ પહેલીવાર સંસદમાં પ્રવેશ કર્યો. ગત એપ્રિલમાં દક્ષિણપંથી ટ્રુ ફિન્સ પાર્ટીને ફિનલેન્ડના પોપ્યુલર વોટનો પાંચમો ભાગ મળ્યો. જ્યારે ડેનમાર્કમાં કટ્ટર સ્વદેશી ડેનિશ પીપલ્સ પાર્ટી ગત એક દશકથી રાષ્ટ્રીય રાજનીતિમાં એક મહત્વપૂર્ણ શક્તિ છે. ક્યારેક પોતાની ઉદારવાદી રાજનીતિક સંસ્કૃતિ માટે ઓળખાનાર આ તમામ દેશોમાં આજે દક્ષિણપંથી પાર્ટીઓ જ ગઠબંધન સરકારનો એજન્ડા અને તેમના નિર્ણયો નક્કી કરી રહી છે.
એ સવાલ ઉભો થઈ શકે કે દૂરના આ નાના દેશોની ઘટનાઓનો આપણા માટે શું અર્થ છે. પરંતુ આ ઘટનાઓનો પોતાનો અર્થ છે, કારણ કે આ એક સર્વવ્યાપક સમસ્યાનો પૂર્વાભાસ છે. એક એવા યુગમાં, જ્યાં મૂડી, વસ્તુ અને સેવાઓ દુનિયાભરમાં અભૂતપૂર્વ તીવ્રતાથી ચાલે છે, ત્યારે લોકોની ગતિ અને તેમની સ્થિતિ નક્કી કરવાનો માપદંડ શું હોવો જોઈએ?
જે વસ્તુ યૂરોપની ઘોર દક્ષિણપંથી પાર્ટીઓને એક કરે છે, તે અપ્રવાસી-વિદ્વેષી તો છે જ, યૂરોપ અને તે યૂરોપીય સંઘને પણ નકારે છે, જે આખા યૂરોપમાં લોકોના મુક્ત આવાગમનનો ટેકેદાર છે. યૂરોપીય સંઘે જે એકીકરણનું લક્ષ્ય સામે રાખ્યું હતું, આજે તે હચમચતું દેખાઈ રહ્યું છે. તેની બે મુખ્ય વિશિષ્ટતાઓ, સંયુક્ત કરો અને તમામ 27 દેશોમાં લોકોનું બેરોકટોક આવાગમન, ઘોર ડાબેરી અને ઘોર દક્ષિણપંથીઓ વચ્ચે ક્ષોભનું કારણ બની ગઈ છે. યૂરોપના ગરીબ ક્ષેત્ર અથવા કર્જના દબાણથી રાહત દાખવનારા વિસ્તારો પણ યૂરોપીય સંઘ વિરોધી છે, ચાહે તે એથેન્સનું સિગ્મા સ્ક્વેયર હોય, આખું સ્પેન હોય, મેડ્રિડ, બાર્સિલોના, લંડન અને પેરિસ હોય. જો કે આ યૂરોપીય સંઘના અમીર દેસોના બેંકરો અને નાણાંકીય વ્યવસ્થાપકોનો વિરોધ કરતાં નથી.
આ યૂરોપની સામાજીક અને આર્થિક અનિશ્ચિતતા જ છે, જે ત્યાંની ગલીઓમાં દક્ષિણ અને ડાબેરી વિરોધના સ્વરૂપે સામે આવે છે. યૂરો જોન અને સેનજેન ત્યારે અસ્તિત્વમાં આવ્યા હતા, જ્યારે વૈશ્વિકરણનો વિચાર હાવી હતો-જે બજાર અને તકનીકી અંતરસંબંધો દ્વારા બહેતર બદલાવમાં વિશ્વાસ કરે છે. વૈશ્વિકરણનું આ સૌથી ભ્રામક મિથક છે, જે અમીર અને ગરીબ, વિકસિત અને વિકાસશીલ દેશોને એકસાથે લાવે છે. ભૂમંડલીકરણની સ્થાપાનઓ વિરોધાભાસી છે. તે કુલ મળીને એક પરિવર્તનશીલ પ્રક્રીયા છે, જે દુનિયાને એકજૂટ રાખે છે અને જેમાં સતત પ્રતિસ્પર્ધાત્મક સંતુલન બનાવી રાખવાની જરૂરત હોય છે. તે બાળકોના શી-શૉ ગેમ જેવું છે. એવું લાગે છે કે વૈશ્વિકરણ માળખાગત અસંતુલનથી પેદા થયું છે, જે અસ્થિરતાને ખતમ કરી દે છે, પરંતુ તેના બદલામાં ભીષણ રાજકીય અસ્થિરતાને જન્મ આપે છે.
વૈશ્વિક મેળ-મેળાપ અને એકજૂટતાને પ્રોત્સાહન આપવાની જગ્યાએ વૈશ્વિકરણ આત્મપ્રશંસાને વધારી દે છે અને લોકોને શિકાર પણ બનાવે છે-પરિણામે તેની વિરુદ્ધ સ્થાનિક સ્તર પર અસંતોષ પેદા થાય છે. વૈશ્વિકરણ માત્ર દેશોની વચ્ચેનું આર્થિક ભૂગોળ જ નથી બદલતું, તે રાષ્ટ્ર-રાજ્યો અને મોટા સંઘોના આર્થિક ભૂગોળને પણ બદલી નાખે છે. આ તેનું જ પરિણામ છે કે દેશનો કેટલોક ભાગ આર્થિક વિકાસથી જગમગતો રહે છે, તો બાકીનો વિસ્તાર ગરીબ બની રહે છે. આંતરરાષ્ટ્રીય પ્રવૃતિઓ જ્યાં સરહદો પર રોકાય જાય છે, ત્યાં રાષ્ટ્ર-રાજ્યો, ખાસ કરીને ઉદારવાદી લોકતંત્રમાં, નાગરીકતાનો અર્થ નાગરીકોને બેરોકટોક આવાગમનનો અધિકાર આપવો પણ છે. બજારવાદી લોકતંત્રોમાં આ સ્થિતિ છે. અમેરિકા અને ભારત બાદ (જ્યાં શિવસેના બેરોકટોક આવાગમનને પ્રતિબંધિત કરવાની આગ્રહી છે.) યૂરોપીય સંઘની આ સ્થિતિ છે. ચીનની સ્થિતિ અલગ છે, ત્યાં નાગરીક પ્રવૃતિઓ સરકારી લાઈસન્સો દ્વારા નિયંત્રિત થાય છે.
વૈશ્વિકરણે બેશક લાખો લોકોનું જીવનસ્તર બદલ્યું છે, તેમ છતાં એક મૌલિક દાર્શનિક સવાલ ઉભો થાય છે, દુનિયામાં તે કઈ જગ્યા છે, જ્યાં લોકો વચ્ચે અંતર નથી? તેના ત્રણ પ્રકારના જવાબ છે. તેનો પહેલો, સૌથી જૂનો અને સૌથી પ્રભાવશાળી જવાબ છે કે લોકોએ એ સમાજ અથવા વર્ગમાં રહેવું જોઈએ, જ્યાં તેઓ પેદા થયા છે. એ પણ કે સંસ્કૃતિ, ભાષા અને પરંપરા જ કોઈ વિસ્તારની સ્વાભાવિક સરહદો છે. આ પ્રશ્નનો બીજો ઉત્તર તે છે, જે ઉદારવાદી લોકો આપે છે કે બજાર જ્યાં બોલાવે અને જ્યાં મૂડી તેને રોજગાર આપે, લોકોને ત્યાં બેરોકટોક જવાની મંજૂરી આપવી જોઈએ. ત્રીજો મૌલિક દ્રષ્ટિકોણ છે, જે ન્યાય અને આચારશાસ્ત્રની ભાષામાં વ્યક્ત થાય છે, લોકોને ત્યાં જવાનો અધિકાર છે, જ્યાં તેઓ સમજે છે કે પોતાનું જીવન યાપન સર્વોત્તમ રૂપથી કરી શકે છે. અને તેવામાં તેમણે આ પરિસ્થિતિઓનો મુકાબલો કરવાની આઝાદી પણ હોવી જોઈએ, જે તેમને પોતાની ઈચ્છિત જગ્યાએ જતાં રોકે છે.
આગામી દિવસોમાં જેમ-જેમ મૂડી, સંપત્તિના દાવા અને ન્યાયની માગણી પરસ્પર ટકરાશે, આ પ્રકારના તર્કો વચ્ચે સંઘર્ષ વધશે. એ સાચું છે કે બૌદ્ધિક તર્કો દ્વારા આ જટિલ અને સંવેદનશીલ મુદ્દાનો હલ નીકળશે નહીં, પરંતુ બૌદ્ધિક કોશિશોના અભાવમાં આપણી સામે નોકરશાહીના કાયદા અને રહસ્યમય વીઝા કાયદા સિવાય કોઈ વિકલ્પ હશે નહીં. સ્વીડિશ ટીવી પર આવનારું આ ઐતિહાસિક નાટક કદાચ ભવિષ્ય સંદર્ભે એ બધું વિસ્તારથી જણાવે, જેને આપણે જાણવા ચાહીએ છીએ.
No comments:
Post a Comment