રમેશ કુમાર દુબે
પાછલા બે વર્ષથી મોંઘવારી જે કારણોથી બેલગામ બની છે, તેમાં કાચા તેલ અને કોમોડિટીના ભાવમાં વધારાની મુખ્ય ભૂમિકા છે. પછી ખેત પેદાશોના લઘુત્તમ સમર્થન મૂલ્યોમાં વધારો અને મનરેગા જેવી રોકડ ચુકવણીવાળી યોજનાઓના કારણે ગ્રામીણ ક્ષેત્રોમાં નાણાંનો પ્રવાહ વધ્યો છે, જેનાથી માંગમાં તેજી આવી છે. માંગમાં તેજીને કારણે માત્ર ભારત જ નહીં, પરંતુ અન્ય દેશોમાં પણ મોંઘવારી વધી રહી છે. ભારતની જેમ ચીન અને અન્ય ઉભરતા દેશોમાં ગરીબીનું સ્તર ઘટયું છે. તાજેતરના આંકડા આ વાતના સાક્ષી છે કે ગત ત્રણ વર્ષો દરમિયાન વિકાસશીલ દેશોમાં અનાજની ખપતમાં 80 ટકાનો ભારે વધારો થયો છે, જ્યારે વિકસિત દેશોમાં અનાજની ખપતમાં માત્ર 22 ટકાની જ વૃદ્ધિ થઈ છે. આ સિવાય નવધનાઢ્યોની થાળીમાં માંસની આવક વધી છે.
ભારતની જેમ ચીનમાં પણ જ્યારે મોંઘવારીએ માથું ઉંચક્યું તો તેણે મોંઘવારીના મૂળ પર સીધો હુમલો કર્યો. ચીને મુક્ત બજારના તબક્કામાં પણ સીધા મૂલ્ય નિયંત્રણની નીતિ અપનાવી અને કંપનીઓને સ્પષ્ટ આદેશ આપ્યો કે જરૂરી ચીજોની કિંમતો કોઈપણ પરિસ્થિતિમાં પાંચ ટકાથી વધારે વધવી જોઈએ નહીં. લોટ અને ખાદ્ય તેલના નિર્માતાઓને તો પાંચ ટકા મૂલ્ય વધારાની પણ છૂટ નથી. ભારતમાં ખાદ્ય વસ્તુઓની મોંઘવારી પર 2009ની ગરમીઓથી ખતરનાક ચેતવણી મળવા લાગી હતી, જ્યારે દેશના ઘણાં ભાગ દુષ્કાળની લપેટમાં આવ્યા હતા. પરંતુ સરકાર ક્યારેક દુષ્કાળ તો ક્યારેક આગામી ઉનાળું મોસમના બહાને મોંઘવારી સામે ઘૂંટણિયા ટેકવતી રહી છે. ન તો અનાજ ઉત્પાદનમાં વધારો કામ આવ્યો અને ન તો મૌદ્રિક કોશિશો. કિંમતોના નિરીક્ષણનો દેખાડો સુદ્ધાં થયો નથી. તેનું પરિણામ છે કે ભારત હાલ કર્જ, ઊર્જા અને કાચા માલ ત્રણેય મોરચા પર દુનિયાની સૌથી મોંઘી અર્થવ્યવસ્થા છે અને મોંઘી અર્થવ્યવસ્થાઓ હંમેશા મોંઘવારી જ પેદા કરે છે.
હવે તો મોંઘવારી રોકવાના મૌદ્રિક ઉપાયો જ મોંઘવારી વધારવા લાગ્યા છે. પ્રશાસનિક નિયંત્રણ ઉપરથી જ ગેરહાજર છે, કેન્દ્ર બેસુધ અને રાજ્ય બેફિકર છે. હકીકતમાં વારંવાર મૌદ્રિક ઉપાયોનો સહારો લેવાની વાત જણાવે છે કે સરકાર મોંઘવારીના અસલ કારણોનો સામનો કરવાથી બચવા ઈચ્છે છે.
મોંઘવારી પર લગામ કસવા માટે રિજર્વ બેંક ગત વર્ષ માર્ચથી અત્યાર સુધી 11 વાર નીતિગત દરો વધારી ચુકી છે. પરંતુ આવું કરતી વખતે તે એ નથી વિચારતી કે શું ખાવા-પીવાની વસ્તુઓ ખરીદવા માટે કોઈ બેંકમાંથી કર્જ લે છે અથવા પછી વ્યાજ દરો વધારવાથી આ વસ્તુઓની ખપત ઓછી થઈ જાય છે. આ કારણ છે કે વ્યાજ દરોમાં વધારો મોંઘવારીના વધારાને રોકવામાં નાકામ રહ્યો છે. જોવામાં આવે તો મોંઘવારીનું એક દુષ્ચક્ર પેદા થઈ ગયું છે. મોંઘવારી વધે છે અને રિજર્વ બેંક પોલિસી દરો વધારી દે છે. ઉદ્યોગ માટે કર્જ મોંઘુ થાય છે અને વિનિર્મિત વસ્તુઓના ભાવ વધી જાય છે. આનાથી મોંઘવારીમાં વધુ વૃદ્ધિ થઈ જાય છે. આ મોંઘવારીને ઓછી કરવા માટે રિજર્વ બેંક ફરી વ્યાજના દરો વધારે છે. તેને જોતાં ઘણાં અર્થશાસ્ત્રી કહી રહ્યાં છે કે વારંવાર નીતિગત દરો વધારવાના સ્થાને મૂલ્ય નિયંત્રણના બીજા ઉપાયો શોધવા જોઈએ. સારા મોનસૂન અને ગોદામોના ભરેલા હોવા છતાં ખાદ્ય પદાર્થોની કિંમતો ચઢી રહી છે તો તેનું કારણ વચેટિયા છે. પરંતુ સરકાર જમાખોરો, વચેટિયાઓ, કાળા બજારીયાઓ પરલગામ કસવામાં અને આપૂર્તિ વ્યવસ્થાની ખામીઓ દૂર કરવામાં કોઈ નક્કર પહેલ કરી રહી નથી. સરકારી ખાદ્ય પ્રબંધનનો હાલ એ છે કે દર વર્ષે હજારો કરોડ રૂપિયાનું અનાજ બરબાદ થઈ જાય છે.
રિજર્વ બેંકના ગવર્નરે વ્યાજ દરોમાં વધારો કરતી વખતે સ્વીકાર્યું કે મોંઘવારી ઓછી કરવા માટે બેંકોના પ્રયત્નોને નક્કર રાજકીય પગલાં દ્વારા ટેકો આપી શકાય છે. પરંતુ ભારતમાં આવા પગલા ત્યારે ઉઠાવાય છે કે જ્યારે ચૂંટણીઓ માથે હોય. ઉદાહરણ તરીકે, સરકાર કેટલાંક રાજ્યોની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પેટ્રોલિયમ પદાર્થોના ભાવમાં વધારાને રોકી રાખ્યો, પરંતુ જેવી ચૂંટણી પૂરી થઈ કે તુરંત જ તેને તેલ કંપનીઓના નુકસાન અને મહેસૂલમાં નુકસાનની ફિકર સતાવવા લાગી.
ઉદારીકરણના તબક્કામાં દીર્ઘકાલિક કૃષિ વિકાસ નીતિઓના અભાવે પણ સમસ્યા વધારી છે. હજી પણ ગ્રામીણ વિકાસમાં આવકનો મુખ્ય સ્ત્રોત ખેતી છે, પરંતુ ખેતીમાં માળખાગત સુધારાને લઈને કંઈપણ થઈ રહ્યું નથી. કૃષિ વિકાસને નિર્ધારીત કરનારા મોરચા પર આપણે માત ખાઈ રહ્યાં છીએ. સિંચાઈ યોજનાઓ પર હજારો કરોડ રૂપિયા ખર્ચવા છતાં દેશમાં માત્ર 40 ટકા ક્ષેત્ર જ સિંચિત થઈ શક્યું છે. દેશમાં હજી પણ ખેતી મોનસૂનનો જુગાર બનેલી છે. ખાતર નીતિ પર પણ લચ્ચર વલણ અપનાવાય રહ્યું છે. કૃષિ ઋણો પર મોટાભાગે છૂટ મળી જાય છે, પરંતુ તેનો લાભ મોટા ખેડૂતો ઉઠાવી રહ્યાં છે. સહકારી બેંકોની પાસે પુરતી મૂડી નથી. સમાવેશી બેંકિંગના મામલામાં આપણે વધારે ઉન્નતિ કરી રહ્યાં નથી. દેશના કૃષિ અનુસંધાન સંસ્થાનોમાં શોધ અને વિકાસની સ્થિતિ સારી નથી. ભારે અનુદાનો અને સરકારી સહાયતા છતાં આપણે બીજોના અનુસંધાન માટે બહુરાષ્ટ્રીય કંપનીઓના મોઢા જોઈ રહ્યાં છીએ. હજીપણ 52 ટકા ગામ પશુ ચિકિત્સાલયોથી પાંચ કિલોમીટરથી વધારે અંતર પર છે. 47 ટકા ગામ નજીકની બેંક શાખાથી પાંચ કિલોમીટર દૂર છે. મોટાભાગના જિલ્લાઓમાં સુરક્ષિત પીવાના પાણીની વ્યવસ્થા નથી. 78 ટકા ગામોમાં પોસ્ટ ઓફિસ નથી.
સ્પષ્ટ છે કે પાયાગત સુવિધાઓની ચોતરફ કમીના કારણે દેશના મોટાભાગના હિસ્સામાં કૃષિ વિકાસની ઝડપ બેહદ ધીમી છે. તેવામાં પાયાગત સુવિધાઓની બહાલી સરકાર અને કોર્પોરેટ સેક્ટર બંનેની પ્રાથમિકતા હોવી જોઈએ, પરંતુ બંનેના ધ્યાન આર્થિક વિકાસ દર વધારવા સુધી જ સંકોચાયેલા છે.
(સૌજન્ય- દૈનિક જાગરણ)
No comments:
Post a Comment