સી. ઉદય ભાસ્કર
એક હજાર ટનના વજનનું વ્યાવસાયિક જહાજ એમવી પવિટ 31 જુલાઈએ મુંબઈના જુહુ બીચ પર સમુદ્રમાં ડૂબી ગયું. મુંબઈ પહોંચવા સુધી આ જહાજ પર નૌસેનાના કોઈ અધિકારીની નજર પડી નહીં. આ પહેલા 11 જૂને ગુજરાત જઈ રહેલું 9000 ટનના વજનનું એમવી વિઝડમ પણ મુંબઈના જુહુ બીચ પર ડૂબી ગયું હતું. આ જહાજોથી લોકોને બચાવવાનું કામ જટિલ અને મોંઘું પડયું. વિઝડમ ઘટનાની ભયાનકતા એ વાતથી જાહેર થઈ જાય છે કે મુંબઈ સુધી પહોંચતા પહેલા આ જહાજ કોઈ તટરક્ષકની નજરમાંથી પસાર થયું નહીં. લહેરો પર તરતા 9000 ટનનું આ વિશાળ જહાજ ભરતી-ઓટને કારણે જુહુ તરફ ખસી આવ્યું, નહીંતર તે બાંદ્રા-વરલી સી લિંકથી પણ ટકરાઈને ભારતની આર્થિક રાજધાની માટે મોટી મુસીબત ઉભી કરી શકતું હતું. સ્પષ્ટ છે કે મીડિયાએ આ ઘટનાઓને ખૂબ ઉછાળી અને 26/11ના મુંબઈ હુમલા બાદ સમુદ્રી નિરીક્ષણ અને સુરક્ષા વધારવાના દાવા પર તીખા સવાલ કર્યા. 26/11ના આતંકી પણ સમુદ્રી રસ્તે જ મુંબઈ પહોંચ્યા હતા. શું 26/11 હુમલાથી બોધપાઠ લઈને આપણે તટીય નિરીક્ષણ ક્ષમતામાં સુધારો કર્યો છે અથવા પછી આપણે વધારે આસાન નિશાન બની ગયા છીએ?
ભારત જેવી ભૌગોલિક સ્થિતિવાળા દેશમાં તટીય સુરક્ષા અને નિરીક્ષણને ચુસ્ત-દુરસ્ત કરવી એક જટિલ મુદ્દો છે અને તેણે 26/11 બાદ રાષ્ટ્રનું ધ્યાન ખેંચ્યું છે. અનેક મામલામાં 2008નું મુંબઈ 1962ની ચીન સીમાને સાદ્રશ્ય છે, જ્યાં રાષ્ટ્રીય પડકારથી નિપટવાની અધકચરી તૈયારીઓનું નાટકીય પ્રદર્શન થયું. પવિટ અને વિઝટમ ઘટનાઓ ભારતીય તટીય નિરીક્ષણની ખામીઓને રેખાંકીત કરે છે. યોજનાબદ્ધ રીતે ન હોઈ માત્ર યોગાનુયોગ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ પર કેગ રિપોર્ટ પાંચ ઓગસ્ટે જારી થયો. આઈસીજી પર લગાવેયલા આરોપ બેહદ ગંભીર છે. નવેમ્બર-2008 બાદ ભારતીય તટરક્ષકોને ઘણી સુવિધાઓ ઉપલબ્ધ કરવાય, જેમાં નવા સીજી સ્ટેશન સ્થાપિત કરવા, જહાજો, જેટ વિમાનોનું નિરીક્ષણ વધારવું વગેરેનો સમાવેશ થતો હતો. આ સંપૂર્ણ કવાયતનું પરિણામ બેહદ નિરાશાજનક અને કડવું નીકળ્યું કે ભારતનું તટીય નિરીક્ષણ અને સુરક્ષામાં હજી પણ મોટા છીડાં છે અને પવિટ-વિઝડમ ઘટનાઓ તેના જીવતાં-જાગતા પ્રમાણ છે.
કેગના રિપોર્ટમાં આ પણ નિષ્કર્ષ છે કે આઈસીજીની કાર્યપ્રણાલી લચ્ચર છે. રિપોર્ટમાં અનેક સંચાલન અને યોજનાગત પાસાંઓની ખામીઓ રેખાંકીત કરવામાં આવી છે. રિપોર્ટ આઈસીજીને 15 વર્ષીય યોજના તૈયાર કરવાની સલાહ પણ આપે છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આઈસીજીને ઉપલબ્ધ સંસાધનોમાં જ તટીય ક્ષેત્રોમાં પેટ્રોલિંગના માપદંડ નક્કી કરવા પડશે અને તેમનું કડકાઈથી પાલન કરવું પડશે. એક સુરક્ષા વિશ્લેષક તરીકે મારી જાણકારીઓને આધારે કહી શકુ કે સશસ્ત્ર દળ દીર્ઘકાલિન યોજનાઓ તૈયાર કરે છે અને પછી ખરીદી માટે નિર્ણય લેનારી પ્રક્રિયાને હવાલે કરી દે છે. પરંતુ ખરીદનો નિર્ણય લેવાની પ્રક્રીયા બેહદ જટિલ, બોજિલ અને અનાવશ્યક લાંબી હોય છે અને તેમાં ચાર વર્ષથી 25 વર્ષ સુધીનો સમય લાગી જાય છે?
13 જુલાઈના આતંકી હુમલા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું હતું કે રાજકીય પ્રતિબદ્ધતા અને સ્વીકૃતિઓ છતાં વરિષ્ઠ નોકરશાહી સૈન્ય ઉપકરણો અને હથિયારોની ખરીદીનો તાત્કાલિક નિર્ણય એટલા માટે લેતી નથી કારણ કે એવું કરવાથી તેમને કેગ અથવા તે પ્રકારની અન્ય એજન્સીઓના કોપભાજન બનવું પડી શકે છે. તેને બોફોર્સ ગ્રંથિના નામથી પણ વર્ણવી શકાય છે. 1980ના દશકમાં રાજીવ ગાંધીના કાર્યકાળમાં બોફોર્સ તોપ સોદામાં દલાલીના આરોપો બાદ સંરક્ષણ મંત્રાલયે તમામ જરૂરી ઉપકરણો, પ્રૌદ્યોગિકી અને હથિયારોની ખરીદી પ્રક્રીયાને લંબિત કરી દીધી હતી. પરિણામે ભારતીય સેના લાંબા સમય સુધી તોપો અને સૈન્ય ઉપકરણોની કમીથી ઝઝુમતી રહી હતી.
સુસંગત રાષ્ટ્રીય સુરક્ષા રણનીતિ હેઠળ ભારતે તટીય સુરક્ષા અને સાર્વભૌમતા સુનિશ્ચિત કરવાની ક્ષમતા વિકસિત કરવી જોઈતી હતી, પરંતુ અત્યાર સુધી સરકાર સંકુચિત રાજકીય નિહિત સ્વાર્થોનો શિકાર થતી રહી અને આ મહત્વપૂર્ણ વિષય પર ગંભીર વિમર્શ સુદ્ધાંથી પરહેજ કરતી રહી. આપણે પવિટ ઘટના અને કેગ રિપોર્ટના સમય સંજોગના અવસરનો લાભ ઉઠાવવો જોઈએ અને ભારતીય તટીય નિરીક્ષણ અને સુરક્ષાની ભેદ્યતાના કારણોની તપાસ કરીને તેના સમાધાન માટે વસ્તુનિષ્ઠ અને સકારાત્મક ઉપાય શોધવા જોઈએ. આઈસીજી એક જટિલ સંસ્થાગત વ્યવસ્થાનો ભાગ છે, જેના હેઠળ નૌસેના, શિપિંગના મહાનિદેશક, સ્થાનિક પોર્ટ પ્રાધિકરણ, રાજ્ય પોલીસ અને કેન્દ્ર તથા તટીય રાજ્યોના અન્ય 14 વિભાગો આવે છે.
આપણે તાત્કાલિક બે પ્રસ્તાવોને ભારતીય સુરક્ષાના શિરોબિંદુ તરીકે સ્વીકાર કરવા જોઈએ. ભારતના નૌસૈનિક પડકારો પર પુનર્વિચાર કરવા અને એકલબિંદુ નેશનલ મેરીટાઈમની સ્થાપના કરવા માટે બ્લ્યૂ રિબન ટાસ્ક ફોર્સની રચના કરવી જોઈએ. તેના પર તટીય સુરક્ષાની જવાબદારી હોવી જોઈએ. અંતિમ રિપોર્ટ અને ભલામણો સંસદમાં રજૂ કરવી જોઈએ. બીજું કેગ રિપોર્ટને મુખ્ય સ્ત્રોત માનીને 1962 બાદ ભારતીય સૈન્ય ક્ષમતાઓનું વિસ્તૃત વિશ્લેષણ કરવું જોઈએ અને તે સંસ્થાનોને ચિન્હિત કરવી જોઈએ, જે ભારતીય તટીય નિરીક્ષણ અને સુરક્ષામાં ખામીઓ માટે જવાબદાર છે. 65માં સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યા તેના માટે શ્રેષ્ઠ સમય હોઈ શકે છે.
(સૌજન્ય- દૈનિક જાગરણ)
No comments:
Post a Comment