Thursday, 28 July 2011

આરએસએસનો નકલી ભય



રાજનાથ સિંહ સૂર્ય

ભારતીયતા જ રાષ્ટ્રીયતા અને રાષ્ટ્રીયતા જ મંત્રીધર્મ છે. આ વિચારધારામાં આસ્થા રાખનારાઓને કોંગ્રેસ મહામંત્રી દિગ્વિજય સિંહ પ્રત્યે આભાર વ્યક્ત કરવો જોઈએ. તેમણે આ અવધારણાથી લોકોને જોડવાના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કામને આસાન કરી દીધું છે. જનસંઘની સ્થાપના 1951માં થઈ હતી. 1952માં પહેલી લોકસભા ચૂંટણીમાં જનસંઘને અડધા મતવિસ્તારોમાં ઉમેદવાર પણ મળ્યા ન હતા. દક્ષિણ ભારતના રાજ્યોમાં તો સ્થિતિ વધુ ખરાબ હતી. તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ આખા દેશમાં ખાસ કરીને દક્ષિણ ભારતમાં જનસંઘની આકરી ટીકા કરી. ત્યાં સુધી કે તેને નાઝી અને ફાસિસ્ટ જર્મની તથા ઈટાલીથી પ્રેરણા લેનારું સંગઠન ગણાવ્યું. ત્યારે જનસંઘ અધ્યક્ષ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ કહ્યું હતું કે નેહરુ તેમના સૌથી મોટા પ્રચારક છે. તેમણે દેશભરમાં અમારી ઓળખ બનાવી છે. નેહરુ ડાબેરી વિચારધારાથી પ્રભાવિત હતા. તેમના નેતૃત્વમાં જે સરકારે 1948માં ગાંધીજીની હત્યા બાદ સંઘ પર પ્રતિબંધ લગાવ્યો તેણે 1962માં ચીની હુમલા બાદ સંઘને ગણતંત્ર દિવસની પરેડમાં સામેલ થવા માટે નિમંત્રણ આપ્યું. સંઘના સ્વયંસેવક પોતાના ગણવેશમાં તેમાં સામેલ થયા હતા. ત્યારથી લઈને આજ સુધી સંઘને ત્રણ વખત પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. પહેલો પ્રતિબંધ તેના પોતાના સંગઠનની શક્તિના જોરે નાકામ કર્યો. ત્યાર બાદ 1975માં ઈન્દિરા ગાંધીએ પ્રતિબંધિત કર્યો, તો 1977માં સંઘે કોંગ્રેસના ચૂંટણીમાં હાર આપીને તેનો મુકાબલો કર્યો. આ પ્રકારે જ્યારે નરસિમ્હા રાવના કાર્યકાળમાં 1992માં પ્રતિબંધ લાગ્યો તો કોર્ટે તમામ આરોપોને નિરાધાર ગણીને પ્રતિબંધ હટાવવાનો આદેશ આપ્યો. 

શિક્ષણ, સામાજીક સદભાવ અને સ્વાવલંબનના આધારે વિકાસના ક્ષેત્રમાં સંઘનું ઉલ્લેખનીય કામ છે. આઝાદી સમયે કોંગ્રેસ સિવાય દેશમાં સમાજવાદી અને સામ્યવાદી પાર્ટીઓ જ હતી, તેમની નીતિઓમાં કોઈ મતભેદ ન હતો. જનસંઘની સ્થાપનાથી એક વૈચારીક ભિન્નતા મળી અને નવી રાજકીય શક્તિનો ઉદય થયો. આજ કોંગ્રેસથી પણ વધારે રાજ્યોમાં ભાજપ સત્તાસીન છે. સામ્યવાદી વિચારધારાના સંગઠન તમામ ક્ષેત્રોમાં ધ્વસ્ત થઈ ચુક્યા છે. ભ્રષ્ટાચાર અને કુશાસનની ઓળખ બનવાથી હતા કોંગ્રેસને લાગે છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો નકલી ભય ઉભો કરીને તે દેશના મુસલમાનોના વોટના સહારે ચૂંટણીની વેતરણી પાર કરી લેશે. મુસલામાનોમાં સંઘ પ્રત્યે ભયનો જે કૃત્રિમ માહોલ છે, તેને ભડકાવીને તમામ બિનભાજપી પક્ષો ભયદોહનની રાજનીતિ કરી રહ્યાં છે. હવે તો મુસલમાનો પણ આ ભ્રામક પ્રચારથી ઉબવા માંડયા છે. બિહારમાં મુસ્લિમ ગુમરાહ થયા નહીં અને ગુજરાતમાં પણ નિષ્પક્ષ તથા વિકાસોન્મુખી કામોએ તેમને ભ્રમિત થતાં રોક્યા છે. 

મનમોહન સિંહ અને સોનિયા ગાંધીની છબી વિકૃત થઈ રહી છે. કોંગ્રેસમાં તેનાથી બેચેની છે. મંત્રીમંડળના સભ્યો વડાપ્રધાનના નિર્દેશની સતત અવહેલના કરી રહ્યાં છે. આતંકી ઘટનાઓમાં પાકિસ્તાની હુમલાખોરોના પકડાવાથી સંતુલન બનાવવા માટે હિંદુ આતંકવાદનો નકલી ભય ઉભો કરવામાં આવે છે. હવે સોનિયા ગાંધીની સુપર કેબિનેટ હિંદુ વિરોધી સાંપ્રદાયિકતા વિરોધી બિલ પાસ કરાવવા ચાહી રહી છે. આ આશ્યર્યની વાત છે કે જે કોંગ્રેસ દિગ્વિજય સિંહના અભિપ્રાયને તેમનો વ્યક્તિગત મત કહીને પોતાનો પાલવ છોડાવી રહી છે, તે એક એવું બિલ લાવવા જઈ રહી છે કે જેમાં કોઈ સંસ્થા અથવા વ્યક્તિગત વિચારોની અભિવ્યક્તિ અથવા કૃત્ય માટે ધરપકડની જોગવાઈ છે.

દિગ્વિજય સિંહનો નવીનતમ વિચાર છે સંઘ બોમ્બ બનાવવાની ફેક્ટરી છે. જો પિયા મન ભાવે, વહી સુહાગિન- ઉક્તિ પ્રમાણે, તે સોનિયા ગાંધીની નજરોમાં અહમદ પટેલ બાદ સૌથી વિશ્વસ્ત  માનવામાં આવે છે. દિગ્વિજય સિંહને મધ્ય પ્રદેશમાં બે સ્થાનો પર કાળા ઝંડા દેખાડવામાં આવ્યા. ટીવી પર તેમને જે પ્રકારે ભાગતા દેખાડવામાં આવ્યા, તેનાથી તેમની હિંમતબાજ હોવાની છબીની તેમણે પણ કરવી જોઈએ. જે પ્રકારે તેમણે કોઈપણ પ્રકારની તપાસ વગર રાજસ્થાનના પત્રકારને સંઘી ઘોષિત કરીને ઉત્તેજના પેદા કરવાની કોશિશ કરી અને બાદમાં ખોટી સાબિત થઈ તે હાલ તેમના બાકીના આરોપોના પણ છે. કેન્દ્ર સરકાર આરોપો સંદર્ભે તપાસમાં ઘણી ઝડપ દેખાડે છે. શું તેમણે દિગ્વિજય સિંહ પાસેથી સંઘને બોમ્બ બનાવવાની ફેક્ટરી બનાવવાની જાણકારી ન લેવી જોઈએ? તે આતંકવાદી ઘટનાઓમાં સંઘનો હાથ હોવાનો દાવો કરે છે, પરંતુ જાણકારી આપતા નથી. જેમને કારણ વગર ફસાવાય રહ્યાં છે, તેમની વિરુદ્ધ પ્રતિનિધિ મંડળને વડાપ્રધાનને મેળવાય છે. પ્રત્યેક વિસ્ફોટ બાદ તપાસ એજન્સી જે દિશામાં સક્રીય હોય છે, તેનાથી વિપરીત નિવેદન આપવું દિગ્વિજય સિંહનો એકમાત્ર કાર્યક્રમ રહે છે. હવે તો તે ભ્રષ્ટાચારના આરોપમાં પદથી હટાવાયેલા અથવા જેલમાં નાખવામાં આવેલા લોકોની પણ જાહેરમાં તરફદારી કરી રહ્યાં છે. 

દિગ્વિજય સિંહની આ હરકતોથી મનમોહન સિંહની સરકારને મુશ્કેલી હોવી જોઈએ, હિંદુત્વ પ્રત્યે નિષ્ઠાવાન લોકોને નહીં. કોંગ્રેસી તો પરેશાન છે તેમાં કોઈ શંકા નથી, કારણ કે પોતાના ભાવિ વડાપ્રધાનને જે ચમત્કારીક સંચાલનથી તેમને કેટલીક આશા બંધાઈ છે, તેને તેઓ ધૂળમાં મેળવતા જઈ રહ્યાં છે. માટે જે લોકો એ ચાહે છે કે દેશની વ્યવસ્થાનું સંચાલન સમાજને ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી મુક્ત કરનારાઓના હાતણાં આવવું જોઈએ, તેમણે દિગ્ગી રાજાને અભિનંદન આપવા જોઈએ. તે એ કામમાં લાગેલા છે. જ્યાં સુધી સંઘનો સવાલ છે, તે એવા તમામ કપોળકલ્પિત આરોપો બાદ સમાજમાં વધુ પહોંચ બનાવવા માટે અનુકૂળતા મેળવી રહ્યો છે. 

(સૌજન્ય- દૈનિક જાગરણ)

No comments:

Post a Comment